• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - chemicals
Tag:

chemicals

Daily Lipstick Use Can Harm Your Health and Lips: Know These 5 Hidden Dangers
સૌંદર્ય

Lipstick Use: દૈનિક લિપસ્ટિક વાપરવાથી થઈ શકે છે આરોગ્ય અને હોઠોને નુકસાન, જાણો કેવી રીતે

by Zalak Parikh September 9, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

Lipstick Use: મહિલાઓ પોતાના ચહેરાની સુંદરતા  વધારવા માટે લિપસ્ટિક, કાજલ, લાઇનર જેવી કોસ્મેટિક્સ   વસ્તુઓનો ઉપયોગ કરે છે. ખાસ કરીને લિપસ્ટિક દરેક મહિલાના પર્સમાં જોવા મળે છે. પરંતુ રોજ લિપસ્ટિક લગાવવી આરોગ્ય માટે હાનિકારક બની શકે છે. તેમાં રહેલા કેમિકલ્સ માત્ર હોઠોને નહીં પણ શરીરને પણ નુકસાન પહોંચાડી શકે છે.

રોજ લિપસ્ટિક લગાવવાથી હોઠ સુકાઈ શકે છે

લિપસ્ટિકમાં રહેલા કેટલાક ઘટકો હોઠોની નમતા ખેંચી લે છે, જેના કારણે હોઠ સુકાઈ જાય છે અને તેમાં ચામડી ફાટવાની સમસ્યા ઊભી થાય છે. લાંબા સમય સુધી લિપસ્ટિક લગાવવાથી હોઠોમાં બળતરા અને દુખાવાની સમસ્યા પણ થઈ શકે છે

લિપસ્ટિકમાં રહેલા લેડ  થી હોર્મોનલ અસંતુલન

ઘણી લિપસ્ટિકમાં લેડ (Lead) હોય છે, જે શરીરમાં ધીમે ધીમે એકઠું થવા લાગે છે. આ લેડ હોર્મોનલ અસંતુલન પેદા કરી શકે છે અને મહિલાઓમાં પ્રજનન સંબંધિત સમસ્યાઓ ઊભી કરી શકે છે.

આ સમાચાર પણ વાંચો : Deodorant or Roll-On: ડિઓડરન્ટ કે રોલ-ઓન? ત્વચા માટે શું છે વધુ સુરક્ષિત? જાણો ડોક્ટરનો જવાબ

અન્ય નુકસાનો: એલર્જી, ડાર્ક લિપ્સ અને કેન્સરનો ખતરો

લિપસ્ટિકમાં રહેલા પેરાબેન્સ (Parabens), ફોર્મલડિહાઈડ (Formaldehyde) અને અન્ય હાનિકારક રસાયણો એલર્જી, હોઠો કાળા પડવા અને લાંબા ગાળે કેન્સર જેવી ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે. ખાસ કરીને ઓછી ક્વોલિટી ની લિપસ્ટિક વધુ જોખમકારક સાબિત થાય છે.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

September 9, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Godrej Industries Limited (Chemicals) ranks in CDP Climate Change Leadership Index
વેપાર-વાણિજ્ય

Godrej: ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે (કેમિકલ્સ) સીડીપી ક્લાઇમેટ ચેન્જ લીડરશિપ ઇન્ડેક્સમાં સ્થાન મેળવ્યું

by Hiral Meria February 21, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai    

Godrej: ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ ( Chemicals ) સીડીપીના ક્લાઇમેટ ડિસ્ક્લોઝર ઇન્ડેક્સ 2023માં ( Climate Disclosure Index in 2023) લીડરશિપ ઇન્ડેક્સમાં સ્થાન મેળવ્યું છે. અમારા ટાર્ગેટ્સ, મજબૂત ગવર્નન્સ સ્ટ્રક્ચર, રિસ્ક મેનેજમેન્ટ સ્ટ્રેટેજીસ અને ક્લાઇમેટ ચેન્જની અસરોને ઘટાડવા માટે અમલમાં મૂકેલા પગલા ઉપરાંત અમે અમારા સ્કોપ 3 ઉત્સર્જન અને ક્લાઇમેટ ચેન્જ ઓપોર્ચ્યુનિટીઝ ડિસ્ક્લોઝરમાં ઊંચો સ્કોર મેળવ્યો હતો જેના પગલે ક્લાઇમેટ ચેન્જ ડિસ્ક્લોઝરમાં “A-” સ્કોર મેળવવામાં મદદ મળી હતી.

સીડીપી  ( CDP ) એ ગ્લોબલ નોન-પ્રોફિટ એન્વાયર્મેન્ટલ ડિસ્ક્લોઝર પ્લેટફોર્મ છે. 67 ટ્રિલિયન ડોલરથી વધુનું માર્કેટ કેપિટલાઇઝેશન ધરાવતી 23,000થી વધુ કંપનીઓએ 2023માં સીડીપીને તેમના એન્વાયર્મેન્ટલ પર્ફોર્મન્સ ડેટા જાહેર કર્યા હતા. કંપનીઓ દ્વારા પૂરી પાડવામાં આવેલી માહિતી સીડીપીની શ્રેષ્ઠતમ સ્કોરિંગ મેથોડોલોજીનો ઉપયોગ કરીને સ્વતંત્રપણે મૂલવવામાં આવી છે.

ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ ( Godrej Industries Limited ) (કેમિકલ્સ) એ એવી જૂજ કંપનીઓમાંની એક છે જેણે લીડરશિપ ઇન્ડેક્સમાં ( Leadership Index ) સ્થાન મેળવ્યું હોય. અમે અમારા પર્યાવરણીય ટકાઉપણાના લક્ષ્યાંકો હાંસલ કરવા માટે અગાઉના કેટલાક વર્ષોમાં અનેક પહેલ આદરી છે. આ પૈકીની કેટલીક પહેલ અમે ક્લાઇમેટ ચેન્જ ( Climate Change ) ફ્રન્ટ અંગે ગત નાણાંકીય વર્ષ દરમિયાન હાથ ધરી છે જેનાથી લીડરશિપ ઇન્ડેક્સ પર અમારો રેન્ક મેળવવામાં અમને મદદ મળી છેઃ  

  1. સ્કોપ 3 ઉત્સર્જનનું સંપૂર્ણ મેપિંગ અને મોનિટરિંગ
  1.     68 ટકાથી વધુ ઊર્જા રિન્યૂએબલ્સથી
  1.     નાણાંકીય વર્ષ 2012થી 66 ટકા સુધી પ્રોડક્ટના ટનદીઠ ઘટેલું ચોક્કસ ઉત્સર્જન

ક્લાઈમેટ ચેન્જ ઉપરાંત અમે વોટર સિક્યુરિટી અને ફોરેસ્ટ ડિસ્ક્લોઝર પણ સબમિટ કર્યા છે. અમે જળ સુરક્ષામાં “B” અને જંગલોમાં “B-”નો સ્કોર કર્યો છે જે એશિયાની સરેરાશ અને બંને ડિસ્ક્લોઝરમાં કેમિકલ સેક્ટરના સરેરાશ સ્કોર “C” કરતા વધુ છે.

આ સમાચાર પણ વાંચો :  Disqualification Matter: મહારાષ્ટ્ર NCP ધારાસભ્યોને ગેરલાયક મામલામાં આવ્યો હવે નવો વળાંક, સ્પીકરના નિર્ણય સામે અજિત પવાર પહોંચ્યા હાઈકોર્ટ કરી આ માંગ..

 ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી નાદિર ગોદરેજે જણાવ્યું હતું કે “અમે આનંદિત છે કે ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે (કેમિકલ્સ) સીડીપી તરફથી ઉત્કૃષ્ટ રેટિંગ્સ મેળવ્યા છે. અમે વૈશ્વિક સ્તરે વિકસી રહ્યા છીએ ત્યારે અમારી પ્રોડક્ટ્સની નાનકડી ફૂટપ્રિન્ટ પણ ક્લાઇમેટ ચેન્જ માટેની લડાઇમાં મોટો તફાવત ઊભો કરી શકે છે. અમારા પ્રયાસોની માન્યતા અમારી ટકાઉપણાની સફરમાં સતત પ્રગતિ કરવામાં અમને વધુ પ્રોત્સાહિત કરે છે.”

 ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર વિશાલ શર્માએ જણાવ્યું હતું કે “અમારા સિદ્ધાંતો સુધારામાં રહેલા છે જે સુનિશ્ચિત કરે છે કે અમારી વૃદ્ધિ ટકાઉ પ્રેક્ટિસીસ સાથે જોડાયેલી છે. અમે જે પ્રકારે અમારો બિઝનેસ ચલાવીએ છીએ તે એટલો જ જરૂરી છે જેટલું અમે શા માટે બિઝનેસ કરીએ છીએ. આ માન્યતા અમારી એ માન્યતાને અનુમોદન આપે છે કે લોકો, પૃથ્વી ગ્રહ અને નફા અંગે સમજી-વિચારીને અમલમાં મૂકેલી ટકાઉ વ્યૂહરચનાઓ દ્વારા વારાફરતી ધ્યાન આપી શકાય છે. અમારી ટીમના લીધે અમે અમારા પર્યાવરણીય પ્રદર્શનને સતત મજબૂત કરી રહ્યા છીએ અને અમે ઉદ્યોગ માપદંડોને સ્થાપવા તથા સુધારવા માટે સતત પ્રયત્નશીલ રહીશું.”

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

February 21, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
specialty chemicals market 2020-25
વેપાર-વાણિજ્ય

સ્પેશિયાલિટી કેમિકલ્સ માર્કેટ વર્ષ 2020– 25 દરમિયાન વાર્ષિક 12 ટકાની વૃદ્ધિ સાથે વધુ સારું પ્રદર્શન કરશે તેવો અંદાજ લગાવાઈ રહ્યો છે

by Dr. Mayur Parikh January 20, 2023
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

વૈશ્વિક અનિશ્ચિતતાઓ અને કોવિડ-19 સંબંધિત પડકારો છતાં ભારતીય કેમિકલ ઉદ્યોગ વર્ષ 2025 સુધીમાં 9.3 ટકાની સીએજીઆર વૃદ્ધિ કરશે તેવો અંદાજ છે. સ્પેશિયાલિટી કેમિકલ્સ માર્કેટ વર્ષ 2020– 25 દરમિયાન વાર્ષિક 12 ટકાની વૃદ્ધિ સાથે વધુ સારું પ્રદર્શન કરશે તેવો અંદાજ નિષ્ણાંતોએ વ્યક્ત કર્યો છે. ભારતીય કેમિકલ ઉદ્યોગે છેલ્લાં એક દાયકામાં જબરદસ્ત વૃદ્ધિ સાધી છે તથા નીચા માથાદીઠ વપરાશ, વસતી વિષયક લાભો, ઇમ્પોર્ટ સબસ્ટિટ્યૂશન, નિકાસ માગમાં વધારો અને સરકારી નીતિઓ અને પહેલોને સક્ષમ કરવા જેવાં બહુવિધ પરિબળોથી આગામી એક દાયકામાં પણ વૃદ્ધિને વેગ મળવાની અપેક્ષા છે.

વૈશ્વિક બહુરાષ્ટ્રીય કંપનીઓએ અપનાવેલી ચાઇના પ્લસ વન રણનીતિ અને સતત રોકાણથી પણ વૃદ્ધિને બળ મળશે, તેવો ઉલ્લેખ અગ્રણી રિસર્ચ કંપનીએના તાજેતરના અહેવાલમાં કરાયો હતો. આનંદ દેસાઇ કે જેઓ કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (સીઆઇઆઇ)ના ગુજરાત સ્ટેટ કાઉન્સિલના ચેરમેન પણ છે, તેમણે ઉમેર્યું હતું કે, નિષ્ણાંતોના મત અનુસાર વૈશ્વિક કેમિકલ ઉદ્યોગ સારું પ્રદર્શન કરી રહ્યો છે ત્યારે ભારતીય કંપનીઓએ તેમની તુલનામાં વધુ સારું પ્રદર્શન કર્યું છે તથા વિપરિત સંજોગોમાં પણ શેરધારકોને ઊંચું વળતર આપ્યું છે. વર્ષ 2025 સુધીમાં રૂ. ૪ લાખ કરોડના જંગી રોકાણની અપેક્ષા છે, જે વિકાસને વધુ વેગ આપશે. કેમિકલ્સ માર્કેટ વર્ષ 2020ના 70 અબજ ડોલરના સ્તરેથી 12 ટકાની વાર્ષિક વૃદ્ધિ સાથે 2025 સુધીમાં 120 અબજ ડોલરે પહોંચવાનો અંદાજ છે.આ કંપનીઓએ નાણાકીય વર્ષ 2013-22 દરમિયાન આવકોમાં વાર્ષિક 14 ટકા સીઓજીઆર અને પ્રોફિટ આફ્ટર ટેક્સમાં 15 ટકા વૃદ્ધિ હાંસલ કરી છે.

આ સમાચાર પણ વાંચો:  વૃદ્ધાવસ્થામાં હવે રૂપિયાની ચિંતાથી મળશે મુક્તિ, સરકાર દર મહિને આપશે 3 હજાર રૂપિયા

ભારતીય કેમિકલ ઉદ્યોગે છેલ્લાં એક દાયકામાં ચાઇના પ્લસ વન વ્યૂહરચનાના લાભો સાથે વિકાસ કર્યો છે, તેવો ઉલ્લેખ કરતાં રિસર્ચ કંપનીના અહેવાલમાં ઉમેર્યું હતું કે, ચાઇના તરફથી ભાવ-આધારિત સ્પર્ધા નબળી પડી છે અને એમએનસી વચ્ચે ચાઇના પ્લસ વન પરિબળ ઉભરી આવ્યું છે, જેનાથી કેમિકલ્સમાં રોકાણની સાઇકલ શરૂ થશે. કોવિડ બાદ વૈશ્વિક એમએનસીની પૂછપરછમાં વધારો થયો છે.

January 20, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
The use of chemicals to make make-up last longer
આંતરરાષ્ટ્રીય

મેક અપને ટકાઉ બનાવવા કેમિકલનો ઉપયોગ, યુરોપમાં આ કેમિકલોને ખતરનાક બીમારીઓ સાથે જોડવામાં આવે છે, ઇયુ દ્વારા પ્રતિબંધ લગાવાયા

by Akash Rajbhar January 14, 2023
written by Akash Rajbhar

News Continuous Bureau | Mumbai

બ્રિટનમાં કેટલીક ટોચની કંપનીઓની બ્યૂટી પ્રોડક્ટસમાં કેટલાંક એવાં કેમિકલ મળી આવ્યાં છે જે કેમિકલ કેન્સર જેવી ગંભીર બીમારીઓ માટે જવાબદાર છે. આ કેમિકલોને ખતરનાક બીમારીઓ સાથે જોડવામાં આવે છે. બ્રિટનમાં આનો ઉપયોગ ગેરકાયદે નથી, પરંતુ તેમના પર યુરોપિયન યુનિયનના પાંચ સભ્ય દેશોમાં પ્રતિબંધ મૂકવા માટેના પ્રસ્તાવ આવી રહ્યા છે. જેના કારણે બ્રિટનમાં હવે આશરે 30 એનજીઓએ પીએફએસએ પર પ્રતિબંધ મૂકવાની માંગણી કરી છે. પોલી એન્ડ પરફ્યુરોએલ્કિલ ઘટક અથવા તો પીએફએસએ તેલ અને પાણી માટે પ્રતિરોધક તરીકે છે, જેના કારણે મેકઅપ ઉદ્યોગમાં તેનું મહત્ત્વ ખૂબ વધારે છે. તેની ડિમાન્ડ પણ વધારે છે.

આ મેકઅપને વધારે ટકાઉ, ફિનિશને વધુ યોગ્ય બનાવે છે. આઇ શેડો તેમજ લિપસ્ટિકના કલરને લાંબા સમય સુધી સુરક્ષિત રાખવા માટે ભેળવી દેવામાં આવે છે. હકીકતમાં પીએફએએસમાં રસાયણિક બોન્ડ મજબૂત હોય છે, જે કુદરતી રીતે તૂટતા નથી. જેથી જ્યારે આનાથી બનેલી બ્યૂટી પ્રોડક્ટસને ધોઈને સાફ કરાય છે ત્યારે તે નદી અને માટીમાં જમા થઇ જાય છે. માનવીના લોહીમાં પણ તેનું પ્રમાણ મળી આવ્યું છે. બજારમાં આવી ડઝન જેટલી પ્રોડક્ટો મળી રહી છે, જેમાં ઘાતક કેમિકલ છે. આ કેમિકલ કેન્સર, જન્મ સંબંધિત વિકૃતિઓ અને થાઇરોઇડ જેવી બીમારી ફેલાવે છે. અભ્યાસમાં પીએફએએસને પ્રાણીઓના સંપર્કમાં લવાયા બાદ જન્મ સંબંધી વિકૃતિ, લિવરને નુકસાન અને અન્ય ખતનાક બીમારી થતી હોવાની બાબત સપાટીએ આવી છે.કેનેડામાં ટોરેન્ટો યુનિવર્સિટીમાં પર્યાવરણ કેમિસ્ટ પ્રોફેસર મિરિયમ ડાયમંડના કહેવા મુજબ આ કેમિકલના વધારે પ્રમાણથી નુકસાન થાય છે. ગ્રાહકોને ઓછાં કેમિકલવાળી પ્રોડક્ટોથી પણ સાવધાન રહેવાની જરૂર છે.

આ સમાચાર પણ વાંચો:PAN નંબર જ બની શકે છે “બિઝનેસ આઈડી”, બજેટમાં મોટી જાહેરાત અપેક્ષિત

January 14, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક