• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - bhool bhulaiya 3
Tag:

bhool bhulaiya 3

vidya balan fall down while she dance with madhuri dixit on am je tomar
મનોરંજન

Vidya balan: શો મસ્ટ ગો ઓન, સ્ટેજ પર માધુરી સાથે ડાન્સ કરતા વિદ્યા બાલન સાથે બની આવી ઘટના,વિડીયો જોઈ ચાહકો એ કર્યા અભિનેત્રી ના વખાણ

by Zalak Parikh October 26, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Vidya balan: વિદ્યા બાલન, માધુરી દીક્ષિત, કાર્તિક આર્યન અને તૃપ્તિ ડીમરી અભિનીત ફિલ્મ ભૂલ ભુલૈયા 3 એ દિવાળી ના અવસર પર રિલીઝ થવાની છે. તાજેતર માં ફિલ્મ નું નવું ગીત આમી જે તોમર 3.0 ને રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મના નિર્માતાઓએ આ ગીતને એક ઇવેન્ટ સાથે રિલીઝ કર્યું હતું, જેમાં વિદ્યા બાલન અને માધુરી દીક્ષિતે લાઇવ પરફોર્મન્સ આપ્યું હતું, પરંતુ આ દરમિયાન વિદ્યા બાલન સાથે એક ઘટના બની હતી.આ વિડીયો સામે આવ્યા બાદ લોકો વિદ્યા ના વખાણ કરી રહ્યા છે. 

આ સમાચાર પણ વાંચો : Aishwarya and Abhishek: અભિષેક સાથે ના છૂટાછેડા ના સમાચાર ની વચ્ચે ઐશ્વર્યા નો જૂનો વિડીયો થયો વાયરલ, બધાની વચ્ચે સાસુ-સસરા વિશે કહી હતી આવી વાત

વિદ્યા બાલન સ્ટેજ પર પડી 

ભૂલ ભુલૈયા 3 ના નિર્માતાઓએ ગીતને એક ઇવેન્ટ સાથે રિલીઝ કર્યું હતું આ ઇવેન્ટ માં ‘આમી જે તોમર 3.0’ ગીત પર માધુરી અને વિદ્યાના લાઈવ પર્ફોર્મન્સની વ્યવસ્થા કરવામાં આવી હતી. માધુરી અને વિદ્યા એ આ ગીત પર ડાન્સ પણ કર્યો હતો પરંતુ આ ગીત પર ડાન્સ કરતા કરતા અચાનક વિદ્યા બાલન સ્ટેજ પર પડી ગઈ હતી તેમ છતાં તે અટકી ન હતી. સ્ટેજ પર પડ્યા પછી વિદ્યા બાલનના ચહેરા પર સહેજ પણ અફસોસ દેખાતો નહોતો. તેના બદલે, તે ઉભી થઈ અને માધુરી દીક્ષિત સાથે સ્ટેપ બાય સ્ટેપ ડાન્સ કરવા લાગી.વિદ્યા નો આ વિડીયો ખુબ વાયરલ થઇ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Varinder Chawla (@varindertchawla)


વિદ્યા બાલન નો આ વિડીયો સામે આવ્યા બાદ લોકો વિદ્યા ના વખાણ કરી રહ્યા છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

October 26, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
bhool bhulaiyaa 3 ott release on this platform hint was found in the poster shared by Kartik Aryan
મનોરંજન

Bhool bhulaiya 3: થિયેટર બાદ આ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે ભૂલ ભુલૈયા 3!કાર્તિક આર્યન એ શેર કરેલા પોસ્ટર માં મળી હિટ

by Zalak Parikh September 26, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Bhool bhulaiya 3: ભૂલ ભુલૈયા 3 એ ભૂલ ભુલૈયા અને ભૂલ ભુલૈયા 2 ની સિક્વલ છે. આ બંને ભાગ ને ખુબ પસંદ કરવામાં આવ્યો હતો. હવે લોકો ભૂલ ભુલૈયા 3 ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કાર્તિક આર્યને તાજેતર માં ફિલ્મ નું પોસ્ટર રિલીઝ કર્યું છે જેમાં આ ફિલ્મ કયા ઓટીટી પ્લેટફોર્મ પર આવશે તેની હિટ મળી છે. 

આ સમાચાર પણ વાંચો : Yeh rishta kya kehlata hai upcoming twist: શું માતા અક્ષરા ની જેમ અભીરા ના લગ્ન માં આવશે મુશ્કેલી? યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં આવશે મોટો ટ્વીસ્ટ

ભૂલ ભુલૈયા 3 નું ઓટિટિ પ્લેટફોર્મ

કાર્તિક આર્યન એ તાજેતર માં ભૂલ ભુલૈયા 3 નું પોસ્ટર શેર કર્યું છે. આ ફિલ્મ દિવાળી ના અવસર પર રિલીઝ  થવાની છે.કાર્તિક આર્યને શેર કરેલા પોસ્ટર માં આ ફિલ્મ ના ઓટિટિ પ્લેટફોર્મ ની હિંટ મળી છે.કાર્તિક આર્યને શેર કરેલા પોસ્ટર માં  નેટફ્લિક્સ સ્ટ્રીમિંગ પાર્ટનર છે. થિયેટર પછી આ ફિલ્મ નેટફ્લિક્સ પર આવશે. જો કે, ભૂલ ભુલૈયા 3 ની OTT રીલીઝ તારીખ અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી. 

 

View this post on Instagram

 

A post shared by KARTIK AARYAN (@kartikaaryan)


ભૂલ ભુલૈયા 3 માં કાર્તિક આર્યન રૂહ બાબા ની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ માં કાર્તિક આર્યન ની સાથે તૃપ્તિ ડીમરી, વિદ્યા બાલન અને માધુરી દીક્ષિત જોવા મળશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.) 

September 26, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
will akshay kumar cameo in kartik aryan film bhool bhulaiya 3 actor react on it
મનોરંજન

Akshay kumar: શું સ્ત્રી 2 બાદ હવે આ હોરર કોમેડી ફિલ્મ માં કેમિયો કરતો જોવા મળશે અક્ષય કુમાર? અભિનેતા એ કરી સ્પષ્ટતા

by Zalak Parikh August 21, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Akshay kumar: સ્ત્રી 2 હાલ થિયેટર માં ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર ના કેમિયો એ લોકોના દિલ જીતી લીધા હતા. હવે લોકો આવી જ હોરર કોમેડી ફિલ્મ ભૂલ ભુલૈયા 3 ની રાહ જોઈ રહ્યા છે.થોડા દિવસો પહેલા એવા સમાચાર સામે આવ્યા હતા કે અક્ષય કુમાર કાર્તિક આર્યન ની ફિલ્મ ભૂલ ભુલૈયા 3 માં પણ કેમિયો કરવાનો છે હવે અક્ષય કુમારે આના પર પ્રતિક્રિયા આપી છે. 

આ સમાચાર પણ વાંચો: Kutch Express: ૭૦માં નેશનલ ફિલ્મ એવોર્ડ્સ-૨૦૨૪માં ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસને મળ્યા આ ત્રણ એવોર્ડ, ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલે પાઠવ્યા અભિનંદન..

ભૂલ ભુલૈયા 3 માં પણ કેમિયો કરશે અક્ષય કુમાર? 

અક્ષય કુમાર ને લઈને થોડા દિવસો પહેલા એવા સમાચાર આવ્યા હતા કે તે સ્ત્રી 2 ની જેમ ભૂલ ભુલૈયા 3 માં પણ કેમિયો કરશે. જેને લઈને અક્ષય ના ફેન્સ ઉત્સાહિત થઇ ગયા હતા. હવે એક મીડિયા હાઉસ એ આ વિશે અક્ષય કુમાર સાથે વાત કરી હતી કે શું તે ખરેખર ભૂલ ભુલૈયા 3 માં કેમિયો કરવાનો છે? જેના જવાબમાં અક્ષય કુમારે કહ્યું, “ના, બિલકુલ નહિ. આ ફેક ન્યુઝ છે.”

Pic-1 :- #AkshayKumar reference in Stree 1

Pic-2 :- @akshaykumar cameo in #Stree2   #Stree2Review @ShraddhaKapoor pic.twitter.com/2kmcVqWy5h

— Real Box office™ (@Real_Box_0ffice) August 15, 2024


તમને જણાવી દઈએ કે ભૂલ ભુલૈયા માં અક્ષય કુમાર લીડ રોલ માં હતો અને જેમાં તેની સાથે વિદ્યા બાલન હતી. હવે વિદ્યા બાલન ભૂલ ભુલૈયા 3 માં જોવા મળવાની છે જેને લઈને એવા સમાચાર વહેતા થયા કે અક્ષય કુમાર પણ ભૂલ ભુલૈયા 3 માં જોવા મળશે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

August 21, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
bhool bhulaiya 3 film star cast performed pooja on set and start the shooting
મનોરંજન

Bhool bhulaiya 3: હસવા અને ડરવા માટે થઇ જાઓ તૈયાર, આ સ્ટાર્સ એ સેટ પર પૂજા કરી શરૂ કર્યું ભૂલ ભુલૈયા 3 નું શૂટિંગ ,જુઓ વિડિયો

by Zalak Parikh March 12, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

Bhool bhulaiya 3: ભૂલ ભુલૈયા 3 એ ભૂલ ભુલૈયા ની સિક્વલ છે. આ ફિલ્મ માં કાર્તિક, આર્યન, તૃપ્તિ ડીમરી અને વિદ્યા બાલન મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ ને લઈને રોજ નવા અપડેટ સામે આવતા રહે છે. હવે આ ફિલ્મ ને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. તે એ છે કે ભૂલ ભુલૈયા 3 નું શૂટિંગ શરૂ થઇ ગયું છે. આ શૂટિંગ ને શરૂ કરતા પહેલા ફિલ્મ ની સ્ટાર કાસ્ટ એટલેકે કાર્તિક આર્યન, તૃપ્તિ ડીમરી અને વિદ્યા બાલને સેટ પર પૂજા પણ કરી હતી જેનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. 

આ સમાચાર પણ વાંચો : Shahrukh khan: શાહરુખ ખાન ને ટક્કર આપવા મેદાનમાં ઉતરી સુહાના ખાન, બંને ને એક સાથે એક ફ્રેમ માં જોઈ ચાહકો થઇ ગયા ખુશ, જુઓ વિડીયો

 

ભૂલ ભુલૈયા 3 નુ શૂટિંગ થયું શરૂ 

ટી-સીરીઝે એક વિડીયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે, ફિલ્મ ના મુખ્ય કલાકારો કાર્તિક આર્યન, તૃપ્તિ ડીમરી અને વિદ્યા બાલન ફિલ્મ ના સેટ પર પ્રવેશ કરી ર્ય છે. ત્યારબાદ નિર્માતા ભૂષણ કુમાર પણ સેટ પર હાજર છે. તેમજ ફિલ્મના દિગ્દર્શક અનીસ બઝમી વ્હીલ ચેર પર બેઠેલા જોવા મળી રહ્યા છે.ફિલ્મના ત્રણેય કલાકારોએ એક પછી એક ભગવાન ગણેશની આરતી કરી હતી.

Get ready to open the haunted doors to the best horror-comedy fiesta! #BhoolBhulaiyaa3 starring #KartikAaryan, #VidyaBalan & #TriptiiDimri.
In cinemas this Diwali!@TheAaryanKartik @vidya_balan @tripti_dimri23 #BhushanKumar #KrishanKumar @BazmeeAnees @TSeries #ShivChanana… pic.twitter.com/8rJpFgfmiV

— T-Series (@TSeries) March 11, 2024


ટી- સિરીઝ એ વીડિયો શેર કરતી વખતે, કેપ્શનમાં લખ્યું, ‘શ્રેષ્ઠ હોરર કોમેડીના ડરામણા દરવાજા ખોલવા માટે તૈયાર થઈ જાઓ. કાર્તિક આર્યન, વિદ્યા બાલન અને તૃપ્તિ ડિમરી અભિનિત. ભૂલ ભુલૈયા 3 આ દિવાળીએ સિનેમાઘરોમાં રિલીઝ થશે.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

March 12, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Bhool bhulaiya 3 animal fame actress tripti dimri entry confirm kartik aaryan reveal her face
મનોરંજન

Bhool bhulaiya 3: ભૂલ ભુલૈયા 3 માં થઇ એનિમલ ફેમ આ અભિનેત્રી ની એન્ટ્રી, કાર્તિક આર્યને તેની પોસ્ટ માં બતાવી ઝલક

by Zalak Parikh February 22, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

Bhool bhulaiya 3:  ભૂલ ભુલૈયા 3 તેની સ્ટારકાસ્ટ ને કારણે ચર્ચા માં રહે છે. આ ફિલ્મ માં કાર્તિક આર્યન મુખ્ય અભિનેતા ની ભૂમિકામાં જોવા મળશે તો બીજી તરફ ફિલ્મ ની મુખ્ય અભિનેત્રી વિશે ઘણા સમય થી ચર્ચા ચાલી રહી હતી. આ અગાઉ ફિલ્મ માં સારા અલી ખાન ને લેવાની ચર્ચા હતી. પરંતુ આ બધા ની વચ્ચે ફિલ્મ ભૂલ ભુલૈયા 3 માં એનિમલ ની આ અભિનેત્રી ની એન્ટ્રી થઇ છે જેની હિન્ટ કાર્તિક આર્યને તેની પોસ્ટ માં આપી છે. 

આ સમાચાર પણ વાંચો : Sudhanshu pandey: વનરાજ એટલે કે સુધાંશુ પાંડે ના રિયલ દીકરા ને જોઈ રીલ દીકરા ને ભૂલ્યા લોકો, તસવીર જોઈ તમે પણ રહી જશો દંગ

ભૂલ ભુલૈયા 3 માં થઇ તૃપ્તિ ડીમરી ની એન્ટ્રી 

કાર્તિક આર્યને તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર પોસ્ટ કરી છે જેમાં એક ટેબલ ઉપર કેટલીક મીણબત્તીઓ સળગી રહી છે અને તાળા સાથે તૃપ્તિની તસવીર રાખવામાં આવી છે. આ પોસ્ટ શેર કરતી વખતે, કાર્તિકે કેપ્શનમાં લખ્યું, “ભૂલ ભુલૈયા 3 ની દુનિયા માં તમારું સ્વાગત છે તૃપ્તિ ડીમરી” હવે તે કન્ફ્રર્મ થઇ ગયું કે આ ફિલ્મ માં તૃપ્તિ એ કિયારા અડવાણી ને રિપ્લેસ કરી છે.

 

View this post on Instagram

 

A post shared by KARTIK AARYAN (@kartikaaryan)


કાર્તિક આ અગાઉ તેના ઇન્સ્ટાગ્રામ પર એક વિડિયો શેર કરીને કહ્યું હતું કે વિદ્યા બાલન આ વખતે ‘ભૂલ ભુલૈયા 3‘માં મંજુલિકાનું પાત્ર ભજવીને બધાને ડરાવવા આવી રહી છે. આ ઉપરાંત કાર્તિક આર્યને એ પણ ખુલાસો કર્યો હતો કે ભૂલ ભુલૈયા 3 આ વર્ષ ની દિવાળી પર રિલીઝ થઇ રહી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

February 22, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
bhool bhulaiya 3 after vidhya balan madhuri dixit may feature kartik aaryan movie
મનોરંજન

Bhool bhulaiya 3: વિદ્યા બાલન પછી આ સુપરસ્ટાર અભિનેત્રી ની થઇ ભૂલ ભુલૈયા 3 માં એન્ટ્રી! બે ભૂતની સાથે ટક્કર લેશે કાર્તિક આર્યન

by Zalak Parikh February 14, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

 Bhool bhulaiya 3: ભૂલ ભુલૈયા 3 તેની સ્ટારકાસ્ટ ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ માં કાર્તિક આર્યન ને ફાઇનલ કરવામાં આવ્યો છે. તાજેતરમાં જ કાર્તિક આર્યને મંજૂલિકા તરીકે વિદ્યા બાલન ની એન્ટ્રી કન્ફર્મ કરી હતી. આ ઉપરાંત તેને એ પણ જણાવ્યું હતું કે આ ફિલ્મ આ વર્ષે દિવાળી પર આવશે. હવે કાર્તિક આર્યનની ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 3’ની કાસ્ટને લઈને એક નવું અપડેટ સામે આવ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ, આ  ફિલ્મમાં અન્ય અભિનેત્રી ની એન્ટ્રી થઈ છે જે મહત્વની ભૂમિકા ભજવવા જઈ રહી છે. 

આ સમાચાર પણ વાંચો : Shahrukh khan: 35 વર્ષ પેહલા શાહરુખ ખાને તેની પત્ની ગૌરી ખાન ને આ વસ્તુ આપી ને કર્યું હતું વેલેન્ટાઈન વીશ, કિંગ ખાને પોતે કર્યો આ વાતનો ખુલાસો

 ભૂલ ભુલૈયા 3 માં થઇ માધુરી દીક્ષિત ની એન્ટ્રી 

મીડિયા રિપોર્ટ મુજબ ભૂલ ભુલૈયા 3 ના મેકર્સ માધુરી દીક્ષિતને ફિલ્મ માં કાસ્ટ કરવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે. રિપોર્ટમાં તો એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે, માધુરી આ ફિલ્મ માં ભૂતનો રોલ કરી રહી છે. જો આ રિપોર્ટ સાચો હશે તો આ ફિલ્મ માં કાર્તિક આર્યન એક નહિ પરંતુ બે બે ભૂતની સાથે ટક્કર લેશે.

 

View this post on Instagram

 

A post shared by Pinkvilla (@pinkvilla)


 

આ રિપોર્ટ માં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફિલ્મ માર્ચ મહિનામાં ફ્લોર પર જશે. તેમજ રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, સારા અલી ખાનને ફિલ્મની ફીમેલ લીડ તરીકે લેવામાં આવી રહી છે. સમાચાર પર પ્રતિક્રિયા આપતા, સ્ત્રોતે કહ્યું, “ચર્ચા પ્રારંભિક તબક્કે છે. હજુ સુધી કંઈપણ કન્ફર્મ થયું નથી.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

February 14, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
bhool bhulaiyaa 3 not sara ali khan and kiara advani sharvari wagh may romance with kartik aaryan
મનોરંજન

Bhool bhulaiya 3: સારા અને કિયારા નહીં આ અભિનેત્રી કરશે ભૂલ ભુલૈયા 3 માં કાર્તિક આર્યન સાથે રોમાન્સ! વિકી કૌશલ ના ભાઈ સાથે જોડાઈ ચૂક્યું છે નામ

by Zalak Parikh February 3, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

 Bhool bhulaiya 3: ભૂલ ભુલૈયા ની સફળતા બાદ ભૂલ ભુલૈયા નો બીજો ભાગ ભૂલ ભુલૈયા 2 આવ્યો. આ ફિલ્મ પણ હિટ જતા મેકર્સ તેનો ત્રીજો ભાગ ભૂલ ભુલૈયા 3 લાવી રહ્યા છે. ભૂલ ભુલૈયા 2 માં કાર્તિક આર્યન અને કિયારા અડવાણી મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા.આ ફિલ્મ માં મુખ્ય અભિનેતા તરીકે કાર્તિક આર્યન ને ફાઇનલ કરવામાં આવ્યો છે. પરંતુ આ ફિલ્મ ની મુખ્ય અભિનેત્રી ને લઇને રોજ કોઈ ના કોઈ અપડેટ સામે આવતા રહે છે. આ અગાઉ એવા સમાચાર સામે આવ્યા હતા કે સારા અલી ખાન આ ફિલ્મ માં કાર્તિક આર્યન ની સાથે મુખ્ય ભૂમિકા ભજવશે. હવે ફરી એકવાર ફિલ્મ ની મુખ્ય અભિનેત્રી ને લઈને નવું અપડેટ સામે આવ્યું છે. 

આ સમાચાર પણ વાંચો : Surbhi chandna: ઇશ્કબાઝ ફેમ એક્ટ્રેસ સુરભી ચંદના પર ફેશન ડિઝાઇનરે લગાવ્યો ગંભીર આરોપ, વિડીયો શેર કરી ખોલી અભિનેત્રી ની પોલ

ભૂલ ભુલૈયા 3 માં થઇ શર્વરી વાઘ ની એન્ટ્રી!

