• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - chinese president
Tag:

chinese president

How Xi Jinping skipping G20 Summit is a new low in India-China ties
આંતરરાષ્ટ્રીય

G-20 સમિટમાં ન આવવા બદલ રાષ્ટ્રપતિ શી જિનપિંગ પર ઉઠી રહ્યા સવાલ, હવે ચીને આપ્યો જવાબ

by Hiral Meria September 6, 2023
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai 

દેશની રાજધાનીમાં 9-10 સપ્ટેમ્બરે G-20 સમિટનું ( G20 Summit ) આયોજન કરવામાં આવ્યું છે. આ સમિટમાં ભાગ લેવા માટે અમેરિકા, ફ્રાન્સ, બ્રિટન સહિત વિશ્વના ઘણા મોટા દેશોના નેતાઓ ભારત આવી રહ્યા છે. તે જ સમયે, ચીન અને રશિયાના રાષ્ટ્રપતિઓ આ સંમેલનમાં ભાગ લઈ રહ્યા નથી. આ સંમેલનમાં રાષ્ટ્રપતિ શી જિનપિંગના ( Xi Jinping ) ભાગ ન લેવા પર ચીને પ્રતિક્રિયા આપી છે.

આ મુખ્ય પરિષદમાં શી જિનપિંગની ગેરહાજરીને લઈને ઘણા પ્રશ્નો ઉભા થઈ રહ્યા હતા. ચીનના રાષ્ટ્રપતિ ભારત ( India) ન આવતા ચર્ચામાં રહે છે. આ દરમિયાન ચીને આનો જવાબ આપ્યો છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે તે આ વર્ષે ભારત દ્વારા આયોજિત થનારી G-20 કોન્ફરન્સનું સમર્થન કરે છે.

ચીનના પ્રવક્તાએ આવો જવાબ આપ્યો

ચીને ( China ) કહ્યું કે તે આ સંમેલનની સફળતા માટે તમામ દેશો સાથે મળીને કામ કરવા તૈયાર છે. અમે G20ને મહત્ત્વ આપીએ છીએ અને તેની સંબંધિત પ્રવૃત્તિઓમાં સક્રિયપણે ભાગ લઈશું. આ સાથે એવું કહેવામાં આવ્યું કે G20 આંતરરાષ્ટ્રીય આર્થિક સહયોગ સાથે જોડાયેલું એક મુખ્ય મંચ છે. ભારત અને ચીન વચ્ચેના સંબંધોનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે બંને દેશો વચ્ચે બધુ બરાબર છે. આ સાથે કહેવામાં આવ્યું કે બંને દેશો સાથે કામ કરીને ઘણો વિકાસ થયો છે. અમે આ દ્વિપક્ષીય સંબંધો સુધારવા માટે ભારત સાથે મળીને કામ કરવા તૈયાર છીએ.

આ સમાચાર પણ વાંચો : જન્માષ્ટમી 2023: સંતાન સુખ અને સમૃદ્ધિ લાવે છે આ 8 વસ્તુઓ, જન્માષ્ટમી પર ચોક્કસથી ઘરે લાવો

ચીને તાજેતરમાં જ ભારતના ભાગને પોતાનો ગણાવ્યો હતો

ચીને તાજેતરમાં ‘સ્ટાન્ડર્ડ મેપ ઑફ ચાઇના’ ની 2023 આવૃત્તિ બહાર પાડી, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે અરુણાચલ પ્રદેશ અને અક્સાઈ ચીન ચીનનો ભાગ છે. ભારતે આનો સખત વિરોધ કર્યો હતો. વિદેશ મંત્રી જયશંકર ( S jaishankar) પ્રસાદે આને ચીનની જૂની આદત ગણાવી હતી અને કહ્યું હતું કે માત્ર વાહિયાત દાવા કરવાથી અન્ય લોકોના પ્રદેશો તમારા નથી બની જતા. 

 

September 6, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Chinese President Xi Jinping plans to visit Russia next week
આંતરરાષ્ટ્રીય

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આગામી સપ્તાહે જશે રશિયા! રાષ્ટ્રપતિ બન્યા બાદ પુતિન સાથે કરી 39 વાર વ્યક્તિગત મુલાકાત

by Dr. Mayur Parikh March 13, 2023
written by Dr. Mayur Parikh
News Continuous Bureau | Mumbai

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આવતા અઠવાડિયે રશિયાની મુલાકાત લઈ શકે છે. તેઓ તેમના રશિયન સમકક્ષ વ્લાદિમીર પુતિનને મળશે. રશિયાની એક સમાચાર એજન્સીએ 30 જાન્યુઆરીના રોજ એક અહેવાલ આપ્યો હતો કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને રશિયાની મુલાકાત લેવા માટે પુતિને આમંત્રણ આપ્યું હતું.

એપ્રિલ-મેમાં રશિયાની મુલાકાત લઈ શકે છે જિનપિંગ

વોલ સ્ટ્રીટ જર્નલે પણ ગયા મહિને અહેવાલ આપ્યો હતો કે શી જિનપિંગ દ્વારા રશિયાની મુલાકાત એપ્રિલ અથવા મે મહિનામાં થઈ શકે છે. જ્યારે ચીનના વિદેશ મંત્રાલયે શી જિનપિંગના મોસ્કોની મુલાકાતની સંભાવના અંગેના પ્રશ્નનો તાત્કાલિક કોઈ જવાબ આપ્યો ન હતો. બીજી તરફ રશિયાએ પણ આ મુદ્દે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. ગયા મહિને, પુતિને રશિયાની મુલાકાતે આવેલા ચીનના ટોચના રાજદ્વારી વાંગ યીની યજમાની કરી હતી અને ત્યારે એવો પણ સંકેત આપ્યો હતો કે જલ્દી શી જિનપિંગ પણ રશિયાની મુલાકાત લઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો :  કંગાળ પાકિસ્તાનની વફાદારી પણ ઓછી થઈ રહી છે! આટલા ટકા યુવાનો દેશ છોડવા માગે છે, આંકડો જાણો ચોંકી જશો!

ચીન અને રશિયા વચ્ચે ભાગીદારી

જણાવી દઈએ કે, ચીન અને રશિયાએ ફેબ્રુઆરી, 2022માં ‘નો બોર્ડર્સ’ ભાગીદારી પર હસ્તાક્ષર કર્યા હતા. આ ભાગીદારી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ફાટી નીકળવાના અઠવાડિયા પહેલા થઈ હતી, જ્યારે પુતિન વિન્ટર ઓલિમ્પિકના ઉદઘાટન માટે બેઇજિંગની મુલાકાતે હતા. રાષ્ટ્રપતિ બન્યા બાદ જિનપિંગે પુતિન સાથે 39 વખત વ્યક્તિગત રીતે મુલાકાત કરી છે. તેઓ તાજેતરમાં સપ્ટેમ્બરમાં મધ્ય એશિયામાં એક સમિટ દરમિયાન મળ્યા હતા. 6 માર્ચના રોજ, ચીનની સંસદ, નેશનલ પીપલ્સ કોંગ્રેસના વાર્ષિક સત્ર દરમિયાન શી જિનપિંગ ત્રીજી વખત પ્રમુખ તરીકે ચૂંટાયા હતા.

 

March 13, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
આંતરરાષ્ટ્રીય

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ બન્યા આ ભયંકર બિમારીનો શિકાર, કરાવી રહ્યા છે પરંપરાગત ચાઈનીઝ દવાઓથી તેમનો ઈલાજ- રિપોર્ટ..  

by Dr. Mayur Parikh May 11, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

ચાલાક ચીનના(China) રાષ્ટ્રપતિ(President) શી જિનપિંગ(Xi Jinping) મગજની ખતરનાક બિમારીથી પીડિત છે. 

મીડિયા અહેવાલો મુજબ શી જિનપિંગ સેરેબ્રલ એન્યુરિઝમ(Cerebral aneurysm) નામની બીમારીથી પીડિત છે. 

આ બીમારીથી છુટકારો મેળવવા માટે ડોક્ટરોએ સર્જરીની(Surgery) સલાહ આપી હતી, પરંતુ જિનપિંગ પરંપરાગત ચાઈનીઝ દવાઓથી(Chinese medicine) જ તેમનો ઈલાજ કરાવી રહ્યા છે.

આ દવાઓના ઉપયોગથી મગજના બ્લડ સેલ્સ(Blood cell) નરમ થાય છે.

આ સમાચાર પણ વાંચો :  શ્રીલંકામાં સ્થિતિ બેકાબુ, સરકાર વિરોધી અને સમર્થકો વચ્ચે અથડામણ બાદ 8ના મોત, સેનાને અપાયો આ મોટો આદેશ 
 

May 11, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક