• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - corona test - Page 2
Tag:

corona test

મુંબઈ

શું મુંબઈના રહેલા આંકડા માત્ર આભાસી છે? કારણ કે લોકોની તપાસણી જ ઓછી થઈ રહી છે.

by Dr. Mayur Parikh April 28, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૨૮ એપ્રિલ 2021

બુધવાર

મુંબઈ શહેરમાં કોરોનાના એક્ટિવ કેસ તેમજ નવા કેસના આંકડામાં ઘણો સુધારો જોવા મળ્યો છે. આવા સમયે લોકો ખુશ થઇ રહ્યા છે. જોકે બીજી તરફ વિપક્ષ એ પ્રશ્ન પૂછ્યો છે કે મુંબઈ શહેરમાં આરટીપીસીઆર ટેસ્ટ કેમ ઘટાડવામાં આવ્યા છે.

19 એપ્રિલ ના દિવસે મુંબઈ શહેરમાં 36500 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જ્યારે કે 26 એપ્રિલના રોજ માત્ર 28,300 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. બીજી તરફ તેવો દાવો કરવામાં આવ્યો છે કે મુંબઈ શહેરમાં કોરોના ના કેસ ઘટી રહ્યા છે. 

મુંબઈમાં કોઈને વેક્સિન મફત નહીં મળે : મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર નું બયાન.

વિપક્ષનો આરોપ છે કે આ રીતે ટેસ્ટિંગ ઘટાડવા ને કારણે ઘરની અંદર વિકસી રહેલો કોરોના સમય જતા બહાર આવશે અને પરિસ્થિતિ જેમની તેમ રહેશે..

April 28, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
દેશ

કોવિડ -19 ટેસ્ટ બાદ જ સુપ્રીમ કોર્ટમાં પ્રવેશ મળશે, સર્વોચ્ચ ન્યાયાલયએ જારી કરી ગાઈડલાઈન. જાણો વિગતે 

by Dr. Mayur Parikh April 14, 2021
written by Dr. Mayur Parikh

કોરોના વાયરસથી સુપ્રીમ કોર્ટની કામગીરીને પણ અસર થઈ છે અને હવે કોર્ટના પરિસરમાં પ્રવેશ માટે કોવિડ -19 પરીક્ષણ કરાવવું જરૂરી બન્યું છે.

સુપ્રીમ કોર્ટે એક માર્ગદર્શિકા બહાર પાડીને જણાવ્યું છે કે કોર્ટ પરિસરમાં આવતા તમામ ન્યાયાધીશો, સ્ટાફ, વકીલો અને તેમના કર્મચારીઓને કોવિડ ટેસ્ટ કર્યા બાદ જ પ્રવેશ મળશે.

જે લોકોને તાવ, શરીરમાં દુખાવો અને ગંધનો અભાવ જેવા લક્ષણોનો અનુભવ થઈ રહ્યો હોય તો તેઓએ કોર્ટમાં ન આવવું જોઈએ અને પોતાને ઘરેથી અલગ રાખવું જોઈએ. 

જો કોઈ સ્ટાફ અથવા વકીલ ને કોરોનાના લક્ષણો હોય તો તેઓએ આરટીટીપીઆર અથવા એન્ટિજેનટ પરીક્ષણ કરાવવું.

ઉલ્લેખનીય છે કે ગત શનિવારે, 99માંથી 44 કર્મચારીઓ કોરોનાગ્રસ્ત થયા હતા.

મહારાષ્ટ્ર રાજ્યમાં ઓક્સિજન ની અછત. પડોશી રાજ્યો પાસેથી મદદની અપેક્ષા. જાણો વિગત.  

April 14, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

એક દિવસમાં 90 હજાર કોરોના પરીક્ષણ. તમિલનાડુ સરકારનો મોટો નિર્ણય.

by Dr. Mayur Parikh April 13, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.

મુંબઈ, 13 એપ્રિલ 2021.

મંગળવાર.

      કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે તમિલનાડુ સરકારે કમર કસી લીધી છે. આ સંદર્ભે રાજ્ય સરકારે એક મોટો નિર્ણય લીધો છે.  તમિલનાડુમાં દરરોજ ઓછામાં ઓછા 90 હજાર આરટી પીસીઆર પદ્ધતિ દ્વારા કોરોના પરીક્ષણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

    તમિલનાડુના મુખ્યમંત્રી કે.પલ્લાની સ્વામીએ સોમવારે  તબીબી ક્ષેત્રના વિશેષજ્ઞનો સાથે એક ખાસ બેઠક યોજી હતી. તે દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણય અંતર્ગત કોવિડથી પ્રભાવિત હોય તેવા વિસ્તારોમાં યુદ્ધના ધોરણે કોરોના પરીક્ષણ થવું જરૂરી છે. સાથેજ એક ફીવર કેમ્પ શરૂ કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે જેનાથી સંક્રમિત વ્યક્તિઓનો વહેલામાં વહેલી તકે તાગ મેળવી શકાય. આ બેઠક દરમિયાન જાહેર કરવામાં આવ્યું છે કે જો કોઈ ચોક્કસ વિસ્તારની ત્રણ વ્યક્તિ કોરોના વાયરસથી સંક્રમિત થયેલી જણાય તો તે વિસ્તારને અથવા એ તેમના રહેઠાણના મકાનને માઈક્રોકન્ટેન્ટમેન્ટ ઝોન ઘોષિત કરી દેવામાં આવશે.

લગ્ન સમારંભમાં 50 લોકોને મંજૂરી. તેમજ સરકારી અને ખાનગી ઓફિસમાં પણ 50 ટકા સ્ટાફ કામ કરશે. આ રાજ્યમાં લાગુ થઈ નવી ગાઈડલાઈન. જાણો વિગત.

    ઉલ્લેખનીય છે કે, તમિલનાડુ સરકારે સરકારી તેમજ પ્રાઇવેટ હોસ્પિટલમાં મૃત્યુના દરને ઓછો કરવા માટે સરકાર દ્વારા ઘોષિત કરવામાં આવેલી એસઓપી ગાઇડલાઇન નું કડક રીતે પાલન કરવાનું સૂચન કરવામાં આવ્યું છે.

April 13, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

કોરોના ટેસ્ટિંગ ન થતા, મુંબઈવાસીઓ કોરોના નું રિઝલ્ટ મેળવવા ‘અહીં’ દોટ મુકી રહ્યા છે…

by Dr. Mayur Parikh April 12, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 12 એપ્રિલ 2021

સોમવાર

મુંબઈ શહેરમાં કોરોના ના ટેસ્ટિંગ કરવા માટે કોઈ વ્યક્તિ ઘરે આવવા તૈયાર નથી. તેમજ જે વ્યક્તિઓનું ટેસ્ટિંગ થઈ ગયું છે તેમના રિપોર્ટ આપવામાં પણ સમય લાગી રહ્યો છે. આ પરિસ્થિતિમાં મુંબઈ વાસીઓ હવે ચેસ્ટ સ્કેન કરવા માટે સીટીસ્કેન લેબોરેટરી પાસે દોડી રહ્યા છે. આ ઉપરાંત અનેક લોકો એક્સ-રે પણ કઢાવી રહ્યા છે.

વાત એમ છે કે કોરોના કેટલો ગંભીર છે તે જાણવા માટે છાતી ના એક્સરે ફોટા પડાવવા થી તેમ જ સ્કેન કરાવવાથી તરત ખબર પડી જાય છે કે ફેફસાંમાં નિમોનિયા ફેલાયો છે કે કેમ. જો દર્દીની છાતી માં નિમોનીયા ફેલાયો હોય તો તેણે તત્કાળ હોસ્પિટલમાં દાખલો લેવો પડે.

એકવાર કોરોના થઈ ગયા પછી બીજીવાર સંક્રમિત થવાનો ભય કેટલો?જવાબ છે આટલા દિવસ પછી….

આથી મુંબઈ વાસીઓ પોતાના સ્વાસ્થ્યની કાળજી લેવા માટે છાતીનું સીટી સ્કેન કરાવી રહ્યા છે.

April 12, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
વધુ સમાચાર

કોરોનાના લક્ષણ હોવા છતાં ટેસ્ટ નેગેટિવ આવવાનું કારણ શું? જાણો મુંબઈના તબીબોનું એ વિશે નું મંતવ્ય..

by Dr. Mayur Parikh April 8, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.

મુંબઈ, 8 એપ્રિલ 2021.

ગુરૂવાર.

     મુંબઈમાં વધતા કોરોના સંક્રમિતોની સંખ્યા સાથે અમુક દર્દીઓ એવા પણ છે કે જેમને કોરોનાના લક્ષણ હોવા છતાં તેમના રિપોર્ટ નેગેટિવ આવે છે. તો ચાલો જાણીએ કે વિશેષજ્ઞોનું એ વિશે શું કહેવું છે.

     ડોક્ટરોનું દ્રઢપણે માનવું છે કે, દર્દીઓનું એકજૂથ એવું પણ છે કે જેમનામાં covid-19 ના લક્ષણો હોવા છતાં તેમના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. આનું એક કારણ એ પણ હોઈ શકે કે તે દર્દીઓના સ્વેબ સેમ્પલ લીધા પછી પરીક્ષણમાં વિલંબ થયો હોય.

   મુંબઈની એક જૂની સરકારી હોસ્પિટલના તબીબના જણાવ્યા અનુસાર "અમુક દર્દીઓ એવા છે કે જેમને તાવ કફ શરદી અને શરીર માં દુખાવા ના લક્ષણો હોવા છતાં તેમનું પરીક્ષણ નકારાત્મક આવે છે.પ્રથમ લક્ષણ દેખાયા પછીના ત્રીજા થી સાતમા દિવસ સુધી જો એ વાયરસ નું પરીક્ષણ કરવામાં ન આવે તો તે રિપોર્ટ નેગેટિવ આવવાની સંભાવના વધી જાય છે.જોકે ઘણા બધા દર્દીઓ એવા પણ  છે કે જેમને લક્ષણો ક્યારે દેખાય છે તે અંગે તેઓ સ્પષ્ટ નથી હોતા. કેટલાકને ગંભીર ઉધરસ પછી એક દિવસ તાવ આવે છે, તો કેટલાકને શરૂઆતમાં નાક બંધ થઇ જાય છે."

   મુંબઈની જ એક બહુ પ્રખ્યાત હોસ્પિટલના તબીબ જણાવે છે કે, "આરટી પીસીઆર ટેસ્ટ કોવિડના  સાર્સ- કોવિ- 2 વાઇરસને શોધી કાઢવા માટે શ્રેષ્ઠ ઉપાય છે. જોકે આરટી પીસીઆર ટેસ્ટનું ૬૫થી ૭૦ ટકા જેટલું પરિણામ એક્યુરેટ હોય છે. આવા સમયે ડોક્ટરોએ નિદાન સ્થાપિત કરવા chest CT scan પર આધાર રાખવો યોગ્ય ગણાય. આ chest CT scan  નું પરિણામ સો ટકા એક્યુરેટ હોય છે.કોવિડ દર્દીઓના ફેફસાની અંદર એક વિશિષ્ટ કાચ જેવો દેખાવ હોય છે જે સીટી સ્કેન ની પ્રક્રિયા દરમિયાન અચૂકપણે  દેખાય છે. સીટી સ્કેન કરાવવાનો શ્રેષ્ઠ સમય ૭થી ૧૧ દિવસ નો હોય છે"

April 8, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

હવે આ વ્યવસાય કરનાર લોકોએ દર પંદર દિવસે કોરોના ટેસ્ટ કરવો પડશે.

by Dr. Mayur Parikh March 23, 2021
written by Dr. Mayur Parikh

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

23 માર્ચ 2021 

કોરોના ફેલાવનાર કેરિયર સૌથી ખતરનાક સાબિત થયા છે. શાકભાજી વેચનાર, દૂધ વિક્રેતા, ડીલેવરી બોય, ફેરીયા, કુરિયર કંપની નો સ્ટાફ આ તમામ લોકો એ શ્રેણીમાં આવે છે.એક વ્યક્તિ દિવસ દરમિયાન અનેક વ્યક્તિઓને મળતી હોવાને કારણે જો તે કોરોના સંક્રમિત હોય તો તે અનેક લોકોને કોરોના નો ચેપ લગાડી શકે છે. આ પરિસ્થિતિમાં મુંબઈ મહાનગરપાલિકાએ નિર્ણય કર્યો છે કે આ કેટેગરી હેઠળ આવનાર તમામ લોકોના દર પંદર દિવસે કોરોના ટેસ્ટ કરવામાં આવશે.

આ ઉપરાંત હોટલની અંદર કામ કરનાર તેમજ દુકાન માલિકોને અને સેલ્સમેનને દર ૧૦ દિવસે કોરોના ટેસ્ટ કરાવવા પડશે.

લોકલ ટ્રેનમાં પ્રવાસ સંદર્ભે પ્રતિબંધો વધશે? નિર્ણય લેવા માટે આ કવાયત હાથ ધરવામાં આવશે. તેમજ આ સમય સુધીમાં નિર્ણય આવશે.

મહાનગરપાલિકાની યોજના એવી છે કે લોકોના સંપર્કમાં આવનાર વ્યક્તિઓના વારંવાર ટેસ્ટ કરવામાં આવે તો તેમનું સ્વાસ્થ્ય જળવાશે અને તેમના થકી તેમના ગ્રાહકોનું પણ સ્વાસ્થ્ય જળવાશે.

આજે લોકડાઉન ની તલવાર કોના પર ફરશે? મુંબઈ, પુના કે પછી નાગપુર?
 

March 23, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

હવે મોલ માં જતા પહેલા ટેસ્ટ કરાવવો પડશે. મુંબઈ શહેર માટે કડક નિયમ બન્યો. જાણો વિગત

by Dr. Mayur Parikh March 19, 2021
written by Dr. Mayur Parikh

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસની બીજી લહેર ફરી વળી છે અને સંક્રમિત દર્દીઓની સંખ્યા કૂદકેને ભૂસકે વધી રહી છે 

મુંબઈમાં COVID-19 કેસોમાં વધારો થતાં બીએમસી એ એક મોટો નિર્ણય કર્યો છે. 

આગામી 22 માર્ચથી શહેરમાં આવેલા તમામ મોલમાં પ્રવેશતાં પહેલા લોકોએ એન્ટીજેન્ટ ટેસ્ટ કરાવવો પડશે. 

આ માટે ટેસ્ટની વ્યવસ્થા મોલ સંચાલકોએ કરવાની રહેશે જો ટેસ્ટ પોઝિટિવ આવશે અથવા શંકાસ્પદ જણાશે તો વ્યક્તિને મોલમાં પ્રવેશ નહીં આપવામાં આવે.

મુંબઈ શહેરમાં થોડા જ દિવસમાં નાઈટ કર્ફ્યુ લાગશે? મેયરે આપ્યા આ સંકેત.
 

March 19, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

કોરોના ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર સરકારે આ પાંચ રાજ્યમાંથી આવતા મુસાફરો માટે આરટી-પીસીઆર પરીક્ષણ ફરજીયાત કર્યું. જાણો વિગતે..

by Dr. Mayur Parikh February 15, 2021
written by Dr. Mayur Parikh

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

15 ફેબ્રુઆરી 2021

મહારાષ્ટ્રની ઠાકરે સરકારે કોરોના વાયરસના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને કડક પગલા લીધા છે. મહારાષ્ટ્ર સરકારે હવે ગોવા, ગુજરાત, રાજસ્થાન, દિલ્હી અને કેરળ પાંચ રાજ્યોના મુસાફરો માટે પ્રવેશ પ્રતિબંધિત કરી દીધો છે.

સત્તાવાર અહેવાલો અનુસાર, કેરળમાં હવે દેશમાં સૌથી વધુ COVID-19 કેસ છે, અને મહારાષ્ટ્રમાં બીજા ક્રમે છે. આથી, કેરળ અને અન્ય ચાર રાજ્યોના પ્રવાસીઓએ હવે પ્રસ્થાનના 72 કલાકની અંદર નકારાત્મક આરટી-પીસીઆર પરીક્ષણ કરાવવું જરૂરી રહેશે.

જે મુસાફરોની આરટી-પીસીઆર તપાસ નકારાત્મક હશે તેઓ રાજ્યમાં પ્રવેશ કરી શકશે. તેથી, આ પાંચ રાજ્યોમાંથી મહારાષ્ટ્ર આવનારાઓએ પણ તેમની સાથે કોરોના રિપોર્ટ લાવવો પડશે. રેલવે મુસાફરોને મુસાફરી પહેલાં 96 કલાકની અંદર પરીક્ષણ કરાવવું જરૂરી છે. જો તમે કોઈ રિપોર્ટ તમારી સાથે લઈ જતા નથી, તો તમને રેલ્વે સ્ટેશન પર તપાસવામાં આવશે. તદુપરાંત, કોવિડ લક્ષણોવાળા તે મુસાફરોએ એન્ટિજેન પરીક્ષણ પણ કરાવવું પડશે, અને જે મુસાફરમાં કોરોનાના લક્ષણ દેખાશે તેમને કોવિડ કેર સેન્ટરમાં દાખલ કરાશે.

February 15, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

આ રાજ્યમાંથી હવે મહારાષ્ટ્રમાં આવવું મુશ્કેલ બન્યું. મહારાષ્ટ્ર સરકારે કડક પગલાં લીધા. જાણો વિગત

by Dr. Mayur Parikh February 11, 2021
written by Dr. Mayur Parikh

મહારાષ્ટ્ર સરકારે એક મોટું પગલું લીધું છે જે મુજબ હવે કેરળથી કોઈપણ વ્યક્તિ સરળતાથી મહારાષ્ટ્ર નહીં આવી શકે. 

કેરળમાં થી મહારાષ્ટ્ર રાજ્યમાં પ્રવેશનાર વ્યક્તિએ પોતાનો કોરોના ટેસ્ટ કરાવવો પડશે.

કોઈપણ વ્યક્તિ સડક, ટ્રેન  કે પછી હવાઈ સેવાના માધ્યમથી સરળતાથી મહારાષ્ટ્રમાં નહીં પ્રવેશી શકે.

કેરળમાં ચિંતાજનક રીતે કોરોના માં વધારો નોંધાયા પછી રાજ્ય સરકારે આ પગલું લીધું છે.

February 11, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
હું ગુજરાતી

ગુજરાત માં હવે કોરોના ટેસ્ટ ના દર ૫૦ ટકા જેટલા ઘટ્યાં. રાજ્ય સરકાર નો નિર્ણય. જાણો શું છે નવા દર….

by Dr. Mayur Parikh December 1, 2020
written by Dr. Mayur Parikh

December 1, 2020 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક