Tag: CM M K Stalin

  • Madurai Train Fire : ચાલતી ટ્રેનમાં ભયંકર દુર્ઘટના, એક સાથે 9 લોકો જીવતા ભૂંજાયા, આગ લાગવાનું આ ચોંકવાનારું કારણ આવ્યું સામે….. જાણો વિગતે સંપુર્ણ અપડેટ્સ….

    Madurai Train Fire : ચાલતી ટ્રેનમાં ભયંકર દુર્ઘટના, એક સાથે 9 લોકો જીવતા ભૂંજાયા, આગ લાગવાનું આ ચોંકવાનારું કારણ આવ્યું સામે….. જાણો વિગતે સંપુર્ણ અપડેટ્સ….

    News Continuous Bureau | Mumbai 

     Madurai Train Fire : તમિલનાડુ (Tamil Nadu) ના મદુરાઈ રેલવે સ્ટેશન (Madurai Railway Station) પાસે એક ખાનગી રેલવે કોચમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં 9 મુસાફરોના મોત થયા હતા અને 20 લોકો ઘાયલ થયા હતા. આ ઘટના શનિવારે વહેલી સવારે બની હતી. મૃત્યુ પામેલા મુસાફરો ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના હતા અને ભગવાનના દર્શન માટે જઈ રહ્યા હતા. અકસ્માત થયો ત્યારે કોચ યાર્ડમાં ઉભો હતો. આ કોચ 17મી ઓગસ્ટે લખનૌ જંક્શન (Lucknow) થી નીકળ્યો હતો. કોચ રવિવારે ચેન્નાઈથી લખનૌ જવાનો હતો.

    સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, મદુરાઈ રેલ્વે સ્ટેશન નજીક બોડી લેનમાં પાર્ક કરેલી પ્રવાસી ટ્રેનમાં શનિવારે વહેલી સવારે આગ લાગી હતી. ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કેટલાક મુસાફરો ગેસ સિલિન્ડર લઈને પ્રવાસ કરતા હતા જેના કારણે ટ્રેનના કોચમાં આગ લાગી હતી. થોડી જ વારમાં આગે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. રેલવે તરફથી મળેલી માહિતી મુજબ આજે સવારે 5.15 વાગ્યે મદુરાઈ યાર્ડમાં પુનાલુર-મદુરાઈ એક્સપ્રેસના એક કોચમાં આગ લાગી હતી. ફાયર સર્વિસે પહોંચીને આગને કાબુમાં લીધી છે અને અન્ય કોચને કોઈ નુકસાન થયું નથી.

    આ અકસ્માતમાં મૃત્યુ પામેલા તમામ લોકો ઉત્તર પ્રદેશના મુસાફરો છે. આ કોચને બે દિવસ માટે મદુરાઈમાં રોકવાનો હતો. મુસાફરોએ ​​સવારે ચા બનાવવા માટે સ્ટવ સળગાવ્યો હતો. તે સમયે સિલિન્ડર ફાટતા 9 મુસાફરોના મોત થયા હતા અને 20 લોકો ઘાયલ થયા હતા. ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ માહિતી મદુરાઈના કલેક્ટર એમ. એસ. સંગીતાએ આપી હતી. અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને કુલ 15 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. જેમાં રેલવે તરફથી 10 લાખ રૂપિયા તમિલનાડુના મુખ્યમંત્રી એમ. કે. સ્ટાલિ (CM M K Stalin) ને 3 લાખ રૂપિયા જ્યારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (CM Yogi Adityanath) 2 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.

    આ સમાચાર પણ વાંચો : Mumbai-Goa Highway: મુંબઈકર માટે મહત્ત્વની અપીલ…. રવિન્દ્ર ચવ્હાણે આપ્યું આ મોટુ નિવેદન! આ તારીખ સુધી મુંબઈ- ગોવા હાઈવે પર નહીં ચાલે ભારે વાહનો, જાણો શું છે કારણ..

    સિલિન્ડર સાથે મુસાફરી

    દક્ષિણ રેલવેએ ટ્રેનમાં આગના કારણનો ખુલાસો કર્યો છે. રેલવેના જણાવ્યા અનુસાર પેસેન્જર દ્વારા ગુપ્ત રીતે ગેસ સિલિન્ડર લઈ જવાના કારણે આગ લાગી હતી. અધિકારીઓએ કહ્યું કે, પેસેન્જરે ગેસ સિલિન્ડર છુપાવીને ટ્રેનમાં લઇ જતાં સમગ્ર દુર્ઘટના ધટી હતી. કોચમાં લાગેલી આગ ખૂબ વિકરાળ હોવાથી ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

    સવારે 5.15 વાગ્યે લાગી આગ

    દક્ષિણ રેલવેએ જણાવ્યું કે, શનિવારે સવારે 5.15 વાગ્યે આગ લાગી હતી અને અડધા કલાક બાદ ઘટનાસ્થળે પહોંચેલા ફાયર સર્વિસના જવાનોએ સવારે 7.15 વાગ્યે આગ પર કાબૂ મેળવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે ઘટનાસ્થળે પથરાયેલી વસ્તુઓમાં સિલિન્ડર અને બટાકાની થેલીઓ અને રસોઇની અન્ય સામગ્રી પણ મળી આવી હતી. જેના કારણે અનુમાન છે કે પેસેન્જર કોચમાં રસોઈ બનાવી રહ્યાં હતા.