• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - cancel - Page 3
Tag:

cancel

દેશ

સુવિધા કે પછી અસુવિધા : પજી ટેકનોલોજીને કારણે વિમાનોના લેન્ડિંગમાં સમસ્યા, અમેરિકાના એરપોર્ટ પર પજી ટેકનોલોજી શરૂ કરતાં ઈન્ડિયાની ફ્લાઈટ્‌સ કેન્સલ કરી. જાણો વિગતે

by Dr. Mayur Parikh January 20, 2022
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,20 જાન્યુઆરી 2022          

ગુરુવાર

અમેરિકી એરપોર્ટ્‌સ પર ૫ય્ ઇન્ટરનેટ સેવા પુનઃસ્થાપિત થવાને કારણે અમેરિકાની ફ્લાઇટ્‌સ પર બ્રેક લાગી શકે છે. આ ટેક્નોલોજીના અમલથી ભારતીય એરલાઇન કંપની એર ઇન્ડિયાની ફ્લાઇટ્‌સ પર પણ અસર પડી છે. એર ઈન્ડિયાએ અમેરિકાની ફ્લાઈટ રદ કરી છે. તે જ સમયે, એર ઈન્ડિયા સિવાય, દુબઈની અમીરાત એરલાઈન્સે પણ અમેરિકા જતી ફ્લાઈટ્‌સ રદ કરી છે. 5જી ટેક્નોલોજીના કારણે એરલાઇન કંપની એર ઇન્ડિયાએ ૧૯ જાન્યુઆરી ભારતથી અમેરિકા જતી એરક્રાફ્ટની સેવામાં કાપ મૂકવાનું કહ્યું છે. એર ઈન્ડિયાએ બુધવારે અમેરિકાની કેટલીક ફ્લાઈટ્‌સ કેન્સલ કરી છે. એર ઈન્ડિયા દ્વારા ટ્‌વીટ કરીને આ જાણકારી આપવામાં આવી છે.

આ શિયાળો છે કે પછી ચોમાસુ? હવામાન વિભાગની ભારે પવન અને માવઠાની આગાહી વચ્ચે ગુજરાતના માછીમારોને દરિયો ખેડવા નહીં જવા સૂચના

હાલમાં ભારત અને અમેરિકા વચ્ચે માત્ર એર ઈન્ડિયાના વિમાન જ ઉડાન ભરી રહ્યા છે. પરંતુ આજથી તે બદલાઈ જશે.  વાસ્તવમાં અમેરિકામાં કોમ્યુનિકેશન માટે ૫જી ટેક્નોલોજી શરૂ થઈ છે. જેની સીધી અસર વિમાનોના આગમન પર પડી શકે છે. એરલાઈન ઈન્ડસ્ટ્રીનું કહેવું છે કે આની ખરાબ અસર થઈ શકે છે અને 5જી  ટેક્નોલોજી એરલાઈન્સના કામમાં દખલ કરી શકે છે. આ કંપનીઓનું કહેવું છે કે રનવે પર 5જી  ટેક્નોલોજીની એન્ટ્રી ન હોવી જોઈએ. કંપનીઓએ એવી આશંકા પણ વ્યક્ત કરી છે કે 5જી  ટેક્નોલોજી એરક્રાફ્ટના એન્જિન અને બ્રેકિંગ સિસ્ટમને લેન્ડિંગ મોડમાં જતા અટકાવી શકે છે. આવી સ્થિતિમાં વિમાનોના લેન્ડિંગમાં સમસ્યા આવી શકે છે.

January 20, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
વેપાર-વાણિજ્ય

કાપડ ઉદ્યોગને મળશે નવજીવન? પિયુષ ગોયલે વેપારીઓને GST વધારો રદ કરવાનું આપ્યું આશ્વાસન. જાણો વિગત.

by Dr. Mayur Parikh December 18, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 18 ડિસેમ્બર 2021    

શનિવાર. 

કપડા ઉદ્યોગ પર  GST કાઉન્સિલ દ્વારા પ્રસ્તાવિત GST વધારો રદ કરવાની લાંબા સમયથી દેશભરના કાપડ ઉદ્યોગ સાથે જોડાયેલી વેપારી સંસ્થા દ્વારા માગણી કરવામાં આવી રહી છે. ત્યારે કેન્દ્રીય કાપડ મંત્રી, માનનીય પીયૂષ ગોયલે ટેક્સટાઇલ સેક્ટરમાં GST વધારાના પ્રસ્તાવિત દરને ઘટાડવા માટે ટેક્સટાઇલ મંત્રાલય વતી  GST કાઉન્સિલમાં નિર્ણય લેવામાં આવશે એવું આશ્વાસન મહારાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ ઈન્ડસ્ટ્રીને આપવામા આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

મહારાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખ લલિત ગાંધીની આગેવાની હેઠળના એક પ્રતિનિધિમંડળે શુક્રવારે નવી દિલ્હીમાં પીયૂષ ગોયલ સાથે મુલાકાત કરી હતી અને તેમને ટેક્સટાઈલ ઉદ્યોગને હાલ જુદી જુદી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે તે બાબતે માહિતી આપી હતી.

ખાસ કરીને કાપડ ઉદ્યોગમાં પ્રસ્તાવિત GST વધારો ઉદ્યોગને ભારે ફટકો પડવાની સંભાવના છે અને તે વધારો રદ કરવો જરૂરી હોવાનું લલિત ગાંધીએ જણાવ્યું હતું.

કોરોના ને કારણે એપલ કંપની પર વિપરીત અસર નથી થઈ. પોતાના કર્મચારીઓને આટલું બોનસ આપશે. વર્કફ્રોમ હોમની તારીખ પણ વધારી

કેન્દ્રીય વાણિજ્ય, ઉદ્યોગ, ગ્રાહક સુરક્ષા, ખાદ્ય પ્રક્રિયા અને કાપડ મંત્રી પીયૂષ ગોયલે મહારાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ ઈન્ડસ્ટ્રીના પ્રતિનિધી મંડળને  કાપડ ઉદ્યોગને જે સમસ્યાઓનો સામનો કરવો પડે છે તેની યોગ્ય નોંધ  સરકાર દ્વારા લેવામાં આવશે એવું આશ્વાસન આપ્યું હતું.

December 18, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
ખેલ વિશ્વ

કોરોનાના કારણે વિશ્વમાં હાહાકાર વચ્ચે પાકિસ્તાન વિન્ડીઝ વન-ડે સિરીઝ રદ થઈ.

by Dr. Mayur Parikh December 18, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 18 ડિસેમ્બર 2021

શનિવાર. 

કોરોના વાયરસના સંક્રમણને કારણે ફરી એકવાર ક્રિકેટ મેચો પર અસર દેખાવા લાગી છે અને તેનો તાજેતરનો શિકાર પાકિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝ છે. કોરોના સંક્રમણને કારણે પાકિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની વનડે સિરીઝ હાલ પુરતી મોકૂફ રાખવામાં આવી છે. પાકિસ્તાનમાં હાજર વેસ્ટ ઈન્ડિઝની ટીમમાં કોરોના સંક્રમણના ઘણા કેસો સામે આવ્યા બાદ બંને બોર્ડે આવતા વર્ષે સાથે મળીને શ્રેણી રમવાનો ર્નિણય કર્યો છે. વિન્ડીઝ ટીમમાં કોરોનાના કેસ બાદ ત્રીજી T20 મેચ પણ ખતરામાં હતી, પરંતુ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ આ માટે વેસ્ટ ઈન્ડિઝની ટીમને મનાવવામાં સફળ રહ્યું હતું અને તેથી આ મેચ રમાઈ હતી. આ સંદર્ભમાં, નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, “ગુરુવારે સવારે ઁઝ્રમ્ના કોવિડ-૧૯ પ્રોટોકોલ હેઠળ વેસ્ટ ઈન્ડિઝ ટીમના બાકીના ૧૫ ખેલાડીઓ અને સહાયક સ્ટાફના ૬ સભ્યો પર રેપિડ એન્ટિજન ટેસ્ટ કરવામાં આવ્યું હતું, જેમાં તમામ સભ્યોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. જે બાદ ત્રીજી T20 મેચ રમાઈ હતી. T20 અને ર્ંડ્ઢૈં પ્રવાસ માટે વેસ્ટ ઈન્ડિઝ ૨૧ ખેલાડીઓની ટીમ લઈને આવ્યું હતું. ટીમ ૯ ડિસેમ્બરે પાકિસ્તાન પહોંચી હતી, પરંતુ કરાચીમાં ઉતર્યા બાદ ૩ ખેલાડીઓ સહિત ૪ સભ્યોને કોરોનાનો ચેપ લાગ્યો હતો. બુધવારે નવા કેસ સામે આવ્યા બાદ વિન્ડીઝ કેમ્પમાં છેલ્લી ્‌૨૦ માટે માત્ર ૧૪ ખેલાડીઓ જ ઉપલબ્ધ હતા. ટીમના છ ખેલાડીઓ અને તેના સહાયક સ્ટાફના ત્રણ સભ્યોનો કોવિડ-૧૯ ટેસ્ટ પોઝિટીવ આવ્યો હતો. જ્યારે એક ખેલાડી ડેવોન થોમસ પ્રથમ T20 મેચમાં આંગળીમાં ઈજાને કારણે બહાર થઇ ગયો હતો.વિન્ડીઝની ટીમ T20 અને ર્ંડ્ઢૈં શ્રેણી રમવા માટે હાલ પાકિસ્તાનમાં છે, જ્યાં પહેલા દિવસથી જ કોરોના સંક્રમણના કેસો સામે ટીમ લડી રહી છે. છેલ્લી T20 મેચ કોરોનાના કેસ હોવા છતાં રમાઈ હતી. એવામાં વધતા કેસોને લઇ વન-ડે સિરીઝ મોકૂફ રાખવાનો ર્નિણય લેવાયો છે. ૧૬ ડિસેમ્બરના રોજ કરાચીમાં રમાયેલ ત્રીજી T20 મેચ દરમિયાન પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝે એક સંયુક્ત નિવેદનમાં શ્રેણી સ્થગિત કરવાનો ર્નિણય કર્યો હતો. નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, “બંને ટીમોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એ નક્કી કરવામાં આવ્યું છે કે ર્ંડ્ઢૈં શ્રેણી જે ૈંઝ્રઝ્ર ક્રિકેટ વર્લ્‌ડ કપ સુપર લીગનો ભાગ છે તેને મોકૂફ રાખવામાં આવશે અને જૂન ૨૦૨૨માં ફરીથી શ્રેણી રમાશે.’

December 18, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

મૌની રોયે તેના વિદેશ માં યોજનાર લગ્ન કર્યા રદ, હવે સૂરજ નામ્બિયાર સાથે આ જગ્યા એ લેશે સાત ફેરા; જાણો વિગત

by Dr. Mayur Parikh December 17, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 17 ડિસેમ્બર 2021

શુક્રવાર

મૌની રોય જાન્યુઆરીમાં તેના બોયફ્રેન્ડ સૂરજ નામ્બિયાર સાથે લગ્ન કરવા જઈ રહી છે. હવે આ લગ્ન વિદેશમાં નહીં પણ ભારતમાં થશે. મૌની અને સૂરજનો પ્લાન બદલાઈ ગયો છે. બંનેએ નક્કી કર્યું છે કે તેઓ દુબઈને બદલે દિલ્હીમાં સાત ફેરા લેશે. કૂચ બિહારની મૌનીએ ટીવી અને ફિલ્મ ઉદ્યોગમાં પોતાની ઓળખ બનાવી છે, જ્યારે સૂરજ બેંગ્લોરના જૈન પરિવારમાંથી દુબઈ સ્થિત બેન્કર અને બિઝનેસમેન છે.

બે મહિના પહેલા અભિનેત્રીના પિતરાઈ ભાઈ વિદ્યુત રોયસરકરે લગ્નની પુષ્ટિ કરી હતી. તેણે કહ્યું હતું કે લગ્ન દુબઈ અથવા ઈટાલીમાં થશે કારણ કે કપલ ફંક્શનને ખાનગી રાખવા માંગે છે. તેણે એમ પણ કહ્યું હતું કે તેના વતન કૂચ બિહાર, પશ્ચિમ બંગાળમાં મિત્રો અને પરિવારજનો માટે એક કાર્યક્રમનું આયોજન કરવાની યોજના બનાવવામાં આવી રહી છે. મૌની અને સૂરજ 2019 થી એકબીજાને ડેટ કરી રહ્યા છે.

‘આશ્રમ’ ના ભોપા સ્વામી પાસે એક સમયે ખાવાના પણ પૈસા નહોતા, આજે છે કરોડોની સંપત્તિ ના માલિક; , જાણો તેમની નેટવર્થ વિશે

મૌની રોયના નવા પ્રોજેક્ટ્સમાં, તે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સાથે અયાન મુખર્જીની 'બ્રહ્માસ્ત્ર'માં જોવા મળશે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને નાગાર્જુન પણ મહત્વના રોલમાં હશે. તે થોડા દિવસો પહેલા મ્યુઝિક વિડિયો 'દિલ ગલતી કર બૈઠા  હૈ'માં ગાયક જુબિન નૌટિયાલ સાથે જોવા મળી હતી.

December 17, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

અંકિતા લોખંડે અને વિકી જૈને કેન્સલ કર્યું લગ્નનું રિસેપ્શન, સામે આવ્યું આ મોટું કારણ ; જાણો વિગત

by Dr. Mayur Parikh December 15, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 15 ડિસેમ્બર 2021      

બુધવાર 

નાના પડદાની લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક ગણાતી અંકિતા લોખંડે તેના લાંબા ગાળાના બોયફ્રેન્ડ વિકી જૈન સાથે લગ્ન ના બંધન માં બંધાઈ ગઈ છે. અત્યાર સુધીમાં, વિકી જૈન અને અંકિતા લોખંડેના લગ્ન પહેલાના તમામ ફંક્શન ખૂબ જ ભવ્ય સ્તરે કરવામાં આવ્યા છે. જોકે હવે  અંકિતા અને વિકી રિસેપ્શનને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

અંકિતા લોખંડે અને વિકી જૈને કોવિડ-19ના નવા વેરિઅન્ટ ઓમિક્રોનને ધ્યાનમાં રાખીને આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ દિવસોમાં કોવિડ ઓમિક્રોનનું નવું વેરિઅન્ટ ઝડપથી તેના પગ ફેલાવતું જોવા મળે છે.આવી સ્થિતિમાં ઘણા લોકો તેની ઝપેટમાં આવી ગયા છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને વિકી અને અંકિતાએ તેમનું રિસેપ્શન કેન્સલ કરી દીધું છે. હા, અંકિતા અને વિકીની ટીમે માહિતી આપી છે કે કપલનું રિસેપ્શન નહીં થાય . એટલું જ નહીં, વિકી અને અંકિતાના લગ્નમાં માત્ર તેમના પરિવાર અને નજીકના મિત્રો જ હાજર રહી શકશે.

