Tag: central vista project

  • વડા પ્રધાન મોદીએ સંરક્ષણ મંત્રાલયના નવાં કાર્યાલયોનું કર્યું ઉદ્ઘાટન, સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટના ટીકાકારો પર સાધ્યું નિશાન; જાણો તેમણે શું કહ્યું 

    વડા પ્રધાન મોદીએ સંરક્ષણ મંત્રાલયના નવાં કાર્યાલયોનું કર્યું ઉદ્ઘાટન, સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટના ટીકાકારો પર સાધ્યું નિશાન; જાણો તેમણે શું કહ્યું 

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 
    મુંબઈ, 16 સપ્ટેમ્બર, 2021
    ગુરુવાર
    વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીમાં કસ્તૂરબા ગાંધી માર્ગ અને આફ્રિકા એવન્યુમાં રક્ષા કાર્યાલય પરિસરોનું ઉદ્ધાટન કર્યું છે. સાથે જ પીએમ મોદીએ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટની નવી વેબસાઇટને પણ લૉન્ચ કરી. આ અવસરે રક્ષાપ્રધાન રાજનાથ સિંહ, સીડીએસ ચીફ જનરલ બિપિન રાવત અને સેનાધ્યક્ષ જનરલ એમ. એમ. નરવણે પણ ઉપસ્થિત રહ્યા હતા.
     
    આ પ્રસંગે દેશની ત્રણેય સેનાઓના અધિકારીઓને સંબોધિત કરતાં વડા પ્રધાને કહ્યું કે આઝાદીનાં 75મા વર્ષમાં આજે આપણે દેશના પાટનગરને નવા ભારતની જરૂરિયાતો અને આકાંક્ષાઓ મુજબ વિકસિત કરવા તરફ એક મહત્ત્વપૂર્ણ પગલું આગળ વધારી રહ્યા છીએ. આ નવી ડિફેન્સ ઑફિસ કૉમ્પ્લેક્સ આપણી સેનાઓના કામકાજને વધુ સુવિધાજનક, વધુ પ્રભાવી બનાવવાના પ્રયત્નોને વધુ સશક્ત કરશે.  
     
    આગળ તેમણે કહ્યું કે જે લોકો સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટની પાછળ ડંડો લઈને પડ્યા હતા તેઓ પણ આ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનો હિસ્સો છે, જ્યાં 7 હજારથી વધુ સેનાના અધિકારીઓ કામ કરે છે. હવે કેજી માર્ગ અને આફ્રિકા એવન્યુમાં બનેલી આ આધુનિક ઑફિસ, રાષ્ટ્રની સુરક્ષા સંલગ્ન દરેક કામને પ્રભાવી રીતે ચલાવવામાં ખૂબ મદદ કરશે. રાજધાનીમાં આધુનિક ડિફેન્સ એન્ક્લેવના નિર્માણ તરફ આ એક મોટું પગલું છે.

    આનંદો! આવતા વર્ષ સુધીમાં મુંબઈગરાની સેવામાં દોડશે નવી 3 મેટ્રો રેલ, રસ્તા પર થશે 25 ટકા ટ્રાફિકમાં ઘટાડો; જાણો વિગત

    દેશની રાજધાની વિશે વાત કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, "જ્યારે આપણે રાજધાનીની વાત કરીએ છીએ, ત્યારે તે ફક્ત એક શહેર નથી હોતું. કોઈ પણ દેશની રાજધાની એ દેશની વિચારસરણી, નિશ્ચય, શક્તિ અને સંસ્કૃતિનું પ્રતીક હોય છે.  ભારત તો લોકતંત્રની જનની છે. આથી ભારતની રાજધાની એવી જોઈએ જેના કેન્દ્રમાં લોકો હોય, જનતા હોય. આજે આપણે જ્યારે Ease of living અને Ease of doing business પર ફોકસ કરી રહ્યા છીએ, ત્યારે એમાં આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પણ એટલી જ મોટી ભૂમિકા છે. સેન્ટ્રલ વિસ્ટા સંલગ્ન જે પણ કામ આજે થઈ રહ્યું છે એના મૂળમાં પણ આ જ ભાવના છે.

    પીએમ મોદીએ કહ્યું કે ડિફેન્સ ઑફિસ કૉમ્પ્લેક્સનું કામ જે 24 મહિનામાં પૂર્ણ થવાનું હતું, એ માત્ર 12 મહિનામાં પૂર્ણ થયું છે. એ પણ ત્યારે જ્યારે કોરોનાથી ઊભી થયેલી પરિસ્થિતિઓમાં લેબરથી લઈને તમામ અન્ય પડકારો સામે હતા. કોરોનાકાળ દરમિયાન આ પ્રોજેક્ટમાં સેંકડો કામદારોને રોજગાર મળ્યો છે, જ્યારે નીતિ અને નિયત ચોખ્ખાં હોય, ઇચ્છાશક્તિ પ્રબળ હોય અને પ્રયાસ ઈમાનદાર હોય તો કંઈ પણ અશક્ય હોતું નથી. બધું શક્ય હોય છે. દેશની નવી પાર્લિયામેન્ટ બિલ્ડિંગનું નિર્માણ પણ નિર્ધારિત સમયની અંદર પૂરું થશે.

    શું તમે વાહન પર લીંબુ-મરચાં લટકાવો છો? હવે જરા સંભાળજો, જો કરશો આ ભૂલ તો થશે પાંચ હજાર રૂપિયાનો દંડ

  • સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ પર રોક લગાવવાનો હાઇકોર્ટે કર્યો ઈનકાર, અરજી ફગાવી, અરજદારને જ ફરમાવી દીધો આટલા લાખ રૂપિયાનો દંડ ; જાણો વિગતે 

    સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ પર રોક લગાવવાનો હાઇકોર્ટે કર્યો ઈનકાર, અરજી ફગાવી, અરજદારને જ ફરમાવી દીધો આટલા લાખ રૂપિયાનો દંડ ; જાણો વિગતે 

    દિલ્હી ખાતે ચાલી રહેલા સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટના નિર્માણ કાર્ય પર પ્રતિબંધ નહીં મુકાય. 

    દિલ્હી હાઈકોર્ટે આ પ્રોજેક્ટ પર પ્રતિબંધ મુકવા ઈનકાર કરી દીધો છે. આ ઉપરાંત કોર્ટે અરજીકર્તાને 1 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. 

    સાથે જ કોર્ટે અરજીકર્તાના ઉદ્દેશ્યો સામે સવાલ કર્યા હતા અને આ પ્રોજેક્ટ બળજબરીપૂર્વક અટકાવવા અરજી કરાઈ હોવાનું જણાવ્યું હતું.

    ઉલ્લેખનીય છે કે, અરજીમાં કહેવાયું હતું કે પ્રોજેક્ટ એક જરૂરી કાર્ય નથી અને તેને થોડા સમય માટે રોકી શકાય તેમ છે. કોરોના દરમિયાન કોઈ પણ આવા પ્રોજેક્ટને આગળ વધારવાની મંજૂરી ન મળવી જોઈએ. કારણ કે પ્રોજેક્ટના સ્થળે 500થી વધારે મજૂરો કામ કરી રહ્યા છે જેથી ત્યાં કોરોના સંક્રમણ ફેલાવાનું જોખમ છે. 

    મહામારીના કાળમાં શાકભાજીના ભાવ ૩૦-૪૦ ટકવધ્યા; ગૃહિણીનું બજેટ ખોરવાયું, જાણો વિગત

  • સુપ્રીમ કોર્ટે મોદી સરકારને આપી મોટી રાહત : કેન્દ્ર સરકારના આ નિર્માણ પ્રોજેક્ટને આપી બહાલી. જાણો વિગતે…

    સુપ્રીમ કોર્ટે મોદી સરકારને આપી મોટી રાહત : કેન્દ્ર સરકારના આ નિર્માણ પ્રોજેક્ટને આપી બહાલી. જાણો વિગતે…

    સુપ્રીમ કોર્ટે વિવાદિત નવા સંસદભવન સેન્ટ્રલ વિસ્ટાના બાંધકામને મંજૂરી આપી દીધી છે. 

    આ અગાઉ સુપ્રીમ કોર્ટે નવા સંસદ ભવન માટેના શિલાન્યાસની મંજૂરી આપી હતી, પરંતુ નિર્દેશ પણ આપ્યો હતો કે ત્યાં કોઈ બાંધકામ નહીં થાય.

    જો કે હવે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ પ્રોજેકટનું કામ આગળ વધારવામાં આવશે.

    નોંધનીય છે કે પીએમ મોદીએ 10 ડિસેમ્બરે દેશના નવા સંસદભવનનો શિલાન્યાસ કર્યો હતો.

  • કેદ્ર સરકારને સુપ્રીમ કોર્ટની ખુલ્લી ચીમકી.. આ પ્રોજેકટના કામ દરમ્યાન એક પણ વૃક્ષ કે બાંધકામ તોડશો તો કામ ખોરંભે ચઢી શકે છે.. 

    કેદ્ર સરકારને સુપ્રીમ કોર્ટની ખુલ્લી ચીમકી.. આ પ્રોજેકટના કામ દરમ્યાન એક પણ વૃક્ષ કે બાંધકામ તોડશો તો કામ ખોરંભે ચઢી શકે છે.. 

    ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

    મુંબઈ

    07 ડિસેમ્બર 2020

    કેન્દ્ર સરકારના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ સેન્ટ્રલ વિસ્ટા એટલે કે દિલ્હીમાં નવા બનનારા સંસદભવનના નિર્માણ સંબંધિત અરજી પર સોમવારે સુપ્રીમ કોર્ટે સુનવણી કરી છે. આ મામલામાં દાખલ અરજીઓ પર સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે સોમવારે કહ્યું હતું કે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ અંતર્ગત કોઈ કન્સ્ટ્રક્શન, તોડફોડ કે વૃક્ષ કાપવાનું કામ ત્યાં સુધી ન થવું જોઈએ જ્યાં સુધી કોઈ પેન્ડિંગ અરજીઓ પર અંતિમ ચુકાદો ન સંભળાવામાં આવે. કેન્દ્ર એ કોર્ટને ભરોસો આપ્યો છે કે કોર્ટના આદેશનું પાલન કરવામાં આવશે.

    ન્યાયમૂર્તિ એ.એમ.ખાનવિલકરની અધ્યક્ષતાવાળી સર્વોચ્ચ અદાલતની ખંડપીઠે નિરીક્ષણ કરી કહ્યું છે કે કેન્દ્ર સરકાર આ પ્રોજેક્ટના બાંધકામની કામગીરી આગળ વધારી શકશે નહીં. 

    સુપ્રિમ કોર્ટે સોમવારે સેન્ટ્રલ વિસ્ટાના 20,000 કરોડના નિર્માણ કાર્યને લઈને કેન્દ્રની "આક્રમકતા" સામે નારાજગી વ્યક્ત કરી હતી. સુનવણી દરમ્યાન સુપ્રીમ કોર્ટે ‘સેન્ટ્રલ વિસ્ટા’ પ્રોજેક્ટના નિર્માણને લઈને સરકારના વિચારોની માહિતી આપવા માટે કેન્દ્રને 5 મિનિટનો સમય આપ્યો છે. કોર્ટે કહ્યું કે કેન્દ્ર સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ માટે જરૂરી કાગળની કાર્યવાહી કરી શકે છે તથા શિલાન્યાસ કરવાના નક્કી સમારંભને આયોજિત કરી શકે છે.

    નોંધનીય છે કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી 10 ડિસેમ્બરે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટના ભાગરૂપે બનેલા નવા સંસદ ભવનના નિર્માણ માટે શિલાન્યાસ કરશે અને 'ભૂમિપૂજન' કરવાની તૈયારીમાં છે. એવા સમયે પ્રોજેક્ટને પડકારતી અરજીઓથી આગળ નું કામ ખોરંભે ચઢી શકે છે.