• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
News Continuous Bureau | Mumbai
keep your memories alive
Home - Budget Impact Hotel Menu Cost
Tag:

Budget Impact Hotel Menu Cost

LPG Price૬ મહિનામાં કોમર્શિયલ સિલિન્ડરના ભાવ ડબલ, જાણો ૧ જુલાઈએ શું રહેશે લેટેસ્ટ રેટ્સ
વેપાર-વાણિજ્યMain Post

LPG Price૬ મહિનામાં કોમર્શિયલ સિલિન્ડરના ભાવ ડબલ, જાણો ૧ જુલાઈએ શું રહેશે લેટેસ્ટ રેટ્સ

by Zalak Parikh June 30, 2026
written by Zalak Parikh

 

News Continuous Bureau | Mumbai

LPG Price સામાન્ય રીતે દર મહિનાની પહેલી તારીખે દેશમાં એલપીજી (LPG) ગેસ સિલિન્ડરના નવા દરો અપડેટ થતા હોય છે. આ નિયમ મુજબ આવતીકાલે એટલે કે ૧ જુલાઈ ૨૦૨૬ ના રોજ ફરી એકવાર ગેસના નવા ભાવો જાહેર થશે. આ સ્થિતિ વચ્ચે તમામ ગ્રાહકોના મનમાં એક જ મોટો સવાલ છે કે ૧ જુલાઈએ મોંઘવારીમાંથી રાહત મળશે કે પછી ફરી કોઈ નવી આફત આવશે? આ વર્ષે સૌથી મોટો ફટકો ૧૯ કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડર વાપરતા ગ્રાહકોને લાગ્યો છે. ઈન્ડિયન ઓઈલની સત્તાવાર વેબસાઈટના આંકડા મુજબ છેલ્લા છ મહિનામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત લગભગ બમણી થઈ ગઈ છે, જેના કારણે હોટલઢાબા અને રેસ્ટોરન્ટના મેનૂ મોંઘા થઈ ગયા છે અને સામાન્ય માણસના ખિસ્સા પર બોજ વધ્યો છે.

LPG Price – છેલ્લા ૬ મહિનામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર ૧,૫૩૩ મોંઘો થયો, સપ્લાય બંધ થતાં હોટલ-ઢાબા સંકટમાં મુકાયા

આઈઓસીએલ (IOCL) ના અહેવાલ અનુસાર, દિલ્હીમાં ૧ ડિસેમ્બર ૨૦૨૫ ના રોજ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત ૧,૫૮૦.૫૦ હતી. જે જાન્યુઆરી ૨૦૨૬ માં વધીને ૧,૬૯૧.૫૦ અને ફેબ્રુઆરીમાં ૧,૭૪૦.૫૦ થઈ ગઈ હતી. ત્યારબાદ ૨૮ ફેબ્રુઆરીએ ઈરાન-ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચે યુદ્ધ ફાટી નીકળવાના કારણે વૈશ્વિક સ્તરે સપ્લાય ચેઈન પ્રભાવિત થઈ હતી. માર્ચમાં બે વાર ભાવ વધ્યા બાદ એપ્રિલમાં કિંમત ૨,૦૭૮.૫૦ પર પહોંચી ગઈ હતી. સૌથી મોટો ઐતિહાસિક ઝટકો મે મહિનામાં લાગ્યો જ્યારે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી પુરી થતાં જ કિંમતમાં એક ઝાટકે ૯૯૩ નો તોતિંગ વધારો ઝીંકાયો હતો. ૧ જૂનથી આ સિલિન્ડર ૩,૧૧૩.૫૦ ના રેકોર્ડ સ્તરે વેચાઈ રહ્યો છે. ગેસ મોંઘો થવા અને વચમાં સપ્લાય પર પ્રતિબંધ આવવાના કારણે અનેક નાના સ્ટ્રીટ ફૂડ વેન્ડર્સ અને ઢાબા બંધ થવાની નોબત આવી ગઈ હતી, જો કે હવે સરકારે સપ્લાય પરથી પ્રતિબંધ હટાવી લીધો છે.

LPG Price – સામાન્ય ગ્રાહકોને પણ લાગ્યો કરંટ, ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં પણ આ વર્ષે થયો ૮૯નો વધારો

માત્ર કોમર્શિયલ જ નહીં, પરંતુ ઘરના રસોડામાં વપરાતા ૧૪.૨ કિલોના ઘરેલું ગેસ સિલિન્ડર (Domestic LPG Cylinder) પર પણ મોંઘવારીનો જોરદાર માર પડ્યો છે. લગભગ એક વર્ષ સુધી શાંત રહ્યા બાદ ૭ માર્ચ ૨૦૨૬ ના રોજ ઘરેલું સિલિન્ડરના ભાવમાં ૬૦ નો વધારો થયો હતો, જેથી દિલ્હીમાં તેની કિંમત ૮૫૩ થી વધીને ૯૧૩ થઈ ગઈ હતી. ત્યારબાદ બરાબર ત્રણ મહિના પછી એટલે કે ૭ જૂને કિંમતમાં ફરી ૨૯ નો વધારો કરવામાં આવ્યો અને સિલિન્ડર ૯૪૨ પર પહોંચી ગયો. આ રીતે જોવામાં આવે તો ચાલુ વર્ષ ૨૦૨૬ માં અત્યાર સુધીમાં ઘરેલું રાંધણ ગેસ સિલિન્ડર ગ્રાહકો માટે ૮૯ જેટલો મોંઘો થઈ ચૂક્યો છે, જેના લીધે ગૃહિણીઓનું બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે.

LPG Price – ક્રૂડ ઓઈલના ભાવ ઘટતાં ૧ જુલાઈએ મોટી રાહત મળવાની આશા, શાંતિ વાર્તા પર ટકેલી નજર

હવે પ્રશ્ન એ થાય છે કે આવતીકાલે એટલે કે ૧ જુલાઈએ ગેસ સિલિન્ડર મોંઘો થશે કે સસ્તો? આ અંગે બજારના નિષ્ણાતોનું કહેવું છે કે ચોક્કસ દરો શું હશે તે કહેવું મુશ્કેલ છે, પરંતુ વૈશ્વિક બજારમાંથી એક મોટી રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. હાલમાં ઈરાન અને અમેરિકા વચ્ચે સત્તાવાર શાંતિ વાર્તા ચાલી રહી છે અને સરહદ પર યુદ્ધવિરામ લાગુ છે. આ વૈશ્વિક સુધારાના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ (Crude Oil) ની કિંમત ૧૨૬ ડોલર પ્રતિ બેરલના સર્વોચ્ચ સ્તરેથી ગગડીને હાલમાં ૭૨ થી ૭૩ ડોલર પ્રતિ બેરલની આસપાસ આવી ગઈ છે. ક્રૂડ ઓઈલના ભાવમાં આટલો મોટો ઘટાડો નોંધાવાને કારણે દેશમાં એલપીજી ગેસના ભાવ વધવાની શક્યતા નહિવત છે અને એવી પ્રબળ આશા સેવાઈ રહી છે કે સરકાર સામાન્ય જનતાને ભાવો ઘટાડીને મોટી ભેટ આપી શકે છે.

👉 આ સમાચાર વાચો:
India Pakistan Relations ”પાણી રોકશો તો હાથ કાપી નાખીશું’… સિંધુ જળ વિવાદ પર પાકિસ્તાને ફરી બતાવ્યા તેવર

June 30, 2026 0 comments
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
News Continuous Bureau | Mumbai
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક