Tag: constructions

  • Mumbai:  બીએમસીએ મલાડ ઈસ્ટ રસ્તાને પહોળા કરવાના પ્રોજેક્ટમાં વચ્ચેમાં આવતા 168 બાંધકામો તોડી પાડ્યાં..

    Mumbai: બીએમસીએ મલાડ ઈસ્ટ રસ્તાને પહોળા કરવાના પ્રોજેક્ટમાં વચ્ચેમાં આવતા 168 બાંધકામો તોડી પાડ્યાં..

    News Continuous Bureau | Mumbai 

    Mumbai: BMCએ મલાડ પૂર્વમાં રસ્તાને પહોળો કરવા માટે 168 બાંધકામો ( constructions ) અને વ્યાપારી સંસ્થાઓની ઓફિસોને તોડી પાડ્યા હતા. 2.1 કિમી લાંબો આ માર્ગ કાંદિવલી પૂર્વને ગોરેગાંવ પૂર્વમાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે સાથે જોડશે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય પૂર્વ-પશ્ચિમ કનેક્ટિવિટી માટે ગોરેગાંવ મુલુંડ લિંક રોડ ( GMLR ) પ્રોજેકટ શરુ થાય ત્યાં સુધી આ વિસ્તારમાં ટ્રાફિકને સરળ બનાવવાનો છે. 

    ઉલ્લેખનીય છે કે, ગોરેગાંવ પૂર્વથી લોખંડવાલા, કાંદિવલી પૂર્વ સુધીના 36-મીટર પહોળા અને 2.1 કિલો મીટર લંબાઈના રસ્તાને પાલિકા ( BMC )  સંસ્થા દ્વારા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. તદનુસાર, આ પ્રોજેક્ટમાં પ્રથમ તબક્કામાં, BMCએ મલાડ પૂર્વમાં GMLR જંકશન રત્નાગીરી હોટેલથી મલાડ ( Malad ) જળાશય રોડ, મલાડ પૂર્વ સુધીના જળાશય રોડ તરીકે ઓળખાતા, આ રોડના 500 મીટરને પહોળો કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે.

      બીએમસી 9 મીટર પહોળા રસ્તાને હજી વધુ 36 મીટર સુધી પહોળો કરવાનું કામ કરશે

    તો બીએમસીએ આ ગોરેગાવ ( Goregaon ) પૂર્વ અને કાંદિવલી ( Kandivali ) પૂર્વ વચ્ચેના 9 મીટર પહોળા રસ્તાને હજી વધુ 36 મીટર સુધી પહોળો કરવાનું કામ કરશે. જેમાં હવે માર્ગની બંને બાજુ સ્થિત બાંધકામોનું તોડકામ થતાં હવે અડચણ દૂર થતાં કાંદિવલી GMLR અને મુલુંડ તરફ અથવા વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે ( Western Express Highway ) તરફના પ્રવાસીઓ માટે નવી કનેક્ટિવિટીનો માર્ગ ખુલશે અને ટ્રાફિક સરળ બનશે.

    આ સમાચાર પણ વાંચો :  India Weather: દેશભરમાં આવશે હવામાનમાં પલટો.. દિલ્હીથી પંજાબ અને યુપીમાં વીજળી સાથે ભારે વરસાદ રહેશે, કેરળમાં ગરમીનો પારો વધુ વધશે.. જાણો સંપુર્ણ IMD અપડેટ..

    BMC આ તોડકામમાં આવેલા બાંધકામોમાંથી પાત્ર બાંધકામ ધારકોને મલાડ પૂર્વમાં પાત્ર 107 યોગ્ય કોમર્શિયલ અને રેસિડેન્શિયલ બાંધકામ માટે વૈકલ્પિક આવાસ પણ પ્રદાન કરશે.

    નોંધનીય છે કે, પી નોર્થ વોર્ડની ટીમ દ્વારા આ બાંધકામોને તોડકામની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આમાં 168 માંથી પાત્ર 107 બાંધકામમાં 85 રહેણાંક અને 22 કોમર્શિયલ બાંધકામો હતાં. જેના મલાડ ઈસ્ટ અને ગોરેગાંવ ઈસ્ટમાં આ બંને સ્થળોએ પુનર્વસન કરવામાં આવશે. પી નોર્થ વોર્ડના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર આ ડિમોલિશન માટે બે પોકલેન મશીન, બે જેસીબી અને ચાર ડમ્પર સાથે લગભગ 50 પાલિકા કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા.

  • Mumbai air pollution : મુંબઈમાં વધી રહેલા વાયુ પ્રદૂષણથી ભય, ખતરાને ધ્યાનમાં લઈને BMCએ કરી નવી ગાઈડલાઈન.. જાણો શું છે નિયમો

    Mumbai air pollution : મુંબઈમાં વધી રહેલા વાયુ પ્રદૂષણથી ભય, ખતરાને ધ્યાનમાં લઈને BMCએ કરી નવી ગાઈડલાઈન.. જાણો શું છે નિયમો

    News Continuous Bureau | Mumbai 

    Mumbai air pollution : મહાનગરમાં બગડતી પ્રદૂષણની સ્થિતિને નિયંત્રિત કરવા માટે, BMC કમિશનર ઇકબાલ સિંહ ચહલ ( Iqbal Singh Chahal )  એક્શનમાં આવ્યા છે. ચહલે શુક્રવારે BMC અને અન્ય એજન્સીઓના અધિકારીઓ સાથે મેરેથોન બેઠક યોજી હતી, જેમાં 23 ઓક્ટોબર સુધીમાં પ્રદૂષણ અંગે નવી માર્ગદર્શિકા જારી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમણે સ્વીકાર્યું કે મુંબઈમાં થઈ રહેલા 6000 થી વધુ બાંધકામો ( constructions ) પ્રદૂષણના મુખ્ય પરિબળો છે. આ બાંધકામ કામો પૂર્ણ કરવામાં લઘુત્તમ પ્રદૂષણની ખાતરી કરવા માટે કોઈ પ્રયાસો કરવામાં આવી રહ્યા નથી. તેમણે બિલ્ડરોને ચેતવણી આપી હતી કે તમામ એજન્સીઓ અને સંસ્થાઓ માટે પ્રદૂષણ નિયંત્રણ માટે જારી કરાયેલ માર્ગદર્શિકાનું ( guidelines ) પાલન કરવું ફરજિયાત રહેશે, અન્યથા કોઈપણ ખચકાટ વિના કામ અટકાવવા સહિતની શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

    પ્રદૂષણમાં ( pollution  ) વધારો થવા પાછળ ધૂળ મુખ્ય પરિબળ

    બેઠકમાં ઇકબાલ સિંહ ચહલે કહ્યું કે ગ્લોબલ વોર્મિંગની ( global warming ) મુંબઈની હવાની ગુણવત્તા ( air quality ) પર પ્રતિકૂળ અસર થઈ રહી છે. આને સુધારવા માટે, આપણે ઘણા સખત પગલાં લેવા પડશે. ચોમાસું પૂરું થયાને માંડ 10-15 દિવસ થયા છે અને મુંબઈમાં હવાની ગુણવત્તા પર પ્રતિકૂળ અસર થઈ છે. વાયુ પ્રદૂષણમાં વધારો થવા પાછળ ધૂળ મુખ્ય પરિબળ છે.

    આ સાથે પ્રદૂષણને નિયંત્રણમાં ( Pollution Control ) રાખવા માટે 50 વિશેષ ટીમો નિયુક્ત કરવામાં આવશે, જેઓ બાંધકામના કામોનું ઓચિંતું નિરીક્ષણ કરશે અને લાઈવ વીડિયો ( Live Video ) શૂટ કરશે. જો કોઈ ખામી જણાશે તો સ્થળ પર જ નોટિસ આપીને કામ બંધ કરવામાં આવશે. આ ઉપરાંત જૂના ડીઝલ વાહનોને મુંબઈમાં પ્રવેશતા અટકાવવાની વ્યવસ્થા કરવામાં આવશે. મુંબઈના 60 રસ્તાઓ પર એન્ટી સ્મોગ મશીનોથી દરરોજ સવારે પાણીનો છંટકાવ પણ શરૂ કરવામાં આવશે.

    બાંધકામ સાઈટ પર નજીકથી નજર રાખો

    જારી કરાયેલા પરિપત્ર મુજબ, એક એકર અને તેનાથી વધુ વિસ્તારમાં થઈ રહેલા બાંધકામ સ્થળની આસપાસ 35 ફૂટથી વધુ ઉંચો શેડ હોવો જોઈએ. સમગ્ર બાંધકામ વિસ્તાર જ્યુટ અથવા લીલા કાપડથી ઢંકાયેલો હોવો જોઈએ. એક એકરથી ઓછા પ્લોટ પર 25 ફૂટ ઉંચો શેડ લગાવવો ફરજિયાત કરવામાં આવ્યો છે. દરેક બાંધકામ સાઈટ પર 15 દિવસની અંદર એન્ટી સ્મોગ મશીનો લગાવવા જોઈએ. દરેક બાંધકામ સાઈટ પર એર ક્વોલિટી ઇન્ડેક્સ મેઝરમેન્ટ સિસ્ટમ લગાવવી ફરજિયાત કરવામાં આવી છે.

    આ સમાચાર પણ વાંચો :  RBI L&T Finance : RBIએ L&T ફાઇનાન્સ સામે કરી મોટી કાર્યવાહી, ફટકાર્યો આટલા કરોડનો દંડ.

    બાંધકામ વાહનો પર પણ કડકાઈ

    બાંધકામના કાટમાળને વહન કરતી વખતે વાહનો પર ફ્રોસ્ટ સ્પ્રે લાગુ કરવી જોઈએ. દરેક માલસામાન પછી વાહનોના પૈડા ધોવા અને સાફ કરવા ફરજિયાત કરવામાં આવ્યા છે. બાંધકામના સ્થળે સીસીટીવી લગાવવા સૂચના આપવામાં આવી છે. આ સિવાય બાંધકામ સંબંધિત દરેક વાહનનું સમયસર પીયુસી ટેસ્ટિંગ સુનિશ્ચિત કરવાનું કહેવામાં આવ્યું છે. રાત્રે કાટમાળ ફેંકનારાઓ પર નજર રાખવા માટે અધિકારીઓને પણ એલર્ટ કરવામાં આવ્યા છે.

    – કન્સ્ટ્રક્શન સાઇટની આસપાસ 35 ફૂટ ઉંચો શેડ લગાવવો પડશે.
    – ઉચ્ચ પ્રદૂષણની જગ્યાએ 60 એન્ટી સ્મોગ મશીન લગાવવામાં આવશે.
    – સરપ્રાઈઝ ઈન્સ્પેક્શન માટે 50 ખાસ ટીમો બનાવવામાં આવશે.

  • ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે ભંડોળ એકઠું કરવાનું અભિયાન આજથી શરુ, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કર્યું આટલાં લાખનું દાન. જાણો વિગતે..

    ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે ભંડોળ એકઠું કરવાનું અભિયાન આજથી શરુ, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કર્યું આટલાં લાખનું દાન. જાણો વિગતે..

    • અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નિર્માણ માટે દાન અભિયાન શરૂ થઇ ગયુ છે. 
    • રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રામ મંદિર માટે સૌથી પહેલા દાન આપીને આ અભિયાનની શરૂઆત કરી છે.
    • રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રામ મંદિર માટે પાંચ લાખ રૂપિયાનું દાન આપ્યુ છે. 
    • ચેક દ્વારા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ દાન ટ્રસ્ટને સોપ્યુ છે.