• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - booster dose - Page 3
Tag:

booster dose

દેશ

60 વર્ષથી વધુ ઉંમરના અને ગંભીર બીમારી ધરાવતાં લોકોને કોરોના રસીનો બીજો ડોઝ લેવાના આટલા  મહિના પછી જ આપવામાં આવશે ‘બૂસ્ટર ડોઝ’, આ તારીખથી થશે શરૂઆત 

by Dr. Mayur Parikh December 27, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 27 ડિસેમ્બર 2021

સોમવાર. 

60 વર્ષથી વધુ ઉંમરના લોકોને બીજો ડોઝ લીધાનાં 9 મહિના સુધીમાં બુસ્ટર ડોઝ મળશે.

કોવિન ના સીઇઓ ડો. R. S. શર્માના જણાવ્યાનુસાર જો તમારી ઉંમર 60 વર્ષથી વધારે હોય અને તમે રસીના 2 ડોઝ લીધા હોય તો તેના 9 મહિનાના અંતર બાદ તમને પ્રિકોશન ડોઝ મળી શકશે.

શરૂઆતમાં આ ત્રીજો ડોઝ ફ્રંટલાઈન વર્કર્સ, હેલ્થકેર વર્કર્સ, ગંભીર બીમારી ધરાવતા અને 60 વર્ષથી ઉપરના લોકોને આપવામાં આવશે.

નવો વેરિયન્ટ વેકસીનેટેડ લોકોને પણ અસર કરી રહ્યો છે એટલે ફ્રન્ટ લાઇન વર્કર્સ અને વૃદ્ધોને બુસ્ટર ડોઝની જરૂર જણાઈ રહી છે. માટે સરકારે આ નિર્ણય લેવો પડ્યો હતો. 

ઉલ્લેખનીય છે કે ભારતમાં 10 જાન્યુઆરીથી કોરોના વેક્સિનનો બુસ્ટર ડોઝ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

શું ફરી લોકડાઉન આવશે? ઓમિક્રૉન મુદ્દે ગૃહ મંત્રાલયે રાજ્યોને તાબડતોબ આપ્યા આ નિર્દેશ; જાણો વિગતે 

December 27, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
દેશ

ધનિક દેશોના બૂસ્ટર ડોઝ પ્રોગ્રામથી ભડક્યું વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન, કહ્યું-આનાથી મહામારી લંબાશે, આ દેશો નહીં મેળવી શકે રસી

by Dr. Mayur Parikh December 24, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 24 ડિસેમ્બર 2021

શુક્રવાર.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ફરી એકવાર બૂસ્ટર ડોઝને લઈને અમીર દેશોની ટીકા કરી છે. 

WHOએ કહ્યું છે કે બૂસ્ટર ડોઝની રજૂઆતને કારણે ગરીબ દેશો અને સમૃદ્ધ દેશો વચ્ચે રસીની અસમાનતા વધશે. 

આ કિસ્સામાં, WHO ના મહાનિર્દેશક ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયેસસે પ્રેસ બ્રીફિંગ દરમિયાન કહ્યું કે કોરોના બૂસ્ટર પ્રોગ્રામ રોગચાળાને સમાપ્ત કરવાને બદલે લાંબા સમય સુધી રહેશે.

તેમણે કહ્યું, ‘રસીનો પુરવઠો એવા દેશો તરફ વાળવામાં આવી રહ્યો છે જ્યાં પહેલાથી જ રસીકરણનો દર વધુ છે. આનાથી કોરોના વાયરસને વધુ ઝડપથી ફેલાવાની અને પરિવર્તિત થવાની તક મળશે. જેના કારણે સંભવત મહામારી વિસ્તરશે.

December 24, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
આંતરરાષ્ટ્રીય

ફાઈઝરનો બૂસ્ટર ડોઝ ઓમિક્રોન વેરિઅન્ટ સામે રક્ષણ આપવા માટે આટલા ટકા અસરકારક, ઇઝરાયેલના વૈજ્ઞાનિકોએ કર્યો દાવો

by Dr. Mayur Parikh December 13, 2021
written by Dr. Mayur Parikh

 ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 13 ડિસેમ્બર 2021      

સોમવાર. 

જાે વર્તમાન સ્થિતિમાં કોઈ ફેરફાર નહીં થાય, તો આ મહિનાના અંત સુધીમાં બ્રિટનમાં ચેપના કેસ ૧૦ લાખને પાર કરી જશે. પ્રારંભિક ડેટા સૂચવે છે કે બૂસ્ટર ડોઝ નવા પ્રકાર સામે ૭૦-૭૫ ટકા સુધીનું રક્ષણ પૂરું પાડી શકે છે. જાે કે આ આંકડા તદ્દન નવા છે. તેથી અંદાજમાં ફેરફારની શક્યતા છે. નિષ્ણાતોએ કહ્યું કે કોવિડ -૧૯ ની ગંભીરતા સામે રસી હજુ પણ વધુ સારી રીતે બચાવ બની શકે છે. જે હોસ્પિટલોમાં સારવાર માટે જરૂરી છે. ડો. મેરી રામસે યુકેએચએસએ ખાતે રસીકરણના વડાએ જણાવ્યું હતું કે, પ્રારંભિક અંદાજાે જાેતાં વ્યક્તિએ સાવધાની સાથે આગળ વધવું જાેઈએ. એવા સંકેતો છે કે બીજા ડોઝના થોડા દિવસો પછી ડેલ્ટા વેરિઅન્ટની તુલનામાં ઓમિક્રોનથી ચેપ લાગવાનું જાેખમ વધારે છે. અમને આશા છે કે રસી કોવિડ-૧૯ના ગંભીર લક્ષણો સામે સારા પરિણામ આપશે. જાે તમે હજુ સુધી રસીનો પ્રથમ ડોઝ લીધો નથી તો બને તેટલી વહેલી તકે તેને લઈ લેવો જાેઈએ. ડો. મેરીએ કહ્યું કે બને ત્યાં સુધી લોકોને ઘરેથી કામ કરવું જાેઈએ. માસ્ક પહેર્યા વિના ઘરની બહાર ન નીકળો. તમારા હાથને સતત ધોવા અથવા સેનિટાઇઝ કરતા રહો. જાે શરીરમાં કોઈ રોગના લક્ષણો દેખાય તો તેની તપાસ કરાવો..કોરોના વાયરસનો નવો વેરિએન્ટ ઓમિક્રોન વેક્સિનેટ લોકોને પણ સંક્રમિત કરી રહ્યું છે. લોકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ત્રીજા બૂસ્ટર ડોઝ પર પણ ચર્ચા ચાલી રહી છે. આ દરમિયાન યુકે હેલ્થ સિક્યોરિટી એજન્સીએ શુક્રવારે જણાવ્યું હતું કે કોવિડ-૧૯ રસીની ત્રીજી બૂસ્ટર ડોઝ ઓમિક્રોન વેરિઅન્ટના રોગનિવારક ચેપ સામે ૭૦-૭૫ ટકા સુરક્ષા પ્રદાન કરી શકે છે. ઓક્સફર્ડ/એસ્ટ્રાઝેનેકા અને ફાઈઝર/બાયોએન્ડટેક રસીના બંને ડોઝ જેનો ભારતમાં કોવિશિલ્ડ તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તે કોવિડ-૧૯ના ડેલ્ટા વેરિઅન્ટ કરતાં ઓમિક્રોન સામે ઓછું રક્ષણ પૂરું પાડે છે. જાે કે રસીનો ત્રીજાે બૂસ્ટર ડોઝ નવા પ્રકાર સામે રોગપ્રતિકારક શક્તિને વધારે છે. આ દાવાઓ ૫૮૧ ઓમિક્રોન સંક્રમિત કેસોના ડેટાના વિશ્લેષણ પર આધારિત છે.

સાવચેત રહેજો, બૂસ્ટર ડોઝ લીધા પછી પણ આ દેશના ૨ લોકો થયા કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનથી સંક્રમિત; જાણો વિગતે 

 

December 13, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
આંતરરાષ્ટ્રીય

 ઓમિક્રોન સામે લડવા માટે આ દેશનો મોટો નિર્ણય, આજથી શરૂ થશે વેક્સિન બુસ્ટર ડોઝનું બુકિંગ; જાણો વિગતે 

by Dr. Mayur Parikh December 13, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 13 ડિસેમ્બર 2021      

સોમવાર

દુનિયામાં ઓમિક્રોનના કહેરની વચ્ચે બ્રિટને ઓમિક્રોનના પ્રસારને રોકવા માટે મોટી જાહેરાત કરી છે.

પીએમ બોરિસ જોનસને રાષ્ટ્રને સંબોધિત કરતા કહ્યું કે બ્રિટનમાં 30 વર્ષ અને તેનાથી વધારે ઉંમરના લોકો માટે કોરોનાની રસીના બૂસ્ટર ડોઝનું બુકિંગ સોમવારથી શરુ થશે.

કહેવામાં આવી રહ્યું છે કે આ નિર્ણય બૂસ્ટર ડોઝના ઓમિક્રોનની અસર બાદ લેવામાં આવ્યો છે.

ઈંગ્લેન્ડની નેશનલ હેલ્થ સર્વિસ (NHS) એ જણાવ્યું હતું કે દેશમાં 30 થી 39 વર્ષની વયના 7.5 મિલિયન લોકો છે, જેમાંથી 3.5 મિલિયન સોમવારથી બૂસ્ટર ડોઝ માટે પાત્ર છે.

નોંધનીય છે કે, બ્રિટનમાં કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટના કેસ ઝડપથી વધી રહ્યા છે.

વાહ! મુંબઈના દરિયાકિનારે આવી પહોંચી થાઈલેન્ડની માછલીઓ. જાણો વિગત
 

December 13, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
દેશ

 ઓમિક્રૉનનો ખૌફ! ભારતમા આટલા રાજ્યોએ બૂસ્ટર ડોઝ આપવા કેન્દ્રને અપીલ કરી; જાણો વિગતે 

by Dr. Mayur Parikh December 13, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 13 ડિસેમ્બર 2021

સોમવાર.  

ઘણા દેશોએ કોરોના વેક્સિનના બૂસ્ટર ડોઝ આપવાનું શરૂ કરી દીધું છે. તેમણે કહ્યું કે હવે ભારત માટે આમ કરવાનો સમય આવી ગયો છે. સિંહે કહ્યું, ‘તમે જાણો છો કે હવે આપણા દેશમાં કોવિડશિલ્ડ કોરોના રસીની કોઈ અછત નથી અને કોવિડ-૧૯ રોગચાળા અને નવા તણાવના ઉદભવને ધ્યાનમાં રાખીને એવા લોકો તરફથી બૂસ્ટર ડોઝની માંગ છે જેઓ પહેલાથી જ બે ડોઝ લઈ ચૂક્યા છે. નોંધપાત્ર રીતે, તે માત્ર જીૈંૈં જ નથી જે કોરોના વેક્સિનના બૂસ્ટર ડોઝની મંજૂરી માટે દબાણ કરી રહ્યું છે. કેરળ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, કર્ણાટક અને છત્તીસગઢ જેવા રાજ્યોએ પણ તાજેતરમાં કેન્દ્ર સરકારને ઓમિક્રોન પર વધતી ચિંતાઓ વચ્ચે બૂસ્ટર ડોઝને મંજૂરી આપવા અંગે ર્નિણય લેવા અપીલ કરી છે.સેન્ટ્રલ ડ્રગ ઓથોરિટી ઓફ ઈન્ડિયાની  નિષ્ણાત પેનલે શુક્રવારે ભારતમાં કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોન પર વધતી ચિંતાઓ વચ્ચે સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાને  જણાવ્યું હતું કે કોવિશિલ્ડ રસીના બૂસ્ટર ડોઝને ઓથોરાઇઝ કરતા પહેલા પુણે સ્થિત ફર્મ મંજૂરી અને વાજબીતા માટેની દરખાસ્ત સાથે સ્થાનિક ક્લિનિકલ ટ્રાયલ ડેટા સત્તાધિકારીને સબમિટ કરવાની જરૂર પડશે. આનાથી વાકેફ અધિકારીઓએ જણાવ્યું કે સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશનમાં કોવિડ-૧૯ પર વિષય નિષ્ણાત સમિતિ એ ખૂબ વિચાર-વિમર્શ કર્યા પછી, બૂસ્ટર ડોઝ તરીકે કોવિશિલ્ડ માટે જીૈંૈંની અરજીની સમીક્ષા કરી હતી. આટલું જ નહીં જીઈઝ્રએ ભલામણ કરી કે કંપનીએ સ્થાનિક ક્લિનિકલ ટ્રાયલ ડેટા અને વધારાના ડોઝ માટેનું સમર્થન રજૂ કરવું જાેઈએ. પુણે સ્થિત જીૈંૈં એ ૧ ડિસેમ્બરે ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાને કોવિશિલ્ડને બૂસ્ટર ડોઝ તરીકે અધિકૃત કરવા માટે અપીલ કરી હતી. સીરમ ઇન્સ્ટિટ્યૂટ તેની અપીલમાં દેશમાં નવા કોરોનાવાયરસ વેરિઅન્ટ ઓમિક્રોનના ઉદભવ અને વધતી ચિંતાનો સામનો કરવા માટે કોવિડ રસીના પર્યાપ્ત સ્ટોકનો ઉલ્લેખ કર્યો છે. જીૈંૈં ખાતે સરકાર અને નિયમનકારી બાબતોના નિયામક પ્રકાશ કુમાર સિંઘે ેંદ્ભ દવા અને આરોગ્યસંભાળ ઉત્પાદનોની નિયમનકારી એજન્સીને પણ ટાંકી છે. જે છજંટ્ઠિઢીહીષ્ઠટ્ઠ ઝ્રરછર્ઙ્ઘંટ૧ હર્ઝ્રફ-૧૯ રસીના બૂસ્ટર ડોઝને આગળ વધારી રહી છે.

ભારતમાં ઓમિક્રોનનો ખતરો વધ્યો! હવે આ રાજ્યમાં નોંધાયો કેસ, જાણો અત્યાર સુધીમાં દેશમાં કેટલા કેસ આવ્યા સામે

December 13, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
આંતરરાષ્ટ્રીય

 સાવચેત રહેજો, બૂસ્ટર ડોઝ લીધા પછી પણ આ દેશના ૨ લોકો થયા કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનથી સંક્રમિત; જાણો વિગતે 

by Dr. Mayur Parikh December 13, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 13 ડિસેમ્બર 2021

સોમવાર. 

દક્ષિણ આફ્રિકામાં કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોનનો પહેલો કેસ ૨૪ નવેમ્બરે સામે આવ્યો હતો. જે બાદ આ ૮ ડિસેમ્બર સુધીમાં ૫૭ દેશોમાં પહોંચી ગયો છે. ઉૐર્ંએ પોતાના વીકલી રિપોર્ટમાં જણાવ્યું છે કે લગભગ બે સપ્તાહમાં નવો સ્ટ્રેન ૫૭ દેશોમાં પહોંચી ગયો છે. મોટા ભાગના કેસ તે લોકોમાં જાેવા મળ્યાં છે જેઓ વિદેશથી પરત ફર્યા છે.કોરોના વાયરસનો નવો વેરિયન્ટ ઓમિક્રોનની સામે કોવિડ વેક્સિન અસરકારક હશે કે નહીં તેને લઈને હાલ રિસર્ચ ચાલી રહ્યું છે. તો બીજી બાજુ સિંગાપુરથી બે લોકોમાં મળેલા આ વેરિયન્ટ વેક્સિનના બંને ડોઝ જ નહીં પરંતુ બૂસ્ટર ડોઝને પણ ફેલ સાબિત કરી દીધા છે. સિંગાપુરમાં ઓમિક્રોન વેરિયન્ટથી સંક્રમિત મળેલા બંને લોકોએ કોવિડ વેક્સિનનો બૂસ્ટર ડોઝ પણ લઈ લીધો છે. તેમ છતાં તેઓ ઓમિક્રોનથી સંક્રમિત હોવાને કારણે હવે બૂસ્ટર ડોઝ પણ વાયરસ સામે સુરક્ષા આપી શકે છે કે નહીં તે અંગે સવાલો ઊઠી રહ્યાં છે. સિંગાપુરમાં મળેલા ઓમિક્રોનનો પહેલો કેસ ૨૪ વર્ષની મહિલાનો છે, જે એરપોર્ટ પર પેસેન્જર સર્વિસમાં કામ કરે છે. આ મહિલા પ્રાથમિક તપાસમાં ઓમિક્રોન પોઝિટિવ આવી હતી. સિંગાપુરના સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે આ શહેરમાં ઓમિક્રોનનો પહેલો લોકલ મામલો છે. બીજાે કેસ વિદેશી સંક્રમણનો છે. જેમાં સંક્રમિત મળેલો શખસ ૬ ડિસેમ્બરે જર્મનીથી પરત ફર્યો હતો અને માનવામાં આવે છે કે તે જર્મનીમાં જ ઓમિક્રોનની ઝપેટમાં આવી ગયો હશે. તેને પણ બૂસ્ટર ડોઝ લીધો હતો. સિંગાપુરના મંત્રાલયના જણાવ્યા મુજબ બંને સંક્રમિત નેશનલ સેન્ટર ફોર ઈન્ફેક્શસ ડિઝીઝમાં રિકવર થઈ રહ્યાં છે. તેમના તમામ કોન્ટેક્ટ્‌સને ૧૦ દિવસ માટે કોરોન્ટાઈન કરવામાં આવ્યા છે. મંત્રાલયના કહ્યું મુજબ- ઓમિક્રોન વાયરસ ફેલાવવાની ગતિ જાેતા અમે માની રહ્યાં છીએ કે દેશની બોર્ડર પર અને અમારી કોમ્યુનિટી વચ્ચે ઓમિક્રોનથી જાેડાયેલાં અન્ય કેસ પણ મળી શકે છે. જાે કે વેક્સિન નિર્માતા ફાઈઝર-બાયોએનટેકે આ સપ્તાહની શરૂઆતમાં વેક્સિનનો ત્રીજાે ડોઝ એટલે કે બૂસ્ટર ડોઝથી ઓમિક્રોન વેરિયન્ટ ખતમ થઈ જશે તેવો દાવો કર્યો હતો. કંપનીએ આ દાવો ઓમિક્રોન વેરિયન્ટ પર વેક્સિનની અસરને લઈને ચાલતા રિસર્ચના પ્રાથમિક લેબ રિઝલ્ટના આધારે કર્યો હતો, પરંતુ સિંગાપુરમાં મળેલા મામલાઓ આ દાવાઓ પર સવાલ ઊભા કરી રહ્યાં છે.

ચોર ઉલટો કોટવાલને દંડે! પોલીસની મંજૂરી વગર મુંબઈમાં સભા કનારા ઓવૈસીએ સરકારને જ આ મુદ્દે ઘેરવાની કોશિશ કરી. જાણો વિગત
 

December 13, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
દેશ

 ઓમિક્રોનના ડરથી બુસ્ટર ડોઝ લેવા માટે વિદેશ જઈ રહ્યા છે લોકો, બ્રિટન-અમેરિકા બાદ હવે આ દેશ ટોપ લિસ્ટમાં; જાણો વિગતે 

by Dr. Mayur Parikh December 7, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 7 ડિસેમ્બર 2021

મંગળવાર

ઉદ્યોગ જગતના લોકોના કહેવા પ્રમાણે તેમને એ વાતની જાણકારી છે કે, તેમની કંપનીના અનેક કર્મચારીઓ ભારતની બહાર બુસ્ટર ડોઝ લેવા માટે યાત્રા કરી રહ્યા છે. લોકો પોતાની ઈમ્યુનિટીને લઈ ચિંતિત છે માટે મેડિકલ એડવાઈઝ બાદ તેઓ વિદેશ યાત્રા કરી રહ્યા છે. એક મોટી કંપનીના ટોચના અધિકારીએ જણાવ્યું કે, તેમના ત્યાં કામ કરતા અનેક કર્મચારીઓ બુસ્ટર ડોઝ લેવા માટે અમેરિકાની યાત્રા કરી ચુક્યા છે.  જે લોકો બુસ્ટર ડોઝ માટે ભારતથી વિદેશ યાત્રા કરી રહ્યા છે તેમના ગમતાં દેશ બ્રિટન અને અમેરિકા છે. જ્યારે ફાઈઝરના એક્સ્ટ્રા ડોઝ માટે દુબઈ પણ જઈ રહ્યા છે. એક કંપનીના સીઈઓએ જણાવ્યું કે, ભારતમાં હજુ સુધી બુસ્ટર ડોઝને લઈ કોઈ ર્નિણય નથી લેવાયો, મને ખબર નથી કે આ કાયદેસર કહેવાય કે ગેરકાયદેસર. પરંતુ લોકો સ્વાસ્થ્ય પ્રત્યે ચિંતિત છે અને પોતાને બચાવવા ઈચ્છે છે માટે કોઈ જાેખમ લેવા નથી માગતા. ફરી એક વખત કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટનું જાેખમ વધી રહ્યું છે ત્યારે અનેક દેશ પોતાના નાગરિકોને બુસ્ટર ડોઝ આપી રહ્યા છે. જાેકે ભારતમાં હજુ સુધી આ મામલે કોઈ ર્નિણય નથી લેવાયો ત્યારે એક ખૂબ જ ચોંકાવનારી વાત સામે આવી છે. રિપોર્ટ્‌સ પ્રમાણે ભારતના અનેક લોકો અન્ય દેશમાં જઈને બુસ્ટર ડોઝ લઈ રહ્યા છે. આ લોકોમાં મોટા ઉદ્યોગપતિઓ કે પછી મોટી કંપનીઓમાં ઉચ્ચ હોદ્દાઓ પર કામ કરતા લોકોનો સમાવેશ થાય છે.

વિશ્વ પર ઓમિક્રોનનો સંકજાે ધીમે ધીમે મજબૂત થતો જાય છે

ઓસ્ટ્રેલિયાના સૌથી મોટા શહેર સિડનીમાં પાંચ લોકોને ઓમિક્રોન વેરિઅન્ટથી સ્થાનિક રીતે ચેપ લાગ્યો હોવાની પુષ્ટિ કરવામાં આવી છે. ઓમિક્રોનનાના ફેલાવાની પુષ્ટિ કરતા ન્યુ સાઉથ વેલ્સના મુખ્ય આરોગ્ય અધિકારી કેરી ચાંટે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં ૧૫ કેસ મળી આવ્યા છે અને તેમની સંખ્યામાં વધારો થવાની ધારણા છે. તે જાણીતું છે કે ઓસ્ટ્રેલિયાએ પણ પાંચથી ૧૧ વર્ષની વયના બાળકો માટે ફાઈઝરની કોરોના રસીને મંજૂરી આપી છે. બ્રિટનની વાત કરીએ તો અહીં ઓમિક્રોન વેરિઅન્ટના વધુ ૮૬ કેસ નોંધાયા છે. આ સાથે આ સંખ્યા વધીને ૨૪૬ થઈ ગઈ છે. બગડતી પરિસ્થિતિનો સામનો કરવા માટે બ્રિટને ફરીથી અન્ય દેશોમાંથી આવતા તમામ પ્રવાસીઓ માટે કોરોના ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ કરાવવો ફરજિયાત છે. આ રિપોર્ટ પ્રવાસની શરૂઆતના ૪૮ કલાકની અંદર થવો જાેઈએ. આ સિવાય અન્ય ઘણા દેશોએ પણ કડક પગલાં લેવાનું શરૂ કરી દીધું છે.કોરોના વાયરસના નવા પ્રકાર ‘ઓમિક્રોન’નો ખતરો દિવસેને દિવસે વધી રહ્યો છે. આ પ્રકાર કેટલી ઝડપથી ફેલાઈ રહ્યો છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે બ્રિટનમાં એક જ દિવસમાં ૫૦ ટકા કેસ વધી ગયા છે. ત્યારે તેનો ચેપ એટલે કે ફેલાવો પણ અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં શરૂ થયો છે. બંને દેશોએ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ઘણા કડક પગલાં લીધા છે. તમને જણાવી દઈએ કે ભારતમાં પણ કોરોનાના આ નવા સ્વરૂપના કેસ સામે આવવા લાગ્યા છે. યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન ના ડિરેક્ટર રોશેલ વેલેન્સકીએ જણાવ્યું હતું કે ઓમિક્રોન વેરિઅન્ટ ઓછામાં ઓછા ૧૫ રાજ્યોમાં ફેલાયો છે. તેમાં કેલિફોર્નિયા, કોલોરાડો, કનેક્ટિકટ, મેરીલેન્ડ, મેસેચ્યુસેટ્‌સ, મિનેસોટા, મિઝોરી, ન્યૂ જર્સી, ન્યૂ યોર્ક, પેન્સિલવેનિયા, વોશિંગ્ટન અને વિસ્કોન્સિનનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે આ વેરિઅન્ટના કેસ ઝડપથી વધી રહ્યા છે, પરંતુ તેમ છતાં ડેલ્ટા વેરિઅન્ટ સૌથી વધુ લોકોને સંક્રમિત કરી રહ્યું છે. યુએસમાં એક દિવસમાં લગભગ ૯૦ હજારથી એક લાખ નવા કેસ મળી રહ્યા છે. જેમાંથી ૯૯.૯ ટકા ડેલ્ટા વેરિઅન્ટના છે. ન્યૂયોર્ક હેલ્થ કમિશનર મેરી બેસેટે કહ્યું કે ઓમિક્રોન વેરિઅન્ટને લઈને જે આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી. અમે તેને સાચી ઠરી હોવાનું જાેઈ રહ્યા છીએ. તેનું સામુદાયિક સંક્રમણ શરૂ થતું જણાય છે. યુએસએ અન્ય દેશોમાંથી આવતા તમામ પ્રવાસીઓ માટે એક દિવસ પહેલા કોરોના ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ હોવો ફરજિયાત છે. ઉલ્લેખનીય છે કે અમેરિકા પહેલાથી જ કોરોનાથી ખૂબ પ્રભાવિત છે. આ માટે પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓને જવાબદાર માનવામાં આવે છે.

 

આખરે નાગાલેન્ડમાં શું થયું હતું? ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં આપ્યો આ જવાબ; જાણો વિગતે 

December 7, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
આંતરરાષ્ટ્રીય

કોરોનાને કાબૂમાં લેવા માટે આ દેશનો મોટો નિર્ણય, 18 વર્ષથી તમામ લોકો માટે કોરોના રસીના બૂસ્ટર ડોઝને આપી મંજૂરી; જાણો વિગતે 

by Dr. Mayur Parikh November 20, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 20 નવેમ્બર  2021 

શનિવાર

યુનાઇટેડ સ્ટેટ્સે 18 વર્ષ અને તેથી વધુ ઉંમરના તમામ લોકો માટે કોરોના રસીના બૂસ્ટર ડોઝને મંજૂરી આપી છે. 

પ્રાપ્ત જાણકારી મુજબ વેકિસનનાં બંને ડોઝ લીધા છે તે 6 મહિના પછી વેક્સિનનો વધારાનો બૂસ્ટર ડોઝ લઇ શકશે.

આ માહિતી રસી બનાવતી કંપની ફાઈઝર એન્ડ મોડર્ના દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં આપવામાં આવી છે.

મોડર્નાનાં સીઇઓ સ્ટીફની બાન્સેલે કહ્યું કે, અમેરિકામાં હવે જ્યારે શિયાળો શરૂ થઇ રહ્યો છે અને કોરોનાનાં કેસ વધી રહ્યા છે તેમજ હોસ્પિટલમાં દાખલ થનારાઓની સંખ્યા વધી રહી છે ત્યારે બૂસ્ટર ડોઝનાં ઈમરજન્સી ઉપયોગને મંજૂરી આપવામાં આવી છે.

યુએસમાં 10 રાજ્યો દ્વારા તમામ એડસને બૂસ્ટર ડોઝ આપવાનું ચાલુ કરવા ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા નિર્ણય લેવાયો છે. 

આમ હવે 18 વર્ષથી મોટી ઉંમરનાં લોકોને જ બૂસ્ટર ડોઝ આપવો કે વૃધ્ધોને તે અંગે પ્રવર્તતા ગૂંચવાડાનો અને ગેરસમજનો અંત આવ્યો છે.

કોંગ્રેસમાં 'એક સાંધો ત્યાં તેર તૂટે' જેવી સ્થિતિ, જમ્મુ બાદ હવે આ રાજ્ય સરકારના ત્રણ મંત્રીઓએ કરી રાજીનામાની રજૂઆત, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને મોકલ્યો પત્ર

November 20, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
આંતરરાષ્ટ્રીય

કોવિડ વેક્સિનના બુસ્ટર ડોઝને લઇ WHOએ વ્યક્ત કરી નારાજગી, આપ્યું આ મોટું નિવેદન; જાણો વિગતે 

by Dr. Mayur Parikh November 16, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 16 નવેમ્બર  2021 

મંગળવાર. 

ભારત સહિત અનેક દેશોમાં કોરોના વેક્સિનનો બૂસ્ટર ડોઝ અંગે ચર્ચા છેડાઈ છે ત્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને આ અંગે એક મોટું નિવેદન આપ્યું છે.

 પ્રાપ્ત જાણકારી મુજબ ડબલ્યુએચઓના પ્રમુખે બૂસ્ટર ડોઝને એક કૌભાંડ ગણાવતા તેને રોકવા અપીલ કરી છે.

તેમણે કહ્યું કે વિશ્વમાં હાલ હેલ્થ વર્કર્સ, વૃદ્ધો તથા બીમાર લોકોને રસીનો પ્રથમ ડોઝ પણ મળ્યો નથી ત્યારે પુખ્તવયના તંદુરસ્ત લોકો અને બાળકોને બૂસ્ટર ડોઝ આપવાનો કોઈ અર્થ નથી.

સાથે જ તેમણે બૂસ્ટર ડોઝ માટે વેક્સિનનો સ્ટોક કરવા અને વ્યવસ્થાપનની નિંદા કરી હતી.

ઉલ્લેખનીય છે કે જર્મની, ઇઝરાયેલ, કેનેડા અને અમેરિકાએ વિશ્વના ઘણા દેશોને બૂસ્ટર ડોઝ આપવાનું શરૂ કર્યું છે.

BMCએ આ ત્રણ વિભાગ માટે બજેટમાં ફાળવેલો મોટા ભાગનો ફંડ ખર્ચી નાખ્યો; હવે ઈમરજન્સી ફંડમાં હાથ નાખવાની તૈયારી; જાણો વિગતે

November 16, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
આંતરરાષ્ટ્રીય

અમેરિકી પ્રમુખ જો બાયડને લીધો કોરોના રસીનો બૂસ્ટર ડોઝ, જાણો કઈ રસી લીધી અને શું કહ્યું…

by Dr. Mayur Parikh September 28, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 28 સપ્ટેમ્બર, 2021

મંગળવાર

અમેરિકામાં કોવિડ-19 ની વિરુદ્ધ બૂસ્ટર ડોઝ લગાવવાની પ્રક્રિયા શરુ થઈ ગઈ છે. 

આ જ કવાયતમાં રાષ્ટ્રપતિ જો બાયડને  વ્હાઈટ હાઉસમાં ફાઈઝરનો બુસ્ટર ડોઝ લીધો છે. 

આ દરમિયાન રસી લેવાથી ઈન્કાર કરી રહેલા નાગરિકોને ફટકાર લગાવતા કહ્યું કે તે અમેરિકાને નુકસાન પહોંચાડી રહ્યા છે. 

તેઓએ અગાઉ પણ ફાઈઝરના બે ડોઝ લીધા હતા. અમેરિકાએ આરોગ્ય નિષ્ણાંતોએ બુસ્ટર ડોઝને માન્યતા આપી છે. 

હાલમાં અમેરિકામાં 65 વર્ષથી વધારે ઉંમરના લોકોને બૂસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યો છે.

મહિલા રસીકરણ અભિયાન : મુંબઈમાં વિશેષ સત્ર દરમિયાન એક દિવસમાં આટલા લાખથી વધુ સ્ત્રીઓને આપવામાં આવી રસી.. જાણો વિગતે 

September 28, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક