Tag: Cool Bus Stop

  • Cool Bus Stop Ahmedabad : વધતી ગરમીનો સામનો કરવા માટે એક પર્યાવરણને અનુકૂળ પ્રયાસ, ગુજરાતના આ શહેરમાં બન્યો પહેલો ‘કૂલ બસ સ્ટોપ’..

    Cool Bus Stop Ahmedabad : વધતી ગરમીનો સામનો કરવા માટે એક પર્યાવરણને અનુકૂળ પ્રયાસ, ગુજરાતના આ શહેરમાં બન્યો પહેલો ‘કૂલ બસ સ્ટોપ’..

    News Continuous Bureau | Mumbai

    Cool Bus Stop Ahmedabad : તાપમાનનો પારો ઉંચો જઈ રહ્યો છે.  ત્યારે આ કાળઝાળ ગરમીમાં રાહત આપતા સમાચાર છે. અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસે લાલ દરવાજા બસ ટર્મિનલ મુસાફરો માટે કુલ બસ સ્ટોપ બનાવ્યા છે. આ બસ સ્ટોપથી તાપમાન 6 થી 7 ડિગ્રી જેટલું નીચું રહે છે. 

    અમદાવાદ હીટ એક્શન પ્લાનના ભાગરૂપે ભીષણ ગરમીમાં મુસાફરોને રાહત આપવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ અને મહિલા હાઉસિંગ ટ્રસ્ટે લાલ દરવાજા ટર્મીનસ પ્લેટફોર્મ નં. 7 અને 8 પર ખસના પડદાં લગાવી ‘કુલ બસ સ્ટોપ’ બનાવવામાં આવ્યું છે. સૂકા ઘાસમાંથી બનેલા ખસના પડદાંનો ઉપયોગ કરીને બનાવેલા આ કુલ બસ સ્ટોપના કારણે બસ સ્ટોપમાં મુસાફરોને રાહત મળે છે. 

    આ સમાચાર પણ વાંચો : યુવાઓના કૌશલ્ય વિકાસ માટે મહારાષ્ટ્ર સરકાર અગ્રેસર, આ વિવિધ યોજનાઓ મૂકી અમલમાં..

    આ કુલિંગ બસસ્ટોપ એવી જગ્યાએ પસંદ કરવામાં આવ્યું છે કે જ્યા દરરોજ 3,000 થી વધુ મુસાફરોની અવર-જવર રહે છે. અહીં, વિદ્યાર્થીઓ, ગૃહિણીઓ, મજૂરો, તથા અન્ય લોકો આ રૂટ પર મુસાફરી કરે છે. આ પહેલ માટે મુસાફરોએ પ્રશાસનની પ્રસંશા કરી છે. 

     વધુને વધુ લોકોને જાહેર પરિવહનનો ઉપયોગ કરે તે દિશામાં એ.એમ.ટી.એસનું આ મહત્વપૂર્ણ કદમ છે. આગામી સમયમાં શહેરના અન્ય મુખ્ય બસ સ્ટોપ પર પણ આ પ્રકારના કુલિંગ વ્યવસ્થા ઉભી કરવાની વિચારણા છે. આ પહેલ અન્ય માટે પણ પ્રેરણારૂપ છે. 

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.