• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - coach - Page 2
Tag:

coach

Porbandar Dadar Saurashtra Express Additional 4 coaches will be installed in Porbandar-Dadar Saurashtra Express train.
રાજ્ય

Porbandar Dadar Saurashtra Express : મુસાફરોની સુવિધામાં વધારો, આ એક્સપ્રેસ ટ્રેનમાં કાયમી ધોરણે ઉમેરાશે વધારાના 04 કોચ..

by kalpana Verat December 1, 2023
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Porbandar Dadar Saurashtra Express : મુસાફરોની ( passengers ) સુવિધા માટે, પશ્ચિમ રેલ્વે ( Western Railway ) પોરબંદર-દાદર “સૌરાષ્ટ્ર એક્સપ્રેસ” ( Saurashtra Express ) ટ્રેન (19016/19015)માં કાયમી ધોરણે એક સેકન્ડ એસી, એક થર્ડ એસી અને બે સેકન્ડ સ્લીપર ક્લાસના વધારાના કોચ (  Coach ) લગાવશે, જેની વિગતો નીચે મુજબ છે-

ટ્રેન નંબર 19016/19015 પોરબંદર-દાદર-પોરબંદર “સૌરાષ્ટ્ર એક્સપ્રેસ” માં પોરબંદર સ્ટેશનથી 01.12.2023 થી અને દાદર સ્ટેશનથી 03.12.2023 થી ઉપરોક્ત તમામ વધારાના કોચ લગાડવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : Nothing Phone 2a : ઓપ્પો અને વિવો સાથે સ્પર્ધા કરવા ‘નથિંગ’ લાવી રહ્યો છે સસ્તો ફોન, ઉપલબ્ધ હશે આ ધાંસુ ફીચર્સ..

December 1, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Madurai Train Fire : Tamil Nadu Railway Accident; 9 passengers died in the crash
રાજ્યMain PostTop Post

Madurai Train Fire :લખનઉથી રામેશ્વરમ જઈ રહી હતી ટ્રેન, મદુરાઈ સ્ટેશન પર લાગી આગ, આટલા લોકો જીવતા ભડથું.. જુઓ વિડીયો

by Akash Rajbhar August 26, 2023
written by Akash Rajbhar

News Continuous Bureau | Mumbai 

Madurai Train Fire :તમિલનાડુના(TAmil Nadu) મદુરાઈ રેલવે સ્ટેશન પર ટ્રેનના કોચમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. મદુરાઈમાં રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર લખનઉથી(Lucknow) રામેશ્વરમ(Rameshwaram) જતી ટ્રેનના ટૂરિસ્ટ કોચમાં(tourist coach) આગ લાગવાથી બે લોકોના મોત થયા છે.અધિકારીઓના જણાવ્યા અનુસાર આગની ઘટના સવારે 5.15 વાગ્યાની આસપાસ મદુરાઈ યાર્ડ જંકશન પર રોકાઈ ત્યારે સામે આવી હતી.

જુઓ વિડીયો

*तमिलनाडु के मदुरै स्टेशन पर ट्रेन के कोच में लगी आग आठ की मौत,कई घायल देर रात लगी थी आग पर काबू पाया गया*#tamilnadu #tamilnadutrainfire #TamilnaduGovernment #tamilnadufire #tamilnaduinsident pic.twitter.com/M2tPgVobnO

— Ravi Pandey🇮🇳 (@ravipandey2643) August 26, 2023

 

ભીષણ આગમાં ટ્રેનના કોચ બળીને ખાખ

તમિલનાડુના મદુરાઈ રેલવે સ્ટેશન પાસે ટ્રેનની અંદર આગનો વીડિયો પણ સામે આવ્યો છે. વાયરલ મીડિયામાં જોઈ શકાય છે કે કોચમાં ભીષણ આગ લાગી છે. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ(fire brigade) ઘટનાસ્થળે પહોંચી ગયું હતું અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ભીષણ આગમાં ટ્રેનનો કોચ બળીને ખાખ થઈ ગયો છે.

આ સમાચાર પણ વાંચો : Pimple Remedies: ચહેરા પર થાય છે ખીલ, આ ઘરેલું ઈલાજ દૂર કરશે સમસ્યા..

આઠના મોત, 4 ઘાયલ

આ અકસ્માતમાં શરૂઆતમાં બે લોકોના મોત થયા હતા, પરંતુ હવે મૃત્યુઆંક વધીને આઠ થઈ ગયો છે. આ પાંચેય ઉત્તર પ્રદેશના જણાવવામાં આવી રહ્યા છે. તે જ સમયે, અકસ્માતમાં ઘાયલ 4 લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને નજીકની રેલવે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રેલ્વે વિભાગે માત્ર તે કોચને અલગ કર્યા છે જ્યાં આગ લાગી હતી.

ટ્રેનમાં આગ લાગી

મદુરાઈ પાસે પાર્ક કરેલી લખનૌ-રામેશ્વરમ ટૂરિસ્ટ ટ્રેનના કોચમાં આગ લાગી હતી. આ ટ્રેન તિરુપતિ-રામેશ્વરમ-કન્યાકુમારી જેવા સ્થળોએ જવાની હતી. આ દરમિયાન મદુરાઈ ખાતે અચાનક આગની ઘટનાને કારણે ટ્રેનને રોકી દેવામાં આવી હતી. ફાયર વિભાગને શંકા છે કે રસોઈ બનાવતી વખતે આગ લાગી હશે..

August 26, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Western Railway earned 1.64 crores from the shooting of various films, the highest till date
વેપાર-વાણિજ્ય

ફિલ્મોના શુટીંગમાં રેલવેનું આકર્ષણ યથાવત.. આ રેલવે લાઈનને વિવિધ ફિલ્મોના શૂટિંગમાંથી થઈ 1.64 કરોડની આવક

by Dr. Mayur Parikh April 11, 2023
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

પાછલા નાણાકીય વર્ષમાં એટલે કે વર્ષ 2022-23માં પશ્ચિમ રેલવે વિભાગે પશ્ચિમ રેલવે લાઇનના સ્ટેશનો પર ફિલ્મોના શૂટિંગથી 1.64 કરોડની આવક મેળવી છે.

વેસ્ટર્ન રેલવેને વેબ સિરીઝ, ફિલ્મોના શૂટિંગમાંથી કરોડોની આવક થઈ રહી છે. વિશ્વ ધરોહર અને આકર્ષક આર્કિટેક્ચર સાથેના ઘણા રેલવે સ્ટેશન પશ્ચિમી માર્ગ પર આવેલા છે. છેલ્લા નાણાકીય વર્ષમાં એટલે કે વર્ષ 2022-23માં, પશ્ચિમ રેલવે વિભાગને આ સ્ટેશનો પર ફિલ્મોના શૂટિંગથી 1.64 કરોડની આવક થઈ છે.

આ સમાચાર પણ વાંચો:  ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાન પર કર્યા આકરા પ્રહારો, આ વખતે આતંકવાદ નહીં પણ આ મુદ્દા પર ઘેર્યું..

પશ્ચિમ રેલવે પરનું મુંબઈ સેન્ટ્રલ ટર્મિનસ, ચર્ચગેટ હેડક્વાર્ટર અને સ્ટેશન પરિસર, ગોરેગાંવ સ્ટેશન, જોગેશ્વરી યાર્ડ, લોઅર પરેલ વર્કશોપ, કાંદિવલી અને વિરાર કારશેડ, કેલ્વે રોડ, પારડી રેલ્વે સ્ટેશન, કાલાકુંડ રેલ્વે સ્ટેશન, પાતાલપાણી રેલ્વે સ્ટેશન, મુંબઈ સેન્ટ્રલ અને વલસાડ વચ્ચે ચાલતી ટ્રેન અને ગોરેગાંવ ખાતે EMU ટ્રેનનો શૂટિંગમાં ઉપયોગ કરાયો છે. આથી નાણાકીય વર્ષ દરમિયાન પશ્ચિમ રેલ્વેના વિવિધ સ્થળોએ રેલ્વે કોચમાં ટીવી સીરીયલ, ડોક્યુમેન્ટરી વેબ સીરીઝ, ટીવી કમર્શિયલ સહિત 20 થી વધુ ફિલ્મોનું શૂટિંગ કરવામાં આવ્યું હતું. તેથી, પશ્ચિમ રેલવે પ્રશાસને કહ્યું કે તેને નાણાકીય વર્ષ 2022-23માં રેકોર્ડ આવક મળી છે.

ફિલ્માંકન માટે ઝડપી પરવાનગીએ ફિલ્મ શૂટમાંથી રેકોર્ડ આવક ઊભી કરવામાં મદદ કરી છે, પશ્ચિમ રેલવે પરના સ્ટેશનો ફિલ્મો, સિરિયલો, કમર્શિયલ અને ઓટીટીના શૂટિંગ માટે ખૂબ જ લોકપ્રિય સ્થળો બની ગયા છે, એમ પશ્ચિમ રેલવેએ જણાવ્યું હતું.

નાણાકીય વર્ષ 2019-20માં પશ્ચિમ રેલવેને રૂ.1 કરોડ મળ્યા હતા. 2018-19માં 1.31 કરોડ રૂ. 2020-21માં, કોરોના રોગચાળાને કારણે આવકમાં ઘટાડો થયો. 2021-22માં પશ્ચિમ રેલવેની આવક રૂ. 67 લાખ હતી. નાણાકીય વર્ષ 2022-23માં પશ્ચિમ રેલવેને સૌથી વધુ રૂ.1.64 કરોડની આવક મળી હતી.

April 11, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Western Railway converted 26 local trains into 15 coaches
શહેર

અરે વાહ શું વાત છે. મુંબઈ શહેર માં પશ્ચિમ ઉપનગરોમાં રહેનાર લોકોને હવે ટ્રેનમાં ભીડ નહીં નડે. આટલી બધી ટ્રેન પંદર ડબ્બાની કરી નાખવામાં આવી….

by Dr. Mayur Parikh November 25, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

પશ્ચિમ રેલવે ( Western Railway  ) મોટો નિર્ણય લીધો છે જે મુજબ સંખ્યાબંધ લોકલ ટ્રેન ( local trains ) હવે પંદર ડબ્બાની ( coaches ) થઈ જશે. પશ્ચિમ રેલવેએ લોકલ ટ્રેનમાં ગીરદી ઘટાડવાના આશયથી આ નિર્ણય લીધો છે. પ્રશાસન ની ગણતરી મુજબ આ પગલાને કારણે લોકલ ટ્રેનમાં 50 ટકા વધુ ભીડ સમાઇ ( converted  ) શકશે. રેલવે પ્રશાસન 21 નવેમ્બર, 2022 થી, 12 કોચની લોકલને 15 કોચની લોકલમાં ફેરવવી હતી અને 15 કોચની 26 લોકલ પશ્ચિમ ( Western )રૂટ પર દોડવાનું શરૂ કર્યું.  આ નવી ટ્રીપોના ઉમેરા સાથે કુલ પંદર કોચની લોકલ ટ્રીપોની સંખ્યા 106 થી વધીને 132 થઈ ગઈ છે. આગામી થોડા મહિનામાં વધુ બાર કોચને પંદર કોચમાં રૂપાંતરિત કરીને 67 વધુ ટ્રીપો વધારવાની યોજના છે. આ વધેલા રાઉન્ડ તબક્કાવાર ચલાવવામાં આવશે. તેથી, સ્થાનિકની બેઠક ક્ષમતામાં અંદાજિત 50 ટકાનો વધારો થશે.

આ સમાચાર પણ વાંચો: ‘આજ કે બાદ અમિતાભ બચ્ચન કે આવાજ કી નકલ બંધ’ ‘હાઈ… ‘ દિલ્હી હાઈકોર્ટે અમિતાભ બચ્ચન ની નકલ પર રોક લગાવી.

November 25, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

માટુંગા રેલવે સ્ટેશન પાસે આ બે ટ્રેન વચ્ચે ગંભીર અકસ્માત, મધ્ય-રેલવે વિભાગ પર ટ્રેનસેવાને અસર; જુઓ વિડીયો, જાણો વિગતે 

by Dr. Mayur Parikh April 16, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

ઇન્ડિયન રેલવે(Indian Railway)ની દાદર-પુડુચેરી એક્સપ્રેસ 11005 (Puducherry Express) સાથે મોટો અકસ્માત થયો હોવાના અહેવાલ છે. પ્રાપ્ત જાણકારી અનુસાર પૂર્વ મુંબઈ(Mumbai)ના માટુંગા રેલવે સ્ટેશન(Matunga Railway Station) નજીક ગઈ કાલે રાતે ફાસ્ટ લાઈન (મધ્ય રેલવે) પર દાદર-પુડુચેરી એક્સપ્રેસ (Puducherry Express) ટ્રેનના ત્રણ ડબ્બા(coach) પાટા પરથી ઉતરી ગયા હતા.

Three coaches of 11005 #PuducherryExpress derail at #Matunga station.
Time Around 9:45 PM pic.twitter.com/ldSw3Dm1OL

— Siddhant Anand (@JournoSiddhant) April 15, 2022

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગઈ કાલે(શુક્રવારે) રાતે લગભગ 9.30ના આસપાસ દાદર-પુડુચેરી ચાલુક્ય એક્સપ્રેસ મુલુંડ સ્ટેશન(Mulund Railway Station) નજીક મુંબઈ સીએસએમટી(Mumbai CSMT Gadag Express) ગડગ એક્સપ્રેસ સાથે સહેજ અથડાઈ હતી. એને કારણે ચાલુક્ય એક્સપ્રેસના 3 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.

આ સમાચાર પણ વાંચો : લીંબુ શરબત પીવું છે? મુંબઈમાં આ છે નવી કિંમત..

સદ્દભાગ્યે આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ નથી. જોકે અકસ્માતના કારણે મધ્ય રેલ્વેની અનેક ટ્રેનોને અસર પડી છે. રેલવે રૂટ પર બંને તરફથી આવતી ટ્રેનોને અટકાવી દેવામાં આવી છે. માહિતી મળતા જ રેલવેના વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. 

April 16, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

મુંબઈ લોકલ ટ્રેનના મુસાફરો માટે સારા સમાચાર.. ભીડ ઓછી કરવા પશ્ચિમ રેલવે પ્રશાસને લીધો આ નિર્ણય; જાણો વિગતે

by Dr. Mayur Parikh March 7, 2022
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 07 માર્ચ, 2022,          

સોમવાર, 

કોરોના વાયરસના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયા બાદ મુંબઈ લોકલ ટ્રેનમાં મુસાફરીના નિયમો હળવા કરવામાં આવ્યા છે, જેના કારણે લોકલ ટ્રેનોમાં ફરી એકવાર મુસાફરોની સંખ્યા વધી રહી છે. જેના કારણે રેલવેએ હવે પશ્ચિમ રેલવે પર 15 કોચની લોકલ ટ્રેનોની ફ્રિકવન્સી વધારવાનો નિર્ણય લીધો છે. પશ્ચિમ રેલવે પર 15 કોચની લોકલ ટ્રેનની સંખ્યા વધારવા માટે કામ ચાલી રહ્યું છે.

પશ્ચિમ રેલવે પર 12-કોચની લોકલ ટ્રેનમાં વધારાના 3 કોચ ઉમેરીને તેને 15-કોચની લોકલ ટ્રેનમાં રૂપાંતરિત કરવાની યોજના છે. રેલવે પ્રશાસન આ માધ્યમથી રાઉન્ડ ટ્રીપ્સની સંખ્યામાં વધારો કરવાની યોજના બનાવી રહ્યું છે. ચર્ચગેટથી વિરાર, દહાણુ સુધી 12 કોચની ટ્રેન દોડી રહી છે, જો કે પશ્ચિમ રેલવેના અંધેરી, બોરીવલી, ભાયંદર, મીરા રોડ, વિરાર જેવા સ્ટેશનો પર મુસાફરોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. પરિણામે સવાર-સાંજના ધસારાના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

IPL 2022નું શિડ્યુલ થયું જાહેર, 26 માર્ચે આ બે ટીમો વચ્ચે થશે ટક્કર, જાણો ટાઇમ ટેબલ અને અન્ય માહિતી

આને ધ્યાનમાં રાખીને, થોડા મહિનાઓ પહેલા, અંધેરી-વિરાર સ્લો રૂટ પર 15 કોચવાળી ટ્રેનો માટે પ્લેટફોર્મની લંબાઈ વધારવામાં આવી હતી અને એપ્રિલ 2021 માં પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવ્યો હતો. પ્રોજેક્ટ પૂરો થતાંની સાથે જ 15 કોચ સ્લો રૂટ પર ખસેડવામાં આવ્યા હતા. તેને મુસાફરોનો સારો પ્રતિસાદ પણ મળ્યો અને તેમને ભીડમાંથી મુક્તિ મળી. હાલમાં, ફાસ્ટ અને સ્લો રૂટ પર દરરોજ 15 કોચની 79 રાઉન્ડ ટ્રીપ ચાલી રહી છે.

પશ્ચિમ રેલ્વેના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે તેને વધુ વધારવાની યોજના છે. રાઉન્ડની સંખ્યામાં વધારો કરીને 12 કોચને 15 કોચમાં પરિવર્તિત કરવામાં આવશે. આમાં 27 રાઉન્ડ ઉમેરવામાં આવશે. આ રાઉન્ડ સ્લો અને ફાસ્ટ રૂટ પર હશે. ટૂંક સમયમાં આ રાઉન્ડ પણ મુસાફરોની સેવામાં આવશે. આ ઉપરાંત 12 કોચના આઠ રાઉન્ડ પણ શરૂ કરવામાં આવશે.

March 7, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

વાહ!!! વિસ્ટાડોમ કોચ બન્યા પ્રવાસીઓના માનીતા, ત્રણ મહિનામાં જ સેન્ટ્રલ રેલવેને થઈ આટલા કરોડની આવક; જુઓ તસવીરો, જાણો વિગત.

by Dr. Mayur Parikh January 17, 2022
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,17 જાન્યુઆરી 2022

 સોમવાર.

સેન્ટ્રલ રેલવે માટે વિસ્ટાડોમ કોચ કમાઉ દીકરો બની ગયા છે. આ કોચને પ્રવાસીઓ તરફથી જબરદસ્ત  પ્રતિસાદ મળ્યો છે. ફકત ત્રણ મહિનામાં 20,407 મુસાફરો વિસ્ટાડોમ કોચમાં પ્રવાસ કરવાનું પસંદ કર્યું છે. તેને કારણે સેન્ટ્રલ રેલવેને  2.38 કરોડ રૂપિયાની કમાણી થઈ છે.

સેન્ટ્રલ રેલેવેના વિસ્ટાડોમ કોચને મુસાફરો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. મુંબઈ-ગોવા રૂટની સુંદર ખીણો, નદીઓ અને ધોધના નયનરમ્ય નજારા હોય કે મુંબઈ-પુણે રૂટ પર પશ્ચિમ ઘાટનું કુદરતી સૌંદર્ય હોય, સ્ટેઇન્ડ ગ્લાસ ટોપ્સ અને પહોળી વિન્ડો પેનવાળા આ કોચ પ્રવાસીઓના માનીતા બની ગયા છે. 

ઑક્ટોબરથી ડિસેમ્બર-2021 સુધીના ત્રણ મહિનામાં જ આ ડબ્બામાં 20,407 મુસાફરોએ પ્રવાસ કર્યો હતો, જેના થકી સેન્ટ્રલ રેલવેને  2.38 કરોડ રૂપિયાની આવક થઈ છે. 

ખાસ કરીને CSMT- મડગાવ અને CSMT જનશતાબ્દી એક્સપ્રેસ 100% મુસાફરો સાથે અગ્રણી છે. એટલે કે 7,754 મુસાફરોએ આ ટ્રેનના વિસ્ટાડોમ કોચમાં પ્રવાસ કરતા રેલવેને 1.40 કરોડ રૂપિયાની આવક થઈ છે. CSMT-પુણે-CSMT ડેક્કન એક્સપ્રેસે 90.43% એટલે કે 7,185 મુસાફરો સાથે રૂ. 50.96 લાખની આવક મેળવી આપી છે, ત્યારબાદ ડેક્કન ક્વીન 5,468 મુસાફરો સાથે રૂ. 46.30 લાખની કમાણી કરી છે. ડેક્કન ક્વીન અપ ડિરેક્શન એટલે કે પૂણેથી મુંબઈ 94.28 ટકા ઓક્યુપન્સી સાથે વધુ લોકપ્રિય છે.

આ તે કેવો છબરડો. મુંબઈ યુનિવર્સિટી સાથે સંલગ્ન 178 કોલેજાેમાં પ્રિન્સિપાલ નથી. જાણો વિગતે

2018માં મુંબઈ-મડગાંવ જનશતાબ્દી એક્સપ્રેસમાં સૌપ્રથમ વિસ્ટાડોમ કોચ ફીટ કરવામાં આવ્યો હતો. આ કોચની ખૂબ જ લોકપ્રિયતાને કારણે આ કોચ મુંબઈ-પુણે ડેક્કન એક્સપ્રેસમાં 26 જૂન 2021થી ફીટ કરવામાં આવ્યા હતા. મુસાફરોની ભારે માંગણીને ધ્યાનમાં રાખીને 15 ઓગસ્ટ 2021 થી મુંબઈ-પુણે રૂટ પરનો બીજો વિસ્ટાડોમ કોચ ડેક્કન ક્વીનમાં ઉમેરવામાં આવ્યો છે.

વિસ્ટાડોમ કોચમાં વિવિધ અસાધારણ સુવિધાઓ સિવાય કાચની છત હોય છે જેમ કે પહોળી વિન્ડો પેન, એલઇડી લાઇટ, રોટેટ ટેબલ સીટ અને પુશબેક ચેર, જીપીએસ આધારિત ઇન્ફોર્મેશન સિસ્ટમ, બહુવિધ ટેલિવિઝન સ્ક્રીન, ઇલેક્ટ્રિકલી ઓપરેટેડ ઓટોમેટિક સ્લાઇડિંગ કમ્પાર્ટમેન્ટ દરવાજા, પહોળા સાઇડ સ્લાઇડિંગ દરવાજા, સિરામિક ટાઇલ્સની ફ્લોરીંગ સાથેના શૌચાલય વગેરે સાથે અત્યંત લોકપ્રિય વીવિંગ ગેલેરી છે.

January 17, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
Railway News : Increase in facility, pantry car facility made available in this weekly express train..
દેશ

લાંબા અંતરની ટ્રેનોમાં જનરલ કોચનો પ્રવાસ થશે ‘કૂલ’, ભાડું પણ રહેશે ઓછું; જાણો રેલવેએ શું નિર્ણય લીધો છે

by Dr. Mayur Parikh November 16, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 16 નવેમ્બર, 2021

મંગળવાર

લાંબા અંતરની ટ્રેનના જનરલ કોચમાં પ્રવાસ કરનારાઓ માટે રાહતના સમાચાર છે. પ્રવાસીઓને ઓછા ટિકિટ ભાડામાં એસી કોચમાં સફરનો આનંદ મળી શકે છે. આ જનરલ કોચને એસી કંપાર્ટમેન્ટમાં બદલવાની તૈયારી રેલવે કરી રહ્યું છે.

પ્રાપ્ત માહિતી મુજબ આ એસી કોચમાં 100-120 પ્રવાસીઓ માટે બેસવાની વ્યવસ્થા હશે અને સામાન્ય લોકો પણ આ ડબ્બામાં પ્રવાસ કરી શકશે. આ કોચ પૂર્ણ રીતે આરક્ષિત હશે અને તેમાં બંધ થતા દરવાજા હશે. રેલ્વે મંત્રાલયમાં આ યોજના પર ચર્ચા શરૂ થઇ ગઇ છે. પ્રથમ એસી જનરલ ક્લાસના કોચનું નિર્માણ પંજાબના કપૂરથલામાં રેલ્વે કોચ ફેક્ટરીમાં કરવાની સંભાવના છે.

જોકે રાજધાની, શતાબ્દી અને વંદે ભારત જેવી મુખ્ય ટ્રેનોને છોડીને તમામ લાંબા અંતરની ટ્રેનોમાં કોરોના મહામારીથી પહેલા અનારક્ષિત સામાન્ય કોચ હતા. 

સામાન્ય જનતા મોંઘવારીમાં પિસાઈ, ઓક્ટોબરમાં જથ્થાબંધ ફુગાવો પાંચ મહિનાની ટોચે; જાણો નવેમ્બરમાં શું હાલ હશે

તાજેતરમાં રેલ્વેએ સ્લીપર ક્લાસ કોચમાં પ્રવાસ કરવાનો વિકલ્પ પસંદ કરનારાઓ માટે એસી-3 ટીયરથી ઓછું ભાડું ધરાવતા એસી ઇકોનોમી ક્લાસ કોચની રજૂઆત કરી છે. રેલ્વેએ એક ઓલ-એસી ઇકોનોમી ટ્રેનની પ્રથમ સેવા પણ શરૂ કરી છે. જો રેલ્વેની યોજના સફળ થાય છે તો આમ આદમીને ઓછા ભાડા માં જ એસીનો આનંદ મળી શકે છે.

November 16, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
ખેલ વિશ્વ

ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય મહિલા હોકી ટીમનું નેતૃત્વ કરનાર કોચનો પગાર અટકાવાયો; આ છે કારણ: જાણો વિગત

by Dr. Mayur Parikh November 5, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 6 નવેમ્બર, 2021

શનિવાર

ભારતની મહિલા હોકી ટીમે જોર્ડ મેરિજનેના નેતૃત્વમાં ટોક્યો ઓલિમ્પિકમાં ચોથું સ્થાન મેળવ્યું હતું. બાદમાં મેરિજને નેધરલેન્ડની ક્લબ ટિલબર્ગનો કોચ બન્યો. મંગળવારે કોઈપણ અધિકારી અથવા સંસ્થાને દોષ આપ્યા વિના મેરિજને એક મીડિયા સંસ્થાને જણાવ્યું હતું કે તેને હજુ સુધી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા(SAI) તરફથી અંતિમ પગાર અને ઉત્તર પ્રદેશ સરકાર તરફથી 25 લાખ રૂપિયાનું ઈનામ મળ્યું નથી.

અહેવાલના જવાબમાં, હોકી ઈન્ડિયાએ જણાવ્યું હતું કે મેરિજનેની તેના બાકી પગાર પરની ટિપ્પણીએ ભારતીય રમત પ્રશાસનનું કાળું ચિત્ર દોરવાનો પ્રયાસ કર્યો છે. હોકી ઇન્ડિયાએ દાવો કર્યો હતો કે કોચને માત્ર USD 1,800 જેટલી રકમ આપવાની બાકી છે અને મેરીજનેએ લેપટોપ પાછું ન આપવાને કારણે હોકી ઈન્ડિયા એનઓસી જારી કરવામાં અસમર્થ છે એટલે તેનો પગાર અટકાવ્યો છે.

બુધવારે હોકી ઈન્ડિયાના સેક્રેટરી જનરલ રાજીન્દર સિંહે એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે અમે કહી શકીએ છીએ કે મેરિજનેને આપવામાં આવેલું લેપટોપ તેણે પરત ન કરવું એ ડેટાની ચોરી કરવા સમાન છે. કારણકે તેમાં ભારતીય ખેલાડીઓના મહત્વપૂર્ણ ડેટા છે. લેપટોપ પાછું નહિ મળે તો મેરિજને સામે જરૂરી દંડાત્મક પગલાં લેવાની ભલામણ કરીએ છીએ.

 SAI સૂત્ર દ્વારા મળેલી માહિતી મુજબ 31મી જુલાઈ 2021 સુધી મેરિજેનના તમામ પગાર ક્લિયર કરયો હતો અને 1થી 6 ઓગસ્ટ સુધીના તેના કામકાજના દિવસોની માત્ર $1800ની રકમ ચૂકવવાની બાકી છે. જે અમે કરાર મુજબ સત્તાવાર લેપટોપ પ્રાપ્ત કર્યા પછી આપીશું. જોકે મેરિજનેએ કારણ આપ્યું હતું કે લેપટોપ ક્રેશ થયું હતું. તેને રીપેર કરવા મોકલ્યું હતું.

 

November 5, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
ખેલ વિશ્વ

ચોથી ટેસ્ટની વચ્ચે ટીમ ઈન્ડીયાને મોટો ઝટકો, કોચ રવિ શાસ્ત્રી કોરોના પોઝિટીવ; આટલા સભ્યો આઇસોલેશનમાં

by Dr. Mayur Parikh September 6, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 06 સપ્ટેમ્બર, 2021 

સોમવાર 

ઈંગ્લેન્ડમાં પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની વચ્ચે ટીમ ઈન્ડીયા પર કોરોનાની માર પડી છે.  

ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. કોરોના પોઝિટીવ થયા બાદ રવિ શાસ્ત્રી આઈસોલેટ થયા છે.

શાસ્ત્રી ઉપરાંત બોલિંગ કોચ ભરત અરુણ અને સપોર્ટ સ્ટાફના બે અન્ય સભ્યોને પણ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. 

આ લોકો ટીમ હોટલમાં જ રહેશે તથા મેડિકલ ટીમની પુષ્ટી વગર ટીમની સાથે મુસાફરી નહીં કરે.

ભારતીય ક્રિકેટ કેન્ટ્રોલ બોર્ડે ટ્વિટ કરી આની જાણકારી આપી છે.

હવે ગમે ત્યારે પકડાશે અનિલ દેશમુખ. કેન્દ્ર સરકારે આ આદેશ જાહેર કર્યો.

September 6, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક