Tag: boy

  •   Desi Jugaad : હેલ્મેટ વિના ચલાવી રહ્યો હતો બાઈક, પોલીસને જોતાં જ પહેર્યો વિચિત્ર તાજ! જુઓ વિડીયો..

      Desi Jugaad : હેલ્મેટ વિના ચલાવી રહ્યો હતો બાઈક, પોલીસને જોતાં જ પહેર્યો વિચિત્ર તાજ! જુઓ વિડીયો..

    News Continuous Bureau | Mumbai

    Desi Jugaad : ટુ-વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે એ તો સૌ કોઈ જાણે છે, પરંતુ તેમ છતાં લોકો ટ્રાફિકના નિયમોની અવગણના કરી પોતાનો જીવ તેમજ અન્યના જીવ જોખમમાં મૂકે છે. આવા લોકોને ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસ વિવિધ પદ્ધતિઓ અજમાવતી રહે છે. ઘણી વખત પોલીસ રસ્તાની વચ્ચે હેલ્મેટ પહેરીને ચેકિંગ કરતી જોવા મળે છે, જે દરમિયાન હેલ્મેટ પહેર્યા વગર પકડાયેલા લોકો વિવિધ પ્રકારની દલીલો કરતા જોવા મળે છે, જ્યારે કેટલાક લોકો પોલીસને જોતા જ દૂરથી પોતાના વાહનો ફેરવી નાખે છે. તે જ સમયે, કેટલાક જુગાધુ લોકો છે જેઓ પાસે હેલ્મેટ ન હોવાના કિસ્સામાં વિવિધ જુગાડ શોધે છે, જે વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે.

    પોલીસથી બચવા લગાવ્યો આ જુગાડ

    હાલ ટ્વીટર પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે જે તમને ચોંકાવી દેશે. ચલાનથી બચવા માટે કોઈ આવું કરી શકે એવી કલ્પના પણ કોઈ કરી શકે નહીં. વાયરલ વીડિયોમાં હેલ્મેટ વિના બાઇક ચલાવતો વ્યક્તિ પોલીસને જોઈને એટલો ડરી ગયો કે હેલ્મેટ ન મળતાં તેણે પાઈપ પહેરી લીધો. આ વીડિયોએ લોકોને ચોંકાવી દીધા હતા.

    આ સમાચાર પણ વાંચો : Mathura Janmabhoomi case: કાશી બાદ મથુરાની શાહી ઈદગાહ મસ્જિદનો પણ થશે ASI સર્વે, હાઈકોર્ટે હિન્દુ પક્ષની આ અરજી સ્વીકારી..

    જુઓ વિડીયો

    શું તમે ક્યારેય આવું શાનદાર હેલ્મેટ જોયું છે?

    વાયરલ વીડિયોમાં એક વ્યક્તિ બાઇક ચલાવતો જોવા મળે છે અને એવું લાગે છે કે તે કદાચ કોઈને હેલ્મેટ વિશે પૂછી રહ્યો છે. કારણ કે શક્ય છે કે પોલીસ તેને રસ્તા પર નીકળતાની સાથે જ હેલ્મેટ ન પહેરવા બદલ ચલણ જારી કરી શકે. તેથી, ચલણ અને પોલીસના હાથે પકડાઈ ન જાય તે માટે તેણે એવી યુક્તિ કરી કે જોનારાઓ અવાક થઈ ગયા. તેમના આ આઈડિયાને જોઈને લોકો તેમને મૂર્ખ અને વિચિત્ર કહી શકે છે, પરંતુ ઈમરજન્સી દરમિયાન વિચારવામાં આવેલો તેનો આઈડિયા હાલ ચર્ચાનો વિષય બન્યો છે.
     

  • Caught on cam: વિકૃતિની હદ પાર! એક સગીરે દિલ્હીમાં માત્ર 350 રૂપિયા માટે ચાકૂથી ઉપરાછાપરી 60 ઘા, મોત બાદ ડેડબોડી પાસે કર્યા ડાન્સ.. જુઓ સીસીટીવી ફૂટેજ..

    Caught on cam: વિકૃતિની હદ પાર! એક સગીરે દિલ્હીમાં માત્ર 350 રૂપિયા માટે ચાકૂથી ઉપરાછાપરી 60 ઘા, મોત બાદ ડેડબોડી પાસે કર્યા ડાન્સ.. જુઓ સીસીટીવી ફૂટેજ..

    News Continuous Bureau | Mumbai

    Caught on cam: દેશની રાજધાની દિલ્હી (Delhi Murder) થી વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં માત્ર 350 રૂપિયામાં એક સગીરને 60 વખત છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. આરોપી ત્યાં જ ન અટક્યો અને સગીર (Boy) ની લાશ પાસે ડાન્સ કરવા લાગ્યો. આ તમામ ચોંકાવનારી ઘટના ત્યાંના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

    જુઓ વીડિયો 

    https://twitter.com/i/status/1727578711904411919

    ચાકુ મારીને કરવામાં આવી હત્યા 

    દિલ્હીની એક ગલીમાં 16 વર્ષના છોકરાએ 17 વર્ષના છોકરાની ચાકુ મારીને હત્યા કરી નાખી છે. આરોપીએ સગીર યુવતીને એક કે બે વાર નહીં પરંતુ તેની છાતી અને ગરદન પર 60 વાર છરીથી ઘા માર્યા હતા. એટલું જ નહીં ઘટના બાદ આરોપીએ લાશ પાસે ડાન્સ પણ કર્યો હતો. આરોપીએ સગીરનું ગળું કાપવાનો પણ પ્રયાસ કર્યો હતો અને તેના માથા પર લાત મારી હતી. આરોપીએ પડોશીઓને પણ છરી બતાવીને ધમકી આપી હતી. આ તમામ ઘટના બાદ ઘાયલ સગીર છોકરાને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

    આ સમાચાર પણ વાંચોઃ  Western Railways: લોકલ યાત્રીઓ તૈયાર રહેજો, આ તારીખથી પશ્ચિમ રેલવે લેશે 20-દિવસનો બ્લોક; અનેક ટ્રેન કરાશે રદ્દ.. મુસાફરોને થશે હાલાકી…

    આરોપીની ધરપકડ

    મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ આ બધી ચોંકાવનારી ઘટના મંગળવારે રાત્રે ઉત્તર પૂર્વ દિલ્હીના વેલકમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. પોલીસે બુધવારે સવારે 16 વર્ષના આરોપીની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ તેની સામે હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી છોકરાએ શાળા છોડી દીધી છે અને તે દિલ્હીમાં તેના માતા-પિતા સાથે રહે છે. આરોપીના માતા-પિતા મજૂરી કરે છે. હત્યા સમયે આરોપી પીધેલી હાલતમાં હતો. હત્યા કરાયેલો છોકરો જાફરાબાદ પાસે તેની માતા સાથે રહેતો હતો.

  • Boy Dance Viral Video: યુવકે સાડી પહેરીને ‘ટિપ-ટિપ બરસા’ ગીત પર કર્યો એવો ડાન્સ, પાણીમાં લગાવી દીધી આગ, જુઓ વાયરલ વિડીયો..

    Boy Dance Viral Video: યુવકે સાડી પહેરીને ‘ટિપ-ટિપ બરસા’ ગીત પર કર્યો એવો ડાન્સ, પાણીમાં લગાવી દીધી આગ, જુઓ વાયરલ વિડીયો..

    News Continuous Bureau | Mumbai

    Boy Dance Viral Video: આ દિવસોમાં દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ક્યાંક રસ્તાઓ તળાવ બની ગયા છે તો ક્યાંક પૂર આવ્યા છે. મેઘરાજાના રૌદ્ર રૂપના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. પરંતુ ઈન્સ્ટાગ્રામની દુનિયામાં એક છોકરાએ ‘ટિપ-ટિપ બરસા પાની…'(Tip Tip Barsa Paani) ગીત પર એટલો જોરદાર ડાન્સ કર્યો છે કે લોકો કહી રહ્યા છે – ભાઈ ને તો પાની મેં આગ લગા દી!

    જુઓ વિડીયો

     

    યુવકે કર્યો જબરદસ્ત ડાન્સ

    વાસ્તવમાં રવીનાની જેમ સાડી પહેરીને એક યુવક એ રીતે ડાન્સ કરી રહ્યો છે કે તેના સ્ટેપ્સ જોઈને છોકરીઓ પણ અંડર કોન્ફિડન્ટ થઈ જાય. વાયરલ ક્લિપ(Viral video)માં યુવક સાડી પહેરીને ફિલ્મ ‘મોહરા’ (1994)ના સુપરહિટ ગીત પર ડાન્સ કરતો જોઈ શકાય છે. તમને જણાવી દઈએ કે, આ ગીત રવીના ટંડન(Raveena Tandon) અને અક્ષય કુમાર(Akshay Kumar) પર બનાવવામાં આવ્યું હતું, જેને ઉદિત નારાયણ અને અલ્કા યાજ્ઞિકે ગાયું છે.

    આ સમાચાર પણ વાંચો: UN: કુરાન સળગાવવા મુદ્દે UNમાં મુસ્લિમ દેશો થયા એક, તો જર્મની-ફ્રાંસે પણ આપ્યા તીખા જવાબ..

    લોકોએ કરી આવી કમેન્ટ

    આ ડાન્સ વીડિયો(Dance video) ના કેપ્શનમાં લખ્યું છે- મિત્રો અંત સુધી જુઓ. આ સમાચાર લખાય છે ત્યાં સુધી 25 હજારથી વધુ લાઈક્સ અને 3 લાખ 90 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. ઉપરાંત, વપરાશકર્તાઓ યુવકનો ડાન્સ જોયા પછી પોતાને ટિપ્પણી(Comment) કરવાથી રોકી શક્યા નહીં. એક યુઝરે લખ્યું- આ જ અસલી ટેલેન્ટ છે, પરંતુ ટેલેન્ટને બદલે લોકો જુએ છે કે છોકરો છોકરી બનીને ડાન્સ કરી રહ્યો છે. તેવી જ રીતે અન્ય એક યુઝરે લખ્યું – તમારા ડાન્સ મૂવ્સે છોકરીઓને પાછળ છોડી દીધી. બીજી તરફ અન્ય યુઝર્સે કહ્યું કે ભાઈએ પાણીમાં આગ લગાવી દીધી.

  • બરેલીમાં રખડતા કૂતરાઓનો આતંક, શેરીમાં રમતા 12 વર્ષના બાળક પર કર્યો હુમલો,સારવાર દરમિયાન મોત..

    બરેલીમાં રખડતા કૂતરાઓનો આતંક, શેરીમાં રમતા 12 વર્ષના બાળક પર કર્યો હુમલો,સારવાર દરમિયાન મોત..

    News Continuous Bureau | Mumbai

    બરેલીમાં કૂતરાઓનો આતંક અટકવાનું નામ નથી લઈ રહ્યો. ફરી એકવાર રખડતા કૂતરાઓના ટોળાએ એક માસૂમ બાળકને પોતકણો શિકાર બનાવ્યો અને બીજા બાળકને ઘાયલ કર્યો. બરેલીમાં કૂતરાઓના હુમલાના એક ડઝનથી વધુ મામલા સામે આવ્યા છે. જેમાં ઘણા એવા કિસ્સાઓ છે જેમાં કુતરાના હુમલામાં બાળકોના મોત પણ થયા છે. તો અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

    વાસ્તવમાં, બરેલીના સીબીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના ખાના ગૌટિયા ગામમાં 12 વર્ષના માસૂમ બાળક પર  કૂતરાઓના ટોળાએ હુમલો કર્યો હતો. મંગળવારે સાંજે 12 વર્ષનો બાળક ગામમાં તેના મિત્રો સાથે રમી રહ્યો હતો. ત્યારબાદ રખડતા કૂતરાઓએ  બાળક પર હુમલો કર્યો. કૂતરાઓના હુમલાથી બચવા માટે બાળકે ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ થોડે દૂર ભાગતા તે જમીન પર પડી ગયો. જે બાદ કૂતરાઓએ  તેના માથા તથા શરીરના અન્ય ભાગ પર કૂતરાઓએ બચકા ભર્યા હતા.

    આ સમાચાર પણ વાંચો : ઓહ બાપ રે… હેર ડ્રાયરમાંથી હવાની જગ્યાએ નીકળી આગ, એક ધડાકો ને બધું જ થયું તહસનહસ.. જુઓ વિડીયો

    દરમિયાન પાડોશમાં રહેતા એક યુવકે કૂતરાઓનો હુમલો જોયો હતો. હંગામો સાંભળીને ગામના લોકો એકઠા થઈ ગયા, ત્યાં સુધી બાળક ગંભીર રીતે ઘાયલ થઈ ગયો હતો. શરીર પર અનેક જગ્યાએ ઘા હતા. પરિવારના સભ્યો ઘાયલ અયાનને હોસ્પિટલ લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. બાળકના મોતથી પરિવારજનોની હાલત ખરાબ છે.

  • ગજબ કે’વાય.. મુંબઈ મેટ્રોમાં આ છોકરો રોજ પોતાની સાઈકલ લઈને જાય છે, જાણો શું છે કારણ? જુઓ વિડીયો

    ગજબ કે’વાય.. મુંબઈ મેટ્રોમાં આ છોકરો રોજ પોતાની સાઈકલ લઈને જાય છે, જાણો શું છે કારણ? જુઓ વિડીયો

    News Continuous Bureau | Mumbai

    આ દિવસોમાં મેટ્રોના વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી ટ્રેન્ડ કરી રહ્યાં છે. દિલ્હી મેટ્રોમાં એક તરફ લોકો એકબીજા સાથે લડતા અને વિચિત્ર વર્તન કરતા જોવા મળ્યા છે. તે જ સમયે, મુંબઈની મેટ્રો પણ એક ખાસ કારણોસર હેડલાઇન્સમાં આવી છે. વાસ્તવમાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ મુંબઈ મેટ્રોમાં લીધેલી તસવીર શેર કરી છે. જે યુઝર્સનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યું છે. તસવીરમાં બાળક મુંબઈ મેટ્રોની અંદર સાઈકલ સાથે દેખાય છે.

    એક તરફ મુંબઈમાં મોટી સંખ્યામાં લોકો રહેતા હોવાને કારણે પ્રદૂષણનું સ્તર ઝડપથી વધી રહ્યું છે. સાથે જ માર્ગો પર વાહનોના ભારે ધસારાને કારણે પ્રદુષણના કારણે લોકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે. હાલમાં ભીડ અને જામથી બચવા લોકો મેટ્રોની સાથે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે છે. જાહેર પરિવહનનો ઉપયોગ કર્યા પછી પણ મોટી સંખ્યામાં લોકો ટેક્સી અથવા અન્ય વાહનોનો ઉપયોગ કરીને તેમના ગંતવ્ય સ્થાને પહોંચે છે. આવી સ્થિતિમાં આ બાળક પ્રદૂષણ રોકવા માટે સાઈકલનો ઉપયોગ કરતા જોવા મળે છે.

     

    વાયરલ થઈ રહેલી તસવીર કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી પોસ્ટ કરી છે. આ તસવીર સિવાય એક વીડિયો પણ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જે નિવૃત્ત IAS અધિકારી રાજીવ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે. જેમાં મુંબઇ મેટ્રોમાં એક છોકરો સાઈકલ સાથે જોવા મળી રહ્યો છે. જે પ્રદૂષણ ઘટાડવા માટે સાયકલના ઉપયોગ પર ભાર મૂકી રહ્યો છે. તસવીર શેર કરતા હરદીપસિંહ પુરીએ કેપ્શનમાં લખ્યું છે કે બાળક ટ્યુશન લેવા માટે દરરોજ મુંબઈ મેટ્રોનો ઉપયોગ કરે છે અને મેટ્રોની અંદર તેની સાઈકલ સરળતાથી પાર્ક કરે છે.

    હાલમાં આ તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. પ્રદૂષણ ઘટાડવાની આ પહેલ માટે દરેક બાળકની પ્રશંસા કરી રહ્યા છે. બીજી તરફ, નાના બાળકના આ પગલાથી લોકોમાં સાયકલ ચલાવવાની જાગૃતિ વધી છે અને તે તેમને સ્વસ્થ જીવન જીવવા માટે પ્રેરિત કરી રહી છે.

    આ સમાચાર પણ વાંચો:  શરદ પવાર-અદાણી સાથેનો ફોટો વાયરલ થયા બાદ અજિત પવારે આપી પ્રતિક્રિયા કહ્યું- અદાણી જ છે ને કોઈ અંડરવર્લ્ડ ડોન તો નથીને.. જાણો શું છે સમગ્ર મામલો

     

  • પ્રેરણાદાય : વડોદરામાં એક 10 વર્ષીય બાળકનો વિચાર હકીકતમાં બદલાયો અને શરૂ કરી દીધૂ અનોખુ સ્ટાર્ટ-અપ

    પ્રેરણાદાય : વડોદરામાં એક 10 વર્ષીય બાળકનો વિચાર હકીકતમાં બદલાયો અને શરૂ કરી દીધૂ અનોખુ સ્ટાર્ટ-અપ

    News Continuous Bureau | Mumbai

    દેશમાં હાલ સ્ટાર્ટ અપની લહેર ચાલી રહી છે.અનેક લોકોના આઈડિયા ઉભરીને સામે આવી રહ્યા છે.તેવામાં એક 10 વર્ષીય બાળકએ શરુ કર્યું છે અનોખું સ્ટાર્ટઅપ શરુ કર્યું છે.જે સૌ કોઈને આકર્ષી રહ્યો છે. વડોદરામાં કીડપ્રેન્યોરે નફાના 40 ટકા ચેરિટી માટે દાન કરવાના ઉમદા વિચાર સાથે સ્ટાર્ટપ શરુ કરવામાં આવ્યું છે.

    આ સ્ટાર્ટપનું નામ પણ એવું જ ખાસ છે.અહીં નામ એનશો શૂઝ ના નામથી આ સ્ટાર્ટઅપ ખૂબ જ પ્રસિદ્ધ થઇ રહ્યું છે.ફંકી ડિઝાઇનને કારણે અનેક લોકોનું ધ્યાન આ સ્ટાર્ટપ ખેંચી રહ્યું છે.

    આ વાત છે રેનાશ દેસાઈ નામના 10 વર્ષીય બાળકની જે સિગ્નસ સ્કૂલમાં અભ્યાસ કરે છે.તેના દ્વારા આ હાઈડ્રો ડીપ ધ શૂઝનો આઈડિયા અપનાવ્યો છે.તેના ઘરે પ્રથમ જોડી ડિઝાઇન કરી હતી અને આ વિચારે તેને આકર્ષિત કર્યો હતો અને તેના પરિવાર દ્વારા અને મિત્રોએ પણ તેને ખૂબ જ પ્રોતાસાહિત કર્યો અને જેને લઈને આ 10 વર્ષીય બાળક પોતાનું સ્ટાર્ટઅપ શરુ કર્યું છે.

    આ સમાચાર પણ વાંચો:   નોકરિયાતોને આજે ફરી લાગશે લેટમાર્ક.. પીક અવર્સ દરમિયાન જ આ રેલવેની લોકલ ટ્રેનો 10 થી 15 મિનિટ દોડી રહી છે મોડી

    તેને આ આઈડિયા એક પ્રદર્શનમાંથી આવ્યો હતો.તે એક પ્રદર્શનમાં ગયો હતો અને ત્યા બાદ તે પ્રભાવિત થયો હતો અને ત્યાં જોયું કે લોકો કસ્ટમાઇઝ જૂતાની જોડી ખરીદવાને લઈને વિચાર કરી રહ્યા છે.જેથી તેણે પોતાના માટે એક જોડી જૂતાઓ તૈયાર કાર્ય અને ત્યાર બાદ યુટ્યુબ પર હાઈડ્રો ડ્રાઇપિંગ નામના એક વીડિયોમાં જોય પછી તેણે આ પ્રયાસ કર્યો હતો

    તેના દ્વારા અગ-અલગ પ્રકારની સર્જનાત્મકતા જોઈએ તેણે આ વિચાર કર્યો અને અનોખો પ્રયાસ કરી અને વિવિધ જૂતાઓ તૈયાર કર્યા હતા.હાલમાં તેણે 10 જોડી પુરી કરી છે.અને તે અન્ય લોકો માટે પણ જૂતાઓ તૈયર કરવા માંગી રહ્યો છે.

    તેના માતા પિતાએ પણ તેને આ વાતને લઈને તેને ટેકો આપ્યો હતો અને ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે.આટલી નાની ઉંમરમાં આવડું મોટો વિચાર પણ એક મહત્વનો હોય છે.જેથી તેના પરિવારજનો પણ ખુબજ ખુશી વ્યક્ત કરી રહ્યા છે.

    આ બાળક અન્ય એંટરપીનીયોર બનવા માંગતા લોકો માટે પણ એક અનોખી શીખ આપી રહ્યો છે.જેના કારણે તેના પરિવારજનો પણ ખુબજ ખુશ જોવા મળી રહ્યા છે.

    આ સમાચાર પણ વાંચો:   મુંબઈ મહાનગરપાલિકામાં રાડો… આ જૂથે પક્ષ કાર્યાલય પર કબજો જમાવતા શિંદે જૂથ અને ઠાકરે જૂથ આમને સામને.. જુઓ વિડીયો

  • કમાલનો કિસ્સો : મહારાષ્ટ્રમાં છોકરી પટી નહીં એટલે એક યુવકે ધારાસભ્યને પત્ર લખ્યો કહ્યું ઉત્સાહના આપો

    કમાલનો કિસ્સો : મહારાષ્ટ્રમાં છોકરી પટી નહીં એટલે એક યુવકે ધારાસભ્યને પત્ર લખ્યો કહ્યું ઉત્સાહના આપો

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

    મુંબઈ, 15 સપ્ટેમ્બર, 2021

    બુધવાર

    યુવાનીના કાળમાં લગભગ દરેક વ્યક્તિ કોઈકના પ્રેમમાં પડતી હોય છે. લોકો જેને પ્રેમ કરતા હોય એની સામે પ્રેમ વ્યક્ત કરવા માટે કે તેને પટાવવા માટે ફૂલ આપે, પ્રેમપત્ર મોકલે, ઘૂંટણિયે બેસીને પ્રપોઝ કરે. આવી ફિલ્મી તરકીબો ન અજમાવતાં ચંદ્રપુરના એક યુવાને કોઈ યુવતીને નહીં પણ ધારાસભ્યને પત્ર લખ્યો છે. તેમાં છોકરી પટાવવા માટે પ્રોત્સાહન આપો તેવી વિનંતી કરી છે. વાંચો તેનો અજબ પત્ર.

    પત્રનો વિષય :- ગર્લ ફ્રેન્ડ ન પટવા બાબતે

    મહોદય,
    તમને સવિનય વિનંતી છે કે સંપૂર્ણ તાલુકામાં અઢળક છોકરીઓ છે છતાં મારી એક પણ ગર્લફ્રેન્ડ નથી. આ ચિંતાની બાબત છે. મારો આત્મવિશ્વાસ ઘટી ગયો છે. હું ખેડા ગામનો રહેવાસી છું. રાજુરા ગડચાંદુર સુધી રોજ ચક્કર લગાવું છું, પરંતુ એક પણ છોકરી હજી સુધી માની નથી અને દારૂ વેચનારાઓ પાસે ગર્લફ્રેન્ડ છે. આ જોઈને મારો જીવ બળીને રાખ થઈ જાય છે. 

    કોંગ્રેસને મોટો ઝટકો : આ દિગ્ગજ નેતા નો પુત્ર ભાજપમાં જોડાયો

           તેમ જ મારી વિનંતી છે કે વિધાનસભા ક્ષેત્રની  યુવતીઓને તમે પ્રોત્સાહન આપો કે અમારા જેવા છોકરાઓને ભાવ આપે.

    આ યુવાને પોતાના હૃદયની વેદના આ રીતે પત્રમાં ધારાસભ્યને લખીને મોકલી છે હવે ધારાસભ્ય પત્રને કેટલું ગંભીરતાથી લે છે તેની ઉત્સુકતા બધાને છે.

  • આને કહેવાય ઇન્ટરનેટનો સદુપયોગ : કુર્લાની ગુજરાતી શાળાનો આ વિદ્યાર્થી જાણે છે જાપાનીઝ; ઑનલાઇન શીખે છે વિવિધ સોફ્ટવેર, જાણો વિગત

    આને કહેવાય ઇન્ટરનેટનો સદુપયોગ : કુર્લાની ગુજરાતી શાળાનો આ વિદ્યાર્થી જાણે છે જાપાનીઝ; ઑનલાઇન શીખે છે વિવિધ સોફ્ટવેર, જાણો વિગત

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

    મુંબઈ, ૧૪ જૂન ૨૦૨૧

    સોમવાર

    એકંદરે એવી માન્યતા જોવા મળે છે કે ગુજરાતી શાળાનાં બાળકોનું અંગ્રેજી નબળું હોય છે, પરંતુ આ તમામ માન્યતાઓને સદંતર ખોટી પુરવાર કરતો એક ગજબનો કિસ્સો કુર્લાની ગુજરાતી શાળામાંથી સામે આવ્યો છે. આ શાળાનો એક વિદ્યાર્થી અંગ્રેજી સહિત જાપાનીઝ પણ જાણે છે. આ વાત છે ધર્મેશ ભીતોડાની જે હાલ કુર્લાની એકમાત્ર ગુજરાતી શાળા શ્રી ગુજરાતી સમાજ વિદ્યાલયમાં અભ્યાસ કરે છે.

    દસમા ધોરણમાં ભણતો ધર્મેશ ફાકડું અંગ્રેજી તો બોલી જ શકે છે અને સાથે-સાથે જાપાનીઝ પણ જાણે છે. જોકેઆ વિદ્યાર્થીએ કોઈ દિવસ આ વિદેશી ભાષા શીખવા માટે કલાસીસ કર્યા નથી. તે જાતે જ ઇન્ટરનેટના માધ્યમથી શીખ્યો છે. ઉપરાંત અમુક સ્પેનિશ ગીતો પણ તે સ્પષ્ટ ઉચ્ચારણ સાથે ગાય છે. તે જ્યારે ચોથા ધોરણમાં હતો ત્યારથી જ તે વિવિધ સ્ટોરી ગેમ રમતો હતો અને અંગ્રેજી શો જોતો હતો. આમ તે નાનપણથી સારું અંગ્રેજી શીખી ગયો.

    ધર્મેશને જાપાનીઝ કાર્ટૂન જોવાં ખૂબ ગમે છે. શરૂઆતમાં તે ઇંગ્લિશમાં ડબ કરેલા જાપાનીઝ કાર્ટૂન જોવા લાગ્યો અને ત્યાર બાદ ધીમે-ધીમે જાપાનીઝમાં ઇંગ્લિશ સબ-ટાઇટલ સાથે તેણે આ કાર્ટૂન જોવાની શરૂઆત કરી દીધી. આ જ ક્રમમાં તે જાપાનીઝ શીખતો ગયો અને હવે એમાં હજી પાવરધા થવા માટે તે યુટ્યુબના માધ્યમથી આગળ જાપાનીઝ શીખી રહ્યો છે.

    આ સંદર્ભે વાતચીત કરતાં ધર્મેશે ન્યુઝ કન્ટિન્યુઝને જણાવ્યું કે “મને મારા ઘરમાંથી ખૂબ જ પ્રોત્સાહન મળે છે.” ધર્મેશ પોતાના આ કાર્ટૂનના શોખને જ કારકિર્દીમાં બદલવા માગે છે. તે 2D ઍનિમેશનમાં પોતાનું ભાવિ ઘડવા અત્યારથી જ મથી રહ્યો છે.ઇલ્સટ્રેટર, ફોટોશૉપ અને ક્લિપ સ્ટુડીઓ પેઇન્ટ જેવા સોફ્ટવેર ઘરેબેઠાંઑનલાઇન શીખે છે.

    ઉલ્લેખનીય છે કે ધર્મેશે તેના ભાઈ સાથે મળી યુટ્યુબ ચૅનલ પણ બનાવી હતી અને એમાં 3 ગીતના રીમેક પણ બનાવ્યા હતા. જોકેપોતાના અભ્યાસ પર વધુ ધ્યાન આપવા માટે તેણે હાલ આ યુટ્યુબનો પ્લાન મોકૂફ રાખ્યો છે.

    અમેરિકામાં ફાઈઝર અને મોડર્ના વેક્સિનને લઈને ચોંકાવનાર રિપોર્ટ, રસી લીધા બાદ થઇ રહી છે હૃદયની દુર્લભ બીમારીઓ ; જાણો વિગતે