Tag: bhushan kumar

  • Richest Bollywood Family: કપૂર-બચ્ચનનું પત્તું કપાયું! બોલીવુડનો આ પરિવાર છે સૌથી અમીર, તેમની સંપત્તિનો આંકડો જાણીને તમે ચોંકી જશો!

    Richest Bollywood Family: કપૂર-બચ્ચનનું પત્તું કપાયું! બોલીવુડનો આ પરિવાર છે સૌથી અમીર, તેમની સંપત્તિનો આંકડો જાણીને તમે ચોંકી જશો!

    News Continuous Bureau | Mumbai

    Richest Bollywood Family: બોલીવુડમાં કપૂર અને બચ્ચન પરિવાર વર્ષોથી રાજ કરી રહ્યા છે, પરંતુ અમીરીના મામલે આ બંને પરિવાર એક ફેમિલી સામે પાણી ભરે તેવું છે. રિપોર્ટ મુજબ, ટી-સિરીઝ  ના માલિક ભૂષણ કુમાર અને તેમના પરિવારની કુલ નેટવર્થ 10,000 કરોડ છે, જે તેમને બોલીવુડનો સૌથી અમીર પરિવાર બનાવે છે.

    આ સમાચાર પણ વાંચો : Pankaj Tripathi Daughter Debut : અભિનય ની દુનિયા માં વધુ એક સ્ટારકિડ ની એન્ટ્રી, પંકજ ત્રિપાઠી ની દીકરી કરશે આ પ્રોજેક્ટ થી ડેબ્યુ!

    કપૂર, બચ્ચન અને ખાન ફેમિલી ક્યાં છે?

    ફોર્બ્સ અને હુરૂન ઇન્ડિયા રિપોર્ટના આંકડા મુજબ, બોલીવુડના કેટલાક મોટા પરિવારોની સંપત્તિ નોંધપાત્ર છે. કપૂર પરિવારની કુલ નેટવર્થ આશરે ૨,૦૦૦ કરોડ છે, જ્યારે શાહરુખ ખાનનો પરિવાર ૭,૮૦૦ કરોડની સંપત્તિ ધરાવે છે. યશ ચોપરા પરિવાર આ બંનેથી આગળ ૮,૦૦૦ કરોડની સંપત્તિ સાથે ટોચ પર છે. જોકે, આ બધાની સરખામણીમાં ભૂષણ કુમારનો પરિવાર  ૧૦,૦૦૦ કરોડની સંપત્તિ સાથે હાલમાં બોલીવુડના સૌથી અમીર પરિવાર તરીકે ટોચ પર છે. 


    ટી-સિરીઝ માત્ર બોલીવુડમાં જ નહીં, પરંતુ સાઉથ અને રિજનલ સિનેમામાં પણ મજબૂત પકડ ધરાવે છે. ગુલશન કુમારે સ્થાપેલી આ કંપનીને ભૂષણ કુમારે નવા સ્તરે પહોંચાડી છે. આજે ટી-સિરીઝ મ્યુઝિક અને ફિલ્મ પ્રોડક્શન બંને ક્ષેત્રમાં અગ્રણી છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Raid 3: રેડ 2 ની રિલીઝ પહેલા જ થઇ રેડ 3 ની જાહેરાત, જાણો કેવી હશે ફિલ્મ ની વાર્તા

    Raid 3: રેડ 2 ની રિલીઝ પહેલા જ થઇ રેડ 3 ની જાહેરાત, જાણો કેવી હશે ફિલ્મ ની વાર્તા

    News Continuous Bureau | Mumbai

    Raid 3: ‘રેડ 2’ આ એક મેના દિવસે થિયેટરોમાં ધમાકેદાર એન્ટ્રી માટે તૈયાર છે! આ ફિલ્મના પ્રોડ્યુસર ભૂષણ કુમાર એ ચાહકો માટે સસ્પેન્સ અને એક્શનથી ભરપૂર ‘રેડ 3’ ની જાહેરાત કરી છે.

    આ સમાચાર પણ વાંચો: Pahalgam Attack: પહલગામ પર થયેલા આતંકી હુમલા બાદ કાશ્મીર પહોંચ્યો આ અભિનેતા, તસવીરો શેર કરી કહી આવી વાત

    ‘રેડ 3’ આવી રહી છે!

    ફિલ્મના કો-પ્રોડ્યુસર કુમાર મંગત એ ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે ‘રેડ 3’ નિશ્ચિત રૂપે આવશે. ભૂષણ કુમારે કહ્યું કે જ્યારે ‘રેડ’ બનાવી હતી, ત્યારે જ સમજી ગયા હતા કે આ ફિલ્મનો ક્રેજ જબરદસ્ત રહેશે. તેમની ટીમે પહેલાથી જ સિક્વલની તૈયારી કરી લીધી હતી.

     

    View this post on Instagram

     

    A post shared by Ajay Devgn (@ajaydevgn)


    ‘રેડ 2’માં અજય દેવગન મુખ્ય ભૂમિકા નિભાવી રહ્યા છે. રાજ કુમાર ગુપ્તાના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મમાં રિતેશ દેશમુખ વિલનના રોલમાં છે, જ્યારે વાણી કપૂર અજયની પત્નીના રોલમાં જોવા મળશે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Bhool bhulaiya 4: શું ભૂલ ભુલૈયા 4 માં જોવા મળશે ભૂલ ભુલૈયા 1 અને 2 ના આ કલાકારો? ફિલ્મ ના મેકર્સે આપ્યો આનો સુંદર જવાબ

    Bhool bhulaiya 4: શું ભૂલ ભુલૈયા 4 માં જોવા મળશે ભૂલ ભુલૈયા 1 અને 2 ના આ કલાકારો? ફિલ્મ ના મેકર્સે આપ્યો આનો સુંદર જવાબ

    News Continuous Bureau | Mumbai

    Bhool bhulaiya 4: ભૂલ ભુલૈયા 3 હાલ થિયેટરો માં ધૂમ મચાવી રહી છે.અનીસ બઝમી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ કમાણી ના મામલે નવા રેકોર્ડ બનાવી રહી છે.  હવે ફિલ્મ ના ચોથા ભાગ ની ચર્ચા શરૂ થઇ ગઈ છે.હવે મીડિયા રિપોર્ટ માં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે અક્ષય કુમાર અને કિયારા અડવાણી આ ફિલ્મમાં એન્ટ્રી કરી શકે છે.

    આ સમાચાર પણ વાંચો : Sushant singh rajput: સુશાંત સિંહ રાજપૂત ના કેસમાં આવ્યો નવો વળાંક, સુપરસ્ટાર ની એક્સ ગર્લફ્રેન્ડ એ કર્યો ચોંકવનારો ખુલાસો

    ભૂલ ભુલૈયા 4 ને લઈને આવ્યું અપડેટ 

    ભૂલ ભૂલૈયા 3 વિશે, અગાઉ એવું કહેવામાં આવી રહ્યું હતું કે અક્ષય કુમાર અને કિયારા અડવાણી આ ફિલ્મમાં કેમિયો કરી શકે છે, પરંતુ જ્યારે ફિલ્મ થિયેટરોમાં રિલીઝ થઈ, ત્યારે ચાહકો માત્ર નિરાશ થયા. હવે ચાહકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું ફિલ્મના ચોથા ભાગમાં કિયારા અડવાણી અને અક્ષય કુમારને કાસ્ટ કરવામાં આવશે? આ બધાની વચ્ચે એક મીડિયા હાઉસ ને આપેલા ઈન્ટરવ્યુમાં ફિલ્મના પ્રોડ્યુસર ભૂષણ કુમારને પણ આ વિશે પૂછવામાં આવ્યું હતું, જેના જવાબમાં તેમણે કહ્યું હતું કે આ બંને કલાકારો ફિલ્મમાં એન્ટ્રી કરી શકે છે.


    ભૂષણ કુમારે કહ્યું કે ‘બધું વાર્તા પર નિર્ભર છે’. જો નક્કર વાર્તા હશે તો જ બધાને સાથે લાવવાનું સાર્થક થશે.’

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Yuvraj singh: ક્રિકેટર યુવરાજ સિંહ ની બાયોપિક ની થઇ જાહેરાત, આ પ્રોડક્શન હાઉસ ના બેનર હેઠળ બનશે ફિલ્મ

    Yuvraj singh: ક્રિકેટર યુવરાજ સિંહ ની બાયોપિક ની થઇ જાહેરાત, આ પ્રોડક્શન હાઉસ ના બેનર હેઠળ બનશે ફિલ્મ

    News Continuous Bureau | Mumbai

    Yuvraj singh: ભારતીય સ્ટાર ક્રિકેટર યુવરાજ સિંહની વાર્તા હવે મોટા પડદા પર આવશે. તેની બાયોપિકની જાહેરાત કરવામાં આવી છે. આ બાયોપિક ટી-સીરીઝના બેનર હેઠળ બનાવવામાં આવશે. ભૂષણ કુમાર અને રવિ ભાગચંદકા આ બાયોપિક પ્રોડ્યુસ કરશે. હવે પ્રશ્ન એ છે કે આ ફિલ્મ માં યુવરાજ સિંહ નું પાત્ર કોણ ભજવશે.

    આ સમાચાર પણ વાંચો: 70th national award: 70 માં નેશનલ ફિલ્મ એવોર્ડ માં ચાલ્યો સાઉથ ની ફિલ્મો નો જાદુ, શ્રેષ્ઠ અભિનેતા થી લઈને શ્રેષ્ઠ ફિલ્મ સુધી મેળવ્યા આટલા પુરસ્કાર

    યુવરાજ સિંહ ની બાયોપિક 

    યુવરાજ સિંહ ની બાયોપિક ની જાહેરાત થઇ ગઈ છે પરંતુ હજુ સુધી આ બાયોપિકનું ટાઈટલ હજુ જાહેર કરવામાં આવ્યું નથી તેમજ  સ્ક્રીન પર યુવરાજ સિંહની ભૂમિકા કોણ ભજવશે તે અંગેની માહિતી હજુ સામે આવી નથી.ફક્ત એટલું જ બહાર આવ્યું છે કે આ ફિલ્મ ભૂષણ કુમાર અને રવિ ભાગચંદકા સાથે મળીને યુવરાજ સિંહના જીવનની વાર્તા દર્શકો સામે લાવશે.

     

    View this post on Instagram

     

    A post shared by Viral Bhayani (@viralbhayani)


    યુવરાજ સિંહ એ તેના એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે જો તેની બાયોપિક બનશે તો તે અભિનેતા સિદ્ધાંત ચતુર્વેદી ને પોતાના પાત્ર માં જોવા માંગે છે હવે જોવું એ રહ્યું કે યુવરાજ સિંહ ની આ ઈચ્છા પુરી થશે કે પછી અન્ય અભિનેતા આ ભૂમિકા ભજવશે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Divya khosla: દિવ્યા ખોસલા અને ભૂષણ કુમાર ના અલગ થવાના સમાચાર પર રેડાયુ પાણી, સ્પોકપર્સને જણાવી અભિનેત્રી ના સરનેમ હટાવવા પાછળ ની હકીકત

    Divya khosla: દિવ્યા ખોસલા અને ભૂષણ કુમાર ના અલગ થવાના સમાચાર પર રેડાયુ પાણી, સ્પોકપર્સને જણાવી અભિનેત્રી ના સરનેમ હટાવવા પાછળ ની હકીકત

    News Continuous Bureau | Mumbai 

    Divya khosla: દિવ્યા ખોસલા કુમાર એ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાંથી તેના પતિ ભૂષણ કુમાર ની સરનેમ કુમાર હટાવી દીધી છે અને ભૂષણની કંપની ટી-સિરીઝને પણ અનફોલો કરી દીધી છે. આ પછી લોકોએ અનુમાન લગાવવાનું શરૂ કર્યું કે કદાચ બંને વચ્ચે કંઈક બરાબર નથી. અને બંને છૂટાછેડા લેવાના છે. હવે આ સમાચાર પર બંને ના સ્પોકપર્સને ઠંડુ પાણી રેડ્યું છે અને દિવ્યા ખોસલા ના સરનેમ હટાવવા પાછળ ની હકીકત જણાવી છે. .

    આ સમાચાર પણ વાંચો : Don 3: ડોન 3 માં થઇ આ અભિનેત્રી ની એન્ટ્રી, રણવીર સિંહ સાથે પહેલીવાર જામશે જોડી

     

    દિવ્યા ખોસલા ની સરનેમ હટાવવા પાછળ ની હકીકત 

    મીડિયા રિપોર્ટ ભૂષણ કુમાર ની ટીમે આ અહેવાલોને ખોટા જાહેર કર્યા છે.આ મામલે ટી સિરીઝના પ્રવક્તાએ કહ્યું કે ‘દિવ્યાએ જ્યોતિષીય કારણોસર અટક હટાવી દીધી છે. આ તેમનો અંગત નિર્ણય હતો જેને લોકોએ માન આપવું જોઈએ. આ ઉપરાંત, દિવ્યાએ તેની લગ્ન પહેલાની અટકમાં વધુ એક S ઉમેર્યો છે, તેથી આ બધું જ્યોતિષીય કારણોસર છે અને બીજું કંઈ નથી.’

     

    View this post on Instagram

     

    A post shared by Divyakhossla (@divyakhossla)


    તમને જણાવી દઈએ કે, દિવ્યા અને ભૂષણના લગ્નને 19 વર્ષ થયા છે અને બંનેને એક પુત્ર છે જેને તેઓ ખૂબ પ્રેમ કરે છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

     

     

  • Animal: સંદીપ રેડ્ડી વાંગા એ કરી એનિમલ ના બીજા ભાગ ની જાહેરાત, આ હશે ફિલ્મ નું નવું નામ

    Animal: સંદીપ રેડ્ડી વાંગા એ કરી એનિમલ ના બીજા ભાગ ની જાહેરાત, આ હશે ફિલ્મ નું નવું નામ

    News Continuous Bureau | Mumbai

    Animal: સંદીપ રેડ્ડી વાંગા ના નિર્દેશન માં બનેલી ફિલ્મ એનિમલ ને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ ફિલ્મ હિટ સાબિત થઇ છે. ફિલ્મ ને વાર્તા થી લઇ ને ફિલ્મ ના કલાકારો ના કામ ના ખુબ વખાણ થયા હતા. હવે ફિલ્મ હિટ જતા ફિલ્મ એનિમલ ના નિર્દેશક અને નિર્માતાએ નિર્ણય લીધો છે કે તેઓ ફિલ્મ નો બીજો ભાગ બનાવશે.આટલું જ નહીં આ ફિલ્મનું નામ પણ જાહેર કરવામાં આવ્યું છે. 

     

    એનિમલ ના બીજા ભાગ ની થઇ જાહેરાત 

    નિર્દેશક સંદીપ રેડ્ડી વાંગા ભૂષણ કુમારના પ્રોડક્શન ટી-સિરીઝ સાથે મળીને ‘એનિમલ’નો બીજો ભાગ લાવવા જઈ રહ્યા છે. તેમને આ ફિલ્મની પણ જાહેરાત કરી છે, એટલે કે ફરી એકવાર રણબીર કપૂર તેની આલ્ફા મેલ સ્ટાઈલથી લોકોના દિલ જીતતો જોવા મળશે.જોકે હજુ સુધી તેની સ્ટારકાસ્ટ ની જાહેરાત થઇ નથી પરંતુ  ‘એનિમલ’ના બીજા ભાગનું નામ સામે આવ્યું છે, અને એ છે ‘એનિમલ પાર્ક’ 

     

    View this post on Instagram

     

    A post shared by tseriesfilms (@tseriesfilms)


    સંદીપ રેડ્ડી વાંગા એ ટી સિરીઝ ના ભૂષણ કુમાર સાથે મળી ને ત્રણ ફિલ્મો લાવવાના છે, તેમની પ્રથમ ફિલ્મ પ્રભાસ સાથે બનવા જઈ રહી છે, જેનું નામ છે ‘સ્પિરિટ’.બીજી એનિમલ ની સિક્વલ છે જેનું નામ એનિમલ પાર્ક છે તેમજ ત્રીજી ફિલ્મ સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુન સાથે હશે જેનું નામ હજુ સુધી જાહેર કરવામાં નથી આવ્યું.  

    આ સમાચાર પણ વાંચો : Animal OTT release: ફિલ્મ એનિમલ ના મેકર્સ ને લાગ્યો ઝટકો, ફિલ્મ ની ઓટીટી રિલીઝ ને લઈને આવી આ સમસ્યા, જાણો સમગ્ર મામલો

  • Adipurush: AICWA એ આદિપુરુષ વિવાદમાં અમિત શાહને લખ્યો પત્ર, ઓમ રાઉત અને પ્રોડક્શન ટીમ સામે FIRની માંગણી

    Adipurush: AICWA એ આદિપુરુષ વિવાદમાં અમિત શાહને લખ્યો પત્ર, ઓમ રાઉત અને પ્રોડક્શન ટીમ સામે FIRની માંગણી

    News Continuous Bureau | Mumbai

    Adipurush: ઓમ રાઉત દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘આદિપુરુષ’ સામે વિવાદો ઓછા થવાનુ નામ નથી લઈ રહ્યા. મુખ્ય ભૂમિકામાં પ્રભાસ, કૃતિ સેનન અને સૈફ અલી ખાન અભિનીત, આ ફિલ્મ ખરાબ VFX, વિવાદાસ્પદ સંવાદો અને કોસ્ચ્યુમ માટે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ છે. ફિલ્મના નિર્માતા, દિગ્દર્શક અને લેખકો શાબ્દિક રીતે પોતાના બચાવો કરી રહ્યા છે. આ દરમિયાન હવે ‘ઓલ ઈન્ડિયા સિને વર્કર્સ એસોસિએશન’ (All India Cine Workers Association) એ પણ આ ફિલ્મ સામે બળવો પોકાર્યો છે.

    ઓલ ઈન્ડિયા સિને વર્કર્સ એસોસિએશને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Home Minister Amit Shah) અને મુંબઈ પોલીસ (Mumbai Police) ને પત્ર લખ્યો છે. આ પત્ર દ્વારા તેણે ફિલ્મ ‘આદિપુરુષ’ના નિર્માતા ભૂષણ કુમાર (Bhushan Kumar), નિર્દેશક ઓમ રાઉત (Om Raut) અને લેખક મનોજ મુન્તાશીર (Manoj Muntashir) વિરુદ્ધ કેસ દાખલ કરવાની માંગ કરી છે. આ પત્ર પર એસોસિએશનના પ્રમુખ સુરેશ શ્યામલાલ ગુપ્તા (Suresh Shyam Lal Gupta) ની સહી છે.

    આ સમાચાર પણ વાંચો : Manipur Violence: KYKLના 12 હુમલાખોરોની ઢાલ બન્યા 1500 લોકો

    આ ફિલ્મે હિન્દુઓ અને ભગવાનની પુજા કરનારાઓની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે.

    આ પત્ર 16મી જૂન 2023ના રોજ દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘આદિપુરુષ’ તરફ તમારું ધ્યાન દોરવા માટે લખી રહ્યા છીએ.આ ફિલ્મે હિન્દુઓ અને ભગવાન શ્રી રામ, માતા સીતા અને હનુમાનજીની પૂજા અને પ્રાર્થના કરનારાઓની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. તેમજ તેમાં ભગવાન શ્રીરામ અને સમગ્ર રામાયણને ખોટી રીતે દર્શાવવામાં આવ્યું છે.

    નિર્માતાઓ મલ્ટિપ્લેક્સમાં ડિસ્કાઉન્ટવાળી ટિકિટો વેચીને જ પૈસા કમાવવા માગે છે, પરંતુ આ ફિલ્મ રામાયણમાંની શ્રદ્ધા વિશે ખોટો સંદેશ ફેલાવી રહી છે.. ટી-સિરીઝ અને નિર્માતાઓ, લેખક મનોજ મુન્તાશીર, દિગ્દર્શક ઓમ રાઉત દ્વારા રામાયણની મજાક ઉડાવવામાં આવી છે. તેથી, ઓલ ઈન્ડિયા સિને વર્કર્સ એસોસિએશને તેના પત્રમાં કહ્યું છે કે તેમની સામે કેસ નોંધવો જોઈએ.

    દરમિયાન, ‘ઓલ ઈન્ડિયા સિને વર્કર્સ એસોસિએશન’ એ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ને પત્ર લખીને ફિલ્મ આદિપુરુષ પર તાત્કાલિક પ્રતિબંધની માંગ કરી હતી.

     

  • દીપિકા પાદુકોણ-કૃતિ સેનન પાસેથી સાઉથ ની આ સુંદર અભિનેત્રીએ છીનવી આશિકી 3-કાર્તિક આર્યન સાથે જમાવશે જોડી 

    દીપિકા પાદુકોણ-કૃતિ સેનન પાસેથી સાઉથ ની આ સુંદર અભિનેત્રીએ છીનવી આશિકી 3-કાર્તિક આર્યન સાથે જમાવશે જોડી 

    News Continuous Bureau | Mumbai

    બોલિવૂડ ફિલ્મ સ્ટાર(Bollywood film star) કાર્તિક આર્યનની(Kartik Aaryan) આગામી ફિલ્મ ‘આશિકી 3’ ની(Aashiqui 3) મેગા જાહેરાત થોડા સમય પહેલા કરવામાં આવી છે. આ ફિલ્મ પણ ‘ભુલ ભુલૈયા 2’ ના(bhool bhulaiyaa 2) નિર્માતા ભૂષણ કુમાર(Bhushan Kumar) દ્વારા બનાવવામાં આવનાર છે. ફિલ્મના નિર્દેશનની (Film direction) જવાબદારી અનુરાગ બાસુને(Anurag Basu) સોંપવામાં આવી છે. સુપરહિટ આશિકી ફ્રેન્ચાઈઝીની(Aashiqui franchise) આ ત્રીજી ફિલ્મને લઈને ઘણી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ‘ભૂલ ભૂલૈયા 2’ ની બમ્પર સફળતા પછી, દર્શકો ફિલ્મ સ્ટાર કાર્તિક આર્યનની આગામી ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

    કાર્તિક આર્યનની આશિકી 3 પણ આ દિવસોમાં ઈન્ડસ્ટ્રીમાં ચર્ચાનો વિષય છે. આ જાહેરાત સાથે જ ફિલ્મમાં કાર્તિક આર્યનની સામે મુખ્ય અભિનેત્રીના નામને લઈને અટકળો શરૂ થઈ ગઈ છે. અભિનેત્રી દીપિકા પાદુકોણનું(Deepika Padukone) નામ મુખ્યત્વે કાર્તિક આર્યનની સામેની ફિલ્મ માટે લેવામાં આવ્યું હતું. તે જ સમયે, ઘણા મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે કાર્તિક આર્યનની ફિલ્મ માટે માત્ર દીપિકા પાદુકોણ જ નહીં, શ્રદ્ધા કપૂર(Shraddha Kapoor) અને કૃતિ સેનનનું(Kriti Sanon) નામ પણ મોખરે છે. હવે આ દરમિયાન એક રસપ્રદ માહિતી સામે આવી છે.

    આ સમાચાર પણ વાંચો :  શું તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં આ કોમેડિયન ભજવશે  મિસિસ પોપટલાલ ની ભૂમિકા-અભિનેત્રીએ સાઈન કર્યો શો 

    તાજેતરના અહેવાલો અનુસાર, નિર્માતાઓ દીપિકા પાદુકોણ, કૃતિ સેનન અથવા શ્રદ્ધા કપૂર નહીં પરંતુ કોઈ અન્યના નામ પર વિચાર કરી રહ્યા છે. રિપોર્ટ્સનું માનીએ તો આ ફિલ્મમાં કાર્તિક આર્યન સાથે રશ્મિકા મંદન્ના(Rashmika Mandanna) જોવા મળી શકે છે. ઈન્ડસ્ટ્રીના કોરિડોરમાંથી બહાર આવી રહેલી ચર્ચાઓ અનુસાર હવે આ ફિલ્મની રેસમાં રશ્મિકા મંદન્નાનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે. જો અભિનેત્રી રશ્મિકા મંદન્ના આ ફિલ્મ માટે સંમત થાય છે, તો તે અભિનેત્રીની બેગમાં બોલિવૂડની બીજી મોટી ફિલ્મ હશે. હવે જોવાનું એ રહેશે કે આ ફિલ્મની મુખ્ય અભિનેત્રીનું નામ ક્યાં સુધી જાહેર થાય છે. જણાવી દઈએ કે રશ્મિકા મંદન્ના અને કાર્તિક આર્યન તાજેતરમાં એક પ્રોજેક્ટના કારણે સાથે જોવા મળ્યા હતા. બંનેની તસવીરો સોશિયલ મીડિયા (Social media) પર ખૂબ વાયરલ થઈ હતી.

     

  • વેબ સિરીઝ ‘સ્કૅમ ૧૯૯૨’થી આવ્યો પ્રતીક ગાંધીના કરિયરમાં નવો વળાંક, આ મોટા પ્રોડક્શને પ્રતીકને સાઇન કર્યો તેની આગલી ફિલ્મમાં; જાણો વિગત

    વેબ સિરીઝ ‘સ્કૅમ ૧૯૯૨’થી આવ્યો પ્રતીક ગાંધીના કરિયરમાં નવો વળાંક, આ મોટા પ્રોડક્શને પ્રતીકને સાઇન કર્યો તેની આગલી ફિલ્મમાં; જાણો વિગત

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

    મુંબઈ, 11 ઑગસ્ટ, 2021

    બુધવાર

    ડિજિટલ મનોરંજનની દુનિયાની નંબર વન વેબ સિરીઝ ‘સ્કૅમ ૧૯૯૨’એ ફક્ત તેના નિર્દેશક હંસલ મહેતાની કરિયર જ નહીં, પરંતુ સિરીઝમાં શૅર બ્રોકર હર્ષદ મહેતાની ભૂમિકા ભજવવાવાળો ગુજરાતી અભિનેતા પ્રતીક ગાંધીની  લાઇફ પણ બદલી નાખી છે. મ્યુઝિક કંપની ટી-સિરીઝે પણ પ્રતીક ગાંધીને તેની આગામી ફિલ્મ માટે સાઇન કર્યો છે. વેબ સિરીઝ ‘સ્કૅમ ૧૯૯૨’માં પોતાની અદભુત પ્રદર્શનની છાપ છોડ્યા બાદ પ્રતીક ગાંધીને ટી-સિરીઝની મોટી ફિલ્મ મળી છે. એનું નામ હજુ સુધી નક્કી થવાનું બાકી છે. ફિલ્મમાં તેની સાથે ટી-સિરીઝના સીએમડી ભૂષણ કુમારની બહેન ખુશાલી કુમાર હીરોઇન બની છે. ખુશાલી કુમારના મ્યુઝિક વીડિયો ચર્ચામાં છે. હાલમાં તેને પેન ઇન્ડિયા સુપર સ્ટાર આર. માધવન અને ચરિત્ર અભિનેતા અપારશક્તિ ખુરાના સાથે એક મનોવૈજ્ઞાનિક રોમાંચ પર આધારિત તેની પહેલી ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું છે. પ્રતીક ગાંધી અને ખુશાલી કુમારે ફિલ્મની તૈયારી શરૂ કરી દીધી છે. જાણકારી એવી આવી રહી છે કે આ ફિલ્મ ફૅમિલી ડ્રામા છે. આ ફિલ્મ સામાન્ય માણસના સન્માનના સંઘર્ષની વાર્તા છે, જેમાં પ્રતીક મુખ્ય ભૂમિકામાં છે. નિર્માતા ભૂષણ કુમાર ફિલ્મ વિશે જણાવે છે કે આ ફિલ્મની વાર્તા સાધારણ છતાં વાસ્તવિકતાથી ભરેલી છે. આ વાર્તા આપણા દેશના હજારો લોકોને તેની પોતાની વાર્તા લાગશે.

    2024ની ચૂંટણીમાં મોદીજીને છોડીને હું બીજા કોઈને પણ વોટ આપીશ, કારણ આપતાં બોલ્યો બૉલિવુડનો આ ઍક્ટર