Tag: BreakingNews

  • Gold Smuggling: તસ્કરોની એર કોમ્પ્રેસરની યુક્તિ નિષ્ફળ, ડીઆરઆઈએ અમદાવાદ એરપોર્ટ પર આટલા કરોડનું સોનું જપ્ત કર્યું..

    Gold Smuggling: તસ્કરોની એર કોમ્પ્રેસરની યુક્તિ નિષ્ફળ, ડીઆરઆઈએ અમદાવાદ એરપોર્ટ પર આટલા કરોડનું સોનું જપ્ત કર્યું..

    News Continuous Bureau | Mumbai

    Gold Smuggling: ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઈ)એ સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર દાણચોરીના ચતુરાઈભર્યા પ્રયાસનો પર્દાફાશ કર્યો હતો, જેમાં બે મિની એર કોમ્પ્રેસરના પિસ્ટન પોલાણમાં છૂપાવેલું 3 કિલો સોનું (અંદાજે ₹2.35 કરોડ) જપ્ત કરવામાં આવ્યું હતું. બેંગકોકથી આવી રહેલા એક ભારતીય નાગરિકને ચોક્કસ બાતમીના આધારે અટકાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેની કસ્ટમ્સ એક્ટ, 1962 હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.

     

    ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઈ) એ સોનાની દાણચોરી સામે લડવામાં તેની મજબૂત કામગીરી ચાલુ રાખી છે, જેમાં વર્ષ 2024 માં અમદાવાદ અને સુરત આંતરરાષ્ટ્રીય વિમાનમથકોમાં કુલ જપ્તી 93 કિલો (આશરે ₹66 કરોડ)થી વધુ છે. ડીઆરઆઈ દાણચોરીને નિષ્ફળ બનાવવા અને નવીન છુપાવવાની પદ્ધતિઓને ઉજાગર કરવાના તેના પ્રયત્નોમાં જાગૃત રહે છે.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

  • Mira Road: મીરા રોડની બે હવેલી પર પાલિકાએ કાર્યવાહી કરતા વૈષ્ણવોમાં આક્રોશ

    Mira Road: મીરા રોડની બે હવેલી પર પાલિકાએ કાર્યવાહી કરતા વૈષ્ણવોમાં આક્રોશ

    News Continuous Bureau | Mumbai

    Mira Road: મીરા રોડ પૂર્વમાં આવેલી શ્રી ગોવર્ધનનાથજી અને શ્રી ગોપાળલાલ મંદિર હવેલીમાં આજે પાલિકાએ આજે ડિમોલિશનની કાર્યવાહી કરતા વૈષ્ણવોમાં ભારે આક્રોશ ફેલાયો હતો. બંને હવેલીના સંચાલકોએ દાવો કર્યો હતો કે પાલિકાએ તોડકામ કરવા પહેલાં અમને કોઈ પણ પ્રકારની નોટિસ મોકલાવી નહોતી. પાલિકાએ અગાઉ જે બાંધકામ અનધિકૃત હોવાનું જણાવ્યું હતું એ અમે જાતે જ તોડી રહ્યા હતા. અને પાલિકાના અધિકારીઓ આવીને એનું ચેકિંગ પણ કરતા હતા. પરંતુ આજે સવારે કોઈ પણ પ્રકારની નોટિસ કે જાણકારી આપ્યા વગર પાલિકાના અધિકારીઓ પોલીસના કાફલા સાથે આવી પહોંચ્યા અને તોડકામ શરૂ કર્યું.

    Vaishnavas outraged as municipality takes action on two havelis on Mira Road (2)

    આ અંગે ગોવર્ધનનાથજીની હવેલી સાથે સંકળાયેલા રાજીવભાઈ મોદી અને નિતિન પટેલે જણાવ્યું કે, અમને ઘણા વરસ પહેલાં નોટિસ આવી હતી અને એની સામે અમે સ્ટે પણ લીધો હતો. જોકે સ્ટે હટ્યો કે તુરંત પાલિકાએ કોઈ પણ જાતની આગોતરી જાણકારી આપ્યા વગર આજે કાર્યવાહી શરૂ કરી હતી. ગોવર્ધનનાથજીની હવેલીમાં ગ્રાઉન્ડ ફ્લોરની સાથે પહેલામાળ પરનું પણ બાંધકામ તોડવામાં આવ્યું હતું.

    આ સમાચાર પણ વાંચો  : Mira Road: મીરા રોડની બે હવેલી પર પાલિકાએ કાર્યવાહી કરતા વૈષ્ણવોમાં આક્રોશ

    જ્યારે ગોપાળનાથજીની હવેલીમાં મંદિરના મુખ્ય દ્વાર પર આવેલી સીડી ઉપરાંત હવેલીની પાછળની બાજુમાં આવેલી એક રૂમ અને ટોઇલેટ તોડી પાડ્યું હતું. મંદિરના ટ્રસ્ટી નરેન્દ્રભાઈ મોરડિયાએ જણાવ્યું કે, આવતી કાલે (21 ડિસેમ્બર) મંદિરના સત્તરમા પાટોત્સવની ઉજવણની તૈયારી ચાલી રહી હતી. બહેનો ઉજવણી માટેની સામગ્રીની તૈયારી કરી રહી હતી ત્યારે પાલિકાના અધિકારીઓ જેસીબી અને પોલીસની ફોજ સાથે આવ્યા. મંદિર પરિસર ખાલી કરવાને આદેશ આપવાની સાથે તોડકામની શરૂઆત કરી. એ સાથે નરેન્દ્રભાઈએ જણાવ્યું કે, હવેલી બાંધવા માટે જાણીતા બિલ્ડર હર્ષદભાઈએ પ્લૉટ આપ્યો હતો. મંદિર બાંધવા પૂર્વે આજુબાજુની 17 સોસાયટીની એનઓસી પણ લીધી છે.

    Vaishnavas outraged as municipality takes action on two havelis on Mira Road (3)

    ઉપસ્થિત મહિલાઓએ પાલિકાના અધિકારીઓ સામે શાબ્દિક વિરોધ નોંધાવ્યો. પણ તેમને અવગણી પાલિકાએ મંદિરના અમુક હિસ્સાનો તોડવાની શરૂઆત કરી. પાલિકાની કાર્યવાહીનો વિરોધ કરનાર મહિલાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે એમ પોલીસે જણાવવાની સાથે તેમના નામો નોંધવાની સાથે વિડિયો પણ લીધો હતો. કાર્યવાહીનો વિરોધ થઈ રહીયો હતો ત્યારે એક હવાલદારને માથામાં લાકડી લાગી હતી જ્યારે એક મહિલા પડી જતાં સારવાર માટે ટેમ્બા હોસ્પિટલ લઈ જવાઈ હતી. તો વીએચપીના એક કાર્યકરને પોલીસે તાબામાં લીધો હતો.

    બંને મંદિરના કાર્યકર્તાઓનું કહેવું હતું કે, મંદિરને નોટિસ આપવામાં આવી એ સમયે બીજા 72 બાંધકામોને પણ નોટિસ આપવામાં આવી હતી. આમ છતાં માત્ર બે મંદિર પર જ કાર્યવાહી શું કામ એવો પ્રશ્ન ભક્તો પૂછી રહ્યા હતા. પાલિકાની કાર્યવાહી બાદ રોષે ભરાયેલા વૈષ્ણવોએ જણાવ્યું હતું કે હવેલીની આજુબાજુ ઘણા ગેરકાયદે બાધકામ છે પણ તેઓ રાજકીય વગ ધરાવતા હોવાથી તેમના વિરુદ્ધ કાર્યવાહી થતી નથી. મીરા રોડમાં તો મેન્ગ્રોવ્ઝ કાપીને ત્યાં હોટેલ, ગેરેજ જેવા અનેક ગેરકાયદે બાંધકામો છે. જ્યાં રહેઠાણ હોય ત્યા તબેલા બાંધી ન શકાય જેવા કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરી સોસાયટીની વચ્ચે તબેલો બનાવાયો છે. આવા ગંભીર અને પર્યાવરણને નુકસાન પહોંચાડતા ગેરકાયદે બાંધકામો વિરુદ્ધ કાર્યવાહી થતી નથી.

    (પી. સી. કાપડિયા તરફથી.)

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.