Tag: car loan

  • SBI MCLR rate :  SBIના કરોડો ગ્રાહકો માટે માઠા સમાચાર, બેંકના આ એક નિર્ણયથી વધી જશે લોનની EMI, ખિસ્સા પર વધશે બોજો..

    SBI MCLR rate : SBIના કરોડો ગ્રાહકો માટે માઠા સમાચાર, બેંકના આ એક નિર્ણયથી વધી જશે લોનની EMI, ખિસ્સા પર વધશે બોજો..

    News Continuous Bureau | Mumbai  

    SBI MCLR rate : મોંઘવારીથી ત્રસ્ત સામાન્ય લોકોને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ આંચકો આપ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ગયા અઠવાડિયે રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. પરંતુ બેંકોએ વ્યાજદર વધારવાનું શરૂ કરી દીધું છે. SBIએ પણ વ્યાજ દરમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. આ કારણે લોન લેનારાઓએ વધુ EMI ચૂકવવી પડે છે.

     SBI MCLR rate : MCLRમાં 10 બેસિસ પોઈન્ટનો વધારો 

    સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ 15 જૂનથી તમામ કાર્યકાળ માટે MCLRમાં 10 બેસિસ પોઈન્ટ એટલે કે 0.1 ટકાનો વધારો કર્યો છે. SBIના આ નિર્ણયને કારણે MCLR સંબંધિત તમામ લોન ધારકોના હપ્તા વધી જશે. આનો અર્થ એ છે કે આગામી મહિનાથી લોન ધારકોના ખિસ્સા પર વધારાનો ભાર પડશે.

     SBI MCLR rate :  ત્રણ મહિના માટે MCLR 8.20 ટકાથી વધીને 8.30 ટકા થઇ 

    SBIના નિર્ણયને કારણે એક વર્ષનો MCLR 8.65 ટકાથી વધીને 8.75 ટકા થયો છે. જ્યારે રાતોરાત MCLR 8.00 ટકાથી વધીને 8.10 ટકા થઈ ગયો છે. આ સાથે એક મહિના અને ત્રણ મહિના માટે MCLR 8.20 ટકાથી વધીને 8.30 ટકા થઈ ગયો છે. દરમિયાન, છ મહિનાનો MCLR 8.55 ટકાથી વધીને 8.65 ટકા, બે વર્ષનો MCLR 8.75 ટકાથી વધીને 8.85 ટકા અને ત્રણ વર્ષનો MCLR 8.85 ટકાથી વધીને 8.95 ટકા થયો છે.

    આ સમાચાર  પણ વાંચો : Fuel Price: ચૂંટણી બાદ આ રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો, કોંગ્રેસ સરકારે આ નિર્ણયને આપી દીધી લીલી ઝંડી..

    દરમિયાન, હોમ લોન અને કાર માટેની મોટાભાગની લોન એક વર્ષના MCLR સાથે જોડાયેલી હોય છે. આથી, NCLR સાથે સંબંધિત ન હોય તેવા ઉધાર લેનારાઓને તેની અસર થશે નહીં.  

  • RBI MPC: રિઝર્વ બેંકે લોનધારકોને આપી મોટી રાહત, રેપો રેટને લઈ ગવર્નર શક્તિકાંત દાસે લીધો આ મહત્વનો નિર્ણય..

    RBI MPC: રિઝર્વ બેંકે લોનધારકોને આપી મોટી રાહત, રેપો રેટને લઈ ગવર્નર શક્તિકાંત દાસે લીધો આ મહત્વનો નિર્ણય..

    News Continuous Bureau | Mumbai

    RBI MPC: ભારત (India) ની કેન્દ્રીય બેંક એટલે કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ની મોનેટરી પોલિસી કમિટી (MPC) એ સતત પાંચમી વખત રેપો રેટને 6.5 ટકા  યથાવત રાખ્યો છે. ત્યારે આનો અર્થ એ થયો કે RBI સામાન્ય લોકોને હોમ અને કાર લોન EMI પર રાહત આપશે. 

    આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે (Governor Shaktikant Das) દ્વિમાસિક નાણાકીય નીતિની સમીક્ષા રજૂ કરતાં જણાવ્યું હતું કે વૈશ્વિક અનિશ્ચિતતાઓ છતાં દેશની અર્થવ્યવસ્થા મજબૂત છે, આપણો પાયો મજબૂત છે. તેમજ ચાલુ નાણાકીય વર્ષ 2023-24 માટે આર્થિક વિકાસ દર (Growth rate) નો અંદાજ 6.5 ટકાથી વધારીને સાત ટકા કરવામાં આવ્યો છે. તે જ સમયે, છૂટક મોંઘવારીનો અંદાજ 5.4 ટકા પર જાળવી રાખવામાં આવ્યો છે.

    મહત્વનું છે કે રેપો રેટ (Repo rate) છેલ્લે ફેબ્રુઆરીમાં વધારીને 6.5 ટકા કરવામાં આવ્યો હતો. તે સમયથી રેપો રેટ સ્થિર છે. રેપો રેટમાં કોઈ ફેરફાર ન થવાને કારણે, હોમ અને કાર લોન (car loan) સહિત તમામ પ્રકારની લોનના EMIમાં ઘટાડા માટે રાહ જોઈ રહેલા લોકો નિરાશ થયા છે. હવે તેમને લોનની EMI ઘટાડવા માટે ફેબ્રુઆરી સુધી રાહ જોવી પડશે.

    મોંઘવારી ઘટાડવાના પ્રયાસો ચાલુ

    RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે, કેન્દ્રીય બેંક રિટેલ મોંઘવારી દરને 4 ટકા સુધી લાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે. વિશ્વમાં વધી રહેલી મોંઘવારીને કારણે મોંઘવારી (Inflation) ઘટાડવામાં મુશ્કેલી પડી રહી છે. જો કે ખાદ્યતેલ અને ચોખાના ભાવમાં ઘટાડાથી થોડી રાહત થઈ છે. જોકે ખાંડના વધતા ભાવ ચિંતાનો વિષય છે.

    આ સમાચાર પણ વાંચો : Union Budget 2024: નાણામંત્રી નિર્મલા સીતારણનું મોટું નિવેદન.. ચુંટણી પહેલા રજુ થશે બજેટ.. જાણો કેવું હશે આગામી વર્ષનું બજેટ..

    શિક્ષણ અને હોસ્પિટલમાં UPI દ્વારા 5 લાખ રૂપિયાની ચુકવણી

    UPI ટ્રાન્ઝેક્શન (UPI Transaction) માં મોટા ફેરફારની જાહેરાત કરતાં RBIએ કહ્યું કે 1 લાખ રૂપિયાના બદલે તમે શિક્ષણ સંસ્થાઓ અને હોસ્પિટલોમાં UPI દ્વારા 5 લાખ રૂપિયા સુધીની ચુકવણી કરી શકશો. RBIના આ પગલાથી લાખો લોકોને ફાયદો થશે.

    રેપો રેટ એ દર છે કે જેના પર રિઝર્વ બેંક અન્ય બેંકોને લોન આપે છે અને બેંકો આ નાણાં લોકોને લોન તરીકે આપે છે. આ કારણોસર, જ્યારે પણ રેપો રેટ (Repo Rate) માં ફેરફાર થાય છે, ત્યારે તેની સીધી અસર લોન (Loan) ની EMI પર પડે છે. એટલે કે જો રેપો રેટ વધે છે તો લોનની EMI પણ વધે છે.

    આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે કરી આ મહત્વપૂર્ણ બાબતોની જાહેરાત 

    તમામ MPC સભ્યો રેપો રેટને સ્થિર રાખવાની તરફેણમાં છે

    UPI પેમેન્ટ માટે ઑફલાઇન સુવિધા લાવવામાં આવશે

    ભારતીય અર્થવ્યવસ્થા સતત સારું પ્રદર્શન કરી રહી છે

    6માંથી 5 સભ્યો અનુકૂળ વલણ પાછું ખેંચવાની તરફેણમાં

    મુખ્ય ફુગાવો ઘટ્યો છે પરંતુ ખાદ્ય ફુગાવો હજુ પણ ખતરો છે

    નવેમ્બર અને ડિસેમ્બરમાં ખાદ્યપદાર્થો મોંઘા થતાં ફુગાવાના મોરચે ચિંતા

    ફ્લોટિંગ રેટ રિસેટ કરવા માટે નવા લોન નિયમો રજૂ કરવામાં આવશે

    ગ્રામીણ માંગમાં સતત સુધારો જોવા મળી રહ્યો છે.

    બેંકો અને કોર્પોરેટ્સની નાણાકીય સ્થિતિ મજબૂત  છે

    વિદેશી લોન દ્વારા ઇન્ફ્રા પ્રોજેક્ટ માટે ભંડોળ એકત્ર કરશે

    વૃદ્ધિ દર અંદાજ વધ્યો

    ચાલુ નાણાકીય વર્ષમાં છૂટક ફુગાવો 5.4 પર રહેવાની ધારણા છે.

    નાણાકીય વર્ષ 2024 માટે જીડીપી અંદાજ 6.5 થી વધીને 7 થયો

    ફુગાવાને અંકુશમાં લેવા અને આર્થિક વૃદ્ધિને વેગ આપવા માટે અનુકૂળ વલણ પાછું ખેંચવાનું વલણ અકબંધ છે.

    સ્થાનિક માંગને કારણે ભારતીય અર્થવ્યવસ્થાની ગતિ ચાલુ છે

    ઓક્ટોબર મહિનામાં 8 કોર સેક્ટરનો ગ્રોથ સારો રહ્યો હતો

    ખાદ્ય અને ઈંધણનો ફુગાવો જુલાઈથી ઘટ્યો છે

    ખાદ્ય ચીજવસ્તુઓમાં વધારાને કારણે છૂટક મોંઘવારી ફરી વધવાની શક્યતા છે.

    આ સમાચાર પણ વાંચો :  Maharashtra Politics: આ બરોબર નથી’, CM અજિત પવાર પર આ મામલે ભડક્યાં દેવેન્દ્ર ફડણવીસ, મહારાષ્ટ્રમાં ફરી ડખો.. જાણો સંપુર્ણ મામલો વિગતે..

     

  • Home Loan Cheaper: સપનાનું ઘર અને ગાડી લેવી બની સરળ! આ સરકારી બેંકે આપી મોટી ખુશખબર, સસ્તી કરી હોમ લોન; પ્રોસેસિંગ ફીમાં પણ કર્યો આટલા ટક્કા ઘટાડો.. જાણો અહીં…

    Home Loan Cheaper: સપનાનું ઘર અને ગાડી લેવી બની સરળ! આ સરકારી બેંકે આપી મોટી ખુશખબર, સસ્તી કરી હોમ લોન; પ્રોસેસિંગ ફીમાં પણ કર્યો આટલા ટક્કા ઘટાડો.. જાણો અહીં…

    News Continuous Bureau | Mumbai 

     Home Loan Cheaper: ભારતીય રિઝર્વ બેંક (RBI) ના રેપો રેટમાં કોઈ ફેરફાર ન કરવાના નિર્ણય બાદ એક બેંકે લોનના વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. બેંકે હોમ લોન (Home Loan) અને કાર લોન (Car Loan) ના વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. આ સાથે પ્રોસેસિંગ ફીમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. બેંક ઓફ મહારાષ્ટ્રે (Bank Of Maharashtra) શનિવારે વ્યાજ દરમાં ઘટાડા અંગે માહિતી આપી છે.

    દેશની સરકારી બેંકે હોમ અને કાર લોન પર 20 બેસિસ પોઈન્ટ્સ સુધીનો ઘટાડો કર્યો છે. આ ઘટાડા બાદ હવે હોમ લોન 8.60 ટકાથી 8.50 ટકા વ્યાજ પર મળશે. તે જ સમયે, કાર લોન 20 બેસિસ પોઈન્ટ્સ ઘટીને 8.70 ટકા થઈ ગઈ છે. બેંક ઓફ મહારાષ્ટ્રે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે નવા દર 14 ઓગસ્ટથી અમલી માનવામાં આવશે.

      ગ્રાહકોને બેવડો લાભ મળશે

    સરકારી બેંકે પોતાના નિવેદનમાં કહ્યું કે, અહીંથી લોન લેનારા ગ્રાહકોએ ઓછા વ્યાજે લોનની સાથે ઓછી પ્રોસેસિંગ ફી ચૂકવવી પડશે. આવી સ્થિતિમાં ગ્રાહકો પર દેવાનો બોજ ઓછો થશે. આ કારણે લોન લેનારા ગ્રાહકોની સંખ્યા પહેલા કરતા વધી શકે છે. બેંકે તેના નિવેદનમાં કહ્યું છે કે જે ગ્રાહકોએ અહીં પહેલાથી જ લોન લીધી છે. તેમની EMI ઘટાડવામાં પણ મદદ કરવામાં આવશે.

    આ સમાચાર પણ વાંચો : Nepal Tomato Export: નેપાળનાં ટામેટાં ખાશે ભારત! આયાતની તૈયારી વચ્ચે પડોશી દેશે મૂકી આ શરત.. વાંચો વિગતવાર અહીં..

     બેંકે પ્રોસેસિંગ ફી માફ કરી દીધી હતી

    લોનના વ્યાજ દરમાં ઘટાડા પહેલા સરકારી બેંકે મોટી જાહેરાત કરતા અનેક પ્રકારની લોન પર પ્રોસેસિંગ ફી માફ કરી દીધી હતી. બેંકે તેની ઉડાન ઝુંબેશના ભાગરૂપે શિક્ષણ લોન અને ગોલ્ડ લોન જેવી તેની અન્ય છૂટક યોજનાઓ માટેની પ્રોસેસિંગ ફી માફ કરી દીધી હતી. આનો અર્થ એ છે કે જો કોઈ વ્યક્તિ આ બેંકમાંથી શિક્ષણ અને સોના જેવી લોન લે છે, તો તેને પ્રોસેસિંગ ફી ચૂકવવાની જરૂર રહેશે નહીં.

     RBIએ લીધો મહત્વનો નિર્ણય

    નોંધપાત્ર રીતે, 8 ઓગસ્ટથી 10 ઓગસ્ટ દરમિયાન, ભારતીય રિઝર્વ બેન્કની નાણાકીય નીતિની બેઠક યોજાઈ હતી. બેઠક બાદ આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે સતત ત્રીજી વખત રેપો રેટને સ્થિર રાખવાનો નિર્ણય લીધો હતો. આ સાથે રિઝર્વ રેપો રેટ પણ યથાવત રાખવામાં આવ્યો હતો. હાલમાં આરબીઆઈ રેપો રેટ 6.5 ટકા પર સ્થિર છે. કેન્દ્રીય બેંકે મોંઘવારી અને અન્ય કારણોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે.

  • તહેવારોમાં કાર ખરીદવા માટે વ્યક્તિગત કરતાં ઓટો લોનનો વિકલ્પ છે વધુ સારો

    તહેવારોમાં કાર ખરીદવા માટે વ્યક્તિગત કરતાં ઓટો લોનનો વિકલ્પ છે વધુ સારો

    News Continuous Bureau | Mumbai

    તહેવારોની સિઝન(Festive season) શરૂ થઈ ગઈ છે. આમાં, તમે નવી કાર (New car) ખરીદવા માંગો છો, પરંતુ પૈસાની અછત છે, તો તમે લોન લઈને આ સ્વપ્ન પૂર્ણ કરી શકો છો. આ માટે તમારી પાસે બે વિકલ્પો છે. પ્રથમ, તમે ઓટો લોન(Auto Loan) લઈને કાર ખરીદી શકો છો. આ સપનું પર્સનલ લોન(Personal Loan) દ્વારા પૂરું કરી શકાય છે. રોકાણ સલાહકારો(Investment Advisors) કહે છે કે વ્યક્તિગત લોનને બદલે ઓટો લોન લઈને કાર ખરીદવી એ ઘણી રીતે વધુ સારો વિકલ્પ છે. પર્સનલ લોનની સરખામણીમાં ઓટો લોન સસ્તી છે અને આ માટે કોઈ વસ્તુ મોર્ગેજ કરવાની જરૂર નથી.તેને અસુરક્ષિત લોન(Unsecured loans) ગણવામાં આવે છે.તે ખૂબ જ મોંઘું છે અને તેને ઉંચુ વ્યાજ ચૂકવવું પડે છે.

    બેંકો હાલમાં આ લોન 9.30 %થી 12 %ના દરે આપી રહી છે.

    બેંકો અથવા નાણાકીય સંસ્થાઓ(Financial institutions) વ્યક્તિની માસિક કમાણી અને ક્રેડિટ સ્કોર(monthly earnings and credit scores) જોઈને આ લોન આપે છે.જો તમે રૂ. 10 લાખની કિંમતની કાર ખરીદવા માંગો છો અને EMI ચૂકવવા સક્ષમ છો, તો બેંકો અથવા નાણાકીય સંસ્થાઓ સામાન્ય રીતે આ મૂલ્યના 80-90 % સુધીની લોન આપે છે. ઘણી બેંકો 100% સુધી ફંડ આપે છે.ઓટો લોન એ સુરક્ષિત લોન છે. પર્સનલ લોન કરતાં સસ્તી.

    ઓછા વ્યાજને કારણે તેની EMI પણ તુલનાત્મક રીતે ઓછી છે.

    આ સમાચાર પણ વાંચો : માત્ર flipkart અને amazon જ નહીં પરંતુ એપલના સ્ટોરે પણ દુકાનોમાં સેલ જાહેર કર્યું- એપલની પ્રોડક્ટ પણ મળી રહ્યું છે આટલું ડિસ્કાઉન્ટ

    બેંકો હાલમાં 7.65 %થી 8.20 % વ્યાજે ઓટો લોન આપી રહી છે.બેંકો અથવા નાણાકીય સંસ્થાઓ ઓટો લોન આપતા પહેલા કારની કિંમત જુએ છે.ત્યાં સુધી કાર ગીરો છેઓટો લોન લઈને કાર ખરીદવાથી તમે જ્યાં સુધી લોનની સંપૂર્ણ ચુકવણી ન કરો ત્યાં સુધી તમને માલિકીનો અધિકાર મળતો નથી. ત્યાં સુધી તમારી નવી કારના દસ્તાવેજો બેંક અથવા નાણાકીય સંસ્થાઓ પાસે ગીરો છે.

     જો તમે નિર્ધારિત સમયગાળામાં લોનની ચુકવણી ન કરો, તો બેંક અથવા નાણાકીય સંસ્થા તમારી કારની હરાજી કરી શકે છે અને તમારા પૈસા વસૂલ કરી શકે છે.ઓટો લોન અથવા વ્યક્તિગત લોન માટે અરજી કરતી વખતે વ્યાજ દરોની તુલના કરો. સંબંધિત બેંકો અથવા નાણાકીય સંસ્થાઓના નિયમો અને શરતો શું છે તે પણ જુઓ. EMI ને વ્યાજ દરો સાથે પણ સરખાવો.

    આ સમાચાર પણ વાંચો : LIC પોલિસી લેવાના બદલી ગયા છે નિમય- ભૂલથી પણ આ ભૂલ ન કરતા- નહીંતર ડૂબી જશે બધા રૂપિયા