Tag: booster dose

  • લો બોલો! વેક્સિન માટે સામાન્ય નાગરિકોનાં વલખાં, પરંતુ રાજકારણીઓને મળ્યો વેક્સિનનો બુસ્ટર ડોઝ; જાણો વિગત

    લો બોલો! વેક્સિન માટે સામાન્ય નાગરિકોનાં વલખાં, પરંતુ રાજકારણીઓને મળ્યો વેક્સિનનો બુસ્ટર ડોઝ; જાણો વિગત

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

    મુંબઈ, 17 સપ્ટેમ્બર, 2021

    શુક્રવાર

    મુંબઈમાં હજી પણ સામાન્ય નાગરિકોને કોવિડની વેક્સિનનો પહેલો ડોઝ નથી મળ્યો. વેકિસન માટે હજી પણ લોકો લાંબી કતારોમાં ઊભા રહેતા હોય છે. વેક્સિન મેળવવા લોકોને ભારે હાલાકી થઈ રહી છે. એવામાં મુંબઈના અનેક રાજકારણીઓએ કોવિડની વેક્સિનનો ત્રીજો ડોઝ એટલે બુસ્ટર ડોઝ લઈ લીધો હોવાનું જાણવા મળ્યું છે. તેમની સાથે અનેક આરોગ્ય કર્મચારીઓએ પણ બુસ્ટર ડોઝ લીધા છે.

    પશ્ચિમના અનેક દેશોમાં બુસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યો છે. ભારતમાં જોકે કેન્દ્ર સરકારે હજી સુધી સત્તાવાર રીતે બુસ્ટર ડોઝ ફરજિયાત હોવા બાબતે કોઈ ફોડ પાડ્યો નથી.

    એક અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ કોવિન ઍપ પર નોંધણી વિના બુસ્ટરનો ડોઝ લેવામાં આવ્યો છે. આ લોકો બુસ્ટર ડોઝ લેતાં પહેલાં ઍન્ટી-બૉડીઝ લેવલનું પરીક્ષણ કરાવે છે. વેક્સિન લેનારામાં અનેક ડૉક્ટરોનો સમાવેશ થાય છે. જેમણે ફેબ્રુઆરી સુધીમાં પોતાના બંને ડોઝ પૂરા કરી લીધા હતા. તેમના શરીરમાં ઍન્ટી-બૉડીઝનું પ્રમાણ ઘટેલું જોવા મળ્યું હતું.

    શૉકિંગ : વ્હાઇટ કૉલર ક્રાઇમમાં મુંબઈ આ નંબર પર આવી ગયું, આર્થિક ગુનાઓમાં મુંબઈમાં જોકે આટલા ટકાનો થયો ઘટાડો; જાણો વિગત

    આરોગ્ય કર્મચારીઓએ બુસ્ટર ડોઝ લીધો છે ત્યાં સુધી તો ઠીક છે, પરંતુ જ્યારે મુંબઈમાં હજી સુધી સામાન્ય નાગરિકોને પહેલો ડોઝ મળ્યો નથી, એવામાં રાજકારણીઓ અને તેમના પરિવાર તથા સ્ટાફ બુસ્ટર ડોઝ લેવા દોડી રહ્યા હોવાથી મુંબઈગરામાં નારાજગી જોવા મળી રહી છે.

  • શું તમારા બીજો ડોઝ લીધા પછી છ મહિના થઈ ગયા છે? હવે બુસ્ટર ડોઝ સંદર્ભે આ સંસ્થાએ કહી મોટી વાત. 

    શું તમારા બીજો ડોઝ લીધા પછી છ મહિના થઈ ગયા છે? હવે બુસ્ટર ડોઝ સંદર્ભે આ સંસ્થાએ કહી મોટી વાત. 

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

    મુંબઈ, 13 સપ્ટેમ્બર, 2021

    સોમવાર

    બૂસ્ટર ડોઝને લઈને સરકાર દ્વારા ટૂંક સમયમાં મોટો નિર્ણય લેવામાં આવી શકે છે. જેમા જે લોકોના શરીરમાં એન્ટીબોડી નથી બનતી તે લોકોને બૂસ્ટર ડોઝ આપવામાં આવી શકે છે.

    વિશેષજ્ઞોનું કહેવું છે કે હજું પણ 20 ટકા લોકોના શરીરમાં વેક્સિન લીધા બાદ પણ એન્ટીબોડી તૈયાર નથી થઈ. 

    ભુવનેશ્વરમાં આવેલ એક રિસર્ચ યૂનિટ દ્વારા 23 ટકા ફેકલ્ટીને વેક્સિનની બે ડોઝ આપવામાં આવી હતી. તેમ છતા તેમનામાં એન્ટીબોડી લેવલ નેગેટિવ હતી. 

    આ કારણે ભુવનેશ્વર સ્થિત ઈન્સ્ટિટ્યૂટન ઓફ લાઈફ સાયન્સ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો કે જે લોકોને એન્ટીબોડી નથી બનતી તેમને બૂસ્ટર ડોઝ આપવા જેવો છે. 

    આ ઈન્સ્ટિટ્યુટ ઈન્ડિયન SARS-Cov-2નો હિસ્સો છે. જે દેશભરમાં 28 પ્રયોગશાળા ચલાવે છે. તેમણે એવો દાવો પણ કર્યો છે કે ત્રણથી 6 મહિના પછી અમુક લોકોમાં એન્ટીબોડીનું પ્રમાણ શરીરમાં ઘટે છે, જેથી તે લોકોને બૂસ્ટર ડોઝની ખાસ જરૂર છે.

    જોકે હાલ બૂસ્ટર ડોઝ પર રોક લગાવામાં આવી છે. પરંતુ તેમની વિનંતી બાદ હવે બૂસ્ટર ડોઝ શરૂ કરવામાં આવશે તેવી શક્યતા સેવાઈ રહી છે. 

    મુંબઈ વાસીઓ સાવધાન. હવામાન વિભાગનો વર્તારો : આગામી પાંચ દિવસો દરમિયાન આ વિસ્તારમાં પડશે મુશળધાર વરસાદ.