મીડિયા રિપોર્ટ મુજબ ભૂલ ભુલૈયા 3 માટે શર્વરી વાઘ નું નામ સામે આવી રહ્યું છે. આ માટે શર્વરી વાઘ સાથે વાતચીત ચાલી રહી છે. રિપોર્ટ્સનું માનીએ તો શર્વરી વાઘે ફિલ્મ માટે લુક ટેસ્ટ પણ આપ્યો છે. જો આવું થશે તો શર્વરી વાઘ આ ફિલ્મમાં કાર્તિક સાથે રોમાન્સ કરતી જોવા મળશે.તમને જણાવી દઈએ કે અનીસ બઝમી ‘ભૂલ ભૂલૈયા 3’નું નિર્દેશન કરવા જઈ રહ્યા છે.

 

February 3, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
bhool bhulaiyaa 3 vidya balan to join as manjulika in kartik aaryan film
મનોરંજન

Bhool bhulaiya 3: ડરવા માટે થઇ જાઓ તૈયાર, પાછી આવી રહી છે મંજૂલિકા, ભુલ ભુલૈયા 3 માં થઇ આ અભિનેત્રી ની એન્ટ્રી

by Zalak Parikh January 18, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Bhool bhulaiya 3: ફિલ્મ ભૂલ ભૂલૈયા 3 માં કાર્તિક આર્યન જોવા મળશે. આ ફિલ્મ નું શૂટિંગ માર્ચ મહિનામાં શરૂ થવાનું છે. આ ફિલ્મ ની સ્ટાર કાસ્ટ ને ફાઈનલ કરવાનું કામ ચાલુ છે. તેવામાં હવે ફિલ્મની સ્ટાર કાસ્ટ ને લઈને એક નવું અપડેટ સામે આવ્યું છે. ફિલ્મ માં મંજૂલિકા ની એન્ટ્રી થઇ છે. આ મંજૂલિકા બીજું કોઈ નહીં પરંતુ ભૂલ ભુલૈયા ની ઓરીજીનલ મંજૂલિકા એટલેકે વિદ્યા બાલન છે. 

 

‘ભૂલ ભુલૈયા 3’ માં થઇ વિદ્યા બાલન ની એન્ટ્રી 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નિર્માતા ‘ભૂલ ભુલૈયા 3’ને મનોરંજક બનાવવામાં કોઈ કસર છોડી રહ્યા નથી. પહેલી ફિલ્મ બાદ હવે વિદ્યા ત્રીજી ફિલ્મમાં મંજૂલિકા તરીકે વાપસી કરી રહી છે. વિદ્યા બાલનને આ રોલ ઓફર કરવામાં આવ્યો હતો અને તે આ રોલ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છે.ફિલ્મની હિરોઈનની વાત કરીએ તો મેકર્સે હજુ સુધી કોઈના નામની જાહેરાત કરી નથી. રિપોર્ટ્સ અનુસાર સારા અલી ખાન આ ફિલ્મમાં કાર્તિક સાથે જોવા મળી શકે છે. જોકે, મેકર્સ હાલમાં આ રોલને લઈને અલગ-અલગ કલાકારો સાથે વાતચીત કરી રહ્યા છે. હજુ હિરોઈન ફાઈનલ થઈ નથી. મેકર્સ એવી અભિનેત્રીની શોધમાં છે જે વિદ્યા બાલન સામે ટકી શકે.

 

View this post on Instagram

 

A post shared by Vidya Balan (@balanvidya)


તમને જણાવી દઈએ કે ફિલ્મ ભૂલ ભૂલૈયા વર્ષ 2007 માં રિલીઝ થઇ હતી આ ફિલ્મ માં અક્ષય કુમાર અને વિદ્યા બાલન મુખ્ય ભૂમિકામાં હતા. ત્યારબાદ વર્ષ 2022 ફિલ્મ ભૂલ ભૂલૈયા નો બીજો ભાગ ભૂલ ભુલૈયા 2 આવી આ ફિલ્મ માં અક્ષય ના સ્થાને કાર્તિક આર્યન અને વિદ્યા બાલન ના સ્થાને તબુ આવી. હવે ફિલ્મ ભૂલ ભુલૈયા 2 બાદ ભૂલ ભુલૈયા 3 આવી રહી છે. આ ફિલ્મ માં કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. 

આ સમાચાર પણ વાંચો : Esha deol: શું ખરેખર ઈશા દેઓલ થઇ પતિ ભરત તખ્તાની થી અલગ? જાણો વાયરલ સમાચાર પાછળ ની હકીકત

January 18, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
kartik aryan upcoming movie bhool bhulaiyaa 3 release date
મનોરંજન

Karik aryan bhool bhulaiya 3: ફરી રૂહ બાબા બની ને હસાવવા આવી રહ્યો છે કાર્તિક આર્યન, અભિનેતા ની ફિલ્મ ભૂલ ભુલૈયા 3 ની રીલીઝ ડેટ થઇ જાહેર

by Zalak Parikh December 5, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Karik aryan bhool bhulaiya 3: અક્ષય કુમાર અને વિદ્યા બાલનની 2007માં આવેલી ફિલ્મ ‘ભૂલ ભુલૈયા’ હિટ સાબિત થઇ હતી ત્યારબાદ 2022 માં આ ફિલ્મ ની સિક્વલ ભૂલ ભુલૈયા 2 આવી જેમાં કાર્તિક આર્યન અને કિયારા અડવાણી મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મ પણ હિટ સાબિત થઇ હતી. હવે આ ફિલ્મ નો ત્રીજો ભાગ એટલે કે ભૂલ ભુલૈયા 3 આવી રહી છે. હવે આ ફિલ્મ ની રિલીઝ ને લઈને એક અપડેટ સામે આવી રહ્યું છે. 

 

ભૂલ ભુલૈયા 3 ની રિલીઝ ડેટ 

ભૂષણ કુમાર અને ક્રિષ્ન કુમાર દ્વારા નિર્મિત અને અનીસ બઝમી દ્વારા દિગ્દર્શિત, ભૂલ ભુલૈયા 2 ની અપાર સફળતા પછી, ભૂલ ભુલૈયા 3 ની તૈયારી ચાલી રહી છે. કાર્તિક આર્યન સ્ટારર ‘ભૂલ ભુલૈયા 3’ આવતા વર્ષે દિવાળી પર રિલીઝ થશે. મીડિયા રિપોર્ટ મુજબ આ સમયે ફિલ્મની સ્ક્રિપ્ટ લખવામાં આવી રહી છે. એવા પણ અહેવાલ સામે આવ્યા છે કે કાર્તિક ટૂંક સમયમાં ‘ભૂલ ભૂલૈયા 3’નું શૂટિંગ શરૂ કરશે.. ભૂષણ કુમાર પોતે ફિલ્મ ‘ભૂલ ભૂલૈયા 3’ના તમામ પાસાઓ પર બારીકાઇ થી કામ કરી રહ્યા છે. 

આ સમાચાર પણ વાંચોઃ Animal Bobby deol: એનિમલ માં પોતે ભજવેલા પાત્ર વિશે દર્શકો નો રિસ્પોન્સ જોવા થિયેટર પહોંચ્યો બોબી દેઓલ, વિડીયો થયો વાયરલ

તમને જણાવી દઈએ કે ભૂલ ભુલૈયા 2 એ એક કોમેડી હોરર ફિલ્મ હતી આ ફિલ્મ માં કાર્તિક આર્યન રૂહ બાબા ની ભૂમિકામાં જોવા મળ્યો હતો. જ્યારેકે તબ્બુ એ અંજૂલિકા અને મંજૂલિકા ની બેવડી ભૂમિકા ભજવી હતી. હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે,તબ્બુ ફિલ્મ ભૂલ ભુલૈયા 3 નો ભાગ નહીં હોય. રિપોર્ટ્સ અનુસાર, તબ્બુએ આ ફિલ્મને રિજેક્ટ કરી દીધી છે.

December 5, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક