• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - chairman - Page 3
Tag:

chairman

વેપાર-વાણિજ્ય

મોટા સમાચાર – રિલાયન્સ જિયોના ચેરમેન પદેથી મુકેશ અંબાણીએ આપ્યું રાજીનામું- જાણો હવે કોણ હશે નવા ચેરમેન 

by Dr. Mayur Parikh June 28, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

ભારતના સૌથી મોટા ઉદ્યોગપતિ(Businessman) અને એશિયાના(Asia) સૌથી મોટા ધનકુબેર, રિલાયન્સ સમૂહના(Reliance Group) વડા મુકેશ અંબાણીએ(Mukesh Ambani) રિલાયન્સ જિયોના(Reliance Jio) ડાયરેક્ટર પદેથી(Director position) રાજીનામું આપ્યું છે. 

મીડિયા રિપોર્ટ મુજબ અંબાણીએ 27મી જૂનના રોજ કંપનીના ડાયરેક્ટર પદેથી રાજીનામું(Resignation) આપ્યું છે.

રિલાયન્સ જિયોના(Chairman) ચેરમેનનો પદભાર હવે પુત્ર આકાશ અંબાણી(Akash Ambani) સંભાળશે.

સાથે પંકજ મોહન પવારને(Pankaj Mohan Pawar) મેનેજિંગ ડાયરેક્ટર(Managing director) પદે નિમ્યાં છે અને રમિન્દર સિંઘ અગ્રવાલ(Raminder Singh Agarwal) અને કેવી ચૌધરીને પણ પાંચ વર્ષ માટે સ્વતંત્ર ડાયરેક્ટર તરીકે નિમ્યાં છે.

આકાશ જિયોના બોર્ડમાં(Jio board) હાલ નોન એક્ઝયુકિટીવ ડાયરેક્ટર(Non-Executive Director) તરીકે ફરજ બજાવી રહ્યાં છે.

આ સમાચાર પણ વાંચો :  સાવધાન, તમે ખરીદી રહેલા ઘરનો પ્રોજેક્ટ મહારેરામાં રજિસ્ટર્ડ તો છે ને- મહારાષ્ટ્રમાં આટલા રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સની મહારેરા નોંધણી લેપ્સ થઈ-જાણો વિગત

June 28, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
વેપાર-વાણિજ્ય

150 વર્ષથી વધુ જૂના આ બિઝનેસ ગ્રુપનું નેતૃત્વ કરનારા દિગ્ગ્જ ઉદ્યોગપતિનું 93 વર્ષની વયે નિધન- મુંબઈમાં લીધા અંતિમ શ્વાસ

by Dr. Mayur Parikh June 28, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

150 વર્ષથી વધુ જૂના શાપૂરજી પલોનજી ગ્રૂપ(Shapoorji Pallonji group)નું નેતૃત્વ કરનારા બિઝનેસ ટાયકૂન(business tycoon) પલોનજી મિસ્ત્રી(Pallonji Mistry)નું અવસાન થયું છે. 

93 વર્ષના દિગ્ગજ ઉદ્યોગપતિએ તેમના મુંબઈ(Mumbai)ના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા.

પલોનજી મિસ્ત્રીએ જૂથના નિર્માણ અને મજબૂતીકરણમાં મોટી ભૂમિકા ભજવી હતી. 

150 વર્ષથી વધુ જૂનું, શાપૂરજી પલોનજી ગ્રૂપ(Shapoorji Pallonji group)એ ભારતની સૌથી મોટી બિઝનેસ કંપનીઓમાંની એક છે અને તેની સફળતા માટે એકાંતિક અબજોપતિ – પલોનજી મિસ્ત્રીને શ્રેય આપવામાં આવે છે.

તેમના નિધનથી ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર પ્રસરી ગઈ છે.

આ સમાચાર પણ વાંચો : ફિલ્મ શમશેરાના ટ્રેલર લૉન્ચમાં પહોંચતા પહેલા રણબીર કપૂરની કારનો થયો અકસ્માત-એક્ટરે પોતે જ જણાવી આપવીતી

June 28, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
વેપાર-વાણિજ્ય

હવાઈ મુસાફરી થઈ મોંઘી- આ એરલાઈને ફ્લાઈટ ભાડામાં આટલા ટકાનો કર્યો વધારો- જાણો કારણ

by Dr. Mayur Parikh June 16, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

સ્થાનિક એરલાઈન(airline) સ્પાઈસજેટએ(SpiceJet) ફ્લાઈટ ભાડું(Flight fare) મોંઘું કરી દીધું છે. 

બજેટ કેરિયર સ્પાઈસજેટ લિમિટેડે(Budget carrier SpiceJet Ltd) ગુરુવારે ભાડામાં 15% વધારાની જાહેરાત કરી છે.

એરલાઈન્સે આ નિર્ણય એર ટર્બાઇન  ફ્યુઅલના(Air turbine fuel) ભાવમાં વધારા બાદ લીધો છે. 

સ્પાઈસ જેટના ચેરમેન(Chairman) અને એમડી અજય સિંહે(MD Ajay Singh) કહ્યું, મોંઘા ATF અને ડોલર સામે રૂપિયાના અવમૂલ્યનને કારણે તેમની પાસે હવાઈ ભાડું(Airfare) મોંઘું કરવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી.

માનવામાં આવે છે કે સ્પાઈસ જેટના આ નિર્ણય બાદ અન્ય એરલાઈન્સ પણ હવાઈ ભાડામાં વધારો કરવાનો નિર્ણય લઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો : મોંઘવારી-હવે સ્વીસ નેશનલ બેંકે પણ 2007 બાદ પ્રથમ વખત વ્યાજદર વધાર્યા-જાણો કેટલા પોઈન્ટનો વધારો કર્યો 

June 16, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
વેપાર-વાણિજ્ય

યસ બેંક ફ્રોડ કેસમાં CBIની મોટી કાર્યવાહી, ABIL ગ્રુપના ચેરમેનની કરી ધરપકડ… જાણો શું છે સમગ્ર મામલો.. 

by Dr. Mayur Parikh May 27, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

યસ બેંક(Yes Bank)-DHFL ફ્રોડ કેસમાં(fraud case) CBIએ મોટી કાર્યવાહી કરી છે.

સીબીઆઈએ પુણે(Pune) સ્થિત રિયલ એસ્ટેટ સમૂહ(Real Estate group) એબીઆઈએલ ગ્રુપના(ABIL Group) ચેરમેન(Chairman) અવિનાશ ભોસલે(Avinash Bhosle)ની ધરપકડ કરી છે. 

સીબીઆઈને શંકા છે કે મહારાષ્ટ્ર (Maharashtra) સ્થિત અનેક રિયલ એસ્ટેટ કંપનીઓ(Real estate company) દ્વારા ગેરકાયદેસર નાણાં(Illegal money) મોકલવામાં આવ્યા હતા. તેમની પાસે ABIL જૂથ પણ છે. 

ઉલ્લેખનીય છે કે 30 એપ્રિલના રોજ કેન્દ્રીય તપાસ એજન્સીએ(Central Investigation Agency) રાજ્યના જાણીતા બિલ્ડરોના પરિસરમાં સર્ચ કર્યું હતું. ઓપરેશન દરમિયાન એબીઆઈએલ અને ભોસલેના પરિસરમાં પણ સર્ચ કરવામાં આવ્યું હતું.

આ સમાચાર પણ વાંચો : મહત્વના સમાચાર: કમ્પોઝીશન સ્કીમ હેઠળ GST રિટર્ન ફાઈલ કરનારાઓને રાહત, જૂન સુધીની આપી મુદત.. જાણો વિગતે

May 27, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
વેપાર-વાણિજ્ય

ફ્યુચર ગ્રુપમાં હડકંપઃ રાકેશ બિયાણીએ ફ્યુચર ગ્રુપમાંથી આપ્યું રાજીનામું.જાણો વિગતે.

by Dr. Mayur Parikh May 5, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

 ફ્યુચર રિટેલના(Future retail) મેનેજિંગ ડિરેક્ટર(MD) રાકેશ બિયાનીએ(Rakesh Biyani) પોતાના પદ પરથી રાજીનામું(Resignaion) આપી દીધું છે. ફ્યુચર ગ્રુપ પહેલેથી જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે ત્યારે રાકેશ બિયાણીએ રાજીનામા આપી દીધું છે. ફ્યુચર ગ્રુપની ફ્લેગશિપ ફર્મ  રહેલી ફ્યુચર રિટેલને નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ(National Company Law Tribunal) સમક્ષ નાદારીની અરજી નો સામનો કરી રહી છે. રિલાયન્સે(Reliance) ફ્યુચર રિટેલ સાથે રૂ. 24,713 કરોડનો સોદો રદ કર્યો છે. ત્યારે ફ્યુચર રિટેલના સિનિયર એક્ઝિક્યુટિવે રાજીનામું આપ્યું હોવાના મીડિયામાં અહેવાલ આવ્યા છે.

મીડિયા હાઉસ માં આવેલા અહેવાલ મુજબ રાકેશ બિયાનીને 2 મે, 2019 ના રોજ ત્રણ વર્ષની મુદત માટે મેનેજિંગ ડિરેક્ટર તરીકે ફરીથી નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમનો કાર્યકાળ 1 મે, 2022 ના રોજ સમાપ્ત થયો. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેને મેનેજિંગ ડિરેક્ટર તરીકે ફરીથી નિમણૂંક કરવામાં આવી નથી કારણ કે તેને પુનઃ નિયુક્તિ ની માંગ કરી ન હતી.

આ ઉપરાંત, બિયાની કંપનીના સંબંધિત બોર્ડ ઓફ ડિરેક્ટર્સ(Board of directors) ના સભ્ય પણ હતા. કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે તેમણે બોર્ડમાંથી રાજીનામું આપી દીધું છે.

મીડિયામાં આવેલા અહેવાલ મુજબ ફ્યુચર રિટેલ લિમિટેડના કંપની સેક્રેટરી વીરેન્દ્ર સામાણીએ(Virendra samani) પણ રાજીનામું આપી દીધું છે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેણે વધુ સારા ભવિષ્ય માટે રાજીનામું આપ્યું છે. કંપનીએ તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે અને તેમને 30 એપ્રિલ, 2022થી નોકરીમાંથી છૂટા કરવામાં આવ્યા છે.

આ સમાચાર પણ વાંચો : LIC IPOનું પહેલા દિવસે જોરદાર ઓપનિંગઃ  પોલિસીધારકોનો ક્વોટા લગભગ 2 ગણો ભરાયો

ફ્યુચર ગ્રૂપમાં ફ્યુચર સપ્લાય ચેઇન સોલ્યુશન્સ, ફ્યુચર રિટેલ, ફ્યુચર લાઈફ સ્ટાઇલ ફેશન્સ, ફ્યુચર કન્ઝ્યુમર અને ફ્યુચર એન્ટરપ્રાઇઝિસ નો સમાવેશ થાય છે.મીડિયામાં આવેલા અહેવાલ મુજબ રિલાયન્સ કંપનીનું  ફ્યુચર કંપની સાથે અધિગ્રહણને મુદ્દા પર ફ્યુચર રિટેલ, રિલાયન્સ અને એમેઝોન(Amazon) આ ત્રણ કંપનીઓ  વચ્ચે કાનૂની લડાઈ ચાલી રહી છે. એમેઝોને ફ્યુચર રિટેલ અને રિલાયન્સ વચ્ચેની ડીલનો વિરોધ કર્યો છે. સુપ્રીમ કોર્ટમાં(Supreme court) પોતાના કેસનો બચાવ કરતા ફ્યુચર ગ્રુપે આરોપ લગાવ્યો હતો કે એમેઝોને રૂ. 1,400 કરોડના સોદા માટે રૂ. 26,000 કરોડની કંપનીને તોડી પાડી હતી. એમેઝોને અગાઉ ફ્યુચર રિટેલ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ(Reliance industries) પર છેતરપિંડીનો(Scam) આરોપ લગાવ્યો હતો. આ માટે એમેઝોને અખબારોમાં જાહેરાતો પણ છાપી હતી.

 

May 5, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
વેપાર-વાણિજ્ય

MDH મસાલા ની જાહેરખબરમાં આવનારા આ નવા શખ્સ કોણ?  જાણો વિગતે

by Dr. Mayur Parikh April 26, 2022
written by Dr. Mayur Parikh

 

News Continuous Bureau | Mumbai  

મસાલા કિંગથી(Masala king) મશહૂર થયેલા ધર્મપાલ ગુલાટી(Dharampal gulati) જ્યાં સુધી જીવિત હતા, ત્યાં સુધી તેઓ MDH મસાલા ની જાહેરખબરમાં ચમકતા હતા. પરંતુ હવે જાહેરખબરમાં એક નવા વયોવૃદ્ધ માણસ દેખાય છે, તેથી તેઓ કોઈ છે તે જાણવાની સૌ કોઈ ઉત્સુકતા વધી ગઈ છે. ત્યારે જાહેરખબરમાં ચમકી રહેલા શખ્સ બીજું કોઈ નહીં પણ ધર્મપાલ ગુલાટી ના જ પુત્ર રાજીવ ગુલાટી(rajeev gulati) હોવાનું જાણવા મળ્યું છે.

ધર્મપાલ ગુલાટી જ્યાં સુધી હયાત હતા ત્યાં સુધી MDH મસાલા ની જાહેરખબરમાં તેઓ જ દેખાતા હતા. પરંતુ ડિસેમ્બર 2020માં તેમનું મૃત્યુ થઈ ગયું હતું. અત્યાર સુધી MDH મસાલા ની જૂની જ જાહેરખબર આવતી હતી, જેમાં ધર્મપાલ ગુલાટી દેખાતા હતા. પરંતુ હવે થોડા દિવસથી MDH મસાલા ની નવી જાહેરખબર આવી રહી છે, તેમાં એક નવા જ દાઢીવાળા  શખ્સ જોવા મળી રહ્યા છે. હકીકતમાં તેઓ કોઈ મોડેલ(Model) નહીં પણ ધર્મપાલ ગુલાટી ના પુત્ર અને MDH મસાલા કંપનીના ચેરમેન(Chairman)  છે.

આ સમાચાર પણ વાંચો : ગૌતમ અદાણી વિશ્વના ટોપ-5 અમીરોની યાદીમાં સામેલ, આ ધનકુબેરને પણ પાછળ છોડ્યા; જાણો તેમની સંપત્તિમાં કેટલો થયો વધારો

લાંબા સમયથી MDH કંપની વેચાઈ ગઈ હોવાની અટકળો ચાલી રહી છે ત્યારે રાજીવ ગુલાટીએ તેને રદિયો આપતી એક ટ્વીટ પણ કરી હતી. કંપની વેચાઈ ગઈ હોઈ વાતને તેમણે અફવા ગણાવી કહ્યું હતું કે તેમના પરિવારનો આ વ્યવસાયા પેઢી દર પેઢી ચાલી રહ્યો છે. તેને વેચવાનો કોઈ સવાલ જ આવતો નથી. પાકિસ્તાનમાં જન્મેલા તેમના પિતા ધર્મપાલ ગુલાટી ના પિતા ચુન્નીલાલે 1919માં  પાકિસ્તાનના(Pakistan) સિયાલકોટમાં(Sialkot) મહાશિયા દી હટ્ટી(MDH) મસાલા કંપનીની સ્થાપના કરી હતી. દેશના વિભાજન બાદ ગુલાટી પરિવાર ભારત આવી ગયો હતો અને અહીં આવીને નવેસરથી મસાલાનો વ્યવસાય ચાલુ કર્યો હતો. MDH આજે ભારતીય બજારમાં(Indian market) એક પ્રખ્યાત મસાલા બ્રાન્ડ(masala brand) ગણાય છે.

 

April 26, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
વેપાર-વાણિજ્ય

નોન બેન્કિંગ ફાઇનાન્સિયલ સર્વિસિસ કંપનીઓ માટે લોનને લઈને RBI લીધો આ મોટો નિર્ણયઃ લોન માટે હવે લેવી પડશે મંજૂરી… જાણો વિગતે

by Dr. Mayur Parikh April 21, 2022
written by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai

નોન બેન્કિંગ ફાઇનાન્સિયલ સર્વિસિસ કંપની (NBFC)ઓ માટે રીર્ઝવ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)એ નિયમો વધુ સખત બનાવ્યા છે. જે હેઠળ NBFCએ પણ અમુક મામલામાં લોન એપ્રુવલ (Loan Approval)કરવા પહેલા મંજૂરી લેવી પડશે. પહેલી ઓક્ટોબર(October)થી આ નિયમ અમલમાં આવશે.

RBIના જણાવ્યા મુજબ NBFCએ પણ અમુક મામલામાં લોનની એપ્રુવલ પહેલા મંજૂરી લેવી પડશે. જેમાં NBFC તેના ચેરમેન, એમડી અથવા તેના સગા સંબંધી, ડાયરેક્ટરોને પાંચ કરોડ અથવા તેનાથી વધુ રકમની લોન આપવી નહીં. એ સિવાય જો NBFCનો ડાયરેક્ટર કોઈ ફર્મમાં પાર્ટનર છે તો તેને કડક નિયમ લાગુ પડશે. 

આ સમાચાર પણ વાંચો :  પુતિનને યુક્રેન પર હુમલો કરવો પડ્યો ભારે, ઇન્ફોસિસ બાદ હવે ભારતની અગ્રણી સ્ટીલ કંપનીએ પણ રશિયામાં બંધ કર્યો બિઝનેસ; જાણો વિગતે

RBIના જણાવ્યા મુજબ જો NBFC તરફથી તેના વરિષ્ઠ અધિકારીઓને લોન આપવી હશે તો તે પહેલાં તેની જાણ બોર્ડને કરવાની રહેશે. કોઈ પણ બિલ્ડર પરિયોજના માટે લોન એપ્રુવલ ત્યારે મળશે જ્યારે પ્રોજેક્ટને બધી મંજૂરી મળી ગઈ હોય. નાના NBFCએ ડાયરેક્ટરને લોન આપવા માટે બોર્ડ તરફથી મંજુર પોલિસી લાવવી પડશે.

April 21, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
વેપાર-વાણિજ્ય

‘મહારાજા’ને મળ્યા નવા CEO, ટાટા ગ્રુપે આ તુર્કી બિઝનેસમેન પર વ્યક્ત કર્યો વિશ્વાસ; જાણો વિગતે 

by Dr. Mayur Parikh February 15, 2022
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝબ્યુરો,

15 ફેબ્રુઆરી, ૨૦૨૨

મંગળવાર.

ટાટા સન્સે એર ઈન્ડિયામાં પરિવર્તનની શરૂઆત કરીને નવા MD અને CEOની પસંદગી કરી લીધી છે. 

ટાટા સન્સે તુર્કી બિઝનેસમેન ઈલ્કર અઈસીને એર ઈન્ડિયાના મુખ્ય કાર્યકારી અધિકારી અને મેનેજિંગ ડિરેક્ટર નિયુક્ત કર્યા છે. 

ઈલ્કર તુર્કી એરલાઈન્સના પૂર્વ અધ્યક્ષ છે અને હવે તેમને એર ઈન્ડિયાની જવાબદારી સોંપાઈ છે. 

આ માટે ટાટા સન્સના એક્ઝિક્યૂટિવ ચેરમેન એન ચંદ્રશેખરનની હાજરીમાં બોર્ડની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં તેમની નિમણૂકને મંજૂરી આપવામાં આવી હતી.

ઉલ્લેખનીય  છે કે તાજેતરમાં જ ટાટા ગ્રુપે એર ઈન્ડિયાને સરકાર પાસેથી ખરીદી છે.  

 

February 15, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
વેપાર-વાણિજ્ય

આર્થિક સમાચાર : શું વધુ એક વખત ટાટા સન્સના ચૅરમૅનપદેથી રતન તાતા વિદાય લેશે? આવી ચાલી રહી છે તૈયારીઓ; જાણો વિગત

by Dr. Mayur Parikh September 15, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 15 સપ્ટેમ્બર, 2021

બુધવાર

ટાટા સમૂહની કંપની ટાટા સન્સના નેતૃત્વમાં ફરી ફેરફાર થવાની શક્યતા છે. કૉર્પોરેટ ગવર્નેંન્સમાં સુધારો લાવવા માટે કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (CEO)પદ નિર્માણ કરવાની યોજના ચાલી રહી છે. એ મુજબ 153 વર્ષ જૂની અને 106 અજબ ડૉલરનો કારભાર ચલાવનારા ટાટા સમૂહને એ નવી દિશામાં લઈ જશે એવાં એંધાણ જણાઈ રહ્યાં છે. લીડરશિપ સ્ટ્રક્ચરમાં ફેરફાર માટે ટાટા ટ્રસ્ટના ચૅરમૅન રતન ટાટાની મંજૂરી મહત્ત્વની ગણાય છે.

ટાટા સન્સના ચૅરમૅનનો કાર્યકાળ ફેબ્રુઆરીમાં પૂરો થવાનો છે. ટાટા સન્સના વર્તમાન ચૅરમૅન નટરાજન ચંદ્રશેખરનો કાર્યકાળ ફેબ્રુઆરી 2022માં પૂરો થઈ રહ્યો છે. તેમને મુદત વધારી આપવાની યોજના છે. CEO માટે ટાટા સ્ટીલ લિમિટેડ સહિ ટાટા સમૂહની બીજી કંપનીઓના પ્રમુખના નામ પર વિચાર ચાલી રહ્યો છે, પરંતુ એ બાબતે હજી સુધી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.

અહીં ઉલ્લેખનીય છે કે ટાટા સન્સના ભૂતપૂર્વ ચૅરમૅન સાઇરસ મિસ્ત્રીએ ટાટા સમૂહ પર ખરાબ મૅનેજમેન્ટનો આરોપ મૂક્યો હતો. બોર્ડે તેમને 2016માં તેમના પદેથી હટાવી દીધા હતા. સાઇરસે રતન ટાટા વિરુદ્ધ કેસ પણ કર્યો હતો. અનેક વર્ષની લડત બાદ કોર્ટે ટાટાની તરફેણમાં ચુકાદો આપ્યો છે. હવે ટાટા સમૂહ લીડરશિપ સ્ટ્રક્ચરમાં ફેરફાર કરવાનો વિચાર કરી રહી છે.

વોડાફોન અને આઇડિયાને ભારે પડી ગયું, એક ભૂલ બદલ ગ્રાહકોને ચૂકવશે 27 લાખ; જાણો વિગત

ટાટા સમૂહને પ્રસ્તાવિત ફેરફારથી ભવિષ્યની યોજના બનાવવામાં મદદ મળશે. જોકે હજી સુધી એ સ્પષ્ટ થયું નથી કે રતન ટાટાની જગ્યાએ ટાટા ટ્રસ્ટના ચૅરમૅન કોને બનાવવામાં આવશે. ટાટા સન્સમાં ટાટા ટ્રસ્ટની 66 ટકા હિસ્સેદારી છે. સમૂહના નવા CEOઓને અનેક પ્રકારની ચૅલેન્જનો સામનો કરવો પડવાનો છે.

September 15, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક