Tag: car accident

  • Vijay Deverakonda: વિજય દેવરકોન્ડા ની કારનો અકસ્માત, એક્ટરે મજાકિયા અંદાજ માં આપી હેલ્થ અપડેટ

    Vijay Deverakonda: વિજય દેવરકોન્ડા ની કારનો અકસ્માત, એક્ટરે મજાકિયા અંદાજ માં આપી હેલ્થ અપડેટ

    News Continuous Bureau | Mumbai

    Vijay Deverakonda: સાઉથના સુપરસ્ટાર વિજય દેવરકોન્ડા ની કાર સાથે થયેલા અકસ્માત પછી તેણે પોતે સોશિયલ મીડિયા પર હેલ્થ અપડેટ આપી છે. પુટ્ટપર્થી થી હૈદરાબાદ જતા સમયે તેની કારને એક બોલેરો વાહન દ્વારા ટક્કર મારવામાં આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ, અકસ્માતમાં કોઈને ઈજા થઈ નથી અને વિજય તરત બીજી કારમાં જતા રહ્યા  હતા.

    આ સમાચાર પણ વાંચો : Rashmika Mandanna: સગાઈની અફવા બાદ રશ્મિકા મંદાના એ શેર કર્યો તેનો થામા ના ગીત નો અનુભવ,ચાહકો એ અભિનેત્રી ને પૂછ્યા આવા સવાલ

    વિજયનું  હેલ્થ અપડેટ અને મજાકિયા અંદાજ

    વિજયે પોતાના X (Twitter) એકાઉન્ટ પર લખ્યું: “કારને ટક્કર લાગી, પણ અમે બધા ઠીક છીએ. હમણાં જ જિમથી પાછો આવ્યો છું, સ્ટ્રેન્થ વર્કઆઉટ પણ કર્યું. થોડું માથું દુખે છે, પણ બિરયાની અને ઊંઘ બધું ઠીક કરી દેશે.” આ મેસેજથી ફેન્સને રાહત મળી છે અને તેમના હાસ્યભર્યા અંદાજને પણ પસંદ કરવામાં આવ્યો છે.પોલીસના જણાવ્યા મુજબ, બોલેરો ગાડી અચાનક જમણી તરફ વળી અને વિજયની કારના ડાબા ભાગ સાથે ટક્કર થઈ. વિજય ઉપરાંત તેની કારમાં બે અન્ય લોકો પણ હતા. અકસ્માત બાદ વિજયની ટીમે વીમા માટે પોલીસ ફરિયાદ નોંધાવી છે.


    વિજય હાલમાં રશ્મિકા મંદાના સાથે સગાઈની ચર્ચામાં છે. બંનેને તાજેતરમાં શ્રી સત્ય સાઈ બાબાની મહાસમાધિ પર પરિવાર સાથે સ્પોટ કરવામાં આવ્યા હતા, જ્યાં વિજયના હાથમાં રિંગ  જોવા મળી હતી. આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Pawandeep Rajan Health Update: આટલા કલાક ચાલેલી સર્જરી બાદ આઈસીયુમાં દાખલ છે પવનદીપ રાજન, જાણો હાલ કેવી છે ઇન્ડિયન આઇડલ વિનર ની હાલત

    Pawandeep Rajan Health Update: આટલા કલાક ચાલેલી સર્જરી બાદ આઈસીયુમાં દાખલ છે પવનદીપ રાજન, જાણો હાલ કેવી છે ઇન્ડિયન આઇડલ વિનર ની હાલત

    News Continuous Bureau | Mumbai

    Pawandeep Rajan Health Update: ઇન્ડિયન આઇડલ 12  વિજેતા પવનદીપ રાજનનો તાજેતરમાં ભયાનક કાર અકસ્માત થયો હતો. આ દુર્ઘટનામાં તેને અનેક ફ્રેક્ચર અને ઇજાઓ થઈ છે. હાલ પવનદીપ હોસ્પિટલમાં દાખલ છે અને તેની અનેક સર્જરી કરવામાં આવી છે. ફેન્સ પવનદીપ ના જલદી સાજા થવાની પ્રાર્થના કરી રહ્યા છે. આ દરમિયાન પવનદીપ ની ટીમે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર સિંગરનો હેલ્થ અપડેટ શેર કર્યો છે.

    આ સમાચાર પણ વાંચો: Anupama Actor Jatin Suri: અનુપમા માં આ પાત્ર ભજવનાર અભિનેતા પર લાગ્યો ગર્લફ્રેન્ડ ને બ્લેકમેલ કરવાનો આરોપ!સિરિયલ ના સેટ પર પહોંચી પોલીસ, જાણો શું છે સમગ્ર મામલો

    પવનદીપ રાજનની 3 સર્જરી

    પવનદીપ રાજન નું હેલ્થ અપડેટ શેર કરતા ટીમે પોતાના સ્ટેટમેન્ટમાં લખ્યું છે, “બધાને નમસ્કાર, પવનની કાલે 3 વધુ સર્જરીઓ થઈ. સવારે તેમને ઓટીમાં લઈ જવામાં આવ્યા અને 8 કલાકના લાંબા ટ્રીટમેન્ટ બાદ તેમના બાકી રહેલા ફ્રેક્ચરનું સફળતાપૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું. હજી પણ તે આઈસિયુમાં ઓબ્ઝર્વેશનમાં છે અને થોડા દિવસો સુધી ત્યાં જ રહેશે. ડોક્ટરે કહ્યું છે કે હવે ટ્રીટમેન્ટ અને રિકવરીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, તેથી ચાલો આપણે તેની જલદી સાજા થવાની પ્રાર્થના કરીએ. ફરીથી, બધી દૂઆ ઓ અને પ્રાર્થના ઓ માટે તમારો આભાર.”

     

    View this post on Instagram

     

    A post shared by Pinkvilla Telly (@pinkvillatelly)


    પવનદીપ એક પરફોર્મન્સ માટે અમદાવાદની ફ્લાઇટ પકડવા માટે દિલ્હી જઈ રહ્યો હતો. ત્યારે તેની કાર રસ્તા પર ઉભેલા કેન્ટર ટ્રક સાથે અથડાઈ હતી. આ દુર્ઘટનામાં કારના ચિંથડા ઉડી ગયા હતા. પવનદીપ સાથે ગાડીમાં હાજર બે અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Sourav Ganguly Car Accident: સૌરવ ગાંગુલીની કારને નડ્યો અકસ્માત, માંડ-માંડ બચ્યા પૂર્વ ક્રિકેટર

    Sourav Ganguly Car Accident: સૌરવ ગાંગુલીની કારને નડ્યો અકસ્માત, માંડ-માંડ બચ્યા પૂર્વ ક્રિકેટર

    News Continuous Bureau | Mumbai

    Sourav Ganguly Car Accident: ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સૌરવ ગાંગુલી એક માર્ગ અકસ્માતમાં માંડ માંડ બચી ગયા. દુર્ગાપુર એક્સપ્રેસ વે પર તેમની કારનો અકસ્માત થયો. જોકે, ભૂતપૂર્વ ક્રિકેટરને કોઈ ઈજા પહોંચી નથી.

    Sourav Ganguly Car Accident: અચાનક એક ટ્રક તેમના કારની સામે આવી ગયો

    મીડિયા રિપોર્ટ મુજબ સૌરવ ગાંગુલી એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે બર્દવાન જઈ રહ્યા હતા. દુર્ગાપુર એક્સપ્રેસ વે પર દાંતનપુર પાસે અચાનક એક ટ્રક તેમના કારની સામે આવી ગયો. તેમના ડ્રાઇવરને  અચાનક બ્રેક લગાવવી પડી. પાછળની ગાડીઓને પણ એવું જ કર્યું પરંતુ તેના કારણે પાછળ આવતી ગાડીઓ એકબીજા સાથે અથડાઈ ગઈ. આમાંથી એક વાહન સૌરવ ગાંગુલીની કાર સાથે અથડાયું હતું.

    આ સમાચાર પણ વાંચો:  લો બોલો.. મેચ દરમિયાન મેદાન પર આવી ગઈ કાળી બિલાડી, ખેલાડીઓથી લઇને એમ્પ્યાર બધા જોતા રહી ગયા… જુઓ વિડીયો

    Sourav Ganguly Car Accident: વાહનોને થોડું નુકસાન થયું 

    જોકે સદનસીબે આ અકસ્માતમાં સૌરવ ગાંગુલી અને તેમના કાફલામાં કોઈને ઈજા થઈ નથી, પરંતુ તેમને લગભગ 10 મિનિટ સુધી રસ્તા પર જ રહેવું પડ્યું. હકીકતમાં, તેમના કાફલાના બે વાહનોને થોડું નુકસાન થયું હતું. અકસ્માત સ્થળે થોડો સમય રહ્યા પછી, તે પોતાના નિર્ધારિત કાર્યક્રમ માટે રવાના થયો. તેમણે બર્દવાન યુનિવર્સિટીમાં આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી હતી.

  • Kandivali Car Accident: કાંદિવલીમાં અભિનેત્રીની કારને નડ્યો અકસ્માત; મેટ્રો કામદારોને લીધા અડફેટે..

    Kandivali Car Accident: કાંદિવલીમાં અભિનેત્રીની કારને નડ્યો અકસ્માત; મેટ્રો કામદારોને લીધા અડફેટે..

    News Continuous Bureau | Mumbai

    Kandivali Car Accident: મુંબઈના ઉપનગરોમાં અકસ્માતોનો સિલસિલો ચાલુ છે. કુર્લા, ઘાટકોપર અને હવે કાંદિવલી પૂર્વ પોઈસર મેટ્રો સ્ટેશન નજીક અકસ્માત થયો હોવાના અહેવાલ છે. મીડિયા રિપોર્ટ મુજબ શુક્રવારે મધ્યરાત્રિએ એક ઝડપી કાર મેટ્રો કામદારોને ટક્કર મારી હતી. આ ભયાનક અકસ્માતમાં એક મેટ્રો કર્મચારીનું મોત થયું હતું. અને મરાઠી અભિનેત્રી ઉર્મિલા કાનેટકર સહિત ત્રણ લોકો ઘાયલ થયા છે. અકસ્માતમાં ઘાયલ ઉર્મિલા કાનેટકર પીઢ મરાઠી અભિનેતા મહેશ કોઠારેના પુત્ર આદિનાથ કોઠારેની પત્ની છે. ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને સમતા નગર પોલીસે અભિનેત્રી ઉર્મિલા કાનેટકરના કાર ચાલક વિરુદ્ધ કેસ નોંધ્યો છે.

     Kandivali Car Accident: કાર હંકારનારે ગાડી પર કાબૂ ગુમાવ્યો

    કાંદિવલી ઈસ્ટ વેસ્ટ એક્સપ્રેસવે પર પોઈસર મેટ્રો સ્ટેશન નજીક શુક્રવારે મધરાતે લગભગ 1:00 વાગ્યે, એક હ્યુન્ડાઈ કાર ફૂલ સ્પીડમાં બોરીવલી તરફ જઈ રહી હતી. ત્યારે કાર હંકારનારે ગાડી પર કાબૂ ગુમાવ્યો અને સીધી પોઈસર મેટ્રો સ્ટેશનના વર્કિંગ એરિયામાં અથડાઈ. આ ભયાનક અકસ્માતમાં કાર ચાલક અને અભિનેત્રી ઉર્મિલા કાનેટકર સહિત ચાર લોકો ઘાયલ થયા છે. સમતા નગર પોલીસ ટીમને અકસ્માતની માહિતી મળતાં જ તેઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને ઘાયલોને તાત્કાલિક કૂપર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમાં એક ઘાયલ કામદારનું મોત થયું હતું. દરમિયાન ઘાયલોમાં અભિનેત્રી ઉર્મિલા કાનેટકર અને તેના કાર ચાલકને કાંદિવલીનીખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે.

    આ સમાચાર પણ વાંચો : મહાયુતિ આવી, મોંઘવારી લાવી! મુંબઈ માં ઓટો-ટેક્સી ચાલકોએ ભાડામાં વધારો કરવાની માંગ કરી

    Kandivali Car Accident: ડ્રાઈવરનો મેડિકલ ટેસ્ટનો રિપોર્ટ આવવાનો બાકી

    સમતા નગર પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધ્યો છે. અભિનેત્રી ઉર્મિલા કાનેટકરની કારના ડ્રાઈવરનું મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે મેડિકલ ટેસ્ટનો રિપોર્ટ આવવાનો બાકી છે અને તેણે નશો કર્યો હતો કે કેમ તે રિપોર્ટ બાદ બહાર આવશે. આ અકસ્માતમાં ઘાયલ થયેલી અભિનેત્રી ઉર્મિલા કાનેટકર પીઢ મરાઠી અભિનેતા મહેશ કોઠારેના પુત્ર આદિનાથ કોઠારેની પત્ની છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Sion Hospital : મુંબઈની સાયન હોસ્પિટલ કેમ્પસમાં ફોરેન્સિકના હેડની ગાડીએ મહિલા દર્દીને મારી ટક્કર, CCTV ફૂટેજ આવ્યા સામે.

    Sion Hospital : મુંબઈની સાયન હોસ્પિટલ કેમ્પસમાં ફોરેન્સિકના હેડની ગાડીએ મહિલા દર્દીને મારી ટક્કર, CCTV ફૂટેજ આવ્યા સામે.

     News Continuous Bureau | Mumbai 

     Sion Hospital :તાજેતરમાં જ મુંબઈના સાયન હોસ્પિટલમાં બેદરકારીથી ડ્રાઇવિંગને કારણે એક મહિલા દર્દીનું મોત થયું હતું. આ કેસમાં પોલીસે લોકમાન્ય તિલક મ્યુનિસિપલ હોસ્પિટલ (સાયન હોસ્પિટલ)ના એક વરિષ્ઠ જાણીતા ડૉક્ટરની ધરપકડ કરી છે.

     Sion Hospital :કારની ટક્કરથી એક વૃદ્ધ મહિલાનું મૃત્યુ થયું

    મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ  મુંબઈની સાયન હોસ્પિટલના ફોરેન્સિક વિભાગના વડા ડૉ. રાજેશ ડેરેની કારની ટક્કરથી એક વૃદ્ધ મહિલાનું મૃત્યુ થયું હતું. શુક્રવારે રાત્રે 8.30 વાગ્યે સાયન હોસ્પિટલના સાત નંબરના ગેટ પર આ અકસ્માત થયો હતો. આરોપ છે કે અકસ્માતના 14 કલાક બાદ ડોકટરે પોલીસને જાણ કરી હતી.

     Sion Hospital :બેદરકારીના કારણે વૃદ્ધ મહિલાને કારે ટક્કર મારી

    સાયન પોલીસે રાજેશ ડેરે વિરુદ્ધ કેસ નોંધીને તેની ધરપકડ કરી છે.. શુક્રવારે તે સાયન હોસ્પિટલમાંથી સારવાર લીધા બાદ ઘરે પરત ફરી રહી હતી. ત્યારબાદ ડો.રાજેશ ડેરેની કથિત બેદરકારીના કારણે વૃદ્ધ મહિલાને કારે ટક્કર મારી હતી. બાદમાં સારવાર દરમિયાન મહિલાનું મોત થયું હતું.

     Sion Hospital :સીસીટીવીમાંથી પુરાવા મળ્યા

    ડૉ.રાજેશ ડેરે પર અકસ્માતની માહિતી છુપાવવાનો આરોપ છે. મહિલાના શરીર પર મળેલા ઘા પરથી પોલીસને અકસ્માતની આશંકા છે. આ પછી જ્યારે હોસ્પિટલ પરિસરના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે ડેરેની કારને કારણે અકસ્માત થયો હતો. આ પછી સાયન પોલીસે રાજેશ ડેરે વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી. મુંબઈ પોલીસનો દાવો છે કે ડૉક્ટર કાર ચલાવતી વખતે દારૂના નશામાં હતો અને મોબાઈલ પર વાત કરી રહ્યો હતો.

    આ સમાચાર પણ વાંચો : Rishi Sunak : બ્રિટનના વડા પ્રધાન ઋષિ સુનકને મોટો ઝટકો, ચૂંટણી પહેલા આટલા નેતાઓએ છોડી દીધો સાથ, 2010ની સામાન્ય ચૂંટણી પછી આ સૌથી મોટી સંખ્યા..

    મૃતક મહિલાના પુત્ર શાહનવાઝ ખાનની ફરિયાદના આધારે સાયન પોલીસે ડેરે વિરુદ્ધ આઈપીસીની કલમ 304-A, 388, 177, 279, 203 અને અન્ય કલમો હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસે જણાવ્યું કે કોરોના રોગચાળા દરમિયાન બીકેસી કોવિડ સેન્ટરના ડીન ડો. રાજેશ ડેરે અકસ્માત સમયે કાર ચલાવી રહ્યા હતા. બનાવ અંગે વધુ તપાસ ચાલુ છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Pavitra jayram: અભિનેત્રી પવિત્રા જયરામ નું આટલી નાની ઉંમરે થયું નિધન, માર્ગ અકસ્માતમાં ગુમાવ્યો જીવ

    Pavitra jayram: અભિનેત્રી પવિત્રા જયરામ નું આટલી નાની ઉંમરે થયું નિધન, માર્ગ અકસ્માતમાં ગુમાવ્યો જીવ

    News Continuous Bureau | Mumbai

    Pavitra jayram: ટીવી સિરિયલ ‘ત્રિનયની’માં તિલોત્તમાની ભૂમિકા ભજવીને ઘર-ઘરમાં જાણીતી બનેલી અભિનેત્રી પવિત્રા જયરામનું રવિવારે એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. આંધ્રપ્રદેશના મહેબૂબા નગર પાસે એક ભયાનક કાર અકસ્માતમાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. પવિત્રા ના આકસ્મિત નિધન થી તેના ફેન્સ આઘાત માં છે. 

    આ સમાચાર પણ વાંચો:  Anant ambani and Radhika merchant: બાળપણ ના મિત્રો બનશે પતિ-પત્ની, અનંત અને રાધિકા ની લવ સ્ટોરી દર્શાવતો વિડીયો થયો વાયરલ, ફેન દ્વારા પોસ્ટ કરવામાં આવેલ આ વિડીયો ને મળી ચુક્યા છે આટલા વ્યૂઅર્સ

    પવિત્રા જયરામ નું નિધન 

    મીડિયા રિપોર્ટ મુજબ પવિત્રા જયરામનું નિધન 12 મે ના રોજ આંધ્ર પ્રદેશના મહેબૂબ નગરમાં થયું હતું. રિપોર્ટ મુજબ કાર બેકાબૂ થઈને ડિવાઈડર સાથે અથડાઈ હતી. બાદમાં હૈદરાબાદથી વાનપાર્ટી આવી રહેલી બસે જમણી બાજુએ કારને ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભયંકર હતો કે અભિનેત્રી નું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

     

    View this post on Instagram

     

    A post shared by Viral Bhayani (@viralbhayani)


    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ રોડ અકસ્માતમાં એક્ટ્રેસની કઝિન અપેક્ષા, ડ્રાઈવર શ્રીકાંત અને એક્ટર ચંદ્રકાંત ગંભીર રીતે ઘાયલ થયા છે. હાલ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

     

  • Car Accident : લાતુરમાં ગમખ્વાર અકસ્માત, પૂર ઝડપે આવતી કાર સીધી હોટલમાં ઘૂસી ગઈ,  બે મુસાફરોના મોત ; જુઓ વિડીયો..

    Car Accident : લાતુરમાં ગમખ્વાર અકસ્માત, પૂર ઝડપે આવતી કાર સીધી હોટલમાં ઘૂસી ગઈ, બે મુસાફરોના મોત ; જુઓ વિડીયો..

      News Continuous Bureau | Mumbai 

     Car Accident : લાતુર ( Latur ) માં છેલ્લા કેટલાક દિવસોથી અકસ્માત  ની ઘટનાઓ સતત સામે આવી રહી છે. થોડા દિવસ પહેલા ચાર મિત્રોના અકસ્માતની ઘટના તાજી છે ત્યારે વધુ એક ગમખ્વાર અકસ્માતની  ઘટના પ્રકાશમાં આવી છે. જ્યાં ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો અને કાર સીધી હોટલ ( Hotel ) માં ઘૂસી ગઈ. આ અકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત   અને અન્ય ચાર લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

     કાર સીધી હોટલ સાથે અથડાઈ 

    https://twitter.com/i/status/1766441015114957129

    મીડિયા રિપોર્ટ મુજબ આ અકસ્માત લાતુર-સોલાપુર હાઈવે ( Solapur Highway ) પર થયો હતો. આ અકસ્માતમાં ડ્રાઇવરે હાઇવે પર મુસાફરી કરતી કાર પરનો કાબૂ ગુમાવ્યો હતો અને કાર સીધી સીએનજી પંપની બાજુમાં આવેલી હોટલ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં કારમાં બેઠેલા બે લોકોના સારવાર દરમિયાન મોત નિપજ્યા હતા. ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. હાલ ઘાયલ લોકો લાતુરની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.  

    આ સમાચાર પણ વાંચો :  સુરતના લોકો માટે એક સુંદર અને હરિયાળું નજરાણું, ‘અર્બન ફોરેસ્ટ’માં ૫૦ વધુ પ્રજાતિના ૩ હજારથી વધુ વૃક્ષોનું વાવેતર.

    અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. દરમિયાન આ કમનસીબ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. જેમાં જોઈ શકાય છે કે લાતુર તરફ જઈ રહેલી કાર ( car crashes ) પૂરપાટ ઝડપે કેવી રીતે હોટલમાં ઘૂસી ગઈ. અચાનક બનેલી ઘટનાથી હોટલમાં નાસ્તો કરવા આવેલા લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Alwar Accident: અલવરમાં દિલ્હી- મુંબઈ એક્સપ્રેસ વે પર આ પૂર્વ સાંસદનો થયો ભયાનક કાર અક્સ્માત, પત્નીનું મોત, પુત્ર હોસ્પિટલમાં. જાણો કેવી રીતે થયો આ અકસ્માત..

    Alwar Accident: અલવરમાં દિલ્હી- મુંબઈ એક્સપ્રેસ વે પર આ પૂર્વ સાંસદનો થયો ભયાનક કાર અક્સ્માત, પત્નીનું મોત, પુત્ર હોસ્પિટલમાં. જાણો કેવી રીતે થયો આ અકસ્માત..

    News Continuous Bureau | Mumbai

    Alwar Accident: બાડમેરના પૂર્વ સાંસદ માનવેન્દ્ર સિંહની ( Manvendra Singh ) કારને હરિયાણા બોર્ડર પર અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં પૂર્વ સાંસદ માનવેન્દ્ર અને તેમના પુત્રને ઈજા થઈ હતી, જ્યારે તેમની પત્નીનું મૃત્યુ થયું હતું. પુત્રની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. 

    મળતી માહિતી મુજબ, દુર્ઘટના મંગળવારે સાંજે અલવરના ( Alwar ) નૌગાવાના જિલ્લાના ખુસપુરીમાં થઈ હતી. આ વિસ્તાર હરિયાણા બોર્ડર ( Haryana Border ) પાસે છે. અકસ્માત સમયે કારમાં ( Car Accident ) પૂર્વ સાંસદ માનવેન્દ્ર સિંહ, તેમની પત્ની ચિત્રા સિંહ, પુત્ર હમીર સિંહ અને ડ્રાઈવર હાજર હતા. અકસ્માતમાં પત્નીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ સાથે જ પૂર્વ સાંસદ માનવેન્દ્રની છાતીની પાંસળી તૂટી ગઈ છે. તેમના પુત્ર હમીરને હાથ અને નાકમાં ફ્રેક્ચર થયું હતું, જ્યારે કાર ચાલકને પગમાં ફ્રેક્ચર થયું હતું. ઘાયલોને સારવાર માટે અલવરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આમાં પ્રાથમિક સારવાર બાદ ડોક્ટરોએ ત્રણેયને અલવરથી ગુરુગ્રામ ( Gurugram )  મોકલવામાં આવ્યા છે. ત્રણેય લોકોને ગ્રીન કોરિડોર દ્વારા અલવરથી 150 કિમી દૂર ગુરુગ્રામની પારસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

     ત્રણેય લોકોને ગુરુગ્રામની પારસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે…

    દુર્ઘટનાની માહિતી મળતા જ બાડમેરની શિવ સીટના ધારાસભ્ય રવિન્દ્ર ભાટી અલવર પહોંચ્યા હતા. દિલ્હીથી બીજેપી નેતા બ્રજેશ રાય પણ અલવર પહોંચ્યા હતા. ડોક્ટરો અને વહીવટી અધિકારીઓની ટીમની હાજરીમાં, બધાએ મળીને માનવેન્દ્ર સિંહ, તેમના પુત્ર હમીર સિંહ અને ડ્રાઇવરને સારી સારવાર માટે ગુરુગ્રામ ખસેડવાનો નિર્ણય કર્યો હતો. ચિત્રા સિંહના મૃત્યુની માહિતી હજુ સુધી માનવેન્દ્ર સિંહ અને તેમના પુત્રને આપવામાં આવી નથી. અલવરના ચીફ મેડિકલ ઓફિસર ડૉ. સુનિલ ચૌહાણે કહ્યું કે ડૉક્ટરો દ્વારા દરેકને સારી સારવાર આપવામાં આવી છે. માનવેન્દ્ર સિંહની પાંસળી અને હાથમાં ફ્રેક્ચર થયું છે. ડોક્ટરો અને નર્સિંગ ટીમની હાજરીમાં ત્રણેય લોકોને ગુરુગ્રામની પારસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જેમાં હાલ પ્રાપ્ત માહિતી મુજબ માનવેન્દ્ર સિંહ, તેમના પુત્ર અને ડ્રાઈવરની હાલત સ્થિર છે.

    દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે ( Delhi-Mumbai Expressway ) પર નૌગાવા પોલીસ સ્ટેશન વિસ્તારના રસગન અને ખુસપુરી વચ્ચે કાર અચાનક સંતુલન ગુમાવી બેઠી અને કલ્વર્ટની દિવાલ સાથે અથડાઈ. ઘાયલોને તાત્કાલિક અલવરની સોલંકી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ ચિત્રા સિંહને મૃત જાહેર કર્યા હતા. જ્યારે માનવેન્દ્ર સિંહ અને તેમના પુત્રને હોસ્પિટલના ICUમાં સારવાર આપવામાં આવી હતી. આ અકસ્માતમાં ડ્રાઇવરને પણ ઘણી ઇજાઓ થઇ હતી.

    આ સમાચાર પણ વાંચો : Chandigarh Mayor Election: ચંદીગઢ મેયરની ચૂંટણીમાં મોટો ઉલટફેર, આટલા મતથી ભાજપ જીત્યું, INDIA ગઠબંધન ધ્વસ્ત..

    અકસ્માત કેવી રીતે થયો તે હજુ જાણી શકાયું નથી. ત્યાં હાજર કેટલાક લોકોએ જણાવ્યું કે નિદ્રાના કારણે કાર અચાનક સંતુલન ગુમાવી બેઠી અને એક્સપ્રેસ વેની ડિવાઈડર સાથે અથડાઈ ગઈ હતી. જ્યારે કેટલાક લોકોએ જણાવ્યું હતું કે વાહનથી બચવાનો પ્રયાસ કરતી વખતે માનવેન્દ્રની કારે તેનું સંતુલન ગુમાવ્યું હતું. જો કે, પોલીસ અધિકારીએ કહ્યું કે આ મામલાની હજુ તપાસ ચાલી રહી છે.

      માનવેન્દ્ર સિંહ 2004 થી 2009 વચ્ચે લોકસભાના સભ્ય હતા….

    એડિશનલ એસપીના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટના લગભગ પાંચ વાગ્યાની આસપાસ બની હતી. કંટ્રોલ ફોર્મ પર અકસ્માતની માહિતી મળતાં જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જો કે હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે અકસ્માત કેવી રીતે થયો. લોકોના કહેવા પ્રમાણે, સ્પીડ વધુ હોવાને કારણે કાર અસંતુલિત થઈ અને રોડ પરથી ઉતરી ગઈ, ડિવાઈડર ઓળંગીને દિવાલ સાથે અથડાઈ.

    ઉલ્લેખનીય છે કે, માનવેન્દ્ર સિંહ 2004 થી 2009 વચ્ચે લોકસભાના સભ્ય હતા. તેઓ રાજસ્થાનની બાડમેર-જેસલમેર લોકસભા બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા. તેમના પિતા જસવંત સિંહ ભાજપના સ્થાપક સભ્યોમાંના એક હતા. 2020 માં તેમનું અવસાન થયું. જસવંત સિંહે પ્રથમ એનડીએ સરકાર દરમિયાન ઘણા કેન્દ્રીય મંત્રાલયોમાં કામ કર્યું હતું. અટલ બિહારી વાજપેયીની આગેવાની હેઠળની સરકારમાં તેઓ છેલ્લા બે વર્ષથી નાણા વિભાગ પણ સંભાળતા હતા.

    આ સમાચાર પણ વાંચો : Naxal Attack : છત્તીસગઢના બીજાપુરમાં CRPF કેમ્પ પર નક્સલીઓનો મોટો હુમલો, આટલા જવાન શહીદ, 14 ઘાયલ..

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Mamata Banerjee: મમતા બેનર્જીની કારને નડ્યો અકસ્માત, દુર્ઘટનામાં થયા ઘાયલ, જાણો કેવી છે CMની હાલત

    Mamata Banerjee: મમતા બેનર્જીની કારને નડ્યો અકસ્માત, દુર્ઘટનામાં થયા ઘાયલ, જાણો કેવી છે CMની હાલત

    News Continuous Bureau | Mumbai 

    Mamata Banerjee:પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી આજે કાર અકસ્માતમાં ( car accident ) ઘાયલ થયા છે. આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે તે એક મીટિંગમાં હાજરી આપીને વર્ધમાનથી પરત ફરી રહ્યા હતા. દરમિયાન અચાનક કારની બ્રેક લાગવાથી મમતા બેનર્જીને કપાળ પર ઈજા પહોંચી હતી. જો કે હજુ સુધી અકસ્માત અંગે વધુ વિગતો જાહેર કરવામાં આવી નથી. પ્રાથમિક માહિતી મુજબ મુખ્યમંત્રી ( West Bengal CM ) મમતાની કાર તેજ ગતિએ આગળ વધી રહી હતી. એટલામાં રસ્તામાં એક ઉંચી જગ્યા આવી. જેના કારણે ડ્રાઈવરે ઝડપથી બ્રેક લગાવી હતી. અચાનક બ્રેક મારવાને કારણે કારમાં બેઠેલા લોકો અસંતુલિત થઈ ગયા, જેના કારણે મમતા બેનર્જીને કપાળ પર ઈજા થઈ. 

    મળતી માહિતી મુજબ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી એક જાહેર સેવા વિતરણ કાર્યક્રમમાં ભાગ લેવા માટે વર્ધમાન ( Vardhaman ) જિલ્લામાં ગયા હતા. પહેલા તેમણે અહીંથી હેલિકોપ્ટર દ્વારા પરત ફરવાનું હતું. પરંતુ ખરાબ હવામાનના કારણે હેલિકોપ્ટર ટેક ઓફ કરી શક્યું ન હતું. આવી સ્થિતિમાં તેઓ રોડ માર્ગે કાર દ્વારા કોલકાતા જવા રવાના થયા હતા. આ દરમિયાન તેમની કારનો અકસ્માત થયો અને મમતા બેનર્જી ઘાયલ થઈ ગયા.

    કોંગ્રેસે શું કહ્યું?

    કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે અમે હમણાં જ સાંભળ્યું છે કે મમતા બેનર્જી કાર અકસ્માતમાં ઘાયલ થયા છે. અમે તેને ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરીએ છીએ. તેમણે વધુમાં કહ્યું કે ભારત જોડો ન્યાય યાત્રા ગુરુવાર (25 જાન્યુઆરી) સવારે પશ્ચિમ બંગાળમાં પ્રવેશ કરશે.

    આ સમાચાર પણ વાંચો :  Republic Day 2024: ગણતંત્ર દિવસ પર ભારતના મુખ્ય મહેમાન હશે આ દેશના રાષ્ટ્રપતિ, PM મોદીનું આમંત્રણ સ્વીકાર્યું..

    મમતા બેનર્જીનો અગાઉ પણ અકસ્માત થયો હતો

    મમતા બેનર્જી પણ ગયા વર્ષે જૂનમાં એક અકસ્માતના કારણે ઘાયલ થયા હતા. મમતા બેનર્જી પંચાયત ચૂંટણીને ( Panchayat Elections ) ધ્યાનમાં રાખીને જલપાઈગુડીમાં ચૂંટણી રેલી બાદ બાગડોગરા એરપોર્ટ જઈ રહ્યા હતા. આ દરમિયાન તેમનું હેલિકોપ્ટર બૈકુંથપુરના જંગલોની નજીકના ખરાબ હવામાન વિસ્તારમાં પહોંચ્યું હતું.

    આ પછી, હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ ( Emergency landing ) કરવામાં આવ્યું અને આ દરમિયાન મમતા બેનર્જીને તેમના ડાબા ઘૂંટણના અસ્થિબંધનમાં ઈજા થઈ.

  • Mehbooba Mufti Accident: પીડીપીના વડા મહેબુબા મુફ્તી રોડ અકસ્માતનો ભોગ બન્યા, દુઘર્ટનામાં માંડ માંડ બચ્યો જીવ..

    Mehbooba Mufti Accident: પીડીપીના વડા મહેબુબા મુફ્તી રોડ અકસ્માતનો ભોગ બન્યા, દુઘર્ટનામાં માંડ માંડ બચ્યો જીવ..

    News Continuous Bureau | Mumbai 

    Mehbooba Mufti Accident: જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP)ના વડા મહેબૂબા મુફ્તી ( Mehbooba Mufti ) ને આજે કારને અકસ્માત નડ્યો છે.  આ દુર્ઘટનામાં તે માંડ બચ્યા છે. કારણ કે દુર્ઘટના બાદ આવેલી કારની તસવીરો પરથી અંદાજ લગાવી શકાય છે કે આ અકસ્માત કેટલો ગંભીર હશે. મહેબૂબા મુફ્તી જે કાળા રંગની સ્કોર્પિયોમાં મુસાફરી કરી રહ્યા હતા તે કાર ચાલકને ઈજા પહોંચી છે.

    અનંતનાગના સંગમ બિજબેહરા કારને અકસ્માત નડ્યો 

    મીડિયા રિપોર્ટ મુજબ મહેબૂબા મુફ્તી ગુરુવારે શ્રીનગરથી અનંતનાગ જઈ રહ્યા હતા, તે દરમિયાન અનંતનાગ ( Anantnag ) ના સંગમ બિજબેહરા પાસે તેમની કારને અકસ્માત નડ્યો હતો. પીડીપી ચીફ મુફ્તીની કારનો આગળનો ભાગ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયો છે. મહેબૂબા મુફ્તી આગ પીડિતોને મળવા અનંતનાગના ખાનબલ જવા રવાના થયા હતા. કાર અકસ્માત બાદ તે અન્ય વાહનમાં અનંતનાગના ખાનબલ જવા રવાના થયા છે.

    તપાસ શરૂ

    મહેબૂબા મુફ્તીની કારના અકસ્માતના સમાચાર બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે સમગ્ર મામલાની નોંધ લઈ તપાસ શરૂ કરી છે. તેની પુત્રી ઇલ્તિજાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું હતું કે મહેબૂબા મુફ્તીની કારને આજે અનંતનાગના માર્ગમાં ભયાનક અકસ્માત થયો હતો. ભગવાનની કૃપાથી મુફ્તી અને તેમના સુરક્ષા અધિકારીને કોઈ ગંભીર ઈજા થઈ નથી.

    આ સમાચાર પણ વાંચો : Anurag Singh Thakur: કેન્દ્રીય માહિતી અને પ્રસારણનાં મંત્રી શ્રી અનુરાગ સિંહ ઠાકુરના હસ્તે હાર્દિક હુંડિયા દ્વારા પ્રકાશિત મોદી રાજમાં હાર્દિક વ્યંગચિત્ર નું વિમોચન.