News Continuous Bureau | Mumbai
Mumbai: મુંબઈમાં મહત્ત્વપુર્ણ કોસ્ટલ રોડ પ્રોજેક્ટ ( Coastal Road Project ) નો પ્રથમ તબક્કો જાન્યુઆરી મહિનામાં શરૂ થવા જઈ રહ્યો છે. મરીન ડ્રાઈવ ( Marine Drive ) થી વરલી ( Worli ) વચ્ચેનો આ પહેલો તબક્કો છે. મુખ્યમંત્રી એકનાથ શિંદે ( CM Eknath Shinde ) એ કહ્યું કે કોસ્ટલ રોડ ખોલવાથી મુંબઈના લોકોનો સમય બચશે. એમ શીંદેએ સીએસઆર એક્સેલન્સ એવોર્ડ સમારોહમાં ( CSR Excellence Award Ceremony ) જણાવ્યું હતું…
કોસ્ટલ હાઈવે પ્રોજેક્ટ ( Coastal Highway Project ) જાન્યુઆરીના અંત સુધીમાં ખોલવામાં આવશે..
મહારાષ્ટ્ર એક ગ્રોથ એન્જિન છે, આજે સૌથી વધુ ઈન્ફ્રા પ્રોજેક્ટ મહારાષ્ટ્રમાં છે. પહેલા બધા બંધ હતા, અમારી સરકાર આવ્યા પછી તમામ પ્રોજેક્ટ શરૂ થયા. કોસ્ટલ હાઈવે જાન્યુઆરીના અંત સુધીમાં ખોલવામાં આવશે. તે મરીન ડ્રાઈવથી વરલી સુધી શરૂ થશે. તે પછી આગળનો તબક્કો આવતા વર્ષે શરૂ થશે, એમ એકનાથ શિંદેએ જણાવ્યું હતું. CSR જર્નલ વતી CSR જર્નલ એક્સેલન્સ એવોર્ડ વિતરણ સમારોહ 2023 મુંબઈ સ્ટોક એક્સચેન્જ ખાતે યોજાયો હતો. આ એવોર્ડ વિતરણ સમારોહમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને મુખ્યમંત્રી એકનાથ શિંદે હાજર રહ્યા હતા. રાજ્યના વન, સાંસ્કૃતિક બાબતો અને મત્સ્યોદ્યોગ મંત્રી સુધીર મુનગંટીવારને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : Pune: પુણેવાસીઓ માટે મોટા સમાચાર! આજે પુણેથી લોનવલામાં રેલવે મેગાબ્લોક.. આ ટ્રેનો રહેશે રદ્દ.. જાણો વિગતે…
