• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - campaign
Tag:

campaign

World Environment Day Plastic Collection Drive Marks World Environment Day in Gujarat
રાજ્ય

World Environment Day : ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની ઉજવણી નિમિત્તે પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણ તરફ ગુજરાતની વિશેષ પહેલ, ૫.૭૦ લાખ કિલોગ્રામ પ્લાસ્ટિક કચરો એકત્રિત કરાયો

by kalpana Verat May 28, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai 

 World Environment Day :  

રાજ્યભરમાં તા. ૨૨ મે-૨૦૨૫થી શરૂ કરાયેલા અભિયાન હેઠળ
 
 અભિયાનના ભાગરૂપે અત્યાર સુધીમાં ૬૬ હજારથી વધુ નાગરિકો ૧૩૦૦ થી વધુ કાર્યક્રમોમાં સહભાગી થયા
 “વૈશ્વિક સ્તરે પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત” થીમ સાથે તા. ૨૨ થી ૫ જૂન ૨૦૨૫ સુધી અભિયાન યોજાશે
 અભિયાનને સફળ બનાવવા વન વિભાગ, GPCB, GEMI સહિત વિવિધ સંસ્થાઓ સહભાગી
 
“વિશ્વ પર્યાવરણ દિવસ-૨૦૨૫ની ઉજવણી નિમિત્તે પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણ તરફ ગુજરાતે મહત્વપૂર્ણ પહેલ કરી છે. રાજ્યભરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શનમાં તેમજ વન-પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઇ બેરા અને રાજ્યમંત્રી શ્રી મુકેશભાઇ પટેલના નેતૃત્વમાં તા. ૨૨ મે-૨૦૨૫થી શરૂ કરાયેલા અભિયાનમાં હેઠળ અત્યાર સુધીમાં કુલ ૫.૭૦ લાખ કિલોગ્રામથી વધુ પ્લાસ્ટિક કચરો એકત્રિત કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય (MoEF&CC) દ્વારા “વૈશ્વિક સ્તરે પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત” થીમ સાથે વિશ્વ પર્યાવરણ દિવસ (WED) ૨૦૨૫ની ઉજવણી ગુજરાત સહિત દેશભરમાં તા. ૨૨મે થી ૫ જૂન ૨૦૨૫ સુધી કરવાનું નક્કી કરાયું છે જેને અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. આ બે અઠવાડિયાના રાષ્ટ્રવ્યાપી અભિયાન થકી પ્લાસ્ટિક પ્રદૂષણની અસર અંગે જનજાગૃતિ લાવવા અને સંતુલિત વિકલ્પોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

આ અભિયાન અંતર્ગત સમગ્ર ગુજરાતમાં અત્યાર સુધીમાં ૧૩૦૦ થી વધુ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. જેમાં ૬૬,૧૫૦ થી વધુ પર્યાવરણ પ્રેમી સ્વયંસેવકો સિંગલ યુઝ પ્લાસ્ટિક એકત્રિકરણ, સ્વચ્છતા અભિયાન, પ્લાસ્ટિક જપ્ત કરી અને દંડ લાદવો, ઉદ્યોગોમાં વૃક્ષારોપણ, પ્રતિજ્ઞા સમારોહ અને પ્લાસ્ટિક સંગ્રહ, રેલીઓનું આયોજન, બજારોમાં ૭૦૦ થી વધુ કપાસની થેલીઓનું વિતરણ, વર્ગીકરણ પર સેમિનાર, ઘન કચરા વ્યવસ્થાપન અને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળો વિષય પર સેમિનાર વગેરે જનજાગૃતિની પ્રવૃત્તિઓમાં સહભાગી થયા છે. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ-GPCBના સંકલનમાં રહીને ગુજરાત પર્યાવરણ પ્રબંધ સંસ્થાન-GEMI સહિત રાજ્યની તમામ નગરપાલિકાઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનો તથા જિલ્લા પ્રાદેશિક કચેરીઓએ તેમના સ્તરે પ્લાસ્ટિક કચરા સંગ્રહ અભિયાનનુ આયોજન હાથ ધર્યુ છે. તમામ નગર પાલિકાઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનોએ પોતપોતાના સ્તરે પ્લાસ્ટિક કચરો સંગ્રહ અભિયાનમાં ભાગ લીધો છે જેના પરિણામે અત્યાર સુધીમાં સામૂહિક રીતે ૫.૭૦ લાખ કિલોથી વધુ પ્લાસ્ટિક કચરો એકત્રિત કરવામાં સફળતા મળી છે.

વન અને પર્યાવરણ વિભાગ, આબોહવા પરિવર્તન વિભાગ, ઉદ્યોગો અને ખાણ વિભાગ, ગ્રામીણ ગૃહનિર્માણ અને ગ્રામીણ વિકાસ વિભાગ, શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ સહિતના વિભાગો આ પહેલમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. અસરકારક સંકલન અને દેખરેખ સુનિશ્ચિત કરવા માટે, ભારત સરકારના પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા મેરી લાઇફ પોર્ટલ વિકસાવવામાં આવ્યું છે. આ પ્લેટફોર્મ પર અભિયાનના ભાગ રૂપે દેશભરમાં હાથ ધરવામાં આવતી તમામ પ્રવૃત્તિઓનુ રિપોર્ટિંગ કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો :  ITR Filing 2025: કરદાતાઓને મોટી રાહત, હવે આ તારીખ સુધી ભરી શકશો ITR; લંબાવાઈ ડેડલાઈન..

 World Environment Day : GEMI દ્વારા હાથ ધરાયેલી વિવિધ પ્રવૃત્તિઓ :

નદી સફાઈ ઝુંબેશ

મહિસાગર નદીના ગલતેશ્વર પટ ખાતે તા.૨૨ થી ૨૩ મે દરમિયાન ૫૫ સ્વયંસેવકોની ટીમે નદીના પટની સફાઈ ઝુંબેશ હાથ ધરી હતી. જેમાં ૩૮૦ કિલો કચરો એકત્ર કરવામાં આવ્યો હતો. આ ઝુંબેશમાં સરપંચ, તલાટી અને પ્રવાસન વિભાગનો સહયોગ મળ્યો હતો.

નુક્કડ નાટક દ્વારા જાગૃતિ

ગેમી દ્વારા તા.૨૩ થી ૨૬-મે-૨૦૨૫ દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્તારોમાં નુક્કડ નાટકોનું મોડાસા, હિંમતનગરના કટવડ, વાઘેલાવાસ અને વિરપુર ગામોમાં તેમજ ભચાઉ તાલુકામાં ભચાઉ બસ સ્ટેન્ડ, વોંઢ ગામ અને સામખિયાળી ગામમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંદાજિત ૭૦૦ નાગરિકો સહભાગી થયા હતા. આ નાટકો દ્વારા નાગરિકોને પ્લાસ્ટિક-મુક્ત જીવનશૈલી અને કચરા વ્યવસ્થાપનના મહત્વ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.

પ્લાસ્ટિક કચરો એકત્રીકરણ ઝુંબેશ

ગાંધીનગરના વૈદહી-૩ સોસાયટી અને વાવોલ ખાતે ૧૨૦ સ્થાનિક નાગરિકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લઈને ૮૦ કિલો પ્લાસ્ટિક કચરો એકત્ર કર્યો હતો. ગેમી દ્વારા આ પર્યાવરણ પ્રેમી નાગરિકોને પ્રોત્સાહન રૂપે કુંડા સાથે છોડ, સેન્દ્રીય ખાતર તેમજ કાપડની થેલીઓ ભેટ આપવામાં આવી હતી.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

May 28, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
World Environment Day celebrated in the district, public awareness will be spread
રાજ્ય

World Environment Day :વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે “વૈશ્વિક સ્તરે પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત” વિષય આધારિત લોકજાગૃતિ અભિયાનનું આયોજન

by kalpana Verat May 23, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

World Environment Day  :

વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ આગામી તા. ૫ જૂન સુધી યોજાનાર આ અભિયાનનો આજે પ્રારંભ કરાવ્યો

પર્યાવરણની ચિંતા એ માત્ર કોઈ એક વ્યક્તિની નહિ, પરંતુ સૌની સહિયારી જવાબદારી: મંત્રી શ્રી મુળુભાઈ બેરા

• ઇન્દ્રોડા પ્રકૃતિ અભિયાન-ગાંધીનગર ખાતે “પ્લાસ્ટિક એકત્રીકરણ કેન્દ્ર”નો પણ શુભારંભ

• બિનઉપયોગી પ્લાસ્ટિકને આ કેન્દ્ર ખાતે જમા કરાવનારને વળતરરૂપે રિસાયકલ કરેલા પ્લાસ્ટિકથી બનેલી ચીજ-વસ્તુઓ અપાશે
 
વિશ્વભરમાં દર વર્ષે તા. ૫ જૂનના રોજ “વિશ્વ પર્યાવરણ દિવસ”ની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે યોજાનારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે ગીર ફાઉન્ડેશન-ગાંધીનગર દ્વારા આગામી તા. ૫ જૂન સુધી “વૈશ્વિક સ્તરે પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત” વિષય પર લોકજાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ પર્યાવરણીય પડકારો તેમજ પ્લાસ્ટિક પ્રદૂષણ અંગે જનજાગૃતિ કેળવવા વિવિધ કાર્યક્રમોનું આયોજના કરવામાં આવશે.

આ અભિયાનના ભાગરૂપે આજે તા. ૨૨ જૂનના રોજ વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ ગીર ફાઉન્ડેશન ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન-ગાંધીનગર ખાતેથી “પ્લાસ્ટિક એકત્રીકરણ ઝુંબેશ”નો પ્રારંભ કરાવ્યો હતો. ગીર ફાઉન્ડેશન-ગાંધીનગર તેમજ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ-ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે આ ઝુંબેશ દરમિયાન મંત્રીશ્રીએ ઇદ્રોડા પ્રકૃતિ ઉદ્યાન ખાતે ઉભા કરાયેલા “પ્લાસ્ટિક એકત્રીકરણ કેન્દ્ર”નો પણ શુભારંભ કરાવ્યો હતો. આ કેન્દ્ર ખાતે પ્લાસ્ટિક કચરો જમા કરાવનાર બાળકોને પ્રોત્સાહનરૂપે મંત્રીશ્રીના હસ્તે રીસાયકલ કરેલા પ્લાસ્ટિકથી બનેલી ઉપયોગી ચીજ-વસ્તુઓ આપવામાં આવી હતી.

આ ઉપરાંત મંત્રીશ્રીએ ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન ખાતેથી જનજાગૃતિ બાઇક રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. જેમાં વન વિભાગ, ગીર ફાઉન્ડેશન, GPCB તેમજ અન્ય સહયોગી સંસ્થાઓના અધિકારી-કર્મચારીઓ તેમજ શાળાના બાળકોએ મોટી સંખ્યામાં જોડાઈને પર્યાવરણ સંરક્ષણનો સંદેશો સામાન્ય જનતા સુધી પહોંચાડ્યો હતો. આટલું જ નહિ, આ પ્રસંગે ઉપસ્થિત મંત્રીશ્રી સહિતના સૌ મહાનુભાવો અને નાગરિકોએ ‘મિશન લાઇફ’માં જોડાઈને રોજિંદા જીવનમાં પર્યાવરણ-સાનુકૂળ ફેરફારો લાવવાની પ્રતિજ્ઞા પણ લીધી હતી.

આ સમાચાર પણ વાંચો :  Salman Khan security : બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનની સુરક્ષામાં ચૂક, બે દિવસમાં બે શખ્સે Y+ સિક્યોરિટી ભેદી, પોલીસ આવી હરકતમાં…

આ વેળાએ મંત્રીશ્રીએ સમાંબોધાના કરતા જણાવ્યું હતું કે, પ્લાસ્ટિક એકત્રીકરણ અભિયાન મારફત નાગરિકોને પ્લાસ્ટિક કચરાના યોગ્ય નિકાલ માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. આ અભિયાન હેઠળ આગામી તા. ૫ જૂન સુધી કોઈપણ વ્યક્તિ પોતાના ઘર કે ઓફિસમાંથી બિનઉપયોગી પ્લાસ્ટિકની વસ્તુઓ ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન ખાતે ઉભા કરાયેલા પ્લાસ્ટિક એકત્રીકરણ કેન્દ્ર ખાતે આપી શકશે. જેના વળતર સ્વરૂપે નાગરિકોને રિસાયકલ કરેલા પ્લાસ્ટિકમાંથી બનેલી વિવિધ ઉપયોગી વસ્તુઓ આપવામાં આવશે.

પર્યાવરણની ચિંતા એ માત્ર કોઈ એક વ્યક્તિની નહિ, પરંતુ આપણા સૌની સહિયારી જવાબદારી છે. રાજ્યના સૌ નાગરીકો પર્યાવરણ સંરક્ષણના આ અભિયાનમાં જોડાઈને પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડશે તેમજ પ્લાસ્ટિક કચરાનું યોગ્ય વ્યવસ્થાપન કરવા માટે જાગૃત અને કટિબદ્ધ બનશે, તેવો મંત્રીશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ શ્રી સંજીવ કુમાર, ગુજરાતના અગ્ર મુખ્ય વન સંરક્ષક ડૉ. જયપાલસિંહ, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, વન અને પર્યાવરણ વિભાગ તેમજ અન્ય સહયોગી સંસ્થાના વરિષ્ઠ અધિકારીઓ સહિત નાગરીકો પણ આ શુભારંભ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

May 23, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Obesity can lead to many serious diseases, so adopt a healthy lifestyle and eliminate obesity
રાજ્ય

Obesity-Free Gujarat: ગુજરાત સરકારનું મેદસ્વિતા વિરુદ્ધ અભિયાન,દૈનિક આહારને સંતુલિત બનાવો, ભોજનમાં કઠોળ અને શ્રીઅન્નને અપનાવો

by kalpana Verat May 8, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Obesity-Free Gujarat:

  • મેદસ્વિતા વિરુદ્ધ અસરકારક જંગ માટે સમતોલ આહાર અને વ્યાયામ મુખ્ય મંત્ર

 ‘પહેલું સુખ તે જાતે નર્યા’ એ પ્રત્યેક વ્યક્તિ માટે પાયાની અને આવશ્યક બાબત બને, મેદસ્વિતા પ્રત્યે નાગરિકોમાં જાગૃતિ આવે અને સ્વસ્થતાનો આ વિચાર અંતિમ વ્યક્તિ સુધી પહોંચે તે હેતુથી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના વડપણ હેઠળ રાજ્ય સરકારે ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા-મુક્ત ગુજરાત’ અભિયાન શરૂ કર્યું છે.

વર્તમાન સમયમાં મેદસ્વિતા ગંભીર સમસ્યા બની ગઈ છે. શરીરનું વજન વધારે હોય તો અનેક બીમારીનો ભોગ બનવાનો ખતરો રહે છે. પરિણામે શરીર અનેક બીમારીઓનું ઘર બને છે. વડાપ્રધાનશ્રીર શરૂ કરેલી ‘ઓબેસિટી મુક્તિ’ માટેની રાષ્ટ્રવ્યાપી પહેલ એ વર્તમાન સમયની જરૂરિયાત છે, ત્યારે પ્રત્યેક વ્યક્તિ સ્વસ્થ, ચુસ્ત-દુરસ્ત બને તે જરૂરી છે.

મેદસ્વિતાએ એવી સ્વાસ્થ્ય સ્થિતિ છે જ્યાં શરીરમાં ચરબીનો સંગ્રહ વધી જાય છે. સામાન્ય રીતે બોડી માસ ઈન્ડેક્સ ૩૦ કે તેથી વધુ (BMI) ≥ 30 હોય તો તે મોટાપાનું સૂચક છે. જેના કારણે હૃદયરોગ, ડાયાબિટીસ અને કેટલાક કેન્સર જેવા ગંભીર આરોગ્ય જોખમો વધી શકે છે.

Obesity-Free Gujarat: મેદસ્વિતાનું કારણ

મેદસ્વિતા આરોગ્ય પ્રત્યેની આળસ, શારીરિક ક્રિયાશીલતાનો અભાવ, પ્રોસેસ્ડ ખોરાકનું વધુ સેવન અને શહેરીકરણ જેવા પરિબળોના કારણે વધી છે. તેનું બીજુ મુખ્ય કારણ ખોરાકમાં લેવાયેલી કૅલરી શારીરિક પ્રવૃત્તિ, હલનચલન, કસરતના અભાવે ખર્ચ થતી નથી. તણાવ, માનસિક ચિંતા પણ જવાબદાર છે. મેદસ્વિતા એક રોગ માત્ર નથી, તે ડાયાબિટીસ, હ્રદયરોગ, બ્લડ પ્રેશર, શ્વાસ લેવામાં તકલીફ, માનસિક તણાવ અને આત્મવિશ્વાસમાં ઘટાડો જેવા અનેક રોગને આમંત્રણ આપે છે.

Obesity-Free Gujarat: દૈનિક આહારને સંતુલિત બનાવો, ભોજનમાં કઠોળ અને શ્રીઅન્નને અપનાવો

સંતુલિત આહાર અને પોષણની દ્રષ્ટિએ વધુ સારી ખાદ્ય ઉત્પાદનોની પસંદગીઓ સ્વસ્થ જીવન તરફ પ્રથમ પગલું છે. કાર્બોહાઈડ્રેટ્સના ખાદ્ય સ્ત્રોત તરીકે આખા અનાજ અને શ્રીઅન્નને અપનાવવું પડશે. પ્રોટીન માનવ શરીરનું પાવરહાઉસ છે. પ્રોટીનના મહત્વના સ્ત્રોત તરીકે આખા કઠોળ, દાળ અને સોયાબિન સાથે દૂધ અને દૂધના ઉત્પાદનો આહારમાં અપનાવા જોઈએ.

આ સમાચાર પણ વાંચો: Obesity-Free Gujarat: રાજ્ય સરકારનું ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન, યોગસંવાદ તથા યોગશિબિરના આયોજન અર્થે નિવાસી અધિક કલેકટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

Obesity-Free Gujarat:પ્રોસેસ્ડ ફૂડ અને પેકેજ્ડ ફૂડને કહો ના, નીરોગી શરીરને કહો હા

આપણે દરરોજ ઓછામાં ઓછા ૫૦૦ ગ્રામ ઋતુ મુજબ ઉપલબ્ધ ફળો અને શાકભાજી ખાવા જોઈએ. વધુ ખાંડવાળા ખોરાક અને ખાદ્ય ઉત્પાદનો બને તેટલા ઓછા આરોગવા જોઈએ. પ્રતિ વ્યક્તિ ફક્ત ૫ ગ્રામ/દિવસ મીઠું અને ઓછા તેલ સાથે જમવું જોઈએ.

Obesity-Free Gujarat:સમતોલ આહાર અને યોગ એ સ્વસ્થ-નિરોગી જીવનની ચાવી

દર અઠવાડિયે ૧૫૦ મિનિટ સુધી હળવી ઍરોબિક પ્રવૃત્તિ કરવાથી નવી ઉર્જા મળશે. દિવસમાં ઓછામાં ઓછું ૩૦ મિનિટ નિયમિત ચાલવું તથા દરરોજ યોગ કરવાથી પણ સ્વસ્થ અને નિરોગી જીવન જીવી શકાય છે.

મેદસ્વિતાને દૂર કરવાના અભિયાનમાં રાજ્યના દરેક નાગરિક, પ્રત્યેક પરિવાર અને સંસ્થાઓ પોતાનું યોગદાન આપીને જનભાગીદારીથી ગુજરાતને આરોગ્ય સુખાકારી માટેનું મોડેલ સ્ટેટ બનાવે તે જરૂરી છે. ચાલો, સાથે મળી મેદસ્વિતાનો મુકાબલો માત્ર દવાઓથી નહિ, પણ દ્રઢ ઈચ્છાશક્તિ, શિસ્ત અને સ્વસ્થ આદતો વડે કરીએ અને સ્વસ્થ જીવન માટે એક કદમ આગળ વધીએ.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

May 8, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Zero Measles-Rubella : JP Nadda launches national 'Zero Measles-Rubella' elimination campaign on World Immunization Week
રાજ્ય

Zero Measles-Rubella : ‘મિઝલ્સ અને રૂબેલા નાબુદી અભિયાન ૨૦૨૫-૨૬’ અંતર્ગત નાગરિકોમાં રાષ્ટ્રવ્યાપી અભિયાનનો નવી દિલ્હીથી શુભારંભ

by kalpana Verat April 25, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Zero Measles-Rubella :

  • ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલની આ પ્રસંગે વર્ચ્યુઅલ ઉપસ્થિતિ
  • ગુજરાતમાં વર્ષ ૨૦૨૩માં ઓરીના લગભગ ૪,૦૦૦ કેસની સામે વર્ષ ૨૦૨૪માં ઘટીને ૪૭૧ કેસ નોંધાયા

‘મિઝલ્સ અને રૂબેલા નાબુદી અભિયાન ૨૦૨૫-૨૬’ અંતર્ગત નાગરિકોમાં જાગૃતિ માટે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી શ્રી જે. પી. નડ્ડાજી દ્વારા રાષ્ટ્રવ્યાપી અભિયાનનો નવી દિલ્હીથી શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ‘ઓરી અને રૂબેલા નાબૂદી અભિયાન સંબંધિત જાગૃતિ માટે પુસ્તિકા જેવી કે પત્રિકા, પોસ્ટર વગેરેનું પણ મંત્રી શ્રી જે. પી. નડ્ડાજી દ્વારા વિમોચન કરવામાં આવ્યું હતું. આ અભિયાનના શુભારંભમાં ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ સહિત આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યા હતા.

Zero Measles-Rubella : સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતમાં કરવામાં આવતી કામગીરી

સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ અંતર્ગત ઓરી/રૂબેલાની વેક્સીનનો પ્રથમ ડોઝ બાળકને ૯-૧૨ મહિને તેમજ બીજો ડોઝ ૧૬-૨૪ મહિનાની ઉંમરે આપવામાં આવે છે. આ રીતે ઓરી/રૂબેલાની વેક્સીનના કુલ બે ડોઝ આપીને બાળકને રક્ષિત કરવામાં આવે છે.

રાજ્યમાં ઓરીનું નિવારણ લાવવાના હેતુસર ભારત સરકારની ગાઈડલાઈન મુજબ વર્ષ ૨૦૧૮માં જુલાઈ થી નવેમ્બર માસ દરમ્યાન મિસલ્સ રૂબેલા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આ અભિયાનમાં ૯ મહિનાથી ૧૫ વર્ષ સુધીના કુલ ૧.૪૫ કરોડથી વધુ બાળકોને મિસલ્સ રૂબેલાની રસી આપીને રક્ષિત કરવામાં આવ્યા હતા.

ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૬ સુધીમાં સમગ્ર દેશને ઓરી/રૂબેલા મુકત કરવાનું નકકી કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે તમામ રાજ્યોને ઓરી અને રૂબેલાનું સઘન સર્વેલન્સ કરવાની fever અને rash ધરાવતા તમામ કેસોની તપાસ કરી ઓરી અને રૂબેલા શોધી કાઢી સઘન સારવાર અને અટકાયત અને નિયંત્રણનાં તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત ગુજરાતમાં વર્ષ ૨૦૨૩માં ઓરીના લગભગ ૪,૦૦૦ કેસ નોંધાયા હતા, જેની સામે વર્ષ ૨૦૨૪માં આ કેસ ઘટીને માત્ર ૪૭૧ નોંધાયા છે, જે ઓરીના કેસમાં નોંધપાત્ર ઘટાડો દર્શાવે છે.

Zero Measles-Rubella : આગામી સમયમાં રાજય સરકાર દ્વારા લેવામાં આવનાર પગલાઓ

• મુખ્ય સચિવશ્રીના અધ્યક્ષસ્થાને મળેલી સ્ટેટ સ્ટીયરીગ કમિટીની બેઠકમાં કલેકટરો, મ્યુનિસિપલ કમિશનરો, જિલ્લા વિકાસ અધિકારીઓ (DDOs) અને અન્ય વિભાગના અધિકારીઓએ મિસલ્સ રૂબેલા નાબુદી માટે રણનિતી તૈયાર કરેલ હતી અને તે મુજબ અમલવારી કરવા માટે સુચનાઓ આપવામાં આવી હતી.

• મિસલ્સ રૂબેલા બાબતે નિયમિત રીતે જિલ્લા /કોર્પોરેશન દ્વારા સર્વેલન્સ કામગીરી કરવામાં આવી રહી છે તે સઘન કરવામાં આવશે અને તમામ કક્ષાએ ઘનિષ્ટ સુપરવિઝન અને મોનીટરીંગ કરવામાં આવશે અને દર સોમવારે વિડીઓ કોન્ફર્ન્સીંગ થકી રીવ્યુ કરવામાં આવશે. જિલ્લા/કોર્પોરેશન ખાતે જિલ્લા ક્લેક્ટરશ્રી અને મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં DTFI/CTFIનું આયોજન કરવામાં આવશે.

• તમામ વેકસીનથી રહી ગયેલ/છુટી ગયેલ બાળકો માટે આગામી ઓગસ્ટ/સપ્ટેમ્બર/ઓકટોબરમાં સઘન મિશન ઈન્દ્રધનુષ યોજવામાં આવશે અને પાંચ વર્ષની વયના તમામ બાકી રહી ગયેલ બાળકોનું મિઝલ્સ અને ઓરીનું રસીકરણ કરવામાં આવશે. વર્ષમાં ચાર સ્પેશ્યલ ઈમ્યુનાઈઝેશન વીક યોજવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો: Hirak Mahotsav :રુઇયા કોલેજમાં કેન્દ્રિય મંત્રી કિરેન રિજીજુના હસ્તે પંડિત દિનદયાલ ઉપાધ્યાય એકાત્મ માનવદર્શન હિરક મહોત્સવનું ઉદ્ઘાટન

Zero Measles-Rubella : આગામી વર્ષ ૨૦૨૬ સુધીમાં ઓરી અને રૂબેલા નાબૂદ કરવા માટેના પ્રયાસો

• ખિલખિલાટ ડ્રાઇવ: તા. ૧૬ થી ૨૨ જાન્યુઆરી ૨૦૨૫ દરમિયાન આ એક વિશેષ ઝુંબેશના ભાગરૂપે કુલ ૨૫,૭૩૬ બાળકોને રસી આપવામાં આવી છે.
• ઓરી-રૂબેલા ડ્રાઇવ: તા. ૧૫ અને ૧૬ માર્ચ ૨૦૨૫ દરમિયાન આ એક વિશેષ ઝુંબેશના ભાગરૂપે કુલ ૨૯,૨૩૮ બાળકોને રસી અપાઈ છે.
• રાજયનાં તમામ જિલ્લા/ કોર્પોરેશન MR 1 અને MR 2નું રસીકરણ => 95 % નો લક્ષ્યાંક સિદ્ધ કરે તે માટે રસીકરણનું ગામ સુધી એનાલીસીસ કરવામાં આવશે.

આ ઉપરાંત તા.૨૪ એપ્રિલ થી ૩૦ એપ્રિલ ૨૦૨૫ દરમિયાન વિશ્વ રસીકરણ સપ્તાહ, તા. ૨૪ એપ્રિલ ૨૦૨૫ના રોજ ચોથા ગુરુવારે ખિલખિલાટ રસીકરણ, તા. ૨૬ એપ્રિલે ૨૦૨૫ ઓરી અને રૂબેલા રસીકરણ અને તા. ૩૦ એપ્રિલ ૨૦૨૫ના રોજ પાંચમો બુધવાર મમતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

April 25, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Catch the Rain Under the 'Catch the Rain' campaign, roof-top rainwater harvesting systems will be installed on around 1800 buildings owned by AMC.
અમદાવાદ

Catch the Rain : કેચ ધ રેઇન’ અભિયાન અંતર્ગત AMC હસ્તકની આશરે ૧૮૦૦ ઈમારતો પર રૂફ-ટોપ રેઇન-વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરાશે

by kalpana Verat April 19, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Catch the Rain :

  • પ્રથમ ચરણમાં ૪૦૦ બિલ્ડિંગ પ્રિમાઇસીસમાં અંદાજે ૫.૫૦ કરોડના ખર્ચે રૂફ-ટોપ રેઈન-વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલેશનની કામગીરીનો પ્રારંભ
  • આ કામગીરી આગામી ચોમાસાની ઋતુ પહેલાં પૂર્ણ કરવામાં આવશે

કેન્દ્રીય જળ શક્તિ મંત્રાલય દ્વારા રેઇન વોટર કન્ઝર્વેશન માટે આરંભાયેલ ‘કેચ ધ રેઇન’ અભિયાન અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે.

આ પહેલ અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક સમગ્ર શહેરના તમામ ઝોનમાં આવેલી વિવિધ ઝોનલ ઓફિસો, વોર્ડ-ઓફિસો, હોસ્પિટલ્સ, મ્યુનિ.શાળાઓ, અર્બન હેલ્થ સેન્ટર્સ, લાઇબ્રેરીઝ, વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન્સ, ડ્રેનેજ પંપિંગ સ્ટેશન્સ વગેરે જેવી આશરે ૧૮૦૦ ઈમારતોના રૂફ-ટોપ પર ભરાતા વરસાદી પાણીનો સંગ્રહ કરવા રૂફ-ટોપ રેઇન-વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ આગામી ૧.૫ વર્ષના સમયગાળામાં ઇન્સ્ટોલ્ડ કરી કાર્યરત કરવામાં આવશે.

આમ, દરેક ઈમારતોના ધાબા પર ભરાતાં વરસાદી પાણીને બહાર વહી જતું અટકાવી, આ વરસાદી પાણીને ફિલ્ટર દ્વારા ચોખ્ખું કરી, તેને જે-તે ઈમારતોની અન્ડર ગ્રાઉન્ડ ટાંકીઓમાં અથવા જે-તે કેમ્પસમાં જો હયાત બોરવેલ કે પરકોલેશન વેલ હોય તેમાં પરકોલેટ કરી, ગ્રાઉન્ડ વોટરના જળ સ્તર ઊંચા લાવવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખૂબ જ મોટા પાયે કામગીરી હાથ ધરવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો : Rain Waterlogging : સૌરાષ્ટ્રના ઘેડ વિસ્તારમાં ભરાતા પાણીના કાયમી ઉકેલ માટે મહત્વનો નિર્ણય, પ્રથમ તબક્કામાં રૂ. ૧૩૯ કરોડના ટેન્ડર મંજૂર કરાયા

પ્રથમ ચરણમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની ૪૦૦ બિલ્ડિંગ પ્રિમાઇસીસમાં અંદાજે ૫.૫૦ કરોડના ખર્ચે આવી રૂફ-ટોપ રેઈન-વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલેશનની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જે આગામી ચોમાસાની ઋતું પહેલાં પૂર્ણ કરવામાં આવશે.

આ કામગીરી થકી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દૈનિક રીતે આપવામાં આવતાં પાણી પુરવઠાનું નર્મદાનું પાણી બચાવી શકાશે તેમજ જમીનના જળ સ્તર ઊંચા લાવી બોરના પાણીની ગુણવત્તા સુધારી શકાશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

April 19, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Drug-free India Legal Guidance Camp organized by District Legal Services Authority under Drug-Free India Campaign in Surat
સુરત

Drug-free India : સુરતમાં નશામુકત ભારત અભિયાન અંતર્ગત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા કાનુની માર્ગદર્શન શિબિર યોજાઈઃ

by kalpana Verat March 28, 2025
written by kalpana Verat

  News Continuous Bureau | Mumbai

Drug-free India : નશામુકત ભારત અભિયાન અંતર્ગત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, સુરત જિલ્લા ન્યાયાલયના મુખ્ય જિલ્લા ન્યાયાધીશશ્રી અને અધ્યક્ષશ્રી આર. ટી.વચ્છાણી, સચિવશ્રી અને એડી. સિનિયર સિવિલ ન્યાયાધિશશ્રી સી. આર.મોદીના માર્ગદર્શન તથા ઉધના પોલીસ સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે શ્રી.આર.કે નારાયણ સ્કુલ નં.૩૨૬ અને શાળા નં.૧૪૨ ઉધના ખાતે કાનૂની માર્ગદર્શન શિબિર યોજાઈ હતી.

Drug-free India Legal Guidance Camp organized by District Legal Services Authority under Drug-Free India Campaign in Surat

 

આ સમાચાર પણ વાંચો  : મ્યાનમારમાં ભયાનક ભૂકંપ, તીવ્રતા એટલી બધી હતી કે અનેક જગ્યાએ બિલ્ડિંગો ધરાશાયી, લોકો રસ્તા પર દોડી આવ્યા; જુઓ વિડીયો

 

Drug-free India Legal Guidance Camp organized by District Legal Services Authority under Drug-Free India Campaign in Surat

આ શિબિરમાં ડ્રગ્સ જનજાગૃતિ, સાયબર ક્રાઇમ, ગુડ ટચ બેડ ટચ, પોકસો એક્ટ, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળની યોજનાઓ/પ્રવૃતિઓ વિશે પેનલ વકીલ રીલેશભાઈ, પી.એલ.વી. પ્રદિપ શિરસાઠ, ઉધના પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ કૃપાલીબેન પરમાર, પોલીસ કોન્સ્ટેબલ દિવ્યાબેન પટેલે કુલ ૨૮૮ વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના આચાર્યશ્રી સમાધાનભાઈ સુતાર,આચાર્યશ્રી વિપુલભાઈ પાટીલ તથા શિક્ષક મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

Drug-free India Legal Guidance Camp organized by District Legal Services Authority under Drug-Free India Campaign in Surat

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

March 28, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Dharavi Blood Donation A grand blood donation camp was organized in Dharavi on Balasaheb Thackeray's birth anniversary
મુંબઈ

Dharavi Blood Donation: ધારાવીમાં બાલાસાહેબ ઠાકરેની જયંતી પર ભવ્ય રક્તદાન શિબિરીનું આયોજન થયું, આટલા લીટર રક્ત સંકલિત થયું

by khushali ladva February 10, 2025
written by khushali ladva

News Continuous Bureau | Mumbai

Dharavi Blood Donation: મુંબઇ પ્રતિનિધિ: હિન્દુહૃદયસમ્રાટ, શિવસેના પ્રમુખ બાલાસાહેબ ઠાકરેની જયંતીના અવસરે ધારાવી વિધાનસભાની વતી ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. “કરશો રક્તદાન, બચાવશો પ્રાણ” આ સૂત્રના સાનિધ્યમાં આયોજિત આ શિબિરમાં 1000 રક્તની બોટલો સંકલિત કરવાની પ્રતિબદ્ધતા સાંસદ અનિલ દેસાઈએ વ્યક્ત કરી હતી.

બાલાસાહેબ ઠાકરેના વિચારોને શ્રદ્ધાંજલિ અર્પિત
બાલાસાહેબ ઠાકરેેંએ મરાઠી સમાજના હક માટે જીવનભર સંઘર્ષ કર્યો. તેમની સ્મૃતિમાં આ સારો પ્રયાસ કરવામાં આવ્યો. મુંબઇ, મુંબઇકાર અને બાલાસાહેબ ઠાકરેના વિચારોને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા માટે આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું.

ઉત્સાહજનક ભાગીદારી અને સુવ્યવસ્થિત આયોજન
આ શિબિરસાંગઠન માટે ધારાવીના ધારાસભ્ય મહેશ સાવંત અને વિભાગના પ્રમુખ વિઠ્ઠલ પવારની આગેવાની હેઠળ ખાસ તૈયારી કરવામાં આવી હતી. સ્થાનિક શિવસૈનિકો, યુવાનો, નાગરિકો અને વિવિધ સામાજિક સંસ્થાઓએ આ પહેલમાં બહુસંખ્યામાં ભાગ લીધો.

શિબિરના સફળ આયોજનમાં નગરસેવક વસંત નકાંશે, ટી.એમ. જાગદીશ, મરીયમ્મલ ટેવર, હર્ષલા મોરે, તેમજ શાખા પ્રમુખ કિરણ કાલે, સતીશ કટકે, આંનદ ભોસલે, મuttu પટ્ટન, ભાસ્કર પિલે, સુરેશ જાધવ, મહાદેવ શિન્દે, જોષફ કોળી, પ્રકાશ આચરેકર, સુરેશ સાવંત અને યુવા સેના ના સની શિન્દે એ વિશેષ પરિશ્રમ લીધો. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય બાબુરાવ માને પણ હાજર રહ્યા હતા.

Dharavi Blood Donation A grand blood donation camp was organized in Dharavi on Balasaheb Thackeray's birth anniversary

Dharavi Blood Donation A grand blood donation camp was organized in Dharavi on Balasaheb Thackeray’s birth anniversary

 

 

 

 

 

 

 

 

આ સમાચાર પણ વાંચો:  Mahakumbh Traffic Jam: મહાકુંભમાં ભક્તોનો જમાવડો,ભારે ભીડને કારણે પરિસ્થિતિ વણસી! પ્રશાસને 14 ફેબ્રુઆરી સુધી આ સ્ટેશન બંધ કરી દીધું..

Dharavi Blood Donation: શિવસેના સામાજિક કાર્ય – રક્તદાનની મહત્વતા

રક્તદાન શ્રેષ્ઠ દાન માનવામાં આવે છે, કારણ કે દુષ્કર્મો, ગંભીર બિમારીઓ અને સર્જરી માટે રક્તની સતત જરૂર પડે છે. જરૂરિયાતમંદ દર્દીઓની મદદ માટે શિવસેનાની વતી આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

નાગરિકોની ભારે ભાગીદારી
આ પહેલને ધારાવીના નાગરિકો તરફથી ઉત્તમ પ્રતિસાદ મળ્યો. “રક્તદાન કરીને અમે કોઈની જીંદગી બચાવી શકીએ છીએ,” આ ભાવનાથી પ્રેરિત થતાં ઘણા યુવાનો એ રક્તદાન માટે આગળ આવી રહ્યા હતા.

આ પહેલથી ધારાવીના જરૂરિયાતમંદ દર્દીઓને મોટા આધાર મળશે. ભવિષ્યમાં પણ આવી પ્રકારની સામાજિક લાભકારી કામગીરીઓનું આયોજન કરવામાં આવશે, એવી આયોજનકર્તાઓએ જણાવ્યું.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed

February 10, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Har Ghar Tiranga Campaign tricolour illumination on Tansa and Modaksagar, two major dams that supply water to Mumbai
મુંબઈ

Har Ghar Tiranga Campaign: મુંબઈના તાનસા અને મોડકસાગર ડેમ પર કરાયો તિરંગા લાઈટિંગનો શણગાર, રાત્રિ દરમિયાન સર્જાયા નયનરમ્ય દ્રશ્યો, જુઓ વિડીયો

by kalpana Verat August 13, 2024
written by kalpana Verat

 News Continuous Bureau | Mumbai 

Har Ghar Tiranga Campaign: 15 ઓગસ્ટ ભારતીયો માટે ગર્વ અને ખુશીનો દિવસ છે. આ દિવસે ભારતના લોકો ગુલામીમાંથી મુક્ત થયા હતા. 15 ઓગસ્ટ, 2024 એ સ્વતંત્રતાની 77મી વર્ષગાંઠ અને 78મો સ્વતંત્રતા દિવસ હશે સ્વતંત્રતા દિવસના પૃષ્ઠભૂમિમાં દેશભરમાંહર ઘર તિરંગા અભિયાન (Har Ghar Tiranga Campaign) ચલાવવામાં આવી રહ્યું છે. તેના ભાગ રૂપે, મુંબઈ શહેર અને ઉપનગરોને પાણી પુરવઠો પૂરો પાડતા બે મુખ્ય ડેમ તાનસા અને મોડકસાગર નામના બે ડેમ પર તિરંગા લાઈટિંગ ( Tricolor lighting at Dam ) કરવામાં આવી છે. રાત્રી દરમિયાન લાઇટિંગનો અદભૂત નજારો જોવા મળે છે.  

Har Ghar Tiranga Campaign:  જુઓ વિડીયો 

🇮🇳 Spectacular views of the tricolour illumination on Tansa and Modaksagar, two major dams that supply water to Mumbai, as part of the Gharo Ghari Tiranga (Har Ghar Tiranga) campaign#घरोघरीतिरंगा #HarGharTiranga2024@CMOMaharashtra@Dev_Fadnavis@AjitPawarSpeaks@dvkesarkar… pic.twitter.com/iEFGRFmC6F

— माझी Mumbai, आपली BMC (@mybmc) August 13, 2024

 

તમને જણાવી દઈએ કે ‘હર ઘર તિરંગા’ અભિયાન 9 ઓગસ્ટ 2024થી શરૂ થયું છે અને આ તેની ત્રીજી આવૃત્તિ છે. આ અવસર પર દેશના વડાપ્રધાને દરેક દેશવાસીને 15 ઓગસ્ટના રોજ પોતાના ઘરોમાં ત્રિરંગો ફરકાવવાની અપીલ કરી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

August 13, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Congress hired duplicate Shahrukh Khan for their campaign
મનોરંજન

Shahrukh Khan: ચૂંટણીમાં નકલી શાહરુખ ખાનની ધૂમ. કોંગ્રેસ પાર્ટી એ પ્રચારમાં ઉતાર્યો. જુઓ વિડિયો..

by Zalak Parikh April 19, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

Shahrukh Khan: શાહરુખ ખાન બોલિવૂડ નું સુપરસ્ટાર છે. કિંગ ખાન ના ફેન ફોલોઇંગ ની સંખ્યા ખુબ વધારે છે. માર્કેટ માં શાહરુખ ખાન ના ઘણા ડુપ્લીકેટ પણ જોવા મળે છે. હવે આમાંના જ એક ડુપ્લીકેટ નો ઉપયોગ કોંગ્રેસ પાર્ટી એ ચૂંટણી પ્રચાર માટે કર્યો છે. જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. 

આ સમાચાર પણ વાંચો: Shahrukh khan: સલમાન ખાન બાદ હવે બોલિવૂડના આ સુપરસ્ટાર નો છે જીવ જોખમ માં? અચાનક વધારેલી સુરક્ષા જોઈ લોકો એ લગાવ્યું આવું અનુમાન

શાહરુખ ખાન ના ડુપ્લીકેટ નો વિડીયો 

સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક વ્યક્તિ ઓલ બ્લેક લુક માં કોંગ્રેસ પાર્ટી નો પ્રચાર કરતો જોવા મળી રહ્યો છે. તે વ્યક્તિ ને પહેલી નજરે જોતા શાહરુખ ખાન જ લાગે છે પરંતુ તે શાહરુખ ખાન નહિ તેનો ડુપ્લીકેટ છે.

Congress hired duplicate Shahrukh Khan for their campaign😂 pic.twitter.com/F30XlHpkzW

— Kreately.in (@KreatelyMedia) April 19, 2024


આ વિડીયો સામે આવ્યા બાદ લોકો કોંગ્રેસ પાર્ટી ની ઠેકડી ઉડાવી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ માં લખ્યું, ‘નકલી આટલા ખરાબ દિવસો આવી ગયા.’ અન્ય એકે લખ્યું, ‘સસ્તા વોટ માંગી રહ્યા છે.’ આવી રીતે કોંગ્રેસ પાર્ટી ને ટ્રોલ કરવામાં આવી રહી છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

April 19, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
CBDT clarified on media reports claiming to be running a special campaign to reopen cases in respect of HRA claims.
વેપાર-વાણિજ્યદેશ

CBDT: CBDTએ એચઆરએના દાવાઓના સંદર્ભમાં કેસ ફરીથી ખોલવા માટે વિશેષ ઝુંબેશ ચલાવવાનો દાવો કરતા મીડિયા અહેવાલો પર કરી આ સ્પષ્ટતા

by Hiral Meria April 9, 2024
written by Hiral Meria

 News Continuous Bureau | Mumbai 

CBDT: ડેટાની ચકાસણીની નિયમિત કવાયતના ભાગરૂપે કરદાતા દ્વારા ફાઇલ કરવામાં આવેલી અને આવકવેરા વિભાગ ( Income Tax Department) પાસે ઉપલબ્ધ માહિતીમાં મેળ ખાતી ન હોય તેવા કેટલાક કિસ્સાઓ વિભાગના ધ્યાનમાં આવ્યા છે. આવા કિસ્સાઓમાં, વિભાગે કરદાતાઓને ચેતવણી આપી છે, કે જેથી તેઓ સુધારાત્મક પગલાં લઈ શકે. જો કે, સોશિયલ મીડિયા પરની કેટલીક પોસ્ટ્સ, તેમજ મીડિયાના લેખો, એવા કિસ્સાઓમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (સીબીડીટી) દ્વારા શરૂ કરવામાં આવેલી પૂછપરછને પ્રકાશિત કરે છે, જેમાં કર્મચારીઓએ એચઆરએ અને ચૂકવેલ ભાડાના ખોટા દાવા કર્યા હોય. 

શરૂઆતમાં, એવું કહેવામાં આવ્યું છે કે આ બાબતો પર પશ્ચાદવર્તી કરવેરા ( taxation ) અંગેની કોઈપણ આશંકાઓ અને એચઆરએના ( HRA ) દાવાઓને લગતા મુદ્દાઓ પર કેસ ફરીથી ખોલવાની કોઈ પણ આશંકા સંપૂર્ણપણે પાયાવિહોણી છે.

કર્મચારી દ્વારા ચૂકવવામાં આવતા ભાડા અને નાણાકીય વર્ષ 2020-21 માટે પ્રાપ્તકર્તા દ્વારા ભાડાની પ્રાપ્તિ વચ્ચે મેળ ખાતા ન હોય તેવા કેટલાક ઉચ્ચ-મૂલ્યના કિસ્સાઓમાં ડેટા વિશ્લેષણ હાથ ધરવામાં આવ્યા હતા.

આ ચકાસણી મોટા ભાગના કેસોને ફરીથી ખોલ્યા વિના ઓછી સંખ્યામાં કેસોમાં કરવામાં આવી હતી, ખાસ કરીને નાણાકીય વર્ષ 2020-21 (એવાય 2021-22) માટે અપડેટેડ રિટર્ન સંબંધિત કરદાતાઓ દ્વારા ફક્ત 31.03.2024 સુધી જ ફાઇલ કરી શકાતું હતું.

આ સમાચાર પણ વાંચો :  Lok Sabha Election: લોકસભા ચૂંટણી 2024ના બીજા તબક્કા માટે 13 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં આટલા ઉમેદવારો લડશે ચૂંટણી

તે પણ જણાવવામાં આવ્યું છે કે ઇ-વેરિફિકેશનનો ઉદ્દેશ નાણાકીય વર્ષ 2020-21 માટે માહિતીના મેળ ન ખાતા કેસોને અન્યને અસર કર્યા વિના જ ચેતવણી આપવાનો હતો.

એ વાતનો પુનરોચ્ચાર કરવામાં આવે છે કે આવા કિસ્સાઓને ફરીથી ખોલવા માટે કોઈ ખાસ ઝુંબેશ ( campaign ) ચલાવાઈ નથી, અને વિભાગ દ્વારા મોટા પાયે આવા મામલાઓ પુનઃખોલવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી હોવાનો આક્ષેપ કરતા મીડિયા અહેવાલો સંપૂર્ણપણે ખોટા છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

April 9, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક