• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - cm - Page 10
Tag:

cm

રાજ્ય

ભારતમાં કોરોનાનો પગપસારો- આ રાજ્યના મુખ્યમંત્રી બીજી વાર આવ્યા કોરોનાની ચપેટમાં – CM થયા આઇસોલેટ

by Dr. Mayur Parikh July 26, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

બિહાર(Bihar)ના મુખ્યમંત્રી (CM) નીતિશ કુમાર(Nitish Kumar) ફરી એકવાર કોરોનાની ચપેટમાં આવ્યા છે.

નીતિશ કુમારને છેલ્લા બે દિવસથી તાવ જેવું હોવાથી તેમણે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો જે આજે પોઝિટિવ આવ્યો છે.

કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ મુખ્યમંત્રી નીતિશ કુમાર આઈસોલેશનમાં છે. 

હાલમાં ડોક્ટરોએ સીએમ નીતિશ કુમારને આરામ કરવાની સલાહ આપી છે.

સાથે જ કહેવામાં આવ્યું છે કે છેલ્લા બે-ત્રણ દિવસમાં જે મુખ્યમંત્રી તેમના સંપર્કમાં આવ્યા છે, તેમની તપાસ કરાવવી જોઈએ.

આ સમાચાર પણ વાંચો : શિવસેના કોની- ઉદ્ધવ ઠાકરેની ટીમ ચૂંટણી પંચના આદેશની સામે સુપ્રીમ કોર્ટ પહોંચી- કરી આ માંગ 

July 26, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

શિવસેનાની માઠી દશા સાથે જ MNS આવ્યું ફોર્મમાં- શિંદે ગ્રુપને રાજ ઠાકરેએ આપી આ ઓફર- જાણો વિગતે 

by Dr. Mayur Parikh July 25, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

શિવસેના(Shivsena)માં મોટું ભંગાણ પડ્યું છે, તેનાથી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ફૂલ ફોર્મમાં આવી ગઈ છે. મહારાષ્ટ્રમાં(Maharashtra) શિવસેનાના નેતૃત્વ સામે બળવો કરીને ભાજપ(BJP)ના સહયોગથી મુખ્ય પ્રધાન બની ગયેલા એકનાથ શિંદે જૂથ(EKnath Shinde Group)ને એક તરફ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનામાં જોડાવવા માટે પક્ષ પ્રમુખ રાજ ઠાકરેએ (MNS Chief Raj Thackeray) આમંત્રણ આપી દીધું હોવાનું કહેવાય છે. તો બીજી તરફ સોશિયલ મીડિયા પર ‘અબ રાજા કા બેટા રાજા નહીં બનેગા, વહી બનેગા જો હકદાર હોગા’ એવો શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray) પર આડકતરો કટાક્ષ કરતી ટ્વીટ પણ MNS દ્રારા કરવામાં આવી છે.શિવસેના પર કોનું પ્રભુત્વ ઉદ્ધવનું કે એકનાથ શિંદેનું તે હજી સુધી નક્કી થઈ શક્યું નથી ત્યારે શિંદે ગ્રુપ ઇચ્છતું હોય તો તેમનું MNS તેમનું સ્વાગત છે. આખરે એ ધારાસભ્યો(MLAs) મારા જુના સાથીદારો જ છે એવું મનસેના પ્રમુખ રાજ ઠાકરેએ મહત્વનું વિધાન કર્યું છે.  

મુખ્યપ્રધાન એકનાથ શિંદે શિવસેનાના ૪૦ ધારાસભ્યો સાથે ઉદ્ધવ જૂથથી અલગ છેડો ફાડી ચૂક્યા છે અને તેઓ પોતાના ગુપને જ અસલી શિવસેના ગણાવે છે. તેમણે શિવસેના(Party symbol)ના ચૂંટણી પ્રતીક પર પણ દાવો કર્યો છે અને લોકસભા(Loksabha) માં પણ અલગ જૂથ તરીકે માન્યતા મેળવી લીધી છે. જોકે, એક અભિપ્રાય અનુસાર પક્ષાંતર વિરોધી ધારાની જોગવાઈથી બચવા તેમણે કોઈ પક્ષમાં જોડાઈ જવું પડે તેમ છે. અગાઉ બળવા વખતે પણ શિંદે જૂથ મનસેમાં જોડાઈ શકે છે તેવી અટકળો ચાલી હતી. તે સંદર્ભમાં રાજ ઠાકરેનું આ વિધાન મહત્વનું છે.

આ સમાચાર પણ વાંચો : મુંબઈના દરિયા કિનારા થયા જોખમી- જુહુ બીચ પર તણાઈ આવી આ જોખમી માછલી- BMCએ જારી કરી ચેતવણી

રાજ ઠાકરેએ એમ પણ કહ્યું  હતું કે આઘાડી સરકાર(MVA Govt)ના પતન માટે દેવેન્દ્ર ફડણવીસ(Devendra Fadnavis)ને શ્રેય ના આપવું જોઇએ કે આ માટે સંજય રાઉત પર પણ દોષનો ટોપલો ના ઢોળવો જોઈએ. આઘાડી સરકારના પતન માટે જો કોઈ જવાબદાર હોય તો તે એકમાત્ર ઉદ્ધવ ઠાકરે પોતે છે. 

રાજે પોતાના પિતરાઈભાઈ પર કટાક્ષ કરતા કહ્યું હતું કે ઉદ્ધવ પર બિલકુલ ભરોસો મૂકી શકાય તેમ નથી. ભાજપ સાથે યુતિ વખતે તેઓ ભાજપના મુખ્ય પ્રધાન માટે સંમત હતા. પરંતુ ચૂંટણી પરિણામો બાદ તેમણે ફેરવી તોળ્યું હતું. ઉદ્ધવ પર ભરોસો ના કરાય તે હું પહેલેથી જાણું છું. આથી જ અગાઉ મનસે અને શિવસેના વચ્ચે યુતિની દરખાસ્તનો મેં ઈનકાર કર્યો હતો એમ રાજ ઠાકરેએ કહ્યું હતું.

એક તરફ રાજ ઠાકરેએ પોતાના પિતરાઈભાઈ ભરોસાને પાત્ર નથી એવી ટીકા કરી હતી તો બીજી તરફ રાજના પક્ષ MNS દ્રારા પણ ઉદ્ધવ પર આડકતરો કટાક્ષ કરવામાં આવ્યો હતો. MNSના નેતાએ ‘અબ રાજા કા બેટા રાજા નહીં બનેગા, વહી બનેગા જો હકદાર હોગા’ એવી ટ્વીટ કરીને એકસ ફોટો પણ પોસ્ટ કર્યો છે. આ ફોટામાં રાજ ઠાકરે સાથે બાળ ઠાકરે જોવા મળે છે. જેમાં બંને હાથ જોડીને અભિવાદન કરી રહ્યા છે.

મહારાષ્ટ્રમાં છેલ્લા એક મહિનામાં રાજકીય સ્તરે જોવા મળેલા રાજકીય ભૂકંપ બાદ રાજ ઠાકરેના ફોટો સાથે કરવામાં આવેલા ટ્વીટના અનેક રાજકીય અર્થ કાઢવામાં આવી રહ્યા છે.  

આ સમાચાર પણ વાંચો : લ્યો કરો વાત- મુંબઈના પોલીસ સ્ટેશનોમાં પણ અંધશ્રદ્ધા- અષાઢી અમાસને લઈને મુંબઈ પોલીસે કમિશનરે બહાર પાડ્યો આ આદેશ

July 25, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

આખરે નક્કી થઇ ગયું- આ તારીખે થશે શિંદે ફડણવીસ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ

by Dr. Mayur Parikh July 16, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્ર(Maharashtra)માં શિંદે સરકાર (Shinde Govt)બન્યા બાદ મંત્રીમંડળનું વિસ્તરણ (Cabinet expansion)ક્યારે થશે તે અંગે અનેક તર્કવિતર્કો થઈ રહ્યા છે.

દરમિયાન નવી સરકાર(New govt)ના મંત્રીમંડળના વિસ્તરણની તારીખ લગભગ નક્કી થઈ ગઈ છે. 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર 20 જુલાઈએ કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવશે. 

પ્રથમ તબક્કામાં મુખ્યત્વે 10 થી 12 મંત્રીઓ શપથ લઈ શકે છે. 

આ પ્રથમ તબક્કામાં એકનાથ શિંદે જૂથ(Eknath Shinde Group) અને ભાજપ (BJP) બંનેના મંત્રીઓનો સમાવેશ થશે.

આ સમાચાર પણ વાંચો: શરદ પવાર મુંબઈનો તખ્તો ગોઠવી રહ્યા છે-બીએમસી ચૂંટણી માટે ફોર્મુલા પર કામે લાગ્યા-જાણો વિગતે

July 16, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

ઉદ્ધવ ઠાકરે બેવડી રીતે ફસાયા-જે પદાધિકારીની પક્ષમાંથ હકાલપટ્ટી કરી-તેની શિંદેએ પાછી પદ પર નિમણૂક કરી-હવે એ વ્યક્તિ શિવસેનાના પદ પર કહેવાય કે નહીં

by Dr. Mayur Parikh July 16, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

એકનાથ શિંદેએ(Eknath Shinde) શિવસેના(Shivsena) સામે બળવો કર્યા બાદ થાણેના ભૂતપૂર્વ મેયર(Former Mayor) નરેશ મ્હસ્કે(Naresh Mhske) શિવસેનાના જિલ્લા પ્રમુખ(Shiv Sena district president) પદેથી શિવસેના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ(Uddhav Thackeray) હકાલપટ્ટી કરી હતી. જોકે આ હકાલપટ્ટીને ગેરકાયદે ગણાવીને મુખ્ય પ્રધાન(CM) બની ગયેલા એકનાથ શિંદેએ મ્હસ્કેની ફરી જિલ્લા પ્રમુખ પદ પર જ નિમણૂક કરી છે. તેથી હવે આ વ્યક્તિ શિવસેના પદ પર કહેવાય કે નહીં તેની મૂંઝવણ પક્ષના કાર્યકર્તાઓને થઈ રહી છે.

નરેશ મ્હસ્કે ગુરુવારે મોડી રાતે એકનાથ શિંદેને તેમના સરકારી નિવાસસ્થાન પર મળવા ગયા હતા. એ દરમિયાન શિંદએ તેમને ફરી થાણે જિલ્લાના(Thane district) પ્રમુખ પદ બનાવી દીધા છે. પદાધિકારીની નિમણૂક કરવાનો અધિકાર એ પક્ષ પ્રમુખને હોય  છે. તેથી નરેશ મ્હસ્કેની ફરી નિમણૂક બાદ શિવસેના પ્રમુખ ઠાકરે શું પગલાં લેય છે તે જોવાનું રહેશે.

આ સમાચાર પણ વાંચો : વારંવાર હિન્દુઓ અને હિંદી ભાષાનો વિરોધ કરનાર તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલીન  હોસ્પીટલમાં દાખલ થયા-આવી છે હાલત

આ દરમિયાન શિંદેએ ઉદ્ધવ ઠાકરેને ફરી પડકાર ફેંકતા હોય તેમ હિંદુત્વવાદી(Hinduism) વિચારોને અમલ મુકનારા કટ્ટર શિવસૈનિકોને પદ પરથી હટાવવાનો સામનાને કોઈ અધિકાર નથી કહીને જિલ્લાપ્રમુખોને ફરી કામે ચઢવાનો આદેશ આપ્યો હતો.
 

July 16, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

દક્ષિણ ભારતના આ રાજ્યના મુખ્યમંત્રી થયા કોરોનાગ્રસ્ત-હોસ્પિટલમાં કરાયા ભરતી-જાણો વિગતે

by Dr. Mayur Parikh July 14, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

તમિલનાડુના(Tamil Nadu) મુખ્યમંત્રી(CM) એમકે સ્ટાલિનને(MK Stalin) હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 

મીડિયા રિપોર્ટ મુજબ, એમકે સ્ટાલિનનો કોરોના પોઝિટિવનો(Corona positive) રિપોર્ટ 12 જુલાઈએ આવ્યો હતો, ત્યારબાદ તેમને કોવિડ(Covid19) સંબંધિત લક્ષણોની તપાસ માટે અલવરપેટની કાવેરી હોસ્પિટલમાં(Kaveri Hospital) દાખલ કરવામાં આવ્યા છે.

એમકે સ્ટાલિને બે દિવસ પહેલા ટ્વીટ(Tweet) કરીને જાણકારી આપી હતી કે તેઓ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે અને તેમણે પોતાને આઈસોલેટ(isolation) કરી લીધા છે. દરેક વ્યક્તિ સુરક્ષિત રહે અને માસ્ક(Covid19 masks) પહેરે. 

આ સાથે તેમણે રસી અપાવવા માટે પણ અપીલ કરી હતી.

આ સમાચાર પણ વાંચો : આમ જનતાને મોટી રાહત- મહારાષ્ટ્રની શિંદે સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં કર્યો આટલા રૂપિયાનો ઘટાડો- જાણો હવે કેટલું સસ્તું થયું ઇંધણ

July 14, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

રાજસ્થાન સરકારે નિભાવ્યું વચન-કન્હૈયાલાલના બંને પુત્રોને આ વિભાગમાં આપી સરકારી નોકરી- જાણો વિગતે  

by Dr. Mayur Parikh July 13, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

રાજસ્થાન(Rajasthan)ના મુખ્યમંત્રી અશોક ગેહલોતે(CM Ashok Gehlot) સ્વર્ગસ્થ કન્હૈયાલાલ(Kanhaiya Lal)ના પરિવારને આપેલું વચન પૂરું કર્યું છે. 

ગેહલોત સરકારે ઉદયપુર(Udaipur)ની ઘટના(Murder case)માં મૃત્યુ પામેલા કનૈયાલાલના બંને પુત્રોને સરકારી નોકરી આપી છે.

કર્મચારી વિભાગે યશ તેલીને ટ્રેઝરી ઓફિસ (ગ્રામીણ) ઉદયપુરમાં જુનિયર આસિસ્ટન્ટ તરીકે અને તરુણ કુમાર તેલીને ટ્રેઝરી ઓફિસ (શહેર)માં જુનિયર આસિસ્ટન્ટ તરીકે નિયુક્ત કર્યા છે.

નોકરીમાં જોડાતા પહેલા બંનેને નિયમોનુસાર દસ્તાવેજો જમા કરાવવાની સૂચના આપવામાં આવી છે. 

અગાઉ રાજસ્થાન સરકારે સ્વર્ગસ્થ કન્હૈયાલાલના પરિવારને ₹5100000ની રકમ પણ આપી છે.

આ સમાચાર પણ વાંચો : વરસાદની તારાજી- વસઈમાં ભેખડ ધસી પડી- અનેક ફસાયા- રેસ્ક્યુ ઓપરેશન ચાલુ- જાણો વિગત

July 13, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
Maharashtra Politics: New Nadda Team; Tawde, Pankaja, Rahatkar again in National Executive
રાજ્ય

શિંદે કેબિનેટ વિસ્તરણની ફોર્મ્યુલા દિલ્હીમાં નક્કી થશે- સીએમ એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસે અમિત શાહ બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સહિત આ દિગ્ગજ નેતાઓ સાથે કરી બેઠક  

by Dr. Mayur Parikh July 9, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે(Maharashtra CM Eknath Shinde) અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ(Deputy CM Devendra Fadnavis) આજે દિલ્હીમાં છે. તેઓ શુક્રવારે રાત્રે દિલ્હી પહોંચ્યા હતા. પ્રાપ્ત જાણકારી મુજબ બંને નેતાઓએ આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ(President Ramnath Kovind) અને બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા(JP Nadda) સાથે દિલ્હીમાં તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી. 

 

Maharashtra CM Eknath Shinde and Deputy CM Devendra Fadnavis meet BJP national president JP Nadda at his residence in Delhi. pic.twitter.com/YbKTcTcIlG

— ANI (@ANI) July 9, 2022

દરમિયાન આજે સાંજે તેઓ પીએમ નરેન્દ્ર મોદી(PM Narendra Modi)ને પણ મળશે. માનવામાં આવે છે કે બંને નેતાઓ પાર્ટીના ટોચના નેતૃત્વ સાથે મહારાષ્ટ્ર કેબિનેટના વિસ્તરણ અંગે ચર્ચા કરશે. 

આ સમાચાર પણ વાંચો : જેહાદીઓથી હિંદુઓનું સંરક્ષણ કરવા માટે VHPએ કસી કમર-આ પાંચ રાજ્ય માટે જાહેર કર્યો હેલ્પલાઈન નંબર

આ અગાઉ મહારાષ્ટ્રના બંને નેતાઓ શુક્રવારે રાત્રે ગૃહમંત્રી અમિત શાહ(Home minister Amit Shah)ને મળ્યા હતા. તેમણે ભાજપ અને શિંદેના નેતૃત્વવાળી શિવસેનાના બળવાખોર જૂથ વચ્ચે સત્તાની વહેંચણીની ફોર્મ્યુલા પર ચર્ચા કરી હતી.   

નવી સરકાર બાદ શપથ ગ્રહણ સમારોહને એક અઠવાડિયું થઈ ગયું છે, પરંતુ મંત્રીઓએ શપથ લેવાના બાકી છે. તેવામાં આ બેઠકોને ખૂબ મહત્વની માનવામાં આવી રહી છે.

July 9, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

મુખ્યમંત્રી એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ દિલ્હીના પ્રવાસે- ગૃહમંત્રી અમિત શાહ સાથે કરી બેઠક- આ ચાર મોટા મુદ્દા પર થઈ ચર્ચા- જાણો વિગતે

by Dr. Mayur Parikh July 9, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્ર(Maharashtra)માં નવી સરકારના ગઠન બાદ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે(Eknath Shinde), નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ(Devendra Fadnavis) દિલ્હી(Delhi) પહોંચ્યા છે. બંને નેતાઓ શુક્રવારે રાત્રે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ(Amit Shah)ને મળ્યા હતા. મીડિયા રિપોર્ટ મુજબ બેઠક દરમિયાન બંને નેતાઓએ શાહ સાથે રાજ્યમાં મંત્રી પરિષદની રચના અંગે ચર્ચા કરી. સાથે જ આ બેઠકમાં યુતિ સરકારના કેબિનેટ વિસ્તરણ(Cabinet expansion) પર ચર્ચા કરી છે. મીડિયા રિપોર્ટ મુજબ મહારાષ્ટ્ર કેબિનેટ વિસ્તરણમાં શિવસેના(Shivsena)ને 13 મંત્રી પદ મળી શકે છે, જ્યારે 29 મંત્રી પદ ભારતીય જનતા પાર્ટી(BJP)ને મળી શકે છે. દરમિયાન દિલ્હીમાં વરિષ્ઠ નેતાઓ સાથે ચર્ચાની સાથે રણનીતિની બેઠકોનો રાઉન્ડ થશે. જેમાં એકનાથ શિંદે તેમના કાયદાકીય નિષ્ણાતોને મળશે અને ચર્ચા કરશે. શિવસેનાના બંને જૂથો દ્વારા સુપ્રીમ કોર્ટ(Supreme court)માં દાખલ કરાયેલા વિવિધ કેસોની સોમવારે સુનાવણી થવાની છે. મુખ્યમંત્રી એકનાથ શિંદે જૂથના 16 ધારાસભ્યો(MLAs)ને સસ્પેન્ડ કરવાનો મુદ્દો પણ છે.

 

महाराष्ट्राचे नवनियुक्त मुख्यमंत्री @mieknathshinde जी व उप-मुख्यमंत्री @Dev_Fadnavis जी यांची भेट घेऊन त्यांना शुभेच्छा दिल्या.

मला विश्वास आहे की @narendramodi जींच्या मार्गदर्शनाखाली आपण दोघे जनतेची निष्ठापूर्वक सेवा कराल आणि महाराष्ट्राला विकासाच्या नवीन उंचीवर घेऊन जाल. pic.twitter.com/leTdbpulUQ

— Amit Shah (@AmitShah) July 8, 2022

તો બીજી તરફ આગામી 18 જુલાઈના રોજ નવા રાષ્ટ્રપતિની ચૂંટણી થવાની છે. જે માટે આ બેઠકોમાં મહારાષ્ટ્રના મતોનું ગણિત નક્કી કરવા પર પણ ચર્ચા કરવામાં આવશે. જેના પર મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી વરિષ્ઠ નેતાઓ સાથે રણનીતિ નક્કી કરી શકે છે. જેથી નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ના ઉમેદવાર દ્રૌપદી મુર્મુને વધુમાં વધુ વોટ મળી શકે.

આ સમાચાર પણ વાંચો :  કુદરત રૂઠી-મહારાષ્ટ્રના સોલાપુર અને પૂર્વ ઉત્તર કોલ્હાપુરમાં આવ્યો ભૂકંપ-રિક્ટર સ્કેલ પર આટલી હતી તીવ્રતા-જાણો વિગતે

ઉપરાંત આ બેઠકમાં આગામી દિવસોમાં અનેક જિલ્લા પરિષદ અને પાલિકાની ચૂંટણી પણ યોજાનાર છે. તેથી રાજ્યમાં આચારસંહિતા જળવાઈ રહે તે અંગે પણ ચર્ચા કરવામાં આવી છે.

 

July 9, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

વારા પછી વારો- મારા પછી તારો- થાણા પછી નવી મુંબઈના આટલા નગરસેવકો શિંદે સેનામાં જોડાઈ જશે

by Dr. Mayur Parikh July 8, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

શિવસેના(Shivsena)માં અત્યારે આંતરિક ઘમાસણ ચરમ પર પહોંચ્યું છે. થાણા શહેરના તમામ નગરસેવકોCorporators) શિંદે સેના(Shinde Group) માં જોડાઈ ગયા છે. હવે એકનાથ શિંદે(Eknath Shinde)ની નજર નવી મુંબઈ(Navi Mumbai) પર છે.  એવા સમાચાર વહેતા થયા છે કે નવી મુંબઈના ૩૦ જેટલા નગરસેવકો એકનાથ શિંદે સાથે જોડાઈ જવા માટે તૈયાર છે. આ માટે શિવસેનાથી નારાજ એવા તમામ નગરસેવકો મુખ્યમંત્રી એકનાથ શિંદે ની મુલાકાત લેશે. ત્યારબાદ સામૂહિક રીતે શિવસેનાને ગુડબાય કરી દેશે.

આ સમાચાર પણ વાંચો : પાંચ વર્ષ પછી ભારત દેશમાં પેટ્રોલ નહીં મળે- આ કેન્દ્રીય મંત્રીએ બ્લુ પ્રિન્ટ લોકો સામે રાખી

આમ થાણા(Thane)નો ગઢ ફતેહ થઈ ગયા પછી  એકનાથ શિંદે અન્ય મહત્વપૂર્ણ મહાનગરપાલિકા(Muncipal Corporation)ઓ પર કબજો કરવાની તૈયારી કરી રહ્યા છે.

July 8, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
Maharashtra State Employees on strike from today
રાજ્ય

આજે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ દિલ્હીમાં- મહારાષ્ટ્રના અનેક નેતાઓની દિલની ધડકન વધી ગઈ- મોવડી મંડળની હાજરીમાં આ વાત નક્કી થશે

by Dr. Mayur Parikh July 8, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્ર સરકાર (Maharashtra)ના મંત્રી મંડળનું વિસ્તરણ ક્યારે થશે તે સંદર્ભે અત્યારે અટકળોનું બજાર ગરમ છે. હવે આ મામલે નિર્ણય ઘડી સામે આવી રહી છે. મુખ્યમંત્રી એકનાથ શિંદે(CM Eknath Shinde) તેમજ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ(Deputy CM Devendra Fadnavis) આજે દિલ્હી (Delhi) ગયા છે અને તેઓ આવતી કાલે પાછા ફરશે. પોતાના એક દિવસના રોકાણ દરમિયાન તેઓ ગૃહમંત્રી અમિત શાહ(Home Minister Amit Shah) અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા(JP Nadda)ને મળશે. એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે આ મીટિંગ દરમિયાન મહારાષ્ટ્ર ના મંત્રીમંડળમાં કયા વ્યક્તિને સ્થાન મળશે તેમજ કોને કયું પ્રધાનપદ અપાશે તે સંદર્ભે નિર્ણય લેવામાં આવશે. આ બંને નેતાઓની દિલ્હી મીટીંગ ને કારણે મહારાષ્ટ્ર ના નેતાઓની દિલની ધડકન તેજ થઇ ગઇ છે.

આ સમાચાર પણ વાંચો : ઉત્તર પ્રદેશની વિધાન પરિષદમાં કોંગ્રેસ પાર્ટીનો દીપક બુઝાયો- હવે એકેય સભ્ય નહીં- આ રીતે થયું પતન

ઉલ્લેખનીય છે કે 11 તારીખે સુપ્રીમ કોર્ટમાં 16 ધારાસભ્યોને ડિસ્કવરી ફાઇલ કરવા સંદર્ભે ની  પીટીશન બાબતે સુનાવણી થવાની છે. આ સુનાવણીમાં જો એકનાથ શિંદે ની તરફેણમાં નિર્ણય આવી ગયો તો 15 તારીખ પહેલા મંત્રી મંડળ બની જશે.

July 8, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક