Tag: commuter

  • Mumbai Dadar station : લોકલ રેલ યાત્રી ધ્યાન દે.. મધ્ય રેલવે ના આ સ્ટેશનના પ્લેટફોર્મ નંબરમાં કારાયો ફેરફાર; વાંચી લો આ સમાચાર..

    Mumbai Dadar station : લોકલ રેલ યાત્રી ધ્યાન દે.. મધ્ય રેલવે ના આ સ્ટેશનના પ્લેટફોર્મ નંબરમાં કારાયો ફેરફાર; વાંચી લો આ સમાચાર..

       News Continuous Bureau | Mumbai

    Mumbai Dadar station : મધ્ય રેલવેના મુંબઈ વિભાગે ઉપનગરીય ટ્રેન સેવાઓ અને મેલ-એક્સપ્રેસ સેવાઓને સુવ્યવસ્થિત કરવા અને મુસાફરોની સુવિધા વધારવા દાદર સ્ટેશન પર પ્લેટફોર્મ નંબરિંગમાં ફેરફારની જાહેરાત કરી છે. પ્લેટફોર્મ નંબર 10 પ્લેટફોર્મ નંબર ‘9A’ દ્વારા બદલવામાં આવશે અને પ્લેટફોર્મ નંબર ’10A’ પ્લેટફોર્મ નંબર 10 તરીકે ઓળખાશે. આ ફેરફાર બુધવારથી જ લાગુ કરવામાં આવ્યો છે.

    Mumbai Dadar station : અગાઉનો પ્લેટફોર્મ નંબર – નવો પ્લેટફોર્મ નંબર

    10 – 10 A

    9 A – 10

    Mumbai Dadar station : મધ્ય રેલવેના દાદર સ્ટેશનના પ્લેટફોર્મ નંબરમાં ફેરફાર  

    પ્લેટફોર્મના વિશિષ્ટ લેઆઉટ અને લંબાઈને કારણે આ ફેરફારો કરવામાં આવ્યા છે. જ્યારે જૂનું પ્લેટફોર્મ 10 (હવે 9A) નાનું છે, ત્યારે અડીને આવેલ પ્લેટફોર્મ 10A (હવે 10) 22 કોચવાળી ટ્રેનો માટે લાંબુ છે. તેથી, સિંક્રનાઇઝ્ડ જાહેરાત સિસ્ટમ અને વધુ સારી સમજણ માટે નંબરો બદલવામાં આવ્યા છે. મધ્ય રેલવેએ દાદર સ્ટેશનના પ્લેટફોર્મ નંબરોનું નામ બદલવાનો નિર્ણય કર્યો છે. આ નો ઉદ્દેશ્ય મુસાફરો માટે પ્લેટફોર્મ ઓળખને સરળ બનાવવાનો અને સીમલેસ મુસાફરીનો અનુભવ સુનિશ્ચિત કરવાનો છે. તેથી, પ્લેટફોર્મ 10 (જે અગાઉ મેલ/એક્સપ્રેસ અને ઉપનગરીય ટ્રેન બંને સેવા આપતું હતું)નું નામ બદલીને પ્લેટફોર્મ 9A રાખવામાં આવશે અને તે ફક્ત ઉપનગરીય ટ્રેનોને સેવા આપશે, એમ CR અધિકારીએ જણાવ્યું હતું. પ્લેટફોર્મ 10A (જે અગાઉ મેલ/એક્સપ્રેસ અને ઉપનગરીય ટ્રેન બંને સેવા આપતું હતું)નું નામ બદલીને પ્લેટફોર્મ 10 રાખવામાં આવશે. આ પ્લેટફોર્મ હવે ફક્ત મેલ/એક્સપ્રેસ ટ્રેનોને સેવા આપશે, 22 કોચ ટ્રેનો માટે પૂરતી જગ્યા સુનિશ્ચિત કરશે.

    આ સમાચાર પણ વાંચો : Mumbai local train : પીક અવર્સ દરમિયાન આ સ્ટેશન પર મધ્ય રેલવે ખોરવાઈ, લોકલ ટ્રેનો 15થી 20 મિનિટ દોડી રહી છે મોડી..

    Mumbai Dadar station :દાદર સૌથી વ્યસ્ત ઉપનગરીય રેલ્વે સ્ટેશન

    મહત્વનું છે કે દાદર રેલ્વે સ્ટેશન એ સૌથી વ્યસ્ત ઉપનગરીય રેલ્વે સ્ટેશન છે. દાદર સ્ટેશનથી દરરોજ લાખો નાગરિકો મુસાફરી કરે છે. મધ્ય અને પશ્ચિમ રેલ્વે એમ બંને વિભાગોમાંથી નાગરિકો આ સ્ટેશન પર ઉતરે છે. ઉપરાંત, સ્ટેશન પરથી દરરોજ 800 થી વધુ લોકલ અને મેલ એક્સપ્રેસ દોડે છે. વેસ્ટર્ન અને સેન્ટ્રલ બંને લાઇન પરની ટ્રેનો દાદર સ્ટેશન પર ઉભી રહે છે. ઉપરાંત, દાદર વિસ્તારમાં ઘણી ઓફિસો હોવાથી દાદર સ્ટેશન પર રેલવેની મોટાભાગની ભીડ થાય છે. 

  • લોકો છે કે સુધરવાનુ નામ નથી લેતા! ચાલતી ટ્રેન પકડતા ફસડાયેલો યુવક માંડ બચ્યો. જુઓ વિડિયો…

    લોકો છે કે સુધરવાનુ નામ નથી લેતા! ચાલતી ટ્રેન પકડતા ફસડાયેલો યુવક માંડ બચ્યો. જુઓ વિડિયો…

     

     News Continuous Bureau | Mumbai

    ઉનાળાનું વેકેશન(Summer vacation) હોઈ ગામમાં જવાનું પ્રમાણ વધી ગયું છે. એ સાથે જ ચાલતી ટ્રેન(Moving train) પકડવાનું પ્રમાણ પણ વધી ગયું છે. છેલ્લા એક અઠવાડિયામાં જ ચાલતી ટ્રેન પકડતા પ્લેટફોર્મની(Railway platform) નીચે પડી જવાનું પ્રમાણ વધી ગયું છે. સદનસીબે કોઈ પ્રવાસીએ(Commuter) જાન ગુમાવ્યો નથી.

    સેન્ટ્રલ રેલવેના(Central Railway) જણાવ્યા મુજબ 20 મે, શુક્રવારના 15645 ગુવાહાટી એક્સપ્રેસ(Guwahati Express) પ્લેટફોર્મ આવી રહી હતી. ત્યારે ચાલતી ટ્રેનમાં એક યુવકે ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કર્યો હતો. તેમાં તે નિષ્ફળ જતા તે નીચે ફસડાઈ પડ્યો હતો અને તે પ્લેટફોર્મ અને ટ્રેનના નીચે પડી રહ્યો હતો ત્યારે ફરજ પર હાજર રહેલી મહિલા આરપીએફ કોન્સ્ટેબલ(Woman RPF Constable) અને પ્લેટફોર્મ પર ઊભા રહેલા અન્ય પ્રવાસીએ તે યુવકને ખેંચીને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો. 

    આ સમાચાર પણ વાંચો :   ઉતાવળ ભારે પડી, સુરત રેલવે સ્ટેશન પર મહિલા નાસ્તો લઈ ચાલુ ટ્રેનમાં ચડતા ટ્રેન – પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ; પછી જે થયું એ વીડિયો જોઈને ચોંકી જશો… 
     

  • ઉતાવળ ભારે પડી, સુરત રેલવે સ્ટેશન પર મહિલા નાસ્તો લઈ ચાલુ ટ્રેનમાં ચડતા ટ્રેન – પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ; પછી જે થયું એ વીડિયો જોઈને ચોંકી જશો… 

    ઉતાવળ ભારે પડી, સુરત રેલવે સ્ટેશન પર મહિલા નાસ્તો લઈ ચાલુ ટ્રેનમાં ચડતા ટ્રેન – પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ; પછી જે થયું એ વીડિયો જોઈને ચોંકી જશો… 

    News Continuous Bureau | Mumbai

    સુરત રેલવે સ્ટેશન(Surat Railway Station) પર એક ચમત્કારિક બચાવનો કિસ્સો સીસીટીવીમાં કેદ થયો છે. સુરત રેલવે સ્ટેશન પર નાસ્તો લઈ ચાલુ ટ્રેનમાં(Moving train) ચડવા જતા મહિલાનો પગ લપસી ગયો હતો અને પ્લેટફોર્મ (Railway Platform) અને ટ્રેન વચ્ચેના ભાગે પટકાઈ હતી. બુમાબુમ કરતા ત્રણ ડબ્બા પસાર થઈ બાદ ટ્રેન રોકાઈ હતી અને મહિલાનો જીવ બચ્યો હતો.

    સુરત રેલવે સ્ટેશન પર ગત રોજ પ્લેટફોર્મ નંબર ૩ પર રાજસ્થાનથી(Rajasthan) સુરત સ્ટેશન પર આવેલી ટ્રેન આગળની સફર કરતા એક ગંભીર ઘટના બની હતી. ૪૦ વર્ષની મહિલા પ્રવાસી(Commuter) બાળકો માટે પ્લેટફોર્મ પર નાસ્તો(Snacks) લેવા ગઈ હતી. ટ્રેન ચાલુ થઈ જતા તે ટ્રેનમાં ચડવા માટે દોડી ત્યારે પગ લપસી ગયો હતો. જેથી મહિલા પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચેથી અંદર ધકેલાઈ ગઈ હતી. મહિલા પટકાઈ હોવાની જાણ થતાં લોકોએ બુમાબુમ કરી દીધી હતી. દરમિયાન મહિલાને નીચે દિવાલ તરફ સ્થિર અને શાંત રહેવા માટે લોકોએ સમજાવી હતી. અંદાજે ત્રણ જેટલા ડબ્બા પસાર થયા બાદ ટ્રેન રોકાતા સ્ટેશન પરના કુલીઓએ મહિલાને બહાર કાઢી હતી. 

     

    આ સમાચાર પણ વાંચો :  આખરે, પટિયાલા કોર્ટની સામે ઝૂક્યા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ નવજોત સિદ્ધુ, ખાશે જેલની હવા… 

    સદભાગ્યે મહિલાનો જીવ બચી ગયો હતો. જાેકે, મહિલાને માથામાં ઈજા(Head injury) થતા સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ(Schmeier Hospital) લઈ જવામાં આવી હતી.
     

  • સીસીટીવી ફુટેજની મદદથી વિરાર રેલવે સ્ટેશન પર પ્રવાસીને લૂંટનારા બે આરોપીઓ ઝડપાયા, બે હજી લાપત્તા.. જાણો વિગતે

    સીસીટીવી ફુટેજની મદદથી વિરાર રેલવે સ્ટેશન પર પ્રવાસીને લૂંટનારા બે આરોપીઓ ઝડપાયા, બે હજી લાપત્તા.. જાણો વિગતે

    News Continuous Bureau | Mumbai

    વિરાર રેલવે સ્ટેશન(Virar Railway station) પર એસ્કેલેટર(escalator) પર પ્રવાસીની(Commuter) સાથે મારપીટ કરીને તેને લૂંટી લેનારા(Robbers) બે આરોપીઓને વિરાર ગર્વમેન્ટ રેલવે પોલીસે (GRP) પોલીસે પકડી પાડ્યા હતા. જોકે બે આરોપી હજુ પોલીસને હાથ ચઢ્યા નથી. 

    રવિવારે વહેલી સવારે પ્રવાસીની એસ્કેલેટર પર મારપીટ કરીને તેને લૂંટી લેવાનો વિડિયો વાયરલ(Video viral) થયા બાદ રેલવે પોલીસ(Railway Police) હરકતમાં આવી ગઈ હતી. વિરાર GRPએ તાત્કાલિક આ ટોળકીને શોધવા કામગીરી હાથ ધરી હતી. જેમાં છટકું ગોઠવીને બુધવારે વેસ્ટર્ન રેલવેના(Western Railway) ચર્ની રોડ સ્ટેશન(Charni Road Station) પરથી  20 વર્ષના કરણ કર્વા અને 19 વર્ષના શાહરૂખ ખાનની ધરપકડ કરી હતી. ચાર લોકો ચાલતા એસ્કેલેટર પર પ્રવાસીની મારપીટ કરતા હોવાનું સીસીટીવીમાં(CCTV) રેકોર્ડ થઈ ગયું હતું.

    પોલીસના જણાવ્યા મુજબ વિરાર રહેતો સચિન પવારે 15 મેના અંધેરી સ્ટેશન(Andheri station) પરથી રાતના 1.34 વાગ્યાની ચર્ચગેટ-વિરાર ટ્રેન (Local train)પકડી હતી. તેણે ચર્ચગેટ(Churchgate) તરફનો લગેજ ડબ્બો પકડ્યો હતો. રાતના 2.30 વાગે તે વિરાર સ્ટેશન પર ઉતર્યો હતો. તેની સાથે જ લગેજ કમ્પાર્ટમેન્ટમાં(Luggage compartment) રહેલા ચાર લોકો પણ ટ્રેન વિરારમાં પ્લેટફોર્મ નંબર 3 પર આવી ત્યારે ઉતર્યા હતા. આ ચારેય લોકોમાંથી એકે સચિન સાથે વાત કરવાનું ચાલુ કર્યુ હતું અને તેઓ સાથે એસ્કેલેટર પર ચઢ્યા હતા. અચાનક તેણે સચિનને એસ્કેલેટર પર ધક્કો મારીને પાડી નાખ્યો હતો અને તેને મારવાનું ચાલુ કરી દીધું હતું. 

    આ સમાચાર પણ વાંચો :  શાબ્બાશ!! RPF જવાનોની સતર્કતાએ મોબાઈલ ચોરટો પકડાયો… જાણો વિગતે

    સીસીટીવીના રેકોર્ડિંગ મુજબ આ યુવકે સચિનને મારવાનું ચાલુ કર્યું હતું. જ્યારે તેના અન્ય ત્રણ સાથીદાર એસ્કેલેટરથી ઉપર ચઢીને ઉપર તેની રાહ જોઈ રહ્યા હતા. જેવું એસ્કેલેટર ઉપર પહોંચ્યું આ ત્રણેય મળીને સચિનના ગળામાં રહેલી સોનાની ચેનની સાથે ખિસ્સામાં રહેલો મોબાઈલ છીનવીને ભાગી છૂટ્યા હતા.

    સચિને વિરાર GRPમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સીસીટીવી ફુટેજને(CCTV footage) આધારે તપાસ ચાલુ કરી હતી. તેમાં એક સીસીટીવી ફુટેજમાં એક આરોપી મરીન લાઈન્સ સ્ટેશન પરથી ચઢયો હોવાનું જણાયું હતું.

    પકડી પાડવામાં આવેલો શાહરૂખ નામનો આરોપી વિરારનો તો બીજો આરોપી જુહુની એક ઝૂંપડપટ્ટીમાં રહેતો હોવાનું જણાયું હતું. બંને સામે રેલવે પરિસરમાં(railway premises) કોઈ ગુનો નોંધાયો નથી. પરંતુ શાહરૂખ સામે ગિરગાંવમાં વી.પી.રોડ પોલીસ સ્ટેશનમાં ચોરીનો ગુનો નોંધાયો છે. પોલીસ તેમના બીજા બે સાથીદારોને હજી શોધી રહી છે.

     

  • કાબીલે તારીફ!! દાદર સ્ટેશન પર ચાલતી ટ્રેન પકડતા પડી ગયેલા પ્રવાસીનો જીવ બચાવ્યો RPF કોન્સ્ટેબલે, જુઓ વિડિયો..

    કાબીલે તારીફ!! દાદર સ્ટેશન પર ચાલતી ટ્રેન પકડતા પડી ગયેલા પ્રવાસીનો જીવ બચાવ્યો RPF કોન્સ્ટેબલે, જુઓ વિડિયો..

    News Continuous Bureau | Mumbai

    દાદર રેલવે સ્ટેશન(Dadar Railway Station) પર દેવગિરી એક્સપ્રેસ(Devgiri Express) પકડવાના ચક્કરમાં એક પ્રવાસી(Commuter) પ્લેટફોર્મ પર ફસડાઈ પડ્યો હતો. તે પાટા(Railway track) નીચે જવાનો જ હતો કે RPFના જવાન ચંદન ઠાકુરે(chandan thakur) દોડી જઈને તેને અન્ય પ્રવાસીની મદદથી ખેંચીને બચાવી લીધો હતો. રેલવે દ્વારા તેને લગતો વિડિયો બહાર પાડ્યા બાદ કોન્સ્ટેબલની(constable) બહાદુરી અને તેની હિંમતના વખાણ થઈ રહ્યા છે.

    રેલવેના ચીફ રિલેશન ઓફિસરના(Chief Relations Officer) જણાવ્યા મુજબ આ બનાવ 18 મેના બન્યો હતો. જ્યારે દાદરમાં પ્લેટફોર્મ પર આવેલી દેવગિરી એક્સપ્રેસ ચાલુ થઈ હતી અને તેણે સ્પીડ પકડી લીધી હતી, છતાં એક પ્રવાસીએ દોડીને તે ટ્રેન(Train) પકડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ટ્રેન સ્પીડમાં(Train speed) હોવાથી તે ચઢી શક્યો નહોતો અને પડી ગયો હતો. તે પ્લેટફોર્મ અને ટ્રેનની નીચે પડી રહ્યો હતો ત્યારે દૂરથી RPFના જવાન ચંદન ઠાકુર દોડી આવ્યો હતો અને તેણે અને પ્લેટફોર્મ પર હાજર રહેલા અન્ય પ્રવાસીએ નીચે પડી રહેલા મુસાફરને ખેંચીને બચાવી લીધો હતો.

    આ સમાચાર પણ વાંચો :  મુંબઈગરાના માથાથી પાણીકાપનું સંકટ ટળ્યુ, જળાશયોમાં મબલખ પાણી.. જાણો વિગતે
     

  • ટ્રેનમાં ભીડ ને કારણે પડીને જખમી થયા તો રેલવેએ આપવું  પડશે વળતરઃ હાઈકોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો.  જાણો વિગતે.

    ટ્રેનમાં ભીડ ને કારણે પડીને જખમી થયા તો રેલવેએ આપવું  પડશે વળતરઃ હાઈકોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો. જાણો વિગતે.

    News Continuous Bureau | Mumbai

    સવાર-સાંજના પીક અવર્સમાં(Peak hours) લોકલ ટ્રેનમાં રહેલી ભીડને કારણે અનેક વખત  મુસાફરો ચઢતા ઉતરતા સમયે ટ્રેનમાંથી(local train) પડી જાય છે અને જખમી થઈ જતા હોય છે ત્યારે આવી દુર્ઘટનામાં જખમી થનારાને નુકસાની ભરપાઈ કરવાની જવાબદારી રેલવેની(railway) રહેશે એવો હાઈ કોર્ટે(High court) મહત્વનો નિર્દેશ આપ્યો છે.

    મુંબઈ હાઈકોર્ટે(Bombay high court) લોકલ ટ્રેન માંથી પડી જવાથી થતા આવા અકસ્માતો(Accidents) પર મહત્વપૂર્ણ નિરીક્ષણ નોંધ્યું છે. તે મુજબ જો કોઈ વ્યક્તિ ભીડભાડવાળી ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કરતી વખતે પડીને ઘાયલ થાય છે, તો તે ઘટના 'અયોગ્ય ઘટના'ની શ્રેણીમાં આવશે અને રેલવેએ તેના માટે વળતર ચૂકવવું પડશે. જસ્ટિસ ભારતી ડાંગરેની ખંડપીઠે પશ્ચિમ રેલવેને એક 75 વર્ષીય વ્યક્તિને 3 લાખ રૂપિયા ચૂકવવાનો નિર્દેશ આપ્યો હતો.  ગીર્દીવાળી લોકલ ટ્રેનમાંથી પડી જતા તેમને પગમાં ઈજા થઈ હતી.

    નીતિન હુંડીવાલા નામના જયેષ્ઠ નાગરિક ચાલતી ટ્રેનમાં ચઢવાના પ્રયાસમાં પડી ગયા હતા અને તેમને પગમાં ઈજા હોવાનો અરજીમાં દાવો કર્યો હતો. પશ્ચિમ રેલવેએ(Western railway) એવી દલીલ કરી હતી કે આ કેસ રેલવે એક્ટની કલમ 124 (એ)ની જોગવાઈઓ હેઠળ આવતો નથી. જોકે જસ્ટિસ ડાંગરેએ રેલવેની દલીલ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.

    આ સમાચાર પણ વાંચો : લો બોલો!! આજે પણ મુંબઈમાં પાણી પુરવઠાને થશે અસરઃ પાવર ફેલ્યરની અસર પાણી પુરવઠાને થઈ. જાણો વિગતે

     નીતિન હુંડીવાલાએ નવેમ્બર 2011માં ભીડભાડવાળી ટ્રેનમાંથી લપસી ને પડી જવાથી થયેલી ઈજાઓ માટે પશ્ચિમ રેલવે પાસેથી ચાર  લાખ રૂપિયાનું વળતર માંગ્યું હતું. આ દાવાને ફગાવી દેવાયા બાદ તેમણે આ આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. હુંડીવાલાએ દાવો કર્યો હતો કે આ એક્સિડન્ટ કારણે  હજી પણ તેમને ત્રાસ થઈ રહ્યો છે.

    નીતિનની આ અરજી પર  ચુકાદો આપતા હાઈકોર્ટે કહ્યું કે મુંબઈમાં લોકલ ટ્રેનને શહેરની લાઈફલાઈન કહેવામાં આવે છે. મુંબઈના રહેવાસીઓ કે જેઓ લોકલ ટ્રેનમાં મુસાફરી કરે છે તેમને સમયસર તેમના ગંતવ્ય સ્થાને પહોંચવા માટે સમયાંતરે જોખમ ઉઠાવવું પડે છે. તેથી, ટ્રેનમાંથી પડી જવાને કારણે ઈજા થવાના કિસ્સામાં, તેને અયોગ્ય ઘટના ગણવામાં આવશે અને રેલવેએ વળતર ચૂકવવું પડશે.