• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - chardham yatra
Tag:

chardham yatra

Badrinath Kapat Bandh બદ્રીનાથના કપાટ બંધ થતા શિયાળાની પૂજા માટે વિશેષ વ્યવસ્થા;
રાજ્ય

Badrinath Kapat Bandh: બદ્રીનાથના કપાટ બંધ થતા શિયાળાની પૂજા માટે વિશેષ વ્યવસ્થા; દર્શનાર્થીઓ માટે સરકારે લીધા જરૂરી પગલાં, વાંચો સંપૂર્ણ વિગતો

by aryan sawant October 24, 2025
written by aryan sawant

News Continuous Bureau | Mumbai

Badrinath Kapat Bandh ઉત્તરાખંડના પ્રવાસન, ધર્મસ્વ અને સંસ્કૃતિ મંત્રી સતપાલ મહારાજે જણાવ્યું છે કે રાજ્યની ચારધામ યાત્રા હવે સમાપ્તિ તરફ છે. ગંગોત્રી, યમુનોત્રી અને કેદારનાથના કપાટ બંધ થયા બાદ 25 નવેમ્બર ના રોજ ભગવાન બદ્રીનાથના કપાટ પણ બંધ થઈ જશે. જોકે, કપાટ બંધ થયા પછી પણ શ્રદ્ધાળુઓ માટે સરકાર દ્વારા પરંપરાગત રીતે શિયાળુ પૂજા સ્થળો પર વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ભારે બરફવર્ષા ને કારણે, ચાર ધામોના દેવતાઓની પૂજા શિયાળામાં આ દિવ્ય સ્થળો પર થાય છે.

ચાર ધામોના શિયાળુ પૂજા સ્થળો

મંત્રી મહારાજે શ્રદ્ધાળુઓની સુવિધા માટે ચાર ધામોના શિયાળુ પૂજા સ્થળો વિશે માહિતી આપી:
ભગવાન કેદારનાથ (Kedarnath)ની પૂજા: ૐકારેશ્વર મંદિર, ઊખીમઠ ખાતે.
ભગવાન બદ્રીનાથ ની પૂજા: પાંડુકેશ્વર સ્થિત યોગધ્યાન બદ્રી મંદિરમાં.
મા ગંગાની પૂજા (ગંગોત્રી): મુખબા ખાતે.
મા યમુનોત્રીની પૂજા: ખરસાલી ખાતે.
મંત્રીએ કહ્યું કે શિયાળામાં શ્રદ્ધાળુઓ આ સ્થાનો પર સરળતાથી આવીને પૂજા-અર્ચનાનો લાભ લઈ શકે છે.

ચારધામ યાત્રામાં રેકોર્ડ શ્રદ્ધાળુઓ

મંત્રી મહારાજે આ વર્ષની ચારધામ યાત્રાને સફળ અને સુચારુ ગણાવી હતી. તેમણે યાત્રીઓ, પૂજારીઓ, સ્થાનિક નાગરિકો, સ્વયંસેવી સંસ્થાઓ અને ખાસ કરીને મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમના પ્રયાસોને કારણે ચોમાસાની ઋતુમાં વિવિધ અવરોધો હોવા છતાં, આ વર્ષે પણ ગત વર્ષની સરખામણીમાં રેકોર્ડ સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ઉત્તરાખંડની મુલાકાત લીધી છે. 2025માં અત્યાર સુધીમાં લગભગ 50 લાખથી વધુ શ્રદ્ધાળુઓ ચારધામ યાત્રા માટે પહોંચ્યા છે:
કેદારનાથ: 17 લાખથી વધુ
બદ્રીનાથ: 15 લાખથી વધુ
ગંગોત્રી: 7.5 લાખથી વધુ
યમુનોત્રી: 6.5 લાખથી વધુ

આ સમાચાર પણ વાંચો : PM Modi: PM મોદીનો સમસ્તીપુર માં લાલુ પરિવાર પર આકરો પ્રહાર: ‘આ લોકો જામીન પર ફરી રહ્યા છે, પરંતુ…’ – કહી દીધી આ મોટી વાત

શિયાળુ યાત્રાને પ્રોત્સાહન

મંત્રીએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શિયાળુ યાત્રાને પણ પ્રોત્સાહન આપવા માટે બધાને પ્રેરિત કર્યા છે. આથી, સરકારે શિયાળુ યાત્રાને પ્રોત્સાહન આપવા માટે હોટેલોમાં 50% સુધીની છૂટ આપવાનો પણ નિર્ણય લીધો છે. આનાથી ઠંડીની ઋતુમાં પણ પર્યટનને વેગ મળશે.

October 24, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Chardham Yatra by Helicopter gets expensive; Fares rise by
દેશ

Chardham Yatra: ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા માટે હેલિકોપ્ટર સેવા મોંઘી, ભાડામાં થયો અધધ આટલા ટકા નો વધારો; જાણો કેટલી ચૂકવવી પડશે કિંમત

by Akash Rajbhar September 9, 2025
written by Akash Rajbhar

News Continuous Bureau | Mumbai

Chardham Yatra: ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા માટે હેલિકોપ્ટર સેવા મોંઘી થઈ ગઈ છે, જેના કારણે શ્રદ્ધાળુઓ પર મોંઘવારીનો બોજ વધશે. યુકાડા એટલે કે ઉત્તરાખંડ સિવિલ એવિએશન ડેવલપમેન્ટ ઓથોરિટીએ હેલી સેવાના ભાડામાં 49% નો વધારો કર્યો છે. ચારધામ યાત્રા દરમિયાન કેદારનાથ ધામ સુધી પહોંચવા માટે હેલી સેવા શ્રદ્ધાળુઓ માટે સૌથી મોટી સુવિધા છે, કારણ કે લાંબા પગપાળા રસ્તા અને ભીડથી બચવા માટે મોટી સંખ્યામાં લોકો હેલિકોપ્ટરથી મુસાફરી કરવાનું પસંદ કરે છે. જોકે, આ વખતે તેમને વધુ પૈસા ખર્ચ કરવા પડશે.

ક્યાંથી કેટલું ભાડું ચૂકવવું પડશે?

નવા નિયમો મુજબ, હવે શ્રદ્ધાળુઓએ ગુપ્તકાશીથી કેદારનાથ આવવા-જવા માટે ₹12,444, ફાટાથી ₹8,900 અને સિરસીથી ₹8,500 ચૂકવવા પડશે. અગાઉ આ જ રસ્તાઓ માટે ભાડું અનુક્રમે લગભગ ₹8,500, ₹6,500 અને ₹6,500 હતું. એટલે કે આ વખતે યાત્રાળુઓએ હજારો રૂપિયા વધુ ખર્ચવા પડશે. જોકે, અધિકારીઓનું કહેવું છે કે આ વધારો મુસાફરોની સુરક્ષા અને સારી વ્યવસ્થા માટે કરવામાં આવ્યો છે. ચારધામ યાત્રા માટે હેલિકોપ્ટર સેવા 15 સપ્ટેમ્બરથી શરૂ થવાની સંભાવના છે અને ડીજીસીએની અંતિમ મંજૂરી મળ્યા બાદ 10 સપ્ટેમ્બરથી આઈઆરસીટીસીની વેબસાઇટ પર ટિકિટ બુકિંગ શરૂ થશે.

આ સમાચાર પણ વાંચો : Vash Level 2: ગુજરાતી હોરર ફિલ્મ વશ 2 એ બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ, માત્ર 13 જ દિવસમાં જાનકી ની ફિલ્મે કરી આટલા કરોડ ની કમાણી

સુરક્ષા અને દેખરેખ માટે લેવાયા મોટા નિર્ણયો

Chardham Yatra: તાજેતરમાં થયેલા હેલિકોપ્ટર અકસ્માતોને કારણે સુરક્ષાને લઈને ઘણા પ્રશ્નો ઊભા થયા હતા. આને ધ્યાનમાં રાખીને, ડીજીસીએએ રાજ્ય સરકારને હેલિકોપ્ટર ઓપરેશન્સ માટે કડક યોજના બનાવવા નિર્દેશ આપ્યો હતો. આ ભલામણોના આધારે, આ વખતે હેલી સેવામાં સુરક્ષા વધારવામાં આવી છે. યુકાડાના સીઈઓ આશિષ ચૌહાણે જણાવ્યું કે તમામ ચાર ધામોમાં ઓટોમેટિક વેધર સ્ટેશન્સ લગાવવામાં આવી રહ્યા છે, જેનાથી હવામાનની સચોટ માહિતી મળી શકશે અને પાઇલટને ઉડાન ભરવામાં અને લેન્ડિંગ કરવામાં સરળતા રહેશે. આ ઉપરાંત, પીટીઝેડ કેમેરા, એટીસી, વીએચએફ સેટ અને સિલોમીટર જેવા સાધનો પણ લગાવવામાં આવશે.

દેખરેખ માટે બે કંટ્રોલ રૂમ

હેલી સેવાની દેખરેખ માટે બે મોટા કંટ્રોલ રૂમ સ્થાપિત કરવામાં આવી રહ્યા છે. એક સહસ્રધારા (દહેરાદૂન)માં અને બીજો સિરસીમાં હશે. આ ઉપરાંત, ગ્રાઉન્ડ કંટ્રોલ માટે 22 ઓપરેટરોની ટીમ પણ તૈનાત કરવામાં આવશે, જે હેલિકોપ્ટરની અવરજવર અને હવામાનની સ્થિતિ પર સતત નજર રાખશે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ કેદારનાથ ધામની મુલાકાત લે છે, અને ભાડામાં આ વધારાથી તેમના બજેટ પર ભાર જરૂર વધશે, પરંતુ અધિકારીઓનું કહેવું છે કે આ પગલું યાત્રીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે લેવાયું છે.

September 9, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Char Dham Yatra
દેશ

Chardham Yatra: ચારધામ યાત્રા પર આબોહવા સંકટ: શરૂઆતના ચાર મહિનાના 55 દિવસમાં એક પણ શ્રદ્ધાળુ ન પહોંચી શક્યા, થયું આટલું આર્થિક નુકસાન

by Dr. Mayur Parikh September 3, 2025
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

આ વર્ષે ચારધામ યાત્રા આબોહવા પરિવર્તનની ગંભીર અસર હેઠળ આવી છે. દેહરાદૂન સ્થિત સોશિયલ ડેવલપમેન્ટ ફોર કોમ્યુનિટીઝ ફાઉન્ડેશનના તાજેતરના અહેવાલ મુજબ, 30 એપ્રિલથી 31 ઓગસ્ટ 2025 સુધીના પ્રથમ ચાર મહિનામાં, 55 દિવસ એવા નોંધાયા છે જ્યારે ચારેય ધામોમાં એક પણ શ્રદ્ધાળુ પહોંચી શક્યો નથી. આ દિવસોને ‘ઝીરો-તીર્થયાત્રી દિવસ’ તરીકે નોંધવામાં આવ્યા છે. આ ઉપરાંત, 89 દિવસ એવા પણ હતા જ્યારે યાત્રાળુઓની સંખ્યા 1 થી 1,000 સુધી મર્યાદિત રહી હતી.

અર્થતંત્ર માટે મોટો ખતરો

એસડીસી ફાઉન્ડેશનના સ્થાપક અનૂપ નૌટિયાલે જણાવ્યું છે કે આ વર્ષનો યાત્રા સીઝન તાજેતરના વર્ષોમાં સૌથી વધુ બાધિત રહ્યો છે. તેમણે ચેતવણી આપી છે કે જો આબોહવા પરિવર્તનને પહોંચી વળવા માટે નક્કર પગલાં લેવામાં નહીં આવે તો ચારધામ યાત્રા ઉત્તરાખંડની પહાડી અર્થવ્યવસ્થા માટે એક નબળી કડી બની શકે છે. યાત્રા એ ફક્ત શ્રદ્ધાનો વિષય નથી, પરંતુ સ્થાનિક અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર પણ છે. ભારે વરસાદ, અચાનક પૂર, વારંવાર ભૂસ્ખલન અને રસ્તાઓ ધોવાઈ જવા જેવી ઘટનાઓએ યાત્રાને ખૂબ જ ખરાબ રીતે અસર કરી છે. સપ્ટેમ્બરના શરૂઆતના દિવસોમાં પણ યાત્રા પાંચ દિવસ માટે સ્થગિત રહેશે, કારણ કે યમુનોત્રી અને ગંગોત્રીના માર્ગોને ગંભીર નુકસાન થયું છે.

આ સમાચાર પણ વાંચો : Donald Trump: મોદી સરકારે ટ્રમ્પના 50% ટેરિફનો શોધી કાઢ્યો ઉકેલ! નિકાસકારોને બચાવવા તૈયાર કર્યો આ મજબૂત પ્લાન

 સૌથી વધુ અસરગ્રસ્ત ધામો અને માર્ગો

આ અહેવાલ અનુસાર, યમુનોત્રી ધામ સૌથી વધુ પ્રભાવિત થયું છે. અહીં 23 દિવસ કોઈ શ્રદ્ધાળુ પહોંચી શક્યો નથી અને 30 દિવસ 1,000 થી ઓછા યાત્રીઓ નોંધાયા હતા. સતત ભૂસ્ખલન અને રસ્તાઓ તૂટી જવાને કારણે યાત્રા વારંવાર બાધિત થઈ. ગંગોત્રી ધામમાં 27 દિવસ ‘ઝીરો-તીર્થયાત્રી’ દિવસો હતા અને 9 દિવસ ખૂબ ઓછા યાત્રીઓ આવ્યા. કેદારનાથ ધામમાં પણ 19 દિવસ 1,000 થી ઓછા યાત્રીઓ પહોંચ્યા હતા. ગૌરીકુંડથી ઉપરનો માર્ગ ભૂસ્ખલન અને વરસાદને કારણે વારંવાર બંધ થતો રહ્યો. જ્યારે બદ્રીનાથ ધામની સ્થિતિ અન્ય ધામોની સરખામણીમાં થોડી સારી રહી, તેમ છતાં 2 દિવસ યાત્રાળુ વગરના અને 2 દિવસ ખૂબ જ ઓછી હાજરી સાથે યાત્રા પ્રભાવિત થઈ.

 ભવિષ્ય માટે સૂચનો

એસડીસી ફાઉન્ડેશને ભવિષ્યની યાત્રાને વધુ સુરક્ષિત બનાવવા માટે કેટલાક મહત્વપૂર્ણ સૂચનો આપ્યા છે. તેમાં આબોહવા-સંવેદનશીલ રસ્તાઓનું નિર્માણ અને બહેતર પાણી નિકાલ પ્રણાલી વિકસાવવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, રીઅલ-ટાઇમ હવામાન મોનિટરિંગ સિસ્ટમ અને મજબૂત સંચાર નેટવર્ક સ્થાપિત કરવાની પણ ભલામણ કરવામાં આવી છે. આપત્તિ-સુરક્ષિત આશ્રયસ્થાનોનું નિર્માણ કરવું અને પ્રભાવિત વ્યવસાયો, ટ્રાન્સપોર્ટરો અને સેવા પ્રદાતાઓ માટે આર્થિક રાહત પેકેજ તૈયાર કરવું પણ જરૂરી છે. અહેવાલનું નિષ્કર્ષ છે કે યાત્રાને ભવિષ્યમાં આબોહવા અને આપત્તિ-સુરક્ષિત બનાવવી એ જ એકમાત્ર રસ્તો છે. હવે સમય આવી ગયો છે કે આપણે યાત્રીઓની સંખ્યા પર નહીં, પરંતુ મજબૂતી અને તૈયારી પર ધ્યાન કેન્દ્રિત કરીએ.

September 3, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Chardham Yatra 2024 Uttarakhand implements mobile phone ban near Kedarnath Temple during Chardham Yatra
રાજ્ય

Chardham Yatra 2024 : હવે શ્રદ્ધાળુઓ નહીં બનાવી શકે REELS, VLOG કે VIDEO, સરકારે ચારધામ મંદિર પરિસરમાં મોબાઈલ પર લાગ્યો પ્રતિબંધ..

by kalpana Verat May 17, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Chardham Yatra 2024 :  ઉત્તરાખંડ ના ચાર ધામ એટલે કે કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમનોત્રી.. ચાર યાત્રા લોકો માટે આસ્થાનો વિષય છે, પરંતુ કેટલાક લોકો રીલ અને વિડિયોગ્રાફી માટે અહીં આવે છે. આવી સ્થિતિમાં વૃદ્ધોની સાથે યુવાનોનો પણ ધસારો જોવા મળી રહ્યો છે  જેના કારણે સામાન્ય ભક્તોને અગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે. જેના પગલે ઉત્તરાખંડ સરકારે કડક નિર્ણય લીધો છે.

Chardham Yatra 2024 :  ચારેય ધામોમાં વિડિયોગ્રાફી કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ

મીડિયા રિપોર્ટ મુજબ રાજ્ય સરકારે ચારેય ધામોમાં રીલ બનાવવા અથવા વિડિયોગ્રાફી કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે. કેદારનાથ-બદ્રીનાથ, ગંગોત્રી સહિતના ચાર ધામોના મંદિર પરિસરની 50 મીટરની ત્રિજ્યામાં મોબાઈલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. એટલું જ નહીં ધામોમાં રીલ બનાવીને ભ્રામક માહિતી ફેલાવનારાઓ સામે સીધી FIR દાખલ કરવામાં આવશે. આવી સ્થિતિમાં, ભક્તો ન તો ધામોમાં મોબાઇલ ફોનનો ઉપયોગ કરી શકશે અને ન તો તેઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માટે રીલ બનાવી શકશે.

Chardham Yatra 2024 : મોબાઈલ ફોન પર પ્રતિબંધ 

ઉત્તરાખંડના મુખ્ય સચિવ રાધા રતુરીએ કહ્યું કે ચારધામ યાત્રા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે. આ દરમિયાન ઘણા એવા લોકો પણ આવી રહ્યા છે જેઓ આસ્થા માટે નહીં પરંતુ માત્ર ફરવા માટે આવી રહ્યા છે અને  ધામોના મંદિર પરિસરમાં ભક્તો મોબાઈલમાં ફોટા પડાવવા અને વીડિયો બનાવવામાં ઘણો સમય વિતાવી રહ્યા છે. જેના કારણે આસપાસ બિનજરૂરી ભીડ જોવા મળે છે. એટલું જ નહીં તેમની કેટલીક હરકતોથી લોકોની આસ્થાને ઠેસ પહોંચી રહી છે. અહીં કોઈની આસ્થાને ઠેસ ન પહોંચે તેનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. એટલા માટે મોબાઈલ ફોન પર પ્રતિબંધ મૂકવા જેવા પગલા લેવામાં આવ્યા છે.

આ સમાચાર પણ વાંચો : Indian Masala Ban : Indian Spices: MDH અને એવરેસ્ટને વધુ એક ઝટકો, હોંગકોંગ સિંગાપોર બાદ આ દેશે પણ મુક્યો પ્રતિબંધ, બ્રિટન પણ તૈયારીમાં..

Chardham Yatra 2024 : VIP દર્શન પરનો પ્રતિબંધ 31 મે સુધી લંબાવ્યો

આ સિવાય ચાર ધામ યાત્રામાં શ્રદ્ધાળુઓની ભારે ભીડને જોતા ઉત્તરાખંડના મુખ્ય સચિવ રાધા રતુરીએ VIP દર્શન પરનો પ્રતિબંધ 31 મે સુધી લંબાવ્યો છે જેથી કરીને તમામ શ્રદ્ધાળુઓ સરળતાથી ચાર ધામના દર્શન કરી શકે. તેમણે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને જાણ કરી છે કે તીર્થયાત્રીઓના અભૂતપૂર્વ ધસારાને જોતા, 31 મે સુધી ચાર ધામમાં કોઈ વીઆઈપી દર્શન થશે નહીં. તેમણે કહ્યું, “માત્ર નોંધાયેલા ભક્તોને જ તેમના દર્શન કરવાની મંજૂરી આપવામાં આવશે. ચોક્કસ તારીખો આપવામાં આવશે.

Chardham Yatra 2024 : ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે

સોશિયલ મીડિયા પર ઘણા જૂના વીડિયો છે, જેમાંથી 10 મેથી કેદારનાથમાં હડતાળનો વીડિયો સૌથી વધુ વાયરલ થઈ રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હડતાળ ત્યાં સમાપ્ત થઈ ગઈ હોવા છતાં ભવિષ્યમાં પણ હડતાળ ચાલુ રહેશે. એવી માહિતી સાથે વિડીયો શેર કરવામાં આવી રહ્યા છે.   

May 17, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Passengers going on Char Dham Yatra will be hit by inflation , Kedarnath Heli Service fare has now increased..
રાજ્ય

Kedarnath Heli Service: ચાર ધામ યાત્રાએ જતા મુસાફરોને થશે મોંઘવારીનો માર, કેદારનાથ હેલી સેવાનું ભાડું હવે વધ્યુ.

by Bipin Mewada March 4, 2024
written by Bipin Mewada

News Continuous Bureau | Mumbai 

Kedarnath Heli Service: કેદારનાથ સહિત ચારધામ યાત્રાની ( Chardham Yatra ) તારીખોની હવે જાહેર કરવામાં આવી છે. ઉત્તરાખંડની ચાર ધામ યાત્રા 2024 બહુ જલ્દી શરૂ થવા જઈ રહી છે. જો કે આ વખતે યાત્રા કરતા યાત્રિકોને મોંઘવારીનો માર સહન કરવો પડશે. કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી, યમુનોત્રીના દર્શન કરવા દેશભરમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. જો કે આ વખતે કેદારનાથ ધામ પર હેલીપેડ સેવાના ( helipad service ) ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. ગયા વર્ષની સરખામણીમાં કેદારનાથ ( Kedarnath  ) હેલીપેડ સેવાના ભાડામાં પાંચ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. જેમાં આ વખતે પણ ટિકિટ બુકિંગ IRCTC વેબસાઇટ જ દ્વારા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ વખતે પણ કેદારનાથમાં નવ ઓપરેટરોની સેવાઓ જ ઉપલબ્ધ થશે. જોકે, આમાં એક ફેરફાર થયો છે. આમાં કેસ્ટ્રેલ એવિએશનની જગ્યાએ હવે ટ્રાન્સભારત સેવા આપશે. 

 હેલીપેડ સર્વિસનું બુકિંગ એપ્રિલના પહેલા સપ્તાહથી શરૂ થશે…

ઉત્તરાખંડ નાગરિક ઉડ્ડયન પરિષદ ( UCADA ) એ કેદારનાથ ધામ માટે હેલિકોપ્ટર સેવાનું ભાડું નક્કી કર્યું છે. UCADA એ ગયા વર્ષે ચારધામ માટે સેવા પૂરી પાડવા માટે ઓપરેટર અને ભાડું નક્કી કર્યું હતું. જેમાં નિર્ધારિત ધોરણો મુજબ, હવે ઓપરેટરના મૂળભૂત ભાડામાં પાંચ ટકાનો વધારો ( Price Hike ) કરવામાં આવી રહ્યો છે. જો કે, ગયા વર્ષે, હેલીપેડ સેવાઓનું વન-વે ભાડું સિર્સિથી રૂ. 2749, ફાટાથી રૂ. 2750 અને ગુપ્તકાશીથી રૂ. 3870 નક્કી કરવામાં આવ્યું હતું.

આ સમાચાર પણ વાંચો : Mumbai: બેંકના લોકરમાંથી ₹3 કરોડથી વધુની કિંમતના સોનાના દાગીનાની ચોરી કરવા બદલ SBI સર્વિસ મેનેજરની ધરપકડ..

જેમાં હવે આ વર્ષે, તમારે હેલીપેડ સેવા માટે ફાટા માટે 390 રૂપિયા વધુ અને સિર્સિથી 409 રૂપિયા વધુ ચૂકવવા પડશે. કહેવામાં આવી રહ્યું છે કે ગુપ્તકાશીથી ભાડામાં પાંચ રૂપિયાની મામૂલી રાહત આપવામાં આવી રહી છે. નોંધનીય છે કે, આ હેલીપેડ સર્વિસનું બુકિંગ એપ્રિલના પહેલા સપ્તાહથી શરૂ થશે. બુકિંગ પહેલા મુસાફરોએ રજીસ્ટ્રેશન કરાવવું પડશે.

March 4, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
થોડા દિવસોમાં જ શરૂ થશે ચારધામ યાત્રા: હોટેલીયર્સમાં ચિંતા અને નિરાશાનું વાતાવરણ, જાણો શું છે કારણ
વેપાર-વાણિજ્ય

થોડા દિવસોમાં જ શરૂ થશે ચારધામ યાત્રા: હોટેલીયર્સમાં ચિંતા અને નિરાશાનું વાતાવરણ, જાણો શું છે કારણ

by kalpana Verat April 14, 2023
written by kalpana Verat

 News Continuous Bureau | Mumbai

ચારધામ યાત્રા શરૂ થવામાં હવે બહુ ઓછો સમય બચ્યો છે. તેની સાથે સંકળાયેલા ધંધાર્થીઓ દર વર્ષે યાત્રાને લઈને ખૂબ જ ઉત્સાહિત રહેતા હતા, ત્યારે આ વખતે જોશીમઠમાં ભૂસ્ખલનથી સર્જાયેલી પરિસ્થિતિને કારણે હોટલ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોમાં ભારે નિરાશા ફેલાઈ છે. યાત્રાના રૂટના હોલ્ટ પર હોટેલ બુકિંગ શરૂ થઈ ગયું છે, પરંતુ જોશીમઠમાં એપ્રિલ મહિનામાં અગાઉના વર્ષોની સરખામણીમાં ઓછી મુસાફરી બુકિંગને કારણે હોટેલીયર્સ ચિંતિત છે. અત્યાર સુધી મે અને જૂન મહિના માટે ખાનગી હોટેલોમાં બુકિંગ પૂર્ણ થયું નથી. યાત્રાળુઓની પ્રથમ પસંદગી ગઢવાલ મંડળ વિકાસ નિગમ (GMVN) જોશીમઠ ખાતે બુકિંગ શરૂ કર્યા પછી પણ નજીવા બુકિંગ મેળવવામાં સફળ રહી છે.

જોશીમઠ, જે બદ્રીનાથ-હેમકુંડ યાત્રા માર્ગ પરનું મુખ્ય સ્ટોપ છે, હાલમાં ભૂસ્ખલનનો સામનો કરી રહ્યું છે. ભૂસ્ખલનને કારણે અહીંની અનેક ઈમારતો પર તિરાડોની સાથે હોટલોમાં પણ તિરાડો પડી ગઈ હતી. સુરક્ષાના કારણોસર કેટલીક હોટલોને પણ જમીનદોસ્ત કરવામાં આવી છે. તેના સમાચાર અખબારોથી લઈને ટેલિવિઝન ન્યૂઝ ચેનલો સુધી હેડલાઇન્સમાં હતા અને હવે પણ જોશીમઠ સંઘર્ષ સમિતિ પુનર્વસન અને અન્ય માંગણીઓ માટે આંદોલન કરી રહી છે. આ વખતે હવામાન પણ વારંવાર બદલાઈ રહ્યું છે. શિયાળામાં હવામાન લગભગ ઠીક હતું, પરંતુ તેનાથી વિપરીત, આ વખતે માર્ચ અને એપ્રિલમાં પણ તેનું વલણ થોડું કઠોર છે. આ મહિનાઓમાં જ્યાં પહાડોમાં હળવી હૂંફાળી ગરમી શરૂ થતી હતી, આ વખતે અહીં ક્યારે હવામાન બદલાશે અને વરસાદ ક્યારે શરૂ થશે તેની ખબર નથી. આ અંગે પણ લોકોમાં ભારે શંકા સેવાઈ રહી છે.

આ સમાચાર પણ વાંચો:અક્ષય તૃતીયા પર સોનાની સાથે 2 વસ્તુઓ અવશ્ય ખરીદો..પ્રાપ્ત થાય છે સૌભાગ્ય

મે-જૂનમાં વધુ સારું બુકિંગ

ગઢવાલ મંડળ વિકાસ નિગમના મેનેજર પ્રદીપ શાહનું કહેવું છે કે જોશીમઠમાં ભૂસ્ખલનના અહેવાલોને કારણે, જ્યાં જિલ્લામાં યાત્રા માર્ગ પરના અન્ય GMVN ગેસ્ટ હાઉસમાં મે અને જૂન માટે વધુ સારું બુકિંગ મળ્યું છે. જોશીમઠ અને ઔલીને આ વર્ષે અત્યાર સુધીમાં અડધાથી પણ ઓછા બુકિંગ મળ્યા છે. જો કે, અગાઉની મુસાફરીની સીઝન દરમિયાન, ગેસ્ટ હાઉસ એપ્રિલ, મે અને જૂન મહિનામાં સંપૂર્ણ બુકિંગ મેળવતા હતા.

ખાનગી હોટલો પણ ખાલી

વેપારી મંડળના પ્રમુખ નૈનસિંહ ભંડારી કહે છે કે ખાનગી હોટલોમાં પણ હજુ બુકિંગ પૂર્ણ થયું નથી. જેના કારણે આ વર્ષે ચાર ધામ યાત્રા દરમિયાન થનારા ધંધા અંગે હોટલ અને હોમ સ્ટેના સંચાલકોમાં ચિંતા પ્રવર્તી રહી છે. જોશીમઠના હોટલ વ્યવસાયને મજબૂત કરવા માટે તેમણે સરકારને શહેરની વર્તમાન પરિસ્થિતિ વિશે સાચી માહિતી ફેલાવવાની માંગ કરી છે.

April 14, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Badrinath Dham: Bakra Eid Namaz will not be offered at Badrinath Dham, agreement reached after demand of Panda Samaj
જ્યોતિષ

દેશના આ સુપ્રસિદ્ધ મંદિરની દીવાલ માં આવી ક્રેક- ભક્તો ચિંતિંત- પુરાતન ખાતાએ લીધો આ નિર્ણય- જાણો વિગત

by Dr. Mayur Parikh July 8, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

હાલ ચારધામ યાત્રા ચાલી રહી છે. મોટી સંખ્યામાં ભક્તોના ઘોડાપૂર જોવા મળી રહ્યા છે. ત્યારે  ચારધામના મહત્વના ગણાતા સુપ્રસિદ્ધ બદ્રીનાથ મંદિરની જમણી તરફની દીવાલમાં તિરાડ પડી હોવાનો અહેવાલ આવ્યા છે. તેથી ભક્તોમાં ચિંતાનો માહોલ છે.

બદ્રીનાથ મંદિરની દીવાલ માં હલકી તિરાડ પડી છે. મંદિરના સમારકામની જવાબદારી  ભારતીય પુરાતન સર્વેક્ષણ વિભાગને સોંપવામાં આવી છે. તેથી તેઓ સમારકામ કરશે એવું ઉત્તરાખંડના પર્યટન સચિવે મિડિયાને કહ્યું હતું.

આ સમાચાર પણ વાંચો : વાહ!! બેસ્ટ માટે ઓપન ડેક બસ બની કમાઉ દીકરો. થઈ કરોડો રૂપિયાની કમાણી.. જાણો વિગત

બદ્રીનાથ મંદિરની જમણી તરફની દીવાલમાં પડેલી તિરાડના સમારકામ માટે પાંચ કરોડ રૂપિયાનો ખર્ચાનો એસ્ટીમેટ બનાવ્યો છે. એ સિવાય મંદિરની પાછળ આવેલા ગ્લેશિયરથી મંદિરને કોઈ તકલીફ થાય નહીં તે માટે સુરક્ષા માટે દીવાલને બાંધવામાં આવવાની છે. આ સમારકામ ચોમાસું પૂરું થયા બાદ કરવામાં આવવાનું છે

 

July 8, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

ચારધામ યાત્રા માટે ભાવિકોનો બેકાબૂ ધસારો- ભારે અંધાધૂધી- 60 દિવસમાં આટલા ભાવિકોના નિપજ્યા મોત

by Dr. Mayur Parikh June 28, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

ચારધામ યાત્રા(Chardham Yatra) શરૂ થયા બાદ ભાવિકોનો બેકાબૂ ધસારો થયા બાદ હવે અંધાધૂધીની સ્થિત સર્જાઈ છે.

મીડિયામાં રિપોર્ટ મુજબ 3 મેના શરૂ થયેલી ચારધામ યાત્રામાં અત્યાર સુધીમાં 203 શ્રદ્ધાળુઓના(devotees) મોત થયા છે. 
 
મોટાભાગના યાત્રાળુઓના મોત હાર્ટ અટેકના(Heart attack) કારણે અથવા તો અન્ય શારીરિક બીમારીઓના(Physical illness) કારણે થયા છે. 

જે પૈકી કેદારનાથ યાત્રાના(Kedarnath Yatra) રૂટમાં 97 યાત્રાળુ(Pilgrims), બદ્રીનાથ ધામમાં(Badrinath Dham) 51 યાત્રાળુ, ગંગોત્રીમાં(Gangotri) 13 યાત્રાળુ જ્યારે યમુનોત્રીમાં(Yamunotri) 42 યાત્રાળુઓના મોત થયા છે.

ચારધામ યાત્રા શરૂ થયા બાદ અત્યાર સુધીમાં 25 લાખ કરતા પણ વધારે શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા છે. 

જોકે છેલ્લાં અઠવાડિયામાં ચારધામની મુલાકાતે આવતા શ્રદ્ધાળુઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે.

આ સમાચાર પણ વાંચો :  તો શું આ રસ્તે મહારાષ્ટ્રમાં ભાજપ સત્તા સ્થાપિત કરશે-  એક નવી યોજના બહાર આવી

June 28, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

ચારધામના શ્રદ્ધાળુઓ માટે નવી પહેલ – યાત્રા દરમિયાન ભક્તોના મોત પર મળશે આટલા લાખ રુિપાયો વીમો

by Dr. Mayur Parikh June 16, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

આ વર્ષે ચારધામ યાત્રામાં(Chardham Yatra) વિક્રમી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે

દરમિયાન પાછલા વર્ષોની સરખામણીએ આ વર્ષે શ્રદ્ધાળુઓના(devotees) મૃત્યુમાં(Death) રેકોર્ડ વધારો થયો છે. 

જોકે હવે બદ્રીનાથ(Badrinath)-કેદારનાથ મંદિર(Kedarnath temple) સમિતિએ ચારધામ યાત્રા દરમિયાન ભક્તોના મોત પર મોટો નિર્ણય લીધો છે. 

ચારધામ મંદિર(Chardham Temple) પરિસરમાં અકસ્માતની સ્થિતિમાં દરેક ભક્તને એક લાખ રૂપિયાનો વીમો(Insurance) ચૂકવવામાં આવશે.

 ઉલ્લેખનીય છે કે 3 મેથી શરૂ થયેલી ચારધામ યાત્રામાં આવનારા શ્રદ્ધાળુઓની સંખ્યા આ વખતે 20 લાખને વટાવી ગઈ છે. તે જ સમયે, ચાર ધામોમાં અત્યાર સુધીમાં 166 તીર્થયાત્રીઓના(pilgrims) મૃત્યુ પણ થયા છે.

આ સમાચાર પણ વાંચો : કડક પ્રતિબંધોનો દોર પાછો આવ્યો- ગુજરાતમાં અમદાવાદ બાદ હવે આ જિલ્લામાં માસ્ક ફરજિયાત કરાયુ- નહીં પહેરો તો 1000નો દંડ

June 16, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

કેદારનાથમાં આવી બેદરકારી- ભીડની વચ્ચે બેકાબૂ હેલિકોપ્ટરનું ખતરનાક લેન્ડિંગ- શ્રદ્ધાળુઓમાં મચી અફરા-તફરી- જુઓ વિડીયો

by Dr. Mayur Parikh June 7, 2022
written by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai 

હાલ ઉત્તરાખંડ(Uttarakhand)માં ચાલી રહેલી ચારધામ યાત્રા (Chardham Yatra)સતત ચર્ચામાં છે. આ વર્ષે ઘણા લોકોએ યાત્રા દરમિયાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ આંકડો 100ને પાર થઈ ચૂક્યો છે. આ બધાની વચ્ચે કેદારનાથ(Kedarnath)થી વધુ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં એક અનિયંત્રિત હેલિકોપ્ટરનું ખતરનાક લેન્ડિંગ(Helicopter landig) જોવા મળી રહ્યું છે. બેકાબૂ હેલિકોપ્ટરને જોઈ ઘણા પ્રવાસી(tourists)ઓ જીવ બચાવવા માટે ભાગતા જોવા મળી રહ્યા છે. થમ્બે એવિએશન(Thumbe Aviation)નું આ હેલિકોપ્ટર હેલિપેડ સાથે ટકરાઈને ઉછળ્યું અને 270 ડિગ્રી ટર્ન થઈ ગયું હતું.

#WATCH केदारनाथ हेलीपैड पर उतरते समय एक निजी विमानन कंपनी के एक हेलीकॉप्टर की 31 मई को अनियंत्रित हार्ड लैंडिंग हुई थी। घटना में कोई यात्री घायल नहीं हुआ। pic.twitter.com/w39pUom2dg

— ANI_HindiNews (@AHindinews) June 6, 2022

મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ આ વિડીયો કેદારનાથ(Kedarnath)નો, ગત 31મી મેનો છે. હકીકતમાં, એક પેસેન્જર હેલિકોપ્ટર(Passenger helicopter)નું હેલીપેડ પર લેન્ડિંગ થવાનું હતું, પરંતુ કેટલાક કારણોસર તે હેલિકોપ્ટર બેકાબૂ થઈ ગયું અને સીધું જમીન સાથે ટકરાયું. વાયરલ થઈ રહેલા વીડિયો(Viral video)માં જોવા મળી રહ્યું છે કે, હેલિકોપ્ટર એકદમ સ્પીડ(Speed)માં જમીન તરફ આવે છે. એ સમયે ત્યાં ઘણા લોકો ઉપસ્થિત હોય છે. જેવું હેલિકોપ્ટર જમીન સાથે ટકરાય છે, શ્રદ્ધાળુ(Devottee)ઓમાં અફરાતફરી મચી જાય છે અને બધા ભાગવા લાગે છે. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. હેલિકોપ્ટરનું હાર્ડ લેન્ડિંગ(Helicopter hard landing) જરૂર થયું છે, પરંતુ તે પ્રવાસીઓથી થોડે દૂર જઈને પડ્યું હતું. જેના કારણે લોકોનો બચાવ થયો અને મોટી દુર્ઘટના થતી રહી ગઈ.

આ સમાચાર પણ વાંચો :

ઇન્ટરનેટ પર આ વિડીયો વાયરલ થયા પછી ડીજીસીએ(DGCA)એ ઓપરેશન્સ માટે કડક નિર્દેશ આપ્યા છે. એવું પણ કહેવાઈ રહ્યું છે કે, જવાબદાર સંચાલન કર્મચારી(officials)ઓ સામે કડક પગલાં લેવાશે. સાથે એ વાત પર ભાર આપ્યો છે કે, ચારધામ યાત્રા(Chardham Yatra) દરમિયાન હેલિકોપ્ટર ઉડાવનારા પાયલટ(Pilot) સંપૂર્ણ રીતે યોગ્ય હોવા જોઈએ. તેમની પાસે પૂરતો અનુભવ(experience)હોવો જોઈએ, કોઈપણ કિંમતે પ્રવાસીઓની સુરક્ષા(safety) સાથે સમજૂતી કરી શકાય નહીં.

June 7, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક