• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - call
Tag:

call

Zelensky Dialed Trump Zelensky Agrees in Call With Trump to Halt Strikes on Russian Energy Targets
આંતરરાષ્ટ્રીયMain PostTop Post

Zelensky Dialed Trump: પુતિન બાદ ટ્રમ્પે ઝેલેન્સ્કીને લગાવ્યો ફોન, વોરફ્રન્ટ-પુતિન અને યુદ્ધવિરામ, જાણો શું ચર્ચા થઈ..

by kalpana Verat March 20, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Zelensky Dialed Trump: વ્હાઇટ હાઉસ ખાતે યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી અને યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ઉગ્ર ચર્ચાના ત્રણ અઠવાડિયા પછી ફરી બંને નેતાઓએ ફોન પર વાતચીત કરી છે.   ગઈકાલે ઝેલેન્સકી અને ટ્રમ્પે લગભગ એક કલાક ફોન પર વાત કરી હતી.

 

I had a positive, very substantive, and frank conversation with President of the United States Donald Trump @POTUS. I thanked him for a good and productive start to the work of the Ukrainian and American teams in Jeddah on March 11—this meeting of the teams significantly helped… pic.twitter.com/JFBd5EeIkg

— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) March 19, 2025

રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ વાતની પુષ્ટિ કરતા સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે આ વાતચીતનો હેતુ યુક્રેન અને રશિયાને તેમની વિનંતીઓ અને જરૂરિયાતો અનુસાર એક કરવાનો છે. તેમણે કહ્યું કે યુદ્ધવિરામના પ્રયાસો યોગ્ય દિશામાં આગળ વધી રહ્યા છે.

Zelensky Dialed Trump:  યુનાઇટેડ સ્ટેટ્સના લશ્કરી સમર્થન બદલ આભાર માન્યો

તેમણે એમ પણ કહ્યું કે રશિયા-યુક્રેન યુદ્ધનો અંત લાવવા તરફનું પહેલું પગલું ઊર્જા અને અન્ય નાગરિક માળખાગત સુવિધાઓ પરના હુમલાઓનો અંત લાવવાનું છે. તેમણે વધુ હવાઈ સંરક્ષણ સંસાધનોની વિનંતી કરતી વખતે, ખાસ કરીને જેવેલિન મિસાઇલો માટે, યુનાઇટેડ સ્ટેટ્સના લશ્કરી સમર્થન બદલ આભાર માન્યો. ટ્રમ્પે હુમલાઓથી બચવા માટે યુક્રેનિયન ઉર્જા માળખા, ખાસ કરીને રશિયાના કબજા હેઠળના ઝાપોરિઝ્ઝિયા ન્યુક્લિયર પાવર પ્લાન્ટની માલિકી યુએસને આપવાનું સૂચન પણ કર્યું.

Zelensky Dialed Trump: આ બેઠકે યુદ્ધનો અંત લાવવામાં નોંધપાત્ર મદદ કરી

તો બીજી તરફ  યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું કે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ખૂબ જ સકારાત્મક અને અર્થપૂર્ણ વાતચીત થઈ. 11 માર્ચે સાઉદી અરેબિયાના જેદ્દાહમાં યુક્રેનિયન અને યુએસ પ્રતિનિધિઓ વચ્ચે થયેલી સકારાત્મક વાતચીત બદલ હું આભાર વ્યક્ત કરું છું. આ બેઠકે યુદ્ધનો અંત લાવવા તરફ આગળ વધવામાં નોંધપાત્ર મદદ કરી. અમે સંમત થયા કે યુક્રેન અને યુનાઇટેડ સ્ટેટ્સે યુદ્ધનો ખરા અર્થમાં અંત લાવવા અને કાયમી શાંતિ પ્રાપ્ત કરવા માટે સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખવું જોઈએ. અમે માનીએ છીએ કે અમેરિકા, રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને અમેરિકન નેતૃત્વ હેઠળ, આપણે કાયમી શાંતિ પ્રાપ્ત કરી શકીએ છીએ.

આ સમાચાર પણ વાંચો: Russia Ukraine war: રશિયા-યુક્રેન યુદ્ધ: શું યુદ્ધનો અંત આવશે? ટ્રમ્પ અને પુતિન વચ્ચે 2 કલાકની ફોન પર ચર્ચા

Zelensky Dialed Trump:  28 ફેબ્રુઆરીએ  ટ્રમ્પ અને ઝેલેન્સકી વચ્ચે ઉગ્ર દલીલો

તમને જણાવી દઈએ કે 28 ફેબ્રુઆરીએ વ્હાઇટ હાઉસના ઓવલ ઓફિસમાં ટ્રમ્પ અને ઝેલેન્સકી વચ્ચે મુલાકાત થઈ હતી, જે ઉગ્ર દલીલોમાં ફેરવાઈ ગઈ હતી. આ સમય દરમિયાન, ટ્રમ્પે આરોપ લગાવ્યો હતો કે ઝેલેન્સકી શાંતિ ઇચ્છતા નથી અને જો તેઓ સંમત નહીં થાય તો અમેરિકા આ ​​યુદ્ધમાંથી બહાર થઈ જશે. ટ્રમ્પે એવો પણ દાવો કર્યો હતો કે યુક્રેન રશિયા સાથે યુદ્ધ જીતી શકશે નહીં.

March 20, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
malaika arora father death called these two person before suicide
મનોરંજન

Malaika arora father death: મલાઈકા અરોરા ના પિતા એ આત્મહત્યા પહેલા આ બે વ્યક્તિઓ સાથે ફોન પર કરી હતી આવી વાત

by Zalak Parikh September 12, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Malaika arora father death: મલાઈકા અરોરા ના પિતા અનિલ મહેતા નું ગઈકાલે નિધન થયું છે.પિતાના આમ અચાનક થયેલા નિધન થી મલાઈકા અને તેની બહેન અમૃતા અરોરા ભાંગી પડ્યા છે. આવા સમય માં બંને અભિનેત્રીઓને સાંત્વના આપવા બોલિવૂડ ની ઘણી હસ્તીઓ પહોંચી હતી. મીડિયા રિપોર્ટ મુજબ મલાઈકા ના પિતા અનિલ મહેતા એ આત્મહત્યા કરી હતી જોકે તેમની આત્મહત્યાનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. આ દરમિયાન હવે એક મોટી માહિતી સામે આવી રહી છે. અનિલ મહેતા એ તેમના નિધન પહેલા તેમની બંને દીકરીઓ મલાઈકા અને અમૃતા સાથે વાત કરી હતી. 

આ સમાચાર પણ વાંચો : Devra part 1: એક્શન થી ભરપૂર દેવરા પાર્ટ 1 નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ, સૈફ અલી ખાન અને જુનિયર એનટીઆર વચ્ચે જોવા મળી જંગ

મલાઈકા ના પિતા એ કરી હતી દીકરીઓ સાથે વાત 

મીડિયા રિપોર્ટ મુજબ મલાઈકા ના પિતા અનિલ મહેતા એ મરતા પહેલા તેમની બંને દીકરીઓ મલાઈકા અને અમૃતા સાથે ફોન પર વાત કરી હતી. ફોન પર અનિલ મહેતાએ તેમની બંને દીકરીઓને કહ્યું હતું કે ‘હું હવે થાકી ગયો છું’. 

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)


મીડિયા રિપોર્ટ મુજબ મલાઈકાના પિતા અનિલ મહેતાએ બુધવારે સવારે પોતાના ઘરના છઠ્ઠા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી. આ મામલે મલાઈકાની માતાએ પોતાનું નિવેદન નોંધાવ્યું છે. મલાઈકા અને અમૃતાને પિતાના નિધનના સમાચાર મળતા જ બંને બહેનો તેમના માતા-પિતાના ઘરે પહોંચી ગઈ હતી .

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

September 12, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
gadar 2 actor sunny deol revealed shah rukh khan had called before watching film
મનોરંજન

Gadar 2: ગદર 2 જોતા પહેલા શાહરૂખ ખાને સની દેઓલને ફોન કરીને કહી હતી આ વાત, ‘તારા સિંહ’ એ કર્યો મોટો ખુલાસો

by Zalak Parikh August 30, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Gadar 2: સની દેઓલની ફિલ્મ ‘ગદર 2’ સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ છે અને ટૂંક સમયમાં 500 કરોડ ક્લબમાં પ્રવેશ કરશે. રક્ષાબંધનની રજાના દિવસે 30 ઓગસ્ટે તેના કલેક્શનમાં જોરદાર ઉછાળો જોવા મળે તેવી અપેક્ષા છે. બોલિવૂડના ઘણા સેલેબ્સે ખુલ્લેઆમ સની દેઓલની ફિલ્મના વખાણ કર્યા અને અભિનંદન આપ્યા. તેમાંથી એક છે બોલિવૂડ નો બાદશાહ શાહરૂખ ખાન. તાજેતરમાં, X (અગાઉના ટ્વિટર) પર Ask SRK (#AskSRK) સત્ર દરમિયાન, શાહરૂખે એક ચાહકના પ્રશ્નનો જવાબ આપ્યો અને કહ્યું કે તેણે ‘ગદર 2’ જોઈ છે. તેણે ફિલ્મના વખાણ કર્યા. હવે આ અંગે સની દેઓલ તરફથી પ્રતિક્રિયા આવી છે.

 

 શાહરુખ ખાને કર્યા સની દેઓલ ના વખાણ  

મીડિયા સાથેની વાતચીતમાં સની દેઓલે જણાવ્યું કે ‘ગદર 2’ જોતા પહેલા શાહરૂખે તેને ફોન કર્યો હતો. અભિનેતાએ કહ્યું, “તેણે આ ફિલ્મ જોતા પહેલા ફોન કર્યો હતો અને મને શુભેચ્છા પાઠવી હતી. તે ખૂબ જ ખુશ હતો. તેણે મને કહ્યું કે હું ખૂબ જ ખુશ છું. તમે ખરેખર તેને લાયક છો અને મેં તેના માટે તેમનો આભાર માન્યો.” અભિનેતાએ એ પણ ખુલાસો કર્યો કે તેણે શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન સાથે પણ વાત કરી હતી. આટલું જ નહીં, સની દેઓલે શાહરૂખ ખાન સાથેની તેની જૂની સમસ્યાઓ વિશે પણ ખુલાસો કર્યો અને કહ્યું, ‘સમય બધું ઠીક કરે છે અને આપણે આગળ વધીએ છીએ. આવું જ થવું જોઈએ.”

આ સમાચાર પણ વાંચો : Don 3: શું ડોન 3 માં રણવીર સિંહ સાથે જોવા મળશે કરણવીર બોહરા? દીપિકા પાદુકોણ ને મેસેજ કરી ને માંગ્યું હતું કામ

 શાહરુખ ખાન અને સની દેઓલ ની કોલ્ડવોર 

સની દેઓલ અને શાહરૂખ ખાન વચ્ચે હંમેશા અંતર રહ્યું છે. સની દેઓલે આ પહેલા એક ઈન્ટરવ્યુમાં શાહરૂખ ખાન પર નિશાન સાધ્યું હતું. બંને વચ્ચે શીતયુદ્ધ ચાલ્યું અને 16 વર્ષ સુધી વાત ન થઈ. જો કે, ભૂતકાળને ભૂલીને શાહરૂખે ‘ગદર 2’ જોતા પહેલા સની દેઓલને ફોન કર્યો હતો.

August 30, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

અમિતાભ બચ્ચન ના કુલી એક્સિડન્ટ પહેલા જ સ્મિતા પાટીલને થઇ ગયો હતો આભાસ -અભિનેત્રી એ મધરાતે બિગ બી ને ફોન કરી કહી હતી આ વાત-જાણો શું હતો સમગ્ર મામલો

by Dr. Mayur Parikh July 30, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

સ્મિતા પાટીલ (Smita Patil)ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ટોચની અભિનેત્રીઓમાંની એક હતી. તે બોલિવૂડનો જાણીતો ચહેરો હતો. બોલીવુડની સાથે અભિનેત્રીએ ઘણી ભાષાઓની ફિલ્મોમાં કામ કર્યું છે. તેમનો અભિનય લોખંડી ગણાતો હતો. અભિનેત્રીએ નાની ઉંમરમાં જ અનેક ટાઈટલ પોતાના નામે કરી લીધા હતા. સ્મિતાને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર, ફિલ્મફેર પુરસ્કાર અને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. જે એક કલાકાર માટે બહુ મોટું બિરુદ છે. અભિનેત્રીએ પોતાના જમાનામાં ઘણા બોલ્ડ સીન્સ પણ કર્યા હતા. અમિતાભ બચ્ચન(Amitabh Bachchan) અને સ્મિતા પાટિલ વિશે એક કિસ્સો ખૂબ જ પ્રખ્યાત છે. જે આજે પણ યાદ છે. કદાચ આગળ પણ યાદ કરવામાં આવશે. સ્મિતા અને અમિતાભ બચ્ચન વચ્ચે મિત્રતા ખૂબ જ ગાઢ હતી.

વાત ૧૯૮૨ની છે  જ્યારે બેંગ્લુરુમાં(Bangluru) ફિલ્મ 'કુલી'નું શૂટિંગ (coolie shooting)ચાલી રહ્યું હતું. અડધી રાત્રે જ્યારે શૂટિંગથી થાકીને અમિતાભ બચ્ચન પોતાના હોટેલ રૂમમાં ગાઢ ઊંઘમાં સૂઈ રહ્યા હતા. અચાનક ફોન આવ્યો. અમિતાભે વિચાર્યું કે આખરે આટલી મોડી રાત્રે તેમને કોણ કોલ કરી રહ્યું છે? અમિતાભ બચ્ચને ફોન ઉઠાવ્યો અને બીજી તરફ એક મહિલાનો ડરતા ડરતા અવાજ આવ્યો જેણે કહ્યું અમિતજી? હું મુંબઈથી(Mumbai) સ્મિતા પાટિલ વાત કરી રહી છું… હું માત્ર જાણવા માગુ છું કે તમે કેમ છો? હકીકતમાં, મેં અત્યારે એક ખરાબ સપનુ જાેયું કે તમને ઈજા પહોંચી છે! તમે સ્વસ્થ તો છોને ?' સ્મિતાના આ સવાલથી ચોંકી(shocked) ગયા. હકીકતમાં આ પહેલા સ્મિતા અને અમિતાભ બચ્ચનની એકાદ-બે વખત મુલાકાત થઈ હશે અને બંને એકબીજાને સારી રીતે ઓળખતા પણ નહોતા પરંતુ પોતાના પ્રત્યે સ્મિતાની ચિંતાને જાેતા અમિતાભે તેમનો આભાર માન્યો. તેમણે સ્મિતાને વિશ્વાસ અપાવ્યો કે તેઓ એકદમ સ્વસ્થ છે. ત્યારે સ્મિતાને શાંતિ થઈ અને કહ્યું- 'ભગવાનની દયા છે કે તમે ઠીક છો…પ્લીઝ, તમારું ધ્યાન રાખજાે!' સ્મિતા સાથે વાતચીત પછી અમિતાભ ફરીથી સૂઈ ગયા. સવાર થઈ તો તેઓ હંમેશાંની જેમ કુલીના સેટ પર અમિતાભ સમય પહેલા પહોંચી ગયા. ૨૬ જુલાઈનો દિવસ હતો. અમિતાભે સેટ પર ઘણા જાેખમકારક એક્શન સ્ટંટ્‌સ (action stunt)કર્યા હતા પરંતુ પુનીત ઈસ્સરની સાથે એક સામાન્ય સ્ટંટ સીન ફિલ્માવતા સમયે તેમણે ગંભીર ઈજા પહોંચી અને તેમનો જીવ જાેખમમાં મૂકાય ગયો હતો. આ રીતે સ્મિતા પાટિલની વાત સાચી થઈ ગઈ જેના માટે તેમણે મોડી રાત્રે બિગ બીને ફોન કર્યો હતો. 

આ સમાચાર પણ વાંચો : તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એ પુરા કર્યા 14 વર્ષ-શો ના નિર્માતા એ શો વિશે કરી ખુલી ને વાત-સિરિયલ માં આવશે આ બદલાવ

હકીકતમાં સ્ટંટના કારણે અમિતાભનું નાનું આતરડું ફાટી ગયું હતું. આ ઘટનાનાં ૬૩ દિવસ સુધી અમિતાભ બચ્ચને મૃત્યુ સામે જંગ લડી હતી અને કોમામાં(coma) રહ્યા હતા. આખરે ૨૪ સપ્ટેમ્બર ૧૯૮૨ના રોજ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાંથી રજા મળી હતી.તમને જણાવી દઈએ કે અભિનેત્રીએ નાની ઉંમરમાં જ આ દુનિયાને અલવિદા કહી દીધું હતું. લોકો આજે પણ તેમને ફિલ્મો દ્વારા યાદ કરે છે.

July 30, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

સુહાનાએ બોલિવૂડ ના કિંગખાન ને આપી આ સલાહ, દીકરીની વાત માનીને મસ્તી કરતા જોવા મળ્યો અભિનેતા: જુઓ વિડીયો, જાણો વિગત

by Dr. Mayur Parikh March 9, 2022
written by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai

સુપરસ્ટાર શાહરૂખ ખાન લાંબા સમયથી સ્ક્રીન અને તેના ફેન્સથી દૂર છે પરંતુ હવે તે ફરી એકવાર મેદાનમાં ઉતર્યો છે. બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાન આ દિવસોમાં પોતાની આગામી ફિલ્મ 'પઠાણ'ને કારણે સતત ચર્ચામાં હતી. તાજેતરમાં જ મેકર્સે ફિલ્મનું ટીઝર રિલીઝ કર્યું હતું . આ ટીઝરમાં જ્હોન અબ્રાહમ અને દીપિકા પાદુકોણ દેખાયા હતા, જ્યારે શાહરૂખ ખાનની ઝલક જોવા મળી હતી. લાંબા સમયથી ચાહકો શાહરૂખ ખાનને મોટા પડદા પર જોવા માટે ઉત્સુક છેઆવી સ્થિતિમાં શાહરૂખ ખાનનો એક વીડિયો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં શાહરૂખ ખાન દુબઈમાં શૂટિંગ કરતો જોવા મળી રહ્યો છે. એક સીન શૂટ કર્યા બાદ શાહરૂખ ખાનના ફોન પર તેની પુત્રી સુહાના ખાનનો કોલ આવે છે.

 

View this post on Instagram

A post shared by Shah Rukh Khan (@iamsrk)

દુબઈ ટુરીઝમને પ્રમોટ કરતી જાહેરાતમાં શાહરૂખ ખાન  ફરી એકવાર ટ્રેન્ડ કરી રહ્યો છે. અભિનેતા વીડિયોમાં શાહરૂખ ખાન તેના લાંબા વાળ બતાવતો જોવા મળી રહ્યો છે. શરૂઆતમાં, તે પુત્રી સુહાના સાથે વાત કરે છે, જે તેને તેના સ્થાન વિશે પૂછે છે. આ વીડિયોમાં સુહાના તેના પિતાને દુબઈ ફરવાનું  કહે છે.વીડિયોમાં શાહરૂખ રસ્તા પર ડાન્સ કરે છે, દેશના મોલમાં શોપિંગ કરે છે, બીચ પર ફૂટબોલ રમે છે અને ડબ્સ પણ કરે છે. વિડિયો જોયા પછી ઘણા ચાહકોએ અભિનેતાને પૂછ્યું છે કે શું સુહાના ખાન બોલિવૂડમાં ડેબ્યૂ કરવા માટે તૈયાર છે?

આ સમાચાર પણ વાંચો : ‘અનુપમા’ ની આ અભિનેત્રીએ અચાનક જ છોડી દીધો શો, જણાવ્યું સિરિયલ છોડવા પાછળ નું કારણ

શાહરૂખ ખાનનો આ વીડિયો ઈન્ટરનેટ પર આગની જેમ ફેલાઈ ગયો છે. આ વીડિયોને ફેન્સ દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. તાજેતરમાં, એવા અહેવાલો હતા કે શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન ટૂંક સમયમાં બોલીવુડની દુનિયામાં પ્રવેશ કરી શકે છે. જો કે આ તમામ સમાચારો પર અભિનેતાએ હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી. અટકળો ચાલી રહી છે કે સુહાના તેના પિતા શાહરૂખ ખાન સાથે બોલિવૂડ પ્રોજેક્ટમાં કામ કરશે.જો કે, તે મોટા પડદા પર ક્યારે પગ મૂકશે તે પ્રશ્નનો જવાબ હજુ મળ્યો નથી.

March 9, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

મુંબઈ રેલવે પોલીસને બોમ્બ વિસ્ફોટની ધમકી મળતા ખળભળાટ મચ્યો; કૉલ કરનારને પોલીસે શોધી લીધો; આ દેશમાંથી આવ્યો હતો કૉલ

by Dr. Mayur Parikh November 15, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 15 નવેમ્બર, 2021

સોમવાર

શનિવારે મુંબઈ રેલવે પોલીસને આવેલા એક ટેલિફોન કૉલે મુંબઈમાં હલચલ મચાવી દીધી હતી. મુંબઇ પર 26/11 ત્રાસવાદી હુમલાની વર્ષગાંઠ પહેલા અચાનક શહેરમાં બોમ્બ વિસ્ફોટ થશે તેવો કોલ આવતા ખળભળાટ મચી ગયો હતો. તરત જ દેશની આર્થિક રાજધાની મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રને એલર્ટ કરી દેવામાં આવ્યું હતું. પોલીસે આ ફોન કોલ કરનારને શોધી લીધો છે.

 

બાંદ્રા રેલ્વે પોલીસ સ્ટેશનને ટેલિફોન કોલ દ્વારા બોમ્બ વિસ્ફોટની ધમકી એક વ્યકિતએ આપી હતી. તેણે પોતાનું નામ જાવેદ કહ્યું હતું. આ માહિતી મળ્યા બાદ શનિવારે મુંબઈના રેલવે સ્ટેશનો પર સુરક્ષા કડક કરવામાં આવી હતી. મહત્વના સ્ટેશનો પર શ્વાનની ટીમ દ્વારા તપાસ થઈ હતી. બીજી બાજુ પોલીસે ફોન કરનારની તપાસ શરૂ કરી. જો કે, કોલ કરનારનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે જાણવા મળ્યું હતું કે તે માનસિક રીતે અસ્વસ્થ વ્યક્તિને આવા ધમકીભર્યા ફોન કોલ કરવાની આદત છે. પોલીસે આ અંગે મીડિયાને માહિતી આપી હતી.

રેલવે પોલીસ કમિશનર કૈઝર ખાલિદે ટ્વિટ કર્યું હતું કે ફોન કરનાર તેની માતા સાથે દુબઈમાં રહે છે અને માનસિક રીતે અસ્વસ્થ છે. તમામ એજન્સીઓને એલર્ટ કરી દેવામાં આવી છે અને ગભરાવાની કે ચિંતા કરવાની જરૂર નથી.

શું મહારાષ્ટ્ર કોરોના સામેની જંગ જીતી ગયું? રાજ્યમાં સતત ચોથા દિવસે એક હજારથી ઓછા નવા કેસ આવ્યા સામે; જાણો આજના તાજા આંકડા
 

કૈઝર ખાલિદે લખ્યું હતું કે આ જ વ્યક્તિએ ગયા અઠવાડિયે ગુજરાતના ગાંધીધામમાં એક અધિકારીને આવી જ માહિતી આપી હતી. ખાલિદે ઉમેર્યું કે આ વ્યક્તિના સંબંધીએ પુષ્ટિ કરી છે કે તેને ફોન પર આવી માહિતી આપવાની આદત છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા હરિયાણાના અંબાલા અને ચંદીગઢ રેલવે સ્ટેશનને પણ ફોન પર ધમકી આપવામાં આવી હતી. જો કે, અહીં એક વ્યક્તિ પોતાને લશ્કર-એ-તૈયબાનો માણસ ગણાવીને ડીઆરએમને પત્ર લખીને બોમ્બથી વિસ્ફોટ કરવાની ધમકી આપી હતી.

November 15, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

હલો!! કોણ બોલે છે? તમારી બીજી વેક્સિન બાકી છે હો.. જરા લઇ લ્યો ને.. : આવો ફોન આવે તો ચોંકી નહીં જતા. જાણો વિગત

by Dr. Mayur Parikh November 5, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 6 નવેમ્બર, 2021

શનિવાર

 

BMCએ એવા લોકોની શોધ કરવાનું શરૂ કરી દીધું છે. જેમણે કોરોના વેક્સીનનો એક જ ડોઝ લીધો છે. આ ક્રમમાં જ્યારે રસીકરણની યાદીની તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે લગભગ ત્રણ લાખ લોકોએ કોવિડ રસીનો પ્રથમ ડોઝ લીધો છે, પરંતુ બીજો ડોઝ લેવા માટે આવ્યા નથી. હવે આ લોકોને પૂછપરછ માટે કૉલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. BMCના 24 વોર્ડ લેવલના વોર રૂમને આ કામની જવાબદારી સોંપવામાં આવી છે. ગયા વર્ષે વોર રૂમને કોવિડ સંક્રમિતોના હોસ્પિટલમાં દાખલ થવા અને ડેટાને સરળ કરવાનું કામ અપાયું હતું.

વોર રૂમને આગામી 10 દિવસમાં મુંબઈમાં રસીકરણની યાદી જાળવવાની જવાબદારી સોંપવામાં આવી છે. વોર રૂમમાંથી કોવિડ રસીનો પહેલો શોટ લીધા બાદ જે લોકો બીજા શોટ માટે આવ્યા નથી તેમને કૉલ કરવામાં આવશે. BMCના એડિશનલ કમિશનર સુરેશ કાકાણીએ કહ્યું હતું કે અમને કોવિન પોર્ટલ પરથી ત્રણ લાખથી વધુ નામ મળ્યા છે. જેમણે એક જ ડોઝ લીધો છે. આ બધા સુધી પહોંચવાની તૈયારીઓ કરવામાં આવી છે. તેમને પૂછવામાં આવશે કે બીજો ડોઝ કેમ ન લીધો. પબ્લિક હેલ્થ ડિપાર્ટમેન્ટના એક વરિષ્ઠ ડોક્ટરે જણાવ્યું હતું કે યાદીમાં 3.84 લાખ નામ છે. 

રસીકરણના લક્ષ્‍યાંકને હાંસલ કરવાની યોજના બનાવતા BMCના એડિશનલ કમિશનરે કહ્યું હતું કે અમારો ટાર્ગેટ શહેરમાં ફૂલ વેક્સિનેશન પૂર્ણ કરવાનો છે. શહેરમાં 500 જેટલા રસીકરણ કેન્દ્રો પર અત્યાર સુધીમાં 1.47 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. આમાં 91.5 લાખ ફર્સ્ટ ડોઝ અને 56.4 લાખ સેકન્ડ ડોઝ અપાયા છે. જેમણે રસી લીધી છે તેમના વિશે સંપૂર્ણ માહિતી લેવામાં આવશે. તે જોવામાં આવશે કે રસી લેનારાઓમાં 99.1 ટકા મુંબઈ શહેરના જ છે કે આસપાસના મ્યુનિસિપલ કોર્પોરેશનના લોકો પણ તેમાં સામેલ છે. BMCના જાહેર આરોગ્ય અધિકારીઓ માને છે કે મુંબઈમાં પ્રથમ શૉટ લેનારા 91.5 લાખ લોકોમાંથી 10થી 20 ટકા લોકો શહેરની બહારના હોઈ શકે છે. એક ડોક્ટરે જણાવ્યું હતું કે મુંબઈમાં ઘણી ઓફિસોમાં કામ કરતા કર્મચારીઓ અન્ય શહેરમાં રહે છે. આ લોકોએ મુંબઈમાં રસી લીધી છે. જોકે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયનો નિયમ છે કે લોકો ભારતમાં ગમે ત્યાં રસી લઈ શકે છે.

 

November 5, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

જેઠાલાલ ‘તારક મહેતા’ ના અબ્દુલને આ નામ થી બોલાવે છે, શોના નિર્માતા સાથે છે ખાસ કનેક્શન; જાણો અબ્દુલ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો

by Dr. Mayur Parikh November 3, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 04 નવેમ્બર, 2021  

ગુરુવાર

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ એ નાના પડદાની સૌથી લાંબી ચાલતી સિરિયલ છે. દર્શકોની ફેવરિટ સિરિયલમાંથી એક આ સિરિયલ વિશે એવું કહેવામાં આવે છે કે કલાકારો વચ્ચેનું બોન્ડિંગ તેની સફળતાનું રહસ્ય છે. અભિનય સિવાય, સિરિયલમાં મોટાભાગના કલાકારો સાથે ખાય છે અને વાસ્તવિક પરિવાર કરતાં વધુ સમય સાથે વિતાવે છે. તેમની વચ્ચે એવું ટ્યુનિંગ છે કે તમામ કલાકારો એકબીજાની આદતો અને શોખથી પરિચિત છે. આ લોકપ્રિય કોમેડી શોમાં અબ્દુલનું પાત્ર શરદ સાંકલા ભજવે છે. છેલ્લા 25 વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં રહેલા શરદ અને દિલીપ જોશી વચ્ચે ખૂબ જ મધુર અને રમુજી સંબંધ છે. તાજેતરના એક ઈન્ટરવ્યુમાં જેઠાલાલે તમામ કલાકારોની પોલ ખોલી હતી, જેમાં અબ્દુલ વિશે ખાસ વાતો પણ જાણવા મળી હતી.

શરદ સાંકલા વિશે દિલીપ જોશીએ કહ્યું હતું કે તે અબ્દુલને સેટ પર ‘ફિરતેરામ’ ના નામથી બોલાવે છે. આનું કારણ ખૂબ જ રમુજી છે, રેપિડ ફાયર સેશનમાં જેઠાલાલે ખુલાસો કર્યો હતો કે તેને હંમેશા અહીંથી ત્યાં જવાનું પસંદ છે. તેણે એ પણ કહ્યું કે દરેક શોટ સમયે શરદ સેટ પરથી ગાયબ થઈ જાય છે. ત્યારબાદ ટીમના તમામ સભ્યો તેમના માટે સર્ચ ઓપરેશન શરૂ કરે છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તારક મહેતા શોના નિર્માતા અસિત કુમાર મોદી અને શરદ સાંકલા એકબીજાને વ્યક્તિગત અને વ્યવસાયિક રીતે જાણે છે. કહેવાય છે કે બંને એક જ ક્લાસમાં ભણતા હતા અને હાઈસ્કૂલમાં બંને ખૂબ સારા મિત્રો હતા. અસિત મોદીએ શરદને આ શોમાં કામ કરવાની ઓફર કરી હતી પરંતુ એક નાનો રોલ હોવાના કારણે તેણે થોડો સમય માંગ્યો હતો. ત્યારબાદ શરદ અબ્દુલના પાત્ર માટે સંમત થયો અને આજે આ પાત્ર ઘર-ઘરમાં પ્રખ્યાત છે.

શાહરુખ ખાન ની મહિનાની કમાણી છે કરોડોમાં; જાણો તેની સંપત્તિ અને જીવનશૈલી વિશે

રિપોર્ટ્સ અનુસાર, શરદ સાંકલા એક એપિસોડ માટે 35 થી 40 હજાર રૂપિયા ચાર્જ કરે છે. સપનાની નગરી, મુંબઈમાં તેનું પોતાનું ઘર તો છે જ એટલું જ નહીં, તેને 2 રેસ્ટોરન્ટ પણ છે.

November 3, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
વધુ સમાચાર

અરે વાહ! હવે જીમેઇલ પર ફોનકૉલ સુવિધા પૂરી પડાશે, આવી હશે નવી સર્વિસ; જાણો વિગત

by Dr. Mayur Parikh September 11, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો         

મુંબઈ, 13 સપ્ટેમ્બર, 2021

સોમવાર

 

બહુ જલદી જીમેઇલમાં નવાં અપડેટ આવવાનાં છે. નવાં અપડેટ બાદ વપરાશકર્તા જીમેઇલ દ્વારા વૉઇસ અને વીડિયો કૉલ કરી શકશે. ગૂગલ માટે જીમેઇલ ફરી ડિઝાઇન કરવામાં આવી રહ્યું છે. કંપની પોતાની ઍપમાં વધુ વર્ક સ્પેસ ફીચર્સ લાવવા માટે અપડેટ કરી રહી છે. એમ તો અત્યારે પણ જીમેઇલનો ઉપયોગ કરનારા વીડિયો કૉલ કરી શકે છે.

હવે ખ્રિસ્તી સમાજ પણ ભડક્યો, બિશપે કહ્યું : મુસલમાનો ખ્રિસ્તી છોકરીઓને ટાર્ગેટ કરી રહ્યા છે; જાણો વિગત

એ માટે તેઓને ગૂગલ મીટ ઍપની મદદ લેવી પડે છે. જોકે નવા અપડેટ બાદ વૉઇસ અને વીડિયો કૉલિંગ ફક્ત જીમેઇલની ઍપ દ્વારા કરી શકાશે.

September 11, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
વધુ સમાચાર

આ સમાચાર ધ્યાનથી વાંચો : લેન્ડલાઈન થી મોબાઈલ પર ફોન ડાયલ કરતી વખતે, આ નહીં કરો તો આજથી  ફોન નહિ લાગે.

by Dr. Mayur Parikh January 15, 2021
written by Dr. Mayur Parikh

15 જાન્યુઆરી ૨૦૨૧ એટલેકે શુક્રવારથી લેન્ડલાઈન થી મોબાઈલ પર ફોન કરવાના નિયમ બદલાઈ ગયા છે.

નવા નિયમ મુજબ હવે લેન્ડલાઈન થી મોબાઈલ પર ફોન કરતી વખતે આગળ 0 લગાવવું પડશે.

જો 0 નહીં લગાડવામાં આવે તો ફોન નહીં લાગે.

આ નવો નિયમ બનાવવામાં આવ્યો છે જેને કારણે ટેલિકોમ કંપનીઓ હવે વધુ મોબાઇલ નંબરની સિરીઝ બનાવી શકશે.

January 15, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક