Tag: campaign

  • GST: કરચોરી કરનારાઓ પર કસાશે શિકંજો; બે મહિનાનું વિશેષ અભિયાન શરૂ, કેન્દ્ર અને રાજ્યના અધિકારીઓ કરશે આ કામ..

    GST: કરચોરી કરનારાઓ પર કસાશે શિકંજો; બે મહિનાનું વિશેષ અભિયાન શરૂ, કેન્દ્ર અને રાજ્યના અધિકારીઓ કરશે આ કામ..

    News Continuous Bureau | Mumbai

    મહારાષ્ટ્ર સ્ટેટ ઓફ કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) ના જનરલ સેક્રેટરી અને ઓલ ઈન્ડિયા એડિબલ ઓઈલ ટ્રેડર્સ ફેડરેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકર ઠક્કરે એક પરિપત્રમાં જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકારના ટેક્સ વિભાગો દ્વારા 16 મેથી શરૂ કરવામાં આવેલા વિશેષ GST અભિયાનને લઈને વેપારીઓમાં આશંકા છે. આ સંદર્ભમાં મહારાષ્ટ્ર સ્ટેટ ઓફ ધ કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ વતી જણાવાયું હતું કે આ ઝુંબેશ દરમિયાન કોઈપણ વેપારીને જીએસટી વિભાગ દ્વારા બિનજરૂરી રીતે હેરાન કરવામાં આવશે નહીં. ટેક્સ વિભાગના અધિકારીઓએ CAITના અધિકારીઓને આ ખાતરી આપી છે.

    CAIT મહારાષ્ટ્રના વરિષ્ઠ પ્રમુખ મહેશ બખાઈએ જણાવ્યું હતું કે કાયદાકીય પ્રક્રિયાને અનુસરીને વેપારીઓએ નિર્ભયતાથી વેપાર કરવો જોઈએ. વેપારીઓના હિતોના રક્ષણ માટે સંસ્થાઓ વિભાગના સતત સંપર્કમાં છે. પરિપત્રમાં શંકર ઠક્કરે વધુમાં જણાવ્યું હતું કે આ ઝુંબેશમાં જ્યાં પણ ફરિયાદ હશે ત્યાં દસ્તાવેજો તપાસવામાં આવશે. જે લોકો નકલી કંપની દ્વારા કામ કરી રહ્યા છે અને વિભાગને તેમની ફરિયાદ મળશે તો નિયમો અનુસાર તપાસ કરવામાં આવશે. જો, તેમ છતાં, વેપારીને બિનજરૂરી રીતે હેરાન કરવામાં આવે છે, તો તરત જ સંસ્થાનો સંપર્ક કરો.

    આ સમાચાર પણ વાંચો: ચમત્કાર કે ખતરો? વિશ્વનું સૌથી ઉંચુ શિવનું આ મંદિર 6 થી 10 ડિગ્રી નમી ગયું! ASI સ્ટડીમાં થયો ખુલાસો..

    ઉલ્લેખનીય છે કે 16 મેથી શરૂ થયેલી ખાસ ઓલ ઈન્ડિયા ડ્રાઈવમાં તમામ GST ડીલરોની સ્થળ મુલાકાત શક્ય છે. આ અભિયાન 15 જુલાઈ 2023 સુધી ચાલશે. આવી સ્થિતિમાં સંગઠન દ્વારા વેપારીઓને ફેક્ટરી કે દુકાનની બહાર બોર્ડ લગાવવા સૂચના આપવામાં આવી હતી, જેના પર જીએસટી નંબર, સરનામું અને ફર્મનું નામ લખેલું હોવું જોઈએ. GST પ્રમાણપત્ર હોવું આવશ્યક છે. જે જગ્યાએ તમારું કામ ચાલી રહ્યું છે તે સરનામું GST પ્રમાણપત્રમાં અપડેટ કરવું જોઈએ. વેચાણ અને ખરીદીના બિલ હોવા જોઈએ. જો ફેક્ટરી કે દુકાન ભાડે આપેલી હોય તો તેની પાસે ભાડાની ડીડ હોવી જોઈએ.

    પ્રાપ્ત માહિતી મુજબ, બોગસ GST નોંધણીઓ શોધવા અને બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) નો દાવો કરીને અયોગ્ય લાભ લેતા લોકોની ઓળખ કરવા માટે બે મહિના માટે એક વિશેષ ડ્રાઇવ શરૂ કરવામાં આવશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ (CBIC)ના GST પોલિસી સેલે જણાવ્યું હતું કે નકલી નોંધણી અને નકલી રસીદો દ્વારા ખોટી રીતે ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવાની સમસ્યા હવે ગંભીર બની ગઈ છે. આમાં શંકાસ્પદ લોકો જટિલ વ્યવહારો દ્વારા સરકારને મોટી આવકનું નુકસાન પહોંચાડે છે. તેને ધ્યાનમાં રાખીને કેન્દ્ર અને રાજ્યોના તમામ ટેક્સ વિભાગો 16 મેથી 15 જુલાઈ સુધી વિશેષ અભિયાન ચલાવશે. આ દરમિયાન, શંકાસ્પદ GST ખાતાઓની ઓળખ કરવા તેમજ GST નેટવર્ક (GSTN) ના બોગસ બિલોને બહાર કાઢવા માટે જરૂરી પગલાં લેવામાં આવશે. હાલમાં દેશભરમાં GST સિસ્ટમ હેઠળ 1.39 કરોડ કરદાતા નોંધાયેલા છે.

    આ સમાચાર પણ વાંચો: મોદી સરકારના કેબિનેટમાં વધુ એક ફેરફાર, કિરણ રિજિજુ બાદ હવે આ મંત્રી પાસેથી પાછું ખેંચ્યું તેમનું પદ..

  • વોટર આઈડી સાથે જોડાશે આધાર કાર્ડ- 1 ઓગસ્ટથી શરૂ થશે અભિયાન- આ રાજ્યમાંથી થશે શુરુઆત 

    વોટર આઈડી સાથે જોડાશે આધાર કાર્ડ- 1 ઓગસ્ટથી શરૂ થશે અભિયાન- આ રાજ્યમાંથી થશે શુરુઆત 

    News Continuous Bureau | Mumbai

    દેશમાં હવે વોટર આઈડી કાર્ડ( Voter ID)ને આધાર કાર્ડ(Aadhaar card) સાથે જોડવાનું કામ શરૂ થવા જઈ રહ્યું છે.

    આ અંગે મહારાષ્ટ્ર(Maharashtra)ના મુખ્ય ચૂંટણી અધિકારી શ્રીકાંત દેશપાંડે(Srikant Deshpandey)એ જાણકારી આપતા કહ્યું કે, મહારાષ્ટ્રમાં વોટર આઈડી સાથે આધાર કાર્ડને જોડવામાં આવશે. 

    ભારતીય ચૂંટણી પંચ(Election Commission of India) 1 ઓગસ્ટ 2022થી સમગ્ર રાજ્યમાં મતદાર ઓળખાણ પત્રને આધાર કાર્ડ સાથે જોડવાનું અભિયાન શરૂ કરશે.

    મતદારોની ઓળખાણ સ્થાપિત કરવા અને મતદારોની યાદીને વેરિફાઈ કરવા માટે આ પગલું ઉઠાવવામાં આવ્યું છે. 

    આ સમાચાર પણ વાંચો : ભારતીય રિઝર્વ બેંકની મોટી કાર્યવાહી- બેંકે ચાર સહકારી બેંકો પર ઉપાડ સહિતના પ્રતિબંધો લાદ્યા- ફટાફટ તપાસો તમારું એકાઉન્ટ આ બેન્કમાં તો નથીને

  • બોગસ મતદારોને પકડી પાડવામાં ઇલેક્શન કમિશનને લીધું મોટું પગલું- મતદારોએ આપવો પડશે હવે આ દસ્તાવેજ-જાણો વિગત

    બોગસ મતદારોને પકડી પાડવામાં ઇલેક્શન કમિશનને લીધું મોટું પગલું- મતદારોએ આપવો પડશે હવે આ દસ્તાવેજ-જાણો વિગત

    News Continuous Bureau | Mumbai

    બોગસ મતદાર?(Voter) અને અનેક જગ્યાએ મતદારી યાદીમાં(Electoral Roll) નામ ધરાવતા મતદારોના નામ(Voters Name) તપાસવા માટે પહેલી ઓગસ્ટથી વિશેષ ઝુંબેશ(Special campaign) હાથ ધરવામાં આવવાની છે. જેમાં  મતદારોને તેમના વોટર આઈડી(Water Id) સાથે હવે આધાર કાર્ડ(Aadhaar Card) પણ લિંક કરવાનો રહેશે. આધાર કાર્ડને કારણે એક જ વ્યક્તિના નામની નોંધણીને એક કરતા વધુ મતવિસ્તારમાં હશે તો શોધવું સરળ રહેશે એવો દાવો પણ સરકારે કર્યો છે.

    મુંબઈ શહેરના કલેકટર રાજીવ નિવાટકરે(Collector Rajeev Nivatkare) પહેલી ઓગસ્ટ 2022 થી વિશેષ અભિયાન લાગુ કરવાની જાહેરાત કરી છે. જેમાં મતદારોને તેમના વોટર આઈડી સાથે આધાર કાર્ડ લિંક કરવાના રહેશે.

    આ ખાસ ઝુંબેશમાં મતદાર આઈડી કાર્ડ(Voter ID Card) સાથે આધાર નંબર જોડવા માટે નમૂના અરજી નં. 6 બી તૈયાર કરવામાં આવી છે. આ એપ્લિકેશન ભારતના ચૂંટણી પંચ(Election Commission of India) અને મુખ્ય ચૂંટણી અધિકારી(Chief Electoral Officer) મહારાષ્ટ્ર રાજ્યની વેબસાઇટ(Maharashtra State Website) પર અપલોડ કરવામાં આવી છે. ઉપરાંત, ERO Net, GARUDA, NVSP, VHA પણ મતદારો માટે આધાર નંબર(Aadhaar Number) ઓનલાઈન ભરવા માટે ઉપલબ્ધ રહેશે. તે જ સમયે, મતદાન કેન્દ્ર સ્તરના(Polling station level) અધિકારીઓને પ્રિન્ટેડ નમૂના અરજી ફોર્મ નંબર 6B દ્વારા મતદારો પાસેથી આધાર નંબર એકત્રિત કરવા માટે નિયુક્ત કરવામાં આવશે, એમ કલેક્ટર નિવતકરે જણાવ્યું હતું.

    આ સમાચાર પણ વાંચો : સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય- અગ્નિપથ સાથે જોડાયેલી તમામ અરજીઓની સુનાવણી આ હાઈકોર્ટમાં થશે- જાણો વિગતે 

    જો મતદાર પાસે આધાર નંબર ન હોય તો નમૂના નં. 6b માં જણાવ્યા મુજબ, તેમને મનરેગા જોબ કાર્ડ(MGNREGA Job Card), ફોટો(Photo) સાથેની કિસાન પાસબુક(Kisan Passbook), આરોગ્ય સ્માર્ટ કાર્ડ(Health Smart Card), વાહન લાઇસન્સ(vehicle license), પાન કાર્ડ(PAN card), NPR હેઠળ RGI દ્વારા જારી કરાયેલ સ્માર્ટ કાર્ડ(Smart card), પાસપોર્ટ(Passport), ફોટો સાથેના પેન્શન દસ્તાવેજો, કેન્દ્ર / રાજ્ય સરકારના(Central / State Govt) કર્મચારીનું ઓળખ કાર્ડ, ધારાસભ્યો, સાંસદોએ આપેલા ઓળખપત્ર,, સામાજિક ન્યાય વિભાગનું(Social Justice Department) ઓળખ પત્ર જેવા વિકલ્પોમાંથી કોઈપણ એક સબમિટ કરી શકાય છે

     મુંબઈ શહેરના કલેકટર નિવાટકરે પણ મુંબઈ શહેર જિલ્લાના મહત્તમ મતદારોને મતદાર ઓળખ કાર્ડ સાથે આધાર નંબર જોડવા માટેના આ વિશેષ અભિયાનમાં ભાગ લેવા અપીલ કરી છે.
     

  • મુંબઈમાં કોરોના રોકવા BMCની હર ઘર દસ્તક વેક્સિનેશન ઝુંબેશ- આ ઉંમરના લોકોને વેક્સિન આપવામાં આવશે

    મુંબઈમાં કોરોના રોકવા BMCની હર ઘર દસ્તક વેક્સિનેશન ઝુંબેશ- આ ઉંમરના લોકોને વેક્સિન આપવામાં આવશે

     

     News Continuous Bureau | Mumbai 

    જુલાઈમાં કોરોનાની ચોથી લહેરની(fourth wave of Corona) શક્યતા વચ્ચે મુંબઈમાં છેલ્લા થોડા દિવસથી કેસ(Covid cases) ફરી ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ત્યારે મુંબઈ મહાગનગરપાલિકાએ(BMC) ફરી એક વખત કોરોના પ્રતિબંધક વેક્સિન(Corona vaccine) માટે ઝુંબેશ હાથ ધરી છે. “હર ઘર દસ્તક” (Har Ghar Dastak) ઝુંબેશ હેઠળ હવે પાલિકા 12થી 14 અને 15થી 17 વર્ષના બાળકોના વેક્સિનેશન(Vaccination of children) પર ભાર આપશે.

    પહેલી જૂન 2022થી 31 જુલાઈ, 2022 સુધી “હર ઘર દસ્તક” ઝુંબેશ ચાલશે. જેમાં ઘરની નજીક કોવિડ વેક્સિનેશન સેન્ટર(Covid Vaccination Center) પર જઈને લોકો વેક્સિન લે તે માટે નાગરિકોને માર્ગદર્શન આપવામાં આવવાનું છે. એ સિવાય વોર્ડ સ્તરે સ્કૂલ અને કોલેજમાં પણ સ્પેશિયલ વેક્સિનેશન કેમ્પ(special Vaccination Camp) યોજવામાં આવી રહ્યા છે. કોલેજ અને સ્કૂલ મેનેજમેન્ટ સાથે પાલિકાના અધિકારીઓ(Municipal officials) સમન્યવય સાધી રહ્યા છે.

    અહી ઉલ્લેખનીય છે કે મુંબઈમાં 16 જાન્યુઆરી,2021થી કોવિડ વેક્સિનેશન ઝુબેશ ચાલુ કરવામાં આવી હતી, જેમાં 18 વર્ષથી ઉપરના તમામ પાત્ર નાગરિકોમાં પહેલો ડોઝ લેનારાનું પ્રમાણ 112 ટકા અને બીજો ડોઝ લેનારાનું પ્રમાણ 101 ટકા થઈ ગયું છે. તો 3 જાન્યુઆરી, 2022થી 15થી 17 વર્ષના નાગરિકોને તો 16 માર્ચ, 2022થી 12થી 14 વર્ષના લાભાર્થીઓને કોવિડ પ્રતિબંધાત્મક વેક્સિન આપવામાં આવી રહી છે.

    આ સમાચાર પણ વાંચો : પરિસ્થિતિ ચિંતાજનક- મુંબઈમાં BMC કોરોનાના ટેસ્ટિંગની સંખ્યા આટલી વધારશે- જાણો વિગતે

    હાલ પાલિકા અને સરકારી 107 સેન્ટરસ ખાનગી હોસ્પિટલ 125 એમ કુલ 232  કોવિડ વેક્સિનેશન સેન્ટર મુંબઈમાં હાલ ચાલી રહ્યા છે. તો 12થી 14વર્ષના લાભાર્થીઓનો પહેલો ડોઝનું પ્રમાણ 28 ટકા અને બીજા ડોઝનું પ્રમાણ 12 ટકા થયું છે. તો 15થી 17 વર્ષના લાભાર્થીઓમાં પહેલા ડોઝનું પ્રમાણ 57 ટકા અને બીજા ડોઝનું પ્રમાણ 45 ટકા થયું છે. એટલે કે 18 વર્ષથી ઉપરના લોકોની સરખાણીમાં 12થી 17 વર્ષના લોકોનું વેક્સિનેશન ઓછું છે. તેવામાં કોવિડની ચોથી લહેરની શક્યતાને જોતા પાલિકાએ “હર ઘર દસ્તક” ઝુંબેશ હાથ ધરી છે.
     

  • એક બોટલ કી કિંમત તુમ ક્યા જાનો ? ગોવામાં અમિત શાહ માટે 850 રૂપિયાનું મિનરલ વોટર આવ્યું.. જાણો વિગતે.

    એક બોટલ કી કિંમત તુમ ક્યા જાનો ? ગોવામાં અમિત શાહ માટે 850 રૂપિયાનું મિનરલ વોટર આવ્યું.. જાણો વિગતે.

    News Continuous Bureau | Mumbai

    કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ(Union Minister Amit Shah)ને ગોવા(Goa)ના પ્રવાસ દરમિયાન 850 રૂપિયાની કિંમતની મિનરલ વોટર બોટલ(Mineral water bottle) આપવામાં આવી હતી અને તે પણજીથી(Panji) 10 કિમી દૂર સ્થિત એક શહેરમાંથી લાવવામાં આવી હતી, એમ રાજ્યના કૃષિ પ્રધાન રવિ નાઈકે મંગળવારે જણાવ્યું હતું. સોશિયલ પ્લેટફોર્મ ટ્વિટર(twitter) પર રવિ નાઈક(Ravi Naik)ની આ કલીપ ફરી વળી છે.

    "જ્યારે અમિત શાહ ગોવામાં ફેબ્રુઆરીમાં વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે આવ્યા હતા, ત્યારે તેમણે હિમાલય (બ્રાન્ડ)ની(Himalaya) પાણીની બોટલ માંગી હતી. તે પછી તે માપુસા જે પણજીથી લગભગ 10 કિમી દૂર સ્થિત) છે ત્યાંથી લાવવામાં આવી હતી એવું રવિ નાઈકે દક્ષિણ ગોવામાં(South Goa) એક કાર્યક્રમમાં સંબોધન દરમિયાન કહ્યું હતું. શાહ માટે જે મિનરલ વોટર ખરીદવામાં આવ્યું હતું તેની કિંમત 850 રૂપિયા પ્રતિ બોટલ હોવાનું તેમણે કહ્યું હતું.

    આ સમાચાર પણ વાંચો : ગુજરાત વિધાનસભા ચૂંટણીનું રણશિંગુ ફુંકાયું, રાહુલ ગાંધીના દાહોદ કાર્યક્રમ બેઠકમાં 5 MLA રહ્યા ગેરહાજર; જાણો કોણ છે આ MLA

    રવિ નાઈકે ગોવામાં વરસાદી પાણીના(Rain water) સંગ્રહ અને ભવિષ્યમાં પાણીની અછતને(Water shortage) લઈને સંબોધન કરી રહ્યા હતા, એ દરમિયાન તેમણે અમિત શાહ માટે મોંધા ભાવની પાણીની બાટલી મંગાવી હોવાનું કહ્યું હતું. તેમના આ વિધાનથી સ્થાનિક સ્તરે ભારે બબાલ થઈ  છે.

    ગોવામાં પુષ્કળ વરસાદ હોવા છતાં પાણીની અછત હોવાની ટીકા કરતા રવિ નાઈકે કહ્યું હતું કે સરકાર રાજ્યભરમાં ડેમ(Dam) બનાવી શકે છે, જ્યાં પણ પર્વતો છે, અને પાણીનો સંગ્રહ કરી શકે છે. તેમણે કાર્યક્રમમાં લોકોને ચેતવણી આપી કે ભવિષ્યમાં પાણીની અછતને કારણે લોકો પાણી માટે લડશે.
     

  • મહિલાઓને ન્યાય આપવા આગળ આવી મહિલા આયોગ, મહિલાઓ માટે લીધો આ કાર્યક્રમ હાથમાં… જાણો વિગતે.

    મહિલાઓને ન્યાય આપવા આગળ આવી મહિલા આયોગ, મહિલાઓ માટે લીધો આ કાર્યક્રમ હાથમાં… જાણો વિગતે.

     

    News Continuous Bureau | Mumbai

    ગ્રામીણ સ્તરે(Rural level) મહિલાઓને તાત્કાલિક ન્યાય(justice) મળી રહે અને તેમની ફરિયાદને સાંભળવામાં આવે તે માટે મહારાષ્ટ્ર રાજ્ય મહિલા આયોગ(maharashtra women's commission) આગળ આવ્યું છે.

    મહિલા સશક્તિકરણ(Women empowerment) માટે પ્રયાસ કરનારી મહારાષ્ટ્ર રાજ્ય મહિલા આયોગની અધ્યક્ષ રુપાલી ચાકણકરે “ આપકે દ્વાર પર મહિલા આયોગ“(apake dwar par mahila aayog) કાર્યક્રમની શરૂઆત કરી છે. જે હેઠળ મહિલાઓને તાત્કાલિક રાહત આપવા માટે વિભાગીય સ્તર પર મહિલાઓની ફરિયાદ(Complaints) દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવશે એવો દાવો કરવામાં આવ્યો છે. જનસુનવણીમાં પોલીસ, પ્રશાસન, કાનૂની સલાહકાર, કાઉન્સેલર વગેરે તેમાં હાજર રહેશે.

    આ સમાચાર પણ વાંચો :  વધુ એક નામકરણની માંગ, આ ઐતિહાસિક ધરોહરનું નામ બદલીને વિષ્ણુ સ્તંભ કરવા રસ્તા પર ઉતર્યા લોકો.. જાણો વિગતે.. 

    મહારાષ્ટ્ર રાજ્ય મહિલા આયોગે બુધવારે સવારે 11.030 વાગે પાલઘરમાં યોજના ભવન, જિલ્લાઅધિકારીની ઓફિસમાં જનસુનવાણી કરવાની છે. આયોગની અધ્યક્ષા રુપાલી ચાકણકર(Rupali chakankar) વ્યક્તિગત રીતે ફરિયાદ પર સુનાવણી કરવાની છે. તેમના કહેવા મુજબ ગ્રામીણ વિસ્તારોની મહિલાઓને મુંબઈની ઓફિસ સુધી ફરિયાદ માટે લાંબા થવું પડે છે અને સુનાવણીમાં પછી તેઓ હાજર રહી શકતી નથી. તેથી  “આપકે દ્વાર પર મહિલા આયોગ“ અભિયાનથી(Campaign) તેમને ફાયદો થશે. જેમાં ખાસ કરીને નવી ફરિયાદનો તાત્કાલિક નિકાલ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે.
     

  • રેલવે પરિસરમાં ધુમ્રપાન વિરોધી સુરક્ષા અભિયાન, પ્રવાસીઓ પાસેથી વસૂલ્યો આટલો દંડ… જાણો વિગત

    રેલવે પરિસરમાં ધુમ્રપાન વિરોધી સુરક્ષા અભિયાન, પ્રવાસીઓ પાસેથી વસૂલ્યો આટલો દંડ… જાણો વિગત

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,    

    મુંબઈ, 01, માર્ચ 2022,  

    મંગળવાર, 

    રેલવે પરિસરમાં ધુમ્રપાન કરવું જોખમી છે. તેથી પશ્ચિમ રેલવેએ પ્રવાસીઓને સલામત અને સુરક્ષિત મુસાફરી પૂરી પાડવા માટે વ્યાપક ધૂમ્રપાન વિરોધી ઝુંબેશ શરૂ કરી હતી. આ અભિયાન 24 ફેબ્રુઆરી, 2022 ના રોજ શરૂ કરવામાં આવ્યું હતું. ઝુંબેશ દરમિયાન 126 વ્યક્તિઓ પાસેથી 21,000 રૂપિયા દંડ વસૂલવામાં આવ્યો હતો.

    પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુરે બહાર પાડેલી અખબારી યાદી મુજબ, પશ્ચિમ રેલવે દ્વારા મુંબઈ સેન્ટ્રલ માં આવેલા મુખ્યાલય સાથે વડોદરા, અમદાવાદ, રાજકોટ, ભાવનગર અને રતલામ એમ તમામ છ ઝોનમાં ધૂમ્રપાન વિરોધી સુરક્ષા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

    આ ઝુંબેશ હેઠળ, 24 ફેબ્રુઆરી, 2022 થી 27 ફેબ્રુઆરી, 2022 સુધી કુલ 126 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી અને સિગારેટ અને અન્ય તમાકુ ઉત્પાદનો અધિનિયમ 2003 હેઠળ દંડ તરીકે તેમની પાસેથી  21,000 રૂપિયા વસૂલવામાં આવ્યા હતા. જે અંતર્ગત હેડક્વાર્ટર ફ્લાઈંગ સ્ક્વોડે 17 કેસ નોંધી તેમની પાસેથી 3400 રૂપિયાનો દંડ વસૂલ્યો હતો. 

    યાત્રી કૃપયા ધ્યાન દે!!! પશ્ચિમ રેલવે હોળીના તહેવાર દરમિયાન મુંબઈથી આ સ્ટેશનનો વચ્ચે વિશેષ સુપરફાસ્ટ ટ્રેનો દોડાવશે.

    મુંબઈ ડિવિઝનના 12 કેસ અને 2400 રૂપિયાનો દંડ, વડોદરા ડિવિઝનના 11 કેસ અને 1100 રૂપિયાનો દંડ, અમદાવાદ ડિવિઝનના 21 કેસ અને 3400 રૂપિયાનો દંડ, રાજકોટમાં 21 કેસ અને  ડિવિઝન 23 કેસમાં 2500 રૂપિયાનો દંડ, ભાવનગર ડિવિઝનમાં 17 કેસમાં 1700 રૂપિયાનો દંડ અને રતલામ ડિવિઝનમાં 25 કેસમાં 6500 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

  • CSMT અને જુહુ વચ્ચે હો-હો બસ સેવા ટૂંક સમયમાં; બેસ્ટે શરૂ કર્યું ડિઝાઇન અભિયાન; મુંબઈગરાને આ તારીખ સુધી આર્ટવર્ક મોકલવાની આપી તક

    CSMT અને જુહુ વચ્ચે હો-હો બસ સેવા ટૂંક સમયમાં; બેસ્ટે શરૂ કર્યું ડિઝાઇન અભિયાન; મુંબઈગરાને આ તારીખ સુધી આર્ટવર્ક મોકલવાની આપી તક

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

    મુંબઈ, 25 નવેમ્બર, 2021

    ગુરુવાર

    મુંબઈમાં પર્યટનને પ્રોત્સાહન આપવા ટૂંક સમયમાં 'હો હો બસ' સેવા શરૂ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. બૃહન્મુંબઈ ઈલેક્ટ્રિસિટી સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (BEST) એ લોકોને આ બસની ડિઝાઈન માટેના અભિયાનમાં ભાગ લેવાની અપીલ કરી છે. આ બસોનું સંચાલન BEST જ કરશે. હો-હો બસોને મુંબઈના CSMTથી જુહુ વચ્ચે દોડાવવાનું આયોજન છે.

    BEST એ બુધવારે 'ડિઝાઈન મુંબઈ હો હો બસ કેમ્પેઈન' લોન્ચ કર્યું. આ અંતર્ગત લોકો ઝુંબેશમાં ભાગ લઈ શકે છે અને બસની ડિઝાઈન સૂચવી શકે છે. અધિકારીઓનું કહેવું છે કે આ અભિયાનનો હેતુ લોકોને નવી બસ સેવા સાથે જોડવાનો અને આ બસોને લોકલ લુક આપવાનો છે. રસ ધરાવતા લોકો 30 નવેમ્બર પહેલા તેમની ડિઝાઇન અને આર્ટવર્ક probestundertaking@gmail.com પર મોકલી શકે છે.

    આનંદો! આ દિવસથી શિરડીમાં પ્રસાદાલય ભક્તો માટે ફરી ખુલ્લુ મુકાશે, જોકે કરવાનું રહેશે આ શરતોનું પાલન. જાણો વિગત

    CSMT અને જુહુ વચ્ચે હો-હો બસ સેવા સવારે 9 થી 8 PM સુધી દર 30 મિનિટ પછી ઉપલબ્ધ રહેશે. આ માટે લોકોએ 250 રૂપિયાનું વન-વે ભાડું ચૂકવવું પડશે. તેના પ્રવાસીઓ કોઈપણ બસ સ્ટેન્ડ પર ઉતરી શકે છે અને તે જ ટિકિટ સાથે જોવાલાયક સ્થળોનો પ્રવાસ કર્યા પછી તે જ રૂટ પર આવતી બીજી બસમાં બેસી શકે છે. આ બસના રૂટ પર 11 સ્ટોપ હશે અને તેમાં 19 પર્યટન સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

  • વેપારીઓની વિદેશી કંપનીઓ સામે સિગ્નેચર ઝુંબેશ, વિદેશી ઈ-કૉમર્સને કારણે બંધ પડેલી દુકાનોનો સર્વે કરવાની સરકાર સમક્ષ માગણી;  જાણો વધુ વિગત

    વેપારીઓની વિદેશી કંપનીઓ સામે સિગ્નેચર ઝુંબેશ, વિદેશી ઈ-કૉમર્સને કારણે બંધ પડેલી દુકાનોનો સર્વે કરવાની સરકાર સમક્ષ માગણી; જાણો વધુ વિગત

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

    બુધવાર       

    મુંબઈ, 16 જૂન 2021

    ભારતમાં ફૉરેન ટ્રેડ ઇન્વેસ્ટમેન્ટ (FDI)ના નિયમોનું  ઉલ્લંઘન કરીને વિદેશી ઈ-કંપનીઓ દેશની જનતાને લૂંટી રહી છે. સરકારને કોઈ ટૅક્સ ચૂકવતી નથી. ડિસ્કાઉન્ટને નામે જનતાને મૂર્ખ બનાવી રહી છે. વિદેશની જાયન્ટ કંપનીઓની નીતિને કારણે દેશની રિટેલ દુકાનો બંધ થઈ રહી છે. તેમની મૉનૉપૉલીને કારણે છેલ્લાં વર્ષોમાં અનેક દુકાનો બંધ થઈ ગઈ છે. એવા આરોપો સાથે આ બંધ પડેલી રિટેલ દુકાનોનો સર્વે કરવાની માગણી દેશભરના વેપારીઓનું નેતૃત્વ કરતી કૉન્ફડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT) કરી છે. આ માગણી સાથે તેઓએ વિદેશી ઈ-કૉમર્સ કંપનીઓના વિરોધમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને ઑનલાઇન સિગ્નેચર ઝુંબેશ પણ ચાલુ કરી છે.

    કૉન્ફડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ મહાનગરના પ્રમુખ અને અખિલ ભારતીય ખાદ્ય તેલ વ્યાપારી મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકરે જણાવ્યું હતું કે દેશના ઈ-કૉમર્સ વેપાર પર કબજો જમાવી બેઠેલી વિદેશી કંપનીઓ દ્વારા FDIની નીતિ તથા વેપારને લગતા અનેક નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. એથી આવી કંપનીઓ સામે પગલાં લેવાની માગણી અમે વડા પ્રધાનને પત્ર લખીને કરી છે.

    વિદેશી કંપનીઓ દેશમાં મૉનૉપૉલી કરી રહી હોવાનું બોલતાં શંકર ઠક્કરે જણાવ્યું હતું કે વિદેશી કંપનીઓ આપણા દેશને આર્થિક રીતે ગુલામ બનાવી રહી છે. એને કારણે દેશના અનેક નાના વેપારીઓની આજીવિકા છીનવાઈ ગઈ છે. વિદેશી કંપનીઓ દેશના ઈ-કૉમર્સ અને રિટેલ વેપાર પર નિયંત્રણ મેળવીને પોતાની મૉનૉપૉલી સ્થાપવાનો પ્રયાસ કરી  રહી છે. એને પગલે આગામી સમયમાં હજી નાની દુકાનો બંધ થવાની શક્યતા છે. છેલ્લાં થોડા વર્ષોમાં વિદેશી કંપનીઓની આવી નીતિને કારણે અનેક નાની રિટેલ દુકાનો બંધ થઈ ગઈ છે. આ દુકાનોમાં કામ કરતા અનેક લોકો બેકાર થઈ ગયા છે. આટલાં વર્ષોમાં આવી કેટલી દુકાનો બંધ થઈ ગઈ છે એનો સર્વેક્ષણ કરવાની માગણી પણ વડા પ્રધાનને પત્ર લખીને કરવામાં આવી છે. 

    ઝવેરીઓ માટે સારા સમાચાર : હોલમાર્કિંગ સંદર્ભે કેન્દ્ર સરકારે સકારાત્મક આશ્વાસન આપ્યું, સોનાના વેપાર પર સવળી અસર થશે; જાણો વિગત

    સરકારની ભેદભાવભરી નીતિ સામે નારાજગી વ્યક્ત કરતાં કૉન્ફડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણ ખંડેલવાલે કહ્યું હતું કે વિદેશી કંપનીઓ FDIના નિયમોનું ઉલ્લંધન કરે છે. ડિસ્કાઉન્ટના નામે ગ્રાહકોને બનાવટી અને હલકી ગુણવત્તાનો સામાન વેચનારી આ કંપનીઓ દરેક પ્રકારની મનમાની કરી રહી  છે. પાછું સરકારને તેઓ નુકસાનમાં હોવાનું કહીને કોઈ પ્રકારનો ટૅક્સ ભરતી નથી. એથી અમારી માગણી છે ઈ-કૉમર્સમાં કામ કરનારી વિદેશી કંપનીઓ માટે નિયમો કડક બનાવો. એમના વેપાર પર નજર રાખો. ભારતીય નિયમોનું તેઓ પાલન કરે છે કે એના પર નજર રાખવા એક મૉનેટરિંગ ટીમ બનાવો તથા આ કંપનીઓને કારણે દેશમાં આટલાં વર્ષોમાં કેટલી દુકાનો બંધ થઈ ગઈ એનો સર્વે કરવાની માગણી પણ કરવામાં આવી છે.

  • મુંબઈમાં શરૂ થયું ગોટલા અભિયાન, ખાધેલી કેરીના ગોટલા ડૉનેટ કરો અને પર્યાવરણનું જતન કરો; જાણો શું છે અભિયાન

    મુંબઈમાં શરૂ થયું ગોટલા અભિયાન, ખાધેલી કેરીના ગોટલા ડૉનેટ કરો અને પર્યાવરણનું જતન કરો; જાણો શું છે અભિયાન

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

    મુંબઈ, ૧૭ મે ૨૦૨૧

    સોમવાર

    કોરોનાના કપરા કાળ વચ્ચે પણ ઘણી સંસ્થાઓ વિવિધ સેવાકાર્યો કરી રહી છે. આવી જ એક સંસ્થા છે મિશન ગ્રીન મુંબઈ જે મુંબઈ અને મહારાષ્ટ્રના પર્યાવરણના જતન માટે અનેક કર્યો કરે છે. આ સંસ્થાએ એક અનોખું અભિયાન શરૂ કર્યું છે, જેમાં એ ખેડૂતોને કેરીના બીજ આપવા માગે છે.

    આ મિશન અંતર્ગત કોઈ પણ વ્યક્તિ કેરી ખાઈ અને તેના ગોટલા આ સંસ્થાને મોકલી શકે છે. કેશવ સૃષ્ટિ દ્વારા આમ કે આમ ગુટલીયોં દામ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું અને તેના સમર્થન અને પ્રેરણાથી મિશન ગ્રીન મુંબઈએ આ મિશન શરૂ કર્યું છે.

    આ સંદર્ભે વાત કરતાં મિશન ગ્રીન મુંબઈના સુભાજિત મુખર્જીએ ન્યુઝ કન્ટિન્યુઝને જણાવ્યું કે “લોકો કેરી ખાઈને પોસ્ટલ સર્વિસ દ્વારા અમને ગોટલા મોકલી શકે છે. અમારું મુખ્ય ધ્યેય આ અભિયાન દ્વારા ખેડૂતોને મદદ કરવાનો છે.” ગોટલા મોકલનારે ગોટલા ધોઈ અને 3-૪ દિવસ સૂકવ્યા બાદ તેને નીચે આપેલા સરનામે મોકલવાના રહેશે. કોઈ પણ પ્રકારની કેરીના ગોટલા સ્વીકાર્ય છે. સંસ્થા દ્વારા આ બીજને બીએમસી, વન વિભાગ અને ખેડૂતોને મોકલવામાં આવશે, એથી તેમને કેરીના નવા વૃક્ષ વાવવામાં મદદ કરી શકાય. કેરીના ગોટલા ૧ જુલાઈ, ૨૦૨૧ સુધીમાં પહોંચાડવાના રહેશે.

    નેપાળમાં વધતા જતા કોરોના કેસ વચ્ચે ઑક્સિજનની ભારે તંગી; રાખી રહ્યું છે ભારત પાસેથી મદદની આશા…

    ઉલ્લેખનીય છે કે મિશન ગ્રીન મુંબઈ ૨૦૧૦માં શરૂ થયું હતું અને અત્યાર સુધીમાં તેઓ ૫૦,૦૦૦ હજારથી પણ વધુ વૃક્ષો તેઓ વાવી ચૂક્યા છે. તેની કામગીરી માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી પણ તેમને સન્માનિત કરવામાં આવ્યા છે. તે મહારાષ્ટ સરકારના ‘માઝી વસુંધરા’ અભિયાન સાથે પણ જોડાયેલા છે.

    કેરીના ગોટલા મોકલવા માટે સરનામું – મિશન ગ્રીન મુંબઈ, સી વ્યૂ, પ્લૉટ ૬, ચારકોપ, સેક્ટર ૮, કાંદિવલી વેસ્ટ, મુંબઈ – ૪૦૦૦૬૭. વોટ્સએપ – ૯૩૨૩૯૪૨૩૮૮