Tag: Bollywood celebs

  • Bollywood celebs: બોલિવૂડના આ સ્ટાર્સ રહી ચુક્યા છે એકબીજાના ક્લાસમેટ- જાણો કેવી હતી તેમની ફિલ્મી સફર

    Bollywood celebs: બોલિવૂડના આ સ્ટાર્સ રહી ચુક્યા છે એકબીજાના ક્લાસમેટ- જાણો કેવી હતી તેમની ફિલ્મી સફર

    News Continuous Bureau | Mumbai

    Bollywood celebs: બોલિવૂડ સ્ટાર્સની દોસ્તી અને દુશ્મનીની ઘણી ચર્ચાઓ થાય છે. ઘણીવાર એવું કહેવામાં આવે છે કે રિયલ લાઈફમાં સ્ટાર્સ વચ્ચે સારું બોન્ડિંગ નથી, તેઓ માત્ર જાહેર ઈવેન્ટ્સમાં જ સારી રજૂઆત કરતા જોવા મળે છે, પરંતુ એવું નથી. બી-ટાઉનમાં ઘણા એવા સ્ટાર્સ છે જે એકબીજાને બાળપણથી ઓળખે છે અને હજુ પણ મિત્રો છે. આજે અમે તમને બી ટાઉનના કેટલાક એવા સ્ટાર્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેઓ ક્લાસમેટ રહી ચૂક્યા છે. આ સાથે તેની કારકિર્દી પર પણ નજર કરીએ.

    આ સમાચાર પણ વાંચો: Anupama Rupali Ganguly: અનુપમા માંથી અલીશા પરવીન ને હટાવવાના વિવાદ પર રૂપાલી ગાંગુલીએ તોડ્યું મૌન,પોતના પર લાગેલા આરોપ પર કહી આવી વાત

    એકબીજા ના કલાસમેટ રહી ચુક્યા છે સ્ટાર્સ 

    સલમાન ખાન-આમીર ખાન

    સલમાન ખાન અને આમિર ખાને ‘અંદાજ અપના અપના’માં સાથે કામ કર્યું છે. આ ફિલ્મમાં બંનેને ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા, પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે બંને સ્કૂલમાં સાથે હતા. જોકે, બંનેએ બીજા ધોરણ માં  જ સાથે અભ્યાસ કર્યો હતો. સલમાન ખાને 1988માં ‘બીવી હો તો ઐસી’થી ડેબ્યૂ કર્યું હતું અને આમિર ખાને 1984માં ‘હોળી’થી કરિયરની શરૂઆત કરી હતી. બંને સ્ટાર્સ આજે ઈન્ડસ્ટ્રીનું મોટું નામ છે.

    કરણ જોહર – ટ્વિંકલ ખન્ના
    કરણ જોહર અને ટ્વિંકલ ખન્ના પણ સાથે ભણ્યા છે. જ્યારે કરણ જોહરે દિગ્દર્શન સંભાળ્યું, ત્યારે ટ્વિંકલે અભિનયમાં પોતાનો હાથ અજમાવ્યો. જોકે, થોડા સમય પછી ટ્વિંકલે પોતાની જાતને ફિલ્મોથી દૂર કરી લીધી. તેણી એક લેખક છે. નોંધનીય છે કે કરણની પહેલી ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’ 1998માં આવી હતી અને ટ્વિંકલે 1995માં ‘બરસાત’થી એક્ટિંગ ડેબ્યૂ કર્યું હતું.

    શ્રદ્ધા કપૂર – ટાઈગર શ્રોફશ્રદ્ધા કપૂર અને ટાઈગર શ્રોફની જોડીને મોટા પડદા પર લોકોને ખૂબ પસંદ આવી છે. પરંતુ શું તમે જાણો છો કે બંને એક બીજાને સ્કૂલના સમયથી ઓળખે છે અને ક્લાસમેટ પણ રહી ચુક્યા છે. બંને મુંબઈની એક સ્કૂલમાં સાથે ભણ્યા હતા અને હજુ પણ ઘણા સારા મિત્રો છે. શ્રદ્ધા કપૂરે 2010માં ‘તીન પત્તી’થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી, જે ફ્લોપ સાબિત થઈ હતી. આ પછી શ્રદ્ધાને ‘આશિકી 2’ થી ઓળખ મળી. તે જ સમયે, ટાઇગરે 2014માં ‘હીરોપંતી’થી બોલિવૂડમાં તેની સફર શરૂ કરી હતી.

    રિતિક રોશન-ઉદય ચોપરા
    રિતિક રોશન અને ઉદય ચોપરા બાળપણથી ખૂબ સારા મિત્રો છે. બંનેએ સાથે પ્રિ-પ્રાઈમરી કરી હતી. આ સાથે બંનેની કોલેજ પણ એક જ હતી. જ્યારે રિતિકે  2000માં ‘કહો ના પ્યાર હૈ’થી તેની કારકિર્દીની શરૂઆત કરી હતી, ત્યારે ઉદયે પણ તે જ વર્ષે ફિલ્મ ‘મોહબ્બતેં’ સાથે તેની શરૂઆત કરી હતી. જોકે, ઉદયની કારકિર્દી લાંબો સમય ટકી ન હતી અને તે પ્રોડક્શન તરફ આગળ વધ્યો હતો.

    વરુણ ધવન-અર્જુન કપૂર
    વરુણ ધવન અને અર્જુન કપૂર સ્કૂલ કે કૉલેજમાં સાથે ભણ્યા ન હતા પરંતુ તેઓ એક્ટિંગ સ્કૂલમાં સાથે હતા. આવી સ્થિતિમાં બંને વાસ્તવિક જીવનમાં ખૂબ જ નજીકના મિત્રો છે. અર્જુને તેની કારકિર્દીની શરૂઆત 2012માં ‘ઇશકઝાદે’ થી કરી હતી અને વરુણે તે જ વર્ષે કરણ જોહરની ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’ સાથે ડેબ્યૂ કર્યું હતું.

  • Ratan tata death: અજય દેવગન થી લઈને સુષ્મિતા સેન સુધી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના કલાકારો એ આ રીતે આપી રતન ટાટા ને શ્રદ્ધાંજલિ

    Ratan tata death: અજય દેવગન થી લઈને સુષ્મિતા સેન સુધી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના કલાકારો એ આ રીતે આપી રતન ટાટા ને શ્રદ્ધાંજલિ

    News Continuous Bureau | Mumbai

    Ratan tata death: રતન ટાટાના નિધન થી દેશભર માં શોક ની લહેર છે.દેશના પ્રખ્યાત ઉદ્યોગપતિ રતન ટાટા એ ઉંમર સંબંધિત બીમારીને કારણે તેમણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં 86 વર્ષ ની વયે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ લાંબા સમયથી બીમાર હતા. દેશના પ્રખ્યાત ઉદ્યોગપતિ ના નિધન પર બોલિવૂડ સ્ટાર્સે શોક વ્યક્ત કર્યો છે અને તેમને શ્રદ્ધાંજલિ આપી છે

    આ સમાચાર પણ વાંચો : Sanjay Leela Bhansali: શું ફિલ્મ સંગમ ની રીમેક છે રણબીર, આલિયા અને વિકી ની ફિલ્મ લવ એન્ડ વોર? સંજય લીલા ભણસાલી એ કર્યો મોટો ખુલાસો

    બોલિવૂડ સ્ટાર્સે આપી રતન ટાટા ને શ્રદ્ધાંજલિ 

    અજય દેવગને તેના સોશિયલ મીડિયા પર લખ્યું, ‘દુનિયા એક દૂરદર્શી વ્યક્તિ ના નિધનથી શોકમાં છે. રતન ટાટાનો વારસો હંમેશા પેઢીઓને પ્રેરણા આપતો રહેશે. ભારતમાં અને ભારત ની બહાર તેમનું યોગદાન અજોડ છે. અમે તેમના ખૂબ આભારી છીએ.’ સુષ્મિતા સેને તેની ઇન્સ્ટા સ્ટોરી માં લખ્યું, ‘તે કેટલા આદરણીય વ્યક્તિ હતા ઈશ્વર તેમની આત્મા ને શાંતિ આપે.’સંજય દત્તે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લખ્યું, ‘ભારતે આજે એક સાચા દૂરદર્શી ગુમાવ્યા, તે ઈમાનદારી અને કરુણાના મૂર્ત સ્વરૂપ હતા, જેમના યોગદાનથી બિઝનેસ ઉપરાંત અસંખ્ય જીવન સુધી હતું તેમની આત્માને શાંતિ મળે.’

     

    View this post on Instagram

     

    A post shared by Pinkvilla (@pinkvilla)


    આ સિવાય રણદીપ હુડા, શર્વરી વાઘ, રોહિત શેટ્ટી, કરણ જોહર, અનન્યા પાંડે, પ્રિયંકા ચોપરા જેવા ઘણા બોલિવૂડ સ્ટાર્સ એ રતન ટાટા ને શ્રદ્ધાંજલિ આપી છે. 

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Anant and radhika haldi: અનંત અને રાધિકા ની હલ્દી સેરેમની હતી ખાસ,આ વસ્તુ થી કરવામાં આવ્યું મેહમાનો નું સ્વાગત, જુઓ વિડીયો

    Anant and radhika haldi: અનંત અને રાધિકા ની હલ્દી સેરેમની હતી ખાસ,આ વસ્તુ થી કરવામાં આવ્યું મેહમાનો નું સ્વાગત, જુઓ વિડીયો

    News Continuous Bureau | Mumbai

    Anant and radhika haldi: અનંત અને રાધિકા ના લગ્ન ને માત્ર 3 દિવસ બાકી છે. કપલ ના લગ્ન ની શરૂઆત મામેરું સેરેમની થી થઇ હતી. ત્યારબાદ કપલ ની સંગીત સેરેમની નું પણ આયજન કરવામાં આવ્યું હતું. હવે આવી સ્થિતિ માં ગઈકાલે કપલ ની હલ્દી સેરેમની નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઘણા મહેમાનો એ હાજરી આપી હતી. એન્ટેલિયા માં આ મેહમાનો નું સ્વાગત એક ખાસ વસ્તુ સાથે કરવામાં આવ્યું હતું. જેનો વિડીયો વાયરલ .થઇ રહ્યો છે. 

    આ સમાચાર પણ વાંચો: Alia bhatt: આલિયા ભટ્ટ ની યશરાજ સ્પાય યુનિવર્સ ની ફિલ્મ ના નામ ની થઇ જાહેરાત, એનિમલ ફેમ આ અભિનેતા સાથે લેશે ટક્કર

    અનંત અને રાધિકા ની હલ્દી સેરેમની માં મેહમાનો નું સ્વાગત 

    અનંત અને રાધિકા ની હલ્દી સેરેમની માં મેહમાનો પીળા કપડાં માં સજ્જ જોવા મળ્યા  હતા.મુંબઈ માં આટલો બધો વરસાદ હોવા છતાં લોકો એ કપલ ની હલ્દી સેરેમની માં હાજરી આપી હતી. અનંત અને રાધિકા ની હલ્દી સમારોહમાં પહોંચેલા મહેમાનોનું ભવ્ય શૈલીમાં સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યાં આવનાર દરેક મહેમાનને પાન પીરસવામાં આવ્યું હતું. રણવીર સિંહે પણ એન્ટ્રી ગેટ પર પાન ની લહેજત માણતા કહ્યું પાન સરસ છે.

     

    View this post on Instagram

     

    A post shared by Viral Bhayani (@viralbhayani)


    અનંત અને રાધિકા ની હલ્દી સેરેમની માં ઘણા બોલિવૂડ સેલેબ્સ એ હાજરી આપી હતી. તેઓ પણ પીળા કપડાં માં સજ્જ જોવા મળ્યા હતા. 

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Bigg boss 17: બિગ બોસ 17 નો વિકેન્ડ કા વાર એપિસોડ હશે ખાસ, બોલિવૂડ સેલેબ્સ ના બીએફએફ ગણાતા આ વ્યક્તિ ની થશે એન્ટ્રી

    Bigg boss 17: બિગ બોસ 17 નો વિકેન્ડ કા વાર એપિસોડ હશે ખાસ, બોલિવૂડ સેલેબ્સ ના બીએફએફ ગણાતા આ વ્યક્તિ ની થશે એન્ટ્રી

    News Continuous Bureau | Mumbai

    Bigg boss 17: બિગ બોસ 17 હાલ ચર્ચા માં છે. આ શો માં નવી એન્ટ્રી ને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલી રહી છે. તાજેતર માં એવા સમાચાર આવ્યા હતા કે રાખી સાવંત તેના પતિ આદિલ સાથે શો માં એન્ટ્રી કરશે પરંતુ રાખી એ આ વાત ને નકારી કાઢી છે. હવે એવા સમાચાર સામે આવ્યા છે કે, બિગ બોસ 17 ના વિકેન્ડ કા વાર એપિસોડ માં બોલિવૂડ સેલેબ્સ નો બીએફએફ ગણાતો ઓરહાન અવતરામણી એટલેકે ઓરી જોવા મળશે. 

    આ સમાચાર પણ વાંચોઃ Koffee with karan 8: કોફી વિથ કરણ 8 ના નવા પ્રોમો એ વધાર્યો ઉત્સાહ, 11 વર્ષ પછી સાથે જોવા મળશે સ્ટુડન્ટ ઓફ ધ યર ના આ કલાકાર

    બિગ બોસ 17 ના ઘરમાં જોવા મળશે ઓરી 

    ઓરી બી ટાઉનમાં ફેમસ છે. તે સેલેબ્સ દ્વારા હોસ્ટ કરવામાં આવતી દરેક પાર્ટી માં હાજરી આપે છે. ઓરી અંબાણી થી માંડી ને બોલિવૂડ સેલેબ્સ સાથે ની પોતાની તસવીરો શેર કરતો રહે છે. હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે, ઓરી એટલે કે ઓરહાન અવતરામણી ટૂંક સમયમાં રિયાલિટી શો ‘બિગ બોસ 17’ના વીકેન્ડ કા વાર એપિસોડમાં જોવા મળશે.જો કે, હજુ એ સ્પષ્ટ નથી થયું કે ઓરી વાઈલ્ડ કાર્ડ સ્પર્ધક તરીકે પ્રવેશ કરશે કે નહીં. પરંતુ સૂત્રોનું કહેવું છે કે તે આ શોમાં ગેસ્ટ તરીકે જોવા મળશે. શો ના આગામી એપિસોડ માં, ઓરી શોમાં ઘરના સભ્યો સાથે થોડો સમય પસાર કરતો જોવા મળશે.આ ઉપરાંત ઓરી સલમાન ખાન સાથે સ્ટેજ પણ શેર કરશે. 

  • એન્ટિલિયામાં થયું અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટ ની સગાઈની ગ્રાન્ડ પાર્ટી નું આયોજન ,શાહરુખ થી લઇ ને સલમાન સુધીના ઘણા સ્ટાર્સે આપી હાજરી

    એન્ટિલિયામાં થયું અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટ ની સગાઈની ગ્રાન્ડ પાર્ટી નું આયોજન ,શાહરુખ થી લઇ ને સલમાન સુધીના ઘણા સ્ટાર્સે આપી હાજરી

    News Continuous Bureau | Mumbai

     નીતા અંબાણી અને મુકેશ અંબાણી ના પરિવારમાં ખુશીનો માહોલ છે. હાલ માંજ નીતા અને મુકેશ અંબાણીની પુત્રી ઈશા તેના જોડિયા બાળકો સાથે ભારત આવ્યા હતા, જ્યારે હવે તેમના સૌથી નાના પુત્ર અનંતની ( anant ambani )  રાજસ્થાન ના શ્રીનાથજી મંદિર માં રાધિકા મર્ચન્ટ ( radhika merchant ) સાથે સગાઈ ( engagement ) થઈ છે. સગાઈની વિધિ બાદ અનંત અને રાધિકા પરિવાર સાથે મુંબઈ પહોંચ્યા હતા. આ પછી અંબાણી પરિવારે તેમના મુંબઈ સ્થિત ઘર એન્ટેલિયા માં ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું. આ અવસર પર એન્ટેલિયા દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું હતું. આ ભવ્ય પાર્ટીમાં ( shah rukh ) બોલિવૂડના ( salman ) ઘણા સેલેબ્સ પણ પહોંચ્યા હતા.

    ઢોલ નગારા સાથે થયું હતું કપલ નું સ્વાગત

    મુંબઈ પરત ફરેલા અનંત અને રાધિકાના પરિવારના સભ્યોએ અંબાણી નિવાસસ્થાને વરલી સી-લિંક પર ફ્લાવર શો, ઢોલ, નગારાં અને આતશબાજી સાથે ભવ્ય સ્વાગત કર્યું હતું. આ દરમિયાન અનંતે ટ્રેડિશનલ કુર્તા-પાયજામા પહેર્યો હતો જ્યારે રાધિકા પેસ્ટલ લહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. બંને ગ્રાન્ડ બેશ માટે એન્ટેલિયા પહોંચ્યા હતા.

     

    View this post on Instagram

     

    A post shared by Viral Bhayani (@viralbhayani)

    શાહરૂખ ખાન ની ગ્રાન્ડ એન્ટ્રી

    બોલિવૂડના કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાન તેની મેનેજર પૂજા દદલાની સાથે એન્ટેલિયા પહુચ્યો હતો. વાયરલ વિડીયો માં પૂજા કારમાંથી બહાર નીકળતી જોવા મળી રહી છે જ્યારે શાહરૂખ બેઠો જોવા મળી રહ્યો છે.

     

    View this post on Instagram

     

    A post shared by Viral Bhayani (@viralbhayani)

    આ સમાચાર પણ વાંચો:  Heeraben Modi Death News: PM મોદીનાં માતા હીરાબા દેવલોક પામ્યા, રડતા હૃદય અને મક્કમ મનોબળ સાથે PM મોદીએ હીરાબાને આપી કાંધ

    ગુલાબી સાડી માં પહુંચી જ્હાન્વી કપૂર

    ‘મિલી’ અભિનેત્રી જ્હાન્વી કપૂર ગુલાબી સાડીમાં પહોંચી હતી. જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી હતી.

     

    View this post on Instagram

     

    A post shared by Viral Bhayani (@viralbhayani)

    રણબીર સાથે આલિયા

    સગાઈ પછી મુંબઈમાં આયોજિત ભવ્ય ઉજવણીમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ખૂબ જ શાહી અવતારમાં એકબીજાનો હાથ પકડીને દેખાયા હતા.

     

    View this post on Instagram

     

    A post shared by Viral Bhayani (@viralbhayani)

    રણવીર સિંહ પણ આવ્યો નજર

    સ્ટાર્સ ગેસ્ટ લિસ્ટમાં રણવીર સિંહ પણ હતો. તે મેચિંગ ટોપી સાથે બ્લેક ફોર્મલમાં પહોંચ્યો હતો.

     

    View this post on Instagram

     

    A post shared by Manav Manglani (@manav.manglani)

    સલમાન ખાન નો પણ જોવા મળ્યો સ્વેગ

    આ પાર્ટી માં સલમાન ખાન પણ એન્ટેલિયા માં એન્ટ્રી કરતો જોવા મળ્યો હતો.

     

    View this post on Instagram

     

    A post shared by Viral Bhayani (@viralbhayani)

    આ સમાચાર પણ વાંચો: પીએમ મોદીની માતાના નિધનથી બોલિવૂડમાં શોક ની લહેર, કંગનાથી લઈને આ સેલેબ્સે આપી સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