કરિના કપૂર બાદ હવે સલમાન ખાન ના ઘરે પહોંચ્યો કોરોના, આ ખાસ વ્યક્તિ થઈ કોવિડ પોઝિટિવ ; જાણો વિગત

અંકિતા લોખંડે અને વિકી જૈન ઈચ્છે છે કે દરેક વ્યક્તિ સુરક્ષિત રહે. આ કારણોસર, તેણે આ નિર્ણય લીધો છે કારણ કે જ્યાં વધુ ભીડ એકઠી થાય છે, ત્યાં કોરોના વધવાની સંભાવના વધારે છે. અંકિતા લોખંડે વેડિંગને લઈને કેટલી ખુશ છે તેનો અંદાજ તેની તસવીરો જોઈને જ લગાવી શકાય છે.તેની મિત્ર માહી વિજે જણાવ્યું હતું કે અંકિતા હંમેશાથી ભવ્ય લગ્ન કરવા માંગતી હતી. જોકે અંકિતાનું આ સપનું અમુક હદ સુધી પૂરું થયું હતું, પરંતુ આ કપલે લગ્ન કરતાં લોકોની સુરક્ષાને વધુ મહત્વ આપ્યું છે.

December 15, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
આંતરરાષ્ટ્રીય

ભારત વિરુદ્ધ ષડયંત્ર કરનારાઓનું આવી બનશે, કિસાન યૂનિયન આંદોલન સાથે જોડાયેલા ખાલિસ્તાની કનેકશન તોડવા સરકારે લીધુ આ પગલું; જાણો વિગત

by Dr. Mayur Parikh November 4, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 4 નવેમ્બર,  2021

ગુરુવાર

ખાલિસ્તાની સર્મથકોને ભારતમાં પ્રવેશ કરવો હવે મુશ્કેલ થઈ પડશે. કેન્દ્ર સરકારે ભારતીય મૂળના વિદેશી લોકો માટે ઓસીઆઈ કાર્ડને રદ કરી નાખ્યું છે. તેને કારણે કિસાન યૂનિયન જેવા આંદોલનમાં ખાલિસ્તાનીઓના ધૂસવાના પ્રયાસને વિરામ લાગશે.

વર્ષ 2015માં વડા પ્રધાન નરેન્દ્ર મોદી કેનેડા ગયા હતા. ત્યારે ત્યાના ભારતીય મૂળના લોકોને ભેંટ રૂપે ઓવરસીઝ સિટિઝન ઓફ ઈન્ડિયા(ઓસીઆઈ) નું કાર્ડ આપ્યું હતું.

TLP સામે કેમ ઝૂકી ગયા પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન? જાણો વિગત

સૂત્રોના કહેવા મુજબ કેન્દ્ર સરકાર આધીન સંબંધિત મંત્રાલયે ઓસીઆઈ કાર્ડ ધારકોની એક યાદી(બ્લેક લિસ્ટ) બનાવી છે. જે ભારત વિરોધી પ્રવૃતિઓમાં સામેલ છે. એક ઈંગ્લિશ અખબારના દાવા મુજબ કિસાન યૂનિયન આંદોલનમાં અનેક ઓસીઆઈ કાર્ડ ધારકોએ વિદેશમાં બેસીને ખાલિસ્તાની ચળવળને ફરી રંગ આપવાનનો પ્રયાસ કર્યો હતો. આમાના અનેક લોકોએ આંદોલન સ્થળની મુલાકાત લીધી હતી અને લોકોમાં દેશ વિરોધી ઝેર ઓકવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં કેનેડા, અમેરિકામાં રહેનારા શીખોની મહત્તવની ભૂમિકા રહી છે. આવા લોકોના ઓસીઆઈ કાર્ડ રદ કરી નાખામાં આવ્યા છે. એ સિવાય જેના નામ બ્લેક લિસ્ટમાં છે, તેમને ભારતમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.

November 4, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
દેશ

JNUમાં ફરી એક વાર દેશવિરોધી કાર્યક્રમ; આવા ઉશ્કેરણીજનક વેબિનારને તત્કાળ રદ કરાયો; જાણો વિગત

by Dr. Mayur Parikh October 30, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 30 ઑક્ટોબર, 2021

શનિવાર

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU) સેન્ટર ફોર વુમન સ્ટડીઝ દ્વારા એક ઑનલાઇન વેબિનારનું આયોજન થવાનું હતું. એમાં કાશ્મીરનો મુદ્દો હતો. જમ્મુ અને કાશ્મીરને 'ભારતીય કબજાવાળા કાશ્મીર'ના રૂપે સંબોધન થવાનું હતું. યુનિવર્સિટી પ્રશાસન મુજબ આવાં કેટલાંક આપત્તિજનક તથ્યોની જાણકારી સામે આવી ગયા બાદ પ્રશાસને તરત વેબિનાર અટકાવીને રદ કરવાનો આદેશ આપ્યો હતો. JNUના વાઇસ ચાન્સેલર એમ. જગદીશકુમારે જણાવ્યું હતું કે જ્યારે અમને ખબર પડી કે સેન્ટર ફોર વુમન સ્ટડીઝ દ્વારા શુક્રવારે રાત્રે 8:30 વાગ્યે જેન્ડર રેઝિસ્ટન્સ ઍન્ડ ફ્રેશ ચૅલેન્જીસ in post 2019 કાશ્મીર નામનું એક ઑનલાઇન વેબિનારનું આયોજન થયું હતું, ત્યારે JNU પ્રશાસને તરત જ આદેશ આપીને આ કાર્યક્રમને રદ કરાવ્યો હતો.

JNUના કેટલાક વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ અહીં કાશ્મીરને લઈને થયેલા સંબોધન પર મોટો વાંધો ઉઠાવ્યો હતો. શિક્ષકોએ પ્રશાસનને એની જાણકારી આપી અને વિદ્યાર્થી સંગઠન ABVPએ આવા વેબિનારને ગેરસંવિધાનિક કહ્યું હતું. એમ. જગદીશકુમારે જણાવ્યું હતું કે આયોજનની યોજના બનાવતાં પહેલાં પ્રશાસનની પરવાનગી લેવાઈ નથી. વેબિનારની નોટિસમાં કહેવાયું છે કે આ વાત કાશ્મીરમાં ભારત માટે લિંગ પ્રતિરોધની ઈથનોગ્રાફી પર હતી. આ અત્યંત આપત્તિજનક અને ઉશ્કેરનારો વિષય છે. જે આપણા દેશની સંપ્રભુતા અને ક્ષેત્રીય અખંડતા પર સવાલ ઊભો કરશે.

ગાઝીપુર બૉર્ડર પરથી દિલ્હી પોલીસે હટાવ્યા બૅરિકેડ્સ, ખેડૂતોના નેતા ગભરાયા; ખેડૂતોને કરી આવી અપીલ

કાશ્મીર ભારતનાં ગણરાજ્યોનું અભિન્ન અંગ છે, પરંતુ અહીં ભારતીય અધિકૃત કાશ્મીરના રૂપમાં એનું સંબોધન થઈ રહ્યું છે. જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલયના કેટલાક શિક્ષકોએ કહ્યું હતું કે આવું કરીને JNUને દેશવિરોધી દર્શાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. વેબિનાર રદ થતાં શિક્ષકોએ સંતોષ વ્યક્ત કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે JNUએ આતંકવાદ વિરૂદ્ધ એક વિશેષ કોર્સ પણ તૈયાર કર્યો છે. આ કોર્સ ભારતીય પરિપ્રેક્ષ્યમાં તૈયાર કરવામાં આવ્યો છે. JNUની એકૅડેમિક કાઉન્સિલ અને કાર્યકારી પરિષદે પણ આ કોર્સને મંજૂરી આપી છે. 

October 30, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

બાપરે! મહારાષ્ટ્રમાં આટલાં લાઇસન્સ રદ કરવામાં આવશે; જાણો વિગત

by Dr. Mayur Parikh August 3, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 3 ઑગસ્ટ, 2021

મંગળવાર

સ્પીડ લિમિટનો ભંગ કરવાથી લઈને ટ્રાફિક નિયમોના જુદા-જુદા નિયમનો ઉલ્લંઘન કરવા બદલ આ વર્ષે 40,000થી વધુ વાહનોનાં લાઇસન્સ રદ કરવામાં આવશે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે લગભગ બમણી સંખ્યામાં લાઇસન્સ રદ કરવામાં આવશે. એને લગતો અહેવાલ ટ્રાન્સપૉર્ટ ખાતાને મોકલવામાં આવ્યો છે. ગયા વર્ષે 17,944 વાહનોનાં લાઇસન્સ રદ કરવામાં આવ્યાં હતાં. મહારાષ્ટ્રમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવાના કેસ વધી રહ્યા છે.

શું છે મહારાષ્ટ્ર સરકારની નવી નિયમાવલી? રાજ્ય સરકારના આદેશની નકલ આ રહી

અત્યાર સુધી લગભગ 15 લાખથી વધુ વાહનચાલકો સામે કાયદાકીય પગલાં લેવામાં આવ્યાં છે.

August 3, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

મધ્ય રેલવેની અનેક ટ્રેનો રદ કરવામાં આવી. જાણો તે તમામના નામની સૂચી અહીં…

by Dr. Mayur Parikh July 22, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો      

મુંબઈ, 22 જુલાઈ  2021

ગુરૂવાર

 

ભારે વરસાદને કારણે મઘ્ય રેલવેએ અનેક ટ્રેનો બંધ કરી છે. ખાસ કરીને કસારા ઘાટ પર તકલીફ પેદા થવાને કારણે નાસિક તરફ જનાર તમામ ટ્રેનો બંધ કરવામાં આવી છે.

સીએસટી હૈદરાબાદ સ્પેશિયલ, સીએસટી લાતુર સ્પેશિયલ, સીએસટી વારાણસી સુપરફાસ્ટ સ્પેશિયલ, સીએસટી ભુવનેશ્વર સ્પેશિયલ, સીએસટી ગડગ સ્પેશિયલ, સીએસટી છત્રપતિ શાહુજી મહારાજ ટર્મિનસ એટલે કે કોલ્હાપુર સ્પેશિયલ, સીએસટી હજુર સાહેબ નાંદેડ સ્પેશિયલ, આ તમામ ટ્રેનો રદ કરવામાં આવી છે.

મહારાષ્ટ્રના આ વિસ્તારોમાં પૂર જેવી વિકટ પરિસ્થિતિ.. જાણો વિગત.

આ ઉપરાંત અનેક ટ્રેનોને અડધા રસ્તે રોકી દેવામાં આવી છે અને ટ્રેનનો માર્ગ બદલી નાખવામાં આવ્યો છે.

July 22, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

મધ્ય રેલવેની અનેક ટ્રેનો રદ થઈ જતા, રેલવે સ્ટેશન પર સેંકડો લોકો ભેગા થઇ ગયા. જુઓ વિડિયો…

by Dr. Mayur Parikh June 9, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૯ જૂન ૨૦૨૧

બુધવાર

રેલવે ટ્રેક પર પાણી ભરાઈ જવાને કારણે ટ્રેનો અત્યારે ધીમી ચાલુ છે. બીજી તરફ હાર્બર રેલ્વે ની અનેક ટ્રેનો રદ કરવામાં આવી છે.

મુંબઈ મહાનગરપાલિકાના દાવાની પોલ ખુલી ગઈ, હિંદમાતા પરિસરમાં પાણી ભરાયું. જુઓ ભ્રષ્ટાચારના ફોટોગ્રાફ

પરિણામ સ્વરૂપ દાદર રેલવે સ્ટેશન પર અત્યારે ઘણી મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઇ ગયા છે. અહીં સોશિયલ distance નું કોઈ પાલન થઈ રહ્યું નથી. આ પરિસ્થિતિ ખૂબ જ ખતરનાક છે. જુઓ વિડિયો

મધ્ય રેલવેની અનેક ટ્રેનો રદ થઈ જતા, રેલવે સ્ટેશન પર સેંકડો લોકો ભેગા થઇ ગયા. જુઓ વિડિયો…#Mumbai #rain #localtrain #centralrailway #traincancle #crowd #railwaystation pic.twitter.com/RgT8cTUX1v

— news continuous (@NewsContinuous) June 9, 2021

 

June 9, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક