Tag: broke

  • Pushpa 2:  પુષ્પા 2 એ રિલીઝ પહેલા જ તોડ્યો શાહરુખ અને પ્રભાસ ની આ ફિલ્મ નો રેકોર્ડ, આ સાથે જ બની ભારતની આવું કરનાર પહેલી ફિલ્મ

    Pushpa 2: પુષ્પા 2 એ રિલીઝ પહેલા જ તોડ્યો શાહરુખ અને પ્રભાસ ની આ ફિલ્મ નો રેકોર્ડ, આ સાથે જ બની ભારતની આવું કરનાર પહેલી ફિલ્મ

    News Continuous Bureau | Mumbai

    Pushpa 2: પુષ્પા બાદ પુષ્પા નો બીજો ભાગ પુષ્પા 2 આવી રહ્યો છે. આ ફિલ્મ માં અલ્લુ અર્જુન મુખુ ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ 15 ઓગસ્ટ ના રોજ રિલીઝ થવાની છે, હવે આ ફિલ્મે રિલીઝ પહેલા જ ‘જવાન’, ‘RRR’, અને ‘બાહુબલી 2’ જેવી ફિલ્મોના સંગીત અધિકારો ને પાછળ છોડી ને નવો રેકોર્ડ બનાવ્યો છે.નિર્દેશક સુકુમારની આ ફિલ્મમાં દેવી શ્રી પ્રસાદ ઉર્ફે ડીએસપીએ સંગીત આપ્યું છે અને મીડિયા રિપોર્ટ મુજબ  આ ફિલ્મના મ્યુઝિક રાઈટ્સ 65 કરોડ રૂપિયામાં વેચાયા છે. તેલુગુ ઉપરાંત, ફિલ્મ ‘પુષ્પા ધ રાઇઝ’ના ગીતો હિન્દી અને તમિલમાં પણ મોટા હિટ રહ્યા હતા અને હવે ‘પુષ્પા ધ રૂલ’ના સંગીતને લઈને લોકોમાં ઘણી ઉત્સુકતા છે.

    આ સમાચાર પણ વાંચો : War 2: વોર 2 માં રિતિક રોશન ને ટક્કર આપવા મુંબઈ પહોંચ્યો જુનિયર એનટીઆર, આ દિવસથી શરૂ કરશે ફિલ્મ નું શૂટિંગ

    પુષ્પા 2 એ તોડ્યો રેકોર્ડ 

    ફિલ્મ ‘પુષ્પા 2’ માટે સંગીતકાર દેવી શ્રી પ્રસાદ દ્વારા કમ્પોઝ કરવામાં આવેલ સંગીતમાં આ વખતે કર્ણાટક સંગીત ઉપરાંત ભારતીય શાસ્ત્રીય સંગીતનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે અને ટીઝરમાં પ્રેક્ષકો દ્વારા જોવામાં આવેલ અલ્લુ અર્જુનનો કાલી અવતાર આ ફિલ્મના સંગીત જેવો જ છે.


    તમને જણાવી દઈએ કે, ભારતીય સિનેમામાં અત્યાર સુધી પુષ્પા 2 ના સંગીત અધિકારો સૌથી વધુ કિંમત માં એટલે કે 65 કરોડ માં વેચાયા છે. જયારે કે જવાન ના સંગીત અધિકારો 36 કરોડ, આરઆરઆર ના અધિકાર 26 કરોડ, ઐશ્વર્યા ની પોનીયન સેલ્વન ના અધિકારો 24 કરોડ અને પ્રભાસ ની સાહો ના અધિકાર 22 કરોડ માં વેચાયા હતા.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Rangoli video : મારી રંગોળી કેમ બગાડી…? એક મહિલાએ નજીવી મામલે યુવકની કારમાં કરી તોડફોડ, થઇ મોટી બબાલ.. જુઓ વિડીયો..

    Rangoli video : મારી રંગોળી કેમ બગાડી…? એક મહિલાએ નજીવી મામલે યુવકની કારમાં કરી તોડફોડ, થઇ મોટી બબાલ.. જુઓ વિડીયો..

    News Continuous Bureau | Mumbai

    Rangoli video : હાલ સોશિયલ મીડિયા પર મધ્યપ્રદેશ (Madhya Pradesh) ના નરસિંહપુર (Narsinghpur) માં એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં ખૂબ જ ગુસ્સે થયેલી મહિલા સ્કોર્પિયોને લાકડી વડે મારતી જોવા મળે છે. જેના કારણે કારનો કાચ તૂટી ગયો હતો. હાલમાં સ્કોર્પિયોના માલિકે પોલીસ સ્ટેશન જઈને મહિલા વિરુદ્ધ FIR નોંધાવી છે.

    મીડિયા રિપોર્ટ મુજબ મામલો નરસિંહપુર જિલ્લાના ગદરવાડાનો છે. અહીં દિવાળીના તહેવાર દરમિયાન મહિલા (woman) એ પોતાના ઘર આગળ રંગોળી (Rangoli)  બનાવી હતી. દરમિયાન એક સ્કોર્પિયો (Scorpio) ના ચાલકે પોતાની કાર રંગોળીઓ ઉપર ચલાવીને બગાડી દીધી હતી. આ જોઈને મહિલા ગુસ્સે ભરાઈ ગઈ. ત્યાર બાદ મહિલાએ નજીકમાં ઉભેલી સ્કોર્પિયો પર લાકડી (wooden stick) વડે હુમલો કર્યો અને પોતાનો બધો ગુસ્સો સ્કોર્પિયો પર કાઢયો.

    વીડિયોમાં શું છે?

    વાયરલ વીડિયોમાં એક મહિલા હાથમાં લાકડી લઈને ગુસ્સામાં છે અને સ્કોર્પિયો તોડવા જાય છે. આ દરમિયાન વીડિયો બનાવનાર વ્યક્તિ પાછળનો કાચ તોડવાનું કહે છે, પછી તેણે આગળનો કાચ તોડવાનું કહ્યું હતું. ત્યારપછી તેણે લાકડી વડે કાચને ફટકારીને સ્કોર્પિયોનો કાચ તોડી નાખ્યો અને પોલીસને બોલાવવાનું કહ્યું.  

    આ સમાચાર પણ વાંચો : Pressure cooker baking: કેક બનાવવા ઓવનની જરૂર નથી, પ્રેશર કૂકરમાં જ બનાવો સ્પોન્જી કેક.. ફોલો કરો આ સરળ ટિપ્સ.

    મહિલા સામે ફરિયાદ નોંધાઈ

    મહિલાના આ હુમલાથી કારનો આગળનો કાચ તૂટી ગયો હતો. કાર માલિક ગદરવારા પોલીસ સ્ટેશન પહોંચી ગયો અને મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. તે જ સમયે, આ મહિલાના વાયરલ વીડિયોનો વિધાનસભા ચૂંટણીમાં વિરોધીઓ દ્વારા ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો હતો. ભાજપ નેતાની પત્નીનો ગુસ્સો પણ ઉમેરાયો હતો.

  • શૈલેષ લોઢા ની ફરિયાદો પર નિર્માતા અસિત મોદી એ તોડ્યું મૌન, અભિનેતા વિશે કહી આ વાત

    શૈલેષ લોઢા ની ફરિયાદો પર નિર્માતા અસિત મોદી એ તોડ્યું મૌન, અભિનેતા વિશે કહી આ વાત

    News Continuous Bureau | Mumbai

    તારક મહેતા સાથે 14 વર્ષ સુધી જોડાયેલા રહ્યા બાદ, શૈલેષે અચાનક એક દિવસ શો છોડી દીધો હતો, જેના પછી ફેન્સ તેને ખૂબ જ મિસ કરી રહ્યા છે. શો છોડ્યા બાદ અસિત મોદી અને શૈલેષ લોઢા વચ્ચેના સંબંધો સારા ચાલી રહ્યા ન હતા. સોશિયલ મીડિયા પર બંને વચ્ચે ઘણીવાર શાબ્દિક યુદ્ધ થાય છે. શૈલેષે પણ આ મામલે કાનૂની વળાંક લીધો હતો. હવે અસિતે આ મામલે મૌન તોડ્યું છે.

     

    અસિત મોદી એ આપ્યો આ જવાબ 

    પોતાની ઉપર લાગેલા આરોપોનો જવાબ આપતા અસિતે કહ્યું કે નોટિસ મળવી મારા માટે ખૂબ જ આઘાતજનક છે. તેણે પોતાના તાજેતરના ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે કોઈ પણ સંસ્થામાં કેટલાક ડ્યુસ ચાલતા રહે છે. જ્યારે તમે આટલા વર્ષો સુધી એક કુટુંબ તરીકે સાથે કામ કરો છો, ત્યારે નાના મતભેદો અને ઝઘડાઓ થતા રહે છે.અસિતે કહ્યું કે પરિવારના સભ્યો પણ લડે છે, પરંતુ શૈલેષ બહાર કામ કરવા માંગતો હતો, અને કવિ સંમેલનમાં હાજરી આપવા માંગતો હતો. આવી સ્થિતિમાં, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એક ડેઈલી સોપ છે, તેથી તેને અહીં વધુ સમય લાગતો હતો. તેણે કહ્યું કે શૈલેષે તેના સ્વાભિમાનની વાત કરી છે, પરંતુ આ જ વાત નિર્માતાને પણ લાગુ પડે છે. તે તેની કવિતાઓ દ્વારા મને સતત નિશાન બનાવતો હતો, જે તેને બિલકુલ શોભતું નહોતું, કારણ કે એક સમય હતો જ્યારે અમે સાથે ખૂબ સારા સંબંધો શેર કર્યા હતા.અસિતે એમ પણ કહ્યું કે તેણે ક્યારેય શૈલેષ લોઢા સાથે ગેરવર્તણૂક કરી નથી અને હંમેશા તેમના કામનું સન્માન કર્યું છે. અસિત કુમાર મોદીએ દાવો કર્યો હતો કે તેઓ અભિનેતા ન હોવા છતાં તેમને મુખ્ય ભૂમિકા સોંપીને જોખમ લીધું હતું. તેણે શો છોડી દીધો, અમે તેને શો છોડવાનું કહ્યું નથી.

     

    શૈલેષ લોઢા એ દસ્તાવેજ પર સહી કરવાનો કર્યો ઇન્કાર 

    અસિતે વધુમાં કહ્યું કે જ્યારે અમને ખબર પડી કે તે શો છોડવાનો છે ત્યારે અમારી ટીમે તેને ત્રણ મહિનાની નોટિસ પર રહેવા માટે પણ કહ્યું હતું, પરંતુ તે માન્યા ન હતા. તેમણે અમારી સાથે કોઈપણ પ્રકારની મુલાકાત કરવાનો પણ ઈન્કાર કર્યો હતો. શૈલેષે કોઈપણ દસ્તાવેજ પર સહી કરવાનો કે કોઈપણ ઔપચારિકતા પૂર્ણ કરવાની ના પાડી.

  • 20 વર્ષ પહેલા કેમ તૂટી હતી અભિષેક-કરિશ્મા ની સગાઈ? બોલિવૂડના આ દિગ્ગજ ફિલ્મ દિગ્દર્શકે જણાવી હકીકત

    20 વર્ષ પહેલા કેમ તૂટી હતી અભિષેક-કરિશ્મા ની સગાઈ? બોલિવૂડના આ દિગ્ગજ ફિલ્મ દિગ્દર્શકે જણાવી હકીકત

    News Continuous Bureau | Mumbai

    બોલિવૂડ સ્ટાર્સની લવ લાઈફના કિસ્સાઓ રોજેરોજ હેડલાઈન્સ બનાવતા રહે છે. બી-ટાઉનના કોરિડોરમાં સંબંધો બાંધવા અને તૂટવા સામાન્ય વાત છે. પરંતુ, ઘણી વખત તેમના સંબંધો બગડવાનું કારણ જાણી શકાતું નથી. આવો જ એક સંબંધ અભિષેક બચ્ચન ( abhishek bachchan ) અને કરિશ્મા કપૂરનો ( karisma kapoor ) હતો. બંને એકબીજાને ડેટ કરતા હતા. વાત લગ્ન સુધી પહોંચી ગઈ હતી. બંનેએ સગાઈ ( engagement ) પણ કરી લીધી હતી. પણ પછી… અચાનક તેમના રસ્તાઓ અલગ થઈ ગયા. હવે વર્ષો પછી તેમના અલગ ( broke ) થવાનું કારણ સામે આવ્યું છે.

    ફિલ્મ નિર્દેશક સુનીલ દર્શને પોતાના એક ઈન્ટરવ્યુમાં અભિષેક ( abhishek bachchan ) અને કરિશ્મા ( karisma kapoor ) વચ્ચેના સંબંધો વિશે વાત કરી હતી. પોતાની વાતની શરૂઆત કરતાં તેમણે કહ્યું, ‘અભિષેક અને કરિશ્મા, બંને સારા માણસ છે, પરંતુ કદાચ કુદરતને તેમનું સાથે હોવું મંજૂર નહોતું. તેમને જોઈને હું સમજી ગયો કે બંને એકબીજા માટે નથી બન્યા. બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. જણાવી દઈએ કે સુનીલે અભિષેક અને કરિશ્મા સાથે ફિલ્મ ‘હાં મેંને ભી પ્યાર કિયા’માં કામ કર્યું હતું. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન અભિષેક અને કરિશ્મા એકબીજાને ડેટ કરી રહ્યા હતા.સુનીલ દર્શને કહ્યું કે, ‘અભિષેક અને કરિશ્માનો સંબંધ કોઈ અફવા નથી પરંતુ સંપૂર્ણ રીતે સાચો હતો. બંને એકબીજાની ખૂબ જ નજીક હતા અને લગ્ન પણ કરવાના હતા. મેં પોતે કરિશ્મા-અભિષેકની સગાઈના ( engagement )  ફંક્શનમાં હાજરી આપી હતી. પરંતુ લગ્ન પહેલા જ તેમનો સંબંધ તૂટી ( broke  ) ગયો હતો.

    આ સમાચાર પણ વાંચો: મુંબઈની નજીક આવ્યો ભૂકંપ. લોકોમાં ફફડાટ

    સુનીલ દર્શને વધુ માં જણાવ્યું કે, ‘અભિષેક ( abhishek bachchan ) અને કરિશ્મા ( karisma kapoor )  એકબીજા માટે પરફેક્ટ ન હતા. બંને વચ્ચે ઘણા મતભેદો હતા. બંને વચ્ચે હંમેશા તકરાર ચાલતી હતી. બંનેને જોઈને મને ઘણી વાર લાગતું કે શું આ બંને સાથે રહી શકશે? જોકે અભિષેક ખૂબ જ ક્યૂટ છે અને કરિશ્મા પણ સારી વ્યક્તિ છે. પરંતુ, કેટલીક બાબતો માત્ર નસીબ દ્વારા નક્કી કરવામાં આવે છે. નિયતિને આ સંબંધ મંજૂર નહોતો. જણાવી દઈએ કે અભિષેક અને કરિશ્માએ બિગ બીના 60માં જન્મદિવસ પર તેમની સગાઈની જાહેરાત કરી હતી, પરંતુ થોડા જ મહિનામાં આ સંબંધ તૂટી ગયો હતો.

     

  • નેશનલ ક્રશ રશ્મિકા મંદન્નાએ આ કન્નડ અભિનેતા સાથે કરી હતી સગાઇ, 14 મહિના બાદ થયા રસ્તા અલગ, જાણો કારણ

    નેશનલ ક્રશ રશ્મિકા મંદન્નાએ આ કન્નડ અભિનેતા સાથે કરી હતી સગાઇ, 14 મહિના બાદ થયા રસ્તા અલગ, જાણો કારણ

    News Continuous Bureau | Mumbai

    રશ્મિકા મંદન્ના (Rashmika Mandanna)આજે મોટી અભિનેત્રી બની ગઈ છે. તેને (Rashmika Mandanna))ને હવે બીજા કોઈની ઓળખની જરૂર નથી. અભિનેત્રીએ નાની ઉંમરમાં જ મોટી સફળતા મેળવી છે. રશ્મિકા એક પછી એક હિટ ફિલ્મો આપતી જોવા મળે છે. અભિનેત્રીને આ ઓળખ એમ જ નથી મળી, અભિનેત્રીએ પોતાની મહેનત અને ક્ષમતાના આધારે બધું જ હાંસલ કર્યું છે. રશ્મિકાએ સાઉથ ઈન્ડસ્ટ્રીમાં ફિલ્મ 'કિરિક પાર્ટી' (Kirik Party debut)થી ડેબ્યૂ કર્યું હતું. જે તેની કારકિર્દીની શરૂઆત કરવા માટેની શ્રેષ્ઠ ફિલ્મ સાબિત થઈ હતી. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. પરંતુ જો આપણે તેના અંગત જીવનની કેટલીક જૂની વાતો જોઈએ તો, અભિનેત્રીએ 2017 માં જ સગાઈ (engagement)કરી હતી, જેના વિશે ઘણા ઓછા લોકો જાણે છે.

    વાસ્તવમાં, રશ્મિકા  મંદન્ના એક્ટર રક્ષિત શેટ્ટી (Rashmika Mandanna Rakshit Shetty engagement)સાથે સંબંધમાં હતી. રશ્મિકાએ પોતાના કરિયરની શરૂઆત રક્ષિત શેટ્ટી સાથે ફિલ્મ કિરિક પાર્ટીથી કરી હતી. આ દરમિયાન બંને એકબીજાની ખૂબ નજીક આવી ગયા હતા. જે બાદ આ કપલે વર્ષ 2017માં સગાઈ કરી લીધી હતી. જો કે, ભાગ્યને તેમના સંબંધો મંજૂર ન હતા. રશ્મિકા અને રક્ષિત (Rashmika and Rakshit)તેમની સગાઈના 14 મહિના પછી જ અલગ થઈ ગયા. રશ્મિકા અને રક્ષિત શેટ્ટીની સગાઈ કેમ તૂટી તે અંગે બંનેમાંથી કોઈએ ક્યારેય ખુલીને વાત કરી નથી.

    આ સમાચાર પણ વાંચો : બોક્સ ઓફિસ પર ધૂમ મચાવ્યા બાદ અમેઝોન પ્રાઈમ પર રિલીઝ થઇ KGF 2; જાણો ફિલ્મ ને જોવા કેટલા પૈસા ખર્ચવા પડશે અને આખી પ્રક્રિયા શું છે

    કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંને સ્ટાર્સ વચ્ચે કોઈ તાલમેલ નહોતો. આ સિવાય કેટલાક રિપોર્ટ્સમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે તેમની સગાઈ તોડવાનું કારણ તેમનો પરિવાર હતો. જોકે રશ્મિકા અને રક્ષિતે સગાઈ તૂટવા પર કંઈ કહ્યું નથી. અને સત્ય ગમે તે હોય, તે ફક્ત તે જ કહી શકે છે.તમને જણાવી દઈએ કે રશ્મિકા મંદન્ના હવે માત્ર સાઉથની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જ નહીં પરંતુ બોલિવૂડમાં (Bollywood debut) પણ પોતાનો દબદબો બનાવવા જઈ રહીછે. અહેવાલો અનુસાર, તેની પાસે હાલમાં સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે 'મિશન મજનૂ', અમિતાભ બચ્ચન સાથે 'ગુડબાય' જેવી હિન્દી ફિલ્મો છે.તેની તાજેતરની ફિલ્મ 'પુષ્પા' ઘણી સફળ રહી હતી.

  • હેલ્મેટ વિના બાઇક ચલાવવી આ બોલિવૂડ એક્ટરને પડી મોંઘી, ટ્રાફિક પોલીસ મોકલશે નોટિસ

    હેલ્મેટ વિના બાઇક ચલાવવી આ બોલિવૂડ એક્ટરને પડી મોંઘી, ટ્રાફિક પોલીસ મોકલશે નોટિસ

    News Continuous Bureau | Mumbai

    વરુણ ધવન (Varun Dhawan) ઘણીવાર પોતાની ફિલ્મો અને તસવીરોને લઈને ચર્ચામાં રહે છે. જ્યાં લોકો ક્યારેક તેમની ફિલ્મો માટે ઉત્તેજના વ્યક્ત કરતા જોવા મળે છે. કેટલીકવાર તેને ચિત્રો પસંદ હતા. પરંતુ આ દરમિયાન તે તાજેતરમાં ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. તેનું કારણ ફિલ્મ કે તસવીરો નથી પરંતુ તેમના દ્વારા ટ્રાફિક નિયમોનું (raffic rules) ઉલ્લંઘન છે. વરુણે તાજેતરમાં ટ્રાફિક નિયમો નું ઉલ્લંઘન કર્યુ છે. જેના માટે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જ્યારથી મામલો સામે આવ્યો છે ત્યારથી તેમની મુસીબતમાં વધારો થયો છે.અને વરુણ ના ચાહકો તેને લઇ ને  ખૂબ જ ચિંતિત છે.

    બોલિવૂડ એક્ટર વરુણ ધવન (Varun Dhawan)આ દિવસોમાં ફિલ્મ 'બવાલ' (Bawal) ના શૂટિંગ માટે કાનપુર પહોચ્યો  છે. બુધવારે, તેણે પી રોડ માર્કેટની શેરીઓમાં તેની બુલેટ (bullet) ચલાવી, પછી ગુરુવારે તેણે કેન્ટ અને ડેપ્યુટી પડાવમાં શૂટિંગ (Shooting) કર્યું. અભિનેતાની એક ઝલક જોવા માટે તેના ચાહકો પણ રસ્તા પર ઉતરી આવ્યા હતા. વરુણે ચાહકોને ઓટોગ્રાફ પણ આપ્યા. તેણે શૂટિંગ દરમિયાન હેલ્મેટ(helmet) પહેર્યું ન હતું. આટલું જ નહીં, શૂટિંગ દરમિયાન જે બુલેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેના પર નકલી નંબર પ્લેટ હતી. કોઈ વ્યક્તિ હેલ્મેટ (heldmet) વગર પોતાની કાર ચલાવી રહ્યો હોવાનો ફોટો અને વીડિયો ઈન્ટરનેટ (internet) પર વાયરલ થયો હતો.હેલ્મેટ વિના વાહન ચલાવવાના કેસમાં ટ્રાફિક પોલીસે (Traffic police) અભિનેતા વિરુદ્ધ ઈ-ચલણ (E-Chalan) જારી કર્યું છે.પરંતુ નકલી નંબર પ્લેટ લગાવવાના મુદ્દે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. માહિતી અનુસાર,પોલીસ (Police) દ્વારા વરુણને નોટિસ (notice) મોકલવાની તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે.

    આ સમાચાર પણ વાંચો : મહેશ ભટ્ટે જમાઈ રણબીર કપૂર પર વરસાવ્યો પ્રેમ, અભિનેતા ને ગળે લગાવી થયા ભાવુક; જુઓ હૃદય સ્પર્શી તસવીરો

    તમને જણાવી દઈએ કે આ દિવસોમાં ફિલ્મ ‘બવાલ’  (Bawal) નું શૂટિંગ કાનપુરમાં (Kanpur) ચાલી રહ્યું છે, જે પહેલા લખનૌમાં (Lucknaw) થવાનું હતું. આ ફિલ્મનું શૂટિંગ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં કરવામાં આવશે, જે આખા અઠવાડિયા સુધી ચાલશે. આ માટે શહેરના કેટલાક પ્રખ્યાત સ્થળોની પસંદગી પણ કરવામાં આવી છે.‘બવાલ’ ફિલ્મ સાજિદ નડિયાદવાલા પ્રોડક્શનના બેનર હેઠળ બની રહી છે. આ ફિલ્મમાં વરુણ ધવન (Varun Dhawan)એક શિક્ષક (teacher) ની ભૂમિકા માં  જોવા મળશે.

  • હેં! કોવિડ પોઝિટિવ હોવા છતાં બિલાસપુરથી મુંબઈ આવ્યોઃ હવે તેની સામે લેવાશે આ પગલા; જાણો વિગત

    હેં! કોવિડ પોઝિટિવ હોવા છતાં બિલાસપુરથી મુંબઈ આવ્યોઃ હવે તેની સામે લેવાશે આ પગલા; જાણો વિગત

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

    મુંબઈ. 4 ડિસેમ્બર 2021

    શનિવાર.

    માલદિવથી પ્રવાસ કરીને બિલાસપુર આવેલા પ્રવાસી સામે હોમ ક્વોરન્ટાનનો નિયમ ભંગ કરવા બદલ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. તે કોવિડ પોઝિટિવ હોવાથી તેણે સખતાઈ પૂર્વક હોમ કવોરન્ટાઇન થવાનું હતું, છતાં તેણે નિયમનો ભંગ કરીને મુંબઈનો પ્રવાસ કર્યો હતો.

    બિલાસપુરના ચીફ મેડિકલ અને હેલ્થ ઓફિસરે મિડિયા હાઉસને આપેલા અહેવાલ મુજબ માલદિવથી આવેલા બે પ્રવાસીઓ પોઝિટિવ નીકળ્યા હતા, તેમાં 31 વર્ષના યુવક અને 49 વર્ષની મહિલાનો સમાવેશ થાય છે, જે લંડનની મુલાકાત લઈને આવી હતી.

     

    સારા સમાચારઃ શતાબ્દી અને દુરન્તોમાં પ્રવાસ કરનારા યાત્રીઓને 10 ડિસેમ્બરથી મળશે આ સુવિધા. જાણો વિગત

    બંને જણ દિલ્હી એરપોર્ટ પર ટેસ્ટ દરમિયાન નેગેટીવ આવ્યા હતા. પરંતુ બુધવારે બિલાસપુર પહોંચ્યા બાદ બંનેના આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં બંને પોઝિટિવ આવ્યા હતા. બંનને સેમ્પલ જીનોમ સિક્વેન્સિંગ માટે આપવામાં આવ્યા છે. તેના રિપોર્ટ આવતા અઠવાડિયામાં આવશે. આ દરમિયાન 31 વર્ષના યુવકને પોઝિટિવ હોવાથી હોઈ આઈસોલેશનની સલાહ આપવામાં આવી હતી. ઈન્સપેકશન દરમિયાન તે તેના ઘરેથી ગાયબ થઈ ગયો હોવાનું જણાઈ હતું. આ યુવકને મુંબઈમાં પકડી પાડવામાં આવ્યો છે. તેની સામે એપેડેમીક ડીઝીસ એક્ટ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે.

  • કેસર કેરીના એક બૉક્સના ભાવ ૧૦૦ રૂપિયા; માર્કેટ તૂટી ગયું

    કેસર કેરીના એક બૉક્સના ભાવ ૧૦૦ રૂપિયા; માર્કેટ તૂટી ગયું

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

    મુંબઈ, ૨૪ મે ૨૦૨૧

    સોમવાર

    વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્રમાં ઉગેલી કેસર કેરી જમીન પર પડી ગઈ. આની સાથે જ આ વર્ષની ખેડૂતોની કમાણી પણ સાફ થઈ ગઈ. આ પરિસ્થિતિમાં જમીન પર ખરી પડેલી કેરીઓ વેચવા માટે બજારમાં મોટા પાયે આવી રહી છે. રાજકોટની એક માર્કેટમાં એકાએક 50 હજાર બૉક્સ વેચાવા માટે આવી ગયા. જેને પગલે કેરીનો ભાવ સો રૂપિયા પેટી બોલાયો. જોવાની વાત એ છે કે એ કેરી ખરીદવા માટે આશરે એક કિલોમીટર લાંબી લાઇન લાગી હતી તેમ જ વેચવા માટે પણ લાંબી લાઇનો લાગી હતી.

    આમ આ વર્ષે ગુજરાતની કેસર કેરી બજારમાં નહિ આવે એવું લાગી રહ્યું છે.