Tag: bollywood actor

  • સોનુ સૂદ ફરી આવ્યો મદદે, રોડ એક્સિડન્ટમાં ઘાયલ વ્યક્તિને ખોળામાં ઉઠાવી હોસ્પિટલ પહોંચ્યો;  જુઓ વીડિયો

    સોનુ સૂદ ફરી આવ્યો મદદે, રોડ એક્સિડન્ટમાં ઘાયલ વ્યક્તિને ખોળામાં ઉઠાવી હોસ્પિટલ પહોંચ્યો; જુઓ વીડિયો

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

    મુંબઈ, 10 ફેબ્રુઆરી 2022

    ગુરુવાર

    બોલિવૂડ અભિનેતા સોનુ સુદ હવે પોતાના અભિનય કરતા વધારે તેના દ્વારા કરવામાં આવતા માનવીય કાર્યો માટે વખણાય છે. કોરોના કાળમાં સોનુ સૂદે લાખો લોકોની જે પ્રકારને મદદ કરી તેનાથી કોઈ અજાણ નથી.  તાજેતરમાં, તેણે ફરી એકવાર માનવતાનું ઉદાહરણ રજૂ કર્યું, જેના લોકો હવે વખાણ કરી રહ્યા છે.   

    પ્રાપ્ત જાણકારી મુજબ પંજાબના મોગા જિલ્લાના કોટકપુરા બાયપાસ પાસે બે વાહનો વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માતના થોડા સમય બાદ સોનુ સૂદ ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. અકસ્માત જોઈને તે પોતાની જાતને રોકી શક્યો નહીં અને કાર રોકીને ઘાયલ વ્યક્તિને મદદ કરવા પહોંચી ગયો. સોનુ સુદ તે જ રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો. તે ગાડી તરફ ભાગ્યો, દરવાજો ખોલીને ગાડીમાં ગયો અને યુવકને બહાર નીકાળ્યો. તેને ખોળામાં લઈને પોતાની કારમાં બેસાડી તેને હોસ્પિટલ લઈ ગયો અને તેની સારવાર કરાવી. મળતી માહિતી મુજબ ઘાયલ વ્યક્તિની હાલત હવે સ્થિર છે અને તે ખતરાની બહાર છે.

    એકવાર ફરી આદિત્ય પંચોલી વિવાદમાં, ફિલ્મ પ્રોડ્યુસરે નોંધાવી ફરિયાદ, લગાવ્યા આ આરોપ; જાણો શું છે સમગ્ર મામલો

    હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લોકો અભિનેતાના ભરપેટ વખાણ કરી રહ્યા છે. લોકો સોનુ સુદને રિયલ હિરો કહી રહ્યા છે. આપણે જાણીએ છીએ કે, મોટાભાગે જ્યારે રોડ પર આ પ્રકારે અકસ્માત થતા હોય છે ત્યારે દુર્ભાગ્યવશ લોકો તે સમયે ઈજાગ્રસ્તનો જીવ બચાવવા કરતા વીડિયો રેકોર્ડ કરવામાં વ્યસ્ત થઈ જતા હોય છે. પોલીસ અને હોસ્પિટલના ચક્કરમાં સમય વેડફાઈ ન જાય તે માટે લોકો ઘાયલ વ્યક્તિને જોઈને આગળ નીકળી જતા હોય છે. એવામાં સોનુ સુદે આ પ્રકારે યુવકનો જીવ બચાવીને માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

  • વેક્સિન ના બે ડોઝ લીધા પછી પણ કોરોના સંક્રમિત થયા બોલિવૂડ સ્ટાર.

    વેક્સિન ના બે ડોઝ લીધા પછી પણ કોરોના સંક્રમિત થયા બોલિવૂડ સ્ટાર.

    ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
    મુંબઈ, ૧૧ મે 2021
    મંગળવાર

    દેશમાં કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે અને અનેક બોલિવૂડની હસ્તીઓ ને કોરોના થઈ રહ્યો છે. આવા સમયે એવી માહિતી સામે આવી છે કે ફિલ્મ જગતના અભિનેતા મોહન જોષી ને કોરોના થયો છે. તેઓની તબિયત ખરાબ થયા બાદ તેમણે પોતાની જાતને quarantine કર્યા છે. ઉલ્લેખનીય છે કે તેમણે કોરોનાની વેક્સિન ના બંને ડોઝ લઈ લીધા છે. તેમ છતાં તેમને કોરોના થયો છે.
    હાલ તેઓ ગોવામાં મરાઠી સિરિયલ 'આગંબાઇ સુનબાઈ' નું શૂટિંગ કરી રહ્યા છે. બરાબર તે સમયે તેમને કોરોના ના લક્ષણ દેખાયા.

    હવે માઉન્ટ એવરેસ્ટ પર પણ બાઉન્ડ્રી લાઇન, ચીન ભરશે આ પગલું.

    ઉલ્લેખનીય છે કે ગોવામાં અત્યારે અનેક ફિલ્મસ્ટારો શૂટ કરી રહ્યા છે પરંતુ એક પછી એક બધાને કોરોના થયાના સમાચાર આવી રહ્યા છે.

  • કોરોના ને કારણે બોલિવૂડના આ એક્ટરનું થયું નિધન, ફિલ્મોમાં કામ કરતા પહેલા ભારતીય સેનામાં મેજર હતા.

    કોરોના ને કારણે બોલિવૂડના આ એક્ટરનું થયું નિધન, ફિલ્મોમાં કામ કરતા પહેલા ભારતીય સેનામાં મેજર હતા.

    ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
    મુંબઈ, ૦૧ મે 2021
    શનિવાર

    ભારતીય સેનામાં મેજર તરીકે રીટાયર થયા પછી અભિનયની દુનિયામાં આવનાર અભિનેતા વિક્રમજીત કંવરપાલ નું નિધન થયું છે.

    તેઓ કોરોનાથી સંક્રમિત હતા અને સેવન હિલ્સ હોસ્પિટલમાં તેમનો ઇલાજ ચાલી રહ્યો હતો.

    વર્ષ 2003 બાદ તેઓ હિન્દી મૂવીઝમાં આવ્યા હતા. એમણે અનેક લોકપ્રિય હિન્દી સિરીયલ અને વેબ સીરીઝ માં પણ કામ કર્યું છે.

    અઘરા સમયમાં આ દેશે ભારતને ચોખ્ખું સંભળાવી દીધું કે અમે તમને રસી નહીં આપીએ.