• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - childhood photo - Page 2
Tag:

childhood photo

Asin childhood photo viral 
મનોરંજન

પહેચાન કૌન-તસ્વીર માં દેખાતી આ ક્યૂટ છોકરી બની ગઈ છે સુંદર અને ગ્લેમરસ,બોલિવૂડ ના ટોચ ના અભિનેતા સાથે કરી ચુકી છે કામ

by Dr. Mayur Parikh November 23, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીથી લઈને ટીવી જગત સુધીના તમામ સ્ટાર્સના બાળપણના ( childhood  ) ફોટા ( photo  )અથવા વીડિયો સોશિયલ મીડિયા પર અવારનવાર હેડલાઈન્સમાં રહે છે, જેમાં તેમને ઓળખવું લગભગ અશક્ય છે. આજે, અમારી આ પોસ્ટ દ્વારા, અમે તમને એક એવી અભિનેત્રીનો પરિચય કરાવવા જઈ રહ્યા છીએ, જેણે બોલિવૂડની સાથે-સાથે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ઘણું નામ કમાવ્યું છે.અહીં રસપ્રદ વાત એ છે કે આ દિવસોમાં સોશિયલ મીડિયા પર જે અભિનેત્રીની તસવીર વાયરલ  ( viral  ) થઈ રહી છે તે તેના બાળપણની તસવીર છે, જેમાં તેને જોઈને ચાહકો તેને ઓળખવાની કોશિશ કરી રહ્યા છે. જણાવી દઈએ કે બાળપણની ( childhood photo  ) આ તસવીરમાં તેનો દેખાવ આજની સરખામણીમાં ઘણો બદલાઈ ગયો છે. તસવીરમાં ખૂબ જ ક્યૂટ અને માસૂમ દેખાતી અભિનેત્રી ( Asin  ) આજે મોટી થઈ ગઈ છે અને અદ્ભૂત સુંદર અને ગ્લેમરસ પણ બની ગઈ છે, જેના કારણે ફેન્સને તેને ઓળખવી મુશ્કેલ થઈ રહી છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસવીરમાં દેખાતી આ અભિનેત્રીની બોલિવૂડ કરિયર વિશે વાત કરીએ તો, તેણે આમિર ખાન,અક્ષય કુમાર અને સલમાન ખાન જેવા ખૂબ જ પ્રખ્યાત સ્ટાર્સ સાથે મુખ્ય ભૂમિકા ભજવી છે, જોકે તેણે તેની એક્ટિંગ કરિયરની શરૂઆત સાઉથની ફિલ્મ દ્વારા કરી હતી. જો તમે તેમને ઓળખી શકો તો ઠીક છે અને જો નહીં તો અમે તમને જણાવીશું. આ તસવીર સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને બોલિવૂડની ખૂબ જ સુંદર અને ગ્લેમરસ એક્ટ્રેસ અસિનની ( Asin  ) છે, જે માત્ર દેખાવની બાબતમાં જ નહીં, પરંતુ પોતાની શાનદાર એક્ટિંગ અને શાનદાર ડાન્સિંગ ટેલેન્ટથી લાખો ચાહકોના દિલમાં પણ ખૂબ જ સ્ટાઇલિશ બની ગઈ છે.

આ સમાચાર પણ વાંચો:  કર્મચારીઓની છટણી પર શ્રમ મંત્રાલય થયું કડક, ઈ-કોમર્સ કંપની ને નોટિસ ફટકારી માંગ્યો આ જવાબ..

વર્ક ફ્રન્ટ પર નજર કરીએ તો અસિનના ફિલ્મી કરિયરમાં ફિલ્મ ‘ગજની’નું મહત્વનું યોગદાન રહ્યું છે, જેમાં તેની સાથે અભિનેતા આમિર ખાન લીડ રોલમાં જોવા મળ્યો હતો અને આ સિવાય તેની બોલિવૂડ કરિયરમાં ‘બોલ બચ્ચન’, ‘રેડી’ અને ‘ઓલ ઇઝ વેલ’ જેવી ફિલ્મોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

 

 

November 23, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

પહેચાન કૌન- માતા સાથે બેઠેલો આ બાળક છે OTT નો ખતરનાક ગુંડો-હાલમાં જ પ્રખ્યાત અભિનેત્રી સાથે કર્યા છે લગ્ન

by Dr. Mayur Parikh November 3, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

બોલિવૂડના ઘણા સ્ટાર્સની બાળપણની તસવીરો(childhood photo) દરરોજ આવતી રહે છે આ તસવીરો દ્વારા ચાહકો તેમના સ્ટારનું બાળપણ જોઈ શકે છે અને લોકો તેમની તસવીરો જોઈને તેના પર ઉગ્ર કમેન્ટ પણ કરે છે. આવી સ્થિતિમાં ફરી એકવાર બોલિવૂડ સ્ટારના બાળપણની તસવીર જોરદાર વાયરલ (viral)થઈ રહી છે અને તમે પણ તેને જોઈને નહીં ઓળખી શકો કે તે સ્ટાર કોણ છે. આ તસવીર એક એવા અભિનેતા ની છે, જે આ દિવસોમાં ફિલ્મોથી લઈને વેબ સિરીઝ(web series) સુધી ધમાકો કરી રહ્યો છે અને લોકો તેના દિવાના થઈ રહ્યા છે.

 

View this post on Instagram

A post shared by ali fazal (@alifazal9)

આ ફોટો જોઈને તમે અંદાજો લગાવી શકો છો કે એક્ટરનો માસૂમ ચહેરો દરેકને કેટલો પસંદ આવે છે અને તે આજના યુગનો સૌથી મોટો એક્ટર છે. આ બાળક આજે બોલિવૂડનો(Bollywood) મોટો સ્ટાર છે, જેને વેબ સિરીઝ મિર્ઝાપુરથી ઘણી ઓળખ મળી છે.અને હાલમાં જ તેના લગ્ન થયા છે. આ ફોટો સોશિયલ મીડિયા(social media) પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેને ઘણો પ્રેમ આપી રહ્યા છે. હા, આ નાનો સ્ટાર બીજું કોઈ નહીં પણ અલી ફઝલ(Ali Fazal) છે, અલી ફઝલના બાળપણની આ તસવીરને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.

આ સમાચાર પણ વાંચો: શાહરૂખ ખાન બર્થડે સ્પેશિયલ-બોલિવૂડનો કિંગ રિયલ લાઈફમાં પણ છે કિંગ-એક દિવસમાં કમાય છે કરોડો રૂપિયા-જાણો અભિનેતા ની નેટ વર્થ વિશે

અલી ફઝલે તેની માતા સાથે એક સુંદર ફોટો શેર કર્યો છે અને તેમાં તે તેની માતા સાથે બેઠો જોવા મળી રહ્યો છે. ફોટોમાં અલી ફઝલની માતા (Ali Fazal mother)નાસ્તાની મજા લેતા જોઈ શકાય છે. તેની બાજુમાં બેઠેલા અલી ખૂબ જ સુંદર રીતે  હસતો દેખાઈ રહ્યા છે. યુઝર્સ આ ફોટો પર 'ક્યૂટ', 'લવલી', 'બ્યુટીફુલ' જેવી કોમેન્ટ કરી રહ્યા છે. અલી ફઝલે પોતે પોતાના ઈન્સ્ટાગ્રામ (Instagram)પર આ ફોટો શેર કર્યો છે. અલી ફઝલે વેબ સિરીઝ મિર્ઝાપુરમાં ગુડ્ડુ ભૈયાનું લોકપ્રિય પાત્ર ભજવ્યું હતું. હાલમાં જ તેણે બોલિવૂડ એક્ટ્રેસ રિચા ચઢ્ઢા(Richa chaddha) સાથે લગ્ન કર્યા છે. તમને જણાવી દઈએ કે અલી ફઝલની માતાએ બે વર્ષ પહેલા દુનિયાને અલવિદા કહી દીધું હતું.

November 3, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

પહેચાન કૌન- ફોટો માં દેખાતા આ ક્યૂટ બાળકે તેની પહેલી જ ફિલ્મ માં જીત્યા હતા ઘણા એવોર્ડ-આજે છે તે બોલિવૂડનો સુપરસ્ટાર

by Dr. Mayur Parikh October 18, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

તસવીરમાં જોવા મળેલા આ ક્યૂટ અને સુંદર આંખોવાળા બાળકને ઓળખી શકો છો, કોણ છે? આ બાળકની ગણતરી આજે બોલિવૂડના સૌથી વધુ કમાણી કરનારા કલાકારોમાં થાય છે. તેની પહેલી જ ફિલ્મથી, આ બાળક દરેકની આંખોનો તારો બની ગયો અને રાતોરાત સ્ટારડમ(stardum) સુધી પહોંચી ગયો. એટલું જ નહીં, આ બાળકે ડેબ્યૂ ફિલ્મ માટે જ ઘણા એવોર્ડ જીત્યા હતા. હવે અમે તમને ઘણા સંકેતો આપ્યા છે. તો હવે તમે જાણો છો કે આ બાળક કોણ છે?આવો તમને જણાવીએ કે તે કોણ છે અને બોલિવૂડના ક્યા ફિલ્મી પરિવાર સાથે તેનું કનેક્શન છે.

આ અભિનેતાનું નામ રિતિક રોશન(Hrithik Roshan) છે. રિતિક રોશને ભલે 'કહો ના પ્યાર હૈ'થી હીરો તરીકે બોલિવૂડમાં એન્ટ્રી કરી હોય, પરંતુ તે બાળપણથી જ એક્ટિંગ કરતો આવ્યો છે. રિતિક રોશને તેની કારકિર્દીમાં માત્ર ઘણા એવોર્ડ (award)જ જીત્યા નથી, પરંતુ તેની પ્રથમ ફિલ્મનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલું છે.રિતિક રોશનને અભિનયની પહેલી તક તેના દાદા પ્રકાશે આપી હતી. રિતિક રોશનના પિતા રાકેશ રોશન(Rakesh Roshan)પણ જાણીતા અભિનેતા અને ફિલ્મ નિર્માતા છે. પ્રકાશ રોશને 6 વર્ષના રિતિકને 1980માં આવેલી ફિલ્મ 'આશા'થી મોટા પડદા પર લોન્ચ કર્યો હતો. આ ફિલ્મમાં રિતિક રોશને જીતેન્દ્ર સાથે ડાન્સ કર્યો હતો. આ માટે પ્રકાશે તેને ફી તરીકે 100 રૂપિયા આપ્યા હતા. આ પછી નાના રિતિકે બીજી ઘણી ફિલ્મોમાં કામ કર્યું. પરંતુ તેમાં તેમનો એક પણ સંવાદ નહોતો. રિતિકને 12 વર્ષની ઉંમરે ફિલ્મમાં તેનો પહેલો ડાયલોગ મળ્યો હતો. આ ફિલ્મ હતી 'ભગવાન દાદા'. આ ફિલ્મમાં રજનીકાંત હતા. આ ફિલ્મથી રિતિક રોશને નક્કી કરી લીધું હતું કે તેણે એક્ટર બનવું છે.

આ સમાચાર પણ વાંચો :  શું એક્સ બોયફ્રેન્ડ થી કંટાળીને અભિનેત્રી વૈશાલીએ કર્યું સુસાઇડ- પોલીસે આત્મ હત્યાના મામલામાં આપ્યું મોટું નિવેદન

તેની 42 વર્ષની લાંબી કારકિર્દીમાં(Hrithik Roshan filmi carrier) રિતિક રોશને 'કહો ના પ્યાર હૈ', 'લક્ષ્ય', 'કોઈ મિલ ગયા', 'ક્રિશ', 'ધૂમ 2', 'જોધા અકબર', 'સુપર 30' સહિત અનેક હિટ ફિલ્મો આપી. હાલમાં, તે 'વિક્રમ વેધ'ને લઈને ચર્ચામાં છે, જેને બોક્સ ઓફિસ પર પણ અદભૂત પ્રતિસાદ મળ્યો છે.

October 18, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

પહેચાન કૌન- પિતાના ખોળામાં તૂટેલા દાંતવાળી સુંદર છોકરી રહી ચુકી છે 90 ના દાયકા ની સુપરહિટ અભિનેત્રી

by Dr. Mayur Parikh September 1, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ સેલેબ્સના ફેન્સ તેમની રિયલ લાઈફ વિશે જાણવા માટે ખૂબ જ ઉત્સાહિત રહેતા હોય છે. ચાહકો ઘણીવાર જાણવા માંગે છે કે તેમના મનપસંદ સેલેબ્સ (celebs)ક્યાં ભણ્યા છે, તેઓ તેમના બાળપણમાં કેવા દેખાતા હતા, તેઓ ક્યાં રહેતા હતા વગેરે વગેરે…. બોલિવૂડ પ્રેમીઓ હંમેશા આ તમામ મુદ્દાઓ વિશે જાણવા માટે ઉત્સુક હોય  છે. આ દિવસોમાં બોલિવૂડ સેલેબ્સની બાળપણની તસવીરો(childhood photos) સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. જેને ઓળખવું ચાહકો માટે એક પડકાર સમાન બની ગયું છે.. આ દરમિયાન બોલિવૂડની વધુ એક અભિનેત્રીનો ફોટો સોશિયલ મીડિયા(social media) પર વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થઈ રહેલા ફોટામાં પિતાના ખોળામાં દેખાતી આ છોકરી બોલિવૂડની ઘણી સુપરહિટ(superhit film) ફિલ્મોનો ભાગ રહી ચુકી છે. વાયરલ થઈ રહેલા ફોટામાં છોકરી તૂટેલા દાંતમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. શું તમે આ છોકરીને ઓળખી? જો નહીં, તો તમને જણાવી દઈએ કે આ છોકરી બીજું કોઈ નહીં પણ બોલિવૂડ ની શાનદાર અભિનેત્રી  રવિના ટંડન(Raveena tandon) છે. રવિના ટંડનનો જન્મ મુંબઈમાં(Mumbai) થયો હતો. તેમના પિતા રવિ ટંડન હિન્દી સિનેમામાં ફિલ્મ નિર્માતા હતા. તેની માતાનું નામ વીણા ટંડન છે. તેનો એક ભાઈ છે રાજીવ ટંડન જે એક ફિલ્મ અભિનેતા(film actor) છે.રવીનાને પ્રથમ ફિલ્મની ઓફર તેના કોલેજકાળ દરમિયાન મળી હતી. જે બાદ તેણે અભ્યાસ છોડીને ફિલ્મોમાં કરિયર (filmi career)બનાવવાનું યોગ્ય માન્યું.રવીના ટંડન ની પ્રથમ ફિલ્મ ‘પથ્થર કે ફૂલ’ (Patthar ke phool)હતી જેના માટે તેને બેસ્ટ ડેબ્યુ નો એવોર્ડ પણ મળ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : બોલ્ડ અંદાજ માટે જાણીતી ટીવી એક્ટ્રેસ નિયા શર્માએ આપ્યું બોલ્ડ સ્ટેટમેન્ટ-પોતાના જીવન-કારકિર્દી અને શો ઝલક દિખલાજા ને લઇ ને કહી આવી વાત 

તમને જણાવી દઈએ કે, રવિના ટંડનને ચાર બાળકો છે. ત્રણ દીકરીઓ અને એક દીકરો. રવીનાએ વર્ષ 1995માં બે દીકરીઓ પૂજા અને છાયાને દત્તક(adopt) લીધી હતી અને તેમને સિંગલ મધર તરીકે ઉછેરી હતી અને હવે રવીના પણ માતા બની ગઈ છે. 22 ફેબ્રુઆરી 2004ના રોજ, રવિનાએ રાજસ્થાનના(Rajasthan Udaipur) ઉદયપુરના જગ મંદિર પેલેસમાં પંજાબી વિધિથી ફિલ્મ વિતરક અનિલ થડાની સાથે લગ્ન કર્યા. રવિના અને અનિલના પ્રથમ બાળક રાશાનો જન્મ 16 માર્ચ 2005ના રોજ થયો હતો. આ પછી જુલાઈ 2008માં રવિનાએ પુત્ર રણવીરવર્ધનને જન્મ આપ્યો.

 

September 1, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

પહેચાન કૌન-વાયરલ થયેલ ફોટામાં જોવા મળી રહેલો આ બાળક છે સાઉથની ફિલ્મોનો સુપરસ્ટાર-બોલિવૂડ અભિનેત્રીઓ નો છે તે ક્રશ

by Dr. Mayur Parikh August 27, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

આજના સમયમાં ઘણું બદલાઈ ગયું છે. આ બદલાવ સિનેમામાં પણ જોવા મળી રહ્યો છે. હવે લોકો સાઉથ મૂવીઝ, પાકિસ્તાની સિરિયલો, હોલીવુડ સિરીઝ, સ્પેનિશ ડ્રામા અને કોરિયન ડ્રામા જોવાનું પસંદ કરે છે. લોકો હવે ભાષાને(language) નહીં પરંતુ સામગ્રીને (content)વધુ મહત્વ આપે છે. ભાષાના બંધનોને તોડીને ભારતીય દર્શકો બોલિવૂડ કરતા ઘણા આગળ નીકળી ગયા છે. બોલિવૂડની ફિલ્મો(Bollywood film) બોક્સ ઓફિસ પર લાંબા સમયથી પસંદ નથી આવી રહી, જ્યારે સાઉથની ફિલ્મો(south film) બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે.

સાઉથની ફિલ્મોની વધતી જતી લોકપ્રિયતાને કારણે ઉત્તરમાં સાઉથના અભિનેતાને (south actor)ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને યંગસ્ટર્સમાં સાઉથ સ્ટાર્સનો ક્રેઝ છે. તે જ સમયે, સાઉથ સ્ટાર્સના બાળપણના ફોટા ઇન્ટરનેટ (internet)પર વાયરલ થઈ રહ્યા છે. વાયરલ ફોટોમાંનો બાળક આજે સાઉથ સિનેમાનો સુપરસ્ટાર(south superstar) છે અને હાલમાં જ તેની બોલિવૂડ ડેબ્યૂ ફિલ્મ ‘લાઇગર’ રિલીઝ થઇ છે.  હવે તમે સમજી જ ગયા હશો કે અમે વાત કરી રહ્યા છીએ હેન્ડસમ વિજય દેવેરાકોંડા(Vijay Deverakonda) વિશે. તમને જણાવી દઈએ કે વિજય દેવરાકોંડાનો બાળપણનો(childhood photo) ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેને ઓળખવો ખૂબ જ મુશ્કેલ છે.

આ સમાચાર પણ વાંચો : સોનાલી ફોગાટના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો-શરીર પર મળ્યા ઈજાના નિશાન-નોંધાયો હત્યા નો કેસ-આ બે વ્યક્તિ ની થઇ ધરપકડ

વિજય દેવરાકોંડા આજના સમયમાં સાઉથ સિનેમાના સુપરસ્ટાર છે. તેની બાળપણની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેમાં તેમને ઓળખવા મુશ્કેલ છે. એક કાર્યક્રમ(event) દરમિયાન વિજયનો બાળપણનો ફોટો બતાવવામાં આવ્યો હતો. જે આજકાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.વિજયના મોહક વ્યક્તિત્વના ચાહકો જ નહીં બોલિવૂડની ટોચની અભિનેત્રીઓ(Bollywood top actress) પણ છે. તાજેતરમાં કોફી વિથ કરણ 7 માં સારા અલી ખાન અને જાહ્નવી કપૂરે ખુલાસો કર્યો હતો કે તેઓ ને વિજય પર ક્રશ છે.

August 27, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની આ અભિનેત્રી બાળપણમાં લાગતી હતી ક્યૂટ-તસવીર જોઈને તમે ઓળખી નહીં શકો

by Dr. Mayur Parikh August 1, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

સબ (SAB) ટીવીના કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'TMKOC)ની લોકપ્રિયતા ઓછી થતી જણાતી નથી. શોમાં બબીતા ​​જીનો રોલ કરનાર મુનમુન દત્તા તેના એક ફોટોને લઈને ચર્ચામાં છે. આ તેનો બાળપણનો ફોટો (childhood photo)છે, જેમાં તે તેના પિતા સાથે જોવા મળી રહી છે.મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. અભિનેત્રી તેના ચાહકો સાથે તસવીરો પોસ્ટ કરવામાં શરમાતી નથી. અભિનેત્રીએ તેના પિતા સાથેની કેટલીક તસવીરો પોસ્ટ (post)કરી હતી. આ તસવીરોમાં તે ખૂબ જ યુવાન દેખાઈ રહી હતી. પહેલા ફોટોમાં તે લાલ સલવાર-સૂટમાં જોવા મળી હતી. તેના પિતા બેઠા છે અને તે તેની બાજુમાં ઉભી છે. બીજા ફોટોમાં તે બ્લેક એન્ડ બ્લુ આઉટફિટમાં છે.

View this post on Instagram

A post shared by (@mmoonstar)

આ તસવીરો જોઈને તેના ચાહકો એ મુનમુન દત્તાને ઓળખી(recognize) નહોતા શક્યા. આ તસવીરો માં તે ખૂબ જ ક્યૂટ(cute) લાગી રહી છે. આ ફોટા મુનમુને તેને ફાધર્સ ડે (fathers day)પર શેર કર્યો હતો. તમને જણાવી દઈએ કે વર્ષ 2018માં તેના પિતાનું નિધન થયું હતું અને તે તેની માતા સાથે મુંબઈમાં(Mumbai) રહે છે. તે તેની માતા સાથે તસવીરો પોસ્ટ કરતી રહે છે.મુનમુન દત્તાની યુટ્યુબ ચેનલ(youtube channel) છે. આમાં તે અલગ-અલગ વિષયો પર વીડિયો બનાવતી રહે છે. ક્યારેક તે ફેન્સના સવાલોના જવાબ આપે છે તો ક્યારેક ટ્રાવેલ વીડિયો(travel video) બનાવે છે. ઈન્સ્ટાગ્રામ પર તેણે થોડા દિવસો પહેલા થાઈલેન્ડની તસવીરો શેર કરી હતી. આમાં તે ત્યાં એન્જોય કરતી જોવા મળી હતી.

આ સમાચાર પણ વાંચો : અમિતાભ બચ્ચન ના કુલી એક્સિડન્ટ પહેલા જ સ્મિતા પાટીલને થઇ ગયો હતો આભાસ -અભિનેત્રી એ મધરાતે બિગ બી ને ફોન કરી કહી હતી આ વાત-જાણો શું હતો સમગ્ર મામલો

તમને જણાવી દઈએ કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (TMKOC)શોને 14 વર્ષ પૂરા થયા છે. આ ખાસ અવસર પર તારક મહેતાની ટીમે ઉજવણી(celebrate) કરી હતી. શોનો પ્રથમ એપિસોડ 28 જુલાઈ 2008ના રોજ પ્રીમિયર થયો હતો. તેના પ્રારંભિક કલાકારોમાં જેઠાલાલ તરીકે દિલીપ જોશી,બબીતાજી તરીકે મુનમુન દત્તાનો સમાવેશ થાય છે. 

August 1, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

ઓળખી બતાઓ જોઉં. આ ફોટામાં પ્રીયંકા ચોપરા ક્યાં છે? જુઓ બાળપણ નો ક્યુટ ફોટો…

by Dr. Mayur Parikh April 12, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

ઘણી વખત સેલિબ્રિટી સોશિયલ મીડિયા પર આવી તસવીર શેર કરે છે જેમાં તેમને ઓળખવી મુશ્કેલ બની જાય છે. હાલમાં જ બોલિવૂડની એક પ્રખ્યાત અભિનેત્રીની બે મહિલાઓ સાથેની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીર જોઈને ચાહકો સમજી શક્યા નથી કે આ કઈ અભિનેત્રી છે.. શું તમે તેને ઓળખી શક્યા?આ વાયરલ તસવીરમાં તમે જોશો છો કે આ સુંદર છોકરીએ રેડ કલરનો સ્કર્ટ અને ગ્રે કલરનું ટોપ પહેર્યું છે. પલંગ પર કેક મૂકવામાં આવી છે અને આ છોકરી તેની બાજુમાં બેઠી છે. જેમાં તે એક મહિલાને પોતાના હાથે કેક ખવડાવતી  જોવા મળી રહી છે.

View this post on Instagram

A post shared by Priyanka (@priyankachopra)

આ સુંદર છોકરીની બે તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. એક તસવીરમાં તે બેડ પર બીજા બાળક સાથે જોવા મળી રહી છે અને તેની સાથે વધુ બે મહિલાઓ પણ જોવા મળી રહી છે.આ બંને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને દરેક વ્યક્તિ આ અભિનેત્રીને ઓળખવાનો પ્રયાસ કરી રહી છે. તો શું તમે જાણો છો કોણ છે આ અભિનેત્રી? જો નહીં, તો જરાય ચિંતા કરશો નહીં. અમે તમારી આ સમસ્યા દૂર કરીશું.આ અભિનેત્રી બીજી  કોઈ નહીં પણ બોલિવૂડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરા છે. એક તરફ પ્રિયંકાની માતા મધુ ચોપરા છે તો બીજી તરફ અભિનેત્રીની નાની છે.

આ સમાચાર પણ વાંચો : ‘અનુપમા નમસ્તે અમેરિકા’ ના સેટ પર રૂપાલી ગાંગુલીનો 'શિનચેન' અવતાર મળ્યો જોવા, વાયરલ થયો વીડિયો; જુઓ વિડિયો, જાણો વિગત

પ્રિયંકા ચોપરાએ તેના ઓફિશિયલ સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી બે તસવીરો શેર કરી છે. આ બે તસવીરો શેર કરતાં અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું- 'મારી નાની નો જન્મદિવસ સેલિબ્રેટ કરું છું. જ્યારે મારા માતા અને પિતા તબીબી અભ્યાસ અને કારકિર્દીને સંતુલિત કરી રહ્યા હતા ત્યારે તેમણે મારો ઉછેર કર્યો. આ મારા જીવનનો મહત્વનો ભાગ છે. હું ખૂબ નસીબદાર છું કે મારા જીવનમાં ઘણા મજબૂત લોકો છે. હું તમારા બધાનો ખૂબ જ આભારી છું. નાની તને હંમેશા યાદ કરું છું. નોંધ- પ્રથમ ચિત્રમાં હું આટલી  ખરાબ કેમ દેખાઈ રહી છું?'

April 12, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક