Tag: boxer

  • આ ભારતની વન્ડર વુમન છે પોલીસમેન હોવાની સાથે છે સુપરમોડેલ

    આ ભારતની વન્ડર વુમન છે પોલીસમેન હોવાની સાથે છે સુપરમોડેલ

    News Continuous Bureau | Mumbai

    અમેરિકાની પ્રખ્યાત કોમિક્સ કંપની(America's famous comics company) 'ડીસી કોમિક્સ'માં(DC Comics') 'વન્ડર વુમન(Wonder Woman)' નામનો એક પ્રખ્યાત સુપરહીરો(superhero) છે. આ એક એવી મહિલા છે જે અદ્ભુત શક્તિઓ(Amazing powers) ધરાવે છે. જો કે તે એક કાલ્પનિક પાત્ર(fictional character) છે, પરંતુ વાસ્તવિકતામાં એવી મહિલાઓ છે જેઓ તેમના કામ અને જુસ્સાથી વન્ડર વુમન કહેવાને લાયક છે. આજે અમે સિક્કિમની(Sikkim) આવી જ એક 'વન્ડર વુમન' વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે વ્યવસાયે પોલીસ ઓફિસર(Police Officer) છે, પરંતુ તેની સાથે તે અન્ય ઘણા પાત્રોમાં પણ પોતાનો રોલ નિભાવી રહી છે.  

    જ્યારે એકશા હેંગ સુબ્બા ઉર્ફે ઇક્ષા કેરુંગ(Eksha Hang Subba aka Eksha Kerung) 19 વર્ષની હતી, ત્યારે તે વર્ષ 2019 થી સિક્કિમ પોલીસ ફોર્સમાં(Sikkim Police Force) જોડાઈ હતી. જો કે તેણી તેની ફરજ સારી રીતે નિભાવે છે, પરંતુ તેણીએ પોતાને માત્ર એક વર્તુળમાં બાંધી નથી. પોલીસમેન હોવા ઉપરાંત, તે એક સુપરમોડેલ(Supermodel) છે કારણ કે મોડેલિંગ (modeling) તેનું સદાકાળનું સ્વપ્ન રહ્યું છે. આ જ કારણ છે કે તેણે MTV સુપરમોડલ ઑફ ધ યર સીઝન 2 માં(Supermodel of the year season 2) પણ ભાગ લીધો હતો, જેમાં તેને અભિનેત્રી મલાઈકા અરોરા(Actress Malaika Arora) તરફથી ઘણી પ્રશંસા મળી હતી.

    આ સમાચાર પણ વાંચો:  સેક્સ પાવર વધારવા અને સ્માર્ટ બનવા માટે ગધેડાનું માંસ ખાઈ રહ્યા છે લોકો- ચોંકાવનારો ખુલાસો

     મોડેલિંગ માટે શોખ 

    જો તમે આમાં ઇક્ષાથી પ્રભાવિત થયા છો, તો જરા રાહ જુઓ, કારણ કે અમે આ મહિલાને માત્ર 'વન્ડર વુમન' નથી કહી રહ્યા. મોડલિંગ સિવાય તેને બાઈક અને બોક્સિંગનો(bikes and boxing) પણ ઘણો શોખ છે. આ રીતે તે લોકોને કહેવા માંગે છે કે મહિલાઓ કંઈ પણ કરી શકે છે. તેણે કહ્યું કે તેના ગામમાં બોક્સિંગના ક્લાસ ચાલતા હતા. તેના પિતાએ તેને માત્ર ફિટ રહેવા માટે ત્યાં મોકલ્યો હતો, પરંતુ ધીમે-ધીમે તેને બોક્સિંગનો એટલો શોખ થઈ ગયો કે તેણે પણ બોક્સિંગમાં કારકિર્દી બનાવવાનું મન બનાવી લીધું. 

    આ સમાચાર પણ વાંચો:  મહિલા ફોન અને ચેટ પર ડર્ટી ટોક કરે છે- લાખો છોડો- દર વર્ષે 4 કરોડથી વધુની કમાણી

     પિતાના કારણે બાઇક અને બોક્સિંગનો શોખ વધ્યો

    એ જ રીતે, તેણે બાઇકના જુસ્સા પાછળની વાર્તા પણ કહી. જ્યારે તેના પિતા તેના ભાઈને બાઇક ચલાવવાનું શીખવી રહ્યા હતા ત્યારે તે પણ નજીકમાં હાજર હતો. પિતાએ તેને બાઇક પણ આપી અને તેને ચલાવવા માટે પ્રેરિત કર્યો. આ રીતે, ઇક્ષા તેના બંને જુસ્સાનો શ્રેય તેના પિતાને આપે છે. હાલમાં જ આનંદ મહિન્દ્રાએ(Anand Mahindra) પણ તેમની પ્રશંસા કરી હતી અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર પણ 84 હજારથી વધુ લોકો તેમને ફોલો કરે છે. તે તેના ઈન્સ્ટાગ્રામ પર મોડલિંગની અદભુત તસવીરો શેર કરતી રહે છે.

     

  • કોમનવેલ્થ શરૂ થતા પહેલા વિવાદ- બોક્સર લવલીના બોરગોહેને ફેડરેશન પર લગાવ્યો આ મોટો આરોપ-  જાણો વિગતે

    કોમનવેલ્થ શરૂ થતા પહેલા વિવાદ- બોક્સર લવલીના બોરગોહેને ફેડરેશન પર લગાવ્યો આ મોટો આરોપ- જાણો વિગતે

    News Continuous Bureau | Mumbai

    ટોક્યો ઓલિમ્પિક(Tokyo Olympics)માં બ્રોન્ઝ મેડલ જીતનારી મહિલા બોક્સર લવલીના બોરગોહેન (Lovlina Borgohain) બર્મિઘમ કોમનવેલ્થ ગેમ્સની તૈયારીમાં છે. 

    કોમનવેલ્થ ગેમ્સ(Commonwealth games)ના ગણતરીના દિવસો પહેલા તેમણે બીએફઆઈ(BFI) પર માનસિક ત્રાસનો આરોપ લગાવ્યો છે.

    લવલીનાનું કહેવું છે કે, મને ખૂબજ દુઃખ સાથે કહેવું પડી રહ્યું છે કે, બીએફઆઈમાં ચાલી રહેલી રાજનીતિને કારણે હું પોતાની ટ્રેનિંગ પર ધ્યાન આપી શકતી નથી. 

    ગત વર્ષે ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ જીતનારી સ્ટાર ભારતીય બોક્સર લવલીનાએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ વાત શેર કરી હતી. 

    આ સમાચાર પણ વાંચો : સંસદમાં વિપક્ષનો હોબાળો- લોકસભા બાદ હવે રાજ્યસભામાંથી પણ આટલા સાંસદો એક અઠવાડિયા માટે થયા સસ્પેન્ડ- જાણો વિગતે 

     

  • બૉક્સર લવલીનાની સેમિફાઇનલમાં થઈ હાર, છતાં રચ્યો ઇતિહાસ; જાણો કોણ છે લવલીના બોર્ગોહાઈ, જેણે ભારતને મેડલ અપાવ્યો

    બૉક્સર લવલીનાની સેમિફાઇનલમાં થઈ હાર, છતાં રચ્યો ઇતિહાસ; જાણો કોણ છે લવલીના બોર્ગોહાઈ, જેણે ભારતને મેડલ અપાવ્યો

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

    મુંબઈ, 04 ઑગસ્ટ, 2021

    બુધવાર

    ભારતીય મહિલા બૉક્સર લવલીના બોર્ગોહાઈની ટોકિયો ઑલિમ્પિકની સેમિફાઇનલમાં હાર થઈ છે અને એ સાથે જ તે ત્રીજા ક્રમાંકે કાંસ્ય પદક વિજતા બની છે. લવલીનાએ ભારત માટે બીજો ઑલિમ્પિક મેડલ પીવી સિંધુ અગાઉ જ નિશ્ચિત કરી લીધો હતો. તેની પાસે બ્રોન્ઝ મેડલને સિલ્વર કે ગોલ્ડમાં તબદીલ કરવાનો મોકો હતો, પંરતુ તેણે દુનિયાની નંબર વન મહિલા બૉક્સર બુસેનાઝ સુર્મેનલી સામે હારનો સામનો કરવો પડ્યો. સેમિફાઇનલમાં હાર સાથે જ તે ત્રીજા ક્રમાંકે રહી છે અને તેને બ્રોન્ઝ મેડલ એનાયત થશે.

    સેમિફાઇનલની હાર બાદ લવલીનાએ કહ્યું કે તે બહેતર ન કરી શકી એનાથી નાખુશ છે. તેણે બ્રોન્ઝ મેડલ જીત્યો છે, પણ નિશાન તો ગોલ્ડ મેડલ જ હતું. ઑલિમ્પિકમાં મહિલાઓનાં પ્રદર્શન અંગે તેણે કહ્યું કે, આનાથી અનેક છોકરીઓને પ્રેરણા મળશે.

    મહારાષ્ટ્ર સરકારથી નારાજ પુણેના વેપારીઓ આજથી કરશે આ કામ; જાણો વિગત

    લવલીનાએ જે નિએન-ચિન ચેન સામે જીત મેળવી, તે ભૂતપૂર્વ વિશ્વ ચૅમ્પિયન છે અને ભૂતકાળમાં કેટલાક મુકાબલામાં તેણે લવલીનાને હરાવી પણ હતી. લવલીના વર્ષ 2018ની વિશ્વ ચૅમ્પિયનશિપમાં પણ તેની સામે હારી હતી, પરંતુ આ વખતે તેણે જીત મેળવી છે. ભારતનાં નાનાં ગામ-કસબામાંથી આવતા અન્ય ખેલાડીઓની જેમ જ 23 વર્ષીય લવલીના પણ આર્થિક પરેશાનીઓનો સામનો કરીને ઑલિમ્પિક સુધી પહોંચી છે. લવલીનાને માઇક ટાયસનની સ્ટાઇલ પસંદ છે, પણ મહમદ અલી તેને પ્રિય છે. જોકે આ બધાથી અલગ તેને પોતાની એક ઓળખ પણ ઊભી કરવી છે.

    કિક બૉક્સિંગથી બૉક્સર બનવાની સફર

    આસામના ગોલાઘાટ જિલ્લામાં 2 ઑક્ટોબર, 1997એ ટિકેન મામોની બોર્ગોહાઇના ઘરે લવલીનાનો જન્મ થયો હતો. તેના પિતા ટિકેન એક નાના વેપારી હતા અને પોતાની દીકરીની ઇચ્છાઓ પૂરી કરવામાં, તેને સાથ આપવા તેમણે ખૂબ આર્થિક સંઘર્ષ કરવો પડ્યો હતો. તેમને લવલીના સહિત ત્રણ દીકરી હતી અને પાડોશીઓની ઘણી વાતો સાંભળવી પડતી હતી. જોકે એને અવગણીને જોડકી બહેનો લિચા અને લીમાએ કિક બૉક્સિંગ શરૂ કરી અને આ જોઈને લવલીના પણ તેમની સાથે જોડાઈ. લવલીનાની બંને બહેનો કિક બૉક્સિંગમાં નૅશનલ ચૅમ્પિયન બની, પરંતુ લવલીનાએ પોતાના માટે કંઈક અલગ વિચારી રાખ્યું હતું.

    પ્રાઇમરી સ્કૂલમાં 'સ્પૉર્ટ્સ ઑથૉરિટી ઑફ ઇન્ડિયા'ની ટ્રાયલ થઈ એમાં કૉચ પાદુમ્ બોરોની નજર લવલીના પર પડી અને એ રીતે વર્ષ 2012થી બૉક્સિંગ તાલીમનો આરંભ થયો. પાંચ વર્ષની અંદર તે એશિયન બૉક્સિંગ ચૅમ્પિયનશિપમાં બ્રૉન્ઝ મેડલ સુધી પહોંચી ગઈ. જોકે લવલીનાને ભારતમાં એક અલગ પ્રકારની પરેશાનીનો સામનો કરવો પડ્યો. તેની કૅટેગરીમાં મહિલા ખેલાડી ઓછી છે, આથી તેને અભ્યાસ માટે 'સ્પારિંગ પાર્ટનર' નથી મળતી. તેણે ઘણી વાર એવા ખેલાડીઓ સાથે અભ્યાસ કરવો પડે છે જે 69 કિલોગ્રામ વર્ગના નથી હોતા.

    ટોકિયો ઑલિમ્પિક અગાઉ અમુક મહિના લવલીના માટે મુશ્કેલ ભર્યા હતા. લવલીનાનાં માતાની કિડની ટ્રાન્સપ્લાન્ટ થવાની હતી એટલે તે તાલીમમાં નહોતી જોડાઈ શકી. સર્જરી બાદ લવલીના તાલીમમાં પરત ફરી. જોકે કોરોનાની બીજી લહેરને કારણે તેને લાંબો સમય પોતાના રૂમમાં જ વીડિયો માફરતે તાલીમ લેવી પડી, કારણ કે કોચિંગ સ્ટાફના અમુક સભ્યો એ વખતે કોરોનાથી સંક્રમિત હતા.

    અક્ષયકુમારની ફિલ્મ ‘બેલ બૉટમ’માં ઇંદિરા ગાંધીની ભૂમિકામાં જોવા મળી આ ઍક્ટ્રેસ, નામ જાણીને ચોંકી જશો

    લવલીનાની કારકિર્દીમાં મહત્ત્વનો પડાવ વર્ષ 2018માં આવ્યો, જ્યારે કૉમનવેલ્થ ગેમ્સ માટે તેની પસંદગી કરવામાં આવી. જોકે લવલીનાને આ વિશે સત્તાવાર સૂચના નહોતી અપાઈ અને તેને અખબાર મારફતે આ વાત જાણવા મળી હોવાની વાતનો વિવાદ પણ થયો હતો. કૉમનવેલ્થમાં તે મેડલ જીતી ન શકી, પરંતુ અહીંથી તેણે રમતની તકનિક અને માનસિક તથા મનોવૈજ્ઞાનિક પાસાં પર કામ કરવાનું શરૂ કર્યું.

    તાજેતરમાં ટોકિયો ઑલિમ્પિકમાં મણિપુરની મીરાબાઈ ચાનુએ ભારતને સિલ્વર મેડલ અપાવ્યો ત્યારે હવે પૂર્વોત્તરની જ લવલીનાએ પણ મેડલ પાક્કો કરી લીધો છે. આસામમાં લવલીનાને લઈને એટલો ઉત્સાહ છે કે આસામના મુખ્ય પ્રધાન અને વિપક્ષના ધારાસભ્યોએ એકસાથે લવલીનાના સમર્થનમાં સાઇકલ રૅલી કાઢી હતી.

    મહારાષ્ટ્ર સરકારથી નારાજ પુણેના વેપારીઓ આજથી કરશે આ કામ; જાણો વિગત 

  • ટોક્યો ઓલિમ્પિકમાં ભારતનો બીજો મેડલ પાક્કો: બૉક્સર લવલીના બીજી જીત બાદ સેમીફાઇનલમાં પહોંચી 

    ટોક્યો ઓલિમ્પિકમાં ભારતનો બીજો મેડલ પાક્કો: બૉક્સર લવલીના બીજી જીત બાદ સેમીફાઇનલમાં પહોંચી 

    ભારતીય મહિલા બૉક્સર લવલીના બોરગોહેને ટોક્યો ઓલિમ્પિકમાં ભારત માટે બીજો મેડલ પાક્કો કરી લીધો છે.

    લવલિનાએ મહિલાઓની 69 કિગ્રા ક્વાર્ટર ફાઇનલમાં ચાઇનીઝ તાઈપાઇની નિએન ચિન ચેનને  4-1થી હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે.

    આ સાથે લવલિનાએ ભારતની મેડલની તરફ વધુ એેક પગલુ આગળ વધાર્યુ છે. હવે સેમીફાઇનલમાં, લવલિનાનો સામનો પ્રથમ સીડની બોકસર સામે થશે.

    લવલિના બોક્સિંગમાં મેડલ જીતનાર બીજી મહિલા બોક્સર બની છે. 

    લવલીના પહેલા એમસી મેરી કોમે લંડન ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ પણ જીત્યો હતો.  

    ટોક્યો ઓલિમ્પિક્સ: ઝારખંડની દીકરીએ રચ્યો ઈતિહાસ, આ ખિલાડી ક્વાર્ટર ફાઈનલમાં પહોંચનાર બની પહેલી ભારતીય તીરંદાજ

  • ટોક્યો ઓલમ્પિકમાંથી આવ્યા સારા સમાચાર : ભારતનો ધ્વજ બોક્સિંગ રિંગમાં ફરક્યો, આ બોક્સર ખિલાડી ક્વાર્ટર ફાઈનલમાં પહોંચ્યાં

    ટોક્યો ઓલમ્પિકમાંથી આવ્યા સારા સમાચાર : ભારતનો ધ્વજ બોક્સિંગ રિંગમાં ફરક્યો, આ બોક્સર ખિલાડી ક્વાર્ટર ફાઈનલમાં પહોંચ્યાં

    જાપાનમાં રમાઈ રહેલા ટોક્યો ઓલમ્પિક રમત બોક્સિંગમાં પણ ભારતને જીત મળી છે. 

    બોક્સર સતીશ કુમારે 91 કિલો વર્ગના અંતિમ-16ની મેચમાં જમેકાના રિકાર્ડો બ્રાઉનને માત આપી દીધી છે. 

    આ જીત સાથે સતીશ કુમાર ટોક્યો ઓલિમ્પિકના ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગયા છે. તે મેડલ જીતવાથી એક મેડલ દૂર છે

    હવે સતીષની ટક્કર ઉજબેકિસ્તાનના બખોદિર જાલોલોવ સાથે થશે, જે વિશ્વ અને એશિયન ચેમ્પિયન છે. 

    ઉલ્લેખનીય છે કે સતીશ કુમાર અંતિમ આઠમાં પહોંચનાર ત્રીજા ભારતીય બોક્સર છે. સતીશથી પહેલા એમસી મેરિકોમ અને પૂજા રાણી અંતિમ આઠમાં પહોંચી ચૂકી છે.

    ભારતીય ક્રિકેટ ટીમ પર કોરોનાનો કહેર; સાત ખેલાડીઓ આઇસોલેટ થતાં, તમામ ફિટ ખેલાડીઓને સમાવતાં માંડ બની ટીમ

  • 54 વર્ષના બોક્સર માઈક ટાયસન ફરી એકવાર રિંગમાં ઉતરશે, આ બોક્સર સાથે કરશે ફાઈટ…

    54 વર્ષના બોક્સર માઈક ટાયસન ફરી એકવાર રિંગમાં ઉતરશે, આ બોક્સર સાથે કરશે ફાઈટ…

    ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 
    મુંબઈ
    30 ઓક્ટોબર 2020

    પોતાના જમાનામાં જબરદસ્ત બોક્સિંગ વડે કરોડો લોકોનાં દિલ જીતનાર બોક્સર માઈક ટાયસન ફરી એકવાર રિંગમાં ફાઈટ કરતો જોવા મળશે. આ વખતે તેનો મુકાબલો રોય જોન્સ સાથે હશે. કેલિફોર્નિયાના એથ્લેટિક આયોગે આગામી મહિને થનાર આ મેચ.)ની મંજૂરી પણ આપી દીધી છે. આ એક પ્રદર્શની મેચ હશે. જો કે, બંને પૂર્વ ચેમ્પિયન કહી રહ્યા છે કે, ‘તેઓ તેને ફક્ત એક પ્રદર્શન મેચ તરીકે ધ્યાનમાં નથી લેતા અને તેને ગંભીરતાથી લઈ રહ્યા છે.’

    આ અંગે બોક્સર માઈક ટાયસને કહ્યું હતું કે, ‘શું આ ખરેખરનો મેચ નથી ? આ માઈક ટાયસન વિરૂદ્ધ રોય જોન્સનો મેચ છે. હું મેચ માટે આવી રહ્યો છું અને તે પણ મેચ માટે આવી રહ્યાં છે અને બસ તમારે માત્ર આટલું જ જાણવાની જરૂર છે.’ દરમિયાન જોન્સે કહ્યું હતું કે, ટાયસન સામે રિંગની અંદર મેચ માત્ર પ્રદર્શની સુધી સીમિત  રહે તે શક્ય નથી. જો કે, કૈલિફોર્નિયા કમિશનના અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે, આ બંને બોક્સરો એક બીજાને ઈજા પહોંચાડવાની કોશિશ કરવી ન જોઈએ. જોન્સે કહ્યું કે, ‘શું કોઈ મહાન માઈક ટાયસનની સામે રિંગમાં ઉતરીને વિચારી શકે છે કે આ માત્ર એક પ્રદર્શની મેચ હશે.’

    આપને જણાવી દઈએ કે, 54 વર્ષના ટાયસન અને 51 વર્ષના જોન્સની વચ્ચે આ મેચ લોસ એન્જેલિસ સ્ટૈપલ્સ સેંટરમાં 28 નવેમ્બરે થશે. આ આઠ રાઉન્ડનો મેચ હશે. પ્રત્યેક રાઉન્ડ બે મિનિટનો રહેશે. ટાયસને છેલ્લે ઓફિશીયલ મેચ જૂન 2005માં રમ્યો હતો અને પૂર્વ હેવીવેઈટ ચેમ્પીયને 1996 બાદ કોઈ ટાઈટલ જીત્યું નથી. તો જોન્સે પોતાનો છેલ્લો મેચ ફેબ્રુઆરી 2018માં લડ્યો હતો.