• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - cctv footage
Tag:

cctv footage

Dr. Umar Nabi દિલ્હી બ્લાસ્ટ ધમાકા પહેલાં આતંકી ડૉ. ઉમર નબી મસ્જિદ ગયો હતો! CCTVમાં કેદ
દેશવધુ સમાચાર

Dr. Umar Nabi: દિલ્હી બ્લાસ્ટ: ધમાકા પહેલાં આતંકી ડૉ. ઉમર નબી મસ્જિદ ગયો હતો! CCTVમાં કેદ થયો છેલ્લો ફૂટેજ, તપાસમાં નવો વળાંક.

by aryan sawant November 13, 2025
written by aryan sawant

News Continuous Bureau | Mumbai

Dr. Umar Nabi  દિલ્હીને હચમચાવનાર આતંકી ડૉક્ટર ઉમર નબીનો ચહેરો બેનકાબ થઈ ગયો છે. એક નવા CCTVમાં ઉમરનો ચહેરો સ્પષ્ટ દેખાયો છે. ડૉ. ઉમર ઉન નબી સોમવારે ધમાકાથી ઠીક પહેલાં લાલ કિલ્લા પાસેની તુર્કમાન ગેટ મસ્જિદમાં ગયો હતો. અહીં રસ્તા પર ચાલતા સમયે તે CCTV કેમેરામાં કેદ થયો છે.

મસ્જિદમાં નમાઝ અદા કરવા ગયો હોવાની શંકા

દિલ્હી પોલીસે CCTV ફૂટેજમાં આતંકી ઉમરના દેખાવાની પુષ્ટિ કરી છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ વિઝ્યુઅલ ધમાકાની જગ્યાથી થોડેક દૂર તુર્કમાન ગેટ વિસ્તારનો છે. વિસ્ફોટથી થોડીક વાર પહેલાં આતંકી ડૉક્ટર ઉમર ઉન નબી તુર્કમાન ગેટ મસ્જિદમાં ગયો હતો. થોડોક સમય મસ્જિદમાં વિતાવ્યા બાદ તે બહાર નીકળ્યો અને પછી અહીંથી કાર લઈને આગળ વધી ગયો હતો.

VIDEO | Delhi terror incident: CCTV visuals show suspect Dr Umar Nabi, who was driving the explosives-laden car, leaving the mosque near Turkman Gate before the blast on Monday evening.

(Source: Third Party)#Delhiattack

(Full video available on PTI Videos -… pic.twitter.com/oY8hDwfZSC

— Press Trust of India (@PTI_News) November 13, 2025

શર્ટ અને જીન્સ પહેરેલો ઉમર CCTVમાં કેદ

CCTV વીડિયો જોઈને ખબર પડે છે કે ત્યારે અંધારું થઈ ચૂક્યું હતું. માનવામાં આવી રહ્યું છે કે તે સાંજે નમાઝ અદા કરવા માટે મસ્જિદમાં ગયો હશે. પોલીસ આ વાતની તપાસ કરી રહી છે કે મસ્જિદમાં તે કેટલી વાર સુધી રહ્યો અને ત્યાં તેણે શું-શું કર્યું. મસ્જિદમાંથી બહાર નીકળ્યા બાદ તે રસ્તા પર ચાલતો દેખાયો. શર્ટ અને જીન્સ પહેરેલો ઉમર આજુબાજુ જોતો ચાલતો હતો.

આ સમાચાર પણ વાંચો : NIA raids: દેશભરમાં NIAની કાર્યવાહી: અલ-કાયદા સાથે જોડાયેલા લોકોની ધરપકડ, ૫ રાજ્યોમાં દરોડાથી હડકંપ.

12 કલાક સુધી અલગ-અલગ જગ્યાએ ફર્યો

તુર્કમાન ગેટની આ મસ્જિદથી વિસ્ફોટ સ્થળનું અંતર લગભગ 2 કિલોમીટરનું છે અને વધુ ટ્રાફિકને કારણે લગભગ 10 મિનિટનો સમય લાગે છે. ધમાકાના દિવસે સવારે 7 વાગ્યે જ ફરીદાબાદથી નીકળેલ આતંકી ઉમર 12 કલાક સુધી અહીંથી ત્યાં ફરતો રહ્યો હતો. તે કનૉટ પ્લેસ પણ ગયો હતો.

 

November 13, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Chhatrapati Sambhajinagar સનસનાટી! ભીડની વચ્ચે અચાનક 'ખૂની ખેલ', સરેઆમ હત્યાનો
રાજ્ય

Chhatrapati Sambhajinagar: સનસનાટી! ભીડની વચ્ચે અચાનક ‘ખૂની ખેલ’, સરેઆમ હત્યાનો ડરામણો વીડિયો CCTV માં કેદ!

by aryan sawant November 11, 2025
written by aryan sawant

News Continuous Bureau | Mumbai

Chhatrapati Sambhajinagar મહારાષ્ટ્રમાં છત્રપતિ સંભાજીનગરના વ્યસ્ત પૈઠણગેટ વિસ્તારમાં એક દિલ ધ્રુજાવી દેનારી ઘટના બની. અહીં સામાન્ય વિવાદે એટલું મોટું સ્વરૂપ લીધું કે એક યુવકનો જીવ જતો રહ્યો. પોલીસ અનુસાર, મૃતકની ઓળખ ૩૩ વર્ષના ઇમરાન અકબર કુરેશી તરીકે થઈ છે.ઘટના સોમવાર રાત્રે લગભગ સાડા નવ વાગ્યાની આસપાસની હોવાનું જણાવાયું છે. ઇમરાન રોજની જેમ ઇંડા ભુર્જીની લારી પર ખાવા આવ્યો હતો. તેણે પોતાની મોટરસાયકલ એક મોબાઈલ દુકાન – એમ.આર. મોબાઈલ્સની સામે ઊભી રાખી હતી. દુકાનના માલિક પરવેઝ શેખે બાઇક હટાવવા કહ્યું, જેના પર બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. જોતજોતામાં વિવાદ એટલો વધી ગયો કે પરવેઝે ગુસ્સામાં દુકાનમાંથી ચાકુ ઉઠાવ્યું અને સીધો ઇમરાનની ગરદન પર હુમલો કરી દીધો.

આ સમાચાર પણ વાંચો : Donald Trump: ભારત-અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં મોટો વેપાર કરાર, ટ્રમ્પે ટેરિફ ઘટાડવાની જાહેરાત કરી.

ભીડમાં થયો ખૂની ખેલ, આરોપી ઝડપાયો

ઇમરાન જમીન પર પડી ગયો અને થોડીક જ ક્ષણોમાં તેનું મૃત્યુ થઈ ગયું. આ આખી ઘટના ભીડભાડવાળા વિસ્તારમાં બની હતી, જ્યાં ઘણા ગ્રાહકો મોબાઈલ ખરીદવા આવ્યા હતા. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે તે સમયે દુકાનની સામે મહિલાઓ ખરીદી કરી રહી હતી, જેઓ અચાનક ખૂની ખેલ જોઈને ડરીને પાછળ હટી ગઈ.ઘટનાની જાણકારી મળતા જ ક્રાંતિ ચોક પોલીસ સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને વિસ્તારને ઘેરી લીધો. મુખ્ય આરોપી પરવેઝ શેખ અને તેના એક સાથીને રાત્રે જ પકડી લેવામાં આવ્યો છે. પોલીસે હત્યાનો ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી દીધી છે.

November 11, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
D-Mart thief ડી-માર્ટમાં શોપિંગના બહાને મહિલાઓના પર્સ ચોરી ક
મુંબઈ

D-Mart thief: ડી-માર્ટમાં શોપિંગના બહાને મહિલાઓના પર્સ ચોરી કરતો સિરિયલ ચોર ઝડપાયો

by aryan sawant November 8, 2025
written by aryan sawant

News Continuous Bureau | Mumbai

D-Mart thief   એમ.એચ.બી. કૉ. પો. થાણે પોલીસે એક મોટી સફળતા હાંસલ કરીને ડી-માર્ટ સ્ટોર્સમાં શોપિંગના બહાને પ્રવેશ કરીને મહિલાઓના પર્સ અને કિંમતી વસ્તુઓની ચોરી કરનાર એક કુખ્યાત સિરિયલ ગુનેગારની ધરપકડ કરી છે. આરોપીની ધરપકડથી જે ગુનો નોંધાયેલ છે તે સહિત મુલુંડ પોલીસ સ્ટેશનનો વધુ એક ગુનો પણ ઉકેલાયો છે.મુંબઈના દહિસર પશ્ચિમ વિસ્તારમાં, કાંદરપાડા ખાતે આવેલ ડી-માર્ટના ગ્રાઉન્ડ ફ્લોર પર આ ગુનાની ઘટના બની હતી. એક ૪૮ વર્ષીય ગૃહિણી (ફરિયાદી) જ્યારે તેમની સામાનની ટ્રોલીમાં પર્સ રાખીને ખરીદી કરી રહ્યા હતા, ત્યારે કોઈ અજાણ્યા વ્યક્તિએ તે પર્સ ચોરી લીધું હતું. ચોરાયેલી સંપત્તિમાં રોકડ રકમ ₹૮,૦૦૦/- નો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ચોરે એટીએમ કાર્ડનો ઉપયોગ કરીને એટીએમ મશીનમાંથી ₹૩૦,૦૦૦/- ની રકમ પણ કાઢી લીધી હતી. પર્સમાં આધાર કાર્ડ, પાન કાર્ડ જેવા મહત્ત્વના દસ્તાવેજો પણ ચોરાયા હતા.

સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ વિશ્લેષણથી ધરપકડ

પોલીસે ઘટનાસ્થળ અને આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ કરી. ફૂટેજમાં એક શંકાસ્પદ વ્યક્તિ ડી-માર્ટમાંથી કંઈપણ ખરીદ્યા વિના મહિલાના પર્સ જેવી વસ્તુ હાથમાં લઈને ઉતાવળમાં બહાર જતો જોવા મળ્યો. આ શંકાસ્પદ વ્યક્તિના ફોટા અને ફૂટેજ ગુપ્ત બાતમીદારો અને વોટ્સએપ ગ્રુપ પર મોકલવામાં આવ્યા હતા.બાંગુરનગર પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીને મળેલી વિશ્વસનીય માહિતીના આધારે એક વ્યક્તિની ઓળખ થઈ, જે રેકોર્ડ પરનો ચોર હતો. આ આરોપી સતત પોતાનું રહેઠાણ બદલતો હોવાની માહિતી મળતાં, પોલીસે તેના પરિવારના સીડીઆર (કોલ ડિટેલ રેકોર્ડ) નું ટેકનિકલ વિશ્લેષણ કરીને તેનો મોબાઈલ નંબર મેળવ્યો. મોબાઈલનું લોકેશન મીરા રોડ પૂર્વના પેણકરપાડા વિસ્તારનું મળતાં, પોલીસે સળંગ ૩ દિવસ ઓપરેશન ચલાવ્યું અને આખરે તેને તેના ઘરેથી કસ્ટડીમાં લીધો. પૂછપરછ દરમિયાન તેણે પોતાના ગુનાની કબૂલાત કરી લીધી અને તેની સત્તાવાર ધરપકડ કરવામાં આવી.

આ સમાચાર પણ વાંચો : Spider web: સંશોધકો પણ ચોંકી ગયા! અહીં મળ્યું દુનિયાનું સૌથી મોટું કરોળિયાનું જાળું, અંદરનું રહસ્ય જાણીને રૂંવાડા ઊભા થઈ જશે!

ચોરાયેલો મુદ્દામાલ જપ્ત

આરોપીની પૂછપરછમાં પોલીસને ગુનામાં ચોરાયેલા ₹૨૨,૫૦૦/- રોકડ રકમ ઉપરાંત ૨૦ ગ્રામ વજનના સોનાના દાગીના (જેમાં ચેઇન, બ્રેસલેટ અને કાનની બુટ્ટીઓનો સમાવેશ થાય છે) પણ મળી આવ્યા હતા, જે તેણે મુલુંડ ખાતેના ડી-માર્ટમાંથી ચોરી કર્યા હોવાનું કબૂલ્યું હતું. આ ઉપરાંત, તેની પાસેથી જુદી જુદી કંપનીના ૮ મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા હતા, જે તેને ડી-માર્ટમાં ચોરી કરતી વખતે મહિલાઓના પર્સમાંથી મળ્યા હતા. પોલીસે કુલ ₹૩,૪૨,૫૦૦/- ની કિંમતનો મુદ્દામાલ હસ્તગત કર્યો હતો, જેમાં રોકડ રકમ ₹૨૨,૫૦૦/-, સોનાના દાગીના (આશરે ₹૨,૦૦,૦૦૦/- ની કિંમતના) અને ૮ મોબાઈલ ફોન (આશરે ₹૧,૨૦,૦૦૦/- ની કિંમતના) નો સમાવેશ થાય છે.

 

November 8, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Delhi Acid Attack દિલ્હી કાંડની સંપૂર્ણ ક્રોનોલોજી વિદ્યાર્થીનીનો 'હુમલા'નો દાવો ખોટો
દેશ

Delhi Acid Attack: દિલ્હી કાંડની સંપૂર્ણ ક્રોનોલોજી: વિદ્યાર્થીનીનો ‘હુમલા’નો દાવો ખોટો, પોલીસે CCTV દ્વારા સત્ય ઉજાગર કર્યું

by aryan sawant October 28, 2025
written by aryan sawant

News Continuous Bureau | Mumbai

Delhi Acid Attack દિલ્હીના ભારત નગર વિસ્તારમાં 26 ઓક્ટોબરની સવારે થયેલા કથિત એસિડ એટેક કેસમાં અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે આ ઘટના બનાવટી હતી. પીડિતાના પિતા અકીલએ લાંબા સમયથી ચાલી રહેલા વિવાદના કારણે એક વ્યક્તિને ફસાવવા માટે આ ષડયંત્ર રચ્યું હતું. પિતા અકીલે કબૂલ્યું છે કે તેણે આરોપી જીતેન્દ્રને ફસાવવા માટે પુત્રી પર જાતે જ ટોયલેટ ક્લીનર નાખીને આખો એસિડ એટેકનો ડ્રામા કર્યો હતો. તપાસ દરમિયાન પીડિતાના નિવેદનો અને સ્થળ પરના તથ્યો વચ્ચે મેળ ન ખાતા પોલીસને શંકા ગઈ હતી. આ કેસમાં પિતા અકીલની ધરપકડ કરવામાં આવી છે અને તેની પૂછપરછ ચાલુ છે.

‘એસિડ’ નહીં પણ ‘ટોયલેટ ક્લીનર’ હતું!

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, દરોડા અને પૂછપરછમાં સામે આવ્યું કે પીડિતા પર જે પ્રવાહી ફેંકાયું હતું, તે એસિડ નહીં પરંતુ સામાન્ય ટોયલેટ ક્લીનર હતું. પોલીસ દ્વારા જીતેન્દ્રને ફસાવવાના આરોપના આધારે પિતા અકીલની ધરપકડ કરવામાં આવી હતી. પૂછપરછમાં તેણે ખુલાસો કર્યો કે તેણે એસિડ એટેકની વાર્તા બનાવી હતી અને હુમલામાં વપરાયેલું પ્રવાહી ટોયલેટ ક્લીનર જ હતું. વધુમાં, પીડિતાએ ઈ-રિક્ષામાંથી ઉતર્યા બાદ કથિત રીતે પોતાના હાથ પર આ ટોયલેટ ક્લીનર જાતે જ નાખ્યું હતું અને જોરથી બૂમો પાડવા લાગી હતી. પોલીસને એ પણ જાણવા મળ્યું કે આ પ્રવાહી વિદ્યાર્થીની તેના બેગમાં ઘરેથી જ લઈને આવી હતી.

ઘટનાસ્થળથી 5 કિમી દૂર હતો મુખ્ય આરોપી

પોલીસની તપાસમાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો, જ્યારે પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે ઘટના સમયે મુખ્ય આરોપી ગણાવાતા જીતેન્દ્ર નું લોકેશન કરોલ બાગમાં હતું, જે ઘટના સ્થળથી લગભગ 5 કિલોમીટર દૂર છે. આ ઉપરાંત, ઘટનાસ્થળે તપાસ કરવા આવેલી ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની ટીમને પણ તેજાબના કોઈ નિશાન કે ફેંકાયેલી કોઈ બોટલ મળી નહોતી. CCTV ફૂટેજમાં પણ હુમલાખોરોની કોઈ ઝલક ન મળી, જેનાથી સ્પષ્ટ થયું કે હુમલાની વાત ખોટી હતી અને સમગ્ર ઘટના એક પૂર્વ આયોજિત કાવતરું હતું.

આ સમાચાર પણ વાંચો : Maharashtra ATS: મહારાષ્ટ્ર ATSની મોટી કાર્યવાહી: પૂણેથી શંકાસ્પદ આતંકવાદી ની ધરપકડ; કટ્ટરપંથી સંગઠનો સાથે સંબંધોની આશંકા

લાંબા સમયથી ચાલી રહેલા વિવાદની ક્રોનોલોજી

પોલીસે જણાવ્યું કે, આરોપી પિતા અકીલે માત્ર જીતેન્દ્રને જ નહીં, પણ અન્ય બે વ્યક્તિઓ ઈશાન અને અરમાનને પણ ખોટા કેસમાં ફસાવવાનો પ્રયાસ કર્યો હતો, જેમની સાથે તેનો લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. પોલીસના મતે, આ બંને પરિવારો વચ્ચે બાહ્ય દિલ્હીના મંગોલપુરીમાં એક પ્રોપર્ટીને લઈને લાંબા સમયથી ઝઘડો ચાલી રહ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે, 2018માં ઈશાનની માતા શબનમે પણ અકીલ વિરુદ્ધ બળાત્કારનો આરોપ લગાવ્યો હતો, જે કેસ હજી પણ કોર્ટમાં ચાલી રહ્યો છે. તે જ વર્ષે શબનમે અકીલ પર તેજાબથી હુમલો કરવાનો પણ આરોપ લગાવ્યો હતો. આ જુના વિવાદનો બદલો લેવા અને પ્રોપર્ટી વિવાદમાં ફાયદો મેળવવા માટે અકીલે આ નકલી એસિડ એટેકનું ષડયંત્ર રચ્યું હતું.

October 28, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Ashish Kapoor Gets Bail in Alleged Rape Case from Delhi's Tis Hazari Court
મનોરંજન

Ashish Kapoor: ટીવી એક્ટર આશિષ કપૂરને રેપ કેસમાં જામીન, જાણો કેમ તીસ હજારી કોર્ટ એ લીધો આ મહત્વપૂર્ણ નિર્ણય

by Zalak Parikh September 12, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Ashish Kapoor: ટીવી એક્ટર આશિષ કપૂર ને તીસ હજારી કોર્ટ દ્વારા રેપ કેસમાં જામીન આપવામાં આવ્યા છે. આશિષને 2 સપ્ટેમ્બરના રોજ પુણે માંથી ધરપકડ કરવામાં આવી હતી. 6 સપ્ટેમ્બરે તેને 14 દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. રિપોર્ટ મુજબ 10 સપ્ટેમ્બરે એએસજે ભુપિન્દર સિંહે એક લાખના જામીન બોન્ડ અને એટલી જ રકમના શ્યોરિટી બોન્ડના આધારે જામીન મંજૂર કર્યા

આ સમાચાર પણ વાંચો : Sunjay Kapur Assets Row: સંજય કપૂર મિલકત વિવાદ પર યાચિકા દાખલ કરી ચૂકેલા કરિશ્મા ના બાળકો ને પ્રિયા કપૂર એ કર્યો આવો સવાલ

કોર્ટના નિર્ણય પાછળના કારણો

જામીન આપતી વખતે કોર્ટ દ્વારા વકીલની દલીલો, રેકોર્ડ પર રહેલી માહિતી, CCTV ફૂટેજ અને આરોપી તપાસ માટે જરૂરી નથી તે મુદ્દાઓ પર વિચાર કરવામાં આવ્યો. કોર્ટએ નોંધ્યું કે પોલીસ દ્વારા માંગવામાં આવેલી 5 દિવસની કસ્ટડીમાંથી માત્ર 4 દિવસ મંજૂર કરવામાં આવ્યા હતા અને આરોપીને 3 દિવસમાં જ રજૂ કરવામાં આવ્યો.કોર્ટએ તપાસમાં ખામીઓની પણ ચર્ચા કરી. પોલીસ કસ્ટડી દરમિયાન આરોપીનો મોબાઇલ ફોન મેળવવા માટે કોઈ ગંભીર પ્રયાસ કરવામાં આવ્યો નહોતો. કાયદા મુજબ કોઈ સર્ચ પણ કરવામાં આવ્યું નહોતું. રેકોર્ડમાં એવું કંઈ નથી કે આરોપીએ તપાસમાં સહકાર આપ્યો ન હોય.

 

View this post on Instagram

 

A post shared by Ashish Kapoor❤ (AK) (@ashishholic)


આશિષ કપૂરની તરફથી લડી રહેલા વકીલ  હાજર રહ્યા. વકીલ એ દલીલ કરી કે આ કેસ માત્ર પૈસા ઉઘરાવવાના ઈરાદાથી દાખલ કરવામાં આવ્યો છે. ફરિયાદી અગાઉ પણ અનેક ફરિયાદો નોંધાવી ચૂકી છે, જેમાં જનકપુરી પોલીસ સ્ટેશનમાં પોતાના મકાનમાલિક વિરુદ્ધ પણ ફરિયાદ કરી હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

September 12, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

Maratha agitation: મુંબઈમાં પોલીસ બંદોબસ્તમાં વ્યસ્ત હોવાનો ફાયદો ઉઠાવી ચોરોએ કપડાની દુકાનમાંથી ચોરી કરી; ઓળખ છુપાવવા માટે ભગવા ગમછાનો ઉપયોગ કર્યાની શંકા

by Dr. Mayur Parikh September 2, 2025
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai
Maratha agitation / Maratha Protest: મુંબઈના આઝાદ મેદાનમાં ચાલી રહેલા મરાઠા અનામત આંદોલનમાં પોલીસ વ્યસ્ત છે, ત્યારે ચોરોએ આ પરિસ્થિતિનો લાભ ઉઠાવ્યો છે. ફોર્ટ વિસ્તારમાં એક કપડાની દુકાનના શટરનું તાળું તોડી ચોરીની ઘટના સામે આવી છે. આ ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, જેમાં ચોરોના હાથ અને ખભા પર ભગવા ગમછા જોવા મળે છે. પોલીસે આ ચોરો ભગવા ગમછાનો ઉપયોગ કરીને પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે કે કેમ તેની તપાસ શરૂ કરી છે. આ મામલે માતા રમાબાઈ આંબેડકર માર્ગ પોલીસ સ્ટેશનમાં ઘરફોડીનો ગુનો નોંધવામાં આવ્યો છે.

આંદોલનકારીઓની આડમાં ચોરી

છેલ્લા ચાર દિવસથી મુંબઈના આઝાદ મેદાન વિસ્તારમાં મરાઠા અનામત માટે આંદોલન ચાલી રહ્યું છે. આ આંદોલનમાં ભાગ લેવા માટે મહારાષ્ટ્રના ગામડાઓમાંથી હજારોની સંખ્યામાં મરાઠા આંદોલનકારીઓ સીએસએમટી વિસ્તારમાં પહોંચ્યા છે. છેલ્લા ચાર દિવસથી સમગ્ર દક્ષિણ મુંબઈ ભગવી ટોપીઓ અને ગળામાં ભગવા ગમછા પહેરેલા આંદોલનકારીઓથી ભરાઈ ગયું છે, જેના કારણે આ વિસ્તારના ઘણા વેપારીઓએ તેમની દુકાનો અને ઓફિસો બંધ રાખી છે. આ પરિસ્થિતિનો લાભ લઈને ચોરોએ દુકાનોને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે.

Some goons of Jarange Patil did looted cloth store at Fort Mumbai when it was closed on Sunday.

The incident got caught on CCTV footage…

Hope the Hon’ble High Court now atleast take cognizance of this so called protest and take sumoto action. pic.twitter.com/J9VTdFCHZQ

— Sameet Thakkar (Modi Ka Parivar) (@thakkar_sameet) September 1, 2025

રૂ. 6000ની રોકડ અને કપડાની ચોરી

આ ચોરીનો ભોગ બનેલા વેપારીનું નામ અમિત ગાલા છે, જેઓ અંધેરીમાં રહે છે. તેમની ફોર્ટ વિસ્તારમાં જેબી હાઉસમાં કપડાની દુકાન છે. શનિવારે રાત્રે તેઓ દુકાન બંધ કરીને ગયા હતા. રવિવારે સવારે જ્યારે તેઓ દુકાન ખોલવા આવ્યા, ત્યારે તેમના શટરનું તાળું તૂટેલું જોવા મળ્યું. દુકાનમાં તપાસ કરતા, તેમને રૂ. 6000ની રોકડ અને કેટલાક કપડાની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું. ચોરોએ બાજુની દુકાનનું તાળું તોડવાનો પણ પ્રયાસ કર્યો હતો.

આ સમાચાર પણ વાંચો : Maratha reservation: મુંબઈમાં આંદોલન કે મુંબઈ દર્શન? શહેરભરમાં નારાજગી

સીસીટીવી ફૂટેજથી તપાસ શરૂ

અમિત ગાલાએ આ અંગે તરત જ માતા રમાબાઈ આંબેડકર માર્ગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને સીસીટીવી (CCTV) ફૂટેજ તપાસ્યા. ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે કેટલાક અજાણ્યા લોકોના હાથ અને ખભા પર ભગવા ગમછા હતા. પોલીસે અજાણ્યા ચોરો સામે ઘરફોડીનો ગુનો નોંધ્યો છે અને સીસીટીવીમાં કેદ થયેલા આરોપીઓની શોધ કરી રહી છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ ચોરો કોણ છે અને તેમણે પોલીસને ગેરમાર્ગે દોરવા માટે ભગવા ગમછાનો ઉપયોગ કર્યો છે કે કેમ તેની તપાસ ચાલી રહી છે.

September 2, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Bull Scooty Rides bull rides scooty on road in rishikesh of uttarakhand cctv footage goes viral
પાલતુ અને પ્રાણીઓ

Bull Scooty Rides :ગજબ થઈ ગયો! ઋષિકેશમાં કોઈ માણસે નહીં પણ આખલાએ ચોરી કર્યું સ્કૂટર, વીડિયો જોઈ લોકો રહી ગયા દંગ..

by kalpana Verat May 2, 2025
written by kalpana Verat

 

 Bull Scooty Rides :તમે ઘણીવાર  રસ્તાઓ પર પાર્ક કરેલા વાહનો ચોરાઈ જવાના કિસ્સા સાંભળ્યા, જોયા કે વાંચ્યા હશે. જેમાં તપાસ બાદ જાણવા મળે છે કે આ પાછળ કોઈનો હાથ છે. કોઈ વ્યક્તિ ચોરના વેશમાં આવે છે અને સામાન્ય રીતે કાર કે બાઇક ચોરીને ભાગી જાય છે, પરંતુ ઉત્તરાખંડના ઋષિકેશમાં મામલો અલગ છે. આ વખતે, સ્કૂટર ચોરવાની હિંમત કોઈ માણસે નહીં પણ એક આખલાએ કરી છે. એક આખલો સ્કૂટર ચોરીને ભાગી રહ્યો હોવાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.  

 Bull Scooty Rides :ઋષિકેશમાં સ્કૂટી ચોરીનો કિસ્સો કંઈક અલગ છે 

સોશિયલ મીડિયા પર યુઝર દ્વારા વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. જેના કેપ્શનમાં લખ્યું છે કે તમે લોકોને સ્કૂટી ચોરી કરતા ઘણી વાર જોયા હશે, પરંતુ ઋષિકેશમાં સ્કૂટી ચોરીનો કિસ્સો કંઈક અલગ છે. અહીંની શેરીઓમાં ફરતા રખડતા અખલાઓ પણ બાઇક અને સ્કૂટરના શોખીન છે. 32 સેકન્ડના આ વીડિયોમાં ઋષિકેશની એક શેરી દેખાય છે. બે લોકો ત્યાં જઈ રહ્યા છે અને તેમની બાજુમાં એક બળદ પણ ઉભો છે. બળદની બાજુમાં એક સફેદ રંગનું સ્કૂટર પણ છે. લોકો જતાની સાથે જ, ભગવાન જાણે બળદના મનમાં શું આવ્યું, તેણે સ્કૂટરને જોરથી ધક્કો માર્યો અને તેના પર સવાર થઈને આગળ વધ્યો.

 Bull Scooty Rides :જુઓ વિડીયો 

इंसानों को स्कूटी चोरी करते हुए बहुत बार देखा होगा लेकिन ऋषिकेश में स्कूटी चोरी का मामला कुछ अलग है। यहां गली में घूमने वाले आवारा सांड भी बाइक स्कूटी का शौक रखते है। pic.twitter.com/37TRoCzhcb

— bhUpi Panwar (@askbhupi) May 2, 2025

 Bull Scooty Rides :પછી અંતે સ્કૂટર આ રીતે અટકી ગયું…

સીસીટીવી ફૂટેજના પહેલા 10-12 સેકન્ડમાં, સ્કૂટર પૂરપાટ ઝડપે જઈ રહ્યું છે, પછી બ્રેક વિશે જાણ ન હોવાને કારણે, બળદ સ્કૂટરને પકડીને દિવાલ સાથે અથડાવે છે. જેના કારણે તે પડવાથી બચી જાય છે. તે પછી, તે તેના ચાર પગ પર પાછો આવે છે અને પૂંછડી હલાવતો ચાલ્યો જાય છે. હવે આ વીડિયો લોકોમાં ચર્ચાનો વિષય બની ગયો છે.  એક યુઝરે લખ્યું – મેં આ પહેલી વાર જોયું છે. બીજા એક યુઝરે પૂછ્યું કે તેની પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ છે કે નહીં? ત્રીજા યુઝરે હાસ્ય ઇમોજી સાથે પ્રતિક્રિયા આપી અને કહ્યું, બળદ ભાઈ આ બધું શું છે?

આ સમાચાર પણ વાંચો :  Paresh Rawal Urine Therapy: પરેશ રાવલ બાદ હવે આ અભિનેત્રી એ આપી મૂત્ર ના સેવન પર પ્રતિક્રિયા,જણાવ્યા તેના ફાયદા

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

May 2, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Dead Infant Found in Trash Bin at Mumbai Airport
મુંબઈ

Mumbai Airport :મુંબઈ એરપોર્ટ પર શૌચાલયની કચરાપેટીમાં મળ્યું મૃત નવજાત

by kalpana Verat March 27, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai 

  Mumbai Airport : મુંબઈ એરપોર્ટ  પર છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાનતળના ટર્મિનલ-2ના શૌચાલયમાં કચરાપેટીમાં નવજાતનું મૃતદેહ મળ્યું છે. સહાર પોલીસ (Sahar Police) દ્વારા પ્રાથમિક તપાસ માટે કૂપર હોસ્પિટલ (Cooper Hospital) મોકલવામાં આવ્યું છે. આ મામલે સહાર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને વિમાનતળ પરિસરના સીસીટીવી ફૂટેજ (CCTV Footage) તપાસવામાં આવી રહ્યા છે.

  Mumbai Airport : કચરાપેટીમાં મળ્યું નવજાત નવજાત

 મંગળવાર રાત્રે 11 વાગ્યાની આસપાસ, સફાઈ કર્મચારીઓ શૌચાલયની સફાઈ કરી રહ્યા હતા ત્યારે કચરાપેટીમાં લોહીથી ખદબદ શબ મળ્યું. સફાઈ કર્મચારીઓએ આ અંગે વિમાનતળ સુરક્ષા રક્ષકોને જાણ કરી. સુરક્ષા રક્ષકોએ આ બાબત સહાર પોલીસને જાણ કરતા, પોલીસ ઘટના સ્થળે પહોંચી અને કચરાપેટીમાંથી નવજાત અર્બકનો મૃતદેહ કબજે કર્યો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ નવજાત પુરૂષ જાતિનું છે. મૃતદેહને કૂપર હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે અને અજાણ્યા મહિલાના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. શૌચાલયની કચરાપેટીમાં નવજાતનો મૃતદેહ કોણે નાખ્યો તે અંગે તપાસ ચાલી રહી છે. પોલીસ ટર્મિનલ-2ના સીસીટીવી ફૂટેજ તપાસી રહી છે અને જલદી જ આ કૃત્ય કરનાર વ્યક્તિની ઓળખ કરી તેની ધરપકડ કરવામાં આવશે. આ ઘટના વિમાનતળના ટર્મિનલ-2ના શૌચાલયમાં બની છે. પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજની તપાસ ચાલુ છે અને વિમાનતળ પરિસરમાં સુરક્ષા વધારવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો : Kunal Kamra controversy: કુણાલ કામરા બરાબરનો ફસાવાનો છે. પોલીસ દ્વારા વધારાની મુદત નકારી; બીજું સમન્સ જાર

March 27, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
allu arjun was forcefully took out of theater hyderabad police release cctv footage
મનોરંજન

Allu arjun: હૈદરાબાદ પોલીસે અલ્લુ અર્જુન ના દાવા પર કર્યો પલટવાર, સીસીટીવી ફૂટેજ થી પુષ્પા ની ખોલી પોલ

by Zalak Parikh December 23, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Allu arjun: અલ્લુ અર્જુન ની ફિલ્મ પુષ્પા 2 ના સ્ક્રીનિંગ દરમિયાન તેના ફેવરેટ સ્ટાર ને જોવા ત્યાં ભીડ એકઠી થઇ હતી ત્યારબાદ થિયેટર માં નાસભાગ થઇ હતી  આ દરમિયાન નાસભાગ થતાં અલ્લુ અર્જુન ને બહાર કાઢવામાં આવ્યો હતો.જેમાં રેવતી નામ ની 35 વર્ષ ની મહિલા નું નિધન થયું હતું અને તેનો 8 વર્ષ નો દીકરો ઘાયલ થયો હતો. હૈદરાબાદ પોલીસે એક વીડિયો જાહેર કર્યો છે જેમાં અધિકારીઓ એક્ટરને બહાર લઈ જતા જોવા મળી રહ્યા છે, આ વીડિયોના આધારે દાવો કરવામાં આવી રહ્યો છે કે પોલીસને એક્ટરને બહાર લઈ જવી પડી હતી.

આ સમાચાર પણ વાંચો : Sharvari Godrej Professional: શર્વરી બની ગોદરેજ પ્રોફેશનલની પ્રથમ બ્રાન્ડ એમ્બેસેડર

 

હૈદરાબાદ પોલીસે અલ્લુ અર્જુન ના દાવા પર કર્યો પલટવાર 

પોલીસે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, “અમારે અલ્લુ અર્જુન કે અન્ય કોઈ સાથે કોઈ અંગત દુશ્મનાવટ નથી. ફિલ્મનું પ્રમોશન લોકોની સુરક્ષા કરતાં વધુ મહત્વનું નથી. તેઓ ફિલ્મોમાં હીરો બને છે પણ વાસ્તવિક દુનિયામાં તેમને સમજવું જોઈએ કે સમાજની સમસ્યાઓ શું છે. અલ્લુ અર્જુનના મેનેજર સંતોષને મૃત્યુ વિશે સૌ પ્રથમ જાણ કરવામાં આવી હતી જ્યારે તે થિયેટરમાં હતો. અમે તેમને એમ પણ કહ્યું કે પરિસ્થિતિ કાબૂ બહાર જઈ રહી છે અને એક છોકરો હોસ્પિટલમાં દાખલ છે. પરંતુ સંતોષ અને અન્ય વ્યક્તિએ અમને અભિનેતાને મળવા ન દીધા.” રેવંત રેડ્ડીએ આરોપ લગાવ્યો કે પોલીસની પરવાનગી ન હોવા છતાં અલ્લુ અર્જુન 4 ડિસેમ્બરે સિનેમા હોલમાં પહોંચ્યો જ્યાં ‘પુષ્પા-2’ બતાવવામાં આવી રહી હતી.મુખ્યમંત્રીએ આરોપ લગાવ્યો કે નાસભાગમાં એક મહિલાના મૃત્યુ પછી પણ અભિનેતા સિનેમા હોલમાંથી બહાર નીકળ્યો ન હતો, જેના પછી પોલીસે તેને બળજબરીથી બહાર કાઢવો પડ્યો હતો. રેડ્ડીએ અલ્લુ અર્જુનને રોડ શોનું આયોજન કરવા અને ભારે ભીડ હોવા છતાં ભીડને હલાવવા માટે દોષી ઠેરવ્યો હતો.

పోలీసులు తనను కలవలేదు.. తనకేమీ చెప్పలేదని.. అబద్దాన్ని పదేపదే చెప్పి నిజం చేద్దామని అడ్డంగా బుక్కైన అల్లు అర్జున్… #alluarjunarrested #pushpa2 #AlluArjun #telanganapolice pic.twitter.com/uofo7HWWWk

— Pink Scribe (@PinkScribe_) December 22, 2024


અલ્લુ અર્જુને તરત જ આ આરોપને નકારી કાઢતા કહ્યું કે આ સાચું નથી, પોલીસ તેના માટે રસ્તો બનાવી રહી હતી અને તે તેમની સૂચનાથી સ્થળ પર પહોંચ્યો હતો. કોઈનો પણ ઉલ્લેખ કર્યા વિના, તેમણે ભીડ પર લહેરાવીને રોડ શો કર્યો હોવાના આરોપોને પણ નકારી કાઢ્યા.આ વિશે વાત કરતા અલ્લુ અર્જુને કહ્યું, ‘જો કોઈ પરવાનગી ન હોત, તો તેઓએ અમને પાછા ફરવાનું કહ્યું હોત અને હું કાયદાનું પાલન કરતો નાગરિક છું. હું તેને અનુસર્યો હોત. આવી કોઈ માહિતી મને આપવામાં આવી નથી. હું તેમની સૂચનાઓનું પાલન કરી રહ્યો હતો અને આ કોઈ રોડ શો નહોતો.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

December 23, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
પાલતુ અને પ્રાણીઓ

Stray Dogs Attacked : રખડતા કૂતરાઓના આતંક, ઘાતકી હુમલામાં 68 વર્ષીય વૃદ્ધ મહિલા થઇ ઘાયલ; જુઓ વિડીયો..

by kalpana Verat December 7, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

 Stray Dogs Attacked : થાણેના ટીટવાલામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં રખડતા કૂતરાઓના હુમલામાં એક મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ છે. આ ઘટના કલ્યાણ નજીક ટિટવાલાની એક સોસાયટીમાં બની હતી. રાત્રિના સુમારે 4 કૂતરાઓએ આ મહિલા પર હુમલો કર્યો હતો. આ ઘટનાનો CCTV વીડિયો સામે આવ્યો છે અને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કૂતરાના હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલી મહિલાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ બનાવથી ટીટવાલામાં ખળભળાટ મચી ગયો છે.

 Stray Dogs Attacked : જુઓ વિડીયો 

 

#कल्याण टिटवाळा येथे भटक्या #कुत्र्यांचा महिलेला गंभीर #जखमी करणारा #हल्ला; घटना #सीसीटीव्हीत कैद#टिटवाळा #DOGATTACK #कुत्र्यांचाहल्ला #kalyan #news pic.twitter.com/pBuK3r8iNe

— Maharashtra Crime Spot (@MahaSpot) December 7, 2024

 Stray Dogs Attacked : મહિલાને ગંભીર ઇજા પહોંચી 

પ્રાપ્ત માહિતી અનુસાર, આ ચોંકાવનારી ઘટના કલ્યાણ નજીક ટિટવાલામાં બની હતી. શુક્રવારે રાત્રીના સુમારે રખડતા કૂતરાઓના હુમલામાં એક મહિલાને ગંભીર ઇજા પહોંચી હતી. રખડતા કૂતરાઓનો આ હુમલો સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. રખડતા કૂતરાઓ ત્રણ મિનિટથી વધુ સમય સુધી મહિલા પર હુમલો કરી રહ્યા હતા.  આ હુમલામાં આ મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ છે. હાલમાં આ મહિલા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

આ સમાચાર પણ વાંચો: Mumbai Hit and run : મુંબઈમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના, ઝડપભેર પાણીના ટેન્કરે મારી ટક્કર; 25 વર્ષીય મોડલનો લીધો જીવ.

 Stray Dogs Attacked : આ વિસ્તારમાં રખડતા કૂતરાઓમાં ભારે વધારો

આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. સ્ત્રી પર હુમલો કરતા રખડતા કૂતરાઓનો આતંક જોઈને તમે ધ્રૂજી જશો. કલ્યાણ-ડોમ્બિવલીની આસપાસના વિસ્તારમાં રખડતા કૂતરાઓમાં ભારે વધારો થયો છે. રખડતા કૂતરાઓનો ઉપદ્રવ દિવસેને દિવસે વધી રહ્યો હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. સ્થાનિક વહીવટીતંત્ર આ બાબતે ધ્યાન આપે અને પગલાં ભરે તેવી નાગરિકો માંગ કરી રહ્યા છે. આ કૂતરાઓમાં શહેરીજનોની સાથે બાળકોની સલામતીનો પ્રશ્ન પણ સામે આવ્યો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

December 7, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક