• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - cm - Page 11
Tag:

cm

રાજ્ય

પંજાબના CM ભગવંત માન ગુરપ્રીત કૌર સાથે બંધાયા લગ્નના પવિત્ર બંધનમાં- અરવિંદ કેજરીવાલે અદા કરી પિતા તરીકેની વિધિઓ- જુઓ તસવીરો 

by Dr. Mayur Parikh July 7, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન(Chief Minister of Punjab Bhagwant Mann) આજે ફરી એક વાર લગ્નના બંધનમાં બંધાયા છે. ચંદીગઢ(Chandigadh) ખાતે પોતાના નિવાસસ્થાને તેમણે સાદગીથી ડો.ગુરપ્રીત કૌર(Dr. Gurpreet Kaur) સાથે લગ્ન કર્યા છે.  

દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ(Delhi CM Arvind Kejriwal) પોતાના પરિવાર સાથે લગ્નમાં સામેલ થયા હતા. સાથે જ તેમણે પિતા તરીકેની ફરજ નિભાવીને તમામ વિધિઓ કરી હતી. 

આ સમાચાર પણ વાંચો : મુંબઈ લોકલ ટ્રેનના મુસાફરો માટે મહત્વના સમાચાર. આજે બપોરે હાર્બર રૂટ પર આ સ્ટેશન વચ્ચે છે 2 કલાકનો ઈમરજન્સી બ્લોક…

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પોતાના લગ્ન પ્રસંગે ગોલ્ડન શેરવાની અને પીળી પાઘડીમાં જોવા મળ્યા. સાથે જ તેઓ વરરાજા (groom) તરીકે ખુબ સુંદર લાગી રહ્યા છે. જ્યારે તેમની દુલ્હન(bride) ડો. ગુરપ્રીત કૌર લાલ જોડામાં મોટા સોનેરી માંગ ટીકા સાથે અનોખા અંદાજમાં જોવા મળી રહી છે.

ઉલેખનીય છે કે 32 વર્ષની ગુરપ્રીત કૌર, ભગવંત માનથી 16 વર્ષ નાની છે. બંનેની મુલાકાત ચાર વર્ષ પહેલા થઇ હતી. ભગવંત માનના આ બીજા લગ્ન છે. વર્ષ 2015માં ભગવંત માને તેમની પત્ની સાથે છુટાછેડા(Divorce) લીધા હતા. ભગવંત માનની પ્રથમ પત્ની ઇન્દરપ્રીત કૌર(Indarpreet Kaur) સાથે તેમને બે બાળકો પણ છે. જે હાલમાં ભગવંત માનની પૂર્વ પત્ની સાથે અમેરિકા(USA)માં રહે છે. 

July 7, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

દેવેન્દ્ર ફડણવીસ નાગપુર ભેગા થયા અને મુખ્યમંત્રી એકનાથ શિંદે શરદ પવારને મળવા સિલ્વર ઓક પર પહોંચી ગયા- ચર્ચાનું બજાર ગરમ

by Dr. Mayur Parikh July 6, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

મંગળવારે રાત્રે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે(CM Eknath Shinde) રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ (NCP chief)શરદ પવાર(Sharad Pawar) ને મળવા માટે તેમના નિવાસસ્થાન સિલ્વર ઓક પર પહોંચી ગયા હતા. આ મુલાકાતની અગાઉથી કોઈને જાણકારી નહોતી. એટલું જ નહીં મુલાકાત દરમિયાન એકનાથ શિંદે પોતે એકલા ગયા હતા અને તેમણે બંધબારણે શરદ પવાર સાથે બેઠક કરી છે. આથી ચર્ચાનું બજાર ગરમ થઇ ગયું છે. જોકે મીડિયાને એવી માહિતી આપવામાં આવી છે કે આ માત્ર એક અનૌપચારિક ચર્ચા હતી. પરંતુ બંધબારણે શું રંધાયું છે તેની ગંધ હજી સુધી કોઈને આવી નથી.

આ સમાચાર પણ વાંચો : નવી સરકાર આવતાં વેંત જૂની સરકારના નિર્ણયો પર પસ્તાળ પડી- અજિત પવાર નો આ નિર્ણય રદ કરવામાં આવ્યો

July 6, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
thackeray and shinde group between dispute and firing in air in nashik
રાજ્ય

મુખ્યમંત્રી એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરેને એવો ટોણો માર્યો છે કે માતોશ્રી ને બરાબરના મરચા લાગ્યા હશે- કહ્યું મારી ઓટોરિક્ષા તમારા

by Dr. Mayur Parikh July 6, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે(Maharashtra former Chief Minister Uddhav Thackeray) પોતાના નિવેદનો માં હાલના મુખ્યમંત્રી એકનાથ શિંદે(Chief Minister Eknath Shinde) ને વારંવાર ઓટો રીક્ષા વાળા કહીને સંબોધિત કરી રહ્યા છે. માત્ર ઉદ્ધવ ઠાકરે નહીં પણ આદિત્ય ઠાકરે(Aditya Thackeray) અને સંજય રાઉત(Sanjay Raut) પણ એકનાથ શિંદે ને તેમના ભૂતપૂર્વ વ્યવસાય આધારે ચિઢાવી રહ્યા છે. હવે આ સંદર્ભે મુખ્યમંત્રી એકનાથ શિંદે પહેલી વખત મૌન તોડ્યું છે.

આ સમાચાર પણ વાંચો : નવી સરકાર આવતાં વેંત જૂની સરકારના નિર્ણયો પર પસ્તાળ પડી- અજિત પવાર નો આ નિર્ણય રદ કરવામાં આવ્યો

પોતાના ટ્વીટ ના માધ્યમથી એકનાથ શિંદેએ ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને રોકડું પરખાવી દીધું છે. પોતાના ટ્વીટમાં તેમણે લખ્યું છે કે  મારી રીક્ષા ની સ્પીડ તમારી મર્સીડીઝ ગાડી કરતા વધુ ઝડપી છે. કદાચ આ જ કારણથી હું આગળ નીકળી ગયો છું.

 

July 6, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

મહારાષ્ટ્રના ઈતિહાસમાં પ્રથમ વખત જોવા મળશે સસરા-જમાઈની જોડી- સસરા વિધાન પરિષદના અધ્યક્ષ તો હવે જમાઈ બનશે વિધાનસભાના અધ્યક્ષ

by Dr. Mayur Parikh July 2, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

ગુરુવારે મહારાષ્ટ્ર(Maharashtra)માં સત્તા પરિવર્તન થઈ ગયું છે. મહારાષ્ટ્રના નવા સીએમ તરીકે એકનાથ શિંદે(Eknath Shinde)એ શપથ લીધા છે. આ ઉપરાંત દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadnavis)નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. હવે કેબિનેટ વિસ્તરણ અને વિધાનસભા અધ્યક્ષની પસંદગીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. 2 અને 3 જુલાઈ, શનિવાર અને રવિવારના રોજ યોજાનાર સંમેલનને મુલતવી રાખવામાં આવ્યું છે. આ સંમેલન હવે આગામી આવતીકાલે એટલે કે રવિવારે અને સોમવારે 3 અને 4 જુલાઈએ યોજાશે. નવનિયુક્ત સરકારે બહુમતી સાબિત કરવી પડશે. આ જ સત્રમાં વિધાનસભાના અધ્યક્ષની પસંદગી કરવામાં આવશે.

મીડિયા હાઉસમાં પ્રકાશિત અહેવાલ મુજબ, શિંદે સરકારે(Shinde Govt) વિધાનસભા અધ્યક્ષ પદ માટે રાહુલ નાર્વેકર(rahul Narvekar)ના નામ પર મહોર મારી દીધી છે. તેમણે ઉમેદવારી પણ નોંધાવી છે. વિધાનસભાના અધ્યક્ષ (Speaker of the Legislature)પદ માટે 3 જુલાઈના રોજ ચૂંટણી યોજાશે. અહીં એક વાત ઉલ્લેખનીય છે કે નાર્વેકરના સસરા રામરાજે નાઈક નિંબાલકર (Ramraje Naik Nimbalkar) હાલમાં વિધાન પરિષદના અધ્યક્ષ છે. ત્યારે હવે જો રાહુલ નાર્વેકર જીતશે તો મહારાષ્ટ્રના રાજકારણમાં પહેલીવાર મહારાષ્ટ્ર વિધાનસભામાં સસરા અને જમાઈની જોડી જોવા મળશે.

આ સમાચાર પણ વાંચો :  ઉદ્ધવ ઠાકરેના સાળા શ્રીધર પાટણકરને મોટી રાહત- EDના વિરોધ છતાં વિશેષ અદાલતે આ કેસની સીબીઆઈ તપાસને બંધ કરવાની મંજૂરી આપી-જાણો વિગતે 

ઉલેખનીય છે કે રાહુલ નાર્વેકર 45 વર્ષના છે અને જો સ્પીકર તરીકે ચૂંટાશે તો તેઓ વિધાનસભાના અત્યાર સુધીના સૌથી યુવા સ્પીકર હશે. અગાઉ રાહુલ નાર્વેકર શિવસેના(Shivsena) અને એનસીપી(NCP) સાથે સંકળાયેલા હતા. હવે તેઓ ભાજપ(BJP)ના ધારાસભ્ય(MLA) છે. આમ વિધાનસભા અધ્યક્ષ પદના ઉમેદવાર તરીકે રાહુલ નાર્વેકરને જાહેર કરીને ભાજપે વધુ એક માસ્ટર સ્ટ્રોક માર્યો છે. રાહુલ નાર્વેકર મુંબઈના કોલાબા(Colaba) મતવિસ્તારના ધારાસભ્ય છે. તેમણે INCના અશોક જગતાપને હરાવીને વિધાનસભા ચૂંટણી જીતી હતી.

July 2, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

મહારાષ્ટ્રની રાજનીતિમાં અણધાર્યો વળાંક- એકનાથ શિંદે બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી-સાંજે આટલા વાગ્યે લેશે શપથ 

by Dr. Mayur Parikh June 30, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્રની મહાવિકાસ અઘાડી સરકારને(Mahavikas Aghadi Government) પાડીને શિવસેનાને(Shiv Sena) ધૂંટણીયે પાડનાર એકનાથ શિંદેને(Eknath Shinde) બીજેપીએ(BJP) મુખ્યમંત્રી(CM) જાહેર કર્યા છે. મોટા ઉલેટફેરમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના દાવેદાર ગણાતા દેવેન્દ્ર ફડણવીસે(Devendra Fadnavis) જ પ્રેસ કોન્ફેરેન્સ(Press conference) યોજીને મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી તરીકે એકનાથ શિંદેના નામની જાહેરાત કરી છે.

પ્રેસ કોન્ફેરેન્સમાં ફડણવીસે કહ્યું કે આજે એકમાત્ર મુખ્યમંત્રીના જ શપથ યોજાશે. આજે સાંજે 7.30 વાગે નવા મુખ્યમંત્રી તરીકે રાજતિલક કરશે. નવા કેબિનેટની(New cabinet) જાહેરાત ટૂંક સમયમાં થવાની સંભાવના છે.

આ સમાચાર પણ વાંચો : મોટા સમાચાર-દેવેન્દ્ર ફડનવીસ મોજુદા સરકારમાં એકેય પદ પર નહીં હોય

June 30, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

આ ભાજપ શાસિત રાજ્યના મુખ્યમંત્રી થયા કોરોનાગ્રસ્ત- મોદી સરકારમાં ચિંતાનો માહોલ

by Dr. Mayur Parikh June 30, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

ગુજરાત(Gujarat)માં કોરોના(Covid cases) કેસો સતત વધી રહ્યા છે, ત્યારે હવે રાજ્યના મુખ્યમંત્રી(CM) ભૂપેન્દ્ર પટેલ(Bhupendra Patel) પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે.

કોરોનાના હળવા લક્ષણો જણાતા તેમણે કોવિડ ટેસ્ટ(Covid test) કરાવ્યો હતો. જે પોઝિટિવ(Positive) આવ્યો. 

કોરોના સંક્રમિત હોવાનું જણાતા તેઓ હોમ આઈસોલેટ(Home isolate) થઈ ગયા છે.

હાલ તેમની તબિયત સ્થિર છે.

આ સમાચાર પણ વાંચો : દેશના ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટેની તારીખોની થઇ જાહેરાત, જાણો કઇ તારીખે યોજાશે ચૂંટણી..

June 30, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

શું ઉદ્ધવ ઠાકરે નું કર્મચારી જેવું થશે- એટલે કે મહિનો પૂરો થતાની સાથે જ મુખ્યમંત્રી પદની નોકરી પણ પુરી- આ વાત વાયુવેગે ફેલાઇ છે

by Dr. Mayur Parikh June 29, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

હાલ એક વાત વાયુવેગે ફેલાઇ રહી છે કે આવતીકાલે એટલે કે ૩૦ જૂનના રોજ મહારાષ્ટ્ર વિધાનસભા(Maharashta Assembly)નું વિશેષ સત્ર બોલાવવામાં આવી શકે છે. જોકે વિધાનસભાનું સત્ર બોલાવતા પહેલા કેબિનેટની મીટિંગ(Cabinet meeting) થશે તેમજ આ કેબિનેટની મિટિંગમાં સત્ર બોલાવવા સંદર્ભે નિર્ણય લેવામાં આવશે. એવી માહિતી બહાર આવી છે કે ભગતસિંહ કોશ્યારી(Bhagat Singh Koshyari) એ માત્ર 24 કલાકની અંદર સત્ર બોલાવવાનો આદેશ આપ્યો છે. આથી ઉદ્ધવ ઠાકરે(uddhav Thackeray) પાસે હવે કોઈ પ્રકારનો વિકલ્પ બાકી રહેતો નથી.

આ સમાચાર પણ વાંચો : ઉદ્ધવ સરકાર નું કાઉન્ટડાઉન શરૂ- હવે અમુક કલાક કે અમુક દિવસ ના મહેમાન- જાણો રાજ્યપાલે શું કર્યું

June 29, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

એકનાથ શિંદે ગ્રુપની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ખતમ- કોર્ટે તમામ પક્ષોને ફટકારી નોટિસ- હવે આ તારીખે થશે વધુ સુનાવણી.

by Dr. Mayur Parikh June 27, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્ર(Maharashtra)માં છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલો સતાનો મહાસંગ્રામ આજે સુપ્રીમ કોર્ટ(Supreme court)માં પહોંચ્યો છે.  મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray) સરકાર સામે બળવો કરનારા એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળના ધારાસભ્ય(MLAs) દ્વારા ત્રણ જેટલા મુદાઓ પર સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. એકનાથ શિંદેને વિધાનસભાના શાસકપક્ષના નેતા તરીકે હટાવવા, 16 ધારાસભ્યોને ગેરલાયકતાની નોટિસ ફટકારવા અને અવિશ્વાસ પ્રસ્તાવની અરજી રદ કરવાના ડેપ્યુટી સ્પીકર(Deputy speaker) ના નિર્ણય જેવા મુદાઓને પડકારવામાં આવ્યા હતા.

સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરાઈ ત્યારે કોર્ટે સૌ પ્રથમ એવો સવાલ કર્યો હતો કે આખરે આ મામલામાં પહેલા હાઈકોર્ટ(Highcorut)માં કેમ અરજી કરી નહીં. તેના પર શિંદે(Eknath Shinde) ના વકીલે કહ્યું કે આ મામલો ગંભીર છે અને ધારાસભ્યોને મારવા સુધીની ધમકી(threat)ઓ મળી રહી છે. તેથી અમે સર્વોચ્ચ અદાલત પાસે આવ્યા છીએ.  શિંદે ગ્રુપની અરજી પર સુપ્રીમ કોર્ટે તમામ પક્ષોને નોટિસ ફટકારી છે. સાથે કોર્ટે ડેપ્યુટી સ્પીકરની નોટિસ(notice) પર હાલ પ્રતિબંધ લગાવી દીધો છે. એટલે કે હાલ માટે શિંદે જૂથને કોર્ટ તરફથી રાહત મળી છે. 

આ સમાચાર પણ વાંચો : અરે વાહ શું વાત છે-હવે ધારાસભ્યો માત્ર ઝુંપડપટ્ટીમાં નહીં પરંતુ હાઉસિંગ સોસાયટીઓમાં પણ ફંડ વાપરી શકશે- જાણો મહારાષ્ટ્ર સરકારના લેટેસ્ટ જી-આર વિશે

દરમિયાન આ મામલામાં કોર્ટે ડેપ્યુટી સ્પીકર(Deputy speaker) તરફથી રજૂ વકીલ રાજીવ ધવન(Rajiv Dhawan)ને સવાલ કર્યો કે જો ધારાસભ્યો (MLAs) તરફથી નોટિસ મળી હતી તો તેને કેમ નકારી દેવામાં આવી. સુપ્રીમ કોર્ટે કડક ટિપ્પણી કરતા કહ્યું કે પોતાની વિરુદ્ધ મામલામાં તેમણે કઈ રીતે ખુદની સુનાવણી કરી અને ખુદ જજ બની ગયા. આ સાથે સુપ્રીમે ડેપ્યુટી સ્પીકરને નોટિસ ફટકારી જવાબ માંગ્યો છે. તો સુપ્રીમે મહારાષ્ટ્ર પોલીસ(Maharashtra Police), શિવસેનાના ધારાસભ્ય દળના નેતા અજય ચૌધરી(Ajay Choudhary) અને ચીફ વ્હીપ બનાવવામાં આવેલા સુનીલ પ્રભુ(Sunil Prabhu)ને પણ નોટિસ ફટકારી છે. 

આ સિવાય સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર (Central govt)ને પણ નોટિસ ફટકારી છે અને પૂછ્યું છે કે આવા મામલામાં આખરે સંસદના નિયમ શું કહે છે. કોર્ટે તમામ પક્ષો પાસે 5 દિવસની અંદર નોટિસનો જવાબ માંગ્યો છે. એટલું જ નહીં આ પક્ષો તરફથી નોટિસનો જવાબ મળ્યા બાદ શિંદે જૂથને આદેશ આપવામાં આવ્યો છે કે તે ત્રણ દિવસમાં તેનો જવાબ આપે. સાથે સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દે 11 જુલાઈ(july)એ વધુ સુનાવણી થશે. 

June 27, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ઉચક્યું મોટું પગલું- બળવાખોર ધારાસભ્યોના ખાતા આંચકી લીધા- જાણો વિગતે 

by Dr. Mayur Parikh June 27, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્ર(Maharashtra)માં ચાલી રહેલા રાજકીય સંકટનો મામલો સુપ્રીમ કોર્ટ(supreme court)માં પહોંચી ગયો છે ત્યારે મહારાષ્ટ્રમાં રાજકીય ઘટનાક્રમ નવો વળાંક લઈ રહ્યો છે. દરમિયાન મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray) સરકાર તથા પાર્ટીને બચાવવાના પ્રયાસ કરી રહ્યા છે. આ જ ક્રમમાં ઉદ્ધવ ઠાકરેએ તમામ બળવાખોર ધારાસભ્યો(rebele MLAs)ના ખાતા આંચકી લીધા છે અને મંત્રીમંડળમાં ફેરબદલ કર્યો છે. નવા મંત્રીઓને આ વિભાગોનો હંગામી હવાલો સોંપવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ બળવાખોર મંત્રીઓના ખાતા અન્ય મંત્રીઓને સોંપ્યા જેથી લોકોના કામ અટકે નહીં.  

આ સમાચાર પણ વાંચો :  મહારાષ્ટ્રમાં  રાજકીય સમીકરણો ફરી બદલાશે- સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી વચ્ચે શિંદે જૂથના આટલા ધારાસભ્યો ઉદ્ધવ ઠાકરેના સંપર્કમાં હોવાનો દાવો-જાણો વિગતે 

એકનાથ શિંદે(Eknath shinde) (શહેરી વિકાસ મંત્રી) – સુભાષ દેસાઈ

ગુલાબરાવ પાટીલ(Gulabrao Patil) (પાણી પુરવઠા અને સ્વચ્છતા મંત્રી) – અનિલ પરબ

દાદા ભુસે(Dada Bhuse) (કૃષિ મંત્રી) – શંકરરાવ ગડાખ

અબ્દુલ સત્તાર (રાજ્ય મંત્રી, મહેસૂલ, ગ્રેવિકાસ, બંદરે, ખાર જમીન વિકાસ) – પ્રાજક્તા તાનપુરે

ઉદય સામંત(Uday Samant) (ઉચ્ચ ટેકનીકલ શિક્ષણ મંત્રી) – આદિત્ય ઠાકરે

રાજેન્દ્ર પાટીલ યાદવરકર (રાજ્ય મંત્રી, જાહેર આરોગ્ય અને પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ, ખાદ્ય અને ઔષધ વહીવટ, કાપડ, સાંસ્કૃતિક બાબતો) – સુભાષ દેસાઈ

બચ્ચુ કડુ (રાજ્ય મંત્રી, શાળા શિક્ષણ) – અદિતિ તટકરે

June 27, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ યથાવત – ઉદ્ધવ ઠાકરેએ આજે બપોરે બોલાવી ​​પાર્ટીની મહત્વપૂર્ણ બેઠક- આ મુદ્દાઓ પર કરશે ચર્ચા

by Dr. Mayur Parikh June 25, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર(Maharashtra)માં શિવસેના(Shivsena)ના બળવાખોરોના કારણે રાજકીય સંકટ વધુ ઘેરાયું છે. શિવસેનાના બળવાખોર એકનાથ શિંદે(Eknath Shinde)એ મહાવિકાસ અઘાડી સરકાર (MVA govt)ને મુશ્કેલીમાં મુકી દીધી છે. દરમિયાન, ઉદ્ધવ ઠાકરેએ (Uddhav Thackeray)સંગઠનને બચાવવા માટે પ્રયાસો શરૂ કરી દીધા છે. આ જ ક્રમમાં સીએમ ઉદ્ધવ ઠાકરેએ આજે પોતાની પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક(meeting) બોલાવી છે.  

આ સમાચાર પણ વાંચો : ગુવાહાટીમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતાઓની અવરજવર વધી. આ બે નેતાઓ હોટેલ બહાર પહેરેદારી કરી રહ્યા છે.
 

મીડિયા રિપોર્ટ મુજબ, આ બેઠક આજે બપોરે 1 વાગે મુંબઈના શિવસેના ભવન(Shivsena Bhavan)માં યોજાશે. જેમાં પાર્ટીની કાર્યકારિણીના તમામ નેતા, ઉપનેતા, સંપર્ક અધિકારી, સાંસદો અને ધારાસભ્યો હાજર રહેશે. કહેવામાં આવી રહ્યું છે કે રાજકીય પરિસ્થિતિ(political crisis)ની સાથે સાથે શિવસેના અને મુખ્યમંત્રી પદ(CM post)ના મહત્વના નિર્ણય વિશે પણ બેઠકમાં ચર્ચા થશે. મહત્વપૂર્ણ છે કે કોરોનાથી સંક્રમિત ઠાકરે તેમની સાથે ઓનલાઈન જોડાશે.

 

June 25, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક