Tag: central bank

  • સાવધાન -જો તમે પણ વેચી રહ્યા છે જૂની નોટ અને સિક્કા તો આ સમાચાર અવશ્ય વાંચજો- RBI એ આપી મોટી જાણકારી

    સાવધાન -જો તમે પણ વેચી રહ્યા છે જૂની નોટ અને સિક્કા તો આ સમાચાર અવશ્ય વાંચજો- RBI એ આપી મોટી જાણકારી

    News Continuous Bureau | Mumbai

    છેલ્લા કેટલાક દિવસોથી જૂના સિક્કા અને નોટો (Old Note and Coin) ના ખરીદ-વેચાણનો ટ્રેન્ડ(Buying and Selling Trend) તેજ બન્યો છે. ઘણા લોકો ઓનલાઈન અને ઓફલાઈન પ્લેટફોર્મ(Online and offline platforms) દ્વારા જૂની નોટ અને સિક્કા વેચી રહ્યા છે. પરંતુ આપને જણાવી દઈએ કે આરબીઆઈએ(RBI) હાલમાં જ આ અંગે એક મહત્વપૂર્ણ માહિતી જાહેર કરી છે. આરબીઆઈએ જણાવ્યું કે કેટલાક છેતરપિંડી કરનારા તત્વો ઓનલાઈન, ઓફલાઈન પ્લેટફોર્મ પર જૂની નોટ અને સિક્કાના વેચાણ માટે કેન્દ્રીય બેંકના(central bank) નામ અને લોગોનો ઉપયોગ કરી રહ્યા છે.

    જો તમે પણ જૂના સિક્કા અને નોટો વેચવા કે ખરીદવાની તૈયારી કરી રહ્યા છો તો પહેલા આરબીઆઈ દ્વારા આપવામાં આવેલી આ માહિતી ચોક્કસથી તપાસો. ઓનલાઈન છેતરપિંડી(Online fraud) કરનારા લોકો સતત ગ્રાહકોને ચૂનો ચોપાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેના માટે તે દરરોજ નવા નવા રસ્તા શોધે છે.

    RBI એ ટ્વીટ કરી આપી જાણકારી

    રિઝર્વ બેંકે(Reserve Bank) તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર એક ટ્વિટમાં કહ્યું કે, ભારતીય રિઝર્વ બેંકના ધ્યાન પર આવ્યું છે કે અમુક તત્વો ખોટી રીતે ભારતીય રિઝર્વ બેંકના નામ અને લોગોનો ખોટી રીતે ઉપયોગ કરી રહ્યા છે અને વિવિધ ઓનલાઈન, ઓફલાઈન પ્લેટફોર્મ દ્વારા જૂની નોટ અને સિક્કાઓ વેચવા માટે લોકો પાસેથી ફી / કમિશન અથવા ટેક્સ માગી રહ્યા છે. રિઝર્વ બેંકે તેના નિવેદનમાં જણાવ્યું છે કે તે આવી કોઈપણ પ્રવૃત્તિમાં સામેલ નથી અને આવા વ્યવહારો માટે ક્યારેય કોઈ પાસેથી કોઈ ફી કે કમિશન માંગશે નહીં. તે જ સમયે બેંકે જણાવ્યું છે કે તેણે આવી પ્રવૃત્તિઓ માટે કોઈપણ સંસ્થા અથવા વ્યક્તિને કોઈપણ પ્રકારની અધિકૃતતા આપી નથી.

    આ સમાચાર પણ વાંચો : Elon Musk ના હાથમાં હવે ટ્વિટરની કમાન- CEO પરાગ અગ્રવાલ સહિત આ અધિકારીને બહારનો રસ્તો દેખાડ્યો

    કોઈની સાથે કોઈ ડીલ નહીં

    આપને જણાવી દઈએ કે આરબીઆઈ આવી બાબતોમાં ડીલ કરતી નથી અને ન તો તે ક્યારેય કોઈ પાસેથી આવી કોઈ ફી કે કમિશન માંગતી નથી. બેંકે જણાવ્યું કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ કોઈપણ સંસ્થા, કંપની અથવા વ્યક્તિ વગેરેને આવા ટ્રાન્ઝેક્શન પર રિઝર્વ બેંક વતી કોઈપણ ફી અથવા કમિશન વસૂલવાની સત્તા આપી નથી. ભારતીય રિઝર્વ બેંક સામાન્ય લોકોને સલાહ આપે છે કે તેઓ આવી નકલી અને છેતરપિંડીની ઓફરનો શિકાર ન બને

  • મોંઘવારીથી ત્રસ્ત US ફેડ રિઝર્વ બેંકે ફરી વ્યાજદરમાં વધારો કર્યો- 2008 પછી સૌથી ઉંચા લેવલે પહોંચ્યા દર- જાણો આંકડા

    મોંઘવારીથી ત્રસ્ત US ફેડ રિઝર્વ બેંકે ફરી વ્યાજદરમાં વધારો કર્યો- 2008 પછી સૌથી ઉંચા લેવલે પહોંચ્યા દર- જાણો આંકડા

     News Continuous Bureau | Mumbai

    અમેરિકામાં(USA) મોંઘવારી દરને(Inflation rate) અંકુશમાં રાખવા માટે યુએસ ફેડરલ રિઝર્વે(US Federal Reserve) મોટો નિર્ણય લીધો છે.

    યુએસ ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં(interest rates) 0.75 ટકા વધારાની જાહેરાત કરી છે. 

    આ વધારા બાદ સેન્ટ્રલ બેંકનો(Central Bank) બેન્ચમાર્ક ફંડ રેટ (Fund Rate) હવે 3%થી વધીને 3.25%ની રેન્જમાં પહોંચી ગયો છે.

    સાથે જ 2023 સુધી વ્યાજદરોમાં 4.6 ટકા સુધી જવાની શક્યતા દર્શાવી છે.

    નોંધનીય છે કે વ્યાજ દર 2008ની નાણાકીય કટોકટી(financial crisis) પછી અત્યાર સુધીનો સૌથી વધુ છે

     આ સમાચાર પણ વાંચો:  પતિ-પત્ની એક સાથે 420 રૂપિયાનું રોકાણ કરે છે- બંનેને જીવનભર દસ હજાર રૂપિયાનું પેન્શન મળશે

  • મહત્વના સમાચાર- લોન એપ પરથી લોન લેવા પહેલા RBIના આ નવા નિયમો વાંચી લેજો

    મહત્વના સમાચાર- લોન એપ પરથી લોન લેવા પહેલા RBIના આ નવા નિયમો વાંચી લેજો

     

    News Continuous Bureau | Mumbai

    આજકાલ ડિજિટલ એપ્સ(Digital Apps) દ્વારા લોન લેવાના(Loan service) બનાવ વધી ગયા છે. પરંતુ તેના કારણે ખાતેદારો સાથે મોટા પ્રમાણમાં છેતરપિંડીના(Fraudulent) બનાવો બની રહ્યા છે. તેથી જ  રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ(Reserve Bank of India) ડિજિટલ ફ્રોડને(digital fraud) રોકવા માટે મહત્વના  પગલાં લીધાં છે અને નાગરિકો માટે મહત્વની સૂચના પણ જાહેર કરી છે.

    RBI દ્વારા નવી માર્ગદર્શિકા(New guidelines) જારી કરવામાં આવી છે, જે મુજબ ફક્ત કાનૂની માન્યતા ધરાવતી અને કેન્દ્રીય બેંકના નિયમોનું (Central Bank Regulations) કડક અમલીકરણ ધરાવતી સંસ્થાઓ જ ડિજિટલ લોન(Digital Loans) આપી શકશે.

    આ સમાચાર પણ વાંચો : બસ હવે છેલ્લી 15 દિવસની તક-શિવસેનાએ જે કહેવાનું હોય તે બધું લખીને આપવું પડશે

    RBIએ  લોન એપ દ્વારા થઈ રહેલી છેતરપિંડી ઓ પર નિયંત્રણ લાવવા માટે આ નિર્ણય લીધો છે. RBIએ ડિજિટલ લોન લેનારાઓને ત્રણ કેટેગરીમાં વિભાજીત કર્યા છે. જે કંપનીઓ RBIના નિયમોનું પાલન કરે છે અને ધિરાણ વ્યવસાય(Lending business) કરવા માટેની  પરવાનગી છે તે પ્રથમ શ્રેણીમાં છે, જ્યારે બેન્કિંગ કંપનીઓ(Banking companies) અથવા એપ્સ કે જે નિયમનકારી જોગવાઈઓ અનુસાર લોન આપવા માટે અધિકૃત છે પરંતુ આરબીઆઈ(RBI) દ્વારા નિયંત્રિત નથી તે બીજી શ્રેણીમાં છે.

    જોકે ત્રીજી કેટેગરીમાં એવી કંપનીઓ અને લોન એપને રાખવામાં આવી છે જે કોઈ નિયમોનું પાલન કરતી નથી. RBIએ પ્રથમ શ્રેણીની કંપનીઓ માટે નિયમો જાહેર કર્યા છે અને બીજી અને ત્રીજી શ્રેણી માટે કેન્દ્ર સરકારને યોગ્ય નિયમો બનાવવા માટે કહેવામાં આવ્યું છે.

    આ સમાચાર પણ વાંચો : અરે બાપ રે- અંધેરીમાં વાંદરાઓનો માણસો પર હુમલો- 15 ઘાયલ કર્યા

  • મહત્વના સમાચાર-આ બેંકોએ વ્યાજ દરમાં કર્યો વધારો- લોન થશે મોંઘી

    મહત્વના સમાચાર-આ બેંકોએ વ્યાજ દરમાં કર્યો વધારો- લોન થશે મોંઘી

    News Continuous Bureau | Mumbai

    રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની(Reserve Bank of India) મોનેટરી પોલિસી કમિટીએ(Monetary Policy Committee) શુક્રવારે રેપો રેટમાં(Repo rate) વધારો કરવાનો નિર્ણય લીધો છે. તેથી  આગામી દિવસોમાં લોન લેવાની હવે વધુ મોંઘી થવાની છે. કેન્દ્રીય બેંકે(Central Bank) ફુગાવાને કાબૂમાં લેવા માટે આ પગલું ભર્યું છે. બેંકે રેપો રેટમાં 0.50 ટકાનો વધારો કર્યો છે. તેથી રેપો રેટ 5.40 ટકા પર પહોંચી ગયો છે. આ નિર્ણય પછી, ખાનગી ક્ષેત્રની(Private Sector) ICICI અને જાહેર ક્ષેત્રની પંજાબ નેશનલ બેંકના(Punjab National Bank) વ્યાજ દરો(Interest rates) અસરકારક રહેશે એવી સ્પષ્ટતા બેંકોએ કરી છે.

    ICICI બેંકે વ્યાજ દરમાં વધારા અંગે નોટિફિકેશન બહાર પાડ્યું છે. તદનુસાર, ICICI બેંક એક્સટર્નલ સ્ટાન્ડર્ડ લેન્ડિંગ રેટ(External Standard Lending Rate) એટલે કે એક્સટર્નલ બેન્ચમાર્ક બેઝ લેન્ડિંગ રેટ રેપો રેટ પર આધારિત છે. કેન્દ્રીય બેંકની નીતિ મુજબ, તે બદલાય છે. રેપો રેટમાં વધારા સાથે, ICICI બેંકે લોન પર વ્યાજ વધારવાનો નિર્ણય કર્યો છે.

    આ સમાચાર પણ વાંચો : ચાલો કંઈક તો રાહત મળી- ખાદ્ય તેલના ભાવમાં આટલા રૂપિયાનો ઘટાડો આવશે

     I-EBLR હવે વાર્ષિક 9.10 ટકા છે, જે 5 ઓગસ્ટ, 2022 થી લાગુ થશે, બેંકે એક નિવેદનમાં જણાવ્યું હતું. 8 ઓગસ્ટથી રેપો સંબંધિત ધિરાણ દર 7.40 ટકાથી વધારીને 7.90 ટકા કરવામાં આવ્યો છે. આ વધેલો દર 8 ઓગસ્ટ, 2022થી લાગુ થશે. લોનના દર(Loan rates) રેપો રેટ પર આધાર રાખે છે.
     

  • તો શું હવે લોનના EMI વધી જશે-રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા રેપો રેટ વધારવાની તરફેણમાં હોવાના સમાચાર

    તો શું હવે લોનના EMI વધી જશે-રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા રેપો રેટ વધારવાની તરફેણમાં હોવાના સમાચાર

    News Continuous Bureau | Mumbai

    પહેલાથી જ મોંઘવારી(Inflation) માર સહન કરી રહેલા સામાન્ય નાગરિકોના ખિસ્સાને હજી માર પડવાનો છે. આગામી દિવસોમાં લોનના EMI વધી જવાની શક્યતા છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા(RBI) રેપો રેટ(repo Rate) વધારવાની તરફેણમાં હોવાનું કહેવાય છે.

    બેન્ક ઓફ અમેરિકા સિક્યોરિટીઝે (Bank of America Securities) આગાહી કરી છે કે આગામી સપ્તાહની બેઠકમાં રિઝર્વ બેંક(RBI)મુખ્ય દરોમાં વધારો કરી શકે છે. અમેરિકન બ્રોકરેજનો(American brokerage) અંદાજ છે કે વર્તમાન પરિસ્થિતિઓને જોતા રેપો રેટમાં 0.35 ટકાનો વધારો જોવા મળી શકે છે. રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી કમિટી(Monetary Policy Committee) 5 ઓગસ્ટે મીટિંગના પરિણામો જાહેર કરશે.

    અગાઉ સળંગ બે મહિનામાં રિઝર્વ બેંકે એકંદરે 0.9 ટકાનો વધારો કર્યો હતો. બ્રોકરેજ હાઉસે(Brokerage House) એવો અંદાજ આપ્યો છે કે રિઝર્વ બેંક સ્થિતિ અનુસાર દરોમાં વધારો કરવાનું ચાલુ રાખી શકે છે.

    બ્રોકરેજ હાઉસના જણાવ્યા અનુસાર, રિઝર્વ બેંક વધતી જતી મોંઘવારી અંગે કડક વલણ અપનાવી રહી છે અને હાલમાં કેન્દ્રીય બેંકનું(central bank) મુખ્ય લક્ષ્‍ય ફુગાવાને અંકુશમાં લેવાનું છે તેથી આગામી પોલિસી સમીક્ષામાં દરો વધશે. જો કે બ્રોકરેજ હાઉસે એમ પણ કહ્યું હતું કે ભલે રિઝર્વ બેંક રેટમાં વધુ વધારો કરશે પરંતુ આ નિર્ણય ગ્રોથ અને અર્થવ્યવસ્થાની(Growth and the economy) સ્થિતિને જોઈને લેવામાં આવશે.

    રિઝર્વ બેંકે મે અને જૂનમાં બે વખત રેપો રેટમાં 0.9 ટકાનો વધારો કર્યો હતો. બ્રોકરેજ હાઉસે તેના અહેવાલમાં લખ્યું છે કે તેઓ અપેક્ષા રાખે છે કે રિઝર્વ બેંક પોલિસી રેટ(Policy Rate) 0.35 ટકાથી 5.25 ટકા વધારશે. જે  કોરોના મહામારી(Corona pandemic) પહેલાના સ્તરથી પણ ઉપર છે.

    આ સમાચાર પણ વાંચો : ભારતમાં મંદીનો જોરદાર ઝટકો- અમેરિકાની ફેડરલ બેંકે વ્યાજ દર વધાર્યા-શેરબજારમાં કામ કરનારાઓ ચેતજો

    બ્રોકરેજ હાઉસે અનુમાન લગાવ્યું છે કે MPC નાણાકીય વર્ષ 2022-23 માટે રિટેલ ફુગાવાના અનુમાનને 6.7 ટકા અને જીડીપી વૃદ્ધિની(GDP Growth) આગાહી 7.2 ટકા પર જાળવી રાખશે. ગયા અઠવાડિયે જ રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે એપ્રિલમાં ફુગાવાનો દર થોડો ઘટીને 7.04 ટકા થયો છે જે દર્શાવે છે કે ફુગાવો તેની સર્વોચ્ચ ટોચને સ્પર્શી ગયો છે.

    રિઝર્વ બેંકે છેલ્લે જૂનમાં રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટ નો વધારો કર્યો હતો. આ પછી રેપો રેટ વધીને 4.90 ટકા થઈ ગયો છે. આ આગાઉ 4 મે 2022ના રોજ આરબીઆઈએ પોલિસી રેપો રેટમાં 40 બેસિસ પોઈન્ટનો વધારો કરીને 4.40% કરી દેવાયો હતો. વધતી જતી મોંઘવારી પર અંકુશ મેળવવા માટે કેન્દ્રીય બેંક(Central Bank) પણ રેપો રેટમાં સતત વધારો કરી રહી છે. રેપો રેટમાં વધારો થવાથી મોંઘવારી અંકુશમાં આવશે તેવી આશા રાખવામાં આવી રહી છે.
     

  • ભારતમાં મંદીનો જોરદાર ઝટકો- અમેરિકાની ફેડરલ બેંકે વ્યાજ દર વધાર્યા-શેરબજારમાં કામ કરનારાઓ ચેતજો

    ભારતમાં મંદીનો જોરદાર ઝટકો- અમેરિકાની ફેડરલ બેંકે વ્યાજ દર વધાર્યા-શેરબજારમાં કામ કરનારાઓ ચેતજો

     

    News Continuous Bureau | Mumbai

    અમેરિકન ફેડરલ રિઝર્વે (American Federal Reserve) ફરી એકવાર વ્યાજદરમાં(interest rates) વધારો કર્યો છે અને તેની ગંભીર અસર વૈશ્વિક બજારો(Global markets) પર જોવા મળશે. અમેરિકાની(USA) સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વે(Central Bank Federal Reserve) સતત બીજા મહિને વ્યાજદરમાં વધારો કર્યો છે, જેની અસર માત્ર અમેરિકી અર્થવ્યવસ્થા(American economy) પર જ નહીં પરંતુ વિશ્વના અનેક બજારો પર નકારાત્મક અસર થવાની સંભાવના છે.

    યુનાઈટેડ સ્ટેટ(US)માં ફુગાવો 41 વર્ષની ઊંચી સપાટીએ છે. અગાઉ આ આંકડો  9.1 ટકા હતો. એને ધ્યાનમાં રાખીને ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં ત્રણ ચતુર્થાંશ ટકાનો વધારો કર્યો છે. આ વ્યાજ દરો 1994 પછીનું સર્વોચ્ચ સ્તર છે. છેલ્લી ફેડ મીટીંગમાં પણ ફેડરલ રિઝર્વે વ્યાજ દરોમાં 0.75 ટકાનો વધારો કર્યો હતો.

    ફેડરલ ઓપન માર્કેટ કમિટીએ(Federal Open Market Committee) કહ્યું કે યુએસમાં મોંઘવારી દરમાં(Inflation rate) વધારો થયો છે, કોરોના રોગચાળાની(Covid) અસર, ખાદ્યપદાર્થોની ઊંચી કિંમતો(Food prices) અને ઊર્જાની કિંમતો(Energy prices) આ વ્યાજ દરો પર જોવા મળી રહી છે. બીજી બાજુ, વ્યાપક ભાવ દબાણ પુરવઠા અને માંગના અસંતુલનને પ્રતિબિંબિત કરે છે, જેને નિયંત્રિત કરવા માટે ફેડરલ રિઝર્વે આ વ્યાજ દરોમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે કહ્યું છે કે યુએસ અર્થતંત્ર માટે સૌથી મોટું જોખમ ફુગાવાના દરમાં વધારો થશે. જોકે, ફેડના ચેરમેને(Fed Chairman) આર્થિક મંદીને લઈને એટલી ચિંતા વ્યક્ત કરી નથી.

    આ સમાચાર પણ વાંચો : ભારત ડાયમંડ બુર્સમાં યોજાયો મેગા બ્લડ ડોનેશન કેમ્પ-આટલા યુનિટ જમા થયું બ્લડ

    યુએસ ફેડરલ રિઝર્વે એક મહિનાના એક ક્વાર્ટરમાં વ્યાજ દરોમાં 1.50 ટકાનો વધારો કર્યો છે, જે ગયા જૂનમાં અને આ વખતે જુલાઈમાં 0.75-0.75 ટકા વધ્યા હતા. આ સિવાય ફેડરલ રિઝર્વે આ વર્ષે ચોથી વખત વ્યાજદરમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે.

    યુએસ ફેડરલ રિઝર્વના નિર્ણય બાદ ભારત પર પણ તેની મોટી અસર પડી શકે છે.  3થી 5 ઓગસ્ટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની(RBI) આગામી નાણાકીય નીતિ(Monetary policy) સમીક્ષામાં રેપો રેટમાં(Repo Rate) વધારો થવાની સંભાવના છે. તેનાથી દેશમાં લોન મોંઘી થશે અને નાગરિકો માટે EMI વધવાની શક્યતા છે. બીજી તરફ ડોલરની કિંમત 80ની સપાટીને સ્પર્શી ચૂકેલા ડોલરના વધારાને કારણે રૂપિયો નીચે જવાનો ભય છે. ભારત માટે, અન્ય મોરચે મુશ્કેલીઓ વધવાની ધારણા છે જેમ કે આયાતની કિંમત વધુ વધી શકે છે.
     

  • RBIએ માસ્ટરકાર્ડને આપી રાહત- રિઝર્વ બેંકે આશરે એક વર્ષ બાદ હટાવ્યા પ્રતિબંધ- આપી આ મંજૂરી

    RBIએ માસ્ટરકાર્ડને આપી રાહત- રિઝર્વ બેંકે આશરે એક વર્ષ બાદ હટાવ્યા પ્રતિબંધ- આપી આ મંજૂરી

    News Continuous Bureau | Mumbai 

    ભારતીય રિઝર્વ બેંક (RBI) એ લગભગ એક વર્ષ પછી અમેરિકાની(USA) પેમેન્ટ ટેક્નોલોજી કંપની(Payment technology company) માસ્ટરકાર્ડને(MasterCard) મોટી રાહત આપી છે. 

    સેન્ટ્રલ બેંકે(Central bank) માસ્ટરકાર્ડ પર લાગેલા તમામ નિયંત્રણો હટાવી દીધા છે. 

    આ સિવાય આરબીઆઈએ માસ્ટરકાર્ડને તેના નેટવર્કમાં નવા ગ્રાહકો(New customers) ઉમેરવાની મંજૂરી આપી છે.

    સેન્ટ્રલ બેંકે કહ્યું છે કે માસ્ટરકાર્ડ એશિયા/પેસિફિક પ્રાઈવેટ લિમિટેડ(Asia/Pacific Pvt ltd) દ્વારા પેમેન્ટ સિસ્ટમ ડેટાના(Payment system data) સ્ટોરેજના સંતોષકારક કંપ્લાયંસને ધ્યાનમાં રાખીને આ પ્રતિબંધ પાછા ખેંચવામાં આવ્યા છે.

    ઉલ્લેખનીય છે કે ગત 14 જુલાઈના રોજ, આરબીઆઈએ લોકલ ડેટા સ્ટોરેજ(Local data storage) ધોરણોનું પાલન ન કરવા બદલ માસ્ટરકાર્ડને નવા ક્રેડિટ(Credit), ડેબિટ(Debit) અને પ્રીપેડ કાર્ડ્સ(Prepaid cards) જારી કરવા પર અનિશ્ચિત સમય માટે પ્રતિબંધ મૂક્યો હતો.

    આ સમાચાર પણ વાંચો : શેરબજાર ઉંધા માથે પટકાયું- સેન્સેક્સ નિફ્ટી આટલા પોઇન્ટના ઘટાડા સાથે ખુલ્યો

  • મોંઘવારી-હવે સ્વીસ નેશનલ બેંકે પણ 2007 બાદ પ્રથમ વખત વ્યાજદર વધાર્યા-જાણો કેટલા પોઈન્ટનો વધારો કર્યો 

    મોંઘવારી-હવે સ્વીસ નેશનલ બેંકે પણ 2007 બાદ પ્રથમ વખત વ્યાજદર વધાર્યા-જાણો કેટલા પોઈન્ટનો વધારો કર્યો 

    News Continuous Bureau | Mumbai 

    સ્વિઝરલેન્ડની(Switzerland) સેન્ટ્રલ બેંક(Central bank), સ્વીસ નેશનલ બેંકએ(Swiss National Bank) બેંચમાર્ક વ્યાજદરમાં(Interest rates) 15 વર્ષમાં પ્રથમ વખત વધારો કર્યો છે. 

    સેન્ટ્રલ બેંકે પોલિસી રેટ(Policy rate) વધારીને -0.75%થી વધારીને -0.25% કર્યો છે. 

    દેશમાં વધતી જતી મોંઘવારીને કાબૂમાં લેવા માટે સેન્ટ્રલ બેંકે મોનિટરી પોલિસીને(Monetary policy) કડક બનાવવાનો નિર્ણય કર્યો છે. 

    વ્યાજદરમાં વધારા છતા SNBએ માર્ચમાં આપેલ મોંઘવારીના 2.1%ના અનુમાનને વધારીને 2.8% કર્યો છે. 

    ઉલેખનીય છે કે વ્યાજદરમાં આ વધારો SNB દ્વારા સપ્ટેમ્બર, 2007 પછીનો પ્રથમ વધારો છે.

    આ સમાચાર પણ વાંચો :  શેરબજાર કડડભૂસ- સેન્સેક્સમાં 1000 પોઈન્ટથી વધુનો કડાકો- તેમ છતાં આજે આ શેર્સમાં જોવા મળી તેજી 

  • મોંધવારીનો મારઃ હોમ લોન થશે મોંઘી, દેશની આ અગ્રણી ખાનગી બેંકે વ્યાજ દર વધાર્યા, ગ્રાહકોના EMI વધશે.  જાણો વિગતે.

    મોંધવારીનો મારઃ હોમ લોન થશે મોંઘી, દેશની આ અગ્રણી ખાનગી બેંકે વ્યાજ દર વધાર્યા, ગ્રાહકોના EMI વધશે. જાણો વિગતે.

     News Continuous Bureau | Mumbai

    સામાન્ય માણસોને પોતાનું ઘર ખરીદવાનું સપનું હવે મોંઘુ પડી શકે છે. સસ્તી હોમ લોન(Home Loan) ના દિવસો પૂરા થવાની દિશામાં  છે. દેશની અગ્રણી હાઉસિંગ ધિરાણકર્તા HDFC લિમિટેડે રવિવારે તેના બેન્ચમાર્ક ધિરાણદરમાં 0.05 ટકાનો વધારો કર્યો હતો. તેથી કંપની પાસેથી લોન લેનારા વર્તમાન ગ્રાહકો માટે માસિક હપ્તા (EMI)માં વધારો થશે. નવા દરો રવિવારથી લાગુ થશે. જો કે, નવા ગ્રાહકો માટેના હાલ દરો બદલાયા નથી. અગાઉ SBI અને બેંક ઓફ બરોડાએ પણ વ્યાજદરમાં(Interest Rate) વધારો કર્યો હતો.

    HDFC ના નવા ગ્રાહકો માટે રૂ. 30 લાખ સુધીની લોન પર વ્યાજ દર 6.8 ટકા હશે, જ્યારે રૂ. 30 લાખથી વધુ અને રૂ. 75 લાખ સુધીની લોન પર વ્યાજ દર 7.05 ટકા હશે. 75 લાખથી વધુનો દર 7.15 ટકા છે. HDFC એ 1 મે, 2022 થી હોમ લોન પર રિટેલ પ્રાઇમ લેન્ડિંગ રેટ (RPLR) માં 0.05 ટકાનો વધારો કર્યો છે હોવાનું કંપનીએ રવિવારે જણાવ્યું હતું.

    આ સમાચાર પણ વાંચો :  કોંગ્રેસના નહીં પણ મોદીના શાસનમાં થયો કમાલ….  પતંજલિ કે રિલાયન્સ નહીં પરંતુ ખાદી ઉદ્યોગ સમૂહે એફએમસીજી સેક્ટરમાં એક લાખ કરોડનું ટર્ન ઓવર કર્યું.

    તે જ સમયે, નવી મહિલા ગ્રાહકો માટે રૂ. 30 લાખ સુધીની લોન માટે આરપીએલઆર 6.75 ટકા, નવી મહિલાઓ માટે રૂ. 30 લાખથી રૂ. 75 લાખ સુધીની લોન માટે 7 ટકા અને રિટેલ પ્રાઇમ લેન્ડિંગ દરો માટે 7.15 ટકા રહેશે. આગામી મહિનાઓમાં રિઝર્વ બેંક(RBI) વ્યાજ દર અંગે કડક વલણ અપનાવે તેવી ધારણા છે. કારણ કે તેમની પ્રાથમિકતા ભૌગોલિક રાજકીય તણાવને(Geopolitical tensions) કારણે ફુગાવાને કાબુમાં રાખવાની છે.

    RBIએ ગયા મહિને તેની ક્રેડિટ પોલિસી મીટિંગમાં ફુગાવા અંગેની ચિંતા વ્યક્ત કર્યા પછી વ્યાજ દરમાં વધારો ચાલુ છે. મધ્યસ્થ બેંકે(Central bank) વૃદ્ધિને વેગ આપવા માટે ફુગાવાને નાથવાની નીતિ અપનાવી છે. છેલ્લા બે વર્ષથી વ્યાજ દરો સર્વકાલીન નીચા સ્તરે રાખ્યા છે. પરિણામે, ઘણા ધિરાણકર્તાઓ 6.5 ટકાથી ઓછા દરે હોમ લોન ઓફર કરે છે.