• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - byculla
Tag:

byculla

Mumbai Rains byculla crosses 150 mm rains in just 3 hours
મુંબઈ

Mumbai Rains: મુંબઈમાં મેઘમહેર, શહેરના આ વિસ્તારમાં માત્ર 3 કલાકમાં 150 મીમી વરસાદ ખાબક્યો, કમર સુધી રસ્તાઓ પર ભરાયું પાણી; જુઓ વિડિયો

by kalpana Verat June 10, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Mumbai Rains: મુંબઈમાં ભારે વરસાદને કારણે વાતાવરણ તો આહલાદક બન્યું છે, પરંતુ આફત પણ બની છે. મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં રવિવારે રાત્રે ભારે વરસાદ થયો હતો. વરસાદની સ્થિતિ એવી હતી કે લોકોને ગરમીમાંથી રાહત મળી હતી, પરંતુ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. આ વરસાદ લોકો માટે આફત બની ગયો હતો. મુંબઈમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ ઘૂંટણિયે પાણી ભરાઈ ગયા હતા. અનેક જગ્યાએ વાહનો ડૂબી ગયા હતા. વિક્રોલી વિસ્તારમાં વરસાદને કારણે એક સ્લેબ તૂટી પડતાં બે લોકોનાં મોત થયાં છે. આમાં એક 10 વર્ષનો બાળક પણ સામેલ છે.  

Mumbai Rains: જુઓ વિડિયો 

1st day of Monsoon in Mumbai starts with Extreme Rain Event⚠️ Byculla crosses 150 mm rains in just 3 hours making it an extreme raim event. Byculla station road flooded⚠️ This is just the beginning of Monsoon #MumbaiRains pic.twitter.com/P3qOlTLKgF

— Mumbai Nowcast (@MumbaiNowcast) June 9, 2024

Mumbai Rains:  ભાયખલામાં  માત્ર 3 કલાકમાં 150 મીમી વરસાદ ખાબક્યો

ભારતના હવામાન વિભાગ (IMD) મુજબ, દક્ષિણ મુંબઈ ( Mumbai news ) માં કોલાબા ઓબ્ઝર્વેટરીએ 67 મીમી વરસાદ નોંધ્યો હતો, જ્યારે ભાયખલા માં  માત્ર 3 કલાકમાં 150 મીમી વરસાદ ખાબક્યો છે. પ્રથમ વરસાદમાં જ અહીં કમર સુધી પાણી ભરાઈ ગયા છે. આ જળ ભરાવના કારણે  વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વરસાદના કારણે ટ્રાફિક જામના કારણે લોકોને ઘરે પહોંચવામાં ઘણો સમય લાગ્યો હતો. 

આ સમાચાર પણ વાંચો :  મુંબઈમાં માત્ર દસ મિનિટના વરસાદને કારણે આ હાઈવે પર ચાર કલાક સુધી વાહનવ્યવહાર ખોરવાયો.. જાણો વિગતે..

Mumbai Rains: બે દિવસ વહેલું મુંબઈ પહોંચ્યું ચોમાસું 

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ-પશ્ચિમ ચોમાસું પણ સામાન્ય કરતાં બે દિવસ વહેલું રવિવારે મુંબઈ પહોંચ્યું હતું. ચોમાસું 30મી મેના રોજ કેરળ અને ઉત્તર-પૂર્વ વિસ્તારમાં સમય કરતાં વહેલું પહોંચી ગયું હતું. સામાન્ય રીતે, ચોમાસું 1લી જૂન સુધીમાં કેરળ, 11મી જૂન સુધીમાં મુંબઈ અને 27મી જૂન સુધીમાં રાષ્ટ્રીય રાજધાની પહોંચે છે. હવામાન વિભાગે 15 મેના રોજ 31 મે સુધીમાં કેરળમાં ચોમાસું પહોંચવાની આગાહી કરી હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

June 10, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Mumbai Due to these new guests in Mumbai's rani baug , the income has increased by such a percentage.. In 20 months, the park has earned 19.56 crores
મુંબઈવેપાર-વાણિજ્ય

Mumbai: મુંબઈના રાણીબાગમાં આ નવા મહેમાનોને કારણે આવકમાં થયો આટલા ટકાનો વધારો.. 20 મહિનામાં ઉદ્યાને કરી 19.56 કરોડની કમાણી…

by Bipin Mewada January 2, 2024
written by Bipin Mewada

News Continuous Bureau | Mumbai 

Mumbai: ભાયખલાના ( Byculla ) વીરમાતા જીજાબાઈ ભોસલે ઉદ્યાન ( Veermata Jijabai Bhosale Udyan ) અથવા રાણીના બગીચા ( Rani Baug ) ની વાર્ષિક આવકમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. એક અહેવાલ મુજબ, 2017માં રાણીના બગીચામાં પેન્ગ્વિન ( Penguin ) આવ્યા પછી છેલ્લા છ વર્ષમાં આવકમાં ( income ) નોંધપાત્ર રીતે 15 ગણાનો વધારો જોવા મળ્યો છે. 2017માં વાર્ષિક આશરે 1.4 લાખ પ્રવાસીઓએ ( Tourists ) આ સ્થળની મુલાકાત લીધી હતી, જેનાથી ઉદ્યાનને 74 લાખ રૂપિયાની આવક થઈ હતી. જોકે 1 એપ્રિલ 2022થી માર્ચ 2023 સુધીમાં 28 લાખ 59 હજાર 016 પ્રવાસીઓએ આ સ્થળની મુલાકાત લીધી હતી, જેમાં 11 કરોડ 15 લાખ 3 હજાર 776 રૂપિયાની કમાણી થઈ હતી. તો 1 એપ્રિલ 2022થી ડિસેમ્બર 2023 સુધીમાં 21 લાખ 65 હજાર 906 પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી, જેમાં 8 કરોડ 41 લાખ 36 હજાર 192 રૂપિયાની આવક થઈ હતી. એટલે કે છેલ્લા 20 મહિનામાં 19 કરોડ 56 લાખ 39 હજાર 968 રૂપિયાની આવક થઈ હતી, એમ પ્રાપ્ત આંકડા મુજબ જણાવાયુ છે. 

વીરમાતા જીજાબાઈ ભોસલે ઉદ્યાન અથવા રાણીના બગીચાનું માત્ર મુંબઈવાસીઓ માટે જ નહીં પણ વિદેશી પ્રવાસીઓ ( foreign tourists ) માટે પણ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં અહીં નવા પ્રાણીઓ અને પક્ષીઓ ( animals and birds ) લાવવામાં આવતા પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. માર્ચ 2017માં શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) ના યુવાનેતા સેનાપ્રમુખ આદિત્ય ઠાકરેની વિભાવના દ્વારા વીરમાતા જીજાબાઈ ભોસલે ઉદ્યાન અથવા રાણીના બગીચામાં પેંગ્વિન લાવવામાં આવ્યા બાદ પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. જેમાં પહેલા પ્રવાસીઓની સંખ્યા દરરોજ 5 થી 6 હજાર અને શનિ-રવિ અને રજાઓમાં 15 થી 16 હજાર હતા. તે હવે વધીને 30 હજાર થઈ રહ્યા છે. જેથી રોજની 15 થી 20 હજારની આવક હવે 30 લાખ પર પહોંચી ગઈ છે.

આ સમાચાર પણ વાંચો :  Ayodhya: ઇતિહાસમાં પહેલીવાર… અયોધ્યા નો ચુકાદો ઐતિહાસિક અને તેનું લેખન પણ ઐતિહાસિક. સુપ્રીમ કોર્ટ ચુકાદાની નકલ નીચે આ કામ નહીં કરે

આવક વધવાના મુખ્ય કારણો આ પ્રમાણે છે…

પ્રાપ્ત માહિતી મુજબ આંકડા પ્રમાણે,

-1 એપ્રિલ 2016થી માર્ચ 2017 સુધીમાં 13 લાખ 80 હજાર 271 પ્રવાસીઓ આ સ્થળની મુલાકાતે આવ્યા હતા. જેથી 73 લાખ 65 હજાર 464 રૂપિયાની આવક થઈ હતી.

– તેમજ 1 એપ્રિલ 2022થી માર્ચ 2023ના સમયગાળામાં 28 લાખ 59 લાખ 16 પ્રવાસીઓ આ સ્થળની મુલાકાતે આવ્યા હતા. જેના કારણે ઉદ્યાનને 11 કરોડ 15 લાખ 3 હજાર 776 રૂપિયાની આવક થઈ હતી.

– 1 એપ્રિલ 2023થી 25 ડિસેમ્બર 2023 સુધીમાં 21 લાખ 65 હજાર 906 પ્રવાસીઓ આ સ્થળની મુલાકાતે આવ્યા હતા અને આ સમયગાળા દરમિયાન ઉદ્યાનને 8 કરોડ 41 લાખ 36 હજાર 192 રૂપિયાની કમાણી કરી હતી,

શું છે ટિકીટના ભાવ..

આ પાર્કમાં પ્રવેશ ફી વ્યક્તિ દીઠ 50 રુપિયા છે અને 3 થી 15 વર્ષની વયના બાળકો માટે રૂ. 25 છે. જ્યારે 4 વ્યક્તિઓના પરિવાર માટે એટલે કે માતા-પિતા અને 15 વર્ષ સુધીના 2 બાળકો માટે 100 રૂપિયાની સંયુક્ત ટીકીટ આપવામાં આવે છે.

January 2, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Byculla Zoo These 3 baby penguins have become the center of attraction at the Byculla Zoo... Watch Video...
મુંબઈ

Byculla Zoo: ભાયખલ્લા પ્રાણી સંગ્રહાલયમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા આ 3 બેબી પેંગ્વીન … જુઓ વિડીયો…

by Bipin Mewada November 25, 2023
written by Bipin Mewada

News Continuous Bureau | Mumbai

Byculla Zoo: જેમ જેમ વર્ષનો અંત નજીક આવી રહ્યો છે અને શિયાળાની ઋતુ શરૂ થઈ રહી છે. તેમ તેમ મુંબઈ ( Mumbai ) ના વીરમાતા જીજાબાઈ ભોસલે ઉદ્યાન પ્રાણી સંગ્રહાલય ( Zoo ) માં મુલાકાતીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. આ પ્રાણી સંગ્રહાલયમાં આકર્ષણનું મુખ્ય કેન્દ્ર ત્રણ નવજાત હમ્બોલ્ટ પેંગ્વીન ( Humboldt Penguins ) છે. આ એ જ ભાયખલા પ્રાણી સંગ્રહાલય ( Byculla Zoo ) છે, જ્યાં 15 ઓગસ્ટ, 2018ના રોજ ભારતના પ્રથમ હમ્બોલ્ટ પેંગ્વિનનો જન્મ થયો હતો.

ઉલ્લેખનીય છે કે 2016માં મુંબઈના એક જ પ્રાણી સંગ્રહાલયમાં દક્ષિણ કોરિયાથી ( South Korea ) આઠ પેન્ગ્વિન લાવવામાં આવ્યા હતા. આ ઝૂમાં પેન્ગ્વિનની કુલ સંખ્યા હવે 12 પર પહોંચી ગઈ છે. રાણી બાગ તરીકે ઓળખાતા આ પ્રાણી સંગ્રહાલયે 19 નવેમ્બરે 160 વર્ષ પૂર્ણ કર્યા હતા.

#WATCH मुंबई का वीरमाता जीजाबाई भोसले उद्यान चिड़ियाघर 3 नए बेबी पेंगुइन के जन्म के बाद आकर्षण का केंद्र बन गया है। (22.11) pic.twitter.com/IgrpUA9Apz

— ANI_HindiNews (@AHindinews) November 22, 2022

 એક પેંગ્વિનએ બે નર અને એક માદા બચ્ચાને જન્મ આપ્યો હતો..

ભાયખલાના આ પ્રાણી સંગ્રહાલયમાં ત્રણ નવા પેંગ્વીન આકર્ષણનું મુખ્ય કેન્દ્ર ( center of attraction ) બન્યા છે. આ ત્રણના નામ છે ફ્લેશ, બિન્ગો અને એલેક્સા. ભાયખલા પ્રાણીસંગ્રહાલયના જીવવિજ્ઞાની અને પીઆરઓ ડૉ. અભિષેક સાટમે ન્યૂઝ એજન્સી ANI સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં જણાવ્યું હતું કે, “તાજેતરમાં, એક પેંગ્વિનએ બે નર અને એક માદા બચ્ચાને જન્મ આપ્યો હતો. માદા બચ્ચાને એલેક્સા નામ આપવામાં આવ્યું હતું અને બંને નર બચ્ચા હતા. નામ એલેક્સા, ફ્લેશ અને બિન્ગો નામ આપવામાં આવ્યું.”

આ સમાચાર પણ વાંચોઃ Elon Musk: એલોન મસ્કની X ને આવ્યો મસમોટું નુકસાન વેઠવાનો વારો…એક ટ્વિટને કારણે આટલા મિલિયન ડોલરનું નુકસાન! જાણો કારણ

વર્ષની આ સિઝનમાં મુલાકાતીઓની વધતી સંખ્યા અંગે ડૉ. સાટમે જણાવ્યું કે, પ્રાણી સંગ્રહાલયના પીઆરઓએ જણાવ્યું કે પેન્ગ્વિનની આસપાસ લોકોની ભીડ વધી છે. આવી સ્થિતિમાં, તેમના પર 24X7 નજર રાખવામાં આવી રહી છે. કારણ કે લોકો આ નાના બાળ પેંગ્વિન હપિંગ અને સ્વિમિંગ કરતા જોવા માટે પ્રાણી સંગ્રહાલયમાં લાંબા સમય સુધી ઉભા રહે છે. ડૉ.સાટમે કહ્યું, “આ નવજાત પેન્ગ્વિનની સુરક્ષા માટે અમે તમામ સુવિધાઓનું ધ્યાન રાખીએ છીએ. તેમને દિવસમાં ત્રણ વખત ખવડાવવામાં આવે છે અને હવા અને પાણીના નિયમિત ફિલ્ટરેશનનું પણ ધ્યાન રાખવામાં આવે છે.”

તમને જણાવી દઈએ કે ભાયખલાના આ ઝૂલોજિકલ ગાર્ડનમાં 6000 વૃક્ષો છે, જ્યારે પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણ ઐતિહાસિક સંરચના અને સ્મારકો પણ છે

November 25, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Mumbai Building Fire Fierce fire broke out in a multi-storied building in Byculla..
મુંબઈ

Mumbai Building Fire: ભાયખલાની બહુમાળી ઈમારતમાં ફાટી નીકળી ભીષણ આગ.. આટલા લોકોને બચાવાયા.. જાણો વિગતે…

by Bipin Mewada November 15, 2023
written by Bipin Mewada

News Continuous Bureau | Mumbai

Mumbai Building Fire: મહારાષ્ટ્ર ( Maharashtra ) ના મુંબઈ ( Mumbai ) ના ભાયખલા ( Byculla ) વિસ્તારમાં એક બિલ્ડિંગમાં ભીષણ ( Fire Breakout ) આગ ફાટી નીકળી હતી. આગની માહિતી મળતાં જ ફાયરની 12 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. બિલ્ડિંગમાંથી પાંચ લોકોને બચાવીને બહાર કાઢવામાં આવ્યા હતા. ફાયર એન્જિન આગ ઓલવવામાં વ્યસ્ત છે. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિની ​​માહિતી નથી.

Mumbai | Fire breaks out in a building in Byculla area, 12 fire tenders rushed to the spot. Five people rescued from the building. Firefighting operations are underway. No injuries reported. Details awaited.

— ANI (@ANI) November 15, 2023

મદનપુરામાં ( Madanpura ) સેફી બિલ્ડીંગમાં આગ લાગી હોવાના અહેવાલ છે. આગ પર કાબૂ મેળવવા માટે 12 ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી ગયા છે. ફાયર ફાયટરો ( Fire fighters ) આગને કાબુમાં લેવા ભારે પ્રયાસો કરી રહ્યા છે. આગ લાગવાના કારણ અંગે હાલમાં કોઈ સત્તાવાર માહિતી નથી.

આ પહેલા ઓક્ટોબર મહિનામાં મુંબઈના ગોરેગાંવના આઝાદ નગરમાં એક મોટી દુર્ઘટના થઈ હતી..

આપને જણાવી દઈએ કે આ પહેલા ઓક્ટોબર મહિનામાં મુંબઈના ગોરેગાંવના આઝાદ નગરમાં એક મોટી દુર્ઘટના થઈ હતી. સમર્થ નામની સાત માળની બિલ્ડીંગમાં આગ લાગી હતી. સવારે 2.30 થી 3 વાગ્યાની આસપાસ બિલ્ડિંગમાં આગ લાગી હતી. જેના કારણે 8 લોકોના મોત થયા છે. અને 46 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ગોરેગાંવ આગમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને 5 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી હતી.

Mumbai – Fire breaks out in a building in Byculla area, 12 fire tenders rushed to the spot. Five people rescued from the building. Firefighting operations are underway. No injuries reported.#Mumbai #Fire pic.twitter.com/JYZEKzM5o9

— Nidhi solanki🇮🇳 (@iNidhisolanki) November 15, 2023

આ સમાચાર પણ વાંચોઃ  World Cup 2023: સેમીફાઈનલમાં કામ કરશે ‘ટોસ જીતો, મેચ જીતો’ ફોર્મ્યૂલા.. જાણો કેવી રહેશે વાનખેડે સ્ટેડિયમની પીચ…

સમર્થ નામની સાત માળની ઈમારતમાં એટલી ભીષણ આગ લાગી હતી કે પાર્કિંગમાં પાર્ક કરેલી 4 વાહનો અને 30થી વધુ બાઇક બળીને રાખ થઈ ગઈ હતી. ફાયર બ્રિગેડની 10થી વધુ ગાડીઓની મદદથી આગ પર કાબુ મેળવી શકાયો હતો. સ્થાનિક લોકોએ જણાવ્યું કે બિલ્ડિંગના પાર્કિંગમાં ઘણા બધા જૂના કપડા રાખવામાં આવ્યા હતા. આગ લાગ્યા બાદ આગ પહેલા પાર્કિંગમાં અને પછી ધીમે ધીમે બિલ્ડિંગના પહેલા અને બીજા માળ સુધી ફેલાઈ હતી. આગને કારણે દાઝી ગયેલા લોકોને કૂપર હોસ્પિટલ અને HBT હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ મામલાને લઈને મહારાષ્ટ્ર સરકારના મંત્રી મંગલ પ્રભાત લોઢાએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. તે જ સમયે, મૃતકોના પરિવારોને વળતર અને ઘાયલોને શ્રેષ્ઠ સારવારની વાત કરવામાં આવી હતી.

November 15, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Byculla zoo opens up its much awaited exhibit Croc Trails
મુંબઈ

હવે પાણીની નીચેથી જોવા મળશે મગર! ભાયખલા પ્રાણી સંગ્રહાલયમાં ખુલ્લી મુકાઈ ‘ક્રોક ટ્રેઈલ’. પ્રવાસીઓને આ નવા મહેમાનોને જોવાનો મળશે મોકો

by kalpana Verat May 9, 2023
written by kalpana Verat

  News Continuous Bureau | Mumbai

શાળાઓમાં વેકેશન હોવાથી હાલમાં બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના વીરમાતા જીજાબાઈ ભોસલે બોટનિકલ ગાર્ડન અને પ્રાણીસંગ્રહાલયની દરરોજ હજારો પ્રવાસીઓ મુલાકાત લઈ રહ્યા છે. ઉનાળાની રજાઓ હોવાથી આ મ્યુઝિયમની બાળકો તેમના વાલીઓ સાથે મોટી સંખ્યામાં મુલાકાત લે છે અને છેલ્લા બે દિવસથી પાર્કમાં આવેલ ‘ક્રોક ટ્રેઈલ’ (મગર અને ઘરિયલ માટેનું મોટું તળાવ) પ્રવાસીઓ અને બાળકો માટે ખોલવામાં આવ્યું છે. જેથી પાર્કમાં આવતા પ્રવાસીઓને મગર અને ઘરિયલ જોવાની તક મળી છે.

મ્યુનિસિપલ કમિશનર અને એડમિનિસ્ટ્રેટર ઈકબાલ સિંહ ચહલના માર્ગદર્શન હેઠળ એડિશનલ કમિશનર (પૂર્વ ઉપનગરો) અશ્વિની ભીડે, ડેપ્યુટી કમિશનર (ઉદ્યાન) કિશોર ગાંધી, વીરમાતા જીજાબાઈ ભોસલે બોટ ઉદયન અને પ્રાણી સંગ્રહાલયમાં પ્રવાસીઓ માટે વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. છેલ્લા કેટલાક સમયથી નવા પ્રાણીઓ ઉમેરાયા બાદ પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. તેમાંથી, પ્રવાસીઓ હવે જળચર અને ઉભયજીવી પ્રાણીઓ જોઈ રહ્યા છે. ઉનાળામાં મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યો તેમજ વિદેશના પ્રવાસીઓ મુંબઈની મુલાકાત લે છે.

હાલમાં પાર્કમાં વાઘ, દીપડા, પેંગ્વીન, રીંછ પણ પ્રવાસીઓને આકર્ષી રહ્યા છે. આ ઉપરાંત, રવિવાર, 7 મે, 2023 થી પાર્કની ‘ક્રોક ટ્રેઈલ’ માં ત્રણ મગર અને બે ઘરિયલ છોડવામાં આવ્યા છે. વહીવટીતંત્રે આ ટાંકીમાં મગર અને ઘરિયલ માટે બે અલગ-અલગ વિભાગ બનાવ્યા છે. જેથી પ્રવાસીઓ એક જ સમયે બંને પ્રાણીઓને જોવાનો આનંદ માણી શકે. પ્રવાસીઓ તળાવની બાજુમાં બનેલા ‘ડેક’માંથી પાણીમાં મગર અને ઘરિયલને પણ જોઈ શકે છે. પ્રવાસીઓ આ પ્રાણીઓની પાણીની અંદરની હિલચાલ પણ જોઈ શકશે.

આ સમાચાર પણ વાંચો : હાર્ટ એટેક બન્યો જીવલેણ, ઉદ્ધવ ઠાકરેના આ સૌથી નજીકના નેતાનું થયું નિધન, ઠાકરે જૂથમાં શોકની લહેર..

આકર્ષણ એ વોટરફોલ કેજ છે

મ્યુનિસિપલ કોર્પોરેશનના વીરમાતા જીજાબાઈ ભોસલે બોટનિકલ ગાર્ડન અને પ્રાણી સંગ્રહાલયમાં અન્ય એક વિશેષ આકર્ષણ એ વોટરફોલ કેજ છે. આ પાંજરામાં પ્રવાસીઓ જાતે જ પ્રવેશી શકે છે. જ્યારે તમે પાંજરામાં જાઓ છો, ત્યારે તમે તમારી આસપાસ પક્ષીઓને જોઈ શકો છો. તેથી, પ્રવાસીઓને લાગે છે કે તેઓ પક્ષીના માળામાં પ્રવેશ્યા છે.

પાણીની અંદર અને ડેક વ્યૂઇંગ ગેલેરી

ઝૂઓલોજિકલ મ્યુઝિયમમાં વાઘ માટે રચાયેલ કાચની ‘વ્યૂઇંગ ગેલેરી’ છે. આ ગેલેરી મગર માટે અંદાજિત 1500 ચોરસ મીટરની જગ્યા સાથે બનાવવામાં આવી છે. અહીં પ્રવાસીઓ ‘અંડર વોટર’ અને ‘ડેક વ્યૂઈંગ’ દ્વારા મગર અને ઘરિયલને જોવાની મજા માણી રહ્યા છે. હાલમાં આ જગ્યાએ મગર અને ઘરિયલને વિવિધ પ્રકારનો માંસાહારી ખોરાક આપવામાં આવી રહ્યો છે.

પ્રવાસીઓની ભારે ભીડ

વીરમાતા જીજાબાઇ ભોસલે બોટનિકલ ગાર્ડન અને પ્રાણી સંગ્રહાલયમાં શનિવાર અને રવિવારે પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળે છે. 33,000 થી 35,000 જેટલા પ્રવાસીઓ સપ્તાહના અંતે, શનિવાર અને રવિવારે પાર્કની મુલાકાત લે છે. તેમજ સોમવારથી શુક્રવાર સુધી દરરોજ 20 થી 22 હજાર પ્રવાસીઓ આવે છે.

May 9, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Asia’s first underwater crocodile viewing gallery being built in Byculla Zoo
મુંબઈ

પાણીની નીચેથી જોવા મળશે મગર! ભાયખલા પ્રાણી સંગ્રહાલયમાં અંડરવોટર ક્રોકોડાઈલ વ્યુઈંગ ગેલેરી આ મહિનાથી ખુલ્લી મુકાશે..

by Dr. Mayur Parikh March 23, 2023
written by Dr. Mayur Parikh
News Continuous Bureau | Mumbai

વીરમાતા જીજાબાઈ ભોસલે ઉદ્યાન અને પ્રાણી સંગ્રહાલય, જે ભાયખલા પ્રાણી સંગ્રહાલય તરીકે પ્રખ્યાત છે. આ પ્રાણી સંગ્રહાલય મુંબઇગરાઓ માટે મનોરંજનનું સૌથી મહત્વનું સ્થળ છે. અન્ય પશુ-પક્ષીઓની જેમ હવે નાગરિકોને મગર અને ઘરીયલને જોવાનો આનંદ માણી શકશે.

મહત્વનું છે કે હાલમાં અહીં પાંચ મગર અને બે ઘરિયલ છે. પ્રાણી સંગ્રહાલયના અધિકારીઓએ નોંધ્યું છે કે મુલાકાતીઓ મગર અને ઘરિયલને જોવામાં ઘણો સમય વિતાવે છે. આથી BMCએ સરિસૃપની સંખ્યામાં વધારો કરવાનો અને 4,200 ચોરસ મીટર વિસ્તારમાં એક અલગ અંડરવોટર વ્યૂઇંગ ગેલેરી બનાવવાનો નિર્ણય લીધો છે.

વ્યુઈંગ ગેલેરીના નિર્માણ માટે 20 કરોડ.

BMCએ વ્યુઈંગ ગેલેરીના નિર્માણ માટે 20 કરોડ રૂપિયા ફાળવ્યા હતા. પ્રથમ વ્યુઈંગ ગેલેરીમાં એલિવેટેડ પ્લેટફોર્મ હશે જેના દ્વારા મુલાકાતીઓ સરિસૃપને જોઈ શકશે. તેમાં પારદર્શક કાચની બારી દ્વારા સરિસૃપના પાણીની અંદરના દ્રશ્યો જોવા માટે બીજી વ્યૂઇંગ ગેલેરી પણ હશે. પાણીને સ્વચ્છ રાખવા માટે ઓઝોનેશન ફિલ્ટર લગાવવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્ર વિધાનસભામાં રાહુલ ગાંધીના ફોટોગ્રાફને જોડા મારવામાં આવ્યા. અજિત પવારે ઘટનાની નિંદા કરી.

એપ્રિલના ત્રીજા સપ્તાહમાં ખોલવામાં આવશે

અંડરવોટર રેપ્ટાઈલ વ્યુઈંગ ગેલેરીનું બાંધકામ તેના અંતિમ તબક્કામાં છે અને એપ્રિલના ત્રીજા સપ્તાહથી લોકો માટે ખુલ્લી મુકવામાં આવશે. સાથે જ તેમાં ટૂંક સમયમાં મગર અને ઘરિયલનો ઉમેરો થશે. તેમાં 10 મગર અને 10 ઘરિયલ હશે. આ વ્યૂઇંગ ગેલેરીને બે ભાગમાં વહેંચવામાં આવશે. પ્રવાસીઓ ઉપરથી નજારો માણી શકે તે માટે એલિવેટેડ પ્લેટફોર્મ હશે. ત્યારે જમીનના સ્તરથી થોડી નીચે બીજી વ્યૂઇંગ ગેલેરી પણ હશે જેથી પ્રવાસીઓ પાણીની અંદર બેઠેલા પ્રાણીઓને જોવાનો આનંદ માણી શકે.

ઉલ્લેખનીય છે કે મ્યુનિસિપલ કોર્પોરેશનનો રાણીબાગ માત્ર મુંબઈ જ નહીં પરંતુ દેશ-વિદેશના પ્રવાસીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આથી જ મહાનગરપાલિકા દ્વારા રાણીબાગનું કાયાકલ્પ કરવામાં આવી રહ્યું છે. અહીં વાઘ, હરણ, રીંછ, હાથી, અજગર, પક્ષીઓ વગેરેની સાથે છોડની સેંકડો પ્રજાતિઓ છે.

March 23, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
water logging at byculla
મુંબઈ

ભારે વરસાદને કારણે ભાયખલામાં પાણી ભરાયા. જુઓ વિડિયો

by kalpana Verat March 21, 2023
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

મુંબઈ શહેરમાં અનેક વિસ્તારો એવા છે જે ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. હાલ મુંબઈ શહેરમાં ચોમાસુ નથી તેમ છતાં ભારે વરસાદને કારણે ભાઈખલામાં પાણી ભરાયું છે. લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જુઓ વિડિયો. 

 water logging at byculla

આ સમાચાર પણ વાંચો : નરીમાન પોઇન્ટ નો નજારો જુઓ, ભર ઉનાળે એવું લાગે છે જાણે જુલાઈ મહિનો હોય.

 

At Byculla (7 am) pic.twitter.com/lLqNO3EXbt

— IMRAN ABBAS SYED (@IMRAN148) March 21, 2023

March 21, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
At 32820, Byculla zoo records highest footfall in a day
મુંબઈ

નવા વર્ષના પ્રથમ દિવસે મુંબઈના પ્રખ્યાત પ્રાણી સંગ્રહાલય રાણી બાગમાં ભારે ભીડ, એક જ દિવસમાં રૂ. થઇ અધધ આટલા લાખની કરી કમાણી

by Dr. Mayur Parikh January 2, 2023
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

નવા વર્ષના પ્રથમ દિવસે રવિવાર આવતાની સાથે જ ભાયખલાના ( Byculla  ) વીરમાતા જીજાબાઇ ભોસલે ઉદ્યાન અથવા રાણીના બગીચામાં ( zoo  ) રેકોર્ડ ભીડ જોવા મળી હતી. 32 હજાર 820 જેટલા પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. આ અત્યાર સુધીનો રેકોર્ડ બ્રેક ભીડ છે અને નવા વર્ષની રજાના પહેલા દિવસે 32,820 પ્રવાસીઓ મુલાકાત લેતા એક જ દિવસમાં 13.78 લાખની કમાણી કરી હતી. કોરોના પછી ઉદ્યાનો ખોલ્યા પછી આ રેકોર્ડ બ્રેકિંગ ભીડ અને આવક છે. અગાઉ પણ ગણેશોત્સવ, દિવાળીની રજાઓ અને ક્રિસમસ દરમિયાન આ પ્રકારની ભીડ જોવા મળતી હતી.

વીરમાતા જીજાબાઈ ભોસલે પાર્ક અને પ્રાણી સંગ્રહાલયનું નવીનીકરણ કરવામાં આવ્યું છે અને વિવિધ પક્ષીઓ અને પ્રાણીઓને આ સ્થળે લાવવામાં આવ્યા છે. તેની સાથે એક પેંગ્વિન એક્ઝિબિશન પણ બનાવવામાં આવ્યું છે. તેથી, આ પ્રાણી સંગ્રહાલય માત્ર મુંબઈના જ નહીં પરંતુ સમગ્ર દેશમાંથી ખાસ કરીને બાળકો માટે પ્રવાસીઓ માટે યોગ્ય આકર્ષણ બની ગયું છે.

કોવિડ સમયગાળા દરમિયાન ચેપ નિવારણ પગલાં તરીકે બંધ કરાયેલ પ્રાણી સંગ્રહાલયમાં કોવિડ પ્રતિબંધો સમાપ્ત થયા પછી પ્રવાસીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. તેથી મહાનગરપાલિકાની આવક પણ વધી રહી છે. શનિ-રવિ અને જાહેર રજાના દિવસોમાં રાણીબાગની મુલાકાતે આવતા પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થાય છે. નવા વર્ષના પ્રથમ દિવસે 32 હજાર 820 જેટલા પ્રવાસીઓએ રાણીના બગીચાની મુલાકાત લીધી હતી. અગાઉ 6 નવેમ્બર 2022ના રોજ 31 હજાર 841 પ્રવાસીઓએ આ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી હતી અને રેકોર્ડ બનાવ્યો હતો. તે રેકોર્ડ તૂટી ગયો હતો.

આ સમાચાર પણ વાંચો:  ઉર્ફી જાવેદ ની મુશ્કેલી વધી, ડ્રેસિંગ સ્ટાઈલને લઈને BJP નેતા મુંબઈ પોલીસ કમિશનરને મળ્યા, અભિનેત્રીને લઇને કરી આ માંગ

રાણી બાગ ખાતે પ્રવાસીઓની વિક્રમી સંખ્યાને ધ્યાનમાં લઈને મહિલાઓને કોઈ અસુવિધા ન થાય તે માટે અલગ ટિકિટ બારી આપવામાં આવી હતી. વધારાના સુરક્ષા રક્ષકો પણ તૈનાત કરવામાં આવ્યા હતા અને ભીડને કાબૂમાં લેવા માટે મુખ્ય પ્રવેશદ્વારને અસ્થાયી રૂપે બે વાર બંધ કરવામાં આવ્યો હતો. જોકે, દરેકને પ્રવેશ આપવો શક્ય ન હોવાથી મુખ્ય પ્રવેશદ્વાર 4.45 કલાકે બંધ કરી દેવામાં આવ્યો હતો. જેના કારણે ઘણા પ્રવાસીઓએ નિરાશ થઈને પાછું જવું પડ્યું હતું..

January 2, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

યાત્રીગણ કૃપયા ધ્યાન દે- સેન્ટ્રલ રેલવેમાં આવતીકાલે ભાયખલા-માટુંગા સ્ટેશનની વચ્ચે આટલા કલાકનો રહેશે નાઈટ બ્લોક

by Dr. Mayur Parikh June 16, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

મધ્ય રેલવે(Central Railway) દાદર સ્ટેશને(Dadar station) ફૂટઓવર બ્રિજ(Footover Bridge) ગર્ડર લોન્ચ(Girder launch) કરવાના કામ માટે માટુંગા(Matunga) અને ભાયખલા(Byculla) વચ્ચે પાંચ કલાકના રાત્રી ટ્રાફિક બ્લોકનું(Traffic block) સંચાલન કરશે.

આ બ્લોક આવતીકાલે શુક્રવારે રાતે 12.40 વાગ્યાથી સવારે 5.40 વાગ્યા સુધી અપ અને ડાઉન ફાસ્ટ લાઇન પર રહેશે.

આ દરમિયાન અપ અને ડાઉન ફાસ્ટ લાઇનોને માટુંગા અને ભાયખલા સ્ટેશનો(Railway station) વચ્ચે અપ અને ડાઉન સ્લો લાઇન ઉપર દોડાવાશે. 

આ ઉપરાંત મેલ એકસ્પ્રેસ ટ્રેનોને(Mail express trains) માટુંગા અને ભાયખલા સ્ટેશનો વચ્ચે અપ અને ડાઉન સ્લો લાઇન ઉપર દોડાવાશે. તેમ જ દાદર સ્ટેશને બેવાર હોલ્ટ અપાશે.

આ સમાચાર પણ વાંચો : મુંબઈના આ સાંસદે ન્યાય પ્રક્રિયાને ઝડપી- પારદર્શક અને સરળ બનાવવાની કરી માંગણી-કાયદા અને ન્યાય મંત્રીને લખ્યો પત્ર-જાણો વિગત

June 16, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
દેશ

શીના બોરા મર્ડર કેસમાં જેલમાં બંધ મુખ્ય આરોપી ઈન્દ્રાણી મુખર્જીને સુપ્રીમ કોર્ટે આપ્યા જમીન… 

by Dr. Mayur Parikh May 18, 2022
written by Dr. Mayur Parikh

 

News Continuous Bureau | Mumbai 

શીના બોરા(Sheena Bora) મર્ડર કેસમાં(murder case) જેલમાં બંધ ઈન્દ્રાણી મુખર્જીને(Indrani Mukherjee) જામીન(Bail) મળી ગયા છે. 

ઈન્દ્રાણી મુખર્જી પોતાની પુત્રી શીના બોરા હત્યા કેસમાં મુખ્ય આરોપી(Accused) છે. તે 6 વર્ષથી વધુ સમયથી જેલમાં છે તેના આધારે સુપ્રીમ કોર્ટે(Supreme court) જામીનનો આદેશ આપ્યો છે. 

ઈન્દ્રાણીએ દલીલ કરી હતી કે તેની ટ્રાયલ છ વર્ષથી વધુ સમયથી ચાલી રહી છે.

અત્યારે તેની પર જલ્દી કાર્યવાહી થવાની કોઈ શક્યતા નથી. 

ઉલ્લેખનીય છે કે ઈન્દ્રાણી મુખર્જીની વર્ષ 2015માં ધરપકડ કરવામાં આવી હતી. તે મુંબઈની(Mumbai) ભાયખલા(Byculla) મહિલા જેલમાં બંધ છે.

આ સમાચાર પણ વાંચો :  લો બોલો! દેશમાં ફાઇવજી ટેકનોલોજી લોન્ચ થાય તે પહેલા 6G સેવા પર કામ શરુ, આ વર્ષના અંત સુધીમાં 6જી ટેલિકોમ નેટવર્ક શરૂ કરવાનો સરકારનો લક્ષ્યાંક 

May 18, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક