• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - Bihar Rail Network
Tag:

Bihar Rail Network

Bihar Rail Network PM Modi flags off four trains, launches projects worth Rs 13,500 crore for Bihar
રાજ્ય

Bihar Rail Network : બિહારને ચાર નવી ટ્રેનોની સૌગાત, પ્રધાનમંત્રીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આપી ટ્રેનોને લીલી ઝંડી

by kalpana Verat April 25, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Bihar Rail Network :  માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મધુબની જિલ્લાના લોહના ખાતે આયોજિત એક કાર્યક્રમમાં ત્રણ નવનિર્મિત રેલ્વે લાઇન રાષ્ટ્રને સમર્પિત કરી અને બિહારને ચાર નવી ટ્રેનોની ભેટ આપી. માનનીય પ્રધાનમંત્રીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જે ટ્રેનોને લીલી ઝંડી આપી હતી તેમાં જયનગર પટના નમો ભારત રેપિડ રેલ અને સહરસા-લોકમાન્ય તિલક અમૃત ભારત એક્સપ્રેસ અને બે પેસેન્જર ટ્રેનોનો સમાવેશ છે.

નમો ભારત રેપિડ રેલ વિશે વિગતો આપતાં, રેલવે બોર્ડના માહિતી અને પ્રચાર એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર દિલીપ કુમારે પત્રકારોને જણાવ્યું હતું કે બે શહેરો વચ્ચે હાઇ-સ્પીડ, આધુનિક રેલ પરિવહનનું સ્વપ્ન હવે વાસ્તવિકતા બની ગયું છે. નમો ભારત રેપિડ રેલ એ અમૃતકાલમાં ભારતીય રેલ્વેના વિકાસનો નવો સારથિ છે. આ ટ્રેન દેશના આંતરિક ભાગોમાં સ્થાનિક લોકોને શહેરી મુસાફરી માટે આધુનિક સુવિધાઓની ખાતરી આપે છે. તેમણે કહ્યું કે નમો ભારત રેપિડ રેલ આધુનિક સુવિધાઓથી સજ્જ છે. આ ઇન્ટરસિટી ટ્રેન જયનગરને પટના સાથે જોડશે. 16 કોચમાં 2 હજારથી વધુ મુસાફરોની ક્ષમતા ધરાવતી આ ટ્રેનનું સંચાલન બિહારના વિકાસને નવી ગતિ આપવા જઈ રહ્યું છે. આ ટ્રેન જયનગર અને પટના વચ્ચે મધુબની, દરભંગા, સમસ્તીપુર, બેગુસરાય, મોકામા અને પટના જિલ્લાઓને જોડશે.

અમદાવાદ-ભુજ પછી આ દેશની બીજી ‘નમો ભારત’ ઝડપી રેલ સેવા છે. આનાથી બે શહેરો વચ્ચેનું અંતર તો ઘટશે જ, સાથે સાથે બિહારના સપનાઓને પણ નવી ઉડાન મળશે.

ઝડપી એક્સેલરેશન અને આધુનિક બ્રેકિંગ સિસ્ટમથી સજ્જ છે. તેના બંને છેડે ડ્રાઇવિંગ કેબ હોવાથી, તેને ટર્નઅરાઉન્ડની જરૂર પડશે નહીં, અનાથી સમય ની બચત થશે. નમો ભારત સંપૂર્ણપણે એર-કન્ડિશન્ડ છે અને એર્ગોનોમિકલી ડિઝાઇન કરેલી બેઠકો સાથે આવે છે.
ટ્રેનમાં વેક્યુમ-આધારિત મોડ્યુલર શૌચાલય, દિવ્યાંગ અનુકુળ શૌચાલય અને ધૂળ-પ્રૂફ સીલબંધ ગેંગવે પણ છે, જે ટ્રેનની મુસાફરીને વધુ સ્વચ્છ, સુલભ અને શાંતિપૂર્ણ બનાવે છે. આ ટ્રેનની એક ખાસ વાત એ છે કે તે ‘કવચ’ સુરક્ષા સિસ્ટમથી સજ્જ છે. દરેક કોચમાં સીસીટીવી કેમેરા, ફાયર ડિક્ટેશન સપ્રેશન સિસ્ટમ અને ઇમરજન્સી ટોક-બેક સિસ્ટમ સલામત મુસાફરીની ખાતરી આપે છે.

ટ્રેનના કોચમાં ઓટોમેટિક દરવાજાવાળા સેમી પરમાનેન્ટ કપ્લર્સ યુક્ત છે, જે મુસાફરોને કોઈ પણ પ્રકારનો ઝટકો અનુભવવા દેતા નથી. આ હાઇ સ્પીડ મુસાફરીને સરળ અને સુરક્ષિત બનાવે છે. ટ્રેનમાં રૂટ-મૅપ ઇન્ડિકેટર પણ છે, જે દરેક સ્ટેશન વિશે માહિતી પ્રદાન કરશે. ઓપન લાઇન રેલ્વેમાં આ સુવિધા પહેલીવાર પૂરી પાડવામાં આવી રહી છે. ઇમરજન્સી લાઇટિંગ, એલઇડી લાઇટિંગ અને અલ્ટ્રા મૉર્ડન ડિઝાઇન મુસાફરોને શાંત અને સારી રીતે પ્રકાશિત વાતાવરણ પૂરું પાડે છે.

સહરસા અને લોકમાન્ય તિલક વચ્ચે દોડતી અમૃત ભારત એક્સપ્રેસ વિશે વાત કરતા, રેલવે બોર્ડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરે જણાવ્યું હતું કે અમૃત ભારત 2.0 ટ્રેન ભારતીય રેલવેની એક આધુનિક પહેલ છે. આ ટ્રેન સામાન્ય મુસાફરોને ઓછા ભાડામાં સારી સુવિધાઓ, આરામ અને સ્વદેશી ટેકનોલોજીનો અનુભવ આપે છે. આ ટ્રેન ખાસ કરીને મધ્યમ વર્ગ અને અંત્યોદય માટે ડિઝાઇન કરવામાં આવી છે. તેના કોચ સંપૂર્ણપણે ભારતમાં બનેલા છે અને આત્મનિર્ભર ભારતની ભાવનાને વધુ મજબૂત બનાવે છે. અમૃત ભારત ટ્રેન સુવિધાજનક છે. તેનો દેખાવ અને ડિઝાઇન પણ ખૂબ જ આકર્ષક છે. તે પ્રીમિયમ ટ્રેનનો અનુભવ આપે છે. રેલ્વેનો પ્રયાસ છે કે સામાન્ય માણસ પણ ગૌરવ અને આરામથી મુસાફરી કરી શકે અને આ વિચારને ધ્યાનમાં રાખીને આ ટ્રેન શરૂ કરવામાં આવી છે.

પર્યાવરણ પ્રતિ જાગૃતિ, ઉર્જા સંરક્ષણ અને મુસાફરોની સુવિધા – આ ત્રણ પહલું આ ટ્રેનની ઓળખ છે. આ ટ્રેન દેશના વિકાસની નવી ગતિ અને બદલાતા ભારતના દેખાવની ઝલક છે. અમૃત ભારત એક્સપ્રેસની સલામતી સુવિધાઓ સમજાવતા તેમણે કહ્યું કે
સુરક્ષા અને ટેકનિકલ દૃષ્ટિકોણથી અમૃત ભારત 2.0 ટ્રેનમાં ઘણા મહત્વપૂર્ણ સુધારા કરવામાં આવ્યા છે. સલામતીને ધ્યાનમાં રાખીને, કપ્લરમાં ક્રેશ ટ્યુબ અને EP-આસિસ્ટેડ બ્રેક સિસ્ટમ આપવામાં આવી છે, જે ઝડપી બ્રેક લાગી શકશે. તે સંપૂર્ણપણે સીલબંધ ગેંગવે અને વેક્યુમ ઇવેક્યુએશન સિસ્ટમથી સજ્જ છે. દરેક કોચમાં ટોક બેક યુનિટ અને ગાર્ડ રૂમમાં રિસ્પોન્સ યુનિટ હોવાથી મુસાફરોની સલામતી વધુ મજબૂત બનાવવામાં આવી છે. નોન-એસી કોચમાં પહેલીવાર ફાયર ડિટેક્શન સિસ્ટમની સુવિધા મુસાફરોની સલામતીમાં એક નવી ક્રાંતિ છે.

આ સમાચાર પણ વાંચો: Medha Patkar arrested :સામાજિક કાર્યકર મેધા પાટકરની ધરપકડ, આ 23 વર્ષ જૂના કેસમાં થઈ મોટી કાર્યવાહી..

અમૃત ભારત 2.0 સાથે, ભારતીય રેલ્વેમાં પહેલીવાર, ટ્રેનમાં સેમી-ઓટોમેટિક કપ્લરનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેના કારણે ટ્રેનને જોડતી વખતે કે અલગ કરતી વખતે કોઈ આંચકો કે અવાજ થતો નથી. તેમાં સ્થાપિત ડિફોર્મેશન ટ્યુબ અથડામણની સ્થિતીમાં આંચકો ઘટાડે છે, જેનાથી મુસાફરોની સલામતી વધે છે. આ રેક લોકોમોટિવ સાથે મળીને માત્ર સ્થિરતા જ નહીં પરંતુ સૌથી વધુ ગતિ અને વધુ સારી હેન્ડલિંગ ક્ષમતા પણ સુનિશ્ચિત કરે છે.

આ ટ્રેન એલએચબી પુશ-પુલ ટ્રેન છે. સારી ગતિ માટે, તેના બંને છેડા પર એન્જિન લગાવવામાં આવ્યા છે, જે ઉર્જાનો વપરાશ ઘટાડે છે. ટ્રેન ઝડપથી વેગ પકડી શકે છે અને બ્રેક લગાવી શકે છે. ૧૩૦ કિલોમીટર પ્રતિ કલાકની મહત્તમ ગતિ પણ તેને ગતિમાં માસ્ટર બનાવે છે. તેના કોચમાં ફોલ્ડેબલ સ્નેક્સ ટેબલ, મોબાઈલ હોલ્ડર, ફોલ્ડેબલ બોટલ હોલ્ડર જેવી સુવિધાઓ છે. ઉપરાંત, રેડિયમ ઇલ્યૂમિનેટેડ ફ્લોરિંગ સ્ટ્રીપ, એર સ્પ્રિંગ બોગી વગેરે જેવી સુવિધાઓ મુસાફરીને વધુ આરામદાયક બનાવે છે. દરેક શૌચાલય ઇલેક્ટ્રો-ન્યુમેટિક ફ્લશિંગ સિસ્ટમ, ઓટોમેટિક સાબુ ડિસ્પેન્સર અને એરોસોલ-આધારિત ફાયર સેપ્રેશન પ્રણાલી જેવી સુવિધાઓથી સજ્જ છે, જે સ્વચ્છતા અને સલામતીને પ્રાથમિકતા આપે છે. દરેક મુસાફર માટે ઝડપી મોબાઇલ ચાર્જિંગ પોર્ટ, પેન્ટ્રી કાર અને વધુ સારી અને આરામદાયક બેઠકો પૂરી પાડવામાં આવી છે. આ ઉપરાંત, દિવ્યાંગો માટે ખાસ શૌચાલયોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી બધા મુસાફરોને સમાન સુવિધાઓ મળી શકે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

April 25, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Bihar Rail Network Rail Boost for Bihar, PM Modi to Flag Off Namo Bharat, Amrit Bharat Trains
રાજ્ય

Bihar Rail Network : હવે બિહારના લોકો કહેશે – આ અમૃત ભારત છે! વડાપ્રધાન આવતીકાલે સહરસા-લોકમાન્ય તિલક ટર્મિનસ વર્ઝન 2.O અમૃત ભારતનું ઉદ્ઘાટન કરશે

by kalpana Verat April 23, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Bihar Rail Network : ભારતીય રેલ્વે સામાન્ય માણસની ટ્રેન છે – અને આ જ તેની સૌથી મોટી તાકાત પણ છે. તમામ વર્ગોના મુસાફરોને વધુ સારો, સુરક્ષિત અને અનુકૂળ મુસાફરી અનુભવ પ્રદાન કરવાની પોતાની પ્રતિબદ્ધતાને આગળ ધપાવતા, ભારતીય રેલ્વે હવે અત્યાધુનિક છતાં આર્થિક રીતે વ્યાજબી ટ્રેનોની નવી શ્રેણી શરૂ કરી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝનને અનુરૂપ, ‘અમૃત ભારત ટ્રેન’ યોજના આ વિચારનું વિસ્તરણ છે – એક એવી ટ્રેન સેવા જે નોન-એસી હોઈ શકે છે, પરંતુ સુવિધાઓની દ્રષ્ટિએ એસી કે સુપરફાસ્ટ ટ્રેનથી ઓછી નથી.

ભારતીય રેલ્વે આગામી ત્રણ વર્ષમાં 100 ‘અમૃત ભારત ટ્રેનો’ ચલાવવાની યોજના બનાવી રહી છે. જે આ દિશામાં એક ઐતિહાસિક પગલું છે. માત્ર 45 પૈસા પ્રતિ કિલોમીટરના ઓછામાં ઓછા ભાડામાં સુપરક્લાસ અનુભવ – આ ‘અમૃત ભારત’નું વિઝન છે.

૨૪ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સહરસાથી લોકમાન્ય તિલક ટર્મિનસ, મુંબઈ સુધીની દેશની ત્રીજી અમૃત ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે. આ સાથે, બિહારને બે અમૃત ભારત ટ્રેનની ભેટ મળશે. હાલમાં અમૃત ભારત ટ્રેનો દરભંગા-આનંદ વિહાર અને માલદા ટાઉન-એસએમવીટી બેંગલુરુ વચ્ચે સફળતાપૂર્વક દોડી રહી છે. હવે સહરસાને મુંબઈ સાથે જોડતી આ નવી ટ્રેનને વર્ઝન 2.0 માં અપગ્રેડ કરવામાં આવી છે, અને તે બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રના મુસાફરોને એકસાથે જોડશે.

Bihar Rail Network : સંસ્કરણ 2.O ખાસ છે

તે અગાઉ બનેલા બે અમૃત ભારત ટ્રેન સેટ કરતાં વધુ અદ્યતન છે. મુસાફરોની સુરક્ષા અને સુવિધા માટે તેમાં ઘણી નવી સુવિધાઓ ઉમેરવામાં આવી છે. સલામતીના હેતુથી પહેલી વાર ફાયર ડિટેક્શન સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે. યોગ્ય સમયે ગિયર્સ અને વ્હીલ્સનું નિરીક્ષણ કરવા માટે ઓનબોર્ડ કન્ડીશનીંગ મોનિટરિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવી છે.

Bihar Rail Network : કોચની અંદરની ખાસ સુવિધાઓ

– કોચને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે કે તેમની અંદર બેઠેલા મુસાફરોને કોઈ ઝટકો ન લાગે.
– કોચની અંદર અદ્ભુત લાઇટિંગ વ્યવસ્થા છે, જે મનને મોહિત કરે છે.
– ગાર્ડ રૂમમાં મોનિટર લગાવવામાં આવ્યા છે અને સ્ટોરેજ એરિયામાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે.
– મુસાફરો સુવિધાઓનો આનંદ માણી શકે તે માટે નાસ્તા માટે ફોલ્ડેબલ ટેબલ આપવામાં આવ્યા છે.
– શૌચાલય અત્યાધુનિક છે, દરેક મુસાફર માટે કોચમાં મોબાઇલ હોલ્ડઓલ સ્થાપિત કરવામાં આવ્યા છે.
– દિવ્યાંગો માટે ખાસ શૌચાલય બનાવવામાં આવ્યા છે જેથી તેમને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે

Bihar Rail Network : સમાનતા અને સંવાદિતાનું પ્રતીક

ભારત વિવિધતાનો દેશ છે, જ્યાં તમામ વર્ગના લોકો રહે છે – કેટલાક વધુ ખર્ચ કરી શકે છે, જ્યારે કેટલાક ઓછાથી સંતુષ્ટ છે. પરંતુ ભારતીય રેલ્વેએ, પ્રધાનમંત્રીના ‘સબકા સાથ, સબકા વિકાસ’ ના વિઝનને સાકાર કરીને, મધ્યમ વર્ગ અને અંત્યોદય વર્ગ માટે આ ટ્રેન સેવા શરૂ કરી છે. નોન-એસી ટ્રેનમાં એસી જેવી સુવિધાઓ અને ૧૩૦ કિમી પ્રતિ કલાકની ગતિ – આ ટ્રેન ભારતના વિકાસની ગાથાને આગળ ધપાવી રહી છે, કોઈને પાછળ છોડી રહી નથી.

Bihar Rail Network : લાગણીઓને જોડતી ટ્રેન

મુંબઈને મિની ઈન્ડિયા કહેવામાં આવતું નથી – આ શહેર દેશના ખૂણે ખૂણેથી આવેલા લોકોનું ઘર છે. બિહારના લાખો પરિવારોની આજીવિકા મુંબઈ સાથે જોડાયેલી છે. તે વર્ષોથી નોકરી, શિક્ષણ અને વ્યવસાય માટે મુંબઈ જઈ રહ્યો છે. આવી સ્થિતિમાં, સહરસા-એલટીટી અમૃત ભારત ટ્રેન માત્ર અંતર ઘટાડશે નહીં પરંતુ હૃદયને પણ જોડશે.

તહેવારો માટે ઘરે પાછા ફરવાની ઈચ્છા, લગ્ન કે કૌટુંબિક કાર્યક્રમોમાં હાજરી આપવાનું સ્વપ્ન હવે ‘પ્રતીક્ષા યાદી’ના અવરોધમાં અટવાયું રહેશે નહીં. આ ટ્રેન એ બધા લોકો માટે આશાનું નવું કિરણ બનીને આવી છે જેઓ હવે હસીને કહેશે – “હવે કોઈ ચિંતા નહીં, અમૃત ભારત છે!”

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

April 23, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Bihar Rail Network Rail Boost for Bihar, PM Modi to Flag Off Namo Bharat, Amrit Bharat Trains
રાજ્ય

Bihar Rail Network : બિહારને મળશે અમૃત ભારત એક્સપ્રેસ અને નમો ભારત રેપિડ રેલની સૌગાત, વંદે ભારત, નમો ભારત અને અમૃત ભારતનું સંગમ બનશે બિહાર

by kalpana Verat April 22, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai  

Bihar Rail Network :  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વંદે ભારત, અમૃત ભારત અને નમો ભારત રેપિડ રેલને આધુનિક ભારતીય રેલ્વેની ત્રિવેણી ગણાવી છે. આ ત્રિવેણીની બે નવી ટ્રેનોનું સંચાલન બિહારથી થવાનું છે.  બિહારમાં પહેલેથી જ ઘણી વંદે ભારત એક્સપ્રેસ કાર્યરત કરવામાં આવી છે, જ્યારે એક અમૃત ભારતીય એક્સપ્રેસનું સંચાલન પહેલાથી જ દરભંગા અને આનંદ વિહાર ટર્મિનલ વચ્ચે વાયા અયોધ્યા કરવામાં આવી રહયું છે.  તાજેતરમાં, રેલ્વેએ બિહાર માટે ઘણા નવા પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. પૂરતા ભંડોળની ફાળવણી પ્રોજેક્ટ્સના નિર્માણ કામ ને પણ ગતિ પ્રાપ્ત થઇ છે જેના કારણે, પ્રોજેક્ટ્સ ઝડપી ગતિએ પૂર્ણ થઈ રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બિહારના આવા ત્રણ પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કરવાના છે. નવી ટ્રેનોના સંચાલન અને નવનિર્મિત પ્રોજેક્ટ્સ શરૂ થવાથી બિહારનું રેલ્વે પરિદ્રશ્ય પહેલા કરતાં વધુ સારું બનશે. પ્રોજેક્ટ્સમાં સુપૌલ પિપરા નવી લાઇન, ખાગરિયા અલૌલી નવી લાઇન અને હસનપુર વિથાન નવી લાઇનનો સમાવેશ થાય છે. આ નવી લાઇનો પર બે પેસેન્જર ટ્રેનોનું સંચાલન પણ શરૂ કરવામાં આવશે. પરંતુ બિહારના લોકોમાં સૌથી વધુ ઉત્સાહ સહરસા થી લોકમાન્ય તિલક વચ્ચે શરૂ થઈ રહી નમો ભારત રેપિડ રેલ અને અમૃત ભારત એક્સપ્રેસના સંચાલનને લઈને છે.
નમો ભારત રેપિડ રેલ વંદે ભારત એક્સપ્રેસ સાથે ભારતની નવી ઓળખ બની ગઈ છે. ટૂંકા અંતરના શહેરો વચ્ચે વિશ્વ કક્ષાની રેલ સેવાઓ પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે રચાયેલ નમો ભારત રેપિડ રેલને ઇન્ટરસિટી ટ્રાવેલના ક્ષેત્રમાં એક નવો સીમાચિહ્નરૂપ સિદ્ધિ હાંસલ કરી છે. પહેલા નમો ભારત રેપિડ રેલ નું સંચાલન ગુજરાતના અમદાવાદ અને ભૂજ વચ્ચે કરવામાં આવ્યું અને હવે બીજી નમો ભારત રેપિડ રેલ જયનગર અને પટના વચ્ચે કાર્યરત કાવાની જાહેરાત કરવામાં આવી છે. અગાઉ નમો ભારત પાસે ૧૨ એરકન્ડિશન્ડ કોચ હતા, પરંતુ બિહારની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને જયનગર-પટણા નમો ભારત રેપિડ રેલમાં ૧૬ કોચની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં ૨૦૦૦ થી વધુ મુસાફરો એક સાથે મુસાફરી કરી શકે છે. નમો ભારત રેપિડ રેલ જે મેડ ઇન ઇન્ડિયા પ્રોગ્રામ હેઠળ બનાવવામાં આવેલ  છે. ઘણી નવી સલામતી અને મુસાફરોની સુવિધા સુવિધાઓથી સજ્જ છે. આ ટ્રેનમાં કવચ સુરક્ષા સિસ્ટમ લગાવવામાં આવી છે. આ ઉપરાંત બધા કોચમાં સીસીટીવી અને ફાયર ડિટેક્શન સિસ્ટમ પણ ઇન્સ્ટોલ કરવામાં આવી છે. ઇમરજન્સી સ્થિતિ માં મેનેજર સાથે મુસાફર વાત કરી શકે. આના માટે દરેક કોચમાં ઇમરજન્સી ટોકબેક સિસ્ટમ પણ લગાવવામાં આવી છે. વંદે ભારત એક્સપ્રેસ ની જેમ પર નમો ભારત રેપિડ રેલમાં પણ બંને છેડે લોકો પાયલોટ કેબ લગાવવામાં આવી છે, જેથી એન્જિન રિવર્સલ થવાની સમસ્યા દૂર થાય છે. આ ટ્રેનમાં મુસાફરો માટે આંતરરાષ્ટ્રીય સ્તરની એર્ગોનોમિકલી ડિઝાઇન કરેલી બેઠકો છે જે ખૂબ જ આરામદાયક છે. ટ્રેનમાં મુસાફરોની સુવિધા માટે  ટાઇપ સી અને ટાઇપ એ ચાર્જિંગ સોકેટ્સ લગાવવામાં આવ્યા છે. ટ્રેનના બધા શૌચાલયોને આધુનિક વેક્યુમ આધારિત બનાવવામાં આવ્યા છે. દિવ્યાંગો માટે અલગ ફ્રેન્ડલી શૌચાલયની સુવિધા પૂરી પાડવામાં આવી છે. ટ્રેનમાં આ ઓટોમેટિક દરવાજા અને ડસ્ટ પ્રૂફ શિલ્ડ ગેંગવે ની વ્યવસ્થા કરવામાં આવી છે. ટ્રેનમાં અર્ધ-કાયમી કપ્લર પણ સ્થાપિત કરવામાં આવ્યા છે. મેટ્રો ટ્રેનની જેમ રેલ્વે ઓપન લાઇનમાં પહેલીવાર દરેક કોચમાં રૂટ મેપ ઇન્ડિકેટર ની વ્યવસ્થા કરવામાં આવી છે જે મુસાફરોને આગામી સ્ટેશનો વિશે માહિતી પ્રદાન કરશે.
 
આ સમાચાર પણ વાંચો : Maharashtra Politics : મહારાષ્ટ્રના રાજકારણમાં મોટા ઉલટફેરના સંકેત, એક મહિનામાં ચાર વખત મળ્યા અજિત પવાર-શરદ પવાર; ચર્ચાઓ તેજ..
સહરસાથી લોકમાન્ય તિલક ટર્મિનસ સુધી ચલાવવામાં આવતી  અમૃત ભારત એક્સપ્રેસ દેશની ત્રીજી અમૃત ભારત એક્સપ્રેસ છે. પ્રથમ બે અમૃત ભારતીય એક્સપ્રેસ ટ્રેનો દરભંગાથી આનંદ વિહાર ટર્મિનલ અને માલદા ટાઉનથી સર એમ વિશ્વેશ્વરૈયા ટર્મિનલ બેંગલુરુ વચ્ચે ચલાવવામાં આવી રહી છે. આ અમૃત ભારત એક્સપ્રેસને ૧૩૦ કિલોમીટર પ્રતિ કલાકની ગતિ માટે ડિઝાઇન કરવામાં આવી છે. આ આધુનિક ટ્રેનનું નિર્માણ મેડ ઇન ઇન્ડિયા અભિયાન હેઠળ ઇન્ટિગ્રેટેડ કોચ ફેક્ટરી, શ્રી પેરામ્બુર, ચેન્નાઈ માં કરવામાં આવ્યું છે. ટ્રેનમાં પુશ એન્ડ પુલ ટેકનોલોજી છે જેથી ગાડીઓ બંને દિશામાં ચલાવી શકાય છે. વંદે ભારત જેવી સુવિધા આ નોન એસી એક્સપ્રેસમાં પૂરી પાડવામાં આવી છે.  તેના બધા કોચ સ્લીપર અને નોન એસી અનરિઝર્વ્ડ ક્લાસના હશે. આ ટ્રેનમાં વિમાનની જેમ ફોલ્ડેબલ સ્નેક્સ ટેબલ, મોબાઈલ હોલ્ડર, ફોલ્ડેબલ બોટલ હોલ્ડર રેડિયમ એલિમિટેડ ફ્લોરિંગ સ્ટ્રીપ અને સ્પ્રિંગ બોડી જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે, જે મુસાફરીને વધુ આરામદાયક બનાવશે. આ ટ્રેનના શૌચાલયોમાં ઇલેક્ટ્રો ન્યુમેટિક ફ્લશિંગ સિસ્ટમ લગાવવામાં આવી છે, જે શૌચાલયોને સ્વચ્છ રાખવામાં મદદ કરશે અને પાણીનો વપરાશ પણ ઘટાડશે. સાબુ ડિસ્પેન્સર અને એરોસોલ આધારિત અગ્નિશામક પ્રણાલી પણ સ્થાપિત કરવામાં આવી છે.  
 
મુસાફરો અને ટ્રેન મેનેજર વચ્ચે બંને બાજુ વાતચીત માટે દરેક કોચમાં ઇમરજન્સી ટોકબેક સિસ્ટમ છે. બધા કોચમાં ફાયર ડિટેક્શન સિસ્ટમ લગાવવામાં આવી છે. ભારતીય રેલ્વેના નોન-એસી કોચમાં પહેલીવાર ફાયર ડિટેક્શન સિસ્ટમ આપવામાં આવી છે. વાહનની સલામતી વધારવા ઉદ્દેશ્ય થી ઓનબોર્ડ કન્ડિશન મોનિટરિંગ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે જેના માધ્યમ થી રીઅલ ટાઇમ વ્હીલ અને બેરિંગનું મોનિટરિંગ શક્ય બનશે. રેલ્વેએ પીપરા અને સહરસા વચ્ચે નવી પેસેન્જર સેવા શરૂ કરવાનો નિર્ણય લીધો છે જે નવનિર્મિત સુપૌલ પીપરા લાઇનને પણ જોડશે આજ પ્રમાણે સમસ્તીપુર અને સહરસા વચ્ચે એક નવી પેસેન્જર સેવા શરૂ કરવામાં આવી રહી છે જે બિથન અને અલૌલી થઈને કાર્યરત થશે. આ સેવાઓ શરૂ થવાથી ઉત્તર બિહારના લોકોને ખાસ કરીને મિથિલા ક્ષેત્રના લોકોને ઘણી સુવિધા પ્રાપ્ત થશે.
 
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
April 22, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક