• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - China Russia
Tag:

China Russia

Chandrayaan 3: Vikram lander soft lands on Moon again: ISRO
દેશ

Chandrayaan-3 : ચન્દ્રયાન-૩ની સફળતા ભારતીય સ્પેસઈકોનોમી ના તમામ સમીકરણો બદલી નાખશે

by kalpana Verat August 27, 2023
written by kalpana Verat

 News Continuous Bureau | Mumbai 

Chandrayaan-3: અમેરિકા, ભૂતપૂર્વ સોવિયેત યુનિયન (હવે રશિયા), અને ચીન બાદ ભારત ચોથુ રાષ્ટ્ર છે જેણે ચંદ્રની ધરતીપર સોફ્ટ લેન્ડીંગ કરવાંમા સફળતા પ્રાપ્ત કરી છે. ગત બુધવારે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ભારતના ચંદ્રયાન-3ના સફળ ઉતરાણએ ભારતની અવકાશક્ષેત્રની મહારથને ફરી પુરવાર કરી છે.ભારતનીઆ સફળતા અધભૂત, અવિષમરણીય અને ઐતિહાસિક છે એટલા માટે છે કે ચંદ્રના દક્ષિણધ્રુવ(ચંદ્રનો ડાર્કઝોન)પર અવકાશયાનને સફળ ઉતરાણ કરાવનાર ભારત એક માત્ર રાષ્ટ્ર છે. અમેરિકા, ચીન, જેવા રાષ્ટ્રોએ ચંદ્રના દક્ષિણધ્રુવ પર અવકાશયાનને ઉતરાણ કરાવવાનો પ્રયત્ન સુધા કર્યો નથી પણ રશિયાએ, ભારતના ચન્દ્રયાન કરતા બે દિવસ પહેલા લૂના-૨૫ અવકાશયાનને સોફ્ટ લેન્ડીંગ કરાવવાનો”ઉતાવળ”કરવાનો પ્રયત્ન કર્યો પણ તે નિષ્ફળ નિવડ્યો.ભારતે ગઈકાલે જ્યાં ચન્દ્રયાન-3 જે જગ્યાએ ઉતર્યું તે પોઈન્ટને “શિવ-શક્તિપોઈન્ટ”નામ આપ્યુ અને ચન્દ્રયાન-૨એ  જ્યાપદાર્પણ કર્યું હતુ તેને “ત્તિરંગાપોઈન્ટ”નામ આપ્યુ છે.ચંદ્ર પર પહોંચીને ઈતિહાસ લખવાનું આ મિશન માત્ર ત્યાં પાણી અને કિંમતી ખનિજો શોધવા પૂરતું મર્યાદિત નથી. દેશની આ સિદ્ધિ ભારતીયો અને ભારતને કેવી અસર કરશેતે વિશે જાણીએ.ચંદ્રયાન-3ની સફળતા માત્ર ભારતીયોને ગૌરવ અપાવવા પુરતી મર્યાદિત નથી. આનાથી ભવિષ્યમાં ભારતીયોને ઘણા ફાયદા થશે. હવામાન સંબંધિત માહિતી ઉપલબ્ધ થશે. કોમ્યુનિકેશન સુધારવામાં મદદ કરશે. અંતરિક્ષ ક્ષેત્રે ભારત મજબૂત હશે તો દેશની પ્રતિસ્ઠા વધશે. પરિણામે વિશ્વમાં ભારતીયોનો દરજ્જો વધુ વધશે. 

સામાન્ય લોકોને તે પ્રશ્નોના જવાબો મળશે જે વર્ષોથી તેમના મનમાં છે. જેમ કે- શું તેઓ ક્યારેય ચંદ્ર પર જઈ શકશે, શું ચંદ્ર પર જીવન છે કે નહીં, ચંદ્ર પર ખેતી થઈ શકે છે કે નહીં અથવા ચંદ્ર પર કેટલી કિંમતી વસ્તુઓ છે કે દરેક દેશ ત્યાં પહોંચવા માટે ચિંતિત છે. વિશ્વના ઘણા વૈજ્ઞાનિકો માને છે કે ચંદ્ર પર પાણી અને બરફની સાથે યુરેનિયમ, પ્લેટિનમ અને સોના સહિત અનેક પ્રકારના અયસ્ક-ઓર છે. હવે ભારતીય મિશન ચંદ્રયાન-3નું રોવર આગામી ૧૪ દિવસ સુધી ત્યાં આવી તમામ માહિતી એકત્ર કરશે. ત્યાંની તસવીરો મોકલશે. ચંદ્ર એક એવો ગ્રહ છે જે પૃથ્વીની સૌથી નજીક છે. એટલા માટે વિશ્વભરના વૈજ્ઞાનિકો અહીંથી ભેગી કરેલી માહિતી પર નજર રાખશે. મિશન પૂર્ણ થયા પછી પ્રાપ્ત પરિણામો અવકાશની દુનિયાના ઘણા રહસ્યોથી માહિતીગાર થશે.અવકાશ ક્ષેત્ર સાથે સંબંધિત કંપનીઓને ઘણો ફાયદો થશે.ભારત એક કૃષિપ્રધાન દેશ છે અને ચંદ્રયાન-3ની સફળતાને ભારતની સિદ્ધિ તરીકે જોવી જોઈએ. કારણ કે જેમ જેમ ભારત અવકાશમાં મજબૂત બનશે તેમ તેમ કૃષિ ક્ષેત્રને તેનો ઘણો ફાયદો થશે. હાલ માટીની ચકાસણી માટે સેમ્પલ લઈને ટેસ્ટીંગ વગેરેની કામગીરી કરવામાં આવે છે. AI-ML- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ નો ઉપયોગ હવે માટી પરીક્ષણમાં પણ થઈ રહ્યો છે, પરંતુ અવકાશમાં શક્તિ વધવાથી આ કામ ખૂબ જ સરળ, ઝડપી અને વિકાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે.ભારત સરકારે તાજેતરમાં સ્માર્ટ સિટી, કૃષિ અને આરોગ્ય ક્ષેત્રે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ ભૂમિકા વધારવા માટે કામ કરવાની યોજના શરૂ કરી છે. અવકાશમાં તાકાત વધવાનો અર્થ એ થશે કે આ ત્રણેય ક્ષેત્રોમાં કામની પ્રગતિ ઝડપી થશે.ચંદ્રયાન-3ની સફળતા અંતરિક્ષમાં મોટી સફળતા તરફ માત્ર એક પગલું છે. અવકાશક્ષેત્રે મજબૂત- સક્ષમ હોવાનો અર્થ છે માનવ જીવનનો ઝડપી વિકાસ. સેટેલાઇટ દ્વારા મળતી સચોટ અને ઝડપી માહિતી દરેક ક્ષેત્રમાં કામ સરળ બનાવશે.ચંદ્ર પર જલદી પહોંચવાની લડાઈ- હરીફાઈ એટલા માટે થઈ રહી છે કારણ કે ભારત, અમેરિકા, રશિયા, ચીન, બધા જાણે છે કે માનવતાના રક્ષણ માટે, વધુ ગ્રહોની શોધ કરવા માટે ઘણું બધું ઉપલબ્ધ છે. કોઈપણ દેશ આ તક ગુમાવવા માંગતો નથી. સ્પેસ ટેક્નોલોજીના વિકાસને કારણે દેશની આર્થિક પ્રગતિ પણ થઈ રહી છે.ચન્દ્રયાન-૩ની સફળતાનો સૌથી મોટો ફાયદો ભારતીય અવકાશ ક્ષેત્રને થશે.

આ સમાચાર પણ વાંચો :  Pakistan Ex- PM Imran Khan : ઈમરાન ખાનની રાજકીય કારકિર્દી પર પૂર્ણ વિરામ મુકાશે?

ચંદ્રયાન-3ની સફળતાથી વિશ્વ, ભારતીય અવકાશ ક્ષેત્ર તરફ જે રીતે જુએ છે તેમાં વધારો થયો છે.ભારતીય અવકાશ નિપુણતાની એકંદર વિશ્વસનીયતા વૈશ્વિક નજરમાં ખૂબ જ વધી ગઈ છે. હવે વિશ્વ પણ સ્વીકારશે કે આર્થિક અવરોધો છતાં ઘણું બધું પ્રાપ્ત કરી શકાય છે.વૈશ્વિક રાષ્ટ્રો ભારતને આદરની નજરે જુએ છે કે ભારત ઓછા બજેટથી શું હાંસલ કરી શકે છે. તે જાણીતું છે કે સમાન પ્રોજેક્ટ્સ પર ખર્ચવામાં આવતા અન્ય દેશોકરતાં અમે ખર્ચના અપૂર્ણાંકમાં વસ્તુઓ કરી શકીએ છીએ. (ચન્દ્રયાન-૩ મિશનની લાગત ફકત ૬૧૫ કરોડ રુપિયાની છે જે રશિયા-અમેરિકા ,ચીન જેવા અવકાશ મહારથીઓ ના મૂન મિશન કરતા ઘણી ઓછી છે).ભારતમાં ખાનગી ક્ષેત્ર કે જે હમણાં જ સ્વતંત્ર અવકાશ પ્રવૃત્તિઓ કરવા, સ્ટાર્ટઅપ્સ સાથે ટેક્નોલોજી ડેવલપમેન્ટના સંદર્ભમાં ઉભરી રહ્યું છે . જેમા સ્થાપિત કંપનીઓ અને વિક્રેતાઓ  અને લગભગ દોઢ વર્ષમાં લગભગ  દોઢસો થી બસ્સો જેટલા સ્ટાર્ટઅપ્સ ઉમેરાયા છે.. નવી ટેક્નોલોજી ડેવલપમેન્ટનીવેલ્યુ ચેઇનમાં આગળ વધી રહ્યા છે. તેઓ ચંદ્રયાન-3 ની સફળતા થીખૂબ જ પ્રેરિત થશે અને સ્પેસ ટેક્નોલોજીના ક્ષેત્રમાં આગળ વધવા માટે તમામ પ્રયત્નો કરશે.વિશ્વના સૌથી ઝડપથી વિકસતા વિભાગો -સેગમેન્ટ્સમાં  ભારત પહેલાથી જ સ્થાન ધરાવતું આવી રહ્યુ છે વ્યૂહરચના અને મેનેજમેન્ટ કન્સલ્ટન્સી નાઆર્થર ડી લિટલ ગત મહીને જાહેર કરેલ એક અહેવાલમાં જણાવ્યું હતું કે, વૈશ્વિક અવકાશ ઉદ્યોગ ક્ષેત્રે ભારતમાં ૧૦૦ અબજ ડોલરનો વિશાળ હિસ્સો મેળવવાની ક્ષમતા ધરાવે છે.વર્તમાન અંદાજ મુજબ, વૈશ્વિક અવકાશ અર્થવ્યવસ્થામાં ભારતનો હિસ્સો માત્ર ૨ ટકા છે અને સરકાર દાયકાના અંત સુધીમાં ૯ ટકા બજાર હિસ્સાને લક્ષ્યાંકિત કરે છે.ભારતમાં આ ક્ષેત્રે નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે, ખાસ કરીને ૨૦૨૦ માં કેન્દ્ર સરકાર દ્વારા અવકાશક્ષેત્રમાં ખાનગી ઉદ્યોગની ભાગીદારી વધારવા માટે જાહેર કરાયેલ સુધારાઓ પછી, ૧૦૦ થી વધુ સ્ટાર્ટ-અપ્સ વિવિધ ક્ષેત્રોમાં પહેલેથી જ સક્રિય છે જેમા લોંચ વાહનો અથવા રોકેટ બનાવવા, અદ્યતન ઉપગ્રહો ડિઝાઇન કરવા, અવકાશ ટેકનોલોજી પર આધારિત એપ્લિકેશન બનાવવા માટે સ્પેસ સિચ્યુએશનલ અવેરનેસ સોલ્યુશન્સ પર કામ કરવાનો સમાવેશ થાય છે.અવકાશક્ષેત્ર માટે રાષ્ટ્રોની વધતી ફાળવણી, ઉચ્ચ ખાનગી ભાગીદારી અને નવી સેટેલાઇટ ટેક્નોલોજી, સેવાઓ તેમજ એપ્લિકેશન્સ, અગ્રણી ઇન્વેસ્ટમેન્ટ બેન્કો અને નાણાકીય સેવાઓ પ્રદાતાઓ જેમ કે મોર્ગન સ્ટેનલી, સિટી અને યુબીએસ દ્વારા અભ્યાસના ઉદભવથી ઉત્સાહિત, વૈશ્વિક અવકાશ ઉદ્યોગ બજારની અપેક્ષા રાખે છે.સાલ ૨૦૨૧માં તેના વર્તમાન ૩૮૬ બિલિયન ડોલરથી ૨૦૪૦ સુધીમાં ૧ ટ્રિલિયન ડોલર સુધી વિસ્તરણ થશે તેવી શક્યતા જણાઈ રહી છે.

ભારતમાં વાર્ષિક વૃદ્ધિ આ ક્ષેત્રેજોવા મળી રહી છે, દેશની અવકાશ અર્થવ્યવસ્થા  વર્ષ ૨૦૪૦ સુધીમાં ૪૦બિલિયન ડોલરને સ્પર્શે તેવી શક્યતા છે. દેશનું વર્તમાન અવકાશ બજાર લગભગ ૮ બિલિયન ડોલરનું છે, જે વૈશ્વિક સ્તરે ૨ ટકાની સરખામણીએ છેલ્લા કેટલાક વર્ષોમાં ૪ ટકાના  કમ્પાઉન્ડ એન્યુયલ ગ્રોથ  રેટ-ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દરથી વધી રહ્યું છે. ભારત અને દક્ષિણ એશિયાના મેનેજિંગ કન્સલ્ટન્સી ખાતે પાર્ટનર બાર્નિક ચિત્રન મૈત્રાએ હાલમા અવલોકન કર્યું છે કે”ભારત ખાનગી કંપનીઓ માટે ઘણી તકો સાથે ખૂબ જ આકર્ષક બજાર રજૂ કરે છે, અને રાષ્ટ્રીય અવકાશ એજન્સી ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) અવકાશમાં ભારત માટે એક મહાન રાજદૂત છે,” , આર્થર ડી લિટલના અહેવાલ “ઈન્ડિયા ઈન સ્પેસ”: ૧૦૦ બિલિયન ડોલર ઇંડસ્ટ્રી બાય ૨૦૪૦ મા મુજબ એ નિર્દેશ કર્યો છે કે, ભારત હાલમાં અપેક્ષિત કરતાં ઘણો વધારે હિસ્સો હાંસલ કરી શકે છે.ચન્દ્રયાન-૩ ની અભૂતપૂર્વ સફળતાએ ભારતીય અવકાશ અર્થવ્યવસ્થાના સંલગભગ તમામ સમીકરણો પોતાની તરફેણમા બદલી નાખ્યા છે.આ અભિયાનની સફળતા ભારતમાટે અવકાશ ક્ષેત્રે મોટી હરણફાળ છે. અમેરિકા, રશિયા,ચીન જેવા અવકાશ મહારથીઓ માટે સૌથી મોટો ઈર્ષાનો વિષય બની ચૂક્યો છે. ખાસ કરીને રશિયા માટે. ચન્દ્રયાન-3ની સફળતાબાદ ભારતની અવકાશ અર્થવ્યવસ્થાનુ ભાવી ઉજળું છે તે વાતે કોઈ બે મત નથી

Mr. Mitin Sheth

Mr. Mitin Sheth

August 27, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક