• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - chinese army
Tag:

chinese army

More Indian-Chinese troops clashes expected in Ladakh as Beijing-Report
દેશ

‘લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે અથડામણની વધુ ઘટનાઓ થશે’, નવા રિપોર્ટમાં દાવો

by Dr. Mayur Parikh January 28, 2023
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

અરુણાચલ પ્રદેશથી લદ્દાખ સુધી ભારત અને ચીનની સેના વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. બંને દેશો વચ્ચેના તણાવ વચ્ચે આ અંગેના અહેવાલ સામે આવ્યા છે. આ રિપોર્ટમાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે ભારત અને ચીનના સૈનિકો વચ્ચે વધુ અથડામણ થઈ શકે છે. 20 થી 22 જાન્યુઆરી દરમિયાન આયોજિત ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) કોન્ફરન્સમાં રજૂ કરાયેલા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે બીજિંગે આ ક્ષેત્રમાં તેના લશ્કરી માળખામાં વધુ વધારો કર્યો છે.

અહેવાલો અનુસાર, લદ્દાખ પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલ ‘સિક્યોરિટી ઈસ્યુઝ પર્ટેનિંગ ટુ અનફેન્સ્ડ લેન્ડ બોર્ડર’ નામનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં બંને દેશોની સેના વચ્ચે અથડામણની ઘટનાઓમાં વધારો થવાની આશંકા છે. આ મૂલ્યાંકન સરહદી વિસ્તારોમાં સ્થાનિક પોલીસ દ્વારા એકત્રિત કરવામાં આવેલી ગુપ્ત માહિતી અને ભારત-ચીન સરહદ પર તણાવની પેટર્નને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે.

આ રિપોર્ટ અનુસાર, આગામી સમયમાં લદ્દાખમાં બંને દેશોના સૈનિકો વચ્ચે ઘણી વધુ અથડામણ થશે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ વિસ્તારમાં ઘરેલું મજબૂરીઓ અને આર્થિક હિતોને ધ્યાનમાં રાખીને ચીની સેના સૈન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરવાનું ચાલુ રાખશે અને બંને દેશો વચ્ચે અથડામણ ચાલુ રહેશે. એવું પણ કહેવામાં આવ્યું છે કે ચીની સેનાએ તેની બાજુમાં મોટા પાયે ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવ્યા પછી બંને દેશોની સેનાઓ એકબીજાની પ્રતિક્રિયા, આર્ટિલરી તાકાત અને પાયદળનું પરીક્ષણ કરી રહી છે.

આ સમાચાર પણ વાંચો:  હવે આ જ બાકી હતું…! પાકિસ્તાનના નાણામંત્રીએ દેશની હાલત માટે ગણાવ્યા અલ્લાહને જવાબદાર!

લદ્દાખ પોલીસના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જો અથડામણ અને તણાવની પેટર્નનું વિશ્લેષણ કરીએ તો તેમાં વધારો થયો છે. 2013-14થી દર બે-ત્રણ વર્ષે આવી ઘટનાઓ બની રહી છે. નોંધનીય છે કે, આ અહેવાલ એવા સમયે સામે આવ્યો છે જ્યારે તે બહાર આવ્યું છે કે કુલ 65 પેટ્રોલિંગ પોઈન્ટ્સમાંથી, ભારતીય સેનાની હાજરી 26 પર સમાપ્ત થઈ ગઈ છે. પૂર્વી લદ્દાખમાં કારાકોરમથી ચુમુર સુધી ભારતીય સેનાનું પેટ્રોલિંગ નથી.

નોંધપાત્ર વાત એ છે કે, ઇંચ ઇંચ કરીને જમીન હડપ કરવા માટે, ચીની સેના સલામી સ્લાઇસિંગ નામની યુક્તિનો ઉપયોગ કરી રહી છે. આનાથી સરહદ બદલાય છે અને ભારતીય સુરક્ષા દળોના નિયંત્રણ હેઠળના વિસ્તારના ખિસ્સામાં બફર ઝોન બની જાય છે. આ પછી, આ વિસ્તારો પર ભારતનું નિયંત્રણ સમાપ્ત થઈ જાય છે.

જણાવી દઈએ કે અરુણાચલ પ્રદેશના તવાંગમાં આ પહેલા ભારત અને ચીનની સેના આમને-સામને આવી ગઈ હતી. બંને દેશોની સેના વચ્ચે અથડામણ પણ થઈ હતી. જો કે, ચીની સેનાને ભારતીય સુરક્ષા દળોના જોરદાર વિરોધનો સામનો કરવો પડ્યો અને તેઓ પાછા ભાગી ગયા. વર્ષ 2020માં લદ્દાખમાં બંને દેશોના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ પણ થઈ હતી, જેમાં ઘણા સૈનિકો શહીદ થયા હતા. બાદમાં બંને દેશો વચ્ચે સૈન્ય અને રાજદ્વારી વાટાઘાટો દ્વારા તણાવ કંઈક અંશે ઓછો થયો.

આ સમાચાર પણ વાંચો:   યોગ ટીપ્સ: જો તમને અભ્યાસ કે કામ કરવાનું મન ન થતું હોય તો આ યોગાસનો નિયમિતપણે કરો

January 28, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
દેશ

લદ્દાખના ડેમચોક પાસેથી ચીની સૈનિક ઝડપાયો, ઘણા દસ્તાવેજો કરાયા જપ્ત… જાણો વિગતે..

by Dr. Mayur Parikh October 19, 2020
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 

મુંબઈ

19 ઓક્ટોબર 2020

 ભારત-ચીનના ચાલી રહેલા વિવાદ વચ્ચે ભારતીય સુરક્ષા દળોએ લદ્દાખના ચૂમર ડેમચોક વિસ્તારમાંથી એક ચીની સૈનિકને પકડ્યો છે. નોંધપાત્ર છે કે તેની પાસેથી સિવિલ અને સૈન્યના દસ્તાવેજો પણ મળી આવ્યા છે. સુરક્ષા દળ સાથે જોડાયેલા સૂત્રએ આ જાણકારી આપતા જણાવ્યુ છે કે ભૂલથી તે ભારતીય સીમામાં ઘુસી આવ્યો છે, તેને પ્રોટોકોલ હેઠળ તમામ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ ચીની સેનાને પરત સોપી દેવામાં આવશે.

ભારતીય સૈન્ય તરફથી એવું જાણવા મળ્યું છે કે આ સૈનિક પૂર્વ લદ્દાખના ડેમચોક સેક્ટરમાં એલએસી પાર કર્યા બાદ પકડાયો હતો. હવે સેના પ્રોટોકોલને ફોલો કરી રહી છે અને તમામ પ્રક્રિયા પૂર્ણ કરી અને તેને ચીન પરત મોકલવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું હતું કે, હાલ તેની પુછપરછ ચાલી રહી છે, જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે તે જાસૂસી મિશન પર હતો કે કેમ. સૂત્રોએ દાવો કર્યો છે કે ચીની સૈનિક તેના યાકને શોધવા નીકળ્યો હતો અને ભુલથી ભારતમાં આવી ગયો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે તે એકલો હતો અને તેની પાસે કોઈ શસ્ત્ર નથી. જો તે અજાણતાં ભારતમાં આવ્યો હશે તેને પ્રોટોકોલ મુજબ કાર્યવાહી કરી ચીની આર્મીને પરત સોંપવામાં આવશે.  

October 19, 2020 0 comment
0 FacebookTwitterPinterestEmail
દેશ

ભારત – ચીન સરહદ પર સ્થિતી સ્ફોટક, ચીને ભારત પર લગાવ્યો ફાયરીંગ નો આરોપ. ભારતે આરોપો નકાર્યા….

by Dr. Mayur Parikh September 8, 2020
written by Dr. Mayur Parikh

ભારત – ચીન સરહદ પર સ્થિતી સ્ફોટક, ચીને ભારત પર લગાવ્યો ફાયરીંગ નો આરોપ. ભારતે આરોપો નકાર્યા….

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

08 સપ્ટેમ્બર 2020

પૂર્વી લદ્દાખમાં LAC પર ભારત અને ચીન વચ્ચે તણાવ વધી રહ્યો છે. આપણી સીમામાં ઘૂસણખોરી કરી રહેલા ચીની સૈનિકોને ભારતના જવાનોએ હાંકી કાઢયાં હતાં. સોમવારે મોડી રાત્રે બનેલી આ ઘટના બાદ ચીને ભારતીય જવાનો પર આક્ષેપ મુક્યો છે કે 'ભારતે LAC પર હવામાં પ્રથમ ગોળીબાર કરી સયુંકત કરારનો ભંગ કર્યો છે.' ચીને વધુમાં આરોપ મૂક્યો છે કે 'ભારતીય સૈનિકોએ સોમવારે LAC પાર કરવાની કોશિશ કરી હતી, અને ચીનની સરહદ પર પેટ્રોલિંગ કરી રહેલા સૈનિકોને ડરાવવા હવામાં ગોળીબાર કર્યો હતો.'

આ ઘટના અંગે ભારતીય સેનાસે નિવેદન આપ્યું છે કે ચીન જાણીજોઈને ભારતીય જવાનોને ઉકસાવી રહ્યું છે. આમ છતાં ભારતીય સેનાએ કોઈ પણ જાતનો ગોળીબાર કર્યો નથી. ભારતીય સેનાએ કહ્યું છે કે 'કોઈ પણ તબક્કે તેઓ એલએસીની આડે આવ્યા નથી અને કોઈ પણ આક્રમક માધ્યમનો ઉપયોગ કર્યો નથી. નોંધનીય છે કે આ ઘટના શેનપાવો પર્વત નજીક પેંગોંગ ત્સો તળાવના દક્ષિણ કાંઠે ઘટી હતી.

આ ઘટના એવા સમયે બની છે જ્યારે સરહદ પર તણાવ ઓછો કરવા શુક્રવારે જ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને ચીનના સંરક્ષણ પ્રધાન વેઇ ફેંગે મોસ્કોમાં વાતચીત કરી હતી.  અને આગામી 10 સપ્ટેમ્બરના રોજ, વિદેશ પ્રધાન એસ.કે.જયશંકર અને ચીનના વિદેશ પ્રધાન વાંગ યી મોસ્કોમાં વાતચીત કરવાના છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે ગયા મહિનાની 29 અને 31 ઓગસ્ટના રોજ, ચીની સૈનિકોએ દક્ષિણ પેંગોંગ તળાવના કાંઠે ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ભારતીય સૈનિકોએ તેમને આગળ વધતા અટકાવ્યા જ ન હતા, પરંતુ તેની બાજુમાં આવેલા ઘણા વિસ્તારોમાં પણ પોતાની પકડ મજબૂત કરી હતી.. આ પહેલા 15 જૂને પણ ગાલવાન ખીણમાં બંને દેશોના સૈનિકો વચ્ચે લોહિયાળ સંઘર્ષ થયો હતો, જેમાં ભારતના 20 સૈનિકો શહીદ થયા હતા. સામી બાજુ  35 ચીની સૈનિકો માર્યા ગયાના ખબર આવ્યા હતા. જોકે, ચીને હજી સુધી તેનો ખુલાસો કર્યો નથી કે તેના કેટલા સૈનિકો માર્યા ગયા.

September 8, 2020 0 comment
0 FacebookTwitterPinterestEmail
આંતરરાષ્ટ્રીય

શું અરુણાચલ પ્રદેશમાંથી ચીને 5 ભારતીયોનું અપહરણ કર્યું છે!!?? કોંગ્રેસ ના ધારાસભ્ય નો સનસનીખેજ આરોપ….

by Dr. Mayur Parikh September 5, 2020
written by Dr. Mayur Parikh

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

05 સપ્ટેમ્બર 2020

ચીન સાથે લદાખ સરહદે તણાવની સ્થિતિ સર્જાઈ છે. એવા સમયે 5 જણાનાં અપહરણનો મામલો સામે આવતા હડકંપ મચી ગયો છે. અરુણાચલ પ્રદેશના કોંગ્રેસના ધારાસભ્ય નિનોંગ એરિને કહ્યું કે 'પીપલ્સ લિબરેશન આર્મી દ્વારા પાંચ લોકોનું અપહરણ કરવામાં આવ્યું છે. પાંચેય લોકો જ્યારે માછલી પકડવા ગયા હતા. ત્યારે ચીની આર્મી દ્વારા અપહરણ કરવામાં આવ્યા હતાં. 

અરૂણાચલ પ્રદેશમાં ભારત-ચીન સરહદ પર સુબાનસિરી જિલ્લા હેઠળ આવેલા સેરા વિસ્તારમાંથી પાંચ લોકો તનુ બાકર, પ્રસત રીંગલિંગ, નાગરુ દીરી, ડોંગટુ ઇબીયા અને તોચ સિંગકમનું અપહરણ કરાયું હોવાનું જણાવાયું છે'. વધુમાં કહ્યું હતું કે 'લદાખ અને ડોકલામ બાદ ચીની સેનાએ અરુણાચલ પ્રદેશમાં પણ  ઘુસણખોરી શરૂ કરી દીધી છે.' 

એક તરફ ચીન વાતચીત કરી સમસ્યાનો ઉકેલ લાવવા નો ડોળ કરી રહ્યું છે. જ્યારે બીજી તરફ કાલા ટોપ હિલ પર ઘુસણખોરી નિષ્ફળ જતા ફાયરિંગ કરવા સુધી પહોંચી ગયું છે.  ઉલ્લેખનીય છે કે ચીને લદાખ સરહદે પેન્ગોન્ગ સરોવર નજીક જઈને ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે ભારતીય લશ્કર સાથે અથડામણમાં પોતાના સૈનિકો ગુમાવ્યા છે.

આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનો હાથ ઊંચો રહ્યો હતો. મોસ્કોમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન ની મીટિંગમાં હાજરી આપવા ગયેલા ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની મુલાકાતનો સમય માંગનારા ચીની સંરક્ષણ પ્રધાનને કડક શબ્દોમાં કહી દીધું છે કે 'પહેલાં ભારતની સરહદથી આઘા ખસો પછી વાતચીત કરીશું..'

September 5, 2020 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક