Tag: child abduction

  • Raj Thackeray: રાજ ઠાકરેએ CM ને ઘેર્યા! બાળકો, યુવતીઓ, જમીન… સુરક્ષાના મુદ્દે કઠોર પ્રશ્નો ઉઠાવ્યા!

    Raj Thackeray: રાજ ઠાકરેએ CM ને ઘેર્યા! બાળકો, યુવતીઓ, જમીન… સુરક્ષાના મુદ્દે કઠોર પ્રશ્નો ઉઠાવ્યા!

    News Continuous Bureau | Mumbai
    Raj Thackeray શિયાળુ અધિવેશન ગરમાયું છે ત્યારે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ના અધ્યક્ષ રાજ ઠાકરેએ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને સીધું પત્ર લખીને રાજ્ય સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે બાળકોના અપહરણ, યુવતીઓના ગાયબ થવા અને જમીન પચાવી પાડવાના મુદ્દાઓ પર “સશક્ત અને નક્કર કાર્યવાહી ક્યાં છે?” તેવો સણસણતો સવાલ પૂછ્યો છે.

    બાળકોના ગુમ થવાના આંકડા પર સવાલ

    રાજ ઠાકરેએ પત્રની શરૂઆત જ એક તીવ્ર ચેતવણી સાથે કરી. “મહારાષ્ટ્રમાં નાના બાળકોના ગુમ થવાનું પ્રમાણ ૨૦૨૧ થી ૨૦૨૪ ના સમયગાળામાં ૩૦% જેટલું વધ્યું છે.”તેમણે કહ્યું કે આંતરરાજ્ય ટોળીઓ બાળકોનું અપહરણ કરીને તેમને કામ કરવા, ભીખ માંગવા માટે મજબૂર કરે છે અને “સરકાર બરાબર શું કરી રહી છે, તે સમજાતું નથી!”

    કઠોર પ્રશ્નોની હારમાળા

    રાજ ઠાકરેએ નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB) ના આંકડાઓ પર પણ સવાલ ઉઠાવ્યા અને સીધા, ધારદાર પ્રશ્નો પૂછ્યા
    અવાસ્તવિક આંકડા: “જે આંકડા ફરિયાદો પર આધારિત છે, શું તે ફરિયાદો તમામ વાલીઓ તરફથી પોલીસ સુધી પહોંચે છે? જો હજારો કેસ પોલીસ સુધી પહોંચતા જ ન હોય તો?”
    સુરક્ષા વ્યવસ્થા: “બાળકોનું અપહરણ કરનારી ટોળી સક્રિય કેવી રીતે થાય છે?”
    પોલીસની ભૂમિકા: “સ્ટેશન-બસ સ્ટેશનો પર ભીખ માંગતા બાળકો કોના છે? તેમની સાથેના લોકો ખરેખર વાલીઓ જ છે કે કેમ?”
    DNA ટેસ્ટની માંગ: “સરકારને DNA ટેસ્ટનો આદેશ આપવો જોઈએ તેવું લાગતું નથી?”

    આ સમાચાર પણ વાંચો: Leopard: નાશિકમાં ભયનો માહોલ દીપડાના ડરથી શાળાના સમયપત્રકમાં ફેરફાર!

    વિધાનસભા અધિવેશન પર ટીકા

    રાજ ઠાકરેએ શિયાળુ અધિવેશન પર પણ સીધી ટીકા કરી. “શું અધિવેશન માત્ર ભૂલથી રહી ગયેલા બજેટ પર ‘થીગડું’ મારવા માટેની પૂરક માગણીઓ મંજૂર કરવાની સગવડ બની ગઈ છે?” “મંત્રીઓ જવાબ આપવા માટે સભાગૃહમાં હાજર હોતા નથી, તો પછી બાળકો-યુવતીઓની સુરક્ષા પર ચર્ચા કઈ રીતે થશે?”તેમણે કેન્દ્ર સરકાર પર પણ આકરા પ્રહાર કર્યા અને પત્રના અંતે મુખ્યમંત્રી પાસે સ્પષ્ટ અપેક્ષા વ્યક્ત કરી. “વંદે માતરમ પર જોશથી બોલતી કેન્દ્ર સરકારને માતાઓની ચીસો સંભળાય છે તેવું લાગતું નથી.” “ચર્ચા નહીં, પણ નક્કર કાર્યવાહી કરો. મહારાષ્ટ્રના બાળકો સુરક્ષિત રહે, તે માટે રાજ્યના ગૃહમંત્રીએ તાત્કાલિક પહેલ કરવી જોઈએ.”રાજ ઠાકરેના આ પત્રના કારણે શિયાળુ અધિવેશનમાં રાજકીય વાતાવરણમાં નવી ચર્ચાઓ અને સંઘર્ષોને વેગ મળવાની શક્યતા છે.

  • Mumbai: કાંદિવલીમાં એક વંધ્યત્વ મહિલાએ લોકોના ટોણાથી કંટાળી, કર્યું 20 દિવસના બાળકનું અપહરણ.. પછી આ રીતે ભાંડો ફૂટ્યો..

    Mumbai: કાંદિવલીમાં એક વંધ્યત્વ મહિલાએ લોકોના ટોણાથી કંટાળી, કર્યું 20 દિવસના બાળકનું અપહરણ.. પછી આ રીતે ભાંડો ફૂટ્યો..

    News Continuous Bureau | Mumbai

    Mumbai: કાંદિવલી વેસ્ટ ડૉ. બાબાસાહેબ આંબેડકર (શતાબ્દી) હોસ્પિટલમાંથી અપહરણ ( Kidnapping) કરાયેલ 20 દિવસના બાળકને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યું હતું. ( Kandivali West ) કાંદિવલી પોલીસે થોડા કલાકોમાં જ આ મામલાની તપાસ કરી અને બાળકને ( baby ) તેના માતા-પિતાને સોંપી દીધું હતું. પોલીસે આ કેસમાં એક 21 વર્ષીય મહિલાની ધરપકડ કરી છે. આરોપી મહિલાને બાળક ન હોવાથી લોકો તેને ટોણા મારતા હતા. જે બાદ તેણે કંટાળીને આ પગલુ ભર્યું હોવાનું કબૂલાત કરી છે. 

    પ્રાપ્ત માહિતી મુજબ, આરોપી મહિલા પરિણીત છે, પરંતુ તેને સંતાન થતુ ન હતું. તેથી આસપાસના લોકો તેને ટોણો મારતા હતા. લોકોના ટોણાથી હતાશ થઈને તેણે આ 20 દિવસીય નવજાત બાળકનું અપહરણ ( Child abduction ) કરવાનું કાવતરું ઘડ્યું હતું. તેથી ગુરુવારે બપોરે આરોપી કાંદિવલીની ડો.બાબા સાહેબ આંબેડકર હોસ્પિટલમાં ( shatabdi hospital ) ગઈ હતી. ત્યાં તેણીને ફરિયાદી મહિલા દ્વારા 20 દિવસના બાળકને જન્મ આપ્યો હતો. ફરિયાદી મહિલા એકલી હોવાનો ફાયદો ઉઠાવીને આરોપી મહિલાએ તેની સાથે અનૌપચારિક વાતચીત કરી હતી.

    શું છે આ મામલો..

    વાત કરતી વખતે તેને ખબર પડી કે ફરીયાદી મહિલાનો પતિ હોસ્પિટલના જરુરી કાગળો બનાવવા માટે બહાર ગયો છે. પરિસ્થિતિનો ફાયદો ઉઠાવીને આરોપી મહિલાએ ફરીયાદીને ફ્રેશ થવા માટે જવાની સલાહ આપી અને કહ્યું કે ત્યાં સુધી હું બાળકની સંભાળ રાખીશ. ફરીયાદી, આરોપી મહિલાની વાતોમાં ફસાઈ ગઈ અને બાળકને સોંપીને બાથરૂમમાં ગઈ હતી. જેનો ફાયદો ઉઠાવીને આરોપી મહિલા બાળકને લઈને ફરાર થઈ ગઈ હતી. જ્યારે ફરીયાદીને ખબર પડી કે બાળક ચોરાઈ ગયું છે, ત્યારે તે ચોંકી ગઈ હતી અને પછી તેણે કાંદિવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

    આ સમાચાર પણ વાંચો : Multibagger Stock: આ મલ્ટીબેગર સ્ટોકે રોકાણકારોને કર્યા માલામાન… છેલ્લા એક મહિનામાં આપ્યું આટલા ટક્કાનું જબદસ્ત વળતર…

    કેસ નોંધાયા પછી, કાંદિવલી પોલીસ સ્ટેશનના વરિષ્ઠ પોલીસ નિરીક્ષક બાળકની શોધ માટે ત્રણ ટીમો બનાવી અને તપાસ શરૂ કરી હતી. જ્યારે પોલીસે શતાબ્દી હોસ્પિટલના સીસીટીવી ચેક કર્યા તો એક બુરખાધારી મહિલા બાળકને લાલ ધાબળા નીચે લઈ જતી જોવા મળી હતી. જે બાદ પોલીસે આરોપી મહિલાને શોધવા માટે લગભગ 200 સીસીટીવી ચેક કર્યા હતા.

    જે બાદ એક સીસીટીવીમાં ( CCTV ) આરોપી મહિલા માલવણીમાં રિક્ષામાંથી નીચે ઉતરતી જોવા મળી હતી. જ્યારે બાળક રડવા લાગ્યું, ત્યારે આરોપી મહિલા ડરી ગઈ હતી અને તેણે બાળકને રસ્તાની બાજુમાં મળી હોવાનો દાવો કરીને વનરાઈ પોલીસ સ્ટેશન પાસે બાળકને સોપવા પહોંચી હતી. પરંતુ પોલીસ તપાસમાં તેણીના વર્ણનમાં વિસંગતતા જોવા મળી હતી. જેથી પોલીસે તેણીની વધુ પુછપરછ કરતા તેણીએ ગુનો કબુલી લીધો હતો. જે બાદ પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી હતી અને બાળકીને તેના માતા-પિતાને સોંપી દીધું હતું.

  • રેલવે પોલીસની સરાહનીય કામગીરી- નાલાસોપારામાં અપહરણ થયેલા બાળકનો માતા સાથે કરાવ્યો મિલાપ- આ લોકો સામે નોંધી અપહરણની ફરિયાદ

    રેલવે પોલીસની સરાહનીય કામગીરી- નાલાસોપારામાં અપહરણ થયેલા બાળકનો માતા સાથે કરાવ્યો મિલાપ- આ લોકો સામે નોંધી અપહરણની ફરિયાદ

    News Continuous Bureau | Mumbai

    નાલાસોપારા સ્ટેશન(Nalasopara Station) પર કથિત રીતે અપહરણ(Kidnapping) કરાયેલા ત્રણ વર્ષના બાળકનો તેના માતા સાથે ફરી મિલાપ કરાવવામાં રેલવે પોલીસને સફળતા મળી હતી. તો બાળકને પ્લેટફોર્મ(Railway Platform) પર મદદ કરવાનો દાવો કરનાર દંપતી સામે બાળકની માતાએ અપહરણનો કેસ (Kidnapping case) નોંધાવ્યો છે.

    ગર્વમેન્ટ રેલવે પોલીસ(Government Railway Police)(GRP)ના કહેવા મુજબ ભાયંદર માં રહેતી અને છૂટક કામ કરતી મહિલા કામની શોધમાં વસઈ આવી હતી ત્યારે તે એક જગ્યાએ પાણી પીવા ઊભી હતી ત્યારે તેનો બાળક ગુમ થઈ ગયો હતો.

    પોલીસને તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજમાં(CCTV footage) ગુરુવારે બપોરના 12 વાગ્યાની આસપાસ બાળકને એક યુગલ સાથે દૂર જતા જોયો હતો. ફૂટેજમાં જણાયું હતું કે મહિલા છોકરાને પોતાની તરફ બોલાવે છે અને તેને ખાવા માટે આપે છે અને ત્યાર બાદ તેઓ બાળક સાથે આગળ ચાલતા જતા જણાયા હતા.

    આ સમાચાર પણ વાંચો :  ખેલૈયાઓની આતુરતાનો અંત- બોરીવલીના આંગણે સતત પાંચમી વખત-ગરબાની રમઝટ બોલાવવા આવી રહી છે દાંડિયા ક્વીન ફાલ્ગુની પાઠક

    વસઈ GRPના કહેવા મુજબ દંપત્તિની પૂછપરછ દરમિયાન જણાયું હતું કે તેઓ બાળકના અપહરણનો (Child abduction) કોઈ ઈરાદો રાખતા નહોતા. તેમના લગ્નને પાંચ વર્ષ થઈ ગયા છે અને તેમને કોઈ સંતાન નથી. ગુરુવારે બપોરે તેઓ વસઈથી ટ્રેનમાં ચડ્યા હતા, જ્યાં તેઓ પ્લાસ્ટિક મેનુફેક્ચરિંગ કંપનીમાં (plastic manufacturing company) કામ કરે છે. તેઓએ છોકરાને ટ્રેનમાં ચઢતો જોયો અને ત્રણેય નાલાસોપારા ઉતરી ગયા હતા.

    દંપત્તીના દાવા મુજબ તેઓ બાળક ગુમ થઈ ગયો છે એવું જાણીને તેઓ તેને મદદ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પોલીસ પાસે સીધો લઈ જવાને બદલે તેઓએ બાળકને ખાવાનું અને કપડાં આપવાનું નક્કી કર્યું હતું.

    આ સમાચાર પણ વાંચો : ક્યા સે ક્યા હો ગયા- BMC પાસેથી દશેરાના સભા યોજવા મંજૂરી મેળવવા શિવસેનાને નાકે દમ