• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - Chess
Tag:

Chess

Gujarat News Gujarat has so far won 17 gold, silver and bronze medals at international and national levels in the game of chess.
રાજ્ય

Gujarat News : ચેસની રમતમાં ગુજરાતે અત્યાર સુધીમાં આંતરરાષ્ટ્રીય-રાષ્ટ્રીય કક્ષાએ ૧૭ જેટલા સુવર્ણ,રજત અને કાસ્ય પદક હાંસલ કર્યા

by kalpana Verat July 19, 2025
written by kalpana Verat
News Continuous Bureau | Mumbai 
Gujarat News : 

• ગુજરાતમાં ચેસની રમતમાં બે ગ્રાન્ડ માસ્ટર,ત્રણ ઇન્ટરનેશનલ માસ્ટર, બે મહિલા ઇન્ટરનેશનલ માસ્ટર,ચાર ફિડે માસ્ટર અને એક મહિલા ઇન્ટરનેશનલ માસ્ટર

તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘ખેલ મહાકુંભ’ના માધ્યમથી ગુજરાતના છેવાડાના યુવાનોને રમત-ગમત સાથે જોડ્યા હતા. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે બે ગુજરાતીઓએ ચેસમાં ‘ગ્રાન્ડ માસ્ટર’ની સિદ્ધિ હાંસલ કરી હતી. જેમાં ભારતના ૧૧મા, ગુજરાતના પ્રથમ ‘ગ્રાન્ડ માસ્ટર’ શ્રી તેજસ બાકરે તથા ભારતના ૩૬મા તેમજ ગુજરાતના દ્વિતિય ગ્રાન્ડમાસ્ટર અંકિત રાજપરાનો સમાવેશ થાય છે.

આજે ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને રમત-ગમત મંત્રી શ્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં આજે શાળા કક્ષાએથી જ ચેસ સહિતની અન્ય રમતો માટે ખેલાડીઓમાં જાગૃતિ આવી રહી છે. ચેસની રમત બાળકોમાં ધીરજ, સ્થિતિ સ્થાપકતા અને ખેલદિલી જેવા મૂલ્યવાન જીવન કૌશલ્યો અને મૂલ્યો શીખવે છે. ગુજરાતમાં ચેસની રમત માટે એવી જાગૃતિ આવી છે કે, ખેલ મહાકુંભ ૩.૦ માં ચેસની રમતમાં ૯૨ હજારથી વધુ ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યા હતા. આ ઉપરાંત હાલમાં જ રાજ્ય સરકારે સરકારી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં બાળકોને રમત –ગમત ક્ષેત્રે રસ વધે તે માટે ‘સ્પોર્ટ્સ કીટ’ આપવાનો પણ મહત્વનો નિર્ણય કર્યો છે,જેમાં ચેસનો પણ સમાવેશ થાય છે.

ચેસની રમતમાં ગુજરાતમાં અત્યારસુધીમાં બે ગ્રાન્ડ માસ્ટર તેજસ બાકરે અને અંકિત રાજપરા થઇ ચૂક્યા છે. ઇન્ટરનેશનલ માસ્ટર (IM) ફેનિલ શાહ, માનુષ શાહ, તથા મોક્ષ દોશી છે. મહિલા ઇન્ટરનેશનલ માસ્ટર (WIM) ધ્યાની દવે અને વિશ્વા વાસણવાલા, ફિડે માસ્ટર કુશલ જાની, જીત જૈન, જ્વલ પટેલ અને વિવાન શાહ છે. જેમાંથી વિવાન શાહે એક ઇન્ટરનેશનલ માસ્ટરની ખ્યાતિ મેળવી ઇન્ટરનેશનલ માસ્ટર બનવાનું પ્રથમ સોપાન હાંસલ કર્યું છે. મહિલા ફિડે માસ્ટર ધ્યાના પટેલ (WFM) છે.

આ ઉપરાંત દિવ્યાંગ પ્રજ્ઞાચક્ષુ ખેલાડી દર્પણ ઈનાની-૨૦૨૩ પેરા એશિયન ગેમ્સમાં વ્યક્તિગત રમતમાં તથા ટીમમાં સુવર્ણપદક હાંસલ કર્યું હતું તેમજ દિવ્યાંગ પ્રજ્ઞાચક્ષુ ખેલાડી હેમાંશી રાઠીએ પેરા એશિયન ગેમ્સમાં-૨૦૨૨માં કાંસ્ય પદક મેળવ્યો હતો. વર્લ્ડ ગર્લ્સ સ્કૂલ અંડર-૭ શાળાકીય સ્પર્ધામાં લક્ષ્મી પ્રજ્ઞિકા વાકાએ સુવર્ણ પદક, હાન્યા શાહે વેસ્ટર્ન એશિયન યુથ ચેમ્પિયનશીપ શ્રીલંકામાં સુવર્ણ, રજત તથા કાંસ્ય પદક, અસુદાની રુહાનીરાજ ૧૧ મી એશિયન અમેચ્યોર ચેમ્પિયનશીપ ૨૦૨૪-૨૫માં રજત તથા કાંસ્ય પદક, આશીતા જૈન રાષ્ટ્રીય સબજુનિયર સ્પર્ધા -૨૦૨૪માં રજત પદક, યતિ અગ્રવાલે એશિયન સ્કૂલ ચેમ્પિયનશીપ -૨૦૨૪ ટીમમાં રજત પદક તેમજ જ્વલ પટેલે કોમનવેલ્થ સ્પર્ધા-૨૦૨૪માં સુવર્ણ પદક મેળવી ગુજરાતનું નામ દેશ અને વિશ્વ કક્ષાએ ઉજ્જવળ કર્યું હતું.

Gujarat News : Language row: મહારાષ્ટ્રમાં હિન્દી ભાષા વિવાદમાં કોંગ્રેસની એન્ટ્રી; રાજ ઠાકરે પછી હવે વિજય વડેટ્ટીવાર પણ મેદાનમાં, ‘ઈંટનો જવાબ પથ્થરથી આપો’

આ ઉપરાંત રાષ્ટ્રીય શાળાકીય રમતોત્સવમાં (SGFI)માં ૨૦૨૪-૨૫માં ૧૪ વર્ષથી ઓછી આયુ અવધિ વાળી ટીમ સ્પર્ધામાં ભાઈઓની ટીમે કાંસ્ય પદક તથા બહેનોની ટીમે રજત પદક પ્રાપ્ત કર્યો હતો. વ્યક્તિગત શ્રેણીમાં અદીત્રી શોમે સુવર્ણ પદક, અર્પિતા પાટણકરે કાંસ્ય પદક, દીના પટેલે રજત પદક તથા જ્વલ પટેલે સુવર્ણ પદક અને મીકદાદે કાંસ્ય પદક મેળવ્યો હતો. વર્ષ- ૨૦૨૩માં સિનીયર સામૂહિક રાષ્ટ્રીય ચેસ સ્પર્ધામાં ગુજરાતની ટીમ દ્વારા કાંસ્ય પદક પ્રાપ્ત કરવામાં આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, આંતરરાષ્ટ્રીય ચેસ દિવસ- ૨૦૨૫ દર વર્ષે તા. ૨૦ જૂલાઈના રોજ ઉજવવામાં આવે છે. ૨૦ જૂલાઈ, ૧૯૨૪ના રોજ પેરિસ, ફ્રાંસમાં આંતરરાષ્ટ્રીય ચેસ ફેડરેશન (FIDE)ની સ્થાપનાને ચિહ્નિત કરે છે. આંતરરાષ્ટ્રીય ચેસ ફેડરેશન (FIDE)ની સ્થાપના આંતરરાષ્ટ્રીય ચેસ સ્પર્ધાઓનું આયોજન, દેખરેખ તેમજ વૈશ્વિક સ્તરે ચેસની રમતને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવી હતી. આ વર્ષે આંતરરાષ્ટ્રીય ચેસ દિવસ- ૨૦૨૫ ‘Every Move Counts’ની થીમ પર ઉજવવામાં આવશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

July 19, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
2nd AICFB National Team Chess Championship 2024 concludes, Gujarat Blue Team emerged victorious
ખેલ વિશ્વઅમદાવાદરાજ્ય

AICFB National Team Chess Championship : બીજી AICFB નેશનલ ટીમ ચેસ ચેમ્પિયનશિપ 2024 સમાપ્ત, ઈનામ વિતરણ સમારોહમાં આપવામાં આવી કુલ આટલા લાખની રોકડ રકમ.

by Hiral Meria November 11, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

AICFB National Team Chess Championship  : 2જી AICFB નેશનલ ટીમ ચેસ ચેમ્પિયન શિપ 2024, જેનું આયોજન ગુજરાત એસોસિએશન ફોર વિઝ્યુઅલી ચેલેન્જ્ડ અને મનપસંદ જીમખાના પ્રાઈવેટ લિમિટેડ દ્વારા સંયુક્ત રીતે અમદાવાદ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં કરવામાં આવ્યું હતું. આ ચેમ્પિયનશિપમાં ભારતના 16 રાજ્યોમાંથી 28 ટીમોએ ભાગ લીધો હતો જેમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત બ્લુએ ફાઈનલ રાઉન્ડમાં જીત મેળવી હતી.  

2nd AICFB National Team Chess Championship 2024 concludes, Gujarat Blue Team emerged victorious

2nd AICFB National Team Chess Championship 2024 concludes, Gujarat Blue Team emerged victorious

ઈન્ટરનેશનલ ચેસ માસ્ટર માનુષા, કનક ભાઈ પટેલ, અનિલ કૌશલ (મનપસંદ જીમખાના ક્લબ) ની આદરણીય ઉપસ્થિતિમાં આયોજિત ઈનામ વિતરણ સમારોહમાં ( AICFB National Team Chess Championship ) વિજેતા ટીમ અને રનર્સઅપ ટીમોને કુલ ₹112500 ની રોકડ રકમ આપવામાં આવી હતી. વિજેતા ટીમ ગુજરાત બ્લુને ₹25000, મહારાષ્ટ્ર Aને ₹20000, પશ્ચિમ બંગાળને ₹18000, ઓરિસ્સાને ₹15000, દિલ્હી Aને ₹12000 ટ્રોફી અને સ્મૃતિચિહ્નો સાથે એનાયત કરવામાં આવ્યા હતા.

2nd AICFB National Team Chess Championship 2024 concludes, Gujarat Blue Team emerged victorious

2nd AICFB National Team Chess Championship 2024 concludes, Gujarat Blue Team emerged victorious

આ સમાચાર પણ વાંચો:  Rupali ganguly: રૂપાલી ની સાવકી દીકરી ઈશા વર્મા એ તેના પિતા પર અશ્વિન પર લગાવ્યા ગંભીર આરોપ,ભાવુક વિડીયો શેર કરી કહી આવી વાત

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

November 11, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
AICFB 2nd All India Chess Federation for the Blind National Team Chess Championship 2024 begins
અમદાવાદ

AICFB National Chess Championship : બીજી ઓલ ઈન્ડિયા ચેસ ફેડરેશન ફોર ધ બ્લાઈન્ડ નેશનલ ટીમ ચેસ ચેમ્પિયનશિપ 2024 શરૂ, આટલા રાજ્યોએ લીધો ભાગ.

by Hiral Meria November 9, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

AICFB National Chess Championship : ગુજરાત ચેસ એસોસિએશન ફોર વિઝ્યુઅલી ચેલેન્જ્ડ દ્વારા આયોજિત અને મનપસંદ જીમખાના ક્લબ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા પ્રાયોજિત બીજી ઓલ ઈન્ડિયા ચેસ ફેડરેશન ફોર ધ બ્લાઈન્ડ નેશનલ ટીમ ચેસ ચેમ્પિયનશિપ 2024 બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશન, અમદાવાદના વસ્ત્રાપુર ખાતે શરૂ થઈ. 

AICFB 2nd All India Chess Federation for the Blind National Team Chess Championship 2024 begins

AICFB 2nd All India Chess Federation for the Blind National Team Chess Championship 2024 begins

ઉદ્ઘાટન સમારોહમાં ઇન્ટરનેશનલ માસ્ટર માનુષાએ અંધ ખેલાડીઓને વિનામૂલ્યે કોચિંગ આપીને ચેસમાં ( Chess  ) કારકિર્દી બનાવવા માટે ખેલાડીઓને પ્રેરણા આપી હતી. બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશનના ( Blind People’s Association ) જનરલ સેક્રેટરી ડો.ભૂષણ પુનાનીએ ગુજરાત ચેસ એસોસિએશનના પ્રયાસોની સરાહના કરી હતી. ગુજરાત ચેસ એસોસિએશનના સેક્રેટરી વિરલ ત્રિવેદીએ એસોસિએશનની 11 વર્ષની પ્રગતિ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે 11 વર્ષ પહેલા માત્ર ચાર આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ સંસ્થાના સભ્ય હતા, આજે તેમની સંખ્યા વધીને 60 થઈ ગઈ છે. આ ચેમ્પિયનશિપમાં 16 રાજ્યોની 28 ટીમો ( AICFB National Chess Championship ) ભાગ લઈ રહી છે.

AICFB 2nd All India Chess Federation for the Blind National Team Chess Championship 2024 begins

AICFB 2nd All India Chess Federation for the Blind National Team Chess Championship 2024 begins

આ સમાચાર પણ વાંચો : Digital Life Certificate: પોસ્ટ વિભાગે પેન્શનરો માટે ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ પ્રદાન કરવા માટે કરી ‘આ’ વિશેષ વ્યવસ્થા, વરિષ્ઠ નાગરિકો માટે થશે ઉપયોગી.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

November 9, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Narendra Modi congratulates Arjun Erigaisi for crossing 2800 mark in Live Chess Rating
ખેલ વિશ્વTop Postદેશ

Arjun Erigaisi PM Modi: અર્જુન એરિગૈસીએ લાઈવ ચેસ રેટિંગમાં 2800નો આંકડો કર્યો પાર, PM મોદીએ પાઠવ્યા અભિનંદન.

by Hiral Meria October 27, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai 

Arjun Erigaisi PM Modi:  પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ભારતીય ચેસ ગ્રાન્ડમાસ્ટર અર્જુન એરિગૈસીને જીવંત ચેસ રેટિંગમાં 2800નો આંકડો પાર કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. શ્રી મોદીએ ભારતીયોને ગૌરવ અપાવવા માટે તેમની અસાધારણ પ્રતિભા અને દ્રઢતાની પણ પ્રશંસા કરી હતી અને સાથે જ કહ્યું હતું કે તેનાથી વધુ અનેક યુવાનોને પણ પ્રેરણા આપશે. 

Arjun Erigaisi PM Modi:  પ્રધાનમંત્રીએ ( Narendra Modi ) X પર પોસ્ટ કર્યું:

“લાઇવ ચેસ રેટિંગમાં ( Live Chess Rating ) 2800નો આંકડો પાર કરવા બદલ અર્જુન એરિગેસીને અભિનંદન! આ એક અસાધારણ સિદ્ધિ છે. તેની અસાધારણ પ્રતિભા અને દ્રઢતા આપણા સમગ્ર દેશને ગર્વ અપાવે છે. એક મહાન વ્યક્તિગત સીમાચિહ્ન હોવા ઉપરાંત, તે ઘણા વધુ યુવાનોને રમવા માટે પ્રેરણા પણ આપશે. ચેસ અને વૈશ્વિક મંચ પર ચમકવા માટે તેમને તેમના ભાવિ પ્રયાસો માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.”

Congratulations to Arjun Erigaisi for crossing the 2800 mark in live chess ratings! This is a phenomenal feat. His exceptional talent and perseverance make our entire nation proud. In addition to being a great personal milestone, it will also inspire many more youngsters to play…

— Narendra Modi (@narendramodi) October 27, 2024

આ સમાચાર પણ વાંચો :  PM Modi Infantry Day: PM મોદીએ ઈન્ફ્રેન્ટ્રી દિવસ પર ભારતીય સેનાને પાઠવી શુભેચ્છા, જવાનોની હિંમતની પ્રશંસા કરતા કહી ‘આ’ વાત.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

October 27, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
53rd Kendriya Vidyalaya Sangathan (KVS) National Sports Competition 2024 Exciting Competition in Chess and Kho-Kho
ખેલ વિશ્વ

KVS National Sports Competition: 53મી કેન્દ્રિય વિદ્યાલય સંસ્થાન (KVS) રાષ્ટ્રીય ખેલકૂદ સ્પર્ધા 2024માં શતરંજ અને ખો-ખોમાં થયો રોમાંચક મુકાબલો..

by Hiral Meria September 23, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

KVS National Sports Competition: 53મી કેન્દ્રિય વિદ્યાલય સંસ્થાન (KVS) રાષ્ટ્રીય ખેલકૂદ સ્પર્ધા 2024માં શતરંજ અને ખો-ખોમાં રોમાંચક મુકાબલો ચાલી રહ્યો છે. અમદાવાદ સંભાગની ઉપાયુક્ત (ડેપ્યુટી કમિશ્નર)શ્રીમતી શ્રુતિ ભાર્ગવે જણાવ્યું કે ખો-ખોમાં ખેલાડીઓ વચ્ચે આગળ વધવાનો ઉત્સાહ જોવા મળે છે, જ્યારે શતરંજમાં સતત ઉથલપાથલ ચાલી રહી છે. 

53rd Kendriya Vidyalaya Sangathan (KVS) National Sports Competition 2024 Exciting Competition in Chess and Kho-Kho

53rd Kendriya Vidyalaya Sangathan (KVS) National Sports Competition 2024 Exciting Competition in Chess and Kho-Kho

 

અંડર-19 (છોકરા વર્ગ) શતરંજ ( chess ) સ્પર્ધામાં એર્નાકુલમના અર્પિત એસ. બિજોય, ચેન્નઈના શાન પ્રવીણ અને બેંગલુરુના ખોકટે સાઈપ્રસાદ ટોચના ત્રણ સ્થાન પર છે. અંડર-17 (છોકરા વર્ગ)માં હૈદરાબાદના સૂરદા યશસ્વી સત્ય, ભુવનેશ્વરના જ્યોત્સ્નવ તાલુકદાર અને લખનૌના આયુષ સક્સેના આગે છે. અંડર-14 (છોકરા વર્ગ)માં ભુવનેશ્વરના આયુષમાન મહન્તિ, મુંબઈના સાર્થક અનિલ ભાપકર અને ભોપાલના મિતાંશ દિક્ષિત આગળના રાઉન્ડમાં પહોંચી ગયા છે.

53rd Kendriya Vidyalaya Sangathan (KVS) National Sports Competition 2024 Exciting Competition in Chess and Kho-Kho

53rd Kendriya Vidyalaya Sangathan (KVS) National Sports Competition 2024 Exciting Competition in Chess and Kho-Kho

આ સમાચાર પણ વાંચો :  International Daughters Day: ‘આંતરરાષ્ટ્રીય દીકરી દિવસ’ નિમિત્તે ઉત્તર ગુજરાતના પોસ્ટ ઓફિસોમાં દીકરીઓના આ યોજના’ અંતર્ગત ખોલવામાં આવ્યા લાખો સુકન્યા સમૃદ્ધિ ખાતા

ખો-ખો ( Kho Kho ) અંડર-14 (છોકરા વર્ગ)ના ક્વાર્ટર ફાઇનલમાં ભુવનેશ્વર, લખનૌ, રાયપુર અને એર્નાકુલમની ટીમો સેમી ફાઇનલમાં પહોંચી છે. અંડર-17 (છોકરા વર્ગ)માં ગુરુગ્રામ, બેંગલુરુ, ભુવનેશ્વર અને લખનૌની ટીમો સેમી ફાઇનલમાં પહોંચી છે, જ્યાં વધુ રોમાંચક મુકાબલાઓ જોવા મળશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

September 23, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Surat Volleyball, yoga, chess, carrom, racquetball and athletics competitions will be held for senior citizens.
સુરતખેલ વિશ્વ

Surat : સિનિયર સિટીઝન્સ માટે વોલિબોલ, યોગાસન, ચેસ, કેરમ, રસ્સાખેંચ તથા એથ્લેટીક્સ સ્પર્ધાઓ યોજાશે

by kalpana Verat January 10, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai 

Surat : દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરત શહેર ( Surat ) તથા ગ્રામ્યમાં ૬૦ વર્ષ થી વધુ વયના સિનિયર સિટીઝન્સ માટે વોલિબોલ, યોગાસન, ચેસ, કેરમ, રસ્સાખેંચ તથા એથ્લેટીક્સ સ્પર્ધાઓ યોજાનાર છે, જેમાં ભાગ લેવા ઇચ્છતા સિનિયર સિટીઝન્સ ભાઇઓ/બહેનોએ નિયત નમુનાનું પ્રવેશપત્ર જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર-સુરત, પહેલો માળ, સુડાભવન, વેસુ, આભવા રોડ ખાતેથી મેળવી તા.૧૮ જાન્યુ. સુધીમા સંપુર્ણ વિગત સાથે મોકલી આપવાનુ રહેશે. સમય મર્યાદામા આવેલ પ્રવેશપત્રોના સ્પર્ધકો ( Competition ) ને વિગતવાર કાર્યક્રમ અંગેની જાણ કરવામા આવશે. વધુ માહિતી માટે સંપર્ક નં. ૯૯૭૪૧૩૨૮૯૭ ઉપરથી મળશે એમ જિલ્લા રમતગમત અધિકારીની યાદીમાં જણાવાયુ છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

આ સમાચાર પણ વાંચો :  Lakshadweep: શું તમે પણ લક્ષદ્વીપ જવાની કરી રહ્યા છો તૈયારી… તો જાણો અહીં શું છે નિયમો, કેટલો થશે ખર્ચ..
January 10, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Verghese Kurian (9)_11zon
ઇતિહાસ

Vishwanathan Anand: 11 ડિસેમ્બર 1969ના રોજ જન્મેલા વિશ્વનાથન આનંદ ભારતીય ચેસ ગ્રાન્ડમાસ્ટર અને ભૂતપૂર્વ વિશ્વ ચેસ ચેમ્પિયન છે. તે 1988માં ભારતમાંથી પ્રથમ ગ્રાન્ડમાસ્ટર બન્યો હતો.

by NewsContinuous Bureau December 9, 2023
written by NewsContinuous Bureau

News Continuous Bureau | Mumbai

Vishwanathan Anand: 11 ડિસેમ્બર 1969ના રોજ જન્મેલા વિશ્વનાથન આનંદ ભારતીય ચેસ ગ્રાન્ડમાસ્ટર અને ભૂતપૂર્વ વિશ્વ ચેસ ચેમ્પિયન છે. તે 1988માં ભારતમાંથી પ્રથમ ગ્રાન્ડમાસ્ટર બન્યો હતો, અને 2800ના Elo રેટિંગને વટાવનાર થોડા ખેલાડીઓમાંનો એક છે, જે તેણે પ્રથમ વખત 2006માં હાંસલ કર્યો હતો. આનંદ 1991-92માં રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર મેળવનાર પ્રથમ વ્યક્તિ હતો. , ભારતનું સર્વોચ્ચ રમત સન્માન. 2007માં, તેમને ભારતનો બીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર, પદ્મ વિભૂષણ એનાયત કરવામાં આવ્યો, જેના કારણે તેઓ આ એવોર્ડ મેળવનાર પ્રથમ રમતવીર બન્યા.

December 9, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક