Tag: commissioner

  • શું મુંબઈમાં ત્રીજી લહેર નિયંત્રણમાં આવી રહી છે? BMC કમિશનર ઈકબાલસિંહ ચહલે કહી દીધી આ મોટી વાત; જાણો વિગત

    શું મુંબઈમાં ત્રીજી લહેર નિયંત્રણમાં આવી રહી છે? BMC કમિશનર ઈકબાલસિંહ ચહલે કહી દીધી આ મોટી વાત; જાણો વિગત

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

    મુંબઈ,12 જાન્યુઆરી 2022 

     બુધવાર.

    મુંબઈમાં ગયા અઠવાડિયામાં કોરોનાના દર્દીનો રોજનો આંકડો 20,000 પર પહોંચી ગયો હતો. જોકે બે દિવસમાં પોઝિટિવી રેટનો દર 30 ટકા પરથી ઘટીને 20 ટકા થઈ ગયો છે. તેથી ડરવાનું કારણ નથી પણ સાવધાની રાખવાની આવશ્યકતા હોવાની અપીલ મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ઈકબાલસિંહ ચહલે મુંબઈએગરાને કરી છે.

    મુંબઈમાં 21 ડિસેમ્બરથી કોવિડની ત્રીજી લહેર ચાલુ થઈ છે. આ દરમિયાન કોરોનાના કેસમાં ધરખમ વધારો થતા મુંબઈગરાની ચિંતામાં વધારો થયો છે. છેલ્લા બે અઠવાડિયાથી દરરોજ કોરોનાના દર્દીની સંખ્યામાં 30 ટકા સુધીનો વધારો થયો છે. તેથી ફરી એક વખત સક્રિય દર્દીનો આંકડો એક લાખ પાસે પહોંચી ગયો છે.

    તેથી રવિવારથી રાજ્ય સરકારે અનેક પ્રતિબંધો મૂકી દીધા છે. જોકે છેલ્લા બે દિવસમાં નવા દર્દીના આંકડામાં ધટાડો જોવા મળ્યો છે. દરરોજની દર્દીની સંખ્યા 20,700 પરથી 11,647 પર પહોંચી ગઈ છે. તેથી હોસ્પિટલમાં 80 ટકા બેડ ખાલી છે. મંગળવારે એક દિવસમાં 861 દર્દી દાખલ થયા હતા. તેથી 966 બેડસ ખાલી હોવાનું કમિશનરે કહ્યું હતું.

    બેદરકારી દાખવવી ભારે પડશે, મુંબઈમાં હોમ ક્વોરન્ટાઈનના નિયમનું ઉલ્લંઘન કરનારાઓ સામે કરવામાં આવશે આ કાર્યવાહી. જાણો વિગત

    ત્રીજી લહેરમાં અસરગ્રસ્ત દર્દીની સંખ્યા મોટી છે, છતાં મૃતકોનો આંકડો ઘટી ગયો છે. દરરોજ સરેરાશ બે દર્દીના મોત થઈ રહ્યા હોવાનું કમિશનરે કહ્યું હતું. 

    છેલ્લા ત્રણ દિવસમાં દર્દીની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. મુંબઈગરાએ માસ્ક પહેરો અને કોવિડના નિયમોનું પાલન ગંભીરતાથી કરશે તો આંકડો હજી નીચે આવશે એવો દાવો પણ કમિશનરે કર્યો હતો.  

  • સારા સમાચાર: મુંબઈમાં સામાન્ય નાગરિકોને લોકલ ટ્રેનમાં પ્રવાસ પર પ્રતિબંધની શક્યતા નહીંવત, જાણો વિગત

    સારા સમાચાર: મુંબઈમાં સામાન્ય નાગરિકોને લોકલ ટ્રેનમાં પ્રવાસ પર પ્રતિબંધની શક્યતા નહીંવત, જાણો વિગત

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

    મુંબઈ,8 જાન્યુઆરી 2022  

     શનિવાર. 

    મુંબઈમાં કોરોના ભયજનક રીતે વધી રહેલા કેસને પગલે શું ફરી એક વખત લોકલ ટ્રેનમાં સામાન્ય નાગરિકના પ્રવાસ પર પ્રતિબંધ આવી જશે એવા સવાલ થઈ રહ્યા છે ત્યારે મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ઈકબાલસિંહ ચહલે વેક્સિનેટેડ લોકોના રેલવે પ્રવાસથી કોઈ જોખમ ન હોવાનું કહ્યું છે. તેથી મુંબઈગરાને હાલ પૂરતી રાહત થઈ છે.

    કમિશનર ઈકબાલસિંહ ચહલે કહ્યું હતું કે હાલ હોસ્પિટલમાં દાખલ થયેલા અને ઓક્સિજન પર રહેલા અમુક દર્દીઓેએ કોવિડની વેક્સિન એક પણ ડોઝ લીધો ન હોવાનું જણાયું છે. વૅક્સિનના બંને ડોઝ લેનારાને પણ કોરોનાનો ચેપ લાગે છે પરંતુ તે દર્દી પાંચ દિવસે સાજો થઈ રહ્યો છે.  

    ગત રાતથી મુંબઈમાં વરસાદ શરૂ. ઉત્તર મુંબઈમાં વહેલી સવારથી હળવા ઝાપટા પડયાં. જાણો શું છે મોસમનો વરતારો.

    મુંબઈમાં હાલ 108 ટકા લોકોનો પહેલો ડોઝ તો 90 ટકા લોકોનો વૅક્સિન નો બીજો ડોઝ થઈ ગયો છે. તેથી તેમના  લોકલ ટ્રેનના પ્રવાસ કરવામાં કોઈ જોખમ નથી. તેથી હાલ પૂરતું લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવા પર પ્રતિબંધ મૂકવાની કોઈ યોજના ન હોવાનું કમિશનર ઈકબાલસિંહ ચહલે કહ્યું હતું.

  • કોરોના, ઓમીક્રોનના આતંક વચ્ચે મુંબઈગરા માટે આગામી આટલા દિવસ બહુ મહત્વ, BMC કમિશનરે કહી દીધી આ મોટી વાત; જાણો વિગત

    કોરોના, ઓમીક્રોનના આતંક વચ્ચે મુંબઈગરા માટે આગામી આટલા દિવસ બહુ મહત્વ, BMC કમિશનરે કહી દીધી આ મોટી વાત; જાણો વિગત

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

    મુંબઈ,8 જાન્યુઆરી 2022  

     શનિવાર. 

    મુંબઈમાં દિવસેને દિવસે કોરોના અને ઓમીક્રોનના કેસમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. છેલ્લા બે દિવસથી સતત 20,000ની ઉપર કેસ નોંધાઈ રહ્યા છે અને આગામી દિવસમાં કોરોનાના દર્દીનો આ આંકડો વધુ ઉપર જવાનો ભય છે ત્યારે મુંબઈ મહાનગરપાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલે મુંબઈગરા માટે આગામી 10 દિવસ બહુ મહત્વના હોવાનો દાવો કર્યો છે.

    મુંબઈ મહાનગપાલિકાએ રોજના 40,000 સુધીના કોરોના દર્દીનો આંકડો જાય એવો અંદાજ રાખ્યો છે. ડિસેમ્બરમાં 22 તારીખની આસપાસ 200થી 300ની આસપાસ કોરોનાના દર્દી નોંધાઈ રહ્યા છે. તે છેલ્લા થોડા દિવસ સતત વધી રહ્યા છે. બે દિવસથી આંકડો 20,000ની ઉપર ગયો છે. તેથી મુંબઈગરાનું ટેન્શન વધી ગયું છે. ત્યારે કમિશનર ઈકબાલ સિંહએ મુંબઈ માટે આગામી 10 દિવસ બહુ મહત્વના હોવાનું કહ્યું છે. આગામી 10 દિવસ મુંબઈગરાએ સંભાળીને કોરોનાને લગતા તમામ નિયમનું પાલન કરવાનું કહ્યું છે.

    2021ની સાલમાં આ કારણથી રેલવે એક્સિડન્ટમા થયા સૌથી વધુ મૃત્યુ; જાણો વિગત

    કમિશનરના કહેવા મુજબ ઓમીક્રોનના દર્દી જ્યાં સૌથી પહેલા મળી આવ્યા હતા, તે દક્ષિણ આફ્રિકામાં પાંચમા અઠવાડિયા બાદ કોરોનાની લહેર ઓસરવા માંડી હતી. મુંબઈમાં હાલની પરિસ્થિતિમાં જોખમી ડેલ્ટા વેરિયન્ટ 15 ટકા તો ઓમીક્રોન 80થી 85 ટકા ફેલાઈ ગયો છે. આગામી એક અઠવાડિયામાં ઓમાઈક્રોન સ્પ્રેડ થવાનું પ્રમાણ 100 ટકા થશે એવો અંદાજ છે. તેથી મુંબઈમાં હવે ત્રીજુ અઠવાડિયું મહત્વનું છે. એટલે સંભવત વધુ દસ દિવસ નીકળી ગયા બાદ લહેર ઓસરી જશે એવું અભ્યાસ પરથી જણાયું હોવાનો અંદાજો કમિશનરે વ્યક્ત કર્યો છે. 

  • મુંબઈમાં કોરોના વિસ્ફોટ પણ BMC કમિશનર કહે છે ગભરાવો નહીં. પણ શા માટે? જાણો કારણ અહીં

    મુંબઈમાં કોરોના વિસ્ફોટ પણ BMC કમિશનર કહે છે ગભરાવો નહીં. પણ શા માટે? જાણો કારણ અહીં

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

    મુંબઈ,3 જાન્યુઆરી 2022  

     સોમવાર. 

    મુંબઈમાં દિવસેને દિવસે પરિસ્થિતિ વધુ ગંભીર બની રહી છે. રવિવારે મુંબઈમાં 8063 જેટલા કેસ નોંધાયા હતા. દરરોજ સરેરાશ દોઢ હજાર નવા કેસ નોંધાઈ રહ્યા છે. ત્યારે મુંબઈ મહાનગરપાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલે મુંબઈગરાને મુંબઈની હોસ્પિટલમાં હજી પણ 90 ટકા પલંગ ખાલી છે. ડરો નહીં પણ કોરોનાને લગતા તમામ નિયમોનું સખ્તાઈપૂર્વક પાલન કરો એવી અપીલ કરી છે.

    મુંબઈમાં ડિસેમ્બર 25 સુધી કોરોનાના 250થી નીચે રોજના કેસ નોંધાયા હતા. પરંતુ છેલ્લા અઠવાડિયાથી કેસ સતત વધી રહ્યા છે. મુંબઈમાં એક્ટિવ કેસની સંખ્યા પણ 29,819 પર પહોંચી ગઈ છે. કેસ ડબલ થવાનો સમયગાળો પણ ઘટીને 183 દિવસનો થઈ ગયો છે. ટાસ્ક ફોર્સે આગામી દિવસમાં રોજના નોંધાતા કેસનો આંકડો 10,000ની ઉપર જવાની શક્યતા વ્યક્ત કરી છે. ફરી લોકડાઉન અમલમાં આવે એવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. કેસની સંખ્યા જે રીતે રોજ વધી રહી છે, તેને જોતા હોસ્પિટલ અને જંબો સેન્ટર પર ફૂલ થઈ જાય એવી શક્યતા જણાઈ રહી છે. 

    મુંબઈગરા પેનિક થઈ ગયા છે ત્યારે મનપા કમિશનર ઈકબાલસિંહ ચહલે મુંબઈગરાને રવિવારે અપીલ કરતા કહ્યું હતું કે ડરો નહીં પણ કોવિડને લગતા નિયમોનું સખ્તાઈપૂર્વક પાલન કરો. તેમણે કહ્યું હતું કે મુંબઈમાં નોંધાયેલા કેસમાંથી 89 ટકા કેસ અસિમ્પટોમેટિક (લક્ષણો વગરના)  છે. રવિવારે નોંધાયેલા 8063 કેસમાંથી ફકત 503 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવાની ગરજ પડી હતી. તેમાંથી ફક્ત 56 દર્દીને ઓક્સિજનવાળા બેડની આવશ્યકતા નિર્માણ થઈ હતી. 

    BMCનું ટેન્શન વધ્યું, એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ધારાવીમાં કોરોનાનો વિસ્ફોટ, એક જ દિવસમાં સામે આવ્યા આટલા કેસ; જાણો વિગત

    કમિશનરે કહ્યું હતું કે કેસ વધી રહ્યા છે. ત્યારે નાગરિકોએ કોરોનાને લગતા તમામ નિયમોનું પાલન કરવું આવશ્યક છે. માસ્ક પહેરવો, સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવાનું રહેશે. હોમ ક્વોરન્ટાઈન રહેલા દર્દીઓએ સખતાઈ પૂર્વક તેના નિયમોનું પાલન કરવાનું રહેશે. તેથી લોકોમાં તેનો ચેપ ફેલાય નહીં.

  • થર્ટી ફર્સ્ટની પાર્ટી કરવી છે? 200થી વધુ મહેમાનોને બોલાવા છો ?તો પછી તમારે આ બાબતનું ધ્યાન રાખવું પડશેઃ BMC કમિશનરનું આવ્યું નવું ફરમાન જાણો વિગત

    થર્ટી ફર્સ્ટની પાર્ટી કરવી છે? 200થી વધુ મહેમાનોને બોલાવા છો ?તો પછી તમારે આ બાબતનું ધ્યાન રાખવું પડશેઃ BMC કમિશનરનું આવ્યું નવું ફરમાન જાણો વિગત

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

    મુંબઈ. 21 ડિસેમ્બર 2021  

     મંગળવાર.

    મુંબઈમાં કોરોના નિયંત્રણમાં આવ્યો છે, પરંતુ કોરોના નવા વેરિયન્ટ ઓમાઈક્રોનને કારણે દિવસેને દિવસે જોખમ વધી રહ્યું છે. મુંબઈ સહિત દેશભરમાં તેના કેસમાં વધારો થઈ રહ્યો છે. તેથી તકેદારીના પગલારૂપે BMC કમિશનર ઈકબાલસિંહ ચહલે લગ્ન સમારંભથી લઈને થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની પાર્ટી સહિતના કાર્યક્રમને લઈને નવો નિયમ જાહેર કર્યો છે. તે મુજબ 200થી વધુ મહેમાનોને કાર્યક્રમમાં બોલાવવા હોય તો તે માટે પાલિકાના વોર્ડ ઓફિસરની આગોતર મંજૂરી લેવી પડશે.

     ઓડિટોરિયમમાં અથવા ખુલ્લી જગ્યામાં 200 થી વધુ વ્યક્તિઓ હાજર રહેવાના હોય તો મુંબઈ મહાનગરપાલિકાની ખાસ પરવાનગી લેવાની રહેશે. થર્ટી ફર્સ્ટની પાર્શ્વભૂમિકા પર મ્યુનિસિપલ કમિશનર ડૉ.ઇકબાલસિંહ ચહલે આજે આ નવો આદેશ બહાર પાડયો  હતો.

    રાજ્ય સરકારના નવેમ્બરના નિર્ણય મુજબ જો 1000 થી વધુ વ્યક્તિઓ કાર્યક્રમમાં હાજર રહેવાના હોય તો સ્થાનિક ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની પરવાનગી લેવી આવશ્યક હતી. જોકે હવે નવા આદેશ મુજબ કાર્યક્રમમાં 200થી વધુ લોકો હાજર રહેવાનો હોય તો સ્થાનિક વોર્ડ ઓફિસમાંથી મંજૂરી લેવાની રહેશે.

     વાત આટલાથી પૂરી થતી નથી. પાલિકા પાસેથી મંજૂરી મળ્યા બાદ પણ પાલિકાની ટીમ જાતે જઈને તપાસ કરશે એવું પણ આ નવા આદેશમાં કમિશનરે કહ્યું છે. 

    શાબ્બાશ! આખા વર્ષ દરમિયાન મુંબઈમાં ઓર્ગન ડોનેશનના આટલા કેસ થયાઃ અનેક લોકોને મળ્યું નવજીવન જાણો વિગત

    બંધ રહેલી જગ્યામાં જગ્યાની ક્ષમતાના 50 ટકા અને ખુલ્લી જગ્યાઓમાં ક્ષમતાના 25% લોકોને હજાર રહેવાની મંજૂરી રહેશે.

  • ન્યૂ યરની પાર્ટી હોટલમાં ભુલી જાવ હવે ઘરે કરશો તો પણ આ નિયમોનું પાલન કરવું પડશે. નહીં તો પોલીસ પહોંચશે ઘરે, મહાનગરપાલીકાએ આ નિયમાવલી જાહેર કરી.

    ન્યૂ યરની પાર્ટી હોટલમાં ભુલી જાવ હવે ઘરે કરશો તો પણ આ નિયમોનું પાલન કરવું પડશે. નહીં તો પોલીસ પહોંચશે ઘરે, મહાનગરપાલીકાએ આ નિયમાવલી જાહેર કરી.

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

    મુંબઈ. 18 ડિસેમ્બર 2021    

    શનિવાર. 

    મુંબઈમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમાઈક્રોનને ધ્યાનમાં રાખીને તેમ જ પાર્ટીનું વધી રહેલું ચલણને ધ્યાનમાં રાખીને પાલિકા એલર્ટ થઈ ગઈ છે. મુંબઈ મહાનગરપાલિકાની નજર હવે હોટલ રેસ્ટોરાંમાં થનારી પાર્ટીઓ પર જ નહીં પણ ઘરમાં થનારી પાર્ટીઓ પર પણ રહેવાની છે. પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલે ઘરમાં થનારી પાર્ટીઓને લઈને પણ નિયમો જાહેર કરી દીધા છે.

    બોલીવુડમાં ચાલી રહેલી પાર્ટીઓને પગલે ફિલ્મ અભિનેત્રીઓ અને તેમના નજીકના લોકો કોરોના પોઝિટિવ આવ્યા બાદ મુંબઈ મહાનગરપાલિકા પાર્ટીઓમાં ઉમટનારી ભીડને લઈને એલર્ટ થઈ ગઈ છે. તેમાં પણ હવે થર્ટી ફર્સ્ટ નજીક આવી ગઈ છે અને પાર્ટીઓ અને સેલિબ્રેશન નું પ્રમાણ વધી જવાનું છે, તેને કારણે કોરોના ફેલાવાનું જોખમ વધી ગયું છે. તેથી ઈકબાલસિંહ ચહલે ઘરમાં પાર્ટીનું આયોજન કરનારાઓને પણ પાર્ટીમાં  50 ટકાથી વધુની હાજરી પર પ્રતિબંધ મૂકી દીધો છે.
    ઘરની સાઈઝ અને તેમાં માણસો સમાવવાની ક્ષમતાના 50 ટકા લોકોને જ પાર્ટીમાં બોલાવી શકાશે. તેમાં પણ કોવિડને લગતા તમામ પ્રોટોકોલનું પાલન કરવાનું રહેશે. 

    શાબ્બાશ! મુંબઈના ‘ગ્રીન મેન’ કહેવાતા આ પર્યાવરણના રક્ષકને એનાયત થયો પ્રતિષ્ઠિત મધર ટેરેસા મેમોરિયલ એવોર્ડ. જાણો વિગત

    કમિશનરે મુંબઈના રહેવાસીઓની સાથે જ હોટલ ઈન્ડસ્ટ્રીને સેલ્ફ ડિસિપ્લિન રાખવાની અપીલ પણ કરી હતી. ઈન્ડોર એટલે કે બંધ હોલમાં 50 ટકા અને ખુલ્લામાં 25 ટકા લોકોની હાજરીને મંજૂરી રહેશે. તેનાથી વધુ લોકો   હાજર રહે તેનું ધ્યાન રાખવાની  પાર્ટીના આયોજકની રહેશે, નિયમનું ઉલ્લંઘન થયુ તો તેની સામે આકરી કાર્યવાહીની ચેતવણી પણ તેમણે આપી છે.

  • નાશિક પોલીસ કમિશનરનું બયાન : નારાયણ રાણેની ધરપકડ માટે રાષ્ટ્રપતિ કે વડા પ્રધાનની મંજૂરીની જરૂર નથી, આ છે જોગવાઈ; જાણો વિગત

    નાશિક પોલીસ કમિશનરનું બયાન : નારાયણ રાણેની ધરપકડ માટે રાષ્ટ્રપતિ કે વડા પ્રધાનની મંજૂરીની જરૂર નથી, આ છે જોગવાઈ; જાણો વિગત

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
    મુંબઈ, 24 ઑગસ્ટ, 2021
    મંગળવાર
    મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે સામે વિવાદાસ્પદ નિવેદન કરવા બદલ નારાયણ રાણે સામે નાશિકમાં ગુનો નોંધાયો છે. હવે તેમની ધરપકડ કરવાની તૈયારી ચાલી રહી છે. એથી ભડકી ગયેલા નારાયણ રાણેએ એવો સવાલ કર્યો છે કે ધરપકડ કરવા હું શું સામાન્ય માણસ છું?  ધરપકડનો આદેશ કાઢનારા શું રાષ્ટ્રપતિ છે? 

    નારાયણ રાણે દેશના માનદ પ્રધાન છે એથી તેમની ધરપકડ કાયદેસર પેચ થઈ શકે છે. એથી પ્રશ્ન એવો નિર્માણ થયો છે કે લોકલ પોલીસ તેમની ધરપકડ કરી શકે  કે નહીં? આ સામે નાશિક પોલીસ કમિશનર દીપક પાંડેએ કહ્યું છે કે નારાયણ રાણે રાજ્યભાના સાંસદ છે,એથી તેમની ધરપકડ બાદ રાજ્યસભાના  અઘ્યક્ષ રહેલા ઉપરાષ્ટ્રપતિને એ બાબતે માહિતી આપવામાં આવશે. એ સાથે જ ઇન્ટેલિજન્સ બ્યુરો, SIT, જિલ્લાદંડાધિકારી, ન્યાય દંડાધિકારી તમામ લોકોને નિયમ મુજબ માહિતી આપવામાં આવશે.

    આશ્ચર્ય! પ્રથમ વખત દરિયામાં ગુલાંટી મારતી જોવા મળી દુર્લભ ગુલાબી ડોલ્ફિન, જુઓ વીડિયો

    બંધારણ મુજબ રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ આ બંને સામે ક્રિમિનલ કેસમાં ધરપકડની કાર્યવાહી કરી શકાતી નથી. બાકીના લોકો માટે બંધારણમાં આ જોગવાઈ નથી. કાયદાકીય નિયમ મુજબ તેમની સામે પગલાં લેવામાં આવશે. તેમની ધરપકડની આવશ્યકતા કેમ નિર્માણ થઈ એની સંપૂર્ણ માહિતી આદેશમાં જણાવવામાં આવી છે.