• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - concretization
Tag:

concretization

Gokhale Road Bridge Success in connecting Barfiwala flyover with Gokhale Bridge! Vehicular traffic will be open from July 1.
મુંબઈMain PostTop Post

Gokhale Road Bridge : બરફીવાલા ફ્લાયઓવરને ગોખલે બ્રિજથી જોડવામાં મળી સફળતા! 1 જુલાઈથી વાહન વ્યવહાર ખુલ્લો મુકાશે..

by Bipin Mewada June 20, 2024
written by Bipin Mewada

 News Continuous Bureau | Mumbai

Gokhale Road Bridge : મુંબઈમાં અંધેરી પૂર્વ અને પશ્ચિમને જોડતા સી.ડી. બરફીવાલા ફ્લાયઓવરને ( barfiwala flyover ) ઉપર તરફ  ઉપાડવાનું અને તેને હાઇડ્રોલિક જેક તથા MS સ્ટૂલ પેકિંગ નો ઉપયોગ કરીને ગોપાલકૃષ્ણ ગોખલે ફ્લાયઓવરની સમાંતર ગોઠવવાનું અત્યંત પડકારજનક કાર્ય મુંબઈ મહાનગરપાલિકા ( BMC ) દ્વારા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે. આ અંતર્ગત સી.ડી. બરફીવાલા ફ્લાયઓવરનો એક ભાગ એક તરફ 1,397 mm અને બીજી બાજુ 650 mm જેટલો ઊંચો કરવામાં આવ્યો છે. આ જોડાણની કામગીરી માટે છેલ્લા બે મહિનાથી ચાલી રહેલા માઇક્રો લેવલના આયોજન અને અથાક પ્રયાસોને કારણે આ મહત્વના તબક્કામાં સફળતા મળી છે. મુંબઈ મહાપાલિકા દ્વારા કોંક્રીટ ક્યોરિંગની કામગીરી બાદ આ બંને બ્રિજ પર 1 જુલાઈ, 2024થી વાહનવ્યવહાર ( Transportation ) શરૂ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. 

ગોખલે બ્રિજની ( Gokhale Flyover ) એક બાજુ 26 ફેબ્રુઆરીએ ખોલવામાં આવી હતી. પરંતુ અંધેરીની પશ્ચિમ દિશામાં બરફીવાલા બ્રિજ અને ગોખલે બ્રિજની એક બીજાથી ઉપર નીચે રહ્યા હતા. જેથી બરફીવાએ પુલ બંધ રાખવો પડ્યો હતો. તેમજ આ બે પુલ વચ્ચેના અંતરને કારણે મુંબઈ મહાનગરપાલિકાની ટીકા પણ થઈ હતી. ગોખલે બ્રિજ અને બરફીવાલા બ્રિજને જોડવા માટે મ્યુનિસિપલ પ્રશાસને મુંબઈ IIT અને VGTIની મદદ લીધી હતી. તેમના અહેવાલ મુજબ, હાલમાં આ બંને પુલને જોડવા માટે બ્રિજના એક ભાગને જેકઅપ કરીને બ્રિજનું લેવલિંગ કરવાની કામગીરી ચાલી રહી છે. આ કામ 30 જૂન સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ગોખલે પુલનું કામ વીરમાતા જીજાબાઈ ટેક્નોલોજી ઈન્સ્ટિટ્યૂટ (VGTI) અને મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેકનિકલ કન્સલ્ટન્ટની દેખરેખ હેઠળ ચાલી રહ્યું છે. મ્યુનિસિપલ પ્રશાસને ખાતરી આપી છે કે આ કામ નિયત સમયપત્રક મુજબ ચાલી રહ્યું છે અને પહેલી જુલાઈથી આ બંને બ્રિજ પરથી વાહનવ્યવહાર સુચારૂ રીતે શરૂ થઈ જશે.

Gokhale Road Bridge : વીરમાતા જીજાબાઈ ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી IIT દ્વારા આ કામ પૂર્ણ કરવામાં આવ્યું..

બે પુલને જોડવા માટે જરૂરી સ્ટીચીંગના કોંક્રીટીંકરણ કર્યા બાદ આગામી છ કલાક સુધી વરસાદ નહી પડે તેવી અપેક્ષા અને જરુરત હતી. રસપ્રદ વાત એ છે કે, આ કામ પૂર્ણ થયા બાદ આ વિસ્તારમાં 12 કલાકથી વધુ સમય સુધી વરસાદ પડ્યો ન હતો, તેથી કોંક્રીટીંગ અને જોડવાનું કામ કોઈપણ વિક્ષેપ વગર થઈ શક્યું હતું. તેથી આ કાર્યને કુદરતનો સાથ પણ મળ્યો એમ કહેવું ખોટું નહીં હોય.

આ સમાચાર  પણ વાંચો :  RBI Action:RBIની ‘આ’ બેંક સામે મોટી કાર્યવાહી.. આ બેંકનું લાઇસન્સ કર્યું રદ, સામાન્ય ગ્રાહકો પર શું થશે અસર? જાણો…

સી.ડી. બરફીવાલા ફ્લાયઓવરને એક બાજુએ 1,397 મીમી અને બીજી બાજુ 650 મીમી સુધી ઉપાડવા માટે હાઇડ્રોલિક જેક અને એમએસ સ્ટૂલ પેકિંગનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઉપરાંત, સી.ડી. બરફીવાલા ફ્લાયઓવરની નીચે પેડેસ્ટલ (સહાયક થાંભલા) નો ઉપયોગ કરવામાં આવ્યો છે. કનેક્ટિંગ ભાગને ટેકો આપતા કુલ બે સહાયક થાંભલા તેમજ ફ્લાયઓવર ગર્ડરને 1,397 mm જેટલો વધારો કરે છે. આ ઉપરાંત, તે મોલ્ડમાં છ નવા બેરિંગ્સ પણ સ્થાપિત કરવામાં આવ્યા હતા. સી.ડી. બરફીવાલા ફ્લાયઓવરના થાંભલાઓ સાથે પેડેસ્ટલ પરના બોલ્ટને મેચ કરવાનો ખૂબ જ મહત્વપૂર્ણ પડકાર હતો. માત્ર 2 મીમીના અંતરમાં આ બંને પગથિયાંને ખૂબ જ ચોકસાઈપૂર્વક મેચ કરવાના પડકારને બ્રિજ વિભાગના એન્જિનિયરો અને સલાહકારોની ટેકનિકલ ટીમ દ્વારા ખૂબ જ આયોજન અને વૈજ્ઞાનિક રીતે પૂર્ણ કરવામાં આવ્યો હતો. વીરમાતા જીજાબાઈ ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી (VGTI), I.I.T. અને આ પડકારજનક કાર્ય ટેકનિકલ કન્સલ્ટન્ટ, સ્ટ્રકટ્રોનિક્સ કન્સલ્ટિંગ એન્જિનિયર્સની દેખરેખ હેઠળ પૂર્ણ થયું હતું.

Gokhale Road Bridge : સી.ડી. બરફીવાલા ફ્લાયઓવર અને ગોખલે ફ્લાયઓવરના કનેક્ટિંગ ગર્ડરને સંરેખિત કરવાનું કામ વરસાદ દરમિયાન કરવું પડ્યું હતું

સી.ડી. બરફીવાલા ફ્લાયઓવર અને ગોખલે ફ્લાયઓવરના કનેક્ટિંગ ગર્ડરને ( connecting girder ) સંરેખિત કરવાનું કામ વરસાદ દરમિયાન કરવું પડ્યું હતું. ઉપરાંત, ઉક્ત કાર્ય પછી, લગભગ છ કલાક સુધી વરસાદ ન થાય તેવી જરુર હતી. આ બાબતને ધ્યાનમાં રાખીને અને ઉક્ત છ કલાક દરમિયાન વરસાદ પડે તો તે સ્થળે રેઈન પ્રૂફ શેડની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. જો કે, આ છ કલાકના સમયગાળા દરમિયાન જ નહીં, સુરદેવે ત્યારબાદ લગભગ 12 કલાક સુધી વરસાદ પડ્યો ન હતો. પરિણામ એ આવ્યું કે કુદરતે પણ આ કામમાં મહાનગરપાલિકાને સાથ આપ્યો હતો.

બરફીવાલા બ્રિજ વિભાગને ગોખલે બ્રિજ સાથે જોડવા માટે સિવિલ એન્જિનિયરિંગ મુજબ સ્ટીચીંગ અને કોંક્રીટીંકરણની ( concretization ) કામગીરી કરવામાં આવી છે. આ અંતર્ગત કરાયેલા સ્ટીચીંગ કામ દરમિયાન બંને બ્રિજની લોખંડની પટ્ટીઓ ટેકનિકલ કન્સલ્ટન્ટ દ્વારા સૂચવવામાં આવેલા સ્ટ્રક્ચર મુજબ વેલ્ડિંગ કરવામાં આવી છે. હવે અહીં કોંક્રીટ ભરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ પછી, લગભગ 14 દિવસની પુનઃપ્રાપ્તિ અવધિ અપેક્ષિત છે. કોંક્રીટીંગનું કામ ઝડપથી પૂર્ણ કરવા માટે આ કામમાં ઉચ્ચ ગુણવત્તાની કોંક્રીટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કામ બાદ 24 કલાકમાં બ્રિજનું લોડ ટેસ્ટ કરવામાં આવશે. આ સાથે બ્રિજને જોડવાનું કામ પણ ટૂંક સમયમાં પૂર્ણ થવાની આશા છે. બ્રિજ વિભાગે નિવેદન આપતા એમ પણ કહ્યું હતું કે, આ પછી પુલ પર વાહનવ્યવહાર શરૂ કરવા માટે પૂર્વ નિર્ધારિત પગલાં મુજબ જરૂરી કામગીરી કરવામાં આવશે.

આ સમાચાર  પણ વાંચો :  Borivali Skywalk : બોરિવલીના સ્કાયવોકના સમારકામ માટે આટલા કરોડને મંજુરી આપવા છતાં, કોન્ટ્રાકટરનું બ્રિજના કામ તરફ દુર્લક્ષ..

June 20, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Mumbai Due to just ten minutes of rain in Mumbai, traffic on the Mumbai-Ahmedabad highway was disrupted for four hours.
મુંબઈઅમદાવાદ

Mumbai: મુંબઈમાં માત્ર દસ મિનિટના વરસાદને કારણે મુંબઈ-અમદાવાદ હાઈવે પર ચાર કલાક સુધી વાહનવ્યવહાર ખોરવાયો..

by Bipin Mewada June 10, 2024
written by Bipin Mewada

News Continuous Bureau | Mumbai

Mumbai: મહારાષ્ટ્રમાં તેનો પ્રથમ વરસાદ ( Rain ) , જે શનિવારે સવારે માંડ દસ મિનિટ સુધી ચાલ્યો હતો. આ વરસાદે થાણેના ઘોડબંદર રોડ નજીક મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પર અસ્તવ્યસ્ત જેવી પરિસ્થિતિનું નિર્માણ કર્યું હતું , જેમાં દસ મિનિટના વરસાદને કારણે રોડ પર પાણી ભરાઈ જતા અને ખાડાઓને કારણે સેંકડો વાહનચાલકો ચાર કલાકથી વધુ સમય સુધી અટવાઈ પડ્યા હતા. પ્રવાસીઓમાં ગુસ્સો હતો કે પહેલા જ વરસાદમાં ઘોડબંદર રોડ પરના ફાઉન્ટેન હોટેલથી ભાયંદર રેલ્વે બ્રિજ સુધીનો પટ પાર કરવામાં ચાર કલાકથી વધુ સમય લાગ્યો હતો. તેમજ શનિવારે સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે પર ટ્રાફિક ( Traffic Jam ) ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહ્યો હતો. 

હાલમાં ભારતીય રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઓથોરિટી ( NHAI ) દ્વારા હાઇવેને કોંક્રીટીકરણ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે , પરંતુ હજુ સુધી કોંક્રીટીકરણ કરવામાં ન આવતા ખાડાઓની ( potholes ) સમસ્યા હાલ પણ એમ જ યથાવત છે. તેથી જ મુંબઈમાં પહેલા જ વરસાદમાં મુંબઈ-અમદાવાદ (  Mumbai-Ahmedabad National Highway ) NH-48 પર ખાડાઓમાં પાણી ભરાય ગયું હતું અને ટ્રાફિક જામ જેવી સમસ્યા સર્જાઈ હતી.

આ સમાચાર  પણ વાંચો : TRAI Mobile Number : 21 વર્ષ પછી મોબાઇલ નંબર બદલાવાની તૈયારીમાં છે સરકાર, કોલ કરશો તો બતાવશે 10 થી વધુ નંબર..

 Mumbai: હાઇવેની હાલત ખુબ જ ખરાબ છે…

તેથી જો થોડી મિનિટમાં વરસાદની આવી અસર થઈ શકે છે, તો કલ્પના કરો કે જો આગામી થોડા દિવસોમાં સતત વરસાદ પડશે તો આ ધોરીમાર્ગ પર તેની શું અસર થશે. આથી ખબર પડે છે કે હાઇવેની હાલત ખુબ જ ખરાબ છે. તેથી પાલિકાએ હવે ધોરીમાર્ગ  પર કોંક્રિટીકરણનું કામ ઝડપી ગતિએ કરવાનું સૂચન આપ્યું છે. જેથી વધુ વરસાદને કારણે અહીં પ્રવાસીઓને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે.

આ ઉપરાંત નાયગાંવમાં વસઈ-દિવા રેલવે બ્રિજ પાસે પર્વત પરથી રસ્તા પર પડતા પાણીને અટકાવવા માટે રેલવે દ્વારા નવી ગટરની પાઈપલાઈન નાખવામાં આવી હતી. જેથી પુલની નીચે વરસાદનું સમ્રગ પાણી એકઠું ન થાય અને તે પૂરનું કારણ ન બને. તેમજ NHAI આવતા અઠવાડિયે કોંક્રીટીંગનું ( concretization ) કામ પૂર્ણ કરવામાં સક્ષમ નહીં રહેશે તો આગામી ત્રણ મહિના (આખા ચોમાસા સુધી) પરિસ્થિતિ આવી જ રહેશે અને પ્રવાસીઓને અહીં સતત હાલાકીનો સામનો કરવો પડશે.

June 10, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Mumbai Road Construction Concreting of roads in Mumbai at a slow pace, only 40 percent concreting by June
મુંબઈ

Mumbai Road Construction: મુંબઈમાં રસ્તાઓને કોંક્રીટાઇઝ કરવાનું કામ સાવ ધીમી ગતિએ, જુન સુધીમાં માત્ર 40 ટકા જ કોંક્રીકરણ

by Bipin Mewada March 7, 2024
written by Bipin Mewada

News Continuous Bureau | Mumbai

Mumbai Road Construction: મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મુંબઈ મહાનગરપાલિકાને ( BMC ) મુંબઈના રસ્તાઓને ખાડામુક્ત બનાવવા માટે તમામ રસ્તાઓને સિમેન્ટથી કોંક્રીટકરણ ( concretization ) કરવાની સૂચના આપી છે. તે મુજબ 2 હજાર 50 કિમીમાંથી 1 હજાર 224 કિમીથી વધુ રસ્તાઓને સિમેન્ટથી કોંક્રીટીકરણ કરવામાં આવશે. આ ઉપરાંત 400 કિલોમીટરના રસ્તાઓનું સિમેન્ટ-કોંક્રીટીંગનું કામ હાથ ધરવામાં આવ્યું છે. જો કે આ કામોની ગતિ ધીમી છે. હજુ સુધી આ રસ્તાઓનું માત્ર 20 થી 22 ટકા કોંક્રીટીંગનું કામ પૂર્ણ થયું છે. મુંબઈ મહાપાલિકાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, આમાંથી 40 ટકાનું કામ જૂન સુધીમાં પૂર્ણ થઈ જશે. 

વાસ્તવમાં, મુંબઈના રસ્તાઓ પરના ખાડાઓને લઈને હાઈકોર્ટે મુંબઈ મહાનગરપાલિકાને ફટકાર લગાવી હતી. તેમજ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ( Eknath Shinde ) વાહનચાલકોને આ સમસ્યામાંથી મુક્તિ અપાવવા માટે નગરપાલિકાને ખાડાઓની ( potholes ) સમસ્યાના નિરાકરણ માટે રસ્તાઓનું કોંક્રીટીકરણ કરવાનો નિર્દેશ આપ્યો હતો. મુંબઈમાં 2 હજાર 50 કિલોમીટરના રસ્તાઓ છે અને તેમાંથી 50 ટકાથી વધુ રસ્તાઓનું કોંક્રીટિંગનું કામ પૂર્ણ થઈ ગયું છે. જો કે, મુંબઈમાં પૂર્વ અને પશ્ચિમી ઉપનગરોમાં 397 કિલોમીટરના રસ્તાઓના સિમેન્ટ-કોંક્રીટીંગના કામ માટે જાન્યુઆરી 2023માં ટેન્ડરો બહાર પાડવામાં આવ્યા હતા. આ માટે પાંચ કંપનીઓને 6000 કરોડ રૂપિયાના કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા હતા.

 હાલમાં ઉપનગરીય વિસ્તારોમાં કોંક્રીટીંગના કુલ કામોમાંથી 20 થી 22 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે..

જોકે, હજી સુધી મુંબઈમાં પૂર્વ અને પશ્વિમ ઉપનગરોમાં રોડ કોંક્રીટનું કામ શરૂ ન થયું હોવાથી મુંબઈ મહાનગરપાલિકાએ કોન્ટ્રાક્ટરનો કોન્ટ્રાક્ટ રદ કર્યો હતો.જે બાદ કોન્ટ્રાક્ટરે તેને કોર્ટમાં પડકાર્યો હતો. તે કોર્ટ કેસ ચાલુ હોવાથી, હવે શહેરમાં કામો માટે પાલિકા દ્વારા નવેસરથી ટેન્ડર બહાર પાડવામાં આવ્યા ન હતા. જે બાદ પાલિકાની તરફેણમાં ચુકાદો આવ્યો હતો અને શહેરમાં કોંક્રીટીંગ માટે ફરીથી ટેન્ડરો બહાર પાડવામાં આવ્યા હતા. જો કે, પૂર્વ અને પશ્ચિમ ઉપનગરોમાં કોંક્રીટીંગનું કામ ચાલી રહ્યું છે. ત્યારે રસ્તાઓ નીચે વરસાદી પાણી જમા થાય તેવી પાઈપલાઈનો, નવી પાણીની પાઈપલાઈનોના કામો અને ઉપયોગી પાઈપલાઈનું અન્ય જગ્યાએ સ્થળાંતર કરવાનું બાકી છે, તેથી ઉપનગરોમાં કોંક્રીટીંગના કામો ચાલુ છે. પરંતું હાલ કામ ધીમી ગતિએ ચાલી રહ્યું છે.

આ સમાચાર પણ વાંચો : Sara ali khan: સારા અલી ખાન ને નડ્યો અકસ્માત, શરીર ના આ ભાગ માં થઇ ઇજા, વિડીયો શેર કરી સંભળાવી આપવીતી

જેમાં હાલમાં ઉપનગરીય વિસ્તારોમાં કોંક્રીટીંગના કુલ કામોમાંથી 20 થી 22 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. મુંબઈ મહાનગરપાલિકાના એડિશનલ કમિશનર (પ્રોજેક્ટ્સ) એ નિવેદન આપતા આ અંગે કહ્યું છે કે, જૂન સુધીમાં 40 ટકા કામ પૂર્ણ થઈ જશે.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2021-22માં મુંબઈ મહાનગરપાલિકાએ 2 હજાર 200 કરોડના 236 કિલોમીટરના કામો હાથ ધર્યા હતા. આ કામો ઓક્ટોબર 2022થી શરૂ થયા હતા. તે કામો હજુ પણ ચાલુ છે અને નવેમ્બર 2022 થી ફરીથી 397 કિલોમીટરના 910 રસ્તાઓના કામો માટે ટેન્ડર મંગાવીને ફરીથી કામો શરૂ કરવામાં આવ્યા હતા. પરંતુ આ કામોમાં પણ કોઈ ઝડપ નથી.

 

March 7, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Mumbai International Central Theme Park will be built in 320 acres on race course in Mumbai, Chief Minister Eknath Shinde's big announcement.
મુંબઈ

Mumbai: મુંબઈમાં રેસકોર્સ પર આટલા એકરમાં બનશે ઈન્ટરનેશન સેન્ટ્રલ થીમ પાર્ક, CM એકનાથ શિંદેની મોટી જાહેરાત..

by Bipin Mewada February 7, 2024
written by Bipin Mewada

News Continuous Bureau | Mumbai

Mumbai: મહાલક્ષ્મી રેસકોર્સ પર ઇન્ટરનેશનલ સેન્ટ્રલ થીમ પાર્ક વિકસાવવામાં આવવાનું છે. જોકે, તેની સામે બોમ્બે હાઈકોર્ટમાં ( Bombay High Court ) અરજી દાખલ કરવામાં આવી હતી. રાજ્ય સરકારે બુધવારે હાઈકોર્ટમાં દાવો કર્યો હતો કે આ થીમ પાર્ક અંગે હજુ કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. 

તો આજે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ( Eknath Shinde ) દૈનિક લોકસત્તાની 76મી વર્ષગાંઠ નિમિત્તે આયોજિત સંવાદમાં સ્પષ્ટ કર્યું છે કે આ ( Mahalaxmi Racecourse ) સ્થળે આંતરરાષ્ટ્રીય સેન્ટ્રલ થીમ પાર્કની સ્થાપના કરવામાં આવશે.

 આ પ્રોજેક્ટ માટે અમે તમામ બાબતોને ધ્યાનમાં રાખીને આનું આયોજન કર્યું છેઃ શિંદે..

અમે એ સુનિશ્ચિત કરીએ છીએ કે આ કામ કોર્ટની કાર્યવાહીમાં વધુ પડતુ અટવાઈ ન જાય. તેથી અમે સિંગલ વિન્ડો સ્કીમ શરૂ કરી છે. યુક્રેન-રશિયા યુદ્ધ જેવી વૈશ્વિક ઘટનાઓના પરિણામો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઘણા લોકોને ભોગવવા પડે છે. તેથી ( International Central Theme Park ) આ પ્રોજેક્ટ માટે અમે તમામ બાબતોને ધ્યાનમાં રાખીને આનું આયોજન કર્યું છે, એમ એકનાથ શિંદેએ કહ્યું હતું.

આ સમાચાર પણ વાંચો : Mumbai: કુવૈતથી આટલા ભારતીય નાગરિક બોટ લઈને મુંબઈમાં પ્રવેશ્યા, ગેટવે ઑફ ઈન્ડિયા પર શંકાસ્પદ હાલતમાં ધરપકડ… જુઓ વીડિયો

મુંબઈ એક આંતરરાષ્ટ્રીય શહેર છે. મુખ્યપ્રધાન બન્યા બાદ મેં મ્યુનિસિપલ કમિશનરને ફોન કર્યો હતો. તેમને કહ્યું કે આ શહેર ખાડામુક્ત હોવું જોઈએ. એમાં ખોટું શું છે? અમે સૌથી પહેલો નિર્ણય રસ્તાઓનું કોંક્રીટાઇઝેશન ( concretization ) કરવાનો હતો. જેમાં પ્રથમ તબક્કો પૂર્ણ થઈ ગયો છે. હવે બીજા તબક્કાનું કામ શરૂ થઈ રહ્યું છે. આગામી અઢી વર્ષમાં મુંબઈ સંપૂર્ણ રીતે ખાડામુક્ત થઈ જશે, એમ વધુમાં મુખ્યમંત્રીએ કહ્યું હતું.

February 7, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

મુંબઈગરાને મળશે 505 નવા રસ્તા, રસ્તા બાંધવા BMC ખર્ચશે અધધ રકમ… જાણો વિગતે

by Dr. Mayur Parikh May 19, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

મુંબઈમાં(Mumbai) દર વર્ષે રસ્તા પાછળ કરોડ રૂપિયા ખર્ચ્યા બાદ પણ થોડા વરસાદમાં(Monsoon) રસ્તા પર ખાડા પડી જતા હોય છે. છતાં દર વર્ષની માફક આ વર્ષે પણ પાલિકા(BMC) રસ્તાઓ પાછળ કરોડ રૂપિયા ખર્ચી રહી છે. મુંબઈગરા માટે પાલિકા આ વર્ષે મુંબઈના જુદા જુદા વિસ્તારમાં 505 નવા રસ્તા બાંધવાની(Road construction) છે. તે માટે અધધધ કહેવાય એમ 2210.9 કરોડ રૂપિયાનો ખર્ચ કરવાની છે.

પાલિકાના એડિશનલ કમિશનર(Additional Commissioner) પી.વેલરાસૂના(P velrasu) જણાવ્યા મુજબ હાલ મુંબઈમાં 295 રસ્તાના કામ ચાલી રહ્યા છે. બાકીના 295 રસ્તાના કામ 210 રસ્તા સહિત અન્ય રસ્તાના કામ આગામી બે વર્ષમાં પૂરા કરવામાં આવવાના છે.

મુંબઈ મહાનગરપાલિકાના અખત્યાર હેઠળ 2,000 કિલોમીટર રસ્તા આવે છે. આ રસ્તાની દેખરેખ અને સમારકામનું કામ કોન્ટ્રાક્ટર(Contractors) ના માધ્યમથી કરવામાં આવે છે.  આ રસ્તાના કામ ગુણવત્તાસભર હોય તે માટે આ વર્ષથી રસ્તાનું કામ  કરતા સમયે પાલિકાના રોડ ડિપાર્ટમેન્ટને(Road department) લાઈવ ટેલિકાસ્ટ(Live telecast) કરવાનું ફરજિયાત કરવામાં આવ્યો છે. તેથી કોન્ટ્રેક્ટરના કામની ગુણવત્તા પર નજર રાખી શકાશે.

પી.વેલરાસૂના જણાવ્યા મુજબ પાલિકાના અખત્યાર હેઠળ આવતા 2 હજાર કિલોમીટર રસ્તામાંથી એક હજાર કિલોમીટર રસ્તાનું કોંક્રીટાઈઝેશનનું(concretization) કામ પૂરું થઈ ગયું છે. તો આ વર્ષે વધુ 200 કિલોમીટરનું રસ્તાનું ક્રોક્રીટાઈઝેશનનું કામ પૂરું થશે.

આ સમાચાર પણ વાંચો : વેસ્ટર્ન રેલવેમાં આ સ્ટેશન પર ઊભું કરાશે ત્રીજું ટર્મિનસ, મેટ્રો અને હાઈવે સાથે કનેક્ટેડ હશે.. જાણો વિગતે

હાલ દક્ષિણ મુંબઈમાં(South mumbai) 224 રસ્તામાંથી 68 રસ્તાનું કામ ચાલુ છે. પૂર્વ ઉપનગરમાં(eastern suburbs) 142 રસ્તામાંથી 80નું કામ ચાલુ છે. તો પશ્ચિમ ઉપનગરમાં(Western suburbs) 208 રસ્તામાંથી 147નું કામ ચાલુ છે.
 

May 19, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક