• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - cds
Tag:

cds

Technology is revolutionizing military affairs Chief of Defense Staff General Anil Chauhan
દેશવિજ્ઞાન-ટેકનોલોજી

Technology : ટેકનોલોજી લશ્કરી બાબતોમાં ક્રાંતિ લાવી રહી છેઃ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ

by Hiral Meria May 12, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

Technology : ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ ( CDS ) જનરલ અનિલ ચૌહાણે જણાવ્યું છે કે ટેક્નોલોજી સૈન્ય બાબતોમાં ક્રાંતિ લાવી રહી છે, વર્તમાન તકનીકોના એકીકરણ અને ભવિષ્યની ઉભરતી તકનીકોમાં રોકાણની જરૂરિયાત પર ભાર મૂકે છે. તેઓ 11 મે, 2024ના રોજ રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ નિમિત્તે અણુ ઉર્જા વિભાગના વૈજ્ઞાનિકો અને ઇજનેરોની સભાને સંબોધિત કરી રહ્યા હતા. CDSએ BARC, મુંબઈ ખાતે ‘સોસાયટી માટે અણુઓ: સુરક્ષિત પાણી, ખાદ્ય અને આરોગ્ય’ પર બે દિવસીય વિષયવાર કાર્યક્રમનું પણ ઉદ્ઘાટન કર્યું. 

જનરલ અનિલ ચૌહાણે ( Anil Chauhan ) જણાવ્યું હતું કે, આ વર્ષની થીમ, ‘સોસાયટી માટે અણુઓ: સુરક્ષિત પાણી, ખાદ્ય અને આરોગ્ય’, આપણા સમાજની સૌથી વધુ ગંભીર સમસ્યાઓના નિરાકરણમાં વિજ્ઞાન અને ટેકનોલોજીની નિર્ણાયક ભૂમિકા પર પ્રકાશ પાડે છે.

Technology is revolutionizing military affairs Chief of Defense Staff General Anil Chauhan

Technology is revolutionizing military affairs Chief of Defense Staff General Anil Chauhan

 

CDSએ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ( National Technology Day ) રાષ્ટ્રના ઐતિહાસિક શક્તિ પર ભાર આપ્યો, રાષ્ટ્રીય સુરક્ષા ( National security ) માટે જરૂરી તકનીકોને સાકાર કરવા માટે કલ્પનાશીલ ભાવનાના પુનરુત્થાનને પ્રોત્સાહન આપ્યું. તેમણે કહ્યું કે આ વિજ્ઞાન અને ટેક્નોલોજીમાં થયેલી નોંધપાત્ર પ્રગતિઓ પર પ્રતિબિંબિત કરવાનો સમય છે જેણે આપણા રાષ્ટ્રની પ્રગતિને આકાર આપ્યો છે અને આપણા રાષ્ટ્રને આગળ વધારવા માટે ખંતપૂર્વક કામ કરતા આપણા વૈજ્ઞાનિકો, એન્જિનિયરો અને સંશોધકોના અથાક પ્રયત્નોને ઓળખવાની તક પણ છે.

Technology is revolutionizing military affairs Chief of Defense Staff General Anil Chauhan

Technology is revolutionizing military affairs Chief of Defense Staff General Anil Chauhan

આ સમાચાર પણ વાંચો:  IPL 2024 Sanjiv Goenka : સંજીવ ગોએન્કાએ માત્ર કેએલ રાહુલ સાથે જ નહીં પરંતુ એમએસ ધોની સાથે પણ ગેરવર્તણૂક કરી હતી, ત્યારબાદ માહી પાસેથી કેપ્ટન્સી છીનવી લીધી હતી..

જનરલ અનિલ ચૌહાણે આપણા રાષ્ટ્રની સુધારણા માટે વિજ્ઞાન અને ટેકનોલોજીને ( Science and Technology ) આગળ વધારવા માટે DAEની અતૂટ પ્રતિબદ્ધતા માટે પ્રશંસા કરી. તેમણે DAE અને તેના સભ્યોને રાષ્ટ્રીય ટેક્નોલોજી દિવસ પર તેમની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી અને ભારત પ્રગતિ અને નવીનતાના માર્ગ પર આગળ વધવા માટેના પ્રયત્નો ચાલુ રાખવાની શુભેચ્છા પાઠવી.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

May 12, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
General Anil Chauhan leads Parivartan Chintan - II, a 2-day conference on Armed Forces' jointness & integration, May 9-10.
દેશ

Parivartan Chintan – II: ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ 9-10 મેના રોજ સશસ્ત્ર દળોની સંયુક્તતા અને એકીકરણ પર બે દિવસીય પરિષદ પરિવર્તન ચિંતન-IIની અધ્યક્ષતા કરશે

by Hiral Meria May 9, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

Parivartan Chintan – II: ભારતીય સશસ્ત્ર દળો ( Indian Armed Forces ) ત્રણેય સેવાઓ વચ્ચે ચાલી રહેલી સંયુક્તતા અને એકીકરણ પહેલને વેગ આપવાનો ઇરાદો ધરાવે છે. 

08 એપ્રિલ 2024ના રોજ આયોજિત “પરિવર્તન ચિંતન”માં ( Parivartan Chintan – II ) તમામ ત્રિ-સેવા સંસ્થાઓના વડાઓ માટે એક અગ્રણી પરિષદ આયોજિત કરાઈ હતી. જેનો ઉદ્દેશ્ય નવીનતમ સુધારાત્મક વિચારો અને પહેલો ઊભી કરવાનો છે. નવી દિલ્હી ( New Delhi ) ખાતે 09-10 મે 2024ના રોજ બે દિવસ પરિવર્તન ચિંતન – II મળશે, જેની અધ્યક્ષતા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણે ( General Anil Chauhan ) કરશે.

આ સમાચાર પણ વાંચો:  Hindu Population: ભારતમાં બહુમતીની સંખ્યામાં 1950 અને 2015 ની વચ્ચે 8% ઘટાડો થયો, PMની આર્થિક સલાહકાર પરિષદનો અહેવાલય… જાણો મુસ્લિમ વસ્તીમાં કેટલો વધારો થયો..

સર્વોચ્ચ ચીફ ઓફ સ્ટાફ કમિટીની તમામ પેટા સમિતિઓના સભ્યો; સીડીએસ તેના કાયમી અધ્યક્ષ અને ત્રણ સર્વિસ ચીફ તરીકે, બહુવિધ ડોમેન્સમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરશે, અને સંયુક્તતા અને એકીકરણ દ્વારા પરિવર્તન  તરફ ઇચ્છિત અંતિમ સ્થિતિ પ્રાપ્ત કરવા માટે જરૂરી સુધારાઓ પર વિચાર કરશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

May 9, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
વેપાર-વાણિજ્ય

આ સ્ટોક 56 ટકા ઘટ્યો- ભાવ અત્યાર સુધીના નીચલા સ્તરે પહોંચ્યો- કંપનીના CEOએ રોકાણકારોને કરી અપીલ અને સમય માંગ્યો

by Dr. Mayur Parikh October 4, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

ઘટાડાનું કારણ શું છે?વાસ્તવમાં ક્રેડિટ સુઈસ ગ્રુપના(Credit Suisse Group) શેરમાં ઘટાડા(Reduction in shares) પાછળ એક મોટું કારણ છે. એટલે કે છેલ્લા 5 વર્ષથી બેંકનું CDS એટલે કે ક્રેડિટ ડિફોલ્ટ સ્વેપ(Credit Default Swaps) 10 વર્ષની ટોચે પહોંચી ગયું છે. બેંકના સીઈઓ અલરિચ કોર્નરે(CEO Ulrich Korner) ગયા અઠવાડિયે કર્મચારીઓ અને બજારોને જ્યારે સ્ટોક રેકોર્ડ નીચી સપાટીએ પહોંચે ત્યારે શાંત થવાની અપીલ કરી હતી. બેંકના મૂડી સ્તર અને તરલતા વિશે વિગતવાર જણાવતા, તેમણે સ્વીકાર્યું કે પેઢી "મુશ્કેલ સમય"નો સામનો કરી રહી છે. સીઈઓએ રોકાણકારો પાસેથી થોડો સમય માંગ્યો છે. અલરિચ કોર્નરે જણાવ્યું છે કે તેઓ 27 ઓક્ટોબરે વ્યૂહાત્મક અપડેટની(strategic update) જાહેરાત કરવા જઈ રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : મર્સિડીઝ બેન્ઝના CEOની કાર ટ્રાફિકમાં ફસાઈ, કાર છોડીને ઓટોમાં ચડ્યા

અલ્રિચ કોર્નર રોકાણકારોને(investors) સમય માંગે છે

નિષ્ણાતોના મતે, બેંક જે સ્થિતિમાં છે, તેમાં કંપની સંપત્તિના(company assets) વેચાણ સિવાય લગભગ 33,000 કરોડ રૂપિયા એકત્ર કરે તેવી અપેક્ષા છે. તમને જણાવી દઈએ કે એક વર્ષ પહેલા ક્રેડિટ સુઈસનું માર્કેટ કેપ $22.3 બિલિયન હતું. આજે તેની બજાર કિંમત(Market price) માત્ર $10.4 બિલિયન છે અને શેર 56.2% ડાઉન છે. તેની ક્રેડિટ ડિફોલ્ટ સ્વેપ (CDS) કિંમત પણ 2008 થી ઉચ્ચ સ્તરે પહોંચી છે.અહેવાલો અનુસાર, તેના કર્મચારીઓનું મનોબળ નિરાશાજનક છે અને બેંકે અત્યાર સુધી કોઈ નક્કર પગલાં લીધાં નથી.

October 4, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
દેશ

દેશના નવા સીડીએસની નિમણૂંક સુધી જૂની વ્યવસ્થા, આ અધિકારી સંભાળશે કમાન; જાણો વિગતે 

by Dr. Mayur Parikh December 16, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 16 ડિસેમ્બર 2021

ગુરુવાર.

આર્મી ચીફ જનરલ એમએમ નરવણેએ ચીફ ઓફ સ્ટાફ કમિટી (COSC)ના અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળ્યો છે.

તેમને દેશના નવા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) બનાવવામાં આવે એવી અટકળો લગાવવામાં આવી રહી હતી, પરંતુ આ દરમિયાન  તેમને COSCનું પદ સોંપવામાં આવ્યું છે. 

ત્રણેય સેનાના વડાઓની બનેલી સમિતિના અધ્યક્ષનું આ પદ દેશના પ્રથમ CDS જનરલ બિપિન રાવતના 8 ડિસેમ્બરના રોજ હેલિકોપ્ટર દુર્ઘટનામાં નિધન બાદ એ ખાલી પડ્યું હતું.

ઉલ્લેખનીય છે કે COSCએ ત્રણેય સેનાના વડાઓની બનેલી સમિતિ છે, જે ઓપરેશન અને અન્ય મુદ્દાઓને લઈને ત્રણેય સેના વચ્ચે તાલમેલ જાળવવાનું કામ કરે છે. 

ભારતમાં ઓમિક્રોનનો કહેર વધવા લાગ્યો, આજે દિલ્હીમાં 4, ગુજરાતમાં-1 કેસ આવ્યો સામે, અત્યાર સુધી આટલા દર્દીઓ થયા સંક્રમિત

December 16, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
દેશ

 CDS હેલિકોપ્ટર ક્રેશ: હેલીકોપ્ટરનો વીડિયો બનાવનાર વ્યક્તિના મોબાઇલની થશે ફોરેન્સિક તપાસ, સામે આવશે સાચું કારણ

by Dr. Mayur Parikh December 13, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 13 ડિસેમ્બર 2021

સોમવાર.

તમિલનાડુના કુન્નૂર પાસે સૈન્યનું હેલિકોપ્ટર ક્રેશ થતા દેશના પ્રથમ સીડીએસ જનરલ રાવત સહિત 13 લોકોના મોત નિપજ્યા હતા. 

આ સમગ્ર ઘટના બની તેનો એક વીડિયો પણ સામે આવ્યો છે. 

હાલ જે તપાસ ચાલી રહી છે તેમાં આ વીડિયોને પણ સામેલ કરવામાં આવશે અને તેની ફોરેંસિક તપાસ કરવામાં આવશે. 

સાથે જ જે શખ્સે ઘટનાનો વીડિયો ઉતાર્યો છે તેના મોબાઇલની ચકાસણી કરવામાં આવી રહી છે.

અહીં ઉલ્લેખનીય છે કે Mi-17 V-5 હેલિકોપ્ટરને અત્યંત સુરક્ષિત માનવામાં આવે છે. વડાપ્રધાન સહિત અનેક વીવીઆઈપી લોકો આનો ઉપયોગ કરે છે, તેમાં ડબલ એન્જિન હોય છે.  

એટલે પ્રશ્ન થાય છે કે જો આ વાહન આટલું સુરક્ષિત છે તો આખરે આ દુર્ઘટના કેવી રીતે ઘટી. શું કોઈ ટેકનિકલ ખામી થઈ કે પછી ધુમ્મસને કારણે દુર્ઘટના બની? 

વાયુસેના તરફથી કોર્ટ ઓફ ઈન્ક્વાયરી જાહેર કરવામાં આવી છે જેથી ચોક્કસ કારણ જાણી શકાય.

 

December 13, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
દેશ

બિપીન રાવતના હેલિકોપ્ટર ક્રેશની જેમ જ આ દેશના મિલિટરી જનરલનું પણ હેલિકોપ્ટર ક્રેશ થયુ હતુ, જાણો વિગતે 

by Dr. Mayur Parikh December 13, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 13 ડિસેમ્બર 2021

સોમવાર. 

તામિલનાડુના કુન્નુરનાં જંગલોમાં ૮ ડિસેમ્બરને બુધવારે બપોરે ૧૨ઃ૧૫ વાગ્યે સેનાનું સ્ૈં-૧૭ફ૫ હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ હેલિકોપ્ટરમાં ૧૪ લોકો સવાર હતા. આ દુર્ઘટનામાં દેશના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત, તેમનાં પત્ની સહિત ૧૩ લોકોનાં મોત થયાં છે. આ દુર્ઘટનામાં ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ એકમાત્ર જીવિત છે, આ હેલિકોપ્ટર સુલુર એરબેઝથી વેલિંગ્ટન જઈ રહ્યું હતું સવારે ૧૧.૪૮ વાગ્યે હેલિકોપ્ટરે ઉડાન ભરી હતી. બપોરે ૧૨.૦૮ વાગ્યે હેલિકોપ્ટરનો નીલગિરીના પહાડો ઉપર વાયુસેના સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. ત્યાર બાદ તે કુન્નુરનાં જંગલોમાં ક્રેશ થઈ ગયું હતું.દેશના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતનું હેલિકોપ્ટર તૂટી પડ્યું એ એક દુર્ઘટના છે કે કોઈ ષડયંત્ર એ ચર્ચાનો મુદ્દો છે. ચીનના કટ્ટર દુશ્મન ગણાતા તાઈવાનમાં મિલિટરી ચીફનું હેલિકોપ્ટર પણ વર્ષ ૨૦૨૦માં તૂટી પડતાં બિપિન રાવતની જેમ મૃત્યું થયું હતું. કેટલાક નિષ્ણાતો અને સોશિયલ મીડિયા યુઝર્સ આ અત્યંત દુઃખદાયક ઘટનાની તાઈવાનના ચીનવિરોધી લશ્કરી વડાના અકસ્માત સાથે તુલના કરી રહ્યા છે. તાઈવાનના મિલિટરી જનરલ શેન યી મિંગ સતત ચીનવિરોધી કડક વલણ અપનાવી રહ્યા હતા. જ્યારે ઝ્રડ્ઢજી રાવત પણ ચીનની દુખતી નસ સતત દબાવી રહ્યા હતા. તાજેતરમાં જ તેમણે ચીન અંગે બાયોલોજિકલ વોર અંગે વાત કહી હતી. અગાઉ પણ તેમણે સરહદ પર પ્રવર્તી રહેલી તંગદિલીને ધ્યાનમાં રાખી ચીન અંગે કડક વલણ અપનાવ્યું હતું. ભૂતકાળની ઘટના તથા તાજેતરના ઘટનાક્રમોને ધ્યાનમાં રાખી ચીનને શંકાથી જાેવામાં આવતું હતું. જે રીતે ૬૩ વર્ષીય જનરલ રાવતનું મૃત્યુ હેલિકોપ્ટર દુર્ઘટનામાં થયું હતું લગભગ એવી જ રીતે ૬૨ વર્ષીય તાઈવાન આર્મીના ચીફ મિંગનું જાન્યુઆરી,૨૦૨૦માં હેલિકોપ્ટર તૂટી પડવાથી મૃત્યુ થયું હતું. તેમની સાથે અન્ય ૮ વરિષ્ઠ અધિકારીનાં પણ મૃત્યુ થયેલાં. જનરલ શેન યી મિંગ અને અન્ય સ્ટાફ ખૂબ જ સુરક્ષિત અને સૌથી શક્તિશાળી ગણાતા અમેરિકાના બ્લેક હોક હેલિકોપ્ટરમાં પ્રવાસ ખેડી રહ્યા હતા. આ હેલિકોપ્ટર ઉડાન ભર્યાના ૧૩ મિનિટમાં જ રડાર પરથી ગુમ થઈ ગયું હતું. રાજધાની તાઈપેઈ નજીકના પહાડી વિસ્તારમાં આ હેલિકોપ્ટર તૂટી પડ્યું હતું. તાઈવાનના એરબેઝથી સવારે ૮.૦૭ વાગે ઉડાન ભર્યાના ૧૩ મિનિટ બાદ હેલિકોપ્ટર તૂટી પડ્યું હતું. પહેલાં એવી માહિતી મળી હતી કે ઘટનાસ્થળે પહોંચેલી બચાવ ટીમને જનરલ મિંગ જીવિત મળ્યા હતા, પણ બાદમાં જાણવા મળ્યું કે આ ગેરમાર્ગે દોરતી માહિતી હતી. તેમનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. જનરલ મિંગ વર્ષ ૨૦૦૨માં ેંજી એર વોર કોલેજથી પાસ આઉટ થયા હતા. ભારતીય જનરલ બિપિન રાવતની માફક તાઉવાન શેન યી-મિંગ ખૂબ અનુભવી સૈન્ય અધિકારી હતા અને અકસ્માતની ઘટના સમયે હેલિકોપ્ટરના ટુકડામાં ગંભીર સ્થિતિમાં ફસાઈ ગયા હતા. જાન્યુઆરી,૨૦૨૦માં આ ઘટના બની એ સમયે દેશમાં રાષ્ટ્રપતિપદ માટે ચૂંટણી યોજાવાની હતી અને દેશમાં મતદાન ચાલી રહ્યું હતું.

રાહુલ-પ્રિયંકાના નરેન્દ્ર મોદી પર પ્રહારો. કહ્યું- કોંગ્રેસે જે 70 વર્ષમાં બનાવ્યું તે મોદીએ વેચ્યું… જાણો વિગત

December 13, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
દેશ

પંચમહાભૂતમાં વિલીન થયા દેશના પહેલા સીડીએસ જનરલ બિપિન રાવત, અપાઈ 17 તોપોની સલામી; દીકરીઓએ ભીની આંખે માતાપિતાને આપી અંતિમ વિદાઈ

by Dr. Mayur Parikh December 10, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ. 10 ડિસેમ્બર 2021

શુક્રવાર 

દેશના પહેલા CDS જનરલ બિપિન રાવતના દિલ્હીમાં આજે આર્મી સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.

બીપિન રાવત અને મધુલિકા રાવતની દીકરીઓએ અંતિમ સંસ્કાર કર્યા છે.

દેશ માટે 43 વર્ષ ખપાવી દેનાર આ મહાન સૈનિકનાં સન્માનમાં તેમના અંતિમ સંસ્કારમાં 17 તોપોની સલામી આપવામાં આવી હતી. 

અંતિમ સંસ્કારમાં 800 જવાનો હાજર રહ્યા હતા અને સલામી આપી હતી. 

દિલ્હીમાં તેમની અંતિમ યાત્રામાં રસ્તાઓ પર ભારે ભીડ જોવા મળી હતી. 

ભારતમાં વિદેશી કંપનીઓનું પલાયનઃ સાત વર્ષોમાં આટલી વિદેશી કંપનીઓએ ભારતથી પોટલા બિસ્તરા બાંધ્યા. જાણો વિગત
 

December 10, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
દેશ

કોણ બનશે નવા સીડીએસ? આ નામ ચર્ચા માં.

by Dr. Mayur Parikh December 10, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 10 ડિસેમ્બર 2021

શુક્રવાર.

આગામી સીડીએસ માટે કોને પસંદ કરવા તે મુદ્દે ચર્ચા થઇ હતી જ્યારે રાવત અને અન્ય મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. હાલની સ્થિતિ મુજબ સિનિયોરિટી પ્રમાણે દેશના આગામી સીડીએસ એટલે કે ચીફ ઓફ ડિફેંસ સ્ટાફ તરીકે સૈન્ય વડા જનરલ એમએમ નરવણે દાવેદારીમાં મજબૂત સ્થાન પર છે. ચીફ ઓફ ડિફેંસ સ્ટાફને સૈન્યની ત્રણેય પાંખની જવાબદારી સોપવામાં આવે છે. તેથી આ એક મોટો હોદ્દો માનવામાં આવે છે. સૈન્ય વડા નરવણે ૬૦ વર્ષની વયના છે અને અનુભવના હિસાબે પણ તેઓ આ પદ માટે પ્રથમ ક્રમે માનવામાં આવે છે.સીડીએસ બિપિન રાવતના નિધનને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ નિવાસ સ્થાને સાંજે બેઠક બોલાવી હતી. આ બેઠકમાં ગૃહ મંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, અજિત દોભાલ વગેરે હાજર રહ્યા હતા.

December 10, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
દેશ

બિપીન રાવતને અમેરિકા અને રશિયાએ સાચા મિત્ર ગણાવ્યા

by Dr. Mayur Parikh December 10, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 10 ડિસેમ્બર 2021

શુક્રવાર.

 

ભારતે સાચો દેશભક્ત ગુમાવી દીધો છે. તેઓ સેનાના હીરો હતા. દ્વિપક્ષી સબંધોને મજબૂતી આપવા અને વ્યૂહાત્મક ભાગીદારીને વધારવામાં તેમની મહત્વની ભૂમિકા હતી.  જાેઈન ચીફ ઓફ સ્ટાફ કમિટિના ચેરમેન જનરલ નદીમ રજા અને ચીફ ઓફ આર્મી સ્ટાફ કમર જાવેદ બાજવાએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે.  યુ એન મહાસચિવ એન્ટોનિયો ગુટેરસઃ ૨૦૦૮-૨૦૦૯માં તેઓ કાંગોમાં યુએન શાંતિ મિશનના બ્રિગેડિયર કમાંડર હતા. શ્રદ્ધાંજલિ.   સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પાંચેય સ્થાયી સદસ્યો અને બધા પ્રમુખ લોકતાંત્રિક દેશ પાસે સીડીએસ અથવા તેની સમકક્ષનું પદ હતું પરંતુ તે આપણી પાસે ન હતું. આ કારણે ૦૧ જાન્યુઆરી, ૨૦૨૦ના રોજ જનરલ બિપિન રાવત સીડીએસ બન્યા. તેઓ રક્ષા મંત્રાલય માટે પ્રમુખ સૈન્ય સલાહકાર પણ માનવામાં આવી રહ્યા હતા. તેનો ફાયદો સેનાના ત્રણેય અંગોના આધુનિકીકરણ અને સૈન્ય ખરીદીને ઝડપી કરવામાં મળ્યો. તેમના નેતૃત્વમાં સેનાના ત્રણેય અંગો અને રક્ષા મંત્રાલયે કેટલીક મહત્વપૂર્ણ યોજનાઓ શરૂ કરી અને આગળ વધારી જેમા પ્રમુખ છેઃ  સેનાના ત્રણેય અંગો માટે ૪ સંયુક્ત થિયેટર કમાન જેનાથી હથિયારોની ખરીદી, યુદ્ધ અને કટોકટીની સ્થિતિમાં જમીન, હવાઈ અને નૌકાદળ વચ્ચે તાલમેલ સારો રહેશે. જાે કે, આ સપનું અધૂરું રહી ગયું. તાલમેલથી ફાયદો થયો. આતંકી શિબિરો પર બાલાકોટ હવાઈ હુમલા દરમિયાન ૨૦૧૯માં થલસેનાએ તાત્કાલિક ખરીદી કરી, નૌકાદળે દેખરેખ માટે અમેરિકી કંપની પાસેથી પ્રીડેટર ડ્રોન લીઝ પર લીધા અને વાયુસેનાના મિસાઈલોની ખરીદ પ્રક્રિયામાં તેજી આવી.  ઈઝરાયલથી ૪ એડવાન્સ હેરોન ડ્રોન ખરીદીને લદા્‌ખ સેક્ટરમાં ચીનની હરકતો પર નજર રાખવા માટે તૈનાત કરવામાં આવ્યા.  સેનાના આધુનિકીકરણ માટે વિદેશી અને ભારતીય કંપનીઓમાં કરાર માટે મંજૂરી આપવામાં આવી જેનાથી ભારતમાં હથિયારોનું નિર્માણ ઝડપથી થશે.  અમેરિકા, રશિયા, ચીન, પાકિસ્તાન સહીત દુનિયાના કેટલાંય દેશોના રાજદ્વારીઓએ સીડીએસ બિપિન રાવતને શ્રદ્ધાંજલિ આપી છે.  રાવત સારા મિત્ર અને ભાગીદાર હતા. ભારત સાથે રક્ષા સહયોગ વધારવા માટે તેમણે મહત્વની ભૂમિકા ભજવી. સપ્ટેમ્બરમાં ૫ દિવસની અમેરિકા યાત્રા દરમિયાન જનરલ માર્ક મિલે સાથે સહયોગ વધારવાની બાબતે ચર્ચા કરી. તેમનો આ વારસો ચાલું રહેશે. બ્રિટનના ઉચ્ચ આયુક્ત એલેક્સ એલિસઃ રાવત બહાદુર સૈનિક અને બુદ્ધિમાની વ્યક્તિ હતા. તાજેતરમાં જ તેમણે મારી મહેમાનનવાજી કરી હતી.

આખરે સ્પેસ ટુરીઝમ નો જમાનો આવી ગયો. જાપાનના અબજપતિ મેઝાવા સ્પેસમાં ૧૨ દિવસ વિતાવશે
 

December 10, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
આંતરરાષ્ટ્રીય

બિપીન રાવતના નિધન પર પાકિસ્તાની સેના ને દુઃખ થયું. આપ્યો આ સંદેશ

by Dr. Mayur Parikh December 10, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 10 ડિસેમ્બર 2021

શુક્રવાર.

તમામ પાકિસ્તાનીઓ પણ સીડીએસ બિપિન રાવતના મૃત્યુના સમાચાર પર દુખ જાહેર કરી રહ્યા છે. એમ. નોમાન નામના એક યુઝરે લખ્યું હતું કે, સીડીએસ બિપિન રાવતના મૃત્યુના સમાચાર જાણીને હું શોકમાં છું. આ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનો પ્રત્યે મારી સંવેદનાઓ.  તમામ લોકો પાકિસ્તાની સેનાની પણ પ્રશંસા કરી રહ્યા છે. ઈબ્રાહિમ હનીફ નામના એક યુઝરે લખ્યું હતું કે, માનવતા સૌથી પહેલા આવે છે અને પાકિસ્તાની આર્મીએ પ્રોફેશનલિઝમ દેખાડ્યું છે. અમે લોકો નફરતમાં વિશ્વાસ નથી રાખતા.  મંસૂર નામના અન્ય એક યુઝરે લખ્યું હતું કે, આ માનવતાનો સંદેશો છે. જાે અમારો દુશ્મન પણ પીડામાં મરે તો પણ એ જીવનું જ નુકસાન છે. માનવતાના આધાર પર આપણે આને લઈ ખુશ ન થવું જાેઈએ. આપણે આપણા પાડોશી દેશના દુખમાં સહભાગી બનવું જાેઈએ. પાકિસ્તાની સેનાએ સીડીએસ બિપિન રાવતનું હેલિકોપ્ટર ક્રેશમાં મૃત્યુ થયું તેને લઈ દુખ વ્યક્ત કર્યું છે. તમિલનાડુના કુન્નૂર ખાતે બુધવારે બનેલી દુર્ઘટનામાં સીડીએસ રાવતના પત્ની સહિત ૧૩ લોકોના મોત થયા છે. આ સમાચારના કારણે આખા દેશમાં શોકની લહેર વ્યાપી છે. પાકિસ્તાનથી પણ લોકો સીડીએસ બિપિન રાવત અને આ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના મૃત્યુ પર પોતાની સંવેદનાઓ વ્યક્ત કરી રહ્યા છે.  પાકિસ્તાની સેનાએ પોતાના સત્તાવાર ટિ્‌વટર એકાઉન્ટ પરથી ટિ્‌વટ કરીને લખ્યું હતું કે, 'જનરલ નદીમ રજા, જનરલ કમર જાવેદ બાજવા અને સીઓએસ (ચીફ ઓફ ધ આર્મી સ્ટાફ) ભારતમાં થયેલા હેલિકોપ્ટર ક્રેશમાં સીડીએસ જનરલ બિપિન રાવત, તેમના પત્ની અને અન્ય લોકોના દુર્ઘટનાપૂર્ણ મૃત્યુ પર પોતાની સંવેદનાઓ જાહેર કરે છે.'

લ્યો કરો વાત : રાજકોટમાં કોરોના મોતના આંકડા ૪૫૮ અને પચાસ હજાર ના વળતર માટે ૪૨૦૦ અરજી આવી
 

December 10, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક