• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - booster dose
Tag:

booster dose

Donald Trump 'ઝેર' મીઠું લાગ્યું! કોવિડ વેક્સિન વિરુદ્ધ બોલનારા ટ્રમ્પે લીધો ડોઝ
આંતરરાષ્ટ્રીય

Donald Trump: ‘ઝેર’ મીઠું લાગ્યું! કોવિડ વેક્સિન વિરુદ્ધ બોલનારા ટ્રમ્પે લીધો ડોઝ, સોશિયલ મીડિયા પર મચી ગયો હંગામો

by aryan sawant October 11, 2025
written by aryan sawant

News Continuous Bureau | Mumbai
Donald Trump અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વૉલ્ટર રીડ નેશનલ મિલિટરી મેડિકલ સેન્ટરમાં પોતાનું રૂટિન હેલ્થ ચેકઅપ કરાવ્યું હતું. આ દરમિયાન તેમણે કોવિડ-19 વેક્સિનનો (COVID-19 Vaccine) નવો બૂસ્ટર ડોઝ પણ લીધો, જેના કારણે સોશિયલ મીડિયા પર ભારે હંગામો મચી ગયો છે. ટ્રમ્પે ભૂતકાળમાં ઘણી વખત કોવિડ રસી સામે શંકા વ્યક્ત કરી હતી અને તેમના કેટલાક સમર્થકો તેને ‘ઝેર’ કે ‘ષડયંત્ર’ કહેતા હતા.

હેલ્થ ચેકઅપ અને ડૉક્ટરનો રિપોર્ટ

વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે જણાવ્યું કે ટ્રમ્પની આ વિઝિટ નિયમિત આરોગ્ય મૂલ્યાંકનનો ભાગ હતી. જેમાં એડવાન્સ ઇમેજિંગ, લેબ ટેસ્ટ અને ઘણા સ્પેશિયાલિસ્ટ ડોકટરો દ્વારા કરવામાં આવેલી તપાસનો સમાવેશ થાય છે. તેમના અંગત ચિકિત્સકના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ટ્રમ્પનું એકંદરે સ્વાસ્થ્ય ઉત્તમ છે, અને તેમની “કાર્ડિયાક એજ” (હૃદયની ઉંમર) તેમની વાસ્તવિક ઉંમર કરતાં લગભગ 14 વર્ષ ઓછી મળી આવી છે.

કોવિડ બૂસ્ટર અને ફ્લૂ શૉટ

ડોકટરોના જણાવ્યા અનુસાર, આ વિઝિટ દરમિયાન ટ્રમ્પે કેટલાક પ્રિવેન્ટિવ હેલ્થ સ્ક્રીનિંગ અને રસીકરણ પણ કરાવ્યા હતા, જેમાં કોવિડ વેક્સિનનો અપડેટેડ બૂસ્ટર અને વાર્ષિક ફ્લૂ શૉટનો સમાવેશ થાય છે. આ રસીકરણના સમાચાર સામે આવતા જ સોશિયલ મીડિયા પર લોકોએ સવાલો ઉઠાવવાનું શરૂ કરી દીધું છે કે જે વેક્સિનને ટ્રમ્પ અને તેમના સમર્થકો પહેલાં ‘ઝેર’ કહેતા હતા, તે હવે કેમ લીધી?

આ સમાચાર પણ વાંચો : Nobel Peace Prize: શું ડોનાલ્ડ ટ્રમ્પને આખરે નોબેલ શાંતિ પુરસ્કાર મળી ગયો? વિજેતા માચોડોના નિવેદનથી ખળભળાટ

સોશિયલ મીડિયા પર સવાલો

સોશિયલ મીડિયા યુઝર્સ સવાલ કરી રહ્યા છે કે શું ટ્રમ્પ હવે હેલ્થ એન્ડ હ્યુમન સર્વિસિસ સેક્રેટરી રોબર્ટ એફ. કેનેડી જુનિયર (RFK Jr.) ના રસીના વલણથી અલગ રસ્તો અપનાવી રહ્યા છે? તાજેતરમાં, સીડીસીએ 65 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે કોવિડ રસીની ભલામણોમાં છૂટછાટ આપી હતી. ઘણા યુઝર્સનું કહેવું છે કે જો ટ્રમ્પે અગાઉ કરોડો અમેરિકનોને રસીથી ડરાવ્યા હતા, તો શું હવે તેમને આ વેક્સિન ‘ઝેર’ નથી લાગતી? હાલમાં ઉત્તમ સ્વાસ્થ્યમાં રહેલા ટ્રમ્પ ટૂંક સમયમાં મધ્ય પૂર્વ શાંતિ વાટાઘાટો માટે મિસ્રની યાત્રા પર જઈ શકે છે.

October 11, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Covid19 Updates Mild Rise in Cases Across India Amid Global JN.1 Variant Surge
Main PostTop Postઆંતરરાષ્ટ્રીયદેશ

Covid19 Updates : ખતરાની ઘંટી..? ચીન, ભારત સહિત 5 એશિયન દેશોમાં કોરોનાના નવા કેસ ઉછાળો.. શું ફરી લેવો પડશે બૂસ્ટર ડોઝ? જાણો

by kalpana Verat May 22, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Covid19 Updates : એશિયન દેશોમાં મહામારી કોરોના ના કેસ ફરી એકવાર વધી રહ્યા છે. સિંગાપોર, ચીન, થાઇલેન્ડ, હોંગકોંગ અને ભારતથી કોરોનાની નવી લહેર ના સમાચાર આવી રહ્યા છે. 19 મે 2025 સુધીમાં, ભારતમાં 257 સક્રિય કેસ નોંધાયા છે. પરંતુ આરોગ્ય નિષ્ણાતોનું કહેવું છે કે ગભરાવાની જરૂર નથી, ફક્ત સાવચેત રહો. ચાલો જાણીએ કે હાલ પરિસ્થિતિ શું છે અને શું ફરીથી બૂસ્ટર ડોઝ લેવો જરૂરી છે.

Covid19 Updates : કેસ ક્યાં વધી રહ્યા છે?

મે 2025 ની શરૂઆતમાં સિંગાપોરમાં 14,000 થી વધુ કેસ નોંધાયા હતા, જે ગયા વર્ષ કરતા 28% વધુ છે. હોંગકોંગમાં, 10 અઠવાડિયામાં કેસ 30 ગણા વધ્યા છે. ચીનમાં પણ કેસ ઝડપથી વધી રહ્યા છે. ત્યાં ટેસ્ટ પોઝિટિવિટી રેટ બમણો થઈ ગયો છે. એપ્રિલમાં સોંગક્રાન તહેવાર પછી થાઇલેન્ડમાં કેસોમાં વધારો જોવા મળ્યો. ભારતમાં પણ 257 સક્રિય કેસ છે, જેમાંથી મોટાભાગે કેરળ, મહારાષ્ટ્ર અને તમિલનાડુના છે.

Covid19 Updates : મહામારીની નવી લહેર માટે કયો વેરિયન્ટ જવાબદાર છે?

આ નવી લહેર ઓમિક્રોનના JN.1 વેરિઅન્ટ અને તેના પેટા વેરિઅન્ટ LF.7 અને NB.1.8 ને કારણે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ ડિસેમ્બર 2023 માં JN.1 ને ‘વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટ’ જાહેર કર્યો હતો. આ પ્રકાર વધુ ચેપી છે, પરંતુ નિષ્ણાતો કહે છે કે તે પહેલાના પ્રકારો કરતા વધુ ખતરનાક નથી. મોટાભાગના કિસ્સાઓમાં, તાવ, ઉધરસ, ગળામાં દુખાવો અને શરીરમાં દુખાવો જેવા હળવા લક્ષણો જોવા મળી રહ્યા છે.

Covid19 Updates : ભારતમાં શું પરિસ્થિતિ છે?

ભારતમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે. દેશની મોટી વસ્તીની તુલનામાં સક્રિય કેસ ખૂબ ઓછા છે. મોટાભાગના દર્દીઓમાં હળવા લક્ષણો જોવા મળે છે. હોસ્પિટલમાં દાખલ થવાની કોઈ જરૂર નથી. આરોગ્ય મંત્રાલયનું કહેવું છે કે દેશમાં કોવિડની નવી લહેરના કોઈ સંકેત નથી, પરંતુ તકેદારી રાખવી જરૂરી છે.

Covid19 Updates : શું બૂસ્ટર ડોઝ લેવો જરૂરી છે?

આરોગ્ય નિષ્ણાતોનું કહેવું છે કે જે લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી છે, જેમ કે વૃદ્ધો, બાળકો અથવા જેમને ડાયાબિટીસ, કેન્સર જેવા રોગો છે. તેમને બૂસ્ટર ડોઝ લેવાની સલાહ આપવામાં આવી રહી છે. હોંગકોંગ અને સિંગાપોરમાં પણ, લોકોને બૂસ્ટર ડોઝ લેવાનું કહેવામાં આવી રહ્યું છે, ખાસ કરીને જો તેમના છેલ્લા ડોઝ અથવા ચેપને 6 મહિનાથી વધુ સમય થઈ ગયો હોય.

આ સમાચાર પણ વાંચો :  Share Market Crash : સેન્સેક્સ-નિફ્ટીમાં મોટો કડાકો, માર્કેટ ખુલતા જ રોકાણકારોને અધધ આટલા લાખ કરોડ રૂપિયાનું નુકસાન… જાણો માર્કેટની સ્થિતિ..

ભારતમાં પણ, જો તમે આ દેશોમાં મુસાફરી કરવા જઈ રહ્યા છો જ્યાં કેસ વધી રહ્યા છે, તો બૂસ્ટર ડોઝ લેવો એ એક સારું પગલું હોઈ શકે છે. WHO અનુસાર, XBB.1.5 મોનોવેલેન્ટ બૂસ્ટર રસી JN.1 વેરિઅન્ટ સામે 19% થી 49% રક્ષણ પૂરું પાડી શકે છે. પરંતુ જો તમે પહેલા રસી લીધી હોય. જો તમે સ્વસ્થ છો, તો ગભરાવાની જરૂર નથી.

Covid19 Updates : કેવી રીતે સાવધાન રહેવું?
  • માસ્ક પહેરો: માસ્ક પહેરો, ખાસ કરીને ભીડવાળી જગ્યાએ.
  • હાથ ધોવા: નિયમિતપણે હાથ ધોવા અથવા સેનિટાઇઝરનો ઉપયોગ કરો.
  • શ્વસનતંત્રની સાવચેતીઓ: ખાંસી કે છીંક ખાતી વખતે મોં અને નાક ઢાંકો.
  • મુસાફરીની સાવધાની: જો તમે સિંગાપોર, હોંગકોંગ, ચીન કે થાઈલેન્ડ જેવા દેશોમાં જઈ રહ્યા છો, તો સાવચેત રહો. બિનજરૂરી મુસાફરી ટાળો.
Covid19 Updates : ગભરાશો નહીં, સાવધાન રહો

આરોગ્ય નિષ્ણાતો કહે છે કે આ લહેર પહેલા જેટલી ખતરનાક નથી. મોટાભાગના લોકો હળવા લક્ષણો સાથે સ્વસ્થ થઈ રહ્યા છે. ભારતમાં પણ પરિસ્થિતિ નિયંત્રણમાં છે, પરંતુ સાવધાની રાખવી જરૂરી છે. જો તમે સ્વસ્થ છો. જો તમે પહેલાથી જ રસી લઈ લીધી હોય, તો વધુ ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોએ બૂસ્ટર ડોઝ લેવાનું વિચારવું જોઈએ અને સાવચેત રહેવું જોઈએ. કોવિડ-19 હજુ સંપૂર્ણપણે ખતમ થયો નથી, પરંતુ યોગ્ય પગલાં લઈને આપણે તેને નિયંત્રિત કરી શકીએ છીએ. સુરક્ષિત રહો, સતર્ક રહો.

May 22, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Centre deems second Covid booster dose not necessary
દેશTop Post

શું લોકોને બીજા બૂસ્ટર ડોઝની જરૂર છે? સ્વાસ્થ્ય મંત્રાલયએ કરી સ્પષ્ટતા.. જાણો શું કહ્યું…

by Dr. Mayur Parikh January 3, 2023
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

વિશ્વભરમાં કોરોના દર્દીઓની સંખ્યામાં ભારે વધારો થઈ રહ્યો છે. ચીનમાં સ્થિતિ અત્યંત ગંભીર હોવાથી તમામ દેશોની આરોગ્ય પ્રણાલીઓ હવે એલર્ટ પર છે. ભારતમાં હજુ સુધી કોરોનાનું ચોથું મોજું આવ્યું નથી, પરંતુ કોરોના રોગચાળાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ભારતના આરોગ્ય મંત્રાલયે કેટલાક મહત્વના નિર્ણયો લીધા છે. ચીન, હોંગકોંગ, દક્ષિણ કોરિયા, સિંગાપોર, થાઈલેન્ડ અને જાપાન જેવા ભારત નજીકના 6 દેશોમાંથી ( Centre  ) આવતા નાગરિકો માટે RTPCR ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે. આ પૃષ્ઠભૂમિમાં, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બૂસ્ટર ડોઝને ( Covid booster dose ) લઈને એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

આરોગ્ય મંત્રાલય તરફથી સ્પષ્ટતા

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે લોકોને અત્યારે બીજા બૂસ્ટર ડોઝની જરૂર નથી. હાલમાં સરકારની પ્રાથમિકતા પ્રથમ બુસ્ટર ડોઝને લઈને છે. આ માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર, દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કુલ 220.11 કરોડ રસીના ડોઝ (95.13 કરોડ સેકન્ડ ડોઝ અને 22.41 કરોડ ફર્સ્ટ ડોઝ) આપવામાં આવ્યા છે.

આ સમાચાર પણ વાંચો : દિલ્હી કેસમાં નવા CCTV ફૂટેજ આવ્યા સામે, નવા વર્ષની પાર્ટી પછી યુવતી સાથે હતી તેની મિત્ર પણ.. જુઓ વિડીયો

28 ટકાને પ્રથમ બૂસ્ટર ડોઝ મળ્યો

સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ સરકાર ફર્સ્ટ બૂસ્ટર શોટનું કવરેજ વધારવા પર ભાર આપી રહી છે. અત્યાર સુધી કેન્દ્ર સરકાર 28 ટકા લોકોને બૂસ્ટર ડોઝ આપી ચૂકી છે. અભ્યાસમાં જણાયું છે કે રસીના શોટથી મેળવેલી રોગપ્રતિકારક શક્તિ સામાન્ય રીતે ચારથી છ મહિનામાં ખતમ થઈ જાય છે. આ અભ્યાસ સૂચવે છે કે ચોથો શોટ ગંભીર રોગને દૂર કરવામાં મદદ કરે છે, જોકે નિષ્ણાતો હવે ચોથા બૂસ્ટર તરીકે બાયવેલેન્ટ શોટની ભલામણ કરી રહ્યા છે.

January 3, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
દેશ

કોરોનાનો કહેર ઓસરી ગયો- મહામારીના કેસ ઘટતા સ્વાસ્થ્ય મંત્રાલયે ભર્યું આ મોટું પગલું

by Dr. Mayur Parikh October 18, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

દેશમાં કોરોનાના(Corona Cases) ઘટતા કેસ અને રસીકરણના(vaccination) વધતા પર્સન્ટેજ જાેતા સ્વાસ્થ્ય મંત્રાલયે(Ministry of Health) એક મોટું પગલું ભર્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલયે નક્કી કર્યું છે કે હવે તેઓ વધુ કોવિડ રસી(Covid vaccine) ખરીદશે નહીં. એટલું જ નહીં સ્વાસ્થ્ય મંત્રાલયે રસીકરણ માટે ફાળવવામાં આવેલા ૪,૨૩૭ કરોડ રૂપિયા નાણા મંત્રાલયને(Ministry of Finance) પરત પણ કર્યા છે. સૂત્રોના જણાવ્યાં મુજબ ૧.૮ કરોડથી વધુ રસી હજુ પણ સરકારના સ્ટોકમાં છે. જે છ મહિનાના રસીકરણ અભિયાન(Vaccination campaign) માટે પૂરતી છે. 

વાત જાણે એમ છે કે કોવિડ-૧૯ના કેસ ઘટવાના કારણે રસી લેનારાની સંખ્યામાં ઘટાડો થયો છે. હવે રસીકરણને લઈને લોકોમાં ઉત્સાહ પણ જાેવા નથી મળતો. આ વર્ષે સરકારે પણ તમામ વયસ્કોને મફતમાં બુસ્ટર ડોઝ (booster dose) આપવા માટે અમૃત મહોત્સવ નામથી ૭૫ દિવસનું કોવિડ રસીકરણ અભિયાન ચલાવ્યું હતું. પરંતુ રસીની વધુ માંગ જાેવા મળી નહી. આ ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકાર(Central govt and state govt) પાસે ઘણા પ્રમાણમાં રસીનો સ્ટોક (Vaccine stock)પડ્યો છે. જેમાંથી  કેટલીક તો આગળના ગણતરીના મહિનાઓમાં એક્સપાયર પણ થઈ જશે. હવે આ બધા  કારણો જાેતા સરકારે હવે રસી ન ખરીદવાનો ર્નિણય લીધો છે. સરકારનું કહેવું છે કે ૬ મહિના બાદ હાલાત પ્રમાણે આગળ નિર્ણય લેવાશે. 

આ સમાચાર પણ વાંચો : પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરીની મોટી જાહેરાત- ભારતમાં આ દિવસે સસ્તુ થશે પેટ્રોલ-ડીઝલ – જાણો શું છે સરકારની યોજના 

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે ગત વર્ષ ૧૬ જાન્યુઆરીથી સમગ્ર દેશમાં રસીકરણ અભિયાન શરૂ કર્યું હતું. જે હેઠળ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની(States and Union Territories) મદદ માટે તેમને કોવિડ-૧૯ રસી મફતમાં ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. ૧૬ ઓક્ટોબર ૨૦૨૨ સુધીમાં દેશમાં ૨૧૯.૩૨ કરોડથી વધુ લોકો કોરોનાની રસી મૂકાવી ચૂક્યા હતા. 

અધિકૃત સૂત્રોએ જણાવ્યું કે દેશની ૯૮ ટકા વયસ્ક વસ્તી કોવિડ-૧૯ રસીના ઓછામાં ઓછા એક ડોઝ લઈ ચૂકી છે. જ્યારે ૯૨ ટકા લોકોનું પૂર્ણ રસીકરણ થઈ ચૂક્યું છે. આ ઉપરાંત દેશના ૧૫ થી ૧૮ વર્ષના ૯૩.૭ ટકા કિશોરોને પણ રસીનો એક ડોઝ મળી ચૂક્યો છે. જ્યારે ૭૨ ટકા કિશોર બંને ડોઝ લઈ ચૂક્યા છે. ૧૨થી ૧૪ વર્ષના વર્ગમાં ૮૭.૩ ટકા લોકોને પહેલો ડોઝ મળી ચૂક્યો છે. જ્યારે ૬૮.૧ ટકા લોકોને બંને ડોઝ મળી ચૂક્યા છે. ૧૮ વર્ષ અને તેનાથી વધુ ઉંમરના લોકોમાંથી ૨૭ ટકા લોકોને બુસ્ટર ડોઝ મળી ચૂક્યો છે.

October 18, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

ગણેશ વિસર્જન સ્થળ બનશે કોરોના પ્રતિબંધિત ક્ષેત્ર-પાલિકા ગણેશ ભક્તો માટે આ ખાસ કાર્યક્રમ હાથ ધરશે

by Dr. Mayur Parikh July 28, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

મુંબઈ(Mumbai), થાણે(Thane) સહિત મહારાષ્ટ્રમાં(Maharashtra) કોરોનાના કેસમાં(Corona Case) ફરી ઘટાડો થયો છે. જોકે ગણેશોત્સવ(Ganesha Festival) દરમિયાન ઉમટનારી ભીડને જોતા કોઈ તકેદારીના પગલા રૂપે થાણે મહાનગરપાલિકાએ(BMC) ગણેશ વિસર્જન સ્થળો(Ganesha Visarjan Places) પર શંકાસ્પદ લોકોના એન્ટીજન ટેસ્ટ(Antigen test) કરવાની છે. એ સાથે જ અહીં બુસ્ટર ડોઝની(Booster Dose) વ્યવસ્થા પણ રાખવામાં આવી હશે.

બે વર્ષ બાદ આ વર્ષે સાર્વજનિક ગણેશોત્સવ(Public Ganeshotsav) ધૂમધામથી ઊજવાશે. કોરોનાને લગતા તમામ પ્રતિબંધો હટી જતા લોકો પણ મોટા પ્રમાણમાં સાર્વજનિક સ્થળે(Public Place) ભીડ કરે તેવી શક્યતા છે. કોરોનાના કેસમાં ઘટાડો થયો છે. જોકે કોરોના સંપૂર્ણપણે નાબૂદ થયો નથી.

તેથી થાણે મહાનગરપાલિકાએ ગણેશોત્સવ દરમિયાન થાણેમાં જુદા જુદા વિસર્જન સ્થળો પર એન્ટીજન ટેસ્ટ(Antigen test) માટે સેન્ટર ઉભા કરવાની છે. એ સાથે જ અત્યાર સુધી જેમણે બુસ્ટર ડોઝ લીધા નથી. તેમની માટે બુસ્ટર ડોઝ પણ ઉપલબ્ધ હશે.

આ સમાચાર પણ વાંચો : કર્ણાટકમાં ભાજપના યુવા નેતાની હત્યા થતા ખળભળાટ

થાણે મહાનગરપાલિકાએ(Thane palika) વિસર્જન સ્થળ(Visarjan Place) પર એન્ટીજન ટેસ્ટ કરવાની જાહેરાત કરી છે. પરંતુ મુંબઈ મહાનગરપાલિકાએ(BMC) હજી સુધી આ પ્રકારની કોઈ જાહેરાત કરી નથી.
 

July 28, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
દેશ

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય- આ તારીખથી 18થી વધુ વયના લોકો મફતમાં લઈ શકશે કોરોનાનો પ્રિકોશન ડોઝ- જાણો વિગતે 

by Dr. Mayur Parikh July 13, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

દેશના તમામ નાગરિકોને હવે ફ્રીમાં કોરોના(Corona)નો બૂસ્ટર ડોઝ(booster dose) મળશે. 

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે(Union Minister Anurag Thakur) જણાવ્યું કે ભારતની આઝાદીના 75 વર્ષ નિમિત્તે 'આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત એક અભિયાન ચલાવવામાં આવશે.

આ અભિયાન હેઠળ 18થી વધુ વયના લોકો 15 જુલાઈથી 75 દિવસ સુધી સરકારી હોસ્પિટલોમાં ફ્રીમાં પ્રિકોશન ડોઝ(free precuation dose) લઈ શકશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આ અંગેના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. 

આ સમાચાર પણ વાંચો : શ્રીલંકામાં સ્થિતિ વણસી- રાષ્ટ્રપતિના ભાગ્યા બાદ ઇમરજન્સીની જાહેરાત- લોકો ઉતરી આવ્યા રસ્તા પર  

July 13, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
દેશ

કામના સમાચાર – કોરોનાના બીજા ડોઝ અને બૂસ્ટર ડોઝ વચ્ચેના સમયગાળામાં સરકારે કર્યો ફેરફાર- હવે 9 નહી પરંતુ આટલા મહિના બાદ લઇ શકશો બૂસ્ટર ડોઝ

by Dr. Mayur Parikh July 7, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે 18 વર્ષથી ઉપરના લોકોના કોવિડ-19ના બુસ્ટર ડોઝને લઇને એક મહત્વનો નિર્ણય કર્યો છે. 

વિભાગે આ બુસ્ટર ડોઝ માટેના સમયગાળાને ઘટાડીને 6 મહિના કરવાનો નિર્ણય કર્યો છે. 

હાલના તબક્કે બીજા ડોઝ અને બૂસ્ટર ડોઝ વચ્ચેનો તફાવત 9 મહિના છે, જે હવે પેનલની સલાહથી ઘટાડીને સરકારે 6 મહિના કર્યો છે. 

સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે એક પત્ર બહાર પાડીને આ અંગે જાહેરાત કરી છે.

એટલે કે જો તમે બીજો ડોઝ લીધો છે, તો તમારે હવે બૂસ્ટર ડોઝ માટે 9 મહિનાની જગ્યાએ છ મહિના રાહ જોવીપ ડશે. 

આ સમાચાર પણ વાંચો : એવિએશન કંપની SpiceJetની વધી મુશ્કેલીઓ-DGCAએ આ મામલે પાઠવી નોટિસ- માંગ્યો જવાબ

July 7, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

કોરોનાના કેસ વધતા મુંબઈગરાઓએ બુસ્ટર ડોઝ લેવા મૂકી દોટ- માત્ર એક જ દિવસમાં આટલા હજાર લોકોએ લીધો બુસ્ટર ડોઝ

by Dr. Mayur Parikh June 13, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

મુંબઈમાં કોરોનાએ ફરી માથું ઊંચક્યું છે ત્યારે અત્યાર સુધી બુસ્ટર ડોઝ લેવાથી દૂર ભાગી રહેલા મુંબઈગરા હવે બુસ્ટર ડોઝ લેવા તરફ વળ્યા છે.

પાલિકાના જણાવ્યા મુજબ ગત શનિવારે મુંબઈમાં એક જ દિવસમાં રેકોર્ડબ્રેક 15,803 લોકોએ બુસ્ટર ડોઝ લીધા છે. 

શનિવારે આપવામાં આવેલા ડૉઝમાંથી મોટાભાગના 12,846 ડોઝ ખાનગી હોસ્પિટલમાં આપવામાં આવ્યા છે.

આ અગાઉ છ જૂનના 15,120 બુસ્ટર ડોઝ આપવામાં આવ્યા હતા. 

આ સમાચાર પણ વાંચો : નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસની મોટી તૈયારી- આવતીકાલે દેશભરમાં કરી શકે છે પ્રેસ કોન્ફરન્સ- આ તારીખે યોજી શકે છે શક્તિ માર્ચ-જાણો વિગતે

June 13, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
આંતરરાષ્ટ્રીય

સંભવિત મિનિ કોરોના લહેરને લઈને WHOની મુખ્ય વૈજ્ઞાનિકનું નિવેદન- અહી જાણો શું કહ્યું

by Dr. Mayur Parikh June 11, 2022
written by Dr. Mayur Parikh

 

News Continuous Bureau | Mumbai 

વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના(World Health Organization) મુખ્ય વૈજ્ઞાનિક(Chief Scientist) ડૉ. સૌમ્ય સ્વામીનાથને(Dr. Soumya Swaminathan) કહ્યું છે કે કોવિડ-૧૯ ઓમિક્રોનના(Omicron) સબ વેરિયન્ટ(Sub variant)  BA.4 અને BA.5 ભારતના ઘણા વિસ્તારોમાં ઝડપથી ફેલાઈ રહ્યા છે. સ્વામીનાથને કહ્યું કે આ મિની કોરોના વેવની(Corona Wave) શરૂઆત હોઈ શકે છે. નોંધનીય છે કે મહારાષ્ટ્ર સહિત દેશના ઘણા રાજ્યોમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. ગુરુવારે ૭૦૦૦ થી વધુ કેસ મળી આવ્યા હતા. સ્વામીનાથને જણાવ્યું હતું કે હાલમાં જે સબ વેરિયન્ટ જાેવામાં આવી રહ્યા છે તે મૂળ ઓમિક્રોન BA.1 કરતાં વધુ ઝડપથી ફેલાઈ રહ્યા છે અને એવી શક્યતા પણ છે કે તે ઝડપથી રોગપ્રતિકારક શક્તિને(immunity) નબળી પાડશે. 

એવું પણ જાેવામાં આવી રહ્યું છે કે દર ૪ થી ૬ મહિનામાં કોરોનાની એક નાની લહેર આવે છે. અત્યારે જે કેસ આવી રહ્યા છે તે આ પ્રકારના છે. તેમણે કહ્યું કે આ વેરિઅન્ટનો સામનો કરવા માટે કોરોનાના તમામ પ્રોટોકોલનું(Corona protocols) પાલન કરવું જરૂરી છે, પરંતુ હવે વેરિઅન્ટને પણ ટ્રેક કરવું જરૂરી બની ગયું છે. હવે કોરોના ટેસ્ટ(Corona test) ઘરે જ ઉપલબ્ધ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં, આના કારણે કેસ ઓછા જાેવા મળે તેવી સંભાવના છે. અત્યારે હોસ્પિટલોમાં દાખલ દર્દીઓ પર નજર રાખવાની જરૂર છે. ઉપરાંત, ઉચ્ચ જાેખમ ધરાવતા લોકો, ખાસ કરીને ૬૦ વર્ષથી વધુ ઉંમરના લોકોને બૂસ્ટર ડોઝ(Booster dose) આપવો જાેઈએ. તેમણે કહ્યું કે BA 4 અને BA 5 વેરિઅન્ટને કારણે દક્ષિણ આફ્રિકામાં(South Africa) કોરોનાની પાંચમી લહેર આવી છે. જોકે આ લહેર પ્રમાણમાં નાની હતી. 

જાણીતા વાયરોલોજિસ્ટ(Virologist) અને ક્રિશ્ચિયન મેડિકલ કોલેજ(Christian Medical College), વેલ્લોરના પ્રોફેસરે મીડિયાને જણાવ્યું કે તે સ્પષ્ટ છે કે આપણે અત્યારે જે જોઈ રહ્યા છીએ તે ઓમિક્રોનનું પેટા પ્રકાર છે. તે એવા લોકોને ફરીથી સંક્રમિત કરવાની ક્ષમતા ધરાવે છે જેઓ પહેલાથી જ ચેપગ્રસ્ત છે. પરંતુ આનાથી લોકો ગંભીર રીતે બીમાર નહીં થાય. અત્યારે એ જ લોકો સૌથી વધુ જાેખમની શ્રેણીમાં છે જેમને રસી(vaccine) આપવામાં આવી નથી અથવા જેઓ અન્ય કોઈ રોગથી પીડિત છે.

June 11, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
દેશ

વધતા જતા કેસ વચ્ચે આવ્યા સારા સમાચાર -હવે 18 થી વધુ ઉંમરના લોકો બૂસ્ટર ડોઝ તરીકે આ વેક્સિન લઈ શકશે- સરકારે આપી મંજૂરી

by Dr. Mayur Parikh June 4, 2022
written by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai 

દેશમાં વધતા જતા કેસ(Covid19 cases) વચ્ચે લોકોને કોરોના સામે વધુ એક સુરક્ષા મળી છે. 

18 થી વધુ ઉંમરના લોકોના બૂસ્ટર ડોઝ(Booster dose)તરીકે વધુ એક વેક્સિન(covid19 vaccine) ઉપલબ્ધ થઈ છે. 

કેન્દ્રીય હેલ્થ મિનિસ્ટ્રી(Union Ministry of Health) હેઠળના ડ્રગ્સ કન્ટ્રોલર ઓફ ઈન્ડીયાએ(Drugs Controller of India) 18 થી વધુ વયના લોકો માટે બૂસ્ટર ડોઝ તરીકે કોર્બેવેક્સ વેક્સિનને(Corbevax vaccine) મંજૂરી આપી દીધી છે.

કોર્બેવેક્સ બનાવતી કંપની બાયોલોજિકલ ઈ લિમિટેડે(Biological E Ltd.) એક નિવેદન બહાર પાડીને એવું જણાવ્યું કે ડીસીજીઆઈએ(DCGI) અમારી વેક્સિનને મંજૂરી આપી છે. 

એટલે કે હવે જે લોકોએ પ્રાથમિક ડોઝ તરીકે કોવિશિલ્ડ(Covidshield) અને કોવેક્સિન(Covaxin) લીધી છે તેઓ બૂસ્ટર ડોઝ તરીકે હવે કોર્બેવેક્સ લઈ શકશે.

આ સમાચાર પણ વાંચો : જમ્મુ કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગના બનાવો વચ્ચે સરકારનો મોટો નિર્ણય આટલા કાશ્મીરી પંડિત શિક્ષકોની કરાઈ બદલી 

June 4, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક