• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - centralgovernment
Tag:

centralgovernment

દેશ

નાના બાળકોએ માસ્ક પહેરવા કે નહીં? કેન્દ્ર સરકારે બહાર પાડી તેને લઈને નવી માર્ગદર્શિકા; જાણો વિગત

by Dr. Mayur Parikh January 21, 2022
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,21 જાન્યુઆરી 2022

શુક્રવાર.

દેશમાં રોજ નોંધાઈ રહેલા કોરોનાના આંકડા રેકોર્ડ તોડી રહ્યા છે. ત્યારે કેન્દ્ર સરકારે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. ખાસ કરીને  તેમાં બાળકોને માસ્ક પહેરવાથી લઈને તેમની સારવાર માટેની નવી સૂચનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના આ નવા સૂચનો ખૂબ જ મહત્વના છે.

દેશમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે કેન્દ્ર સરકાર બાળકો માટે માસ્ક પહેરવાની લઈને સ્પષ્ટતા કરી છે કે પાંચ  વર્ષથી ઓછી ઉંમરના બાળકોએ માસ્ક પહેરવાની જરૂર નથી. એ જ રીતે, કોરોના ચેપની ગંભીરતાને જોતા, 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને કિશોરો માટે એન્ટિવાયરલ અથવા મોનોક્લોનલ એન્ટિબોડીઝના ઉપયોગની ભલામણ કરી શકાતી નથી. બાળકો માટે કોવિડની માર્ગદર્શિકામાં કેન્દ્ર સરકારે એ જણાવ્યું હતું કે જો સ્ટેરોઇડ્સનો ઉપયોગ કરવામાં આવે છે, તો તેને ઓછામાં ઓછા 10 થી 14 દિવસ ડાયલ્યૂટ કરીને આપવું જોઈએ. 

દેશમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે, આ રાજ્યમાં છે સૌથી વધુ સક્રિય કેસ- આરોગ્ય સચિવ

આરોગ્ય મંત્રાલયના કહેવા મુજબ પાંચ  વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે માસ્ક જરૂરી નથી. 6-11 વર્ષની વયના બાળકો તેમના માતાપિતાની સીધી દેખરેખ હેઠળ સુરક્ષિત રીતે માસ્ક પહેરી શકે છે. 12 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકોએ પુખ્ત વયના લોકો જેવા જ માસ્ક પહેરવા જરૂરી છે. 
મંત્રાલયે જણાવ્યું હતું કે અલગ-અલગ દેશોમાંથી ઉપલબ્ધ આંકડાઓ અનુસાર ઓમિક્રોન વેરિઅન્ટથી થતો ચેપ ઓછો ગંભીર છે. પરંતુ તેની કાળજીપૂર્વક દેખરેખ રાખવાની જરૂર છે.

January 21, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

વાહ ! મુંબઈના રસ્તાઓ બનશે હવે વધુ ચકાચક. રસ્તાની સફાઈ થશે હવે આનાથી; જાણો વિગત

by Dr. Mayur Parikh January 19, 2022
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,19 જાન્યુઆરી 2022

બુધવાર.

મુંબઈના રસ્તાઓ હવે વધુ ચોખ્ખા અને ચકાચક જોવા મળશે. મુંબઈ મહાનગરપાલિકાને રસ્તાની સફાઈ કરવા માટે બે ઈલેક્ટ્રિક ઝાડુ કેન્દ્ર સરકારના પ્રોજેક્ટ હેઠળ મળવાના છે.

કેન્દ્ર સરકારના પર્યાવરણ, વન અને હવામાન પરિવર્તન મંત્રાલયે રાષ્ટ્રીય સ્વચ્છ હવા કાર્યક્રમ અંતર્ગત ઉપલબ્ધ કરેલા ભંડોળમાંથી આ ઝાડુ લેવામાં આવવાના છે. આ અગાઉ આ ભંડોળમાંથી પાંચ ઇલેક્ટ્રિક ઝાડુ ખરીદવામાં આવ્યા છે. આ બે ઝાડુની ખરીદી સાથે જ પાલિકા પાસે હવે ઈલેક્ટ્રિક ઝાડુની સંખ્યા 24 થઈ જશે.

યાત્રીગણ કૃપયા ધ્યાન દે!!! સેન્ટ્રલ રેલવેમાં ફેબ્રુઆરીમાં આટલા કલાકનો મેગાબ્લોક; જાણો વિગત

અગાઉ કેન્દ્ર સરકારે ઉપલબ્ધ કરેલા આ ભંડોળમાંથી 4.75 કરોડ રૂપિયાનો પહેલો હપ્તો મળતા પાંચ ઈલેક્ટ્રિક ઝાડુ ખરીદવામા આવ્યા હતા. આ પાંચ ઝાડ ઓક્ટોબર 2021માં પાલિકાને મળ્યા હતા. હવે બાકી રહેલી 1.21 કરોડની રકમમાંથી વધુ બે ઝાડુ ખરીદવામાં આવવાના છે.

હાલ આ ઈલેક્ટ્રિક ઝાડુથી ઈસ્ટર્ન અને વેસ્ટર્ન હાઈવે પર રસ્તા સાફ કરવામાં આવે છે. એ સિવાય બાંદરા-કુર્લો કોમ્પલેક્સ, સાંતાક્રુઝ-ચેમ્બુર લિંક રોડ, ઈસ્ટર્ન ફ્રી વે પર આ ઝાડુથી સફાઈ કરવામાં આવે છે.

January 19, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

રિપબ્પિકન ડેની પરેડમાં મહારાષ્ટ્રના ટેબ્લુ જોવા મળશે નહીં, કેન્દ્ર સરકારે આ કારણથી મંજૂરી નકારી; જાણો વિગત

by Dr. Mayur Parikh January 17, 2022
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,17 જાન્યુઆરી 2022    

સોમવાર.

આ વર્ષે પ્રજાસત્તાક દિવસ  નિમિત્તે દિલ્હીના રાજપથ પર થનારા કાર્યક્રમમાં મહારાષ્ટ્રના ટેબ્લુને મંજૂરી નકારી દેવામાં આવી છે. કેન્દ્ર સરકારે પરવાનગી આપવાનો ઈન્કાર કર્યો હોવાનું જાણવા મળ્યું છે. 

પ્રજાસત્તાક દિન નિમિત્તે દિલ્હીમાં રાજપથ પર થતી પરેડમાં દેશના દરેક રાજ્યની સંસ્કૃતિના પ્રતીક એવા ચિત્રરથ (ટેબ્લુ) ભાગ લે છે, જેમાં દર વર્ષે ચોક્કસ માપદંડો અનુસાર વિવિધ રાજ્યોના રથોને તક આપવામાં આવે છે. એવી આશા હતી કે આ વર્ષે રાજપથ પર મહારાષ્ટ્રની ઝાંખી જોવા મળશે. જો કે કેન્દ્ર સરકારે મહારાષ્ટ્રના ટેબ્લુને  પરવાનગી આપવાનો ઈન્કાર કર્યો છે.

 આ વર્ષનો ટેબ્લુ 'મહારાષ્ટ્રમાં બાયોડાયવરસીટી સ્ટાર્ન્ડ (જૈવવિવિધતા ધોરણો) થીમ પર આધારિત હતો.  

મહારાષ્ટ્રના ટેબ્લુએ 2015 બાદ બે વખત પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. 2015 માં ટેબ્લુ 'પંઢરીચી વારી' ની થીમ પર  આધારિત હતો. બીજી વખત 'શિવ રાજ્યાભિષેક'ની થીમ પર આધારિત 2018 ટેબ્લુ બનાવવામાં આવ્યો હતો. આ બંને વખતે ટેબ્લુ પ્રથમ નંબરે આવ્યા હતા. આ અગાઉ 1980માં શિવરાજ્યભિષેકની થીમ પરના ટેબ્લુને પણ પહેલો એવોર્ડ મળ્યો હતો. વર્ષ 1983માં 'બુલફાઈટિંગ' વિષય પરનો ટેબ્લુ સર્વશ્રેષ્ઠ રહ્યો હતો. ત્યાર બાદ 1993 થી 1995 સુધી સતત ત્રણ વર્ષ ગણેશોત્સવ, શતાબ્દી, હાપુસ કેરી અને બાપુ સ્મૃતિની થીમ પર પ્રથમ પુરસ્કાર જીતવામાં મહારાષ્ટ્રના ટેબ્લુને સફળતા મળી હતી.

મહારાષ્ટ્ર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ઓબીસી આરક્ષણ સાથે કે તેના વગર થશે? ઓબીસી આરક્ષણ સંદર્ભની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં 19મી સુધી મુલતવી; જાણો વિગત

આ દરમિયાન જાણવા મુજબ મહારાષ્ટ્રની સાથે જ કેન્દ્ર સરકારે પશ્ચિમ બંગાળ, કેરળ અને બિહારના ટેબ્લુને પણ પરવાનગી આપવાનો ઇનકાર કર્યો છે. પ્રાથમિક માહિતી મુજબ સંરક્ષણ મંત્રાલયે સુરક્ષાના કારણોસર પરવાનગી આપવાનો ઇનકાર કર્યો છે. 

શીખ્સ ફોર જસ્ટિસ (SFJ) એ પ્રજાસત્તાક દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રસ્તો રોકવાની ધમકી આપી છે. અમે 26 જાન્યુઆરીએ વડાપ્રધાન મોદીને રસ્તા પર ઉતરવા નહીં દઈએ. શીખ ન્યાય સંગઠને કહ્યું છે કે મોદીને ઈન્ડિયા ગેટની મુલાકાત લેવાથી પણ પ્રતિબંધિત કરવામાં આવશે. 

January 17, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
CAIT demands pension scheme for traders
વેપાર-વાણિજ્ય

સારા સમાચારઃ રિટેલ બિઝનેસ પોલિસીમાં વીમા કવચ અને વેપારીઓને મળશે સસ્તા દરે લોનઃ કેન્દ્ર સરકાર લાવી રહી છે નવો પ્રસ્તાવ

by Dr. Mayur Parikh January 11, 2022
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,11 જાન્યુઆરી 2022  

મંગળવાર.

કોરોનાને પગલે 2020ની સાલમાં સમગ્ર દેશમાં ખેડૂતો કરતાં વધુ આત્મહત્યા વેપારીઓએ કરી હોવાનું સર્વેક્ષણમાં જણાઈ આવ્યું છે.  બે વર્ષના લાંબા ગાળામાં નાના અને મધ્યમ વેપારીઓની નબળી સ્થિતિ અને ઓનલાઈન કંપનીઓ અને મોટા રિટેલ સ્ટોર્સના પ્રભાવને કારણે ઘણા વેપારીઓને તેમનો વ્યવસાય ગુમાવવો પડ્યો હતો.  તેથી કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT ) દ્વારા નાના વેપારીઓ માટે સરકાર પાસે રાહતની માંગણી કરવામાં આવી હતી.  વેપારીઓને ફરી પોતાના પગ પર ઉભા થાય તે માટે નવી યોજનાઓ અમલમાં લાવવાનો અનુરોધ પણ કર્યો હતો. છેવટે CAIT ની માંગણીઓને ગંભીરતાથી ધ્યાનમાં લેતા  સરકારે નાના વેપારીઓ માટે ટૂંક સમયમાં જાહેર થનારી પોલિસીમાં વેપારીઓને ચોરી, અકસ્માત કે કુદરતી આફતો સામે વીમા કવચ આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

CAIT દ્વારા બહાર પાડવામાં આવેલી મિડિયા રિલીઝ મુજબ ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઑફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (DPIIT) દ્વારા જાહેર કરવામાં આવનાર પ્રસ્તાવિત નીતિમાં વેપારીઓને ઓછા વ્યાજે લોન આપવી, ડિજિટલ ટ્રેડિંગ પદ્ધતિઓ પૂરી પાડવામાં મદદ કરવી અને જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર સપોર્ટ આપવાનો સમાવેશ થશે. 

CAITના પદાધિકારીઓના કહેવા મુજબ પોલિસીનો હેતુ ઈ-કોમર્સ સામે સખત સ્પર્ધાનો સામનો કરી રહેલા વેપારીઓને મદદ કરવાનો છે. CAIT એ સતત સરકારી ઈ-કોમર્સ સેક્ટર પર ઓનલાઈન કંપનીઓ દ્વારા ખોટી પ્રથા અપનાવીને કરવામાં આવતા કારોબાર સામે નિયમનકારી સત્તાની રચનાની માંગણી કરી હતી અને ગ્રાહકો તરફથી સતત ફરિયાદો કરવામાં આવી રહી હતી. 

ભારત 3.1 ટ્રિલિયન ડોલરની GDP ધરાવતો દેશ બન્યો, આ વર્ષ સુધીમાં બનશે વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા- રિપોર્ટ 

CAITએ તેની  મિડિયા રિલિઝમાં કહ્યું હતું કે રિટેલ ક્ષેત્ર ભારતીય અર્થવ્યવસ્થાનું ત્રીજું સૌથી મોટું ક્ષેત્ર છે. દેશની નીતિનો મુખ્ય ધ્યેય વેપારીઓને  તેમનો વ્યવસાય કરવામાં સરળતા વધારવાનો છે.

રિટેલ ક્ષેત્ર દેશના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)માં 15 ટકાથી વધુ યોગદાન આપે છે. હાલમાં આ ક્ષેત્રમાં 50 મિલિયનથી વધુ લોકો રોજગારી આપે છે.
સરકારી  અધિકારીઓના કહેવા મુજબ પ્રસ્તાવિત નેશનલ રીટેલ પોલિસીનો ઉદ્દેશ્ય રિટેલર્સને પ્રોત્સાહિત કરવા તેમજ કિરાણા સ્ટોર્સને મદદ કરવાનો છે. આ માટે વેપારીઓને જરૂરી લાયસન્સની સંખ્યા ઘટાડવા અને અન્ય જોગવાઈઓના પાલનમાં તેમને રાહત આપવાનો પણ પ્રસ્તાવ છે.

January 11, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
દેશ

સસ્તામાં સોનું ખરીદવું છે? તો કેન્દ્ર સરકારની આ યોજનાનો લાભ લો; જાણો વિગત

by Dr. Mayur Parikh January 10, 2022
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,10 જાન્યુઆરી 2022

સોમવાર. 

સોનાના ભાવ આસમાને આંબી રહ્યા છે. છતાં  નવા વર્ષમાં કેન્દ્ર સરકારે સસ્તામાં સોનું ખરીદવાની તક સામાન્ય નાગરિકોને આપી છે. કેન્દ્ર સરકાર સોમવારથી સોવરેન ગોલ્ડ બોન્ડ દ્વારા સસ્તામાં સોનાનું વેચાણ કરવાની છે. ગ્રાહકો સોમવારથી સોવરેન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરી શકશે..
કેન્દ્ર સરકારના આદેશ મુજબ રિર્ઝવ બેન્ક ઓફ ઈન્ડિયાએ સોવરેન બોન્ડ જાહેર કર્યા છે. જે 10 થી 14 જાન્યુઆરી સુધી ખરીદી માટે ઉપલબ્ધ હશે. એક બોન્ડની કિંમત એક ગ્રામ સોનાની કિંમત જેટલી એટલે કે 4,786 રૂપિયા નક્કી કરવામાં આવી છે. તે માટે ઓનલાઈન અરજી કરવી પડશે. સોવરેન બોન્ડ એક સરકારી બોન્ડ હોઈ તેની કિંમત સાની કિંમત સાથે સંબંધ રાખે છે.

આજથી કોરોના રસીનો પ્રિકોશન ડોઝ આપવાની થઈ શરૂઆત, જાણો કોને, બે રસી પછી કેટલા સમયે આ ડોઝ લેવાશે..

ડિજિટલ સોનાની ખરીદીને પ્રોત્સાહન આપવા માટે અને ડિજિટલ ટ્રાન્ઝેકશનને પ્રોત્સાહન આપવા માટે સરકાર ગોલ્ડ બોન્ડનું વેચાણ કરી રહી હોવાનું કહેવાય છે. સોવરેન ગોલ્ડ બોન્ડ 2021-22 અંતર્ગત 10થી 14 જાન્યુઆરી દરમિયાન સરકાર તરફથી બોન્ડનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. 
 આ સોનુ પ્રત્યક્ષ રૂમમાં નથી પરંતુ બોન્ડના સ્વરૂપમાં છે. 2015ની સાલથી સરકારે આ યોજનાની શરૂઆત કરી છે.  

January 10, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

મહારાષ્ટ્રના કપડાંના વેપારીઓ ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસની શરણે, કેન્દ્ર સરકાર પાસે પોતાની વાત મનાવવાની કરી માંગણી; જાણો વિગત

by Dr. Mayur Parikh December 22, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 22 ડિસેમ્બર 2021

બુધવાર. 

કપડાં પરના ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)માં સાત ટકાનો વધારો કરવાનો કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે. તેથી GST પરનો આટલો મોટો વધારો રદ કરાવવા કપડા ઉદ્યોગના વેપારીઓ મચી પડ્યા છે. GST માં કરવામાં આવેલા વધારાને પગલે કાપડ ઉદ્યોગને ભારે સહન કરવું પડશે એવો વેપારીઓનો દાવો છે. પરંતુ કેન્દ્ર સરકાર દાદ આપતી નથી. તેથી હવે મુંબઈના વેપારીઓએ ભાજપના નેતા અને મહારાષ્ટ્રના વિરોધ પક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસની મદદ લેવા પહોંચી ગયા હતા. 

તાજેતરમાં મુંબઈના વેપારીઓના એક પ્રતિનિધ મંડળે ભાજપના નેતા રાજ પુરોહિતના નેતૃત્વમાં દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્ર ભાજપ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ સહિત રાજ્યના ડેપ્યુટી ચીફ મિનિસ્ટરની મુલાકાત લીધી હતી. કપડા પર આટલા મોટા પ્રમાણમાં લાગુ કરવામાં આવેલા GSTને ઘટાડવા માટે કેન્દ્ર સરકાર અને GST પરિષદ પર દબાવ લાવવા વેપારીઓએ વિનંતી કરી હોવાનું માનવામાં આવે છે. તેમાં વેપારીઓની વ્યથા કેન્દ્ર સરકાર સુધી પહોંચડવાનું દેવેન્દ્ર ફડણવીસે આશ્વાસન આપ્યું હોવાનું કહેવાય છે.

બિહાર ના પૂર્વ સીએમ ની જીભ કાપી નાંખનાર પર ઇનામ જાહેર કરવામાં આવ્યું. થયો હંગામો.

અહીં ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે પહેલી જાન્યુઆરી 2022થી કપડા પરના GST દરને પાંચ ટકાથી વધારીને 12 ટકા કરી રહી છે. જેની સામે દેશભરના કાપડ ઉદ્યોગ દ્વારા વિરોધ થઈ રહ્યો છે.

December 22, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

શું તમને ખબર છે મહિલાઓની લગ્ન ઉંમર સંદર્ભે કેન્દ્ર સરકારે લીધેલા નિર્ણયના મૂળમાં ઉત્તર મુંબઈના સાંસદ ગોપાળ શેટ્ટી છે? પણ કઈ રીતે? જાણો અહીં.

by Dr. Mayur Parikh December 17, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 17 ડિસેમ્બર 2021 

શુક્રવાર.

કેબિનેટે છોકરીઓની લગ્નની ઉંમર ૧૮થી બદલીને ૨૧ વર્ષ કરવાની મંજૂરી આપી દીધી છે, તેની પાછળ ઉત્તર મુંબઈના સાંસદ ગોપાલ શેટ્ટીનો પણ બહુ મોટો હાથ છે. ૨૦૧૭-૧૮થી લોકસભામાં બાળ લગ્ન કાયદામાં સુધારો કરવા માટે સાંસદ ગોપાલ શેટ્ટી બિલ લાવ્યા હતા. વર્ષો બાદ કેબિનેટે લગ્ન માટેની છોકરીઓની ઉંમરને લગતો પ્રસ્તાવ મંજૂર કર્યો છે. લગ્ની ઉંમર વધારવા માટે બાળ લગ્ન કાયદામાં સુધારો કરવામાં આવશે. બાળ લગ્ન કાયદામાં સુધારો કરવા માટેનું બિલ લોકસભાના શિયાળુ સત્રમાં રજૂ કરવામાં આવવાનું છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ૧૫મી ઓગસ્ટ ૨૦૨૦ ના મહિલાઓને કુપોષણથી મુક્ત કરવા માટે છોકરીઓની લગ્નની ઉંમર ૧૮ થી બદલીને ૨૧ ની કરવી જોઈએ એવી જાહેરાત કરી હતી. જોકે તે પહેલા જ એટલે કે ૨૯ ડિસેમ્બર ૨૦૧૭ના રોજ ઉત્તર મુંબઈના સાંસદ ગોપાલ શેટ્ટીએ આ અંગેનું બિલ રજૂ કરવાની વિનંતી કરી હતી. ત્યારબાદ ૨૩ જાન્યુઆરી, ૨૦૧૮ ના ગોપાલ શેટ્ટીએ લોકસભામાં માગણી કરી હતી કે બાળ લગ્ન અધિનિયમ ૧૯૫૪માં સુધારો કરવામાં આવે. 

સાંસદ ગોપાલ શેટ્ટીના લોકસભામાં બિલ નંબર ૧૮- ૨૦૧૮માં કહેવામાં આવ્યું હતું કે ૧૯૫૪નાં લગ્ન અધિનિયમની કલમ ૪, ક – એવી રીતે લાગુ થવી જોઈએ કે આંતરજ્ઞાતિય લગ્ન સમયે છોકરીઓને માતા-પિતા બંનેની સંમતિ આપવામાં આવે. આ સિવાય છોકરીઓના લગ્ન સમયે ૧૮ વર્ષની બદલે ૨૧ વર્ષની ગણવી જોઈએ.

મધ્ય રેલવેના મુસાફરો માટે મોટા સમાચાર, આગામી રવિવારે આ સ્ટેશન વચ્ચે રહેશે 18 કલાકનો મેગાબ્લોક

ગોલાલ શેટ્ટી સામાજીક કાર્યકર અને ચૂંટાયેલા જનપ્રતિનિધિ હોઈ ૩૫ વર્ષનો અનુભવ હોવાથી તેમણે ઘણી સામાજિક અને સાંસ્કૃતિક પરંપરાઓને નજીકથી અનુભવી છે. તેથી તેમણે લગ્ન કાયદામાં સુધારા સમયે ઉલ્લેખ કર્યો હતો કે આપણા દેશમાં પરંપરાગત મૂલ્યો, રીત-રિવાજો અને આંતરજ્ઞાતિય લગ્નો દિવસેને દિવસે વધી રહ્યા છે. ૧૮ થી ૨૧ વર્ષની વયની યુવા પેઢી માટે આ માનસિક, ભાવનાત્મક અને બૌદ્ધિક વિકાસનો સમય હોય છે. આ સમયે ૧૮ વર્ષના લગ્ન કાયદાનો દુરુપયોગ કરીને છોકરીઓને ગેરમાર્ગે દોરવાની આશંકા છે. તેથી છોકરીઓ માટે પણ ૨૧ વર્ષની ઉંમરે લગ્ન કરવા કાયદેસર કરવાની આવશ્યકતા છે, જેમ છોકરાઓ માટે ૨૧ વર્ષની ઉંમર લગ્ન માટે કાયદેસર ગણાય છે.

December 17, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
દેશ

દેશના EPFO ખાતાધારકો માટે ખુશખબરઃ 2020-21 વર્ષ માટે સરકારે કરી આ જાહેરાત. જાણો વિગત

by Dr. Mayur Parikh December 14, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 14 ડિસેમ્બર 2021

મંગળવાર.

દેશના 23.34 કરોડ એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO)ના ખાતેધારકો માટે ખુશખબર છે. સરકારે 2020-21ના વર્ષ માટે ખાતેધારકોના ખાતામાં વ્યાજ જમા કર્યું છે. EPFOની સત્તાવાર વેબસાઈટ પર તેની જાહેરાત કરવામાં આવી છે.
આ વર્ષે ઓક્ટોબર મહિનાં 2020-21 માટે 8.50 ટકા વ્યાજદરની જાહેરાત કરવામાં આવી હતી. તે મુજબ આ વ્યાજ EPFO ખાતાધારકોના ખાતામાં જમા કરવામાં આવ્યું છે.

સોમવારે તેને લગતી એક ટ્વીટ કરવામાં આવી હતી, જેમાં 8.50 ટકાના દરે વ્યાજ ખાતેધારકોના ખાતામાં જમા કરવાની જાહેરાત કરવામાં આવી હતી, તેનાથી કરોડો ખાતાધારકને રાહત થઈ હતી.

ખાતાધારકના ખાતામાં પૈસા જમા થયા કે નહીં તે મોબાઈલ પરથી પણ ચેક થઈ શકશે. ઘરે બેઠા પીએફ બેલેન્સ ચેક કરવા માટે ચાર પર્યાય છે. EPFO વેબસાઈટ પરથી, SMS ના માધ્યમથી અને મિસ કોલ આપીને તેમ જ UMANG App ડાઉનલોડ કરીને આ રકમ ચેક કરી શકાશે.

વેબસાઈટ પરથી બેલેન્સ ચેક કરવા માટે EPFO ની વેબસાઈટ  https://www.epfindia.gov.in પર લોગ ઈન કરવું. ઈ-પાસ બુક પર ક્લીક કરવું. ઈ-પાસ બુક પર ક્લીક કર્યા બાદ http://passbook.epfindia.gov.in/ memberpassbook/Login આ નવા પેજ પર જવું ત્યાં પોતાનો  UAN નંબર અને પાસવર્ડ તેમ જ કૅપ્ચ નાખવું. તમામ માહીતી ભર્યા બાદ એક નવું પેજ ઓપન થશે. ત્યારે મેમ્બર આઈડી સિલેક્ટ કરો. ત્યાં ઈ-પાસબુકના માધ્યમથી પોતાનું ઈપીએફ બેલેન્સ ચેક કરી શકાશે.

SMS ના માધ્યમથી પણ પીએફ ખાતાનું બેલેન્સ ચેક કરી શકાય છે. તે માટે પોતાના મોબાઈલ નંબરમાં EPFO સાથે રજિસ્ટર્ડ હોવો આવશ્યક છે. રજિસ્ટર્ડ મોબાઈલ પરથી EPFOHO UAN લખીને 7738299899 પર SMS કરવું પડશે. પોતાના બેલેન્સ સંબંધી માહિતી અનેક ભાષામાં મળશે. પોતાને જોઈએ તે ભાષામાં માહિતી માટે તેને ભાષાનો કોડ નાખવો પડશે.

મીસ કોલના માધ્યમથી પણ બેલેન્સ ચેક કરી શકાશે. પીએફ એકાઉન્ટથી જે નંબર લિંક કર્યો હોય તે રજિસ્ટર્ડ નંબર પરથી 011-22901406 નંબર પર મિસ કોલ આપો. મીસ કોલ આપ્યા બાદ તુરંત રજિસ્ટર્ડ નંબર પર મેસેજ આવશે જેમાં પીએફનું બેલેન્સ જાણવા મળશે.

ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગાઈને તેમની આ વાતની ચૂકવવી પડશે કિંમત? રાજ્યસભામાં આવશે હક્કભંગની નોટિસ જાણો વિગત

UMANG Appના માધ્યમથી પણ બેલેન્સ ચેક કરી શકાશે. તે માટે સ્માર્ટ ફોનમાં પ્લે સ્ટોરમાંથી UMANG App ડાઉનલોડ કરવી, પોતાનો ફોન નંબર રજિસ્ટર કરવો અને એપમાં લોગ-ઈન કરવું. ટોપ પર ડાબી બાજુએ આપેલા મેન્યુ ઓપ્શનમાં જઈને Service directory માં જવું ત્યાં EPF આ પર્યાય આપ્યો છે, તેના પર કલીક કરવું ત્યાં viewPass book માં ગયા બાદ પોતાનો UAN  નંબર અને OTP નાખીને બેલેન્સ ચેક કરી શકાય છે.

December 14, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
વેપાર-વાણિજ્ય

વેપારીઓ અને ખેડૂતો વચ્ચે ભેદભાવ રાખનારી સરકારને આગામી ચૂંટણીમા સબક મળશેઃ દેશભરમાં વેપારીઓનો આક્રોશ? જાણો વિગત

by Dr. Mayur Parikh December 1, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 1 ડિસેમ્બર 2021
બુધવાર.

પરાળી સળગાવતા ખેડૂતો સામે કેન્દ્ર સરકારે ગુનો નહીં નોંધીને માફીની જાહેરાત કરી છે. કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) એ કેન્દ્ર સરકાર સામે આ મુદ્દે સખત વાંધો ઉઠાવ્યો છે. ખેડૂતોને કારણે દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. છતાં તેમને રાહત આપવામાં આવી રહી છે. તો બીજી તરફ હોસ્પિટલ, રેસ્ટોરન્ટ, નાના કારખાના, નાના ઉદ્યોગો અને નાના કામદારોના દ્વારા નીકળતા કચરા અને પ્લાસ્ટિકની થેલીઓના ઉપયોગ પર પ્રતિબંધ મુકવામાં આવી રહ્યો છે અને વેપારીઓ પાસેથી ભારે દંડ વસૂલવામાં આવી રહ્યો છે. વ્યાપારી પ્રવૃત્તિઓને કારણે પર્યાવરણને નુકસાન પહોંચી રહ્યું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, તો ખેડૂતો દ્વારા સળગાવવામાં આવતી પરાળીથી કોઈ પ્રદૂષણ થતું નથી? સરકારનો આ તો કેવો ન્યાય? એવી નારાજગી વેપારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. CAIT દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારોને આ નિર્ણય પર પુનર્વિચાર કરવાની વિનંતી કરવામાં આવી છે.

CAIT એ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો દ્વારા લેવામાં આવેલા આ બેવડા ધોરણની સખત નિંદા કરી હતી અને બહાર પાડેલી પ્રેસ રીલીઝમાં કહ્યું હતું કે આ વેપારીઓ અને દેશના બંધારણ સાથે અન્યાય છે. આજીવિકા માટે સમાન અધિકારોની જોગવાઈઓનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. તાત્કાલિક વ્યવસ્થા કરવાથી પ્રદૂષણ ક્યારેય ઘટશે નહીં. પ્રદૂષણ ઘટાડવા માટે રાષ્ટ્રીય નીતિ ઘડવી જોઈએ અને તે પહેલાં પ્રદૂષણ ફેલાવતી તમામ પ્રવૃત્તિઓનો અભ્યાસ કરવો જોઈએ અને વૈકલ્પિક વ્યવસ્થાની વ્યવસ્થા પણ રાષ્ટ્રીય નીતિમાં સામેલ કરવી જોઈએ.

આ તારીખો નોંધી લેજો નહીં તો પૈસા માટે મારવા પડશે ફાંફાં! બેંકો ડિસેમ્બરમાં 12 દિવસ બંધ રહેશે, અહીં જુઓ રજાઓનું સંપૂર્ણ લિસ્ટ 

 

CAIT ના પદાધિકારીના કહેવા મુજબ દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં પ્રદૂષણનું સ્તર દિવસેને દિવસે વધી રહ્યું છે. દિલ્હીમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ સરેરાશ 390 અને 400 ને વટાવી ગયો છે અને તેના માટે ખેડૂતો પણ મોટાભાગે જવાબદાર છે કારણ કે તેઓ ખેતરમાં રહેલી પરાળી સળગાવે છે. પ્રદૂષણ વધારવા માટે  ખેડૂતોને જવાબદાર ગણીને તેમની સામે આકરી કાર્યવાહી કરવાને બદલે તેમની સામે નોંધાયેલા કેસ પાછા ખેંચવાની વાત થાય છે. તેમને કરાયેલા દંડને પણ માફ કરવાનો નિર્ણય લેવામાં આવે છે. બીજી તરફ કોમર્શિયલ પ્રવૃતિઓ અને કોમર્શિયલ વાહનો પર પ્રતિબંધ મૂકવો અને નજીવી બાબત પર ભારે દંડ વસૂલવો એ સરકારનું ભેદભાવપૂર્ણ વલણ દર્શાવે છે. આવી સ્થિતિમાં સૌથી મોટો સવાલ એ છે કે જો સરકાર ખેડૂતોને પરાળી સળગાવવા બદલ માફ કરી શકે છે તો વેપારીઓ સાથે ભેદભાવભર્યું વલણ શા માટે?

CAIT ના કહેવા મુજબ  દેશના હિતમાં વેપારીઓ ક્યારેય પાછળ રહ્યા નથી રહ્યા. જો વ્યાપારી પ્રવૃત્તિઓથી પ્રદૂષણનું સ્તર વધ્યું છે તો વેપારીઓએ પણ સંયમ રાખ્યો છે પરંતુ સરકાર ખુલ્લેઆમ ભેદભાવ કરી રહી છે. વેપારીઓના અસ્તિત્વ પર સવાલો ઉભા કરે છે. એ વાત પણ કોઈનાથી છુપાયેલી નથી કે સરકારનો આ નિર્ણય ઉત્તર પ્રદેશની ચૂંટણીને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે, તેથી દેશના ઉદ્યોગપતિ ચૂપ નહીં રહે અને આવનારી ચૂંટણીમાં વેપારી પણ પોતાની સાથે થઈ રહેલા અન્યાયનો જવાબ આપશે. 

December 1, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
વેપાર-વાણિજ્ય

ભારતમાં ક્રિપ્ટોકરન્સી પર આવશે પ્રતિબંધ, સંસદના શિયાળુ સત્રમાં રજૂ થઈ શકે છે બિલ; જાણો શું છે સરકારનો પ્લાન

by Dr. Mayur Parikh November 24, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 24 નવેમ્બર  2021 
બુધવાર.

સંસદનું શિયાળુ સત્ર 29 નવેમ્બરથી ચાલુ થઈ રહ્યું છે. તેમાં કુલ 26 બિલ સરકાર રજૂ કરવાની છે, તેમાં ક્રિપ્ટોકરન્સીને લગતું બિલ પણ રજૂ કરવામાં આવનાર છે. ક્રિપ્ટો કરન્સી પર પ્રતિબંધ મૂકવો કે પછી તેના પર આકરા નિયમો લાગુ કરવા તેના પર શિયાળુ સત્રમાં ચર્ચા થશે. જોકે સરકારના આ પગલાને કારણે ક્રિપ્ટોના ભાવ ગગડી ગયા છે. હાલ ક્રિપ્ટોમાં સામાન્ય નાગરિકો પણ મોટા પ્રમાણમાં રોકાણ કરી રહ્યા છે.
દેશમાં ક્રિપ્ટોકરન્સીમાં સામાન્ય લોકોનું રોકાણ કરવાનું પ્રમાણ વધી ગયું છે ત્યારે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા, આરઆરએસની સાથે જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેની સામે ચિંતા વ્યક્ત કરી છે. ક્રિપ્ટોના વધતા પ્રભાવ વચ્ચે કેન્દ્ર સરકાર ક્રિપ્ટોકરન્સી એન્ડ રેગ્યુલેશન ઓફ ઓફિશિયલ ડિજિટલ કરન્સી બિલ, 2021 રજૂ કરવાની તૈયારીમાં છે. આ બિલ અંતર્ગત ભારતમાં ખાનગી ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મૂકવામાં આવે એવી શક્યતા છે. તેમ જ  આરબીઆઈ દ્વારા રજૂ કરાનારી ડિજિટલ કરન્સીને નિયંત્રિત કરવા માળખું ઘડવા દરખાસ્ત કરવામાં આવે એવી પણ શક્યતા છે. 

જોકે  સરકાર ક્રિપ્ટોકરન્સીની ટેક્નોલોજી અને તેના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે અમુક ખાનગી ક્રિપ્ટોકરન્સીને છૂટછાટ આપવા બાબતે વિચારધીન હોવાનું કહેવાય છે. વડાપ્રધાને ક્રિપ્ટોકરન્સીને લઈને થોડા દિવસ પહેલા અધિકારીઓ સાથે એક મહત્વની બેઠક પણ કરી હોવાનું કહેવાય છે. દેશમાં ક્રિપ્ટોકરન્સીના ઉપયોગને રોકી શકાશે નહીં તેથી તેને નિયંત્રિત કરવા માટે નક્કર પગલા લેવાને મુદ્દે ચર્ચા થઈ હોવાનું માનવામાં આવે છે.

હવે એમેઝોન નો ઉપયોગ ઝેર મંગાવવા માટે થયો. ઇંદોર માં બની કમનસીબ ઘટના. જાણો વિગતે…

ક્રિપ્ટોકરન્સીમાં સામાન્ય નાગરિક પણ રોકાણ કરતો થયો છે. ક્રિપ્ટોકરન્સીને લઈને આવતી જાહેરખબરોનો મોટો મારો ચાલ્યો છે. લોકો આ જાહેરખબરના પ્રભાવમાં આવીને તેમાં રોકાણ કરી રહ્યા છે. ત્યારે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ રોકાણકારોને આકર્ષવા તેમને ગેરમાર્ગે દોરનારી જાહેરખબર સામે ચિંતા પણ વ્યક્ત કરી છે.

November 24, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક