Tag: corona report

  • સોનિયા ગાંધી બાદ હવે ગાંધી પરિવારના આ સદસ્યને થયો કોરોના- ઘરમાં જ થયા ક્વોરન્ટાઈન

    સોનિયા ગાંધી બાદ હવે ગાંધી પરિવારના આ સદસ્યને થયો કોરોના- ઘરમાં જ થયા ક્વોરન્ટાઈન

     News Continuous Bureau | Mumbai

    કોંગ્રેસના અધ્યક્ષ(Congress president) સોનિયા ગાંધી(Sonia Gandhi) બાદ હવે પ્રિયંકા ગાંધી(Priyanka Gandhi) કોરોનાની(Corona) ચપેટમાં આવી ગયા છે.

    આ અંગે પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરીને જણાવ્યું કે, તેઓ કોવિડ સંક્રમિત થઈ ગયા છે. તેમના કોરોનાના હળવા લક્ષણો દેખાઈ આવ્યા છે.

    કોવિડના પ્રોટોકોલ( Corona protocol) ધ્યાનમાં રાખીને તેમણે પોતાની જાતને ઘરમાં ક્વોરન્ટાઈન(home Quarantine) કરી લીધું છે. 

    ઉલ્લેખનીય છે કે, આ પહેલા ગઈ કાલે જ કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીનો કોરોના રિપોર્ટ(Corona report) પોઝિટિવ  આવ્યો હતો.

    આ સમાચાર પણ વાંચો : મોટા સમાચાર- કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને થયો કોરોના- અન્ય કોંગ્રેસ નેતાઓ પણ સંક્રમિત – જાણો હવે ઇડીની કાર્યવાહીનું શું થશે

  • જ્યોતિરાદિત્ય અને માતા માધુરી રાજેનો બીજો રિપોર્ટ નેગેટિવ આવ્યો, હોસ્પિટલમાંથી જલ્દી જ મળશે ડિસ્ચાર્જ

    ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

    નવી દિલ્હી

    12 જુન 2020

    ભાજપ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા અને તેમની માતા માધવી રાજે કોરોના વાઈરસાના કારણે હોસ્પિટલમાં દાખલ હતાં જ્યાં જ્યોતિરાદિત્ય અને તેમની માતાનો બીજો કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યો છે.

    હવે જ્યોતિરાદિત્ય સિંધિયા ને જલ્દી જ આગામી બે ત્રણ દિવસમાં હોસ્પિટલમાંથી રજા આપી દેવાશે. એવું જાણવા મળ્યું છે.

    જ્યોતિરાદિત્ય સિંધિયા અને તેમની માતાને કોરોના સંક્રમણને કારણે દિલ્હીના મેક્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. છેલ્લા કેટલાય દિવસો પહેલા કોરોનાના લક્ષણ જોવા મળ્યા હતા. તેમને તાવ અને ગળામાં ખારાશ થતી હતી.

    જેના કારણે જ્યોતિરાદિત્ય સિંધિયા, તેમની માતા માધવી રાજે, પત્ની પ્રિયદર્શિની રાજે, પુત્ર મહાઆર્યમન અને પુત્રી અનન્યા રાજેનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. જ્યોતિરાદિત્ય અને તેમની માતાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે પરિવારના બાકી સભ્યોનો રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો.

    સંપર્કમાં આવેલા લોકો તેમજ તેમના અંગત સ્ટાફને પણ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યાં છે. જ્યોતિરાદિત્ય સિંધિંયાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ હડકંપ મચી ગયો હતો, જે બાદ જ્યોતિરાદિત્ય સિંધિયાના સંપર્કમાં આવનારા લોકોને ક્વોરન્ટાઈન કરી દેવામાં આવ્યાં હતાં…

  • ઘરકામ કરતી બાઈ પાસે મેડિકલ રિપોર્ટ માંગતા, બાઇએ ઘરમાલિક નો મેડિકલ રિપોર્ટ માંગ્યો, થઈ બબાલ…

    ઘરકામ કરતી બાઈ પાસે મેડિકલ રિપોર્ટ માંગતા, બાઇએ ઘરમાલિક નો મેડિકલ રિપોર્ટ માંગ્યો, થઈ બબાલ…

    ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

    નવી દિલ્હી

    9 જુન 2020

    ઘરોમાં કામ કરતી બાઈઓ કોવિડ.19 ને લઈ ઉદ્દભવેલી સ્થિતિ અને તેના લીધે તેમની સાથે થતા વ્યવહાર થી અસ્વસ્થ છે, એક તો તેમને મોટાભાગની હાઉસિંગ સોસાયટીઓમાં પ્રવેશવાની મંજૂરી નથી મળી. બીજું  સોસાયટી વાળા એ લોકોના ટેસ્ટ રિપોર્ટ્સ બતાવવાનું કહે છે..આ સાથે જ કેટલીક જગ્યાએ તેઓના અન્ય રિપોર્ટ્સ બતાવવા કહેવાય છે. અને જે રીતે વાણી વર્તન થાય છે તેનાથી અપમાનિત મહેસૂસ કરે છે.  જે લોકો મુંબઇ જેવા મેટ્રો સિટીમાં રહે છે, તેઓ કામવાળી બાઈનું મહત્વ જાણે છે. જો કે, કોરોના વાયરસને પગલે, અને લોકડાઉન બાદ ઘણી હાઉસિંગ સોસાયટીઓએ બાઈ માટે દરવાજા બંધ કર્યા છે. 

    આવા વર્તનથી નારાજ બાઈઓ સામો પ્રશ્ન કરે છે કે "અમે અમારા ટેસ્ટ રિપોર્ટ્સ બતાવવા માટે તૈયાર છીએ, શું અમે જે  ઘરે કામ કરીએ છીએ તે લોકો પોતાના ટેસ્ટ રિપોર્ટ્સ બતાવશે? કારણકે એ લોકો પણ જોબ કરવા બહાર જાય છે, બની શકે એ લોકોને કોરોના હોય અને અમને લાગી જાય તો!!?? 

    એક બાઈના કહેવા અનુસાર, ગરીબોને એવી વાત માટે જવાબદાર ઠેરવી રહયાં છે, જે આ લોકોએ ફેલાવી નથી. “આ રોગ વિદેશી દેશોમાં પ્રવાસ કરનારા શ્રીમંત લોકોથી ભારતમાં ફેલાયો હતો અને ત્યારબાદ તે ઝૂંપડપટ્ટી અને અન્ય વિસ્તારોમાં ફેલાયો છે. 

    કેટલાક મેટ્રો શહેરોમાં મોટાભાગની બાઈઓ એક જ મકાનમાં કામ કરતી નથી, પરંતુ પોતાનું ઘર ચલાવવા માટે દિવસભર અનેક ઘરોમાં કામ કરે છે. જ્યારે કેટલીક સોસાયટીમાં ફક્ત તેઓના બિલ્ડીંગમા  જ કામ કરતી હોય એવી બાઈઓને પ્રવેશ આપવામાં આવે છે. જે અન્યાય છે એમ બાઈઓનું કહેવું છે…