• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - conspiracy
Tag:

conspiracy

PM Modi Statement દિલ્હી બ્લાસ્ટ પર PM મોદીની પ્રથમ પ્રતિક્રિયા 'આખો દેશ પીડિતોની
દેશ

PM Modi Statement: દિલ્હી બ્લાસ્ટ પર PM મોદીની પ્રથમ પ્રતિક્રિયા: ‘આખો દેશ પીડિતોની સાથે, ષડયંત્ર કરનારાઓને…’ આપી આ કડક ચેતવણી!

by aryan sawant November 11, 2025
written by aryan sawant

News Continuous Bureau | Mumbai

PM Modi Statement પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભૂટાનના પ્રવાસ દરમિયાન દિલ્હીમાં થયેલી ભયાવહ ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો અને પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. તેમણે કહ્યું કે તેઓ ભારે મને ભૂટાન આવ્યા છે કારણ કે ગઈકાલે સાંજે (૧૦ નવેમ્બર)ની ઘટનાએ આખા રાષ્ટ્રને ઊંડા આઘાતમાં મૂકી દીધું છે.

ષડયંત્ર કરનારાઓને પીએમ મોદીની કડક ચેતવણી

પ્રધાનમંત્રીએ જણાવ્યું કે તેઓ આખી રાત ઘટનાની તપાસમાં લાગેલી તમામ એજન્સીઓના સંપર્કમાં રહ્યા હતા અને જરૂરી નિર્દેશો આપતા રહ્યા હતા. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આ ષડયંત્રની ઊંડાઈ સુધી પહોંચવા માટે તમામ સંસાધનો લગાવવામાં આવશે અને આની પાછળના ષડયંત્રકારકોને છોડવામાં નહીં આવે. પ્રધાનમંત્રીએ કહ્યું કે અકસ્માતમાં જે પરિવારોએ પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે, આખો દેશ તેમના દુઃખમાં સહભાગી છે. તેમણે સુરક્ષા અને કાયદા અમલીકરણ એજન્સીઓને સંપૂર્ણ આજ્ઞા આપી છે કે તેઓ નિષ્પક્ષ અને ત્વરિત તપાસ કરીને આરોપી સુધી પહોંચે અને દોષિતો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી સુનિશ્ચિત કરે.

આ સમાચાર પણ વાંચો : Rajnath Singh Statement: દેશની સુરક્ષા પર સવાલ: રક્ષા મંત્રી રાજનાથ સિંહે દિલ્હી બ્લાસ્ટના જવાબદારોને પાઠ ભણાવવાની ખાતરી આપી.

ભૂટાનને લઈને પીએમ મોદીની મોટી વાત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત અને ભૂટાન વચ્ચે સદીઓથી આત્મીય, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક સંબંધો રહ્યા છે, જે બંને દેશોની સાજી વિરાસત દર્શાવે છે. તેમણે કહ્યું કે ભારત હંમેશા ભૂટાનની સાથે ઊભો રહેશે અને બંને દેશોના સંબંધો સમયની સાથે વધુ મજબૂત થશે.

 

November 11, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
PM Modi PM મોદીને હટાવવા ટ્રમ્પ, CIA અને ડીપ સ્ટેટ કરી રહ્યા છે કાવતરું; સાવિયો રોડ્રિગ્સ નો દાવો
આંતરરાષ્ટ્રીયદેશ

PM Modi: PM મોદીને હટાવવા ટ્રમ્પ, CIA અને ડીપ સ્ટેટ કરી રહ્યા છે કાવતરું; સાવિયો રોડ્રિગ્સ નો દાવો

by Dr. Mayur Parikh August 13, 2025
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

PM Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ના વૈશ્વિક સ્તરે ઉભરી રહેલા સક્ષમ નેતૃત્વ અને ભારતની પ્રગતિને ધ્યાનમાં રાખીને, તેમને ભારતના શાસન પરથી અને વૈશ્વિક મંચ પરથી હટાવવા માટે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump), CIA અને ડીપ સ્ટેટ (Deep State) કાવતરું રચી રહ્યા છે, આવો ચોંકાવનારો દાવો ‘ગોવા ક્રોનિકલ’ના સ્થાપક સાવિયો રોડ્રિગ્સે કર્યો છે.

મોદીને હટાવવા માટે ૧૨ મહિનાની સમયમર્યાદા

એક પોડકાસ્ટમાં ‘રિપબ્લિક મીડિયા નેટવર્ક’ના પ્રાણા કુલકર્ણી સાથે વાતચીત કરતાં સાવિયો રોડ્રિગ્સે જણાવ્યું કે, PM મોદીને હટાવવાની યોજના પહેલેથી જ અમલમાં મૂકાઈ ગઈ છે. આ માટે ટ્રાયફેક્ટા (ટ્રમ્પ, સીઆઈએ, અને ડીપ સ્ટેટ ઓપરેટિવ્સ) ૧૨ મહિનાનો સમય લેશે, અથવા જરૂર પડ્યે ૬ મહિનાનો વધારો કરી શકે છે. આ માટે, ટ્રાયફેક્ટા ભાજપના ૩૭ સાંસદોને નિશાન બનાવી શકે છે અને ભાજપ (BJP) અને આરએસએસ (RSS) માં વિભાજન કરવાનો પ્રયાસ થઈ શકે છે. તેથી, PM મોદી અને ગૃહમંત્રી અમિત શાહને (Amit Shah) સતર્ક રહેવાની જરૂર છે.

ડીપ સ્ટેટ અને ભાષાવાદ

સાવિયો રોડ્રિગ્સના મતે, ‘ઇન્ડિયા’ હવે ‘ભારત’ તરીકે ઉભરી રહ્યું છે, અને તેને ‘સંસ્કૃતિ’ તરીકે જોવામાં આવી રહ્યું છે. તેના કારણે ભારતના લોકો હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી કે અન્ય જાતિના દૃષ્ટિકોણથી નહીં, પણ ભારતીય તરીકે ઓળખાઈ રહ્યા છે. આ જ વાત પશ્ચિમી દેશોને ખટકી રહી છે. તેથી, ભારતને વિભાજિત કરવા માટે ડીપ સ્ટેટે હવે ભાષાનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે અને ભાષાવાદ (linguistic conflict) શરૂ કરવામાં આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો : Sports: મુંબઈમાં પારંપરિક રમતોનો મહાકુંભ શરૂ,જાણો કઈ રમતોનો રોમાંચ જોવા મળશે

સાચો દુશ્મન ‘ડીપ સ્ટેટ’ છે

રોડ્રિગ્સે જણાવ્યું કે, ભારતનો સાચો દુશ્મન પાકિસ્તાન, ચીન કે અમેરિકા નહીં, પણ ડીપ સ્ટેટ છે. ડીપ સ્ટેટનો કોઈ દેશ નથી, પરંતુ આ એક વિચારધારા (ideology) છે. ભારત આજે સૌથી મોટું બજાર અને આર્થિક રીતે સક્ષમ દેશ છે, અને ડીપ સ્ટેટનો સંબંધ પૈસા સાથે છે. તેથી, તેઓ આર્થિક, સામાજિક અને રાજકીય વિવાદો ઊભા કરે છે. આ માટે તેઓ પાકિસ્તાન, ચીન, અમેરિકા, ઈરાન અને ભારતમાં પણ કેટલાક લોકો સાથે સહયોગ કરી રહ્યા છે.

August 13, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
vashu bhagnani clashes with netflix accuses them of fraud and conspiracy
મનોરંજન

Vashu bhagnani on Netflix: વાસુ ભગનાની દ્વારા નેટફ્લિક્સ પર 47 કરોડ રૂપિયા ન ચૂકવવા નો આરોપ લગાવવા પર ઓટીટી પ્લેટફોર્મ એ આપ્યો મુંહતોડ જવાબ

by Zalak Parikh September 26, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Vashu bhagnani on Netflix: વાસુ ભગનાની હાલ બધા પર આરોપ લગાવી રહ્યા છે. તાજેતર માં વાસુ ભગનાની એ નિર્દેશક અલી અબ્બાસ ઝફર વિરુદ્ધ પોતાને પૈસા ના ચૂકવવા બદલ FIR નોંધાવી હતી. હવે વાસુ ભગનાનીએ નેટફ્લિક્સ પર 47 કરોડ રૂપિયા ન ચૂકવવા નો ગંભીર આરોપ લગાવ્યો છે. હવે ઓટીટી પ્લેટફોર્મ એ પણ વાસુ ભગનાની ના આ આરોપ નો જવાબ આપ્યો છે. 

આ સમાચાર પણ વાંચો : Navya naveli nanda: ઐશ્વર્યા ની જગ્યા એ આ અભિનેત્રી ને સપોર્ટ કરવું નવ્યા નવેલી નંદા ને પડ્યું ભારે, સોશિયલ મીડિયા પર ટ્રોલ થઇ રહી છે અભિષેક ની ભાણી

વાસુ ભગનાની ના આરોપ નો નેટફ્લિક્સ એ આપ્યો જવાબ 

નેટફ્લિક્સે વાસુ ભગનાની દ્વારા લગાવવામાં આવેલા આરોપોને સંપૂર્ણપણે ફગાવી દીધા છે. નેટફ્લિક્સના પ્રવક્તાએ કહ્યું છે કે ‘આ દાવા સંપૂર્ણપણે પાયાવિહોણા છે. વાસ્તવમાં, પૂજા એન્ટરટેઈનમેન્ટને નેટફ્લિક્સને પૈસા ચૂકવવા પડે છે. અમારી પાસે ભારતીય રચનાત્મક સમુદાય સાથે ભાગીદારીનો મજબૂત ટ્રેક રેકોર્ડ છે અને અમે આ વિવાદને ઉકેલવા માટે સત્તાવાળાઓ સાથે કામ કરી રહ્યા છીએ.’

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)


વાસુ ભગનાની ના પ્રોડક્શન પૂજા એન્ટરટેઈનમેન્ટ હેઠળ બનેલી ઘણી ફિલ્મો ફ્લોપ સાબિત થઈ હતી.આવી સ્થિતિમાં, તે પ્રકાશમાં આવ્યું છે કે આના કારણે નિર્માતાઓને ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો હતો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.) 

September 26, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
UP Train Derailment derailment of chandigarh express conspiracy behind train accident loco pilot heard
Main PostTop Postરાજ્ય

  UP Train Derailment : ટ્રેન દુર્ઘટના પાછળ કાવતરું? ચંદીગઢ એક્સપ્રેસ પાટા પરથી ઉતરતા પહેલા લોકો પાયલટે સાંભળ્યો હતો વિસ્ફોટનો અવાજ.. હવે આ એંગલથી કરાશે તપાસ..

by kalpana Verat July 18, 2024
written by kalpana Verat

 News Continuous Bureau | Mumbai

UP Train Derailment : ઉત્તર પ્રદેશના ગોંડામાં એક મોટો ટ્રેન અકસ્માત થયો છે, જ્યાં ચંદીગઢ એક્સપ્રેસના કેટલાક ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 4 મુસાફરોના મોત થયા હોવાના અહેવાલ છે. 20-25 મુસાફરો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

UP Train Derailment : અકસ્માત પહેલા વિસ્ફોટનો અવાજ સાંભળ્યો

દરમિયાન આ ટ્રેન અકસ્માત પાછળ ષડયંત્રની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ટ્રેનના લોકો પાયલોટના જણાવ્યા અનુસાર, તેણે અકસ્માત પહેલા વિસ્ફોટનો અવાજ સાંભળ્યો હતો. લોકો પાયલોટની માહિતી બાદ રેલવે પ્રશાસને અનેક એંગલથી તપાસ શરૂ કરી છે. નોર્થ ઈસ્ટર્ન રેલ્વેના સીપીઆરઓ પંકજ સિંહના જણાવ્યા અનુસાર સીઆરએસ (કમિશ્નર ઓફ રેલ્વે સેફ્ટી) દ્વારા તપાસ કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો  : Wadettivar House Leak:વિપક્ષના નેતા વિજય વડેટ્ટીવારના સરકારી બંગલામાં લીકેજ; હોલમાં મુકવી પડી બાલટીઓ; જુઓ વિડીયો.

મહત્વનું છે કે ચંદીગઢ-ડિબ્રુગઢ એક્સપ્રેસના કેટલાક ડબ્બા ગોંડા-ગોરખપુર રેલ્વે લાઇન પર મોતીગંજના રામપુર ગામ નજીક બપોરે 3 વાગ્યે પાટા પરથી ઉતરી ગયા હતા. જેમાંથી પાંચ બોગી પલટી મારી ગઈ હતી. રેલવે અને પોલીસ દળો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ઘાયલોને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. ગંભીર રીતે ઘાયલ લોકોને લખનઉ મોકલવામાં આવ્યા છે. કોચમાંથી કાચ તોડી અનેક મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા.

UP Train Derailment : દુર્ઘટનામાં રેલવે સુરક્ષા કમિશનરને તપાસના આદેશ

આ અકસ્માત માનકાપુર-ગોંડા વચ્ચે ઝિલાહી સ્ટેશન પાસે થયો હતો. ચંદીગઢ-ડિબ્રુગઢ એક્સપ્રેસ ચલાવતા લોકો પાયલટે ખુલાસો કર્યો છે કે તેણે અકસ્માત પહેલા વિસ્ફોટનો અવાજ સાંભળ્યો હતો. ઉત્તર પૂર્વ રેલવેના સીપીઆરઓ પંકજ કુમાર સિંહે આ વાતની પુષ્ટિ કરી છે. દુર્ઘટનામાં રેલવે સુરક્ષા કમિશનરને તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તે જ સમયે, રેલ્વે મંત્રાલયે મૃતકોના પરિવારજનોને 10-10 લાખ રૂપિયા, ગંભીર રીતે ઘાયલ મુસાફરોને 2.5 લાખ રૂપિયા અને સામાન્ય ઘાયલોને 50-50 હજાર રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે.

UP Train Derailment : CRS તપાસનો આદેશ

સીપીઆરઓ પંકજ કુમાર સિંહે કહ્યું કે સીઆરએસ (રેલ્વે સુરક્ષા કમિશનર)ને ટ્રેન દુર્ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આ પછી અકસ્માતનું કારણ જાણી શકાશે. જો કે, લોકો પાયલોટના જણાવ્યા અનુસાર, પ્રાથમિક દ્રષ્ટિએ એવું કહેવામાં આવી રહ્યું છે કે વિસ્ફોટ પછી આ એક અકસ્માત હતો.

July 18, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Mayank Agarwal A conspiracy against this Indian cricketer Suspected of poisoning the water in the flight
ક્રિકેટખેલ વિશ્વ

Mayank Agarwal: આ ભારતીય ક્રિકેટર સામે રચાયું ષડયંત્ર? ફલાઈટમાં પાણીમાં ઝેર આપ્યાની આશંકા.. પોલીસ તપાસ ચાલુ..

by Bipin Mewada January 31, 2024
written by Bipin Mewada

News Continuous Bureau | Mumbai 

Mayank Agarwal: ભારતીય ક્રિકેટર મયંક અગ્રવાલની તબિયત લથડી છે. અગરતલાથી સુરત જતી વખતે ફ્લાઇટ ( Flight ) દરમિયાન પાણી ( Flight Water ) પીધા બાદ તેને મોઢામાં અને ગળામાં બળતરા થવા લાગી હતી. આ પછી તેને અગરતલાની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. હાલ તેની આઈસીયુમાં સારવાર ચાલી રહી છે. 32 વર્ષીય ખેલાડીની હાલત હવે સ્થિર છે.

અગ્રવાલ હાલમાં ચાલી રહેલી 2023-24 રણજી ટ્રોફીમાં ( Ranji Trophy ) કર્ણાટકની ( Karnataka ) કેપ્ટનશીપ કરી રહ્યો છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અગ્રવાલ ( Indian cricketer ) બોટલનું પાણી પીધા પછી બીમાર પડ્યો હતો અને મોઢામાં અને ગળામાં બળતરાની ફરિયાદ કરી હતી. એક રિપોર્ટ મુજબ એવી આશંકા ચાલી રહી છે કે, તેને પ્લેનમાં ઝેર આપવામાં આવ્યું હતું. કારણ કે ફ્લાઈટમાં પાણી પીધા બાદ જ અગ્રવાલ બીમાર પડ્યો હતો અને તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

Indian cricketer Mayank Agrawal health suddenly deteriorated during flight, admitted to ICU. pic.twitter.com/UuOOpjHUhF

— Amit Patel (@PatelCricinfo) January 30, 2024

 મયંક અગ્રવાલ તેની આગામી સૌરાષ્ટ્ર સામેની મેચ રમી શકશે નહીં…

પ્રાપ્ત માહિતી મુજબ, ત્રિપુરાના અગરતલાથી સુરત જતી વખતે આ ઘટના બની હતી. મયંકે સીટની સામે મૂકેલું પાણી પીધું હતું. પાણી પીતાની સાથે જ તેની જીભ, મોઢામાં બળતરા થવા લાગી હતી. જે બાદ મયંક બોલી ન શક્યો અને તેને તાત્કાલિક અગરતલાની આઈએલએસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : Rule Change: LPG, FASTag થી લઈને મની ટ્રાન્સફર સુધી.. દેશમાં 1 ફેબ્રુઆરીથી આ 6 મોટા નિયમોમાં થશે ફેરફારો.. જાણો તમારા ખિસ્સા પર શું અસર થશે?

આ પછી, મયંકના મેનેજરે આ મામલે ષડયંત્રની ( conspiracy ) શંકા જતા પોલીસમાં તપાસ માટે ફરિયાદ નોંધાવી હતી, જેને પોલીસે સ્વીકારી હતી. પોલીસ અધિકારીએ કહ્યું કે મયંકની હાલત હવે સ્થિર છે અને તે કોઈપણ પ્રકારના ખતરાથી બહાર છે. ત્રિપુરાના સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે પોલીસ આ મામલાની તપાસ કરશે અને મયંકને શક્ય તમામ સારવાર પૂરી પાડવામાં આવશે.

કર્ણાટક ટીમ શુક્રવાર (2 ફેબ્રુઆરી)થી સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં રેલ્વે સામે મેચ રમવાનું છે. અગ્રવાલ આ માટે જ સુરત જઈ રહ્યા હતા. તે સૌરાષ્ટ્ર સામેની આ મેચમાં રમી શકશે નહીં. અગ્રવાલ અત્યાર સુધી જબરદસ્ત ફોર્મમાં છે વર્તમાન રણજી ટ્રોફી સિઝનમાં તેણે ચાર મેચમાં 460 રન બનાવ્યા છે. તેના નામે બે સદી છે. કર્ણાટક રણજી ટ્રોફી એલિટ ગ્રુપના ગ્રુપ સીમાં ચાર મેચમાંથી 15 પોઈન્ટ સાથે બીજા ક્રમે છે, જેમાં બેમાં જીત અને એક મેચમાં હાર થઈ છે.

અગ્રવાલે 2018માં ડેબ્યૂ ( Cricket ) કર્યા બાદ ભારત માટે તેની કારકિર્દીમાં કુલ 21 ટેસ્ટ મેચ રમી છે. તેણે 21 મેચોમાં 41.3ની એવરેજથી 1488 રન બનાવ્યા, જેમાં તેના નામે ચાર સદી સામેલ છે. ભારત માટે તેની છેલ્લી ઈનિંગ માર્ચ 2022માં શ્રીલંકા સામેની ટેસ્ટ મેચમાં હતી. અગ્રવાલે 5 વનડે પણ રમી છે. અગ્રવાલ 2023માં જોડાયા બાદ 2024ની સિઝન માટે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં સનરાઈઝર્સ હૈદરાબાદનો ભાગ બન્યો છે. અગ્રવાલે લીગની 2022 સીઝનમાં પંજાબ કિંગ્સની કેપ્ટનશિપ પણ કરી હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

January 31, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Parliament Security Breach In the case of Parliament security breach, the main mastermind was arrested from Delhi.
દેશMain Post

Parliament Security Breach: સંસદમાં ઘૂસણખોરીના મુખ્ય સુત્રધારે પુરાવા નષ્ટ કરી કર્યું સરેન્ડર.. પોલિસને મોટા કાવતરાંની આશંકા.. આ તારીખે કોર્ટમાં થશે હાજર..

by Bipin Mewada December 15, 2023
written by Bipin Mewada

 News Continuous Bureau | Mumbai

Parliament Security Breach: સંસદભવનની સુરક્ષાનો ભંગ કર્યા બાદ આ સમગ્ર ષડયંત્રના ( conspiracy ) માસ્ટરમાઈન્ડ લલિત ઝાએ ( Lalit Jha ) દિલ્હી પોલીસ ( Delhi Police ) સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું હતું. તપાસમાં સામે આવ્યું છે કે લલિત ઝા એ જ ચારેય લોકોના મોબાઈલ ફોન લઈને ભાગી ગયો હતો જેઓ સંસદની અંદર જઈને બહાર વિરોધ કરી રહ્યા હતા, પરંતુ હવે તેના સરેન્ડર બાદ પોલીસને લલિત અને મહેશ પાસેથી કોઈ મોબાઈલ ફોન રીકવર થયો ન હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર રાજસ્થાનથી દિલ્હી આવીને સરેન્ડર કરતા પહેલા લલિતે ચારેય મોબાઈલ ફોન નષ્ટ કરી દીધા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે દિલ્હીથી ભાગી ગયા બાદ લલિત કુચમન ગયો હતો જ્યાં તે તેના મિત્ર મહેશને મળ્યો હતો.

મહેશે જ લલિતને રાત વિતાવવા માટે રૂમ અપાવ્યો હતો. મળતી માહિતી મુજબ બુધવારે સંસદ ભવનમાં બનેલી ઘટના બાદ લલિતે ગુરુવારે સવારે જ તમામ ફોન નષ્ટ કરી દીધા હતા. જોકે, પોલીસને લલિતની વાત પર પૂરો વિશ્વાસ નથી અને દરેક એંગલથી મામલાની તપાસ કરી રહી છે. તમને જણાવી દઈએ કે બે આરોપીઓએ લોકસભાની અંદર સ્મોક ગેસનો ઉપયોગ કર્યો હતો, જ્યારે બહાર પણ બે લોકોએ સ્મોક ગેસ સાથે રંગીન ધુમાડો ફેલાવ્યો હતો.

સ્પેશિયલ સેલની (  Special Cell ) ટીમ આજે મહેશ અને લલિતને કોર્ટમાં રજૂ કરશે…

પોલીસ હવે કોઈપણ સંજોગોમાં ચારેય આરોપીઓના ( accused ) ફોન રિકવર કરવાનો પ્રયાસ કરી રહી છે. સ્પેશિયલ સેલની ટીમ આજે મહેશ અને લલિતને કોર્ટમાં રજૂ કરશે અને રિમાન્ડની માંગણી કરશે. પોલીસે અગાઉ પકડાયેલા ચાર આરોપીના સાત દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

આ સમાચાર પણ વાંચો : Hindu Temple Donation : હિન્દુ મંદિરો સરકારના નિયંત્રણથી મુક્ત થવા જોઈએ.. મંદિરના દાનનો ઉપયોગ ફક્ત હિન્દુ માટે જ… વિશ્વ હિન્દુ પરિષદની મોટી માગ.

પોલીસને શંકા છે કે લલિત તપાસમાં અડચણ ઊભી કરવા ખોટું બોલી શકે છે. મળતી માહિતી મુજબ દિલ્હી પોલીસે મહેશના પિતરાઈ ભાઈની પૂછપરછ માટે અટકાયત કરી હતી. તે જ સમયે દિલ્હી પોલીસને ખબર પડી કે મહેશ અને લલિત સરેન્ડર કરવા દિલ્હી આવી રહ્યા છે. પોલીસે હજુ પણ ઉમેશને કસ્ટડીમાં રાખ્યો છે.

તમને જણાવી દઈએ કે સંસદની અંદર જતા પહેલા અને વિરોધ પ્રદર્શન ( Protest ) કરતા પહેલા ચારેય આરોપીઓ મનોરંજન, સાગર, નીલમ અને અમોલ લલિત ઝા પાસે તેમના ફોન છોડી ગયા હતા. લલિત ઝા બહાર ભીડમાં જોડાઈ રહ્યા હતા અને તેમનો વીડિયો રેકોર્ડ કરી રહ્યો હતો.

સ્મોક ગેસ ( Smoke gas ) સાથે પ્રદર્શન કર્યા બાદ પોલીસે ચારેય આરોપીઓને પકડતાની સાથે જ લલિત ઝા દરેકના મોબાઈલ ફોન લઈને ત્યાંથી ભાગી ગયો હતો. તપાસમાં એ વાત પણ સામે આવ્યું છે કે લલિત ઝાએ સંસદ ભવનમાં વિરોધનો વીડિયો એનજીઓના માલિકને મોકલ્યો હતો જેના માટે તે કામ કરતો હતો.

December 15, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Parliament Security Breach Who are these people who did the smoke attack in Parliament Know where they came from and why they attacked
દેશ

Parliament Security Breach: સંસદમાં સ્મોક અટેક કરનારા કોણ છે આ લોકો? જાણો તેઓ ક્યાંથી આવ્યા અને શા માટે કર્યો હુમલો..

by Bipin Mewada December 14, 2023
written by Bipin Mewada

 News Continuous Bureau | Mumbai

Parliament Security Breach: બુધવારે (13 ડિસેમ્બર) સંસદની ( Parliament  ) સુરક્ષામાં બનેલી ખામીની ( Security Breach ) ઘટનામાં સંડોવાયેલા છમાંથી પાંચ આરોપીઓની ( accused ) ધરપકડ કરવામાં આવી છે. પોલીસ ( Delhi police ) અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટનાને અંજામ આપવા માટે છ લોકોએ કાવતરું ( Conspiracy ) ઘડ્યું હતું. સંસદમાં ઘૂસી ગયેલા આ છ લોકો દોઢ વર્ષથી એકબીજાને ઓળખતા હતા. તેઓ સોશિયલ મીડિયા દ્વારા એકબીજા સાથે જોડાયેલા હતા. તેમણે સંસદમાં આવતા પહેલા રેકી કરી હતી.

સાગર શર્મા, મનોરંજન ડી, અમોલ શિંદે, નીલમ વર્મહાસ, લલિત ઝા અને વિશાલે આ ઘટનાનું આયોજન કર્યું હતું. તમામ આરોપીઓ દેશના અલગ-અલગ ખૂણેથી છે. આ ષડયંત્રમાં રિક્ષા ચાલકોથી લઈને એન્જિનિયરો સામેલ છે.

Fine print of Parliament security breach: frustrated youth 👇 pic.twitter.com/4JYdCqCC0J

— Nidhi (@nidhi_sharma) December 14, 2023

પહેલા આરોપી અમોલ શિંદેનો પરિવાર મુંબઈ નજીક લાતુર જિલ્લાના જરી બુદ્રુકમાં રહે છે. તેના માતા-પિતા ખેડૂત છે અને તેમને બુધવારની ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે પોલીસ તેમના ઘરે પહોંચી હતી. અમોલે 12મા સુધી અભ્યાસ કર્યો છે અને હાલમાં તે બેરોજગાર છે. તે આર્મીમાં જોડાવા માંગતો હતો અને ગત શનિવારે તે દિલ્હી પોલીસમાં ભરતી માટે જાઉં છું તેમ કહીને ઘરેથી નીકળી ગયો હતો. તેના માતા-પિતાએ જણાવ્યું કે ત્યારથી તેનો ફોન સ્વીચ ઓફ હતો. અમોલના પરિવારજનોનું કહેવું છે કે નોકરીના અભાવે તે ખૂબ જ ચિંતિત હતો. ગ્રામજનોએ એમ પણ જણાવ્યું કે અમોલ અનુસૂચિત જાતિનો છે અને તેના પરિવારને સરકારની આવાસ યોજના હેઠળ એક નાનું ઘર ફાળવવામાં આવ્યું છે અને અમોલનો મોટો ભાઈ શહેરમાં કડિયાકામનું કામ કરે છે.

જાણો કોણ છે આ આરોપીઓ…

બીજી આરોપી નીલમ વર્માહાસ હરિયાણાના જીંદ જિલ્લાના ગાશો ખુર્દ ગામની રહેવાસી છે. સ્વતંત્રતા સેનાની આઝાદ ભગત સિંહથી પ્રેરિત, તે પોતાને નીલમ આઝાદ કહે છે. નીલમ પણ બેરોજગારીથી પરેશાન છે. તેણે હરિયાણા ટીચર એલિજિબિલિટી ટેસ્ટ (HTET) પણ પાસ કરી છે, પરંતુ હજુ સુધી શિક્ષક તરીકે નોકરી મળી નથી. તે ખેડૂતોના આંદોલન અને મહિલા કુસ્તીબાજોના વિરોધ સહિતના વિવિધ વિરોધમાં પણ સામેલ રહી છે. નીલમ ઓબીસી કેટેગરીની છે અને તેને ક્રાંતિકારી યુવતી તરીકે પણ ઓળખવામાં આવે છે. HTET ટેસ્ટની માન્યતા સાત વર્ષ માટે છે. એટલે કે જો કોઈ આ પરીક્ષા પાસ કરે છે, તો તેની પાસે શિક્ષક બનવા માટે સાત વર્ષ છે અને નીલમની HTET માન્યતા આ વર્ષે સમાપ્ત થઈ રહી છે અને તે 37 વર્ષની છે. તેના પરિવારનું કહેવું છે કે નીલમે તેમને કહ્યું ન હતું કે તે દિલ્હીમાં છે.

આ સમાચાર પણ વાંચો : Parliament Security Breach: સંસદની સુરક્ષામાં ક્ષતિ પાછળ આ આંતકવાદીનો હાથ… પાકિસ્તાની નિષ્ણાંતે કર્યો મોટો દાવો…

ત્રીજો આરોપી સાગર શર્મા રિક્ષા ડ્રાઈવર છે અને સ્વાતંત્ર્ય સેનાની ભગત સિંહ અને ક્યુબાના પ્રખ્યાત મંત્રી ચે ગૂવેરાના ચાહક છે. તે પોતાના સોશિયલ મીડિયા પર આ બંને વ્યક્તિત્વના અવતરણો પોસ્ટ કરતો રહે છે. સાગર 28 વર્ષનો છે, ગઈકાલે તે સંસદની વિઝિટર ગેલેરીમાંથી ગૃહમાં કૂદી ગયો હતો અને પછી પીળો ધુમાડો ઉડાડ્યો હતો. તે લખનૌના રામનગરના આલમબાગનો રહેવાસી છે. પરિવારનું કહેવું છે કે તે દિલ્હી પ્રોટેસ્ટમાં ભાગ લેવા જઈ રહ્યો હોવાનું કહીને ઘરની બહાર નીકળી ગયો હતો. સાગરની માતાનું કહેવું છે કે તેમને ખબર નથી કે તેમના પુત્રને સંસદનો પાસ કેવી રીતે મળ્યો. તેમનું કહેવું છે કે સાગરે આ કોઈ ખોટા ઈરાદાથી કર્યું નથી. તેણે ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો છે અને 2018 માં તે બેંગલુરુમાં લોટ મિલમાં કામ કરતો હતો, પરંતુ કોરોના રોગચાળા દરમિયાન 2020 માં પાછો ફર્યો અને હવે અહીં ઈ-રિક્ષા ચલાવે છે.

Engineer To E-Rickshaw Driver: Who Are Parliament Breach Accused
The people involved in the unprecedented security breach also belong to various parts of the country and, on the surface, appear to have very little in common.https://t.co/EWsrtHLNIQ pic.twitter.com/998DWvE6Ba

— BBC & Socialistic NEWS RSVK (@Raavivamsi49218) December 14, 2023

કર્ણાટકના મૈસુરમાં રહેતા મનરંજન ડી કમ્પ્યુટર સાયન્સમાં એન્જિનિયર ગ્રેજ્યુએટ છે. મનોરંજનજને જ સંસદમાં ધુમાડો ફેલાવવા માટે સ્મોક બોમ્બ ખોલ્યો હતો. મનોરંજનના પરિવારના સભ્યો કહે છે કે તેને પુસ્તકો અને મુસાફરીનો શોખ છે અને તેનું હૃદય ખૂબ જ સારું છે. તેણે કહ્યું કે મનોરંજનએ આ કામ સ્વેચ્છાએ નથી કર્યું કારણ કે તે સમાજ માટે કામ કરવા માગતો હતો. તેણે થોડો સમય તેના પારિવારિક વ્યવસાય માટે કામ કર્યું. સ્થાનિક પોલીસે જણાવ્યું કે ફેસબુક પર ભગત સિંહના ફેન પેજના કારણે તે આ ષડયંત્રનો ભાગ બન્યો હોઈ શકે છે અને તેથી આ ષડયંત્રમાં સામેલ થવા માટે મૈસૂરથી દિલ્હી ગયો હતો. મનોરંજનએ સેન્ટ સ્ટીફન્સ કોલેજ અને મારીમલપ્પા હાઈસ્કૂલમાંથી શાળાકીય શિક્ષણ મેળવ્યું હતું અને બેંગલુરુ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો.

પોલીસે જણાવ્યું હતું કે આયોજનના ભાગરૂપે, સાગર શર્મા અને મનોરંજન ડી શૂન્ય કલાક દરમિયાન પ્રેક્ષક ગેલેરીમાંથી લોકસભા ચેમ્બરમાં કૂદી ગયા હતા અને કેનમાંથી પીળો ગેસ ફૂંકતી વખતે સૂત્રોચ્ચાર કર્યા હતા. તે જ સમયે, સંસદ ભવન બહાર, અમોલ શિંદે અને નીલમે કેનમાંથી લાલ અને પીળો ધુમાડો ફેલાવ્યો અને ‘તાનાશાહી નહીં ચાલે’ એવા નારા લગાવ્યા. સાગર, મનોરંજન, અમોલ અને નીલમ હવે પોલીસ કસ્ટડીમાં છે. તે જ સમયે, પાંચમા આરોપી વિશાલને પણ પોલીસે કસ્ટડીમાં લીધો છે. સંસદ પહોંચતા પહેલા ચારેય જણ વિશાલના ઘરે રોકાયા હતા. છઠ્ઠો આરોપી લલિત ફરાર છે.

આ સમાચાર પણ વાંચો : Chennai: ચેન્નઈના દરમિયામાં ઓઈલ લીકની સમસ્યા બની ચિંતાજનક.. વૈજ્ઞાનિકોએ કહ્યું – ‘હવે બહું મોડું કરી દીધું…’ જાણો શું છે આ મામલો.

December 14, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Block Deal: Adani Group promoter sells Rs 15,446-cr stake to FII in 4 entities 
વેપાર-વાણિજ્યTop Post

હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ ને અદાણી ગ્રુપે ભારત સામે નું સુનિયોજીત ષડ્યંત્ર ગણાવ્યું

by Dr. Mayur Parikh January 31, 2023
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

હિંડેનબર્ગ રિસર્ચના રિપોર્ટ બાદ અદાણી જૂથ તૈયારી સાથે મેદાનમાં ઉતર્યું.. અને કંપની પર લગાવાયેલા એક એક આરોપનો છણાવટ સાથે જવાબ આપ્યો. અદાણી જૂથે કહ્યું કે હિંડનબર્ગ દ્વારા ઉઠાવાયેલા 88 પ્રશ્નોમાંથી 68 પ્રશ્નોના જવાબ તો અદાણી જૂથની કંપનીઓ દ્વારા અગાઉ વખતોવકત અપાઈ ચૂક્યા છે.

હિંડનબર્ગના 413 પાનાંના રિસર્ચ રિપોર્ટના જવાબમાં અદાણીએ હિંડનબર્ગને શોર્ટ સેલર ગણાવી. અદાણીના નિવેદન મુજબ અદાણી પોર્ટફોલિયો અને અદાણી ગ્રુપ વૈશ્વિક અર્થતંત્રને અનુરૂપ અને રાષ્ટ્રના નિર્માણ કરવા માટે પ્રતિબદ્ધ છે. અદાણીના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અદાણી શેરોમાં શોર્ટ પોઝિશન રાખવાથી શેરોમાં મંદીની આશંકા છે. 24 જાન્યુઆરીનો રિપોર્ટ પ્રકાશિત થયા પછી અદામી શેરો ઘટાડાતરફી છે, જેથી હિંડનબર્ગે મોટા પાયે નાણાંથી અદાણીના શેરોમાં વેચવાલી કરી છે. અદાણી ગ્રુપે ખૂબ જવાબદારીપૂર્વક આપેલા જવાબમાં કહ્યું છે કે અદાણી ગ્રૂપનો પ્રતિભાવ હિંડનબર્ગના ખોટા હેતુઓ અને મોડસ ઓપરેન્ડી સામે પણ પ્રશ્નો ઉભા કરે છે, જેણે ભારતીય ન્યાયતંત્ર અને નિયમનકારી માળખાને સહેલાઈથી બાયપાસ કર્યું છે. અદાણી ગ્રુપના વિગતવાર પ્રતિસાદમાં તેના ગવર્નન્સ ધોરણો, પ્રતિષ્ઠા, શ્રેષ્ઠ પ્રથાઓ, પારદર્શક આચરણ, નાણાકીય અને ઓપરેશનલ કામગીરી અને શ્રેષ્ઠતા આવરી લેવામાં આવી હતી.

અદાણી ગ્રૂપે જણાવ્યું હતું કે હિંડનબર્ગ રિપોર્ટ અમારા શેરધારકો અને જાહેર રોકાણકારોની કિંમત પર નફો કરવાના સ્પષ્ટ હેતુ સાથે બનાવવામાં આવ્યો છે. તે હિતોના સંઘર્ષથી ભરપૂર હેરાફેરી દસ્તાવેજ છે અને તેનો હેતુ ખોટો નફો બુક કરવા માટે સિક્યોરિટીઝમાં ખોટા બજાર બનાવવાનો છે, જે સ્પષ્ટપણે ભારતીય કાયદા હેઠળ સિક્યોરિટીઝ છેતરપિંડી બનાવે છે.

આ સમાચાર પણ વાંચો :  મોટા સમાચાર : વિશ્વના ટોપ-10 અબજોપતિઓની યાદીમાંથી ગૌતમ અદાણી બહાર

હિંડેનબર્ગ દ્વારા પૂછવામાં આવેલા 88 પ્રશ્નોમાંથી, 68 અદાણી જૂથની કંપનીઓ દ્વારા તેમના સંબંધિત વાર્ષિક અહેવાલોમાં સમયાંતરે મેમોરેન્ડમ, નાણાકીય નિવેદનો અને સ્ટોક એક્સ્ચેન્જ ડિસ્ક્લોઝર ઓફર કરતી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 20 પ્રશ્નોમાંથી, 16 જાહેર શેરધારકો અને તેમની સંપત્તિના સ્ત્રોતો સાથે સંબંધિત છે, જ્યારે બાકીના ચાર માત્ર પાયાવિહોણા આક્ષેપો છે.
અદાણીના FPOમાં વિદેશી કંપનીએ અધધધ રોકાણ, કહ્યું; અદાણી પર મજબૂત વિકાસની અપાર સંભાવના

હિંડનબર્ગના રિપોર્ટ બાદ અદાણી ગ્રુપની કંપનીઓના શેરમાં મોટા કડાકા વચ્ચે અદાણી એન્ટરપ્રાઈઝનો ફોલો-ઓન પબ્લિક ઓફર એટલે કે FPO ધૂમ મચાવી રહ્યો છે. અદાણીની કંપનીના FPOમાં UAEની મોટી લિસ્ટેડ કંપની ઈન્ટરનેશનલ હોલ્ડિંગ કંપની (IHC)એ 3261.29 કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરી.. IHCએ સબસિડી ગ્રીન ટ્રાન્સમિશન ઈન્વેસ્ટમેન્ટ હોલન્ડિંગ આરએચસી લિમિટેડ દ્વારા રોકાણ કર્યા છે. IHC અબુધાબીમાં આવેલી ખૂબ જાણીતી કંપની છે. સ્થાનિક સ્તરે તે સૌથી વધુ માર્કેટ કેપ ધરાવતી કંપનીઓમાં સામેલ છે. આ કંપનીએ એન્કર બૂકમાં પણ રૂપિયા લગાવ્યા છે.

આ સમાચાર પણ વાંચો :  Adani FPO : છેલ્લુ અટ્ટહાસ્ટ અદાણીનું હશે, FPO સંદર્ભે અદાણી માટે મોટા રાહતના સમાચાર.

IHCના CEO સૈયદ બસર શુએબે જણાવ્યું હતું કે અદાણી એન્ટરપ્રાઈઝના ફંડામેન્ટલ્સ પર અમને વિશ્વાસ છે. અદાણી એન્ટરપ્રાઝમાં લોંગ ટર્મમાં ગ્રોથની મજબૂત સંભાવના દેખાઈ રહી છે. જેના કારણે અમે તેમાં રોકાણ કરવાનો નિર્ણય લીધો છે. જેથી શેરહોલ્ડર્સની વેલ્યુ વધારવામાં આવી શકે. શુએબે જણાવ્યું હતું કે એફપીઓમાં રોકાણનો ફાયદો એ છે કે કંપનીનો અર્નિંગ રિપોર્ટ, કંપનીના મેનેજમેન્ટ, બિઝનેસ પ્રેક્ટિસિસની જાણકારીની સાથે સાથે રોકાણ માટે નિર્ણય લેવા માટે ઘણો બધો ડેટા ઉપલબ્ધ રહે છે.

અદાણી એન્ટરપ્રાઈઝના 20 હજાર કરોડ રૂપિયાનો FPO 31 જાન્યુઆરી સુધી સબસ્ક્રાઈબ કરી શકાશે. આ FPO માટે 3112-3276 રૂપિયાની પ્રાઈસ બેન્ડ છે. જેમાં રિટેલ ઈન્વેસ્ટર્સને 64 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.

January 31, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
PM Modi virtually flags off Uttarakhand`s first Vande Bharat Train
દેશ

રખડતા ઢોર બેકાબુ બન્યા છે કે પછી વંદે ભારત એક્સપ્રેસ સાથે મોટો અકસ્માત થાય તેની યોજના બની રહી છે? ફરી એક વખત વંદે ભારત એક્સપ્રેસ ને અકસ્માત નડ્યો.

by kalpana Verat December 2, 2022
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હોશભેર વંદે ભારત એક્સપ્રેસ (Vande Bharat Express) ને શરૂ કરી. આ ટ્રેન મુંબઈ અને અમદાવાદ વચ્ચેનો રસ્તો નાનો કરી નાખે છે. પ્રવાસીઓને ઓછો સમય આપવો પડે છે. મુંબઈ અને અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન શરૂ થાય તે પહેલા આ ટ્રેન એક પ્રયોગ છે. ત્યાં હવે પ્રશ્ન એ ઉભો થાય છે કે શું વિઘ્નસંતોષીઓ કોઈ મોટો અકસ્માત ઈચ્છે છે. આ પ્રશ્ન એટલે પૂછવામાં આવી રહ્યો છે કારણ કે સતત પાંચમી વખત વંદે ભારત એક્સપ્રેસ સાથે અકસ્માત થયો છે.

આ પાંચમો અકસ્માત વાપી પાસે થયો. જ્યાં એક ઢોર ટ્રેનના અગ્રભાગ સાથે ભટકાયું. સંજાણ સ્ટેશન પર ટ્રેન ઊભી રાખવામાં આવી અને તેના અગ્રભાગ રિપેર કરવામાં આવ્યો અને ત્યાર બાદ ટ્રેન ફરી એક વખત પાટા પર દોડવા માંડી.

સળગતા સવાલો

  • સવાલ એ ઉભો થાય છે કે વંદે ભારત એક્સપ્રેસ સાથે અકસ્માત શા માટે સર્જાય છે?
  • રેલ્વે ટ્રેક પર અનેક ટ્રેનો દોડે છે પરંતુ તમામ ટ્રેનો ની નીચે ઢોર આવી જતા નથી?
  • જે ઢોર ટ્રેન નીચે આવી જાય છે તેનું ટ્રેકિંગ હોતું નથી?
  • શા માટે ઢોરના માલિકને શોધવો અઘરો બને છે?

આ સમાચાર પણ વાંચો: ‘જો તમારામાં હિમ્મત હોય તો દેશનું નામ બદલો’, જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ ઓમર અબ્દુલ્લાએ ઈન્ડિયા વિરુદ્ધ ભારતની ચર્ચા પર આપ્યું મોટું નિવેદન… જુઓ વિડીયો..

December 2, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક