• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - CIBIL score
Tag:

CIBIL score

Cibil Score You can easily get a loan even with a poor CIBIL score, know these three ways..
વેપાર-વાણિજ્ય

Cibil Score: નબળા CIBIL સ્કોર સાથે પણ તમે સરળતાથી મેળવી શકો છો લોન, જાણો આ ત્રણ રીત..

by Bipin Mewada May 18, 2024
written by Bipin Mewada

News Continuous Bureau | Mumbai

Cibil Score: ક્રેડિટ સ્કોર જેને સામાન્ય ભાષામાં સિબિલ સ્કોર પણ કહેવામાં આવે છે, તે તમારી લોન મેળવવાની પાત્રતાને પ્રતિબિંબિત કરે છે. ખરાબ CIBIL સ્કોર સાથે લોન મેળવવી મુશ્કેલ હોઈ શકે છે, પરંતુ તે અશક્ય નથી. આ માટે, તમે આ પદ્ધતિઓ અપનાવી શકો છો:

તમે શરૂઆતમાં નાની લોન વિકલ્પ પસંદ કરી શકો છો. જો તમારી આવક એટલી છે કે તમે આ નાની લોનની સરળતાથી ચૂકવણી કરી શકો છો, તો તમને નાની લોન મેળવવામાં કોઈ મુશ્કેલી નહી નડે. બેંકો પણ નબળા સિબિલ સ્કોર પર તમને નાની લોન આપવા તૈયાર થઈ જશે.

દરમિયાન, તમારા ક્રેડિટ સ્કોરને ( Credit score ) સુધારવા પર કામ કરો. આ માટે તમારા બધા બીલ સમયસર ચૂકવવો, તમારા ક્રેડિટ કાર્ડ ( credit card )  બેલેન્સમાં ઘટાડો કરો અને બિનજરૂરી રીતે નવા ક્રેડિટ માટે અરજી કરવાથી દૂર રહી રહીન તમે તમારો ક્રેડિટ સ્કોર સારો કરી શકો છો

Cibil Score: જો તમારી પાસે સારો ક્રેડિટ ઇતિહાસ ધરાવતો કુટુંબનો સભ્ય અથવા મિત્ર હોય તો પણ લોન મેળવી શકો છો…

સુરક્ષિત લોન માટે અરજી કરો : સુરક્ષિત લોનમાં તમે તમારુ ઘર, કાર અથવા બચત જેવા કોલેટરલ ( Collateral ) બેંક પાસે રાખીને લોન મેળવી શકો છે. આથી બેંકો સુરક્ષિત લોન મંજૂર કરવા માટે વધુ તૈયાર હોઈ શકે છે કારણ કે જો તમે ફરિ વખત લોન ચૂકવવા માટે સક્ષમ રહ્યા નહીં તો બેક પાસે કબજો કરવા અને પૈસા પાછા મેળવવા માટે કંઈક હશે.

જો કે, ધ્યાનમાં રાખો કે સુરક્ષિત લોન પર તમે લોનની ચૂકવણી કરવામાં અસર્મથતા થતા તમે બેંક પાસે રાખેલ તમારી કોલેટરલ વસ્તુ ગુમાવી પણ શકો છો.

આ સમાચાર પણ વાંચો :  Railway PSU Stocks to BUY: આ રેલ્વે PSU સ્ટોક ધૂમ મચાવવાની તૈયારીમાં, આગામી 3 મહિનામાં રોકાણકારો મેળવી શકે છે જંગી નફો..

સહ – હસ્તાક્ષરકર્તા મદદ કરે છે : જો તમારી પાસે સારો ક્રેડિટ ઇતિહાસ ( Credit history ) ધરાવતો કુટુંબનો સભ્ય અથવા મિત્ર હોય, તો તમે તેમને લોન પર સહ-સહી કરવા માટે કહી શકો છો. તેમનો સારો ક્રેડિટ સ્કોર તમારા નબળા સ્કોરને સરભર કરવામાં મદદ કરી શકે છે. આનાથી તમને લોન મળવાની મંજૂરીની તકો વધારી શકાય છે. ફક્ત યાદ રાખો કે જો તમે લોનની ચૂકવણી નથી કરતા, તો સહ-હસ્તાક્ષરકર્તા આ લોનની ( Loan ) ચુકવણી માટે જવાબદાર રહેશે.

 Cibil Score: લોન ઓફર સ્વીકારતા પહેલા તેની વિવિધ શરતોની તપાસ કરવી હિતાવહ છે…

ઓનલાઈન પર્સનલ લોન: જો પરંપરાગત બેંકો અથવા નાણાકીય સંસ્થાઓ તમારી લોન અરજી મંજૂર કરવા તૈયાર ન હોય, તો વૈકલ્પિક બેંકો જેમ કે ઓનલાઈન પર્સનલ લોન અથવા પીઅર-ટુ-પીઅર ધિરાણ પ્લેટફોર્મનો વિચાર કરી શકો છો. આ ધિરાણકર્તાઓ પાસે મંજૂરી માટે વધુ લવચીક માપદંડ હોઈ શકે છે.

કેટલીકવાર, વધારાના દસ્તાવેજો આપવા, જેમ કે આવકનો પુરાવો, રોજગાર સ્થિરતા અથવા સંપત્તિ, તમારી લોન અરજીને મજબૂત કરવામાં મદદ કરી શકે છે.

આ વધારાની માહિતી બેંકોને તમારો ઓછો ક્રેડિટ સ્કોર હોવા છતાં લોન ચૂકવવાની તમારી ક્ષમતામાં વધુ વિશ્વાસ અપાવી શકે છે.

જો કે, લોન ઓફર ( Loan offer ) સ્વીકારતા પહેલા તેની વિવિધ શરતોની તપાસ કરવી હિતાવહ છે, ખાસ કરીને જો તમારો ક્રેડિટ સ્કોર ઓછો હોય તો.

(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

આ સમાચાર પણ વાંચો :  Jio Rail App: મુકેશ અંબાણીની હવે રેલવે સેક્ટરમાં ધમાકેદાર એન્ટ્રી, Jio Rail App આપશે કન્ફર્મ ટ્રેન ટિકિટ! રેલવે ટિંકીંગ બુક કરવામાં કરશે મદદ.. જાણો કઈ રીતે…

May 18, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Marriage Loan Interest Are you also worried about wedding expenses So now stop worrying.. Banks have started loan for marriage too
વેપાર-વાણિજ્ય

Marriage Loan Interest: શું તમને પણ લગ્નના ખર્ચની ચિંતા સતાવી રહી છે? તો હવે ચિંતા છોડો.. બેંકોએ શરુ કરી લગ્ન માટે પણ લોન…

by Bipin Mewada January 8, 2024
written by Bipin Mewada

 News Continuous Bureau | Mumbai

Marriage Loan Interest: દરેક માતા-પિતાની એક આશા હોય છે કે તેઓ તેમના છોકરા કે છોકરીના લગ્ન ( Marriage  ) ધામધુમથી કરે, પરંતુ હાલ જે રીતે મોંઘવારીએ માજા મુકી છે, તેમાં લગ્ન માટે પૈસાની વ્યવસ્થા કરવામાં ઘણી સમસ્યાઓ આવે છે. પરંતુ આ ચિંતાને હળવી કરવા હવે બેંકોએ લગ્ન માટે પણ લોન આપવાનું શરુ કર્યું છે. જેમ લોકો ઘર માટે લોન છે. તેવી જ રીતે હવે બેંકમાથી તમે લગ્ન માટે પણ લોન લઈ શકો છે. જેમાં ઘણી બેંકોએ લગ્ન માટે 1 કરોડ રૂપિયા સુધીની લોન આપવાનું શરૂ કર્યું છે. 

અહેવાલ મુજબ, બેંકોએ ( Banks ) લગ્ન માટે લોન લેવા માટે કેટલીક શરતો પણ નક્કી કરી છે. જેમાં શરતો અનુસાર, લગ્ન માટે લોન લેતી વખતે, અરજદારની ઉંમર 21 વર્ષની હોવી જોઈએ. આ લોન લેતી વખતે વધુમાં વધુમાં અરજદારની ઉંમર 60 વર્ષથી વધુ ન હોવી જોઈએ. અરજદારની આવક ઓછામાં ઓછી પંદર હજાર જરૂરી છે. તેમ જ ક્રેડિટ સ્કોર ( Credit score ) 750 થી ઉપર હોવો જોઈએ. આ લોન લેવા માટે આધાર પુરાવાની જરૂર પડશે. રહેઠાણના પુરાવા તરીકે વીજળી બિલ, ટેલિફોન બિલ, આધાર, મતદાર કાર્ડ જરૂરી છે. છેલ્લા ત્રણ મહિનાના બેંક સ્ટેટમેન્ટ સબમિટ કરવાના રહેશે. જો અરજદાર નોકરી પર જાય છે. તો નોકરી અને પગારની સ્લિપનો પુરાવો આપીને પણ લોન મેળવી શકાય છે.

આ સમાચાર પણ વાંચો : Coastal Road: મુખ્યમંત્રી એકનાથ શિંદેની મોટી જાહેરાત…. કોસ્ટલ રોડ પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો આ તારીખથી ટોલ ફ્રી ખુલ્લો મુકાશે..

કેટલીક બેંકો લગ્ન માટે 1 કરોડ રૂપિયા સુધીની લોન આપી રહી છે….

મળતી માહિતી મુજબ, કેટલીક બેંકો લગ્ન માટે 1 કરોડ રૂપિયા સુધીની લોન પણ આપી રહી છે. જેમ કે ( HDFC Bank ) HDFC બેંક, એક્સિસ બેંક, ICICI બેંક, બજાજ ફિનસર્વ, ટાટા કેપિટલ, SBI અને લેન્ડિંગકાર્ટ જેવી બેંકો લોન આપી રહી છે. તેના માટે ( Interest)  વ્યાજ દર 10.49 ટકાથી 36 ટકા સુધીનો રાખવામાં આવ્યો છે. આ વ્યાજ દર CIBIL સ્કોર ( CIBIL Score ) પર આધાર રાખે છે. જો CIBIL સ્કોર સારો હોય તો વ્યાજ ઓછું રહેવાની શક્યતા છે. લોનની ચુકવણીનો સમયગાળો એક થી સાત વર્ષનો રહી શકે છે.

(Disclaimer : અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. )

January 8, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
CIBIL Score On Google Pay Want to take a loan But how much will you get, how much is the Cbil score Know CIBIL score easily in one click..
વેપાર-વાણિજ્ય

CIBIL Score On Google Pay: લોન લેવી છે? પણ મળશે કેટલી, કેટલો છે સીબીલ સ્કોર? જાણો CIBIL score એક ક્લિકમાં સરળ રીતે.. વાંચો અહીં, શું છે ગુગલ પેની આ નવી સુવિધા..

by Hiral Meria October 16, 2023
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai 

CIBIL Score On Google Pay: આજકાલ લોકો પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે પર્સનલ લોનનો ( personal loans ) સહારો લે છે. તમને પર્સનલ લોન મળશે કે નહીં તે તમારા CIBIL સ્કોર પર મહદ અંશે નિર્ભર કરે છે. સારો સિબિલ સ્કોર ( cibil score ) તમારી લોન મંજૂર થવાની સંભાવનામાં વધારો કરે છે. સારા સિબિલ સ્કોરથી ઓછા વ્યાજ દરે લોન શક્ય છે.

Google Pay એક પ્રમુખ ઓનલાઈન પ્લેટફોર્મના રૂપમાં આગળ આવ્યું છે. જે પેમેન્ટની સુવિધાથી લઈને મની ટ્રાન્સફર, ઓનલાઈન શોપિંગ ( Online shopping ) અને મોબાઈલ રિચાર્જ ( Mobile recharge ) સુધી ઘણા પ્રકારની સેવાઓ આપે છે.

ટ્રાન્સયુનિયન CIBILની સાથે પોતાના લેટેસ્ટ સ્પોર્ટ સહયોગ બાદ પ્લેટફોર્મ એક નવા ફિચર સુવિધાની આપી રહ્યું છે જે યુઝર્સને ગુગલપેની અંદર સરળતાથી પોતાના CIBIL સ્કોર ફ્રીમાં ચેક કરવાની પરવાનગી આપે છે. CIBIL સ્કોર 300થી 900 સુધીના ત્રણ નંબરની સંખ્યા છે. જે કોઈ વ્યક્તિની ક્રેડિટ હિસ્ટ્રીના આધાર પર તેમની શાખને દર્શાવે છે. આ લોન આપનાર લોકોને એ સમજવામાં મદદ કરે છે કે તમે લોન ચુકવી શકો છો કે નહીં. એક હાઈ CIBIL સ્કોર સારા નાણાકીય અનુશાસનને દર્શાવે છે અને મોટાભાગે સારા વ્યાજદરની સાથે લોન મંજૂરીની સંભાવનામાં સુધાર કરે છે.

રોજગારીના અવસરો માટે પણ CIBIL સ્કોર સારો હોવો જરૂરી છે…..

પોતાના ક્રેડિટ સ્કોરને નિયમિત રીતે ચેક કરવો મહત્વપૂર્ણ છે કારણ કે તે લોન લેવા માટે સારો હોવો જરૂરી છે. સાથે જ ક્રેડિટ કાર્ડ ઈશ્યુ કરવા અહીં સુધી કે રોજગારીના અવસરો માટે પણ CIBIL સ્કોર સારો હોવો જરૂરી છે. હવે ગુગલ પે એપની સાથે પોતાના ફાઈનાન્શિયલ હેલ્થ સાથે અપડેટ રહી શકો છો સાથે જ પોતાના ક્રેડિટ સ્કોરને સારો બનાવવાની દિશામાં કામ કરી શકો છો.

આ સમાચાર પણ વાંચો :  Israel Gaza Attack: ઇઝરાયલ-હમાસ યુદ્ધમાં ભારતીય મૂળની 3 મહિલાઓના મોત… વાંચો વિગતે અહીં…

ગુગલ પેનું CIBIL સ્કોર ટ્રેકિંગ તમારા ક્રેડિટ સ્કોરને સારી બનાવવા માટે કાર્યવાહી યોગ્ય સુચન આપે છે. જેનાથી તમે કોઈ નાણાકીય નિર્ણય લઈ શકો અને પોતાના ક્રેડિટ હેલ્થમાં સુધાર કરી શકો છો. સ્કોરના આ સ્પેક્ટ્રમમાં 680થી નીચેના લોકોને સબપ્રાઈમ કે ખરાબ માનવામાં આવે છે. જ્યારે 791 અને તેનાથી ઉપરના લોકોને સુપર પ્રાઈમ શ્રેણીમાં મુકવામાં આવે છે.

 Google Pay પર CIBIL સ્કોર કેવી રીતે ચેક કરશો?

-પોતાના ડિવાઈસ પર Google Pay એપ ખોલો
-બાદમાં મેનેજ ઓર મની પર નેવિગેટ કરો.
-હવે ચેક યોર સિબિલ સ્કોર પર ટેપ કરો.
-જો તમે નવા યુઝર છો તો પોતાનું આખુ નામ, ફોન નંબર, ઈમેલ આઈડી અને પાન નંબર એડ કરો.
-આ સ્ટેપ્સ પુરા કર્યા બાદ તમારો ક્રેડિટ રિપોર્ટ તૈયાર થઈ જશે. અહીંથી તમે પોતાનો સિવિલ સ્કોર જોઈ શકો છો અને તેમાં સુધાર કરવા માટે પર્સનલાઈઝ્ડ રિકમેન્ડેશન મેળવી શકો છો.

October 16, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Applying for loan? Here's how to maintain your CIBIL score
વેપાર-વાણિજ્ય

કામની વાત / બેંકમાંથી નથી મળી રહી લોન? ઓછું થઈ ગયું છે સિબિલ સ્કોર, નોટ કરી લો વધારવાની સરળ રીત

by kalpana Verat December 16, 2022
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

CIBIL Score Range: તમે બિઝનેસ કરો છો કે પછી નોકરી સાથે સંકળાયેલા છો, ક્યારેક લોન (Loan) ની જરૂરિયાત ઊભી થઈ જ જાય છે. પરંતુ બેંકમાંથી લોન ત્યારે જ મળે છે જ્યારે વ્યક્તિનો સિબિલ સ્કોર (CIBIL Score) સારો હોય. કોઈ પણ બેંક લોન આપતા પહેલા સિબિલ સ્કોર તપાસે છે અને જો તે સારો ન હોય તો લોનની અરજી નકારવામાં આવે છે. આવી સ્થિતિમાં જે વ્યક્તિને લોનની જરૂર હોય છે તેને રૂપિયાના અભાવે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ચાલો તમને જણાવી કે તમે તમારો સિબિલ સ્કોર (CIBIL Score) કેવી રીતે ઠીક કરી શકો છો?

CIBIL Score ફિક્સ કરવાની રીત

જો તમે ઈચ્છો છો કે તમારો CIBIL સ્કોર ઠીક રહે, તો હંમેશા ધ્યાનમાં રાખો કે તમે જે પણ લોન લીધી છે, તેને સમયસર ચૂકવો. EMI ચૂકવવામાં વિલંબ કરશો નહીં.

તમારે તમારી ક્રેડિટ રિપોર્ટ તપાસવી જોઈએ. ઘણી વખત એવું બને છે કે તમે તમારી બાજુથી લોન ભરીને તેને બંધ કરી દીધી છે, પરંતુ કેટલાક વહીવટી કારણોસર, લોન સક્રિય દેખાઈ રહી છે. તો તે તમારા ક્રેડિટ સ્કોરને પણ અસર કરે છે. તેથી ક્રેડિટ રિપોર્ટ તપાસો.

જો તમે તમારો CIBIL સ્કોર સુધારવા માંગતા હો, તો દર વખતે તમારું ક્રેડિટ બિલ સમયસર ભરો. તમારા પર કોઈ લોન બાકી ન રાખો. આ તમારા સિબિલ સ્કોરને સુધારશે.

આ સમાચાર પણ વાંચો: કામની સ્કીમ / ફક્ત 1 રૂપિયા બનાવી દેશે લખપતિ,એકસાથે મળશે 15 લાખ રૂપિયા

તમારા સિબિલ સ્કોરને સુધારવા માટે લોન ગેરેન્ટર બનવાનું ટાળો. આ સિવાય જોઈન્ટ એકાઉન્ટ પણ ન ખોલો. આવી સ્થિતિમાં જો અન્ય પક્ષ ડિફોલ્ટ કરે છે, તો તેની અસર તમારા સિબિલ સ્કોર પર દેખાય છે.

જો તમે સિબિલ સ્કોર ફિક્સ કરવા માંગો છો, તો એ પણ ધ્યાનમાં રાખો કે એક સમયે ઘણી લોન ન લો. જો તમે એકસાથે બહુવિધ લોન લો છો, તો તેને ચૂકવવામાં વિલંબ થઈ શકે છે. આવી સ્થિતિમાં સિબિલ સ્કોર ઘટવાની સંભાવના રહેશે.

જો તમે તમારો સિબિલ સ્કોર સુધારવા માંગતા હો, તો જ્યારે પણ તમે લોન લો તેને લાંબા સમય સુધી લો. આમ કરવાથી EMIની રકમ ઓછી થાય છે અને તમે તેને સરળતાથી ચૂકવી શકો છો. જ્યારે તમે સમયસર ચુકવણી કરો છો, ત્યારે CIBIL સ્કોર આપમેળે વધશે.

આ સમાચાર પણ વાંચો: ટેક્સપેયર્સની મોજ / સરકારે આપી મોટી ખુશખબર, લિસ્ટમાં તમારું નામ છે કે નહીં આવી રીતે કરો ચેક

December 16, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક