Tag: ceo

  • લોન ફ્રોડ કેસઃ ICICI બેંકના ભૂતપૂર્વ MD અને CEO ચંદા કોચર બાદ સીબીઆઈએ હવે આ વ્યક્તિની કરી ધરપકડ.. 

    લોન ફ્રોડ કેસઃ ICICI બેંકના ભૂતપૂર્વ MD અને CEO ચંદા કોચર બાદ સીબીઆઈએ હવે આ વ્યક્તિની કરી ધરપકડ.. 

    News Continuous Bureau | Mumbai

    બેંક લોન ફ્રોડ કેસમાં કેન્દ્રીય તપાસ એજન્સી (CBI)એ મોટી કાર્યવાહી કરી છે. સીબીઆઈએ આ કેસમાં વીડિયોકોનના માલિક વેણુગોપાલ ધૂતની ધરપકડ કરી છે. આ પહેલા ગયા અઠવાડિયે, CBIએ ICICI બેંકના ભૂતપૂર્વ MD અને CEO ચંદા કોચર અને તેના દીપક કોચરની વીડિયોકોન ગ્રૂપને 3,250 કરોડ રૂપિયાની બેંક લોન આપવાના સંબંધમાં ધરપકડ કરી હતી. આ પછી મુંબઈની વિશેષ અદાલતે બંનેને ત્રણ દિવસની સીબીઆઈ કસ્ટડીમાં મોકલી દીધા હતા. તેમના પર આરોપ છે કે જ્યારે ચંદા કોચર ICICI બેંકના વડા હતા ત્યારે તેમણે વીડિયોકોન ગ્રુપને લોન આપી હતી. તેના બદલામાં ચંદાના પતિ દીપક કોચરની કંપની નુ રિન્યુએબલને વીડિયોકોન પાસેથી રોકાણ મળ્યું. 

    2012માં વીડિયોકોન ગ્રુપને ICICI બેંક દ્વારા લોન આપવામાં આવી હતી. જે પાછળથી NPA બની ગયું અને પછીથી તેને “બેંક ફ્રોડ” કહેવામાં આવ્યું. સપ્ટેમ્બર 2020માં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દીપક કોચરની ધરપકડ કરી હતી. હકીકતમાં, 2012 માં, ચંદા કોચરની આગેવાની હેઠળની ICICI બેંકે વિડિયોકોન જૂથને 3,250 કરોડની લોન આપી હતી અને છ મહિના પછી વેણુગોપાલ ધૂતની માલિકીની મેસર્સ સુપ્રીમ એનર્જીએ મેસર્સ ન્યુપાવર રિન્યુએબલ્સને 64 કરોડની લોન આપી હતી. જેમાં દીપક કોચરનો 50% હિસ્સો છે.

    આ સમાચાર પણ વાંચો: અમદાવાદ – સરળ બનશે ટ્રાન્સપોર્ટ – હવે મેટ્રો અને BRTSથી બહાર નિકળતા લોકોને મળશે ઈલેક્ટ્રીક સ્કૂટર

    ICICI બેંક અને વિડિયોકોનના શેરહોલ્ડર અરવિંદ ગુપ્તાએ વડાપ્રધાન, રિઝર્વ બેંક અને સેબીને પત્ર લખીને વિડિયોકોનના ચેરમેન વેણુગોપાલ ધૂત અને ICICI CEO અને MD ચંદા કોચર પર એકબીજાની તરફેણ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમાં દાવો કરવામાં આવ્યો છે કે ધૂતની કંપની વિડિયોકોનને ICICI બેંક તરફથી રૂ. 3250 કરોડની લોન આપવામાં આવી હતી અને તેના બદલામાં ધૂતે ચંદા કોચરના પતિ દીપક કોચર દ્વારા સંચાલિત વૈકલ્પિક ઊર્જા કંપની નુપાવરમાં રોકાણ કર્યું હતું.

    વેણુગોપાલ ધૂતની તરફેણ કરવાનો આરોપ

    આરોપ છે કે આ રીતે ચંદા કોચરે વેણુગોપાલ ધૂતને તેમના પતિની કંપની માટે ફાયદો કરાવ્યો હતો. વર્ષ 2018માં આ ખુલાસા બાદ ચંદા કોચરે બેંકમાંથી રાજીનામું આપવું પડ્યું હતું. સીબીઆઈએ અગાઉ ફેબ્રુઆરી 2018માં આ મામલે પ્રાથમિક તપાસ (PE) નોંધી હતી.

    વર્ષ 2019માં જસ્ટિસ બી.એન. શ્રીકૃષ્ણ સમિતિનો રિપોર્ટ આવ્યો. સમિતિને તેની તપાસમાં જાણવા મળ્યું કે કોચરે વીડિયોકોનને લોન આપવામાં બેંકની આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું છે. કોચરની મંજૂરી પર, આ લોનનો કેટલોક ભાગ તેના પતિ દીપકની માલિકીની કંપનીને આપવામાં આવ્યો હતો.

  • Elon Musk ના હાથમાં હવે ટ્વિટરની કમાન- CEO પરાગ અગ્રવાલ સહિત આ અધિકારીને બહારનો રસ્તો દેખાડ્યો

    Elon Musk ના હાથમાં હવે ટ્વિટરની કમાન- CEO પરાગ અગ્રવાલ સહિત આ અધિકારીને બહારનો રસ્તો દેખાડ્યો

    News Continuous Bureau | Mumbai

    ટેસ્લા(Tesla)ના સંસ્થાપક અને વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિ(Richest Person) એલન મસ્ક (Elon Musk) હવે સત્તાવાર રીતે માઇક્રોબ્લોગિંગ સાઈટ(Microblogging Site) ટ્વિટર(Twitter) ના માલિક બની ગયા છે. ગુરુવારે એક સિંક લઈને તેઓ ટ્વિટરના હેડક્વાર્ટર્સ(Headquater) માં આવ્યા હતા અને અનેક કર્મચારીઓ સાથે મુલાકાત પણ કરી. 

    માલિક બનતાની સાથે જ મસ્ક હવે એક્શન મોડમાં આવી ગયા છે.  મીડિયા રિપોર્ટ્સ મુજબ એલન મસ્કે ટ્વિટરના CEO પરાગ અગ્રવાલ(Parag Agrawal) ને CEO પદથી હટાવી દીધા છે, આટલું જ નહીં CFO નેડ સેગલની પણ હકાલપટ્ટી કરવામાં આવી છે.  આ ઉપરાંત બંને કર્મચારીઓને હેડક્વાર્ટર્સમાંથી પણ તગેડી મુકવામાં આવ્યા છે 

     આ સમાચાર પણ વાંચો : વાપીમાં ફાયર હેરકટિંગ કરાવતા યુવક દાઝી ગયો, વાળ ભડકે બળવા લાગતાં યુવક ચીસો પાડી ભાગ્યો. જુઓ વિડીયો

    ઉલ્લેખનીય છે કે એપ્રિલ મહિનામાં એલન મસ્ક દ્વારા ટ્વીટર ખરીદવાને લઈને દાવો કરવામાં આવ્યો હતો અને ભાગીદારી માટે ઑફર કરવામાં આવી હતી. કુલ 44 અબજ ડોલરમાં ડીલ (Twitter deal) કરવા માટે એલન મસ્ક તૈયાર હતા, જોકે બાદમાં ફેક અકાઉન્ટ(Fake account) ના મુદ્દાને લઈને ડીલને હોલ્ડ કરવામાં આવી હતી, ફરી ઓકટોબર મહિનામાં મસ્કનું મન બદલાયું અને ફરીથી ઓફર કરવામાં આવી અને ગઇકાલે તેઓ અચાનક જ ટ્વિટરની ઓફિસે પહોંચ્યા હતા. 

  • એલોન મસ્કની એક્સ ગર્લફ્રેન્ડે 27 વર્ષ પછી વેચ્યા પર્સનલ ફોટો- કરી અધધ-  આટલા કરોડની કમાણી

    એલોન મસ્કની એક્સ ગર્લફ્રેન્ડે 27 વર્ષ પછી વેચ્યા પર્સનલ ફોટો- કરી અધધ- આટલા કરોડની કમાણી

    News Continuous Bureau | Mumbai

    વિશ્વના સૌથી અમીર વ્યક્તિ(Richest person in the world) અને ટેસ્લાના સીઇઓ(CEO of Tesla) એલોન મસ્ક(Elon Musk) હંમેશા સમાચારમાં રહે છે. હવે તેની એક્સ ગર્લફ્રેન્ડ(Ex girlfriend) જેનિફર ગ્વિને (Jennifer Gwynne) મસ્કના જૂના ફોટા હરાજી દ્વારા વેચ્યા છે. એલોન મસ્કના કોલેજના ફોટા(College photos) અને તેની ગર્લફ્રેન્ડના યાદગાર ફોટોની 1,65,000 ડોલરમાં હરાજી(Auction) કરવામાં આવી હતી.આ એલોન મસ્કની તસવીરો છે જે આજ સુધી દુનિયામાં આવી ન હતી. બોસ્ટનમાં આ તસવીરોની હરાજી કરવામાં આવી હતી.

    ન્યૂયોર્ક પોસ્ટ (New York Post) અનુસાર, બોસ્ટન(Boston)  સ્થિત આરઆર ઓક્શને(RR Auction) જણાવ્યું કે જેનિફરે આ ફોટો ગિફ્ટ તરીકે રાખ્યો હતો. મસ્ક અને જેનિફર 1994 અને 1995 ની વચ્ચે ડેટ કરતા હતા જ્યારે તેઓ બંને યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયા(University of Pennsylvania) માં અભ્યાસ કરતા હતા. 

    મીડિયા અહેવાલો અનુસાર, હરાજીમાં નાના નીલમણિ પથ્થર સાથેનો સોનાનો હાર દર્શાવવામાં આવ્યો હતો જે મસ્કએ જેનિફરને તેના જન્મદિવસ પર ભેટમાં આપ્યો હતો. આ નેકલેસ $51,000 (રૂ. 40 લાખથી વધુ)માં વેચાયો. આગળ બર્થડે કાર્ડ(Birthday card) હતું, જેના પર મસ્ક દ્વારા સહી કરવામાં આવી હતી. તેને લગભગ $17,000 (લગભગ 14 લાખ રૂપિયા)માં વેચવામાં આવ્યું છે. 18 ફોટા પણ વ્યક્તિગત રીતે વેચાયા હતા અને તેમાંથી એક જેનિફર અને મસ્ક અન્ય ચાર લોકો સાથે પોઝ આપતા દર્શાવે છે જે $1,765 (અંદાજે 1.40 લાખ)માં વેચાય છે.

    આ સમાચાર પણ વાંચો :  આ વ્યક્તિએ 43 વર્ષમાં 53 વાર લગ્ન કર્યા, વિદેશી મહિલાઓને પણ બનાવી છે પત્ની! ખૂબ જ વિચિત્ર કારણ

    એવું કહેવામાં આવી રહ્યું છે કે ઇલોન મસ્કની પૂર્વ પ્રેમિકાએ તેના પુત્રના ભણતરનો ખર્ચ (education Cost) ઉઠાવવા માટે મસ્ક સાથેની તેની તસવીરોની હરાજી કરવાનો નિર્ણય લીધો હતો. આ તસવીરો ઓક્શન હાઉસ રૉક્શનની વેબસાઈટ(Website of House Roktion) પર મૂકવામાં આવી હતી. આ ફોટા માટે બોલી 15 સપ્ટેમ્બર સુધી ચાલી હતી.

  • ઈન્ટરનેશનલ કંપનીમાં છવાયા ભારતીય મૂળના આ વ્યક્તિ- Starbucksના નવા CEO ઈન્ડિયન- જાણો વિગતે

    ઈન્ટરનેશનલ કંપનીમાં છવાયા ભારતીય મૂળના આ વ્યક્તિ- Starbucksના નવા CEO ઈન્ડિયન- જાણો વિગતે

    News Continuous Bureau | Mumbai

    અન્ય એક ભારતીયે(Indian) પોતાની પ્રતિભાથી આંતરરાષ્ટ્રીય કંપની(International company)માં ટોચનું સ્થાન હાંસલ કર્યું છે.

    વિશ્વની સૌથી મોટી કોફી જાયન્ટ કંપની સ્ટારબક્સે(Coffee giant company Starbucks) ભારતીય મૂળ(Indian-origin)ના લક્ષ્મણ નરસિમ્હન(Laxman Narasimhan)ને તેના નવા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) તરીકે નિયુક્ત કર્યા છે. 

    લક્ષ્મણ નરસિમ્હન 1 ઓક્ટોબરથી કંપનીમાં જોડાશે અને હોવર્ડ શુલ્ટ્ઝની જગ્યા લેશે

    જોકે હાવર્ડ શુલ્ટ્ઝ એપ્રિલ 2023 સુધી વચગાળાના વડા તરીકે રહેશે, જે પછી તેઓ સ્ટારબક્સ બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સભ્ય તરીકે રહેશે.

    આ સમાચાર પણ વાંચો : પાકિસ્તાનમાં થયેલી અતિવૃષ્ટિની અસર ગુજરાતમાં- કચ્છનું રણ દરિયામાં ફેરવાયું- જુઓ વિડિયો 

  • નેશનલ સ્ટોક એક્સચેન્જના નવા એમડી અને સીઈઓના પદે આ અધિકારીની નિમણૂક- જાણો વિગત

    નેશનલ સ્ટોક એક્સચેન્જના નવા એમડી અને સીઈઓના પદે આ અધિકારીની નિમણૂક- જાણો વિગત

    News Continuous Bureau | Mumbai

    નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના મેનેજિંગ ડાયરેક્ટર (MD)અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO)તરીકે આશિષકુમાર ચૌહાણ (Ashish Chauhan) નિયુક્ત કરવામાં આવ્યા છે. સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ (SEBI)  દ્વારા રવિવારે તેની જાહેરાત કરવામાં આવી છે.

    આશિષકુમાર(Ashish Chauhan) વિદાય લેનાર એમડી અને સીઈઓ વિક્રમ લિમયે(Vikram Limaye)ના અનુગામી બન્યા હોવાના મીડિયા અહેવાલ છે. NSE ની ગવર્નિંગ બોડીએ નવા એમડી અને સીઈઓ હોદ્દો અખત્યાર ન કરે ત્યાં સુધી કંપનીની કામગીરીઓ સંભાળવા માટે એક આંતરિક એક્ઝિક્યૂટિવ કમિટીની રચના કરી છે.

    આ સમાચાર પણ વાંચો : શું એકનાથ શિંદેના બળવા બાદ ઉદ્ધવ ઠાકરેએ ભાજપના આ નેતાનો સંપર્ક સાધ્યો હતો- જાણો વિગતે 

    મિડિયા હાઉસના અહેવાલ મુજબ આશિષ ચૌહાણ(Ashish Chauhan) એમડી અને સીઈઓ તરીકેનો એમનો હોદ્દો સંભાળી લેશે એ પછી આ કમિટીનું વિસર્જન કરી દેવામાં આવશે.

    વિક્રમ લિમયેની પાંચ વર્ષની મુદત 16 જુલાઈએ પૂરી થઈ ગઈ છે. એમડી અને સીઈઓના પદ માટે પાત્ર હોવા છતાં એમણે બીજી મુદત માટે પોતાને ચાલુ રાખવાની માંગણી કરી નહોતી. 2017ના જુલાઈમાં, એનએસઈના ભૂતપૂર્વ એમડી અને સીઈઓ ચિત્રા રામકૃષ્ણની વિદાયને પગલે લિમયેને એનએસઈના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

  • ના હોય- કેપ્ટન કૂલ ધોની વિરુદ્ધ બિહારમાં કેસ દાખલ- કોર્ટે મામલાને સ્વીકાર્યો- જાણો શું છે સમગ્ર મામલો

    ના હોય- કેપ્ટન કૂલ ધોની વિરુદ્ધ બિહારમાં કેસ દાખલ- કોર્ટે મામલાને સ્વીકાર્યો- જાણો શું છે સમગ્ર મામલો

    News Continuous Bureau | Mumbai 

    શું તમે ક્યારેય સપનામાં પણ વિચાર્યું હતું કે, ભારતને વર્લ્‌ડ કપ(World Cup) સહિતની તમામ મોટી ટ્રોફી જીતાડનાર કેપ્ટન કૂલ મહેન્દ્ર સિંહ ધોની(Mahendra Singh Dhoni) પોલીસના ચક્કરમાં ફસાઈ જશે. ધોની પર પોલીસ કેસ(Police case) કરવાની નોબત આવશે. પરંતુ કોણ જાણે અચાનક શું થયું, કે કિસ્મતને શું મંજૂર હતું..એ જ કારણ છે કે, ના થવાનું થઈ ના જાય તેનું ખાસ ધ્યાન રાખવું.

    બિહારના બેગુસરાઈમાં(Begusarai) ભારતીય ક્રિકેટ ટીમના(Indian cricket team) કેપ્ટન કૂલ તરીકે ઓળખાતા અને IPL સિવાય ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેનાર મહેન્દ્ર સિંહ ધોની સામે કેસ નોંધાયો છે… આ કેસ બેગુસરાય કોર્ટમાં(Begusarai Court) નોંધાયો છે.  ધોની સહિત ૭ લોકો સામે ખાતર વિક્રેતાએ કેસ દાખલ કર્યો છે.

    આ સમાચાર પણ વાંચો : ક્રિકેટપ્રેમીઓને મોટો ઝટકો-આ ખેલાડીએ બાંગ્લાદેશ ટેસ્ટ ટીમના કેપ્ટન પદેથી આપ્યું રાજીનામું-જાણો શું છે કારણ

    આ વિવાદ બે કંપની વચ્ચે છે. ખાતર બનાવતી કંપનીએ તેની પ્રોડક્ટના વેચાણ માટે એસકે એન્ટરપ્રાઇઝ(SK Enterprise) બેગુસરાય નામની એજન્સી સાથે કરાર કર્યો હતો. કંપની વતી ખાતર એજન્સીને(Fertilizer Agency) મોકલવામાં આવ્યું હતું પરંતુ ત્યાંથી માર્કેટિંગનો(marketing) સહયોગ મળ્યો ન હતો. બાદમાં એજન્સીના માલિક નીરજ કુમાર નિરાલાએ(Neeraj Kumar Nirala) કંપની પર અસહકારનો આરોપ(Allegation of non-cooperation) લગાવ્યો અને કહ્યું કે તેના કારણે નુકસાન થયું છે. આ કંપનીની પ્રોડક્ટની જાહેરાત ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ કરી હતી..જેથી નીરજ કુમાર નિરાલાએ ધોની વિરુદ્ધ પણ કેસ દાખલ કર્યો છે. આ સાથે કંપનીના સીઈઓ(CEO) સહિત સાત અન્ય લોકોને પણ આરોપી બનાવવામાં આવ્યા છે. કોર્ટે આ મામલાને સ્વીકારી લીધો છે અને આગામી સુનાવણી માટે ૨૮ જૂનની તારીખ નક્કી કરી છે.

  • પીએમ મોદી આજથી બે દિવસ જાપાનની મુલાકાતે, 40 કલાકમાં 1 રાષ્ટ્રપતિ, 2 PM અને 35 CEOને મળશે, કુલ આટલી મીટિંગમાં હાજરી આપશે; જાણો તેમનો સંપૂર્ણ કાર્યક્રમ.. 

    પીએમ મોદી આજથી બે દિવસ જાપાનની મુલાકાતે, 40 કલાકમાં 1 રાષ્ટ્રપતિ, 2 PM અને 35 CEOને મળશે, કુલ આટલી મીટિંગમાં હાજરી આપશે; જાણો તેમનો સંપૂર્ણ કાર્યક્રમ.. 

    News Continuous Bureau | Mumbai

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi) આજે QUAD સમિટમાં ભાગ લેવા માટે ટોક્યો(Tokyo)પહોંચ્યા છે. 

    પીએમ મોદી આ 40 કલાકની મુલાકાત દરમિયાન US રાષ્ટ્રપતિ જો બિડેન, જાપાનના PM ફ્યુમિયો કિશિદા અને ઑસ્ટ્રેલિયાના નવા ચૂંટાયેલા PM એન્થોની અલ્બેનિસને મળશે. 

    સાથે જ તેઓ અહીં જાપાનના 35 બિઝનેસ લીડર્સ અને CEOને પણ મળશે. આ દરમિયાન તેઓ 23 બેઠકોમાં ભાગ લેશે.

    આ ઉપરાંત તેઓ ક્વોડ મીટિંગ સિવાય યુએસ પ્રમુખ જો બાઇડન સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. આ બેઠકમાં દ્વિપક્ષીય સંબંધો ઉપરાંત રશિયા-યુક્રેન મુદ્દે પણ ચર્ચા થશે.

    આ સમાચાર પણ વાંચો :  પંજાબ નેશનલ બેન્કનું 13000 કરોડનું ફુલેકું ફેરવી જનાર મેહુલ ચોક્સીને મોટી રાહત, આ દેશમાં નોંધાયેલા તમામ કેસ પાછા ખેંચાયા.. જાણો વિગતે 

  • ટ્વિટર ડીલ અટકી, એલોન મસ્કે ટેકઓવરને લઇને કર્યુ આ મોટુ એલાન.. જાણો શું છે કારણ 

    ટ્વિટર ડીલ અટકી, એલોન મસ્કે ટેકઓવરને લઇને કર્યુ આ મોટુ એલાન.. જાણો શું છે કારણ 

     

    News Continuous Bureau | Mumbai

    વિશ્વજગતના સૌથી મોટા ટેક્નોલોજી સોદા(technology deal) ટ્વિટર-મસ્ક(twitter-musk) ડીલ ખોરંભે ચઢી છે.

    મીડિયા રિપોર્ટ્સ મુજબ એલન મસ્કે(Elon Musk) સોશિયલ મીડિયા(Social media) કંપની ટ્વિટરને(Twitter) ખરીદવાનું હાલ પૂરતું હોલ્ડ(On hold) પર રાખી દીધું છે.

    તેમણે ટ્વિટર ડીલને(Twitter deal) હોલ્ડ પર રાખવાનું કારણ સ્પેમ(Spam) અથવા ફેક (નકલી) એકાઉન્ટ(Fake accounts) જણાવ્યું છે.

    એલોન મસ્કે કહ્યું ટ્વિટરના કુલ 22.9 કરોડ યુઝર્સમાં(Users) કેટલાક નકામા ખોટા, સ્પેમ એકાઉન્ટ અંગે ચોક્કસ માહિતી મળે નહિ ત્યાં સુધી આ સોદો મુલતવી રાખવામાં આવ્યો છે. 

    જો કે, ડીલ કાયમ માટે હોલ્ડ પર મૂકવામાં આવી નથી, પરંતુ મસ્કે તેને અસ્થાયી ધોરણે હોલ્ડ પર મૂકી છે. 

    ગયા મહિનાની શરૂઆતમાં, મસ્કે ટ્વિટરને 44 બિલિયન ડોલરમાં ખરીદવા માટે ડીલ કરી હતી.

    આ સમાચાર પણ વાંચો:  રશિયાની ધમકીને આ પાડોશી દેશે અવગણી, નાટોમાં જોડાવા માટે કરી જાહેરાત… જાણો વિગતે.. 

  • ઘર ખરીદવા ઈચ્છુકોને ફટકો, અગ્રણી ફાઈનાન્સ કંપનીએ હોમ લોનના વ્યાજ દરમાં કર્યો આટલો વધારો.. જાણો વિગતે.

    ઘર ખરીદવા ઈચ્છુકોને ફટકો, અગ્રણી ફાઈનાન્સ કંપનીએ હોમ લોનના વ્યાજ દરમાં કર્યો આટલો વધારો.. જાણો વિગતે.

    News Continuous Bureau | Mumbai

    ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા રેપો રેટમાં સુધારો કર્યા બાદ અનેક બેંકોએ તેમના વ્યાજદરમાં(Interest rtae) વધારો કર્યો છે, તેમાં હવે દેશની અગ્રણી લાઇફ ઇન્સ્યોરન્સ(Life insurance) કોર્પોરેશન હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (LIC HFL) પણ જોડાઈ ગઈ છે. LIC HFLએ તેના લોન વ્યાજ દરમાં વધારો કર્યો છે. હોમ લોન પરના નવા વ્યાજ દરો અગાઉના 6.7 ટકાથી વધીને હવે 6.9 ટકા કરી નાખવામાં આવ્યા છે. નવા દર 13 મે, 2022 એટલે કે આજથી જ અમલમાં આવી ગયા છે.

    LIC હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (LIC HFL), ભારતની સૌથી મોટી હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓમાંની એક છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) ચાર મે, 2022 ના રોજ રેપો રેટમાં(Repo rate) સુધારાની જાહેરાત બાદ LIC HFL એ  તેના લોન પ્રોડ્કસ માટેના વ્યાજના દરમાં સુધારો કર્યો છે,તદનુસાર, LIC HFL એ તમામ રિટેલ લોન પ્રોડક્ટ કેટેગરીમાં તેના વ્યાજદરમાં પણ સુધારો કર્યો છે. 

    આ સમાચાર પણ વાંચો:  Jioનો જોરદાર ધમાકો. માર્ચમાં આટલા મિલિયન સબ્સ્ક્રાઇબર્સ મેળવીને ટોચ પર.. જાણો વિગતે.

    LIC HFL ના MD અને CEO વાય વિશ્વનાથ ગૌડે(Vishwanath Gowde) એક મીડિયા હાઉસના જણાવ્યા મુજબ “RBIએ લાંબા સમય બાદ પોલિસી રેટમાં(Policy rate) વધારો કર્યો છે અને તેની અસર તમામ ધિરાણકર્તાઓ પર જોવા મળી રહી છે.  ભંડોળના ખર્ચમાં વધારો થયો હોવા છતાં અમારા હોમ લોનના દરોને સ્પર્ધાત્મક રાખ્યા છે.

     RBIએ  એક ઑફ-સાયકલ MPC મીટિંગમાં ફુગાવાના વધારાને કારણે વ્યાજ દર 40 bps વધારીને 4.40 ટકા કરવાનો નિર્ણય લીધો હતો. રેપો રેટમાં વધારો એ લોન અને EMI દરમાં વધારો દર્શાવે છે. ઓગસ્ટ 2018 પછીનો આ પ્રથમ દરમાં વધારો હતો અને MPC દ્વારા રેપો રેટમાં અનિશ્ચિત વધારો કરવાનો પ્રથમ દાખલો હતો.
     

  •  વિશ્વના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ Elon Muskને રહસ્યમય મૃત્યુનો ડર? ટેસ્લા સીઈઓના ટ્વીટથી ખળભળાટ; જાણો એવું તો શુ લખ્યું છે ટ્વિટમાં.. 

     વિશ્વના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ Elon Muskને રહસ્યમય મૃત્યુનો ડર? ટેસ્લા સીઈઓના ટ્વીટથી ખળભળાટ; જાણો એવું તો શુ લખ્યું છે ટ્વિટમાં.. 

    News Continuous Bureau | Mumbai

    વિશ્વના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ(worlds richest businessman)અને ટેસ્લાના સીઈઓ એલન મસ્ક(CEO of Tesla Elon Musk) દરરોજ ટિ્‌વટર(twitter) પર ધમાલ મચાવી રહ્યા છે. જ્યારથી એલન મસ્ક દ્વારા ટિ્‌વટર હસ્તગત કરવાની વાત સામે આવી છે ત્યારથી ટિ્‌વટર અને એલન મસ્ક બંને ચર્ચાનો વિષય બન્યા છે. મસ્કે ટિ્‌વટરને ૪૪ અબજ ડોલરમાં ખરીદવાની વાત કરી છે, તો આ ડીલ(twitter deal) ટૂંક સમયમાં પૂર્ણ થવાની આશા છે. આજે મસ્કે ટિ્‌વટ કરીને તેના રહસ્યમય મૃત્યુની શંકા વ્યક્ત કરી છે.

    એલન મસ્કે ટ્‌વીટમાં કહ્યું કે ‘જાે રહસ્યમય સંજાેગોમાં મારું મૃત્યુ થાય તો એ જાણીને સારું લાગ્યું' જાે કે મસ્કના આ ટ્‌વીટનો અર્થ સ્પષ્ટ રીતે સમજી શકાયો નથી, પરંતુ તેને રશિયન સેના(Russian army) સાથે જોડવામાં આવી રહ્યો છે. થોડા સમય પહેલા એલન મસ્કે એક પોસ્ટ શેર કરી હતી, જે કોઈ સ્ટેટમેન્ટનો સ્ક્રીનશોટ લાગે છે જે કથિત રીતે રોસ્કોસ્મોસના ડિરેક્ટર જનરલ દિમિત્રી ઓલેગોવિચ રોગોઝિને રશિયન મીડિયાને આપેલું સ્ટેટમેન્ટ હતું. આમાં રશિયા(Russia)ના રોગોઝિને એલન મસ્કને યુક્રેનિયન સૈન્યને કમ્યુનિકેશન ડિવાઇસ આપવા અંગે ધમકી આપી હતી. રોસ્કોસ્મોસના વડાએ કથિત રીતે રશિયન મીડિયાને જણાવ્યું હતું કે મારીયુપોલમાં મસ્કનું સેટેલાઇટ કોન્સ્ટેલેશન યુક્રેન સેનાને ઈન્ટરનેટ એક્સેસ પ્રદાન કરી રહ્યું છે. 

    આ સમાચાર પણ વાંચો : યુક્રેન પર હુમલાઓ વચ્ચે રશિયાએ કર્યું શક્તિ પ્રદર્શન, યુદ્ધ અંગે વ્લાદિમીર પુતિને કહી આ વાત; જાણો વિગતે 

    આ બંને ટ્‌વીટથી એવી અટકળો લગાવાઈ રહી છે કે મસ્કને યુક્રેનને યુદ્ધ(Russia Ukraine War)માં મદદ કરવાને લઇને ધમકીઓ મળી રહી છે. થોડા દિવસો પહેલા, મસ્કે ટિ્‌વટર પર કેટલાક યુઝર્સના ઉપયોગ માટે ચાર્જ લગાવવા વિશે પણ ટિ્‌વટ કર્યું હતું. મસ્ક ઘણીવાર ટિ્‌વટરની પોલિસી(Twitter policy)ની ટીકા કરતા રહે છે, હવે જાેવાનું એ રહે છે કે ટિ્‌વટર ખરીદની ડીલ પૂર્ણ થયા બાદ મસ્ક ટિ્‌વટરમાં કેવી રીતે ફેરફાર કરી શકે છે.