• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - board exams
Tag:

board exams

Gujarat Board Exam Error Surat girl who was marked 'failed' in exams over seating error gets actual results, feted by Gujarat minister
રાજ્ય

Gujarat Board Exam Error: છોટાઉદેપુરની દિકરીને મળ્યો ન્યાય, આ એક ભૂલના કારણે ધો.10માં થઈ નાપાસ, યોગ્ય તપાસ બાદ ઉત્તીર્ણ જાહેર કરાઈ

by kalpana Verat May 16, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Gujarat Board Exam Error:  અંત્યોદયની ભાવના સાથે રાજ્યના દરેક વિદ્યાર્થીને ન્યાય મળે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. ગુજરાતનું ધો.૧૦ અને ધો.૧૨નું પરિણામ જાહેર થયું છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લાની દિકરીને નજીવી ભુલના કારણે તે નાપાસ જાહેર કરાતા દીકરી ખુબ નાસીપાસ થઈ હતી અને તેના પરીણામને લઈ અસ્પષ્ટતા સર્જાઈ હતી અને તેનું ભવિષ્ય સંશયમાં હતું.

 

છોટાઉદેપુરની દિકરીને મળ્યો ન્યાય :શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા
છોટાઉદેપુર જિલ્લાની નસવાડી વિસ્તારની દીકરી પરમાર અંકિશાબેનને ગેર સમજણના કારણે પોતાના બેઠક નંબરના બદલે અન્ય બેઠક નંબર પરથી સંપૂર્ણ પરીક્ષા આપી હતી. @CMOGuj @collectorcu @InfoGujarat pic.twitter.com/oBkpjzY93S

— Info ChhotaUdepur GoG (@infocugog) May 14, 2025

આ સંવેદનશીલ બાબત મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલના ધ્યાને આવતા માનવીય દ્રષ્ટિકોણથી સમીક્ષા સાથેના અભિગમથી તેમણે શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનસેરીયાને યોગ્ય તપાસ કરી દિકરીને સંપૂર્ણ પારદર્શીતાથી ન્યાય આપવા મંત્રીશ્રીએ સુચના આપી હતી.

છોટાઉદેપુર જિલ્લાની નસવાડી વિસ્તારની દીકરી પરમાર અંકિશાબેનને ગેર સમજણના કારણે પોતાના બેઠક નંબરના બદલે અન્ય બેઠક નંબર પરથી સંપૂર્ણ પરીક્ષા આપી હતી. જેના કારણે પરિણામ જાહેર થતા તેને ગેરહાજર જાહેર કરવામાં આવી હતી. અંકિશાએ તેનું નાપાસનું પરિણામ જોઈને નાસીપાસ થઈ હતી.

આ બાબતની ગંભીરતાને સમજીને શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનસેરીયાએ યોગ્ય તપાસ કરવા આદેશ આપ્યા હતા. આ સંદર્ભે વધુ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, આ વિદ્યાર્થીની તેના બેઠક નંબર ૭૩ ના બદલે ૭૧ માં સંપૂર્ણ પરીક્ષા આપી હતી. સરકારશ્રી દ્વારા ન્યાયસંગત અભિગમ અપનાવતાં, ઉચ્ચ અધિકારીશ્રીઓને તાકીદે સૂચનાથી સંબંધિત બોર્ડ દ્વારા યોગ્ય નિર્ણય લઈ આ દીકરીને તેનું સાચું પરિણામ જાહેર કર્યું અને તે આધારે ધોરણ-૧૧માં પ્રવેશ માટે જરૂરી તમામ પ્રક્રિયાઓ સરળતાથી પૂર્ણ કરાવવામાં આવી.

આ સમાચાર પણ વાંચો : Gujarat Karmayogi Swastha Suraksha Yojana : ગુજરાતના તમામ અધિકારી-કર્મચારી અને પેન્શનર્સ માટે “ગુજરાત કર્મયોગી સ્વાસ્થ સુરક્ષા યોજના”ને કેબિનેટની બહાલી

વિદ્યાર્થીનીના તમામ પેપરની ચકાસણી કર્યા બાદ આ વિદ્યાર્થીની ધોરણ ૧૦માં પાસ થવાનું જાણવા મળ્યું હતું. જે બાદ વિદ્યાર્થીનીને પાસ જાહેર કરી મંત્રીશ્રીના હસ્તે સાચું પરિણામ આપવામાં આવ્યું છે. આ ઘટના રાજ્ય સરકારની વિદ્યાર્થીઓ પ્રત્યેની સહાનુભૂતિ, તટસ્થતા અને શિક્ષણ ક્ષેત્રે ન્યાયાધારિત દૃષ્ટિકોણનો સ્પષ્ટ પુરાવો છે. એક નાનકડી ભૂલને કારણે દીકરીના ઉજ્જવળ ભવિષ્ય બાબતે સરકારની માનવીયતા અને સર્વસામાન્યની ચિંતા આ નિર્ણયમાં સ્પષ્ટ ઝળકે છે.

આ ઘટના સંદર્ભે મંત્રીશ્રીની સુચનાથી સંબંધિત ખંડ નિરીક્ષકને DEO દ્વારા નોટિસ આપવામાં આવી છે. આ પ્રકારની ભૂલ ભવિષ્યમાં ફરીથી ન થાય તે અંગેની તકેદારી રાખવા પણ રાજ્યમંત્રીશ્રીએ સૂચના આપી છે. છેવાડાના જિલ્લાની દિકરીના ભણતરની ગંભીરતાને સમજીને ખુબ ઝડપથી ન્યાય અપાવવા અને તેનું આગળનું શિક્ષણ બગડે નહીં તે માટેની વ્યવસ્થા કરવા બદલ અંકિશાબેન અને તેમના પરિવારે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

May 16, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
GSEB SSC Result 2025 Gujarat board class 10 results declared at gseb.org
રાજ્ય

GSEB SSC Result 2025: ગુજરાત ની સરકારી આદર્શ નિવાસી શાળાઓનું ધો. ૧૦નું ઝળહળતું પરિણામ

by kalpana Verat May 8, 2025
written by kalpana Verat

  News Continuous Bureau | Mumbai

GSEB SSC Result 2025:  આજે ધોરણ 10નું બોર્ડનું પરિણામ જાહેર થયું છે ત્યારે સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગના અનુસૂચિત જાતિ ક્લ્યાણ હસ્તકની આદર્શ નિવાસી શાળાનું ૯૬.૦૩ ટકા તથા વિકસતી જાતિ ક્લ્યાણ હસ્તકની શાળાનું ૯૯.૩૬ ટકા પરિણામ આવ્યું છે.

આદર્શ નિવાસી શાળાના વિધાર્થીઓને સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાએ અભિનંદન પાઠવ્યા હતા. રાજ્યની અનુસૂચિત જાતિ હસ્તકની ૨૪ આદર્શ નિવાસી શાળાઓમાં અભ્યાસ કરતાં ૫૮૦ વિદ્યાર્થીઓમાંથી ૫૫૭ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. જેમાં ડીસ્ટીકશન સાથે ૨૬૬ વિદ્યાર્થીઓએ સફળતા મેળવી છે. આ ઉપરાંત ૧૭૯ વિદ્યાર્થીઓએ ફર્સ્ટ કલાસ તેમજ ૮૫ વિદ્યાર્થીઓએ સેકન્ડ ક્લાસ પ્રાપ્ત કર્યો છે.

આ સમાચાર પણ વાંચો :  Obesity-Free Gujarat: ગુજરાત સરકારનું મેદસ્વિતા વિરુદ્ધ અભિયાન,દૈનિક આહારને સંતુલિત બનાવો, ભોજનમાં કઠોળ અને શ્રીઅન્નને અપનાવો

રાજ્યની વિકસતી જાતિ ક્લ્યાણ હસ્તકની કુલ ૩૩ આદર્શ નિવાસી શાળાઓમાં અભ્યાસ કરતા ૧૨૫૦ વિદ્યાર્થીઓમાંથી ૧૨૪૨ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. જેમાં, ડીસ્ટીકશન સાથે ૭૭૪ વિદ્યાર્થીઓએ સફળતા મેળવી છે. તેમજ ૩૩૭ વિદ્યાર્થીઓ ફર્સ્ટ કલાસ તેમજ ૧૨૫ વિદ્યાર્થીઓ સેકન્ડ ક્લાસ સાથે ઉત્તીર્ણ થયા છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

May 8, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Gujarat Board Exams Surat District Police launches helpline keeping in mind the board exams
સુરત

Gujarat Board Exams :બોર્ડની પરીક્ષાને ધ્યાને લઈને સુરત જિલ્લા પોલીસ દ્વારા હેલ્પલાઈન શરૂ કરાઈ

by kalpana Verat February 26, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Gujarat Board Exams : વિદ્યાર્થીઓ તથા વાલીઓએ કોઈ પણ મુંઝવણ હોય તો કોલ કરી સંપર્ક સાધવા અનુરોધઃ
 

 આગામી તા.૨૭ ફેબ્રુ.થી ૧૭ માર્ચ દરમિયાન ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા યોજાનાર છે. જેને ધ્યાને લઈ રાજયકક્ષાએ ગાંધીનગરથી જીવન આસ્થા હેલ્પલાઈન નં. ૧૮૦૦ ૨૩૩ ૩૩૩૦ કાર્યરત છે. આ ઉપરાંત સ્થાનિક સ્તરે સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષા સંબધિત મુંઝવણના નિવારણ માટે તથા તેઓ માનસિક દબાણમાં આવી અણધાર્યું પગલુ ન ભરી બેસે તે માટે વિદ્યાર્થીઓ-વાલીઓ માટે જિલ્લા પોલીસ કંટ્રોલરૂમ ખાતે મો.નં. ૯૯૭૯૧ ૦૫૦૮૨ હેલ્પલાઈન નંબર રાઉન્ડ ધ કલોક કાર્યરત રહેશે. જેથી કોઈ પણ વિદ્યાર્થીઓ કે વાલીઓએ પરીક્ષા સંબંધિત કોઈપણ મુંઝવણ હોય તો સંપર્ક સાધવા નાયબ પોલીસ મહાનિરીક્ષક-સુરત ગ્રામ્ય શ્રી હિતેશ જોયસર દ્વારા જણાવાયું છે.

આ સમાચાર પણ વાંચો: GSEB SSC, HSC Exam 2025: બોર્ડની પરીક્ષા માટે તૈયાર છો? ધો.૧૦ અને ૧૨ ની બોર્ડ પરીક્ષા પૂર્વે વિદ્યાર્થી અને વાલીઓ માટે જાહેર કરાઈ એડવાઈઝરી

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

February 26, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
GSEB SSC, HSC Exam 2025 Tips for 10 and 12 board exam students and parents
શિક્ષણ

GSEB SSC, HSC Exam 2025: બોર્ડની પરીક્ષા માટે તૈયાર છો? ધો.૧૦ અને ૧૨ ની બોર્ડ પરીક્ષા પૂર્વે વિદ્યાર્થી અને વાલીઓ માટે જાહેર કરાઈ એડવાઈઝરી

by kalpana Verat February 26, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

  • તા.૨૭મીથી બોર્ડની પરીક્ષા: ધો.૧૦ અને ૧૨ ની બોર્ડ પરીક્ષા પૂર્વે વિદ્યાર્થી અને વાલીઓ આટલી કાળજી ખાસ રાખે

GSEB SSC, HSC Exam 2025:  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આવતીકાલ તા.૨૭ મી ફેબ્રુ.થી ધો.૧૦ અને ધો.૧૨ની બોર્ડ પરીક્ષાઓનો પ્રારંભ થઈ રહ્યો છે. બોર્ડની પરીક્ષામાં ઉપસ્થિત થનારા વિદ્યાર્થીઓ જ્યારે બોર્ડની પરીક્ષા આપવા જાય ત્યારે અને જ્યારે વિદ્યાર્થી બોર્ડની પરીક્ષા આપીને પરત આવે ત્યારે કેટલીક બાબતો વિદ્યાર્થીઓ અને વાલીઓએ ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. 

GSEB SSC, HSC Exam 2025 Tips for 10 and 12 board exam students and parents

જેથી વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસમાં વધારો થાય, અને વિદ્યાર્થી શાંતચિત્તે અને કશા પણ ભય વિના પરીક્ષા આપી શકે. વિદ્યાર્થીમિત્રો, બોર્ડની પરીક્ષા માટે તૈયાર હોવ તો કેટલીક ટીપ્સ આપને ચોક્કસ મદદરૂપ બનશે:-

GSEB SSC, HSC Exam 2025 Tips for 10 and 12 board exam students and parents

 

  •  વિદ્યાર્થીઓ જ્યારે પરીક્ષા આપવા જાય ત્યારે શક્ય હોય તો બૂટ-મોજા ન પહેરતાં ચંપલ કે સેન્ડલ પહેરીને જઈએ કે જેથી પગને અકળામણ ન થાય.
  •  પરીક્ષાના અડધા કલાક પહેલાં પરીક્ષાની તૈયારી બંધ કરી દેવી જોઈએ.
  •  પરીક્ષાને લગતા કોઈપણ નકારાત્મક વિચારો ન કરીએ. હકારાત્મક બની પરીક્ષાને હળવા થઈને આપવી જોઈએ.
  •   અફવાઓ પર ધ્યાન ન આપીએ, પેપર અઘરૂં છે, લાંબુ છે, કોણે પેપર કાઢયું છે જેવી બાબતોમાં રસ ન લઈએ.
  •   પેપર આપવા જઈએ ત્યારે સાથે રિસિપ્ટ, પેન, સંચો, રબ્બર, ફુટપટ્ટી, જરૂરી હોય તો કંપાસ અથવા પાઉચ લઈને જઈએ પણ મોબાઈલ સાથે ન લઈ જવો. બોટલમાં પાણી કે લીંબુનું શરબત લઈ જવું.
  •   પરીક્ષા કેન્દ્રો ઉપર મિત્રો કે અન્ય સાથે બને તો વાતચીત કરવાનું ટાળવું. બિનજરૂરી ચર્ચા કરવાથી અનેક પ્રકારનો ડર પેદા થાય છે.
  •  બોર્ડની પરીક્ષા દરમિયાન બાળકે બને ત્યાં સુધી મિત્રો સાથે જેતે વિષય અને તૈયારીની ચર્ચા ન કરતાં પોતાની વર્ષ દરમિયાનની મહેનત પર ભરોસો અને વિશ્વાસ દાખવવો જોઈએ.
  •  જ્યારે પરીક્ષા આપવા બેસીએ ત્યારે પ્રથમ ભાગની પરીક્ષામાં ઓએમઆર/આન્સર શીટમાં વિષયનું નામ અને નંબર સામે વર્તુળમાં જે વિષયની પરીક્ષા આપતા હોય તેની સામે વર્તુળમાં ઘટ્ટ કરવું. ઓએમઆર/આન્સર શીટને વાળવી નહીં.
  •  ગણિત જેવા વિષયમાં રફકામ માટે પ્રશ્નપત્રમાં જે જગ્યા આપવામાં આવી હોય તે જગ્યાનો ઉપયોગ કરવો.
  •  વાંચી શકાય તેવા અક્ષરો અને શબ્દો વચ્ચે જરૂરી જગ્યા છોડવી. વિસ્તૃત પ્રશ્નોના મુદ્દાઓ છૂટા પાડીને લખવા. એક જ બ્લ્યુ રંગની શાહીથી લખવું. જેલ પેનનો ઉપયોગ ટાળવો.
  •  ઓળખ છતી થાય તેવા ચિહ્નો ક્યારેય લખશો નહિ. ઓએમઆર શીટમાં ઈશ્વર કે અન્ય કોઈ દેવી દેવતાનું નામ કે કોઈ ધાર્મિક સંજ્ઞાઓકે નિશાની કરવી નહીં.

આ સમાચાર પણ વાંચો:  Train Cancel Updates : રેલ યાત્રીઓને થશે હેરાનગતિ, અમદાવાદ-એકતા નગર હેરિટેજ સ્પેશિયલ ટ્રેનની ચાર ટ્રીપ રહેશે રદ; જાણો કારણ..

  •   મોબાઈલ ફોન, પેનડ્રાઈવ, સ્માર્ટવોચ જેવા કોઈ પણ પ્રકારના કોમ્યુનિકેશન ડિવાઈસ/ગેઝેટ્સ પરીક્ષા કેન્દ્રમાં સાથે લઈ જવાની મનાઈ હોય છે. જેથી આવા સાધનો ઘરે જ મૂકી રાખો.
  •  કેટલાક અગત્યના વિષયોની ટૂંકી નોટ્‌સ બનાવવાનું રાખવું, જેથી પરીક્ષા પૂર્વે ઝડપી વાંચન શક્ય બને.
  • ખાસ કરીને વાલીઓએ પણ કેટલીક બાબતનું ધ્યાન રાખવું: જેમ કે;
  •  જ્યારે પોતાનું બાળક પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા આપવા જાય ત્યારે વાલીઓએ રિસિપ્ટ, કંપાસ કે પાઉચ તથા જરૂરી સાધન-સામગ્રી તેણે લીધી છે કે કેમ તે જોઈ લેવાની કાળજી રાખવી.
  •  બાળક જે વિષયનું પેપર આપીને આવે તે વિષયના પુસ્તકો, અન્ય સાહિત્ય વગેરેને તેના વાંચન સ્થાનેથી દૂર કરી દેવાં.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

February 26, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Maharashtra Politics Maharashtra CM Devendra Fadnavis says will move into Varsha after daughter’s board exams
રાજ્યMain PostTop Post

Maharashtra Politics : અટકળોને પૂર્ણવિરામ… મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ વર્ષા બંગલામાં રહેવા કેમ નથી જતા? આખરે, સીએમ એ જણાવ્યું સાચું કારણ…

by kalpana Verat February 5, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Maharashtra Politics :મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો મહાયુતિ ગઠબંધનની તરફેણમાં આવ્યા, અને ભાજપની આગેવાની હેઠળનું મહાયુતિ સત્તા પર આવી. મંત્રીઓ અને મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો, અને દરેકને સરકારી મકાન આપવામાં આવ્યા હતા. સત્તાવાર નિવાસસ્થાન તરીકે ઓળખાતો વર્ષા બંગલો પણ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નામે નોંધાયેલો હતો. પરંતુ, ઘણા દિવસો પછી પણ, મુખ્યમંત્રી હજુ સુધી સરકારી નિવાસસ્થાનમાં રહેવાનું શરૂ કર્યું નથી. પરિણામે, વિરોધ પક્ષોથી લઈને સમાજના ઘણા સ્તરોમાં આ અંગે ચર્ચાઓ શરૂ થઈ.

Maharashtra Politics :સંજય રાઉતે કર્યો સનસનાટીભર્યા ખુલાસો 

શિવસેના ઠાકરે પક્ષના નેતા સંજય રાઉતે એક સનસનાટીભર્યા ખુલાસો કર્યો કે કામાખ્યા મંદિરમાં બલિદાન આપવામાં આવેલા હરણના શિંગડાને વર્ષા બંગલાના લૉનમાં દફનાવવાની ચર્ચા ચાલી રહી હતી, અને ફરી એકવાર વર્ષા બંગલાની આસપાસની ચર્ચાઓએ વધુ વેગ પકડ્યો. આ દરમિયાન, મુખ્યમંત્રી ફડણવીસે એક મીડિયા ગ્રુપ દ્વારા આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી હતી. જ્યાં તેઓ વર્ષા બંગલા વિશેના પ્રશ્નને ટાળી શક્યા નહીં. અંતે, મુખ્યમંત્રીએ પોતે અહીં ખસેડવામાં વિલંબ કેમ થયો તે અંગેના પ્રશ્નોના જવાબ આપીને ચર્ચાઓનો અંત લાવ્યો.

આ સમાચાર પણ વાંચો: શું ઉદ્ધવ ઠાકરે ફરી ભાજપ સાથે જોડાશે? ભાજપ નેતાની પુત્રીના લગ્નમાં આ મોટા નેતા સાથે કરી મુલાકાત; ચર્ચાનું બજાર ગરમ…

 મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે એવા દાવાઓને ફગાવી દીધા હતા કે તેઓ અંધશ્રદ્ધાને કારણે દક્ષિણ મુંબઈમાં સત્તાવાર મુખ્યમંત્રી નિવાસસ્થાનની મુલાકાત લઈ રહ્યા નથી. તેમણે કહ્યું કે તેમની પુત્રીની બોર્ડ પરીક્ષાઓ પૂરી થયા પછી તેઓ ત્યાં જશે. તેમણે એમ પણ કહ્યું છે કે નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે બંગલો ખાલી કર્યા પછી તેઓ સ્થળાંતર કરશે.

Maharashtra Politics : એકનાથ શિંદે ‘વર્ષા’ બંગલો ખાલી કરે પછી હું ત્યાં જઈશ

રાઉતના દાવાઓને નકારી કાઢતા ફડણવીસે કહ્યું, ‘એકનાથ શિંદે ‘વર્ષા’ બંગલો ખાલી કરે પછી હું ત્યાં જઈશ.’ કેટલાક નાના સમારકામ પણ કરવામાં આવી રહ્યા છે. દરમિયાન મારી દીકરી (જે દસમા ધોરણમાં છે) એ વિનંતી કરી કે આપણે તેની પરીક્ષા પછી જ શિફ્ટ થઈએ. એટલા માટે હું હજુ સુધી ત્યાં ગયો નથી. રાઉતના દાવાઓ પર મુખ્યમંત્રીના સહાયકો તરફથી તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા આવી ન હતી, પરંતુ શિવસેનાના વડા અને હવે નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પત્રકારોને કટાક્ષમાં કહ્યું, “રાઉત તે ક્ષેત્રમાં નિષ્ણાત છે.” તેમને ખબર હોવી જોઈએ.

ઉદ્ધવ ઠાકરે સામે બળવો કરીને અને ભાજપ સાથે હાથ મિલાવ્યા બાદ શિંદે જૂન 2022માં રાજ્યના મુખ્યમંત્રી બન્યા. તેઓ નવેમ્બર 2024 સુધી મુખ્યમંત્રી રહ્યા, પરંતુ વિધાનસભા ચૂંટણી પછી, ફડણવીસે ત્રીજી વખત મુખ્યમંત્રી પદ સંભાળ્યું. ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં મુખ્યમંત્રી પદ સંભાળ્યું હોવા છતાં, ફડણવીસ હાલમાં ‘સાગર’ બંગલામાં રહે છે.

February 5, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Board Exams Students of Std. 10 and 12 board will not have any difficulty in finding the exam center, Gujarat government has provided this facility…
રાજ્ય

Board Exams: ધો.૧૦ અને ૧૨ બોર્ડના વિધાર્થીઓને પરીક્ષા કેન્દ્ર શોધવામાં નહીં પડે મુશ્કેલી, ગુજરાત સરકારે આપી આ સુવિધા…

by khushali ladva February 4, 2025
written by khushali ladva

News Continuous Bureau | Mumbai

  • ક્યુઆર કોડ સ્કેન કરીને વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રોનું લોકેશન મેળવી શકશે
  • ધો.૧૦ ના ૯૧,૮૩૦, ધો.૧૨ (સામાન્ય પ્રવાહ)ના ૪૫,૭૨૦ તથા ધો.૧૨ (વિજ્ઞાન પ્રવાહ)ના ૧૫,૭૪૦ મળી કુલ ૧,૫૩,૨૯૦ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે

Board Exams: આગામી તા.૨૭મી ફેબ્રુઆરીથી શરૂ થનારી ધો.૧૦ અને ૧૨(સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહ)ની બોર્ડ પરીક્ષાઓને અનુલક્ષીને જિલ્લા કલેકટર ડૉ.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ હતી. બોર્ડ પરીક્ષાને ધ્યાને લઈ ટ્રાફિક સંચાલન, યોગ્ય આયોજન, પરીક્ષા કેન્દ્રો પર પીવાના પાણી, પ્રાથમિક આરોગ્યની સુવિધાઓ સહિત તમામ પૂર્વ તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
જિલ્લા પરીક્ષા સમિતિના અધ્યક્ષ અને કલેક્ટર ડૉ.સૌરભ પારધીએ વિદ્યાર્થીઓ ભયમુક્ત અને શાંત ચિત્તે પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવા તેમજ શહેર-જિલ્લામાં ટ્રાફિકના સંજોગોમાં બાળકો નિયત સમયે પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચી શકે તે માટે સુચારૂ વ્યવસ્થા ગોઠવવા પોલીસ તંત્રને જણાવ્યુ હતું. જિલ્લા શિક્ષણાધિકારી ડો.ભગીરથસિંહ પરમારે પરીક્ષાની પૂર્વતૈયારીના ભાગરૂપે કરાયેલા સુવ્યવસ્થિત આયોજનની વિગતો આપતા જણાવ્યું કે, બોર્ડની પરીક્ષા લેવા માટે તંત્ર દ્વારા ફૂલપ્રૂફ આયોજન છે. ક્યુઆર કોડ સ્કેન કરીને વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રોનું લોકેશન મેળવી શકશે. તમામ કેન્દ્રોના લોકેશનનો ક્યુઆર કોડ જનરેટ કરી વિદ્યાર્થીઓને આપવામાં આવશે તેમજ તમામ શાળાઓના નોટીસબોર્ડ પર લગાવવામાં આવશે. પરીક્ષાલક્ષી કોઈપણ પ્રકારની પૂછપરછ અને મદદ માટે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે કાર્યરત કંટ્રોલરૂમનો ફોન નં.૦૨૬૧-૨૬૬૨૯૦૨ ઉપર સંપર્ક કરી શકાશે.

આ સમાચાર પણ વાંચો:  Price Support Scheme: સરકાર PSS હેઠળ તુવેરની ટેકાના ભાવે ખરીદી કરશે, આ તારીખ સુધી કરવામાં આવશે ઓનલાઇન નોંધણી
Board Exams: નોંધનીય છે કે, સુરત શહેર-જિલ્લામાં ધો.૧૦ ના ૯૧,૮૩૦, ધો.૧૨ (સામાન્ય પ્રવાહ)ના ૪૫,૭૨૦ તથા ધો.૧૨ (વિજ્ઞાન પ્રવાહ)ના ૧૫,૭૪૦ મળી કુલ ૧,૫૩,૨૯૦ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. ૧૪ ઝોનમાં ૮૫ પરીક્ષા કેન્દ્રો, ૫૨૪ બિલ્ડીંગો, ૫૩૭૨ બ્લોકમાં પરીક્ષા યોજાશે. તમામ કેન્દ્રો પર CCTV કેમેરાની બાજ નજર રહેશે. SSC પરીક્ષાનો સમય સવારે ૧૦.૩૦ થી ૧.૧૫ અને HSC નો સમય બપોરે ૩.૦૦ થી ૬.૧૫ રહેશે. બેઠકમાં કલેક્ટરશ્રીના હસ્તે ‘પરીક્ષાસાથી સાથે પરીક્ષા પે ચર્ચા’ બુકલેટનું લોન્ચિંગ કરાયું હતું. બેઠકમાં શિક્ષણ નિરીક્ષક ડો.સંગીતાબેન મિસ્ત્રી, વિવિધ વિભાગોના અધિકારીઓ તેજલબેન રાવ, હિમાંશુભાઈ બારોટ સહિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed

February 4, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Ministry of Education announced proactive measures for menstrual hygiene management for schools during board examinations
દેશ

Ministry of Education: શિક્ષણ મંત્રાલયે બોર્ડની પરીક્ષાઓ દરમિયાન શાળાઓ માટે માસિક સ્રાવ સ્વચ્છતા વ્યવસ્થાપન માટે સક્રિય પગલાંની જાહેરાત કરી

by Hiral Meria June 14, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai 

Ministry of Education: શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ ( DoSEL ), શિક્ષણ મંત્રાલયે 10મા અને 12મા ધોરણની બોર્ડ પરીક્ષાઓ દરમિયાન મહિલા વિદ્યાર્થીઓના ( female students ) સ્વાસ્થ્ય, ગૌરવ અને શૈક્ષણિક સફળતાની ખાતરી કરવા માટે સક્રિય પગલાંની શ્રેણીની જાહેરાત કરી છે. પરીક્ષાઓ દરમિયાન સેનિટરી ઉત્પાદનો અને માસિક સ્રાવની સ્વચ્છતા સુવિધાઓની મર્યાદિત ઍક્સેસને કારણે છોકરીઓ દ્વારા સામનો કરવામાં આવતા પડકારોને ઓળખીને, DoSEL એ સમગ્ર રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશો, સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન, કેન્દ્રીય વિદ્યાલય સંગઠન અને નવોદય વિદ્યાલય સમિતિની તમામ શાળાઓ માટે એક એડવાઇઝરી બહાર પાડી છે. 

માસિક સ્વચ્છતા ( Menstrual hygiene ) વ્યવસ્થાપન એ છોકરીની એકંદર સુખાકારીનું એક મહત્વપૂર્ણ પાસું છે અને તે તેના શૈક્ષણિક પ્રદર્શનના માર્ગમાં આવવું  જોઈએ નહીં. DoSEL 10મા અને 12મા બોર્ડની પરીક્ષાઓ ( Board Exams )  દરમિયાન મહિલા વિદ્યાર્થીઓને ટેકો આપવા માટે શાળામાં માસિક સ્રાવની સ્વચ્છતા વ્યવસ્થાપનને પ્રાથમિકતા આપે છે.

Ministry of Education:  મુખ્ય પહેલોમાં સામેલ છેઃ

સેનિટરી પ્રોડક્ટ્સની ( Sanitary products ) જોગવાઈ: 10મા અને 12મા બોર્ડના તમામ પરીક્ષા કેન્દ્રો પર મફત સેનિટરી પેડ્સ સરળતાથી ઉપલબ્ધ થશે, જો જરૂરી હોય તો પરીક્ષા દરમિયાન છોકરીઓને આવશ્યક સ્વચ્છતા ઉત્પાદનોની ઍક્સેસ મળે તેની ખાતરી કરવી.

રેસ્ટરૂમ બ્રેક્સ: સ્ત્રી વિદ્યાર્થીઓને માસિક સ્રાવની જરૂરિયાતોને પહોંચી વળવા, અગવડતાને દૂર કરવા અને પરીક્ષા દરમિયાન ધ્યાન કેન્દ્રિત કરવા માટે જરૂરી રેસ્ટરૂમ વિરામ લેવાની મંજૂરી આપવામાં આવશે.

આ સમાચાર  પણ વાંચો:  Global Housing Prices: વિશ્વના આ 5 શહેરોમાં મકાનોની કિંમતમાં સૌથી વધુ વધારો, ભારતના 2 શહેરોનો પણ થાય છે સમાવેશઃ રિપોર્ટ

સંવેદના અને જાગૃતિ કાર્યક્રમોઃ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો/એબી દ્વારા શૈક્ષણિક કાર્યક્રમો અમલમાં મૂકવામાં આવશે, જેનો ઉદ્દેશ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને કર્મચારીઓમાં માસિક સ્વાસ્થ્ય અને સ્વચ્છતા વિશે જાગૃતિ ફેલાવવાનો છે. આ અભિગમનો હેતુ કલંક ઘટાડવાનો અને શાળાના વાતાવરણને વધુ સમજવાનો પ્રોત્સાહન આપવાનો છે.

પરીક્ષા દરમિયાન માસિક સ્રાવની સ્વચ્છતાની ચિંતાઓને દૂર કરીને, ડીઓએસઇએલ એ મહિલા વિદ્યાર્થીઓને તેમની માસિક સ્રાવની જરૂરિયાતોને લગતી આદર અને આદર સાથે સારવારના મહત્વ પર ભાર મૂકે છે, જે છોકરીઓને પરીક્ષામાં આત્મવિશ્વાસપૂર્વક ભાગ લેવા અને તેમની શૈક્ષણિક ક્ષમતા પ્રાપ્ત કરવા માટે સશક્ત બનાવે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

આ સમાચાર  પણ વાંચો:  T20 World Cup 2024: શું પાકિસ્તાન સુપર-8માં નહીં પહોંચી શકશે? શું આજે પાકિસ્તાન વર્લ્ડ કપમાંથી બહાર થઈ જશે?? હવે ICC બની શકે છે એકમાત્ર આધાર… જાણો શું છે આ સમીકરણ..

June 14, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
District administration organizing proper for applicants coming to both public service centers of Puna area of Surat city
સુરત

Surat : સુરત શહેરના પુણા વિસ્તારના બન્ને જનસેવા કેન્દ્રમાં આવતા અરજદારો માટે સુચારું આયોજન કરતું જિલ્લા વહીવટીતંત્ર

by Hiral Meria May 25, 2024
written by Hiral Meria

 News Continuous Bureau | Mumbai 

Surat : ધો.૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષાનું ( Board Exams ) પરિણામ જાહેર થતા જ વિવિધ પ્રકારના દાખલાઓ કઢાવવા માટે અરજદારોના ધસારાના પહોચી વળવા માટે સુરત શહેરના પુણાની ( Puna ) કચેરીના જનસેવા કેન્‍દ્ર-૧ (જુની ઝોન ઓફિસ, મિનીબજાર) ખાતે એક જનસેવા કેન્દ્ર કાર્યરત હતું. જેમાં પુણા મામલતદાર કચેરી દ્વારા હંગામી ધોરણે પુણાગામ તલાટીની કચેરી ખાતે એક વધારાનું જનસેવા કેન્‍દ્ર-૨ ઉભુ કરવામાં આવ્યું છે. ત્યારે પુણા જનસેવા કેન્દ્રોમાં અઠવાડીયામાં આવક, જાતિ, નોન ક્રિમિલીયર, જાતિ, આર્થિક નબળા વર્ગો માટેના પ્રમાણપત્રો મળી ૧૪ પ્રકારની  ૩,૩૦૦ જેટલી અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે. આ કામગીરી સતત ચાલી રહી છે.  

District administration organizing proper for applicants coming to both public service centers of Puna area of Surat city

District administration organizing proper for applicants coming to both public service centers of Puna area of Surat city

            સુરત શહેરના વિકાસની સાથે વસ્તીમાં ઉત્તરોત્તર વધારો થયો છે. જેમાં પુણા તાલુકા વિસ્તારમાં અંદાજે ૨૦ થી ૨૨ લાખની વસ્તી છે. જેથી દાખલાની કામગીરીને પહોચી વળવા માટે તંત્ર દ્વારા દિવસ-રાત એક કરીને લોકોને દાખલાઓ આપવામાં આવી રહ્યા છે. આ કેન્દ્રોમાં ૯- ૯ કલાકની શિફ્ટમાં બે નાયબ મામલતદાર, બે તલાટીઓ તથા ૪-ઓપરેટરો મળી કુલ ૧૭ કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે.  

District administration organizing proper for applicants coming to both public service centers of Puna area of Surat city

District administration organizing proper for applicants coming to both public service centers of Puna area of Surat city

                 અરજદારોને ( applicants ) સમસ્યા ન ઉભી થાય માટે જનસેવા કેન્દ્રોની ( Jan Seva Kendra ) કામગીરીની રૂપરેખા આપતાં પુણા મામલતદારશ્રીમતી રોશનીબેન પટેલ જણાવ્યું હતું કે, જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ પુણા જનસેવા કેન્દ્ર ખાતે વધારાના સ્ટાફ સહિત કચેરી સમયમાં પણ વધારો કરતાં અરજદારોને રાહત થઇ છે. જનસેવા કેન્દ્રો સવારના ૭:૦૦ થી રાત્રિના ૧૨:૦૦ વાગ્યા સુધી કાર્યરત રહે છે. સાથે આ કેન્દ્રો ખાતે સવારે ૭.૦૦ થી વાગ્યાથી જ અરજદારોને ટોકન આપીને કામગીરી શરૂ કરવામાં આવે છે. પહેલા દરરોજ ૨૫૦ અરજદારોને આવકના દાખલા કાઢી આપવામાં આવતા હતા જેની સામે હાલ દૈનિક ૭૫૦ અરજદારોને દાખલાઓ આપવામાં આવી રહ્યાં છે. જનસુવિધા અર્થે વર્તમાન મહિનામાં આવતી તમામ જાહેર રજાઓમાં પણ જનસેવા કેન્દ્રો પર કર્મયોગીઓ કાર્ય કરી રહ્યા છે. એપ્રિલ મહિના દરમિયાન ૭૧૯૯ અરજીઓ તથા તા.૧લી મેથી ૨૪મી મે સુધીમાં ૯૫૮૧ અરજીઓનો નિકાલ કરાયો છે.   

District administration organizing proper for applicants coming to both public service centers of Puna area of Surat city

District administration organizing proper for applicants coming to both public service centers of Puna area of Surat city

આ સમાચાર પણ વાંચો:  Janhvi kapoor: પંકજ ત્રિપાઠી સાથે કામ કરવા માટે જ્હાન્વી કપૂરે કર્યું હતું આ કામ, અભિનેત્રી એ કર્યો ખુલાસો

                વધુમાં તેમણે જણાવ્યું કે, સતત ઉષ્ણતામાનને પગલે પીવાનું પાણી તથા મંડપની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે. અનઅધિકૃત વ્યક્તિ કે એજન્‍ટોને પ્રવેશ ન કરવા દેવા તમામ સ્ટાફને કડક સૂચના આપવામાં આવી છે. એજન્‍ટો કે અન્‍ય ત્રાહિત વ્યકિતઓના પ્રવેશ નિષેધના બોર્ડ પણ લગાવાયા છે. જનસુવિધા કેન્દ્રો ખાતે રોજિંદી કામગીરી ઝડપથી ચાલુ રહે તે માટે પૂછપરછ માટે એક હેલ્પ ડેસ્ક તેમજ સહી થયેલા દાખલા આપવાની કામગીરી સુચારૂ રીતે થાય તે માટે ઓપરેટરોની અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે. 

District administration organizing proper for applicants coming to both public service centers of Puna area of Surat city

District administration organizing proper for applicants coming to both public service centers of Puna area of Surat city

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

May 25, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Board Exams 2024 ready for board exams parents and students should pay special attention
શિક્ષણ

Board Exams 2024 :બોર્ડની પરીક્ષા માટે તૈયાર છો? ધો.૧૦ અને ૧૨ ની બોર્ડ પરીક્ષા પૂર્વે વિદ્યાર્થી અને વાલીઓ આટલી કાળજી ખાસ રાખે

by kalpana Verat March 8, 2024
written by kalpana Verat

  News Continuous Bureau | Mumbai 

Board Exams 2024   : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા તા.૧૧મી માર્ચથી ધો.૧૦ અને ધો.૧૨ની બોર્ડ પરીક્ષાઓનો પ્રારંભ થઈ રહ્યો છે. બોર્ડની પરીક્ષામાં ઉપસ્થિત થનારા વિદ્યાર્થીઓ જ્યારે બોર્ડની પરીક્ષા આપવા જાય ત્યારે અને જ્યારે વિદ્યાર્થી બોર્ડની પરીક્ષા આપીને પરત આવે ત્યારે કેટલીક બાબતો વિદ્યાર્થીઓ અને વાલીઓએ ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. જેથી વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસમાં વધારો થાય, અને વિદ્યાર્થી શાંતચિત્તે અને કશા પણ ભય વિના પરીક્ષા આપી શકે. વિદ્યાર્થીમિત્રો, બોર્ડની પરીક્ષા માટે તૈયાર હોવ તો કેટલીક ટીપ્સ આપને ચોક્કસ મદદરૂપ બનશે:-

 વિદ્યાર્થીઓ જ્યારે પરીક્ષા આપવા જાય ત્યારે શક્ય હોય તો બૂટ-મોજા ન પહેરતાં ચંપલ કે સેન્ડલ પહેરીને જઈએ કે જેથી પગને અકળામણ ન થાય.
 પરીક્ષાના અડધા કલાક પહેલાં પરીક્ષાની તૈયારી બંધ કરી દેવી જોઈએ.
 પરીક્ષાને લગતા કોઈપણ નકારાત્મક વિચારો ન કરીએ. હકારાત્મક બની પરીક્ષાને હળવા થઈને આપવી જોઈએ.
 અફવાઓ પર ધ્યાન ન આપીએ, પેપર અઘરૂં છે, લાંબુ છે, કોણે પેપર કાઢયું છે જેવી બાબતોમાં રસ ન લઈએ.
 પેપર આપવા જઈએ ત્યારે સાથે રિસિપ્ટ, પેન, સંચો, રબ્બર, ફુટપટ્ટી, જરૂરી હોય તો કંપાસ અથવા પાઉચ લઈને જઈએ પણ મોબાઈલ સાથે ન લઈ જવો. બોટલમાં પાણી કે લીંબુનું શરબત લઈ જવું.
 પરીક્ષા કેન્દ્રો ઉપર મિત્રો કે અન્ય સાથે બને તો વાતચીત કરવાનું ટાળવું. બિનજરૂરી ચર્ચા કરવાથી અનેક પ્રકારનો ડર પેદા થાય છે.
 બોર્ડની પરીક્ષા દરમિયાન બાળકે બને ત્યાં સુધી મિત્રો સાથે જેતે વિષય અને તૈયારીની ચર્ચા ન કરતાં પોતાની વર્ષ દરમિયાનની મહેનત પર ભરોસો અને વિશ્વાસ દાખવવો જોઈએ.
 જ્યારે પરીક્ષા આપવા બેસીએ ત્યારે પ્રથમ ભાગની પરીક્ષામાં ઓએમઆર/આન્સર શીટમાં વિષયનું નામ અને નંબર સામે વર્તુળમાં જે વિષયની પરીક્ષા આપતા હોય તેની સામે વર્તુળમાં ઘટ્ટ કરવું. ઓએમઆર/આન્સર શીટને વાળવી નહીં.
 ગણિત જેવા વિષયમાં રફકામ માટે પ્રશ્નપત્રમાં જે જગ્યા આપવામાં આવી હોય તે જગ્યાનો ઉપયોગ કરવો.
 વાંચી શકાય તેવા અક્ષરો અને શબ્દો વચ્ચે જરૂરી જગ્યા છોડવી. વિસ્તૃત પ્રશ્નોના મુદ્દાઓ છૂટા પાડીને લખવા. એક જ બ્લ્યુ રંગની શાહીથી લખવું. જેલ પેનનો ઉપયોગ ટાળવો.
 ઓળખ છતી થાય તેવા ચિહ્નો ક્યારેય લખશો નહિ. ઓએમઆર શીટમાં ઈશ્વર કે અન્ય કોઈ દેવી દેવતાનું નામ કે કોઈ ધાર્મિક સંજ્ઞાઓકે નિશાની કરવી નહીં.
 મોબાઈલ ફોન, પેનડ્રાઈવ, સ્માર્ટવોચ જેવા કોઈ પણ પ્રકારના કોમ્યુનિકેશન ડિવાઈસ/ગેઝેટ્સ પરીક્ષા કેન્દ્રમાં સાથે લઈ જવાની મનાઈ હોય છે. જેથી આવા સાધનો ઘરે જ મૂકી રાખો.
 કેટલાક અગત્યના વિષયોની ટૂંકી નોટ્‌સ બનાવવાનું રાખવું, જેથી પરીક્ષા પૂર્વે ઝડપી વાંચન શક્ય બને.

Board Exams 2024 Ready for board exams parents and students should pay special attention

આ સમાચાર પણ વાંચો : કાબુલમાં ભારતનું પ્રતિનિધિમંડળ અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારને મળ્યું.. પાકિસ્તાન ચોંકી ઉઠ્યું.. જાણો શું થઈ ચર્ચા..

ખાસ કરીને વાલીઓએ પણ કેટલીક બાબતનું ધ્યાન રાખવું: જેમ કે;
 જ્યારે પોતાનું બાળક પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા આપવા જાય ત્યારે વાલીઓએ રિસિપ્ટ, કંપાસ કે પાઉચ તથા જરૂરી સાધન-સામગ્રી તેણે લીધી છે કે કેમ તે જોઈ લેવાની કાળજી રાખવી.
 બાળક જે વિષયનું પેપર આપીને આવે તે વિષયના પુસ્તકો, અન્ય સાહિત્ય વગેરેને તેના વાંચન સ્થાનેથી દૂર કરી દેવાં.
 જે શાળામાં પોતાનું બાળક પરીક્ષા આપવા જતો હોય તે શાળાનો ફોન નંબર, પરીક્ષા કંટ્રોલ રૂમનો નંબર, પોલીસ તેમજ ફેમિલી ડૉકટરના નંબર હાથવગાં રાખવા.
 વિદ્યાર્થીને કોઈ નિયમિત દવાની જરૂરિયાત રહેતી હોય તો તેની અગાઉથી વ્યવસ્થા કરી લેવી તેમજ જયારે બાળક પરીક્ષા આપીને ઘરે આવે ત્યારે પેપર કેવું ગયું ? કેટલા ગુણ આવશે તેવા પ્રશ્નો પૂછવાનું ટાળવું.
 વિદ્યાર્થી સાથે હળવાશભર્યા સંવાદો કરીને તેને આગામી પેપર આપવા માટે પ્રોત્સાહન પૂરૂ પાડવું.
 માતા-પિતા બાળક પર ગુણ વધારે લાવવા અંગે તેમજ પરીક્ષાના સમયે ભવિષ્યની યોજનાઓ અને કારકિર્દીના આયોજન અંગેની ચર્ચા કરવાનું ટાળે.
 ઘરે આવતાં મહેમાનો બાળકને પરીક્ષાલક્ષી વધુપડતી પૂછપરછ કરે તેનું ધ્યાન રાખવું.
 તમારા સંતાનની ક્ષમતા ઓળખવામાં તેની મદદ કરો અને તેના પ્રયાસો પર વિશ્વાસ રાખો. પરીક્ષા તેમના માટે સુખદ અનુભવ બની રહે તે માટે મદદરૂપ થવું.
 વાલીઓએ પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશવા કે તેની બહાર એકત્રિત ન થવું.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

March 8, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Bihar Board In Bihar, student wrote Modi-Nitish in board exam, asked for good marks in name of Shri Ram,
રાજ્ય

Bihar Board: બિહારમાં વિદ્યાર્થીએ બોર્ડની પરીક્ષામાં મોદી-નીતીશ લખ્યા, શ્રી રામના નામ પર સારા માર્ક્સ માંગ્યા, જાણો વિગતે..

by Bipin Mewada March 7, 2024
written by Bipin Mewada

News Continuous Bureau | Mumbai

Bihar Board: બિહાર બોર્ડની પરીક્ષાઓની ઉત્તરપત્રિકાની તપાસ કરવાનું કામ ચાલુ છે. આ દરમિયાન ઘણી ઉત્તરવહીઓ ( Answer sheet ) એવી મળી આવી છે. જેમાં વિદ્યાર્થીઓએ સાચા જવાબોને બદલે ખોટી બાબતો લખી છે. આવી ઉત્તરપત્રિકાની તસવીરો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. કોઈએ ઉત્તરવહીમાં પ્રેમભરી વાતો લખી છે. તો કોઈએ રામ ભજન લખીને સારા માર્ક્સ માંગ્યા છે. 

બિહારના જમુઈ જિલ્લામાં બોર્ડની પરીક્ષાની ( Board Exams ) ઉત્તરપત્રિકાના ચેકિંગનું કામ પૂર્ણ થવા જઈ રહ્યું છે, આવી સ્થિતિમાં આ સેન્ટરમાં તપાસવામાં આવેલી ઉત્તરવહીઓની તસવીરો જોઈને દરેકને હાલ આશ્ચર્ય થાય છે. જેમાં એક વિદ્યાર્થીએ ( students ) પ્રશ્નોના જવાબોને બદલે ગીતો અને વાર્તાઓ લખી છે. તો પરીક્ષામાં એક પ્રશ્ન પૂછવામાં આવ્યો કે હ્યુમન જિયોગ્રાફી શું છે, તો તેના જવાબમાં વિદ્યાર્થીએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( Narendra Modi ) અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના ( Nitish Kumar ) નામ લખ્યા છે. આ ઉપરાંત, ઉત્તરવહીમાં પ્રશ્નોના જવાબમાં, વિદ્યાર્થીએ રામ ભજનની પંક્તિઓ ‘અવધ મેં એક દિન ઐસા આયા…’ લખી છે. તેમજ જય શ્રી રામ અને જય સીતા મૈયા પણ લખ્યું છે.

 પિતાના અવસાનને ટાંકીને સારા માર્કસ માંગવાનો પ્રયાસ કર્યો છે..

આ ઉપરાંત બોર્ડની એક ઉત્તરવહીમાં વિદ્યાર્થિનીએ તેના પિતાના અવસાનને ટાંકીને સારા માર્કસ માંગવાનો પ્રયાસ કર્યો છે અને જવાબની જગ્યાએ પ્રેમફરી વાતો પણ લખી છે. તેમજ વિદ્યાર્થિનીએ ઉત્તરવહીમાં લખ્યું છે કે, હું જ્યોતિ છું… સર મહેરબાની કરીને મારી વાત સમજવાનો પ્રયાસ કરો. મારા માટે આ કહેવું ખૂબ જ જરૂરી છે. હું જાણું છું કે તમે બધા મારી વાત માનશો નહીં, સાહેબ, મારા પિતાનું અવસાન થયું છે, દસ દિવસ થઈ ગયા છે અને મેં કોઈ અભ્યાસ પૂરો કર્યો નથી અને સૌથી મોટી વાત, મારી તબિયત પણ સારી નથી. છતાં હું પરીક્ષા આપવા આવી છું, પ્લીઝ સર મને નંબર આપો, પ્લીઝ સર મારી હાલત બહુ ખરાબ છે. મને આશા છે કે તમે મારી વાત સમજી શકશો, સર.

આ સમાચાર પણ વાંચો : Gokhale Bridge : ગોખલે-બરફીવાલા બ્રિજનો જોડાણ શક્ય નહીં, બીએમસીના 100 કરોડ વેડફાયા..

બિહાર બોર્ડના વિદ્યાર્થીએ ઓહ્મિયા અને અન-ઓહમિયા તત્વના જવાબમાં લખ્યું છે કે આપણે જાણીએ છીએ કે પ્રેમ ઝડપથી નથી થતો, પરંતુ જ્યારે તે થાય છે ત્યારે તે ખૂબ જ જબરદસ્ત હોય છે, તેથી તેને અન-ઓહમિયા કહેવામાં આવે છે. આ ઉપરાંત વિદ્યાર્થિનીએ પણ ખાતરી આપી છે કે તે આગળ ખંતથી અભ્યાસ કરશે. તેમજ વિદ્યાર્થિનીએ આગળ લખ્યું છે કે, જે પણ મારી ઉત્તરવહી તપાસશે, કૃપા કરીને મને ખૂબ સારા માર્ક્સ આપો, જેથી હું વધુ હિંમતવાન છોકરી બની શકું. તમને ખબર નહી હશે કે, મારા માથામાં થયેલી ઈજાને કારણે હું બરાબર અભ્યાસ કરી શકી નથી. તેમ છતાં મે પરિક્ષા આપી છે.

ઉત્તરવહી તપાસનાર પરીક્ષક કહે છે કે, અમને ઘણી સારી ઉત્તરપત્રિકા પણ મળી છે, પરંતુ કેટલીક એવી પણ મળે છે. જેમાં સાવ બકવાસ લખેલું હોય છે. અભ્યાસના અભાવે આ વિદ્યાર્થીઓને ઉત્તરવહીમાં શું લખવું તે જ સમજાતું નથી. તેથી ગમે તે લખી નાખે છે અને સારા માર્કની અપેક્ષા રાખે છે. હાલ આમાંથી ઘણી ઉત્તરપત્રિકાઓ સોશ્યલ મિડીયા પર વાયરલ થઈ રહી છે.

March 7, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